Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
ચુકાદામાં અમલીકરણના મુદ્દાઓ:
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા આપવામાં આવેલ તા. ૦૮–ઓક્ટોબર–૨૦૧૭ના ચુકાદામાં અમલીકરણ દૃષ્ટિએ લેવાના મુખ્ય પગલાં આ પ્રમાણે છે;
A. સતપંથ સમાજ દ્વારા લેવાના પગલાં
1. કોર્ટ કેસ પાછા લેવા: સનાતની સમાજ સામે કરેલ વ્યક્તિગત કે સંસ્થાકીય તમામ કેસો ચુકાદાના ૬૦ દિવસમાં પાછા ખેંચી લેવા
(સનાતની સમાજ દ્વારા આજ સુધી સતપંથ ઉપર કોઈ પણ કેસ કરેલ નથી.)
2. ઈમામશાહને છોડવો
3. પીરાણાને છોડવું (તેનો વહીવટ આપણી કેન્દ્રીય સમાજને સોંપી દેવો)
4. સતપંથ ધર્મને છોડવું
5. નિષ્કલંકી નારાયણને છોડવા
B. સનાતન સમાજ દ્વારા લેવાના પગલાં
1. ઉપર જણાવેલ પાંચ (૫) મુદ્દાઓનું સતપંથી દ્વારા સંપૂર્ણ રીતે પાલન થયા બાદ, સતપંથીઓને સનાતન સમાજમાં સમાવી લેવા.
ઉપર જણાવેલ પગલાંઓનો અર્થ એ થાય છે કે જે કંઈ કરવું છે એ સતપંથ સમાજને કરવાનું છે. સતપંથ સમાજની ફરજમાં આવે છે કે તેઓ સકારાત્મક (Positive) પગલાં ભરે. અને એ પગલાંની અસર એવી થવી જોઈ કે જેના થકી સતપંથ સમાજ દ્વારા ઉપર જણાવેલ પાંચ મુદ્દાઓનું સંપૂર્ણ રીતે અમલ થાય. બીજા શબ્દોમાં કહીએ તો સતપંથીઓએ પહેલાં સંપૂર્ણ પણે સતપંથ ધર્મ છોડી દેવો પડે. ત્યાર બાદ તેને સનાતન સમાજમાં સ્વીકારી શકાય.
ચુકાદાના અમલીકરણ અંગે, આપણે પહેલાં એ જોઈશું કે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા ચુકાદાને અમલ કરાવવા માટે કેવા પ્રયત્નો કરવામાં આવ્યા. ત્યાર બાદ આપણે જોઈશું કે સનાતન સમાજ દ્વારા કેવા પગલાં ભરવામાં આવ્યા અને એના બાદ આપણે જોઈશું કે સતપંથ સમાજ કેવી રીતે આ વિષય પર આગળ વધી. અને છેલ્લે જોઈશું કે ચુકાદાનું અમલીકરણ કેમ ન થઈ શક્યું.
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા ચુકાદાના અમલીકરણના પ્રયાસો
કોન્ફરન્સ રૂમમાં આપેલ સૂચનાઓ (તા.૦૮–ઓક્ટોબર–૨૦૧૭): ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરમાં માતાજીની સામે, જેણે આપણે ભાવાત્મક રીતે કહી શકીએ તો ઉમિયા માતાજીની આધ્યાત્મિક હાજરીમાં, ઊંઝાના મંત્રીશ્રી દિલીપભાઈ નેતાજી દ્વારા ચુકાદો વાંચીને સંભળાવ્યા બાદ બન્ને પક્ષોને ચુકાદાની એક–એક પ્રત આપવામાં આવી. આ સંપૂર્ણ પ્રક્રિયા પછી, બન્ને પક્ષો તેમજ પંચના વડીલો માતાજીના ઑફિસમાં આવેલ એક મોટા કોન્ફરન્સ રૂમમાં બેઠા.
1.1. ઊંઝા તરફથી લવાદ પંચોમાંથી નીચે મુજબના મુખ્ય વડીલો હાજર હતા….
1) વિક્રમ દાદા – ઊંઝા
2) મણીભાઈ મમી – ઊંઝા
3) દિલીપભાઈ નેતાજી – ઊંઝા
4) વસંત બાબુલાલ ચોકસી – ઊંઝા
5) સી.કે. પટેલ – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
6) જેરામભાઈ વાંસજાળિયા – મોરબી
7) જયંતીભાઈ કાલરીયા – રાજકોટ
8) ગોડાસરા સાહેબ – સીદસર
9) મનુભાઈ પટેલ – ઊંઝા
1.2. સનાતન સમાજ તરફથી નીચે મુજબના ભાઈઓ હાજર હતા
1) અબજી વિશ્રામ કાનાણી – મુંબઈ (પ્રમુખ)
2) ગંગારામ હીરાલાલ સાંખલા – દિલ્લી (માજી પ્રમુખ)
3) હિમ્મત રતનશી ખેતાણી – મુંબઈ
4) CA ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા – મુંબઈ
5) પ્રેમજી ભાણજી કેશરાણી – મુંબઈ
6) Dr વસંત અરજણ ધોળું – તલોદ
7) શંકર પરબત રવાણી – જયપુર
1.3. સતપંથ સમાજ તરફથી નીચે મુજબના ભાઈઓ હાજર હતા
1) દેવજી કરસન ભાવાણી – મુંબઈ (પ્રમુખ)
2) રામજી વીરજી ભાદાણી – કોલ્હાપુર (માજી પ્રમુખ)
3) રતનશી લાલજી વેલાણી – દુર્ગાપુર નવાવાસ
4) પ્રેમદાસ બાપુ – અમેરિકા
5) અબજી કરમશી ધોળુ – ગાંધીનગર
6) મણીલાલ શામજી – વડાગામ
7) મણીભાઈ પોકાર – હરીપુરા કંપા (પીરાણાના સલાહકાર)
8) હરિભાઈ માધા રામજીયાણી – માધવકંપા
9) જયંતીભાઈ ચોપડા – મુંબઈ
10) બે (૨) અનામી ભાઈઓ મોબાઈલમાં ફોટો અને વિડીઓ ઉતારવા
સનાતન સમાજ તરફથી રજૂઆત કરતા શ્રી ગંગારામભાઈ હીરાલાલ સાંખલા
કોન્ફરન્સ રૂમમાં સેલ્ફી લેતા ૧) વસંતભાઈ ધોળુ અને ૨) ચંદ્રકાંતભાઈ છાભૈયા |
ચુકાદા ઉપર પ્રતિભાવ આપવા અને ચુકાદાના અમલવારીનો રસ્તો નક્કી કરવાના હેતુથી કોન્ફરન્સ રૂમમાં ભેગા થયા હતા. ઓળખવિધિ પછી ઘોડાસરા સાહેબે ભારપૂર્વક જુદી જુદી બે વખત સતપંથીઓને કહ્યું કે તમે તમારા ધાર્મિક ચોપડા બાલી નાખજો અને હિંદુ ધર્મની મુખ્ય ધારામાં ભળી જાઓ. માતાજી ઉપર શ્રદ્ધા રાખનારાઓએ કેવી રીતે પ્રગતિ કરી છે, અધ્યાત્મ મેળવ્યું છે, જીવનમાં સાચી સુખ અને શાંતિ મેળવી છે એવાં ખૂબજ પ્રેરણાદાયી વક્તવ્યો થયાં. ઊંઝાના લવાદ તો નિમિત્ત માત્ર છે. વાસ્તવમાં ઉમિયા માતાજીએ પોતાની ઈચ્છા આ ચુકાદા મારફતે વ્યક્ત કરી છે, એવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો. માટે આપણા સર્વેની ફરજ છે કે માતાજીની ઈચ્છા પ્રમાણે આગળ વધીએ અને માતાજીની કૃપા આપણા સર્વે ઉપર થાય, એવી ઉચ્ચ કક્ષાની વાત કરવામાં આવી.. જેણે હાજર સર્વે લોકોએ અનુમોદન આપેલ હતું.
અમલવારીમાં સહુથી પહેલાં તમામ કોર્ટ અને પોલીસ કેસોને ચુકાદાથી દિવસથી ૬૦ દિવસની અંદર પાછા ખેંચી લેવાનો આદેશ આપવામાં આવ્યો. સનાતન સમાજના પ્રમુખ અને સતપંથ સમાજના પ્રમુખ, ૧ મહિનાની અંદર, પોતાની રીતે એક બીજાને મળીને ચુકાદાનું કેવી રીતે અમલ કરી શકાય તે માટે પ્રયાસો કરે, એવું સૂચન આપવામાં આવ્યું.
અંતે ચુકાદાનું વ્યવસ્થિત અમલીકરણ થાય, તે હેતુથી એક અમલીકરણ સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ સમિતિમાં મૂળ ૧૧-૧૧ જણની જે સમિતિઓ હતી, તેમાંથી પ (પાંચ) સભ્યો સતપંથમાંથી અને તેવીજ રીતે ૫ (પાંચ) સભ્યો સનાતનમાંથી લેવાનું નક્કી કરવામાં આવ્યું. બન્ને પક્ષો વચ્ચે સંકલન કરવાની જવાબદારી અને કાર્યવાહી પર દેખરેખ રાખવા તેમજ સંચાલન કરવા માટે ઊંઝા તરફથી બે સભ્યોને જવાબદારી આપવામાં આવી. એ બે સભ્યો હતા દિલીપભાઈ નેતાજી અને ગોડાસરા સાહેબ. આટલું નક્કી થયા વાદ આ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી.
વિશેષ નોંધ: બેઠક પૂરી થઇ એટલે કોન્ફરન્સ રૂમના દરવાજાથી બહાર પગ મૂકતાંજ સતપંથ સમાજના પ્રમુખ દેવજી કરસન ભાવાણી ચાલીને હિમ્મતભાઈ રતનશી ખેતાણી પાસે આવ્યા. તેમણે જાણે કોઈ ફરકજ પડતો ન હોય એવી ઉદ્દંડતા પૂર્વક હિમ્મતભાઈને કહ્યું કે તમને શું લાગે છે કે અમે પીરાણા બંધ કરી નાખશું? ક્યારેય નહીં. અમે ઈમામશાહ બાવા છોડી દેશું? ક્યારે નહીં. ત્યારે હિમ્મતભાઈએ કહ્યું કે જો એવું કરશો તો આપણા મનોના વચ્ચે જે દૂરી છે, એ કોઈ દિવસ ઓછી નહીં થાય. બાકી આ બધી વાતો મને શા માટે કહો છો? આપણે રૂમથી બહાર આવ્યા છએ. પંચો હજી અંદર છે. કહેવી હોય તો આ બધી વાતો પંચોને જઈને કહોને? મને નહીં.
આજે દેવજીભાઈ આ વાત જાહેરમાં કબૂલ કરે કે ન કરે, પણ આગળ આપણે જોઈશું કે કેવી રીતે સતપંથવાળાઓ પીરાણા અને ઈમામશાહને છોડ્યા નહીં. જેથી ઉમિયા માતાજીનું હળાહળ અપમાન કર્યું. દેવજીભાઈની આ વાતથી એક વાત સમજાય જાય છે કે સતપંથીઓની મુરાદ પહેલાંથી ઉમિયા માતાજીના ચુકાદાનું પાલન ન કરવાની હતીજ. આ તાકિયાના પ્રયોગનો ખૂબ સરસ દાખલો છે. જાહેરમાં જનતાને સારું લાગે એવું બોલવું અને અંદર ખાને પોતાનું ધારેલું કરવું. અહીં નૈતિકતા અને સચ્ચાઈને કોઈ સ્થાન નથી. જે સગવડિયું હોય એ કરવું. એટલેજ જેવો ચુકાદો તેમના વિરુદ્ધ ગયો એટલે, તેવોજ પોતાના અંદરની સાચી મુરાદ સ્વયંભૂ રીતે બહાર આવી ગઈ. કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર, ઉતાવળમાં તેમના છૂપા વિચારો પોતાના જ મોઢે બહાર આવી ગયા.
સમિતિના સભ્યોની નિમણૂંક (તા. ૦૩–નવેમ્બર–૨૦૧૭):
અમલીકરણ સમિતિને મૂર્તિમંત કરવા માટે ઉમિયા માતાજી ઊંઝા તરફથી તા. ૦૩–નવેમ્બર–૨૦૧૭નો એક પત્ર આપવામાં આવ્યો. આ પત્રમાં કહેવામાં આવ્યું કે બન્ને પક્ષોના ૧૧–૧૧ સભ્યોમાંથી ૫–૫ સભ્યો પોતપોતાના સમાજ દ્વારા નિયુક્ત કરવામાં આવે. ઊંઝા તરફથી ૪ સભ્યો, સીદસર તરફથી ૨, અને સુરત તરફથી ૧ સભ્ય એમ કુળ ૧૭ સભ્યોની અમલીકરણ સમિતિ રચવાની છે.
સનાતની સભ્યો:
1) હંસરાજ દેવજી ધોળુ – ભુજ
2) CA ચંદ્રકાંત કાંતિલાલ છાભૈયા – મુંબઈ
3) પ્રેમજી ભાણજી કેશરાણી – મુંબઈ
4) Dr. શાંતિલાલ મેઘજી સેંઘાણી – નખત્રાણા
5) Dr. વસંત અરજણ ધોળુ – તલોદ
સતપંથી સભ્યો:
1) દેવજી કરસન ભાવાણી – ઘાટકોપર, મુંબઈ
2) મણીલાલ મેઘજી પટેલ – હરીપુરા કંપા
3) C.A. ભાઈલાલ કાનજી પોકાર – વડાલી, અમદાવાદ -(મૂળ ૧૧ માં આમનું નામ નથી)
4) Adv. સુરેશ કે પટેલ – અમદાવાદ -(મૂળ ૧૧ માં આમનું નામ નથી)
5) મણીલાલ શામજી પટેલ – વડાગામ
લવાદો તરફથી જે લોકોએ મુખ્ય ભૂમિકા ભજવી અને હાજરી આપી એવા છે:
1) પ્રહ્લાદભાઈ અંબાલાલ પટેલ (કામેશ્વર) – ઊંઝાના કાર્યકારી પ્રમુખ
2) દિલીપભાઈ મણીલાલ પટેલ (નેતાજી) – ઊંઝા
3) મણીભાઈ ઈશ્વરલાલ પટેલ (મમી) – ઊંઝા
4) પ્રહ્લાદભાઈ જોઈતારામ પટેલ – મહેસાણા
5) જેરામભાઈ ગોવિંદભાઈ વાંસજાળિયા – રાજકોટ
6) બાબુભાઈ એચ. ઘોડાસરા – રાજકોટ
7) જયંતીભાઈ કાલરીયા – રાજકોટ
આવી રીતે અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી.
શ્રી પ્રેમજીભાઈ ભાણજી કેશરાણી – ચુકાદાનું ખુલ્લા હૃદયથી, સાચા અર્થમાં અમલીકરણ કરવામાં આવે એવી રજૂઆત કરી રહ્યા છે.
હાલની સનાતન જાગૃતિની ચળવળ શરુ કરવામાં અગ્રેસર ભૂમિકા ભજવનાર શ્રી હિમ્મતભાઈ રતનશી ખેતાણી રજૂઆત કરી રહ્યા છે.