Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૧૮. રણનીતિઓ, દલીલો, હથિયારો અને તોડ

સતપંથ ધર્મ, તેમાય ખાસ કરીને, પીરાણા સતપંથ ધર્મ જે પદ્ધતિથી હિંદુ સમાજમાં રહીને પોતાનો ધર્મનો પ્રચાર કર્યો છે તેવીજ રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જે રણનીતિઓ, પ્રચારો અને હથિયારોનો પ્રયોગ કરવામાં આવ્યા, તેનાં પર પહેલાં નજર નાખીશું. અને ત્યાર બાદ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આવી લડાઈનો તોડ કેવી રીતે કાઢવો જોઈએ.

A.    રણનીતિઓ:

મૂળ સતપંથના સ્થાપક પીર સદૃદ્દીન (ઈમામશાહ બાવાના દાદા) એ હિંદુઓને સહેલાઇથી વટલાવવા માટે એક યોજના તૈયાર કરેલ હતી. આ યોજના એવી હતી કે જે વ્યક્તિનું ધર્મ પરિવર્તન થઇ રહ્યું હોય, એવા શિકાર (વ્યક્તિ)ને પણ ખબર ન પડે કે તેનું ધર્મ પરિવર્તન થઇ રહ્યું છે. યોજનામાં ગોઠવણ એવી સજ્જડ હતી કે સતપંથના અનુયાયીઓ કોઈ પણ શંકા કે સંકોચ કર્યા વગર સતપંથને ખુશીથી સ્વીકારી લે. આ યોજનાની સંપૂર્ણ જાણકારી આ પુસ્તકના ભાગ બે માં જણાવેલ પ્રસ્તુતિ (PPT Presentation) ના સ્લાઈડ ક્ર. ૩૧ થી ૩૬, પેજ ૨૭૮ થી ૨૮૦ માં જણાવેલ છે.

આ યોજનાને સફળ કરવા માટે અપનાવેલ મુખ્ય રણનીતિઓ નીચે પ્રમાણેની છે

1.    Victim Card (શિકાર / ભોગ બની ગયા હોવાનું નાટક કરવું): જ્યારે સતપંથની સામે કોઈ અવાજ ઉપાડે અથવા તો વિરોધ દર્શાવે ત્યારે બચાવમાં પહેલું કામ એ કરવામાં આવે કે પોતે (એટલે સતપંથ) કોઈના ઊંડા ષડ્‌યંત્રનું શિકાર બની ગયું છે. કોઈ તેને ખોટી રીતે બદનામ કરવા માંગે છે, સતપંથ ખોટા પ્રચારનું ભોગ બની ગયું છે એવી વાત કરવામાં આવે. જરૂર પડે તો કોઈ વ્યક્તિ કે સંસ્થા ઉપર આરોપ પણ નાખી દેવામાં આવે.

ત્યાર બાદ આદર્શવાદી વાતોની મદદ લેવામાં આવે. જેવી કે કોઈએ ધર્મની ટીકા ન કરવી જોઈએ. બધા ધર્મો એક સરખા છે. બધા સંપ્રદાયો સારા છે. ધર્મની ટીકા ટીપ્પણી કરવાથી સમાજમાં ઝગડાઓ થાય. વૈમનસ્ય ઊભું થાય, વર્ગવિગ્રહ થાય, સમાજમાં ભાગલા પડી જાય, સમાજમાં એકતા, પ્રેમ, સંગઠનને નુકસાન થાય વગેરે વગેરે. અને છેલ્લે સમાજમાં શાંતિનું વાતારણ ડહોળાય, કોમી ઝગડાઓ થઇ શકે, રમખાણો થઇ શકે, સમાજ તૂટે, સમાજ વ્યવસ્થા બગડી જાય વગેરે એવો ભય બતાવવામાં આવે. એવાએવા ભય સ્થાનો બતાવવમાં આવે કે જેના માટે કોઈ માપદંડજ હોય નહીં.

પોતે, એટલે કે સતપંથ આવા (ઉપજાવી કાઢેલ અને બનાવટી) તત્ત્વોની ચાલોનું શિકાર બન્યું છે, એટલે સતપંથને બચાવવાની જરૂર તેમજ ફરજ બધાની છે. આવી વાતો કરીને પોતે બિચારા બની જઈને પોતાનું અસ્તિત્વ સુનિશ્ચિત કરવા માટેની વાતો કરવામાં આવે.

દાખલો ૧: શરૂઆતના સતપંથના પ્રચારકો હિંદુ સાધુના વેશમાં હિંદુ ધર્મનો જ પ્રચાર કરવાનો ડોળ કરી, અંદર ખાને સતપંથનો છૂપો પ્રચાર કરતા હતા. જ્યારે તેની પોલ ખુલ્લી પડે ત્યારે કહેવું કે અમે હિંદુ ધર્મના જ સાધુઓ છીએ અને હિંદુ ધર્મનો જ પ્રચાર કરીએ છીએ. કોઈ અમારા વિરુદ્ધ ઊંડું ષડ્‌યંત્ર રચી રહ્યું છે. અમારાં કપડાં જુઓહિંદુ સાધુના છે. અમારો ધર્મ પ્રચાર જુઓહિંદુ દેવદેવતાનો છે. ભગવાન રામ, કૃષ્ણ, ભક્ત પ્રહ્‌લાદ, પાંડવો, વેદોનો હવાલો દઈને કહે કે આ શું હિંદુ ધર્મના તત્ત્વો નથી? અમોને કોઈ ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. આવું કહીને પોતાના બચાવ માટે અજાણ ભોળા લોકો પાસે બિચારા બની જાય.

દાખલો ૨: હાલમાં પીરાણા સતપંથવાળા ઉપર તેમનીજ જ્ઞાતિના સનાતની હિંદુ ભાઈ દ્વારા પીરાણા છોડવાનું દબાણ નાખવામાં આવી રહ્યું છે. પણ સતપંથવાળાઓને પીરાણા છોડવું નથી. એટલે આવી પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હિન્દુવાદી સંગઠનો જેવા કે BJP, RSS, VHP અને હિંદુ સાધુ સંતો પાસે જઈને સતપંથવાળા આવી વાત કરે છે કે અમે પીરાણામાં મુસલમાનોના ધાર્મિક સ્થળ ઉપર કબજો જમાવીને બેઠા છીએ. જેથી કરીને આવનાર હિંદુઓ મુસલમાન ન બની જાય. ત્યાં થનાર પૈસાઓની આવક મુસલમાનોના હાથમાં જવા નથી દેતા. આ વાત મુસલમાનોને ગમતી નથી એટલે મુસલમાનો (સૈય્યદો) પીરાણાને પોતાના કબજે લેવા માંગે છે. માટે અમે જે હિંદુ ધર્મના રક્ષણનું કામ કરીએ છીએ, એ કામમાં તમે અમારી મદદ કરો. આવી રીતે Victim Card (શિકાર બનવાનો ડોળ) રમી અજાણ હિંદુવાદી સંગઠનો અને સાધુ સંતોનું દિલ જીતી લે. પરિણામે એ લોકો પીરાણાની મદદ કરવા તૈયાર થઇ જાય. એ લોકોને એવું લાગે કે અમે હિંદુ ધર્મ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છીએ. પણ વાસ્તવમાં એ લોકો અસલમાં હિંદુઓને વટલાવવા બનેલ સતપંથ ધર્મને સહયોગ આપી ધર્મ પરિવર્તનના મિશનનો બચાવ કરી રહ્યા છે. પોતાના હાથે હિંદુ ધર્મ વિરોધી કામ થાય છે એવી લેશમાત્ર કલ્પના પણ તેમને આવે નહીં.

દાખલો ૩: દર વર્ષે પીરાણામાં સતપંથ બાલબાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર યોજવામાં આવે છે. આધારભૂત સૂત્રોથી એવી વાતો સંભાળવા મળે છે કે આ શિબિરમાં નાના છોકરાંઓને એવી વાર્તા કહેવામાં આવે છે કે અહીં (એટલે પીરાણામાં) પહેલાં મંદિર હતું. જેણે ઔરંગઝેબએ તોડીને દરગાહ બનાવી નાખી. પણ આના કોઈ પાકા પુરાવા હજી હાથે નથી લાગ્યા એટલે પાકા પાયે કહીં નથી શકાતું. પણ સતપંથીઓ દ્વારા આવી દલીલો અને વાર્તાને મળતા પ્રવચનો જાહેરમાં કરવામાં આવે છે. જેના પરથી એવું દેખાઈ આવે છે કે સતપંથના પ્રચારકો તેમના અનુયાયીઓની પેઢીને હલાહલ જુઠ્ઠાણું પીરસી રહી છે. વધારામાં એક એવી પણ વાત સાંભળવા આવી છે કે પીરાણાના મુસ્લિમ સૈયદ ટ્રસ્ટી દ્વારા જ્યારે સતપંથી ટ્રસ્ટી/કર્તાહર્તાને પૂછવામાં આવ્યું કે તમે શા માટે આવું જૂઠ્ઠું બોલો છો? જ્યારે મોટાં થઇને આ છોકરાંઓને ખબર પડશે ત્યારે એ લોકો સતપંથ છોડી દેશે. ત્યારે વળતાંમાં એવો જવાબ મળ્યો કે જો આવું નહીં કરીએ તો આ લોકો હમણાંજ ભાગી જશે. (આ વાતનો પણ હાલ કોઈ નક્કર પુરાવો હાથે લાગ્યો નથી, એની નોંધ લેશો.) સતપંથી ટ્રસ્ટી/કર્તાહર્તાની વાતથી સ્પષ્ટ થાય છે કે સતપંથ છોડી હિંદુ બનવા માંગતા સતપંથીઓને હિંદુ બનવાથી રોકવા માટે નવી નવી રમતો રમી રહ્યા છે.

દાખલો ૪: ભવિષ્યમાં આ પુસ્તકને બદનામ કરી તેની વિશ્વસનીયતાને ખતમ કરવા એવો પ્રચાર કરવામાં આવી શકે કે ઊંઝાના પંચો સામે જૂઠા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. સતપંથી તરફથી રજૂઆત કરનારા લોકો નબળા હતા એટલે ઊંઝાના ચુકાદાનો આધાર ખોટી વાતો ઉપર છે. માટે આ પુસ્તક અને ઊંઝાના ચુકાદાને ધ્યાનમાં લેવા લાયક નથી. પણ વાસ્તવમાં આ પુસ્તકમાં ઈમામશાહ અને સતપંથ અંગેના દસ્તાવેજોનો જ આધાર લેવામાં આવ્યો છે. આખરે પીરાણાના સૈયદ ઈમામશાહ બાવા એકજ છે. મુસલમાનના ઈમામશાહ અલગ અને હિંદુના ઈમામશાહ અલગ નથી. વ્યક્તિ એકજ છે, એનો ઈતિહાસ એકજ છે. કદાચ એવું પણ થાય કે ઈમામશાહનું નામ બદલી નાખવામાં આવે અને પછી કહેવામાં આવે કે આ પુસ્તક અમારા વિષે નથી. આવા ઘણા હથકંડાઓ વાપરવામાં આવી શકે એવી પૂરે પૂરી શક્યતા છે, જેનાથી સાવધ રહેવું જરૂરી છે.

2.    Acceptability (સ્વીકૃતતા મેળવી લેવી): એક વખત સતપંથ કોઈ ઊંડા ષડ્‌યંત્રનું શિકારથયું છે એ પ્રચાર કરવામાં સફળ થાય, એટલે સ્વાભાવિક છે કે તેના બચાવમાં લોકો તૈયાર થાય. તેનો બચાવ થયો એટલે લોકોના નજરમાં સતપંથ નિર્દોષ અને બિચારું બની જાય. એક વખત નિર્દોષ અને બિચારા બની ગયા એટલે એની પોતાની મેળે લોકો સ્વીકૃત કરતા થઇ જાય. સતપંથ સ્વીકૃત થયું એટલે લોકોની સાથે સંબંધો મજબૂત કરવામાં આવે.

દાખલો ૧:હિંદુ ચીની ભાઈભાઈઆ સૂત્ર બધાને ખબર છે. ભારત ચીનની લડાઈમાં ચીનના સૈનિકો દ્વારા ભારતના સૈનિકો દ્વારા આવકાર મળે તે માટે આ સૂત્ર વાપરવામાં આવેલ હતું. ભારતીય સૈનિકોના આવકારનો કેવો દુરુપયોગ ચીનની સેનાએ કર્યો એ તો ઈતિહાસની વાત થઇ ગઈ છે.

દાખલો ૨: હિંદુ સાધુ સંતો અને ધાર્મિક સંગઠનો સામે સતપંથીઓ એવી લાગણી સભર બનાવટી રજૂઆત કરે છે કે અમો મુસલમાન સામે લડી રહ્યા છીએ. પણ અમો હિંદુજ છીએ. એટલે અમોને હિંદુ સમાજ સ્વીકારે. આવી વાત કરીને સામાન્ય હિંદુઓના મનમાં પોતાને સ્વીકાર્ય કરવાની ચાલ રમી રહ્યા છે.

દાખલો ૩: એક એવી દલીલ કરવામાં આવે છે કે ભારતભરમાં મુસલમાનોએ હિંદુઓના ધર્મના ઘણા સ્થાનકો ઉપર કબજો કરેલ છે. પણ પીરાણાજ એક માત્ર એવું સ્થાનક છે જ્યાં હિંદુઓએ મુસલમાનોના ધર્મના સ્થાનક ઉપર કબજો કરેલ છે. માટે દરેક હિંદુને પીરાણા સતપંથ ઉપર ગૌરવ હોવું જોઈએ. માટે સતપંથ હિંદુ ધર્મ છે.

નોંધ: પણ વાસ્તવિકતા આની બરાબર ઊલટી છે. હિંદુઓને હાથા બનાવી તાકિયાનો ઉપયોગ કરી પીરાણાને હિંદુ સ્થાનક બતાવી મુસલમાનોની ડૂબતી સંસ્થાને જાગતી રાખવા આવો પ્રચાર કરવામાં આવેલ છે. આ પ્રચારમાં ભોળા હિંદુઓ ફસાઈ જાય અને પીરાણા સતપંથ સાથે જોડાયલા રહે તો ભવિષ્યમાં આ લોકોને મુસલમાન બનાવી શકાય એ મુસલમાનોની ચાલને VHP, BJP, RSS તેમજ ઘણા હિંદુ સાધુ સંતો ઓળખી નથી શક્યા. પોતાને હિંદુ કહેવડાવાનો આગ્રહ રાખનારા આ સતપંથીઓનો તેનાં ચોખ્ખા સનાતન હિંદુ સમાજની સંસ્થાઓને તોડવા માટે કરવામાં આવતા ખોટા કોર્ટ અને પોલીસ કેસોની હકીકતોને ધ્યાનમાં લેશો તો આ વાત સમજાશે. એક તરફ ઉપર જણાવ્યા પ્રમાણે પીરાણા સતપંથ સાથે જોડાણ ટકાવી રાખવું અને બીજી બાજુ હિંદુ સમાજને તોડી તેને પાછા સતપંથમાં જોડવા માટે પ્રપંચો કરવાની આખી રમત ખ્યાલ આવશે. અગર સતપંથવાળા સાચે હિંદુ બનવા માંગતા હોય તો તેનાં હિંદુ ભાઈઓની સામે ખોટા કોર્ટ કે ખોટી પોલીસ ફરિયાદો કોઈ દિવસ ન કરે. ઉલટાં તેનાં હિંદુ ભાઈઓની સમાજ સાથે સુમેળ સાધી તેમાં ભળી જવાના પ્રયત્નો કરે. પણ એવું ન કરીને તેઓ પોતાની મનની ઇસ્લામ પ્રત્યેની છૂપી શ્રદ્ધાને પ્રગટ કરી રહ્યા છે, એવું ચોખ્ખું જણાઈ આવી રહ્યું છે.

દાખલો ૪: હિંદુ ધાર્મિક સંગઠનો અને હિંદુ સાધુ સંતો દ્વારા સતપંથને સ્વીકૃત કરી તેમને હિંદુવાદી સંગઠનોમાં આમંત્રિત કરવામાં આવે. એમના બચાવ માટે સતપંથને હિંદુ સંગઠનોમાં સભ્યપદ પણ આપવામાં આવે. સતપંથને સ્વીકાર્ય કરવા પાછળનો તેમની ગલત સોચ એ છે કે સતપંથને હિંદુ લેબલ આપીશું તો એ ધીરે ધીરે સંપૂર્ણ હિંદુ બની જશે. પણ આ લોકોને (હિંદુ સંગઠનવાળાઓને) એ ખબર નથી કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સતપંથીઓનું કેવું હિંદુ ધર્મ વિરુદ્ધનું વર્તન છે. આ લોકોને એ ખબર નથી કે ઇસ્લામ ધર્મનું સહુથી ખતરનાક હથિયાર એટલે તાકીયાનો ઉપયોગ કરી સતપંથવાળા હિંદુ સંગઠનોને છેતરે છે અને તેમનો દુરુપયોગ કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.

3.    Infiltrate (અંદર ઘૂસીને પસરી જવું): એક વખત લોકોમાં સ્વીકૃત થઇ ગયા પછી, પોતાના શિકાર એટલે કે દુશ્મનના ખેમામાં ઘૂસી જવું. સીધા શબ્દોમાં હિંદુ ધર્મની સંસ્થાઓમાં ઘૂસી જવું તેમજ હિંદુ અનુયાયીઓની સમાજોમાં ઘૂસી જવું. લોકોમાં સ્વીકૃતતા મેળવી લીધી હોવાના કારણે, કોઈ પણ માણસ તેમના પર શંકા ન કરે. આવી રીતે દુશ્મનના ખેમામાં, સંસ્થાઓમાં, સમાજોમાં ઘૂસી ગયા પછી તેમાં ધીરે ધીરે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા. સત્તા પોતાના નિયંત્રણમાં કરી લેવી. જેથી કરીને દુશ્મનને સંપૂર્ણ રીતે પાંગળો કરી નાખવો. પરિણામે તેમની સંસ્થાઓ અને સમાજો સતપંથ સામે કોઈ પગલાં ન ભરી શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરી નાખવી.

દાખલો ૧: પીરાણા સતપંથના સાધુ શ્રી જનાર્દન મહારાજને હિંદુ ધર્મના મહામંડળેશ્વરની પદવી આપવામાં આવી છે. આ દર્શાવે છે કે સતપંથના પ્રચારકો હિંદુ ધર્મની સંસ્થાઓમાં ઘૂસી ગયા છે. હિંદુ ધર્મના સાધુઓને ઉપર જણાવેલ રમતની જાણ નથી, એટલે તેમને સ્વીકૃત કરી લીધા છે. જેથી તેમની સંસ્થાઓમાં સતપંથીઓ હાલપૂરતા ઘૂસવામાં સફળ રહ્યા છે.

દાખલો ૨: એક વખત સ્વીકૃતિ મળી જાય એટલે હિંદુ સમાજમાં ઘૂસીને અંદરો અંદર સંસ્થાઓમાં પ્રસરી જવાનું કામ કરે છે. લગ્ન સંબંધો જોડી નાખે છે. આપસમાં લગ્ન સંબંધો ગૂંથાઈ ગયા બાદ સતપંથીઓને હિંદુ સમાજમાંથી કાઢવાનું બહુજ મુશ્કેલ કે લગભગ અશક્ય બની જાય. આવી પરિસ્થિતિ નિર્માણ થાય ત્યાં સુધી સાચા ખોટા વાયદાઓ આપીને સમય કાઢતા જાય. પણ સતપંથના મૂળ સાથેના જોડાણને, વર્ષો જૂની શ્રદ્ધા છે વગેરે, એવી સુફિયાણી વાતોની આડમાં પોતાનું જોડાણ કોઈ પણ કીમતે તોડવા ન દે. એક વખત પરિસ્થિતિ અનુકૂળ થઇ જાય, ત્યારે હિંદુઓની સંસ્થાઓમાં અને સમાજોમાં સતપંથનો ખુલ્લો પ્રચાર કરવામાં આવે. જે હિંદુ સમાજમાં સતપંથી ફેલાઈ/પ્રસરી જાય, તે સમાજના હિંદુ લોકોને પણ ધીરે ધીરે વટલાવવાનું કામ શરુ કરવામાં આવે. ઈતિહાસમાં આવી રીતે હિંદુ લોહાણાની સમજોમાં ઘૂસીને સતપંથવાળાઓએ ઘણા હિંદુ લોહાણાઓને આજે ખોજા મુસલમાન કરી નાખ્યા છે. આ વાત સુમરા જ્ઞાતિને પણ લાગુ પડે છે. વાંકાનેરની આસપાસ રહેતી કડવા પાટીદાર જ્ઞાતિને પણ લાગુ પડે છે.

4.    Corrupt the pillars of strength (મૂળભૂત પાયાઓની શક્તિને ભ્રષ્ટ કરી નાખવી): એક વખત દુશ્મનની સંસ્થાઓમાં ઘૂસી ગયા બાદ, એ સંસ્થાની સત્તા પોતાના નિયંત્રણમાં લીધા બાદ, એ સંસ્થાના મૂળભૂત પાયાઓને ઉધઈની જેમ કોરી ખાઈને નબળા કરી દેવાનું કામ કરવામાં આવે છે. આના માટે સંસ્થાના મૂળભૂત સિદ્ધાંતોને ભ્રષ્ટ કરવામાં આવે.

મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યો (જેમાં ધર્મ/સમાજનું ગૌરવ, ગરિમા અને અસ્મિતા સામેલ છે) ભ્રષ્ટ કર્યા એટલે તેને માનતા લોકોની પોતાના સમાજ/ધર્મ પ્રત્યેની કટ્ટરતા ઢીલી થઇ જાય. એટલે એ ધર્મ/સમાજ નબળો થઇ જાય. કારણ કે તેનાં બચાવ માટે કટ્ટરતાથી લડવાવાળું કોઈ બચેજ નહીં.

દાખલો ૧: હિંદુ દશાવતાર ગ્રંથને ભ્રષ્ટ કરી, સતપંથી દશાવતાર ગ્રંથ બનાવવામાં આવ્યો. એમાં ભગવાન વિષ્ણુના દસ અવતારોને ભ્રષ્ટ કરવામાં આવ્યા છે. તેમાં કૃષ્ણ અને બુદ્ધ ભગવાનના મોઢે બ્રાહ્મણો, ધાર્મિક સ્થળો, જનોઈઓ, ગંગા નદી, વેદો, ગાય, ૬૮ તીર્થ સ્થાનો જેવા હિંદુ શ્રદ્ધાના કેન્દ્રો, મૂલ્યો અને આદર્શોને હલકા અને ઉતરતા ચીતરવામાં આવ્યા. હિંદુ ધર્મના કલ્કી અવતારને ભ્રષ્ટ કરીને શિયા ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મૌલા અલીને ભગવાન વિષ્ણુનો ૧૦મો અવતાર બતાવવામાં આવ્યો. આ મૌલા અલીને હિંદુઓ જલદીથી સ્વીકારી લે એ માટે હઝરત મૌલા અલીને હિંદુ નામ નિષ્કલંકી નારાયણ રાખવામાં આવ્યું.

અગર કોઈ મૂળભૂત સિદ્ધાંત અને મૂલ્યને ભ્રષ્ટ ન કરી શકાય, તો તેના પાછળના સંદેશના અર્થગઠનને ભ્રષ્ટ કરવામાં આવે. મુદ્દાને તોડી મરડીને એવી રીતે લોકો સામે પ્રસ્તુત કરવામાં આવે કે આ સિદ્ધાંત અને મૂલ્ય ઇસ્લામ સાથે સુસંગત છે.

દાખલો ૨: હિંદુ અથર્વવેદનું અર્થગઠન એકદમ ભ્રષ્ટ રીતે કરવામાં આવે અને તેનાં દમ ઉપર એવું કહેવામાં આવે કે મડદાને દાટવાની ક્રિયા અથર્વવેદમાં જણાવેલ છે. જ્યારે હિંદુ શાસ્ત્રો પ્રમાણે અંતિમવિધિની ક્રિયાઓની જાણકારી માત્ર યજુર્વેદમાંજ આપેલ છે, અથર્વવેદમાં નથી.

5.    Attack Pride and Glory (ગૌરવ, ગરિમા અને અસ્મિતા પર પ્રહાર): જ્યારે ધર્મ કે સમાજમાં ગૌરવ, ગરિમા અને અસ્મિતાનો અંત થઇ જાય છે, ત્યારે એ ધર્મ/સમાજના લોકો તેની સાથે જોડવામાં શરમ અને સંકોચ અનુભવવા લાગે. ત્યારે તેનું સ્વાભિમાનને ધક્કો લાગે. એટલે પોતાનું સ્વાભિમાન ટકાવવા માટે કોઈ એવા ધર્મ/સમાજ/સંસ્થાને શોધે જેમાં તેની કોઈ મજાક ન ઉડાડે અને તેને માન સન્માનની નજરે જોવામાં આવે.

આ એક એવો પ્રહાર છે, જેની જાણ તેનાં શિકારને પણ ખબર ન પડે. પરિણામે શિકારની માનસિકતા એટલી નબળી થઇ જાય કે એ પોતાના જૂના/અસલ ધર્મને છોડીને નવા ધર્મને અપનાવવા માટે પોતે તૈયાર થઇ જાય. આ પ્રહારના માધ્યમથી સતપંથને સ્વીકાર્ય કરવા માટે લોકોની માનસિકતાને તૈયાર કરવામાં આવે છે.

દાખલો ૧: સતપંથના શાસ્ત્રોમાં હિંદુ ધર્મના મૂલ્યો અને આદર્શોને હલકા અને ઉતરતા બતાવવામાં આવ્યા છે. જેવા કે બ્રાહ્મણોને કલિયુગમાં કોઈ જ્ઞાન નથી. કલિયુગમાં ગંગાનું કોઈ મહત્ત્વ નથી, ગંગાતો પ્રદૂષિત થઇ ગઈ છે, ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદનો કલિયુગમાં ખાલી થઇ ગયા છે, સાચી ગંગાતો ગતગંગા (એટલે લોકોનો સમૂહ) છે. હિંદુ ધર્મના ૬૮ તીર્થોમાં દૈવી તત્ત્વ નથી રહ્યું. જનોઈ અપવિત્ર છે, એટલે ઉતારી નાખવી જોઈએ. વગેરે વગેરે. હિંદુઓ પોતાના ધર્મના મૂલ્યો અને આદર્શોને હલકા તરીકે સ્વીકારી લે તે માટે હિંદુ દેવતાઓના મોઢે હિંદુ ધર્મના મૂલ્યો અને આદર્શોને હલકા બતાવવામાં આવે.

દાખલો ૨: સતપંથ દશાવતાર ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ભગવાન કૃષ્ણના મોઢે બ્રાહ્મણોને અજ્ઞાની બતાવવા. બુદ્ધ અવતારમાં ભગવાન બુદ્ધના મોઢે હિંદુ વેદોમાંથી બ્રહમ જ્ઞાન નીકળી ગયું એવું કહેવડાવવું. પાંડવોના પાપો ધોવડાવવા માટે મહાભારતના યુદ્ધ પછી પાંડવોના હાથે કામધેનું ગાયના વધની બનાવટી વાતો કરેલ છે.

6.    Show all things connected with Islam to be superior than that of Hindus (ઈસ્લામ સાથે જોડાયેલ તમામ વાતો હિંદુ ધર્મ કરતા ઉચ્ચ છે એવો દેખાવ કરવો): આ તબક્કામાં ઇસ્લામ સાથે જોડાયેલ વાતો, મૂલ્યો અને આદર્શોને સર્વોચ્ચ બતાવવામાં આવે. મરણ પછી અગ્નિદાહના બદલે દફન વિધિનો પ્રચાર કરવો. સૈયદ ઈમામશાહ બાવાને ધર્મનો સાચો રસ્તો બતાવનાર ગુરુ તરીકે પ્રસ્તુત કરવા. ઈસ્લામ ધર્મના શાસ્ત્રો પ્રમાણે ઇસ્લામના એક દેવ એટલે નિષ્કલંકી નારાયણને કલિયુગના સાચા ભગવાન બતાવવા. “ચમત્કાર કો નમસ્કાર”ના સિદ્ધાંતનો ઉપયોગ કરી ઈમામશાહની ચમત્કારોની સાચી ખોટી વાતો કરીને લોકોને અંધશ્રદ્ધામાં ફસાવવા. સાચા સતપંથીને મરણ પછી હિંદુઓના સ્વર્ગથી પણ સારું અને ઉચ્ચ સ્વર્ગ એટલે અમરાપુરી મળશે અને દરેક અનુયાયીને ૭૨ હુરુંઓ મળશે, એવી વાતો કરવી.

7.    Make opposition vulnerable (વિરોધીને નબળા પરિસ્થિતિમાં મૂકી દેવા): ઉપર જણાવેલ છેલ્લા ત્રણ પ્રહારોના કારણે વિરોધીઓને એકદમ નબળી પરિસ્થિતિમાં મૂકી દેવામાં આવ્યા બાદ છેલ્લા ત્રણ પ્રહારો કરવામાં આવે

a.    મૂળભૂત પાયાને ખોખરો (hollow) કરવો

b.    ગૌરવ, ગરિમા અને અસ્મિતા પર પ્રહાર

c.     ઈસ્લામ સાથે જોડાયેલ તમામ તત્ત્વોને હિંદુ ધર્મ કરતાં ઉચ્ચ બતાવવા

શિકાર વ્યક્તિના મન પર પ્રહારોનું પરિણામ એવું થાય કે લોકો પોતાના હિંદુ મૂળ/સમાજ સાથે જોડવામાં શરમ અનુભવવા લાગે. પોતાની હિંદુ તરીકેની ઓળખ જાહેર કરવામાં સંકોચ અનુભવે. બીજી બાજુ સતપંથ અથવા ઈસ્લામ સાથે જોડાયલા હોવાનો દેખાવ માત્ર કરવાથી તેઓ શરમથી રાહત મળે. ધીરે ધીરે ભાવિ પેઢી વધુ કટ્ટર મુસલમાન હોવાનો દેખાવ કરવામાં ગૌરવ લે. એક વ્યક્તિને આવી પરિસ્થિતિમાં નાખી દેવાથી ધીરે ધીરે તેની ભાવિ પેઢી મુસલમાન ધર્મમાં પરિવર્તિત થઇ જવાના પૂરેપૂરી સંભાવના હોય છે.

એટલે હિંદુ ધર્મની દૃષ્ટિએ પોતાના ધર્મ/સમાજને કોઈ પણ કીમતે નબળી પરિસ્થિતિમાં ન મૂકવી જોઈએ. આ વાતને મગજમાં ઉતારવી ખૂબજ જરૂરી છે.

8.    Final Assault (આખરી પ્રહાર): વિરોધી (હિંદુ ધર્મ/સમાજ)ને નબળી પરિસ્થિતિમાં મૂકી દેવાથી, પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે લડાઈનું મેદાનને અનુકૂળ રીતે તૈયાર કરી દેવામાં આવે છે. પોતાની મજબૂત માનસિકતાની સામે, નબળી પરિસ્થિતિમાં ઉતરેલો વિરોધીની હાર લગભગ નક્કીજ હોય છે.

નબળી પરિસ્થિતિમાં સપડાયેલા વિરોધી ઉપર આખરી પ્રહાર કરવામાં આવે અને તેનું સંપૂર્ણ રીતે ધર્મ પરિવર્તન કરવામાં આવે.

 

B.    દલીલો કરવાની રીત:

જ્યારે પણ સતપંથ મુદ્દા ઉપર સનાતન સમાજ અને સતપંથ સમાજના આગેવાનો સાથે ચર્ચાઓ થાય ત્યારે સતપંથીઓ તરફથી થતી દલીલની રીત ઉપરથી નીચે મુજબના મહત્ત્વના મુદ્દાઓ ધ્યાને આવેલ છે.

1.    મુદ્દાથી ભટકાવવા: જ્યારે એવી ચર્ચા થાય જેની અસર સતપંથ ઉપર થવાની હોય, ત્યારે ચર્ચાને મેરીટ (merit) ઉપર ન થવા દેવી અથવા ચર્ચા પૂરી ન થવા દેવી.

2.    વિરોધીને માનસિક રીતે થાકાવવા: મુદ્દાને એવા આડા અવળા રસ્તા પર ચડાવી દેવા કે સતપંથના વિરોધી કંટાળી જાય. પરિસ્થિતિ એવી ઊભી કરી નાખવી કે વિરોધી બહુજ થાકી જાય, ત્રાસી જાય. છેલ્લે એટલો કંટાળો કરવામાં આવે કે માણસને લાગે કે સતપંથી સાથે ચર્ચાનો કોઈ અર્થ નથી. એટલે ચર્ચામાં ભાગ લેવાનું બંધ કરી નાખે. બીજી બાજુ સતપંથીઓ દલીલો કરતાજ જાય. વિરોધીઓ ચર્ચા બંધ કરી નાખે એટલે આવી પરિસ્થિતિમાં સતપંથીઓની વાત છેલ્લે રહી જાય. એટલે સતપંથીઓને કહેવાનો મોકો મળે કે જુઓ અમે સાચા હતા એટલે અમારી વાત છેલ્લે રહી ગઈ.

3.    સગવડિયા મુદ્દાઓને જ પકડી રાખી મૂળ મુદ્દાને આગળ ન આવવા દેવો: કોઈ ઘટના કે કિસ્સો બન્યો હોય, તો એ ઘટના કે કિસ્સાના વિવિધ પાસાંઓમાં જે પાસું સતપંથને યોગ્ય લાગે એનેજ પકડી રાખે. જ્યારે હકીકતમાં કિસ્સાના બધાજ પાસાંઓને સાથે ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. પણ એમ ન કરી, પોતાનો હાથ ઉપર રહે એ દૃષ્ટિથી જે સગવડિયું પાસું હોય એ મુદ્દો પકડી રાખે અને ચર્ચાને પૂરી થવા ન દે.

4.    દોષનો ટોપલો વિરોધી ઉપર નાખવો: ચર્ચા અગર સતપંથીઓના તરફેણમાં ન ચાલે, તો ચર્ચા પૂરી ન કરવા દેવાની કોશિશ કરવામાં આવે. અને ચર્ચા પૂરી ન થઇ એનો દોષનો ટોપલો તેમના વિરોધી ઉપર ઢોળાય, એવા પ્રયત્નો કરવામાં આવે અને સતપંથીઓ બિચારા છે, એવી છબી ઊભી કરવામાં આવે.

5.    પોતાની ફરજથી બચવા માટે બહાનાઓ કાઢવા: જ્યારે કોઈ અણગમતો મુદ્દાનું પાલન કરવાની ફરજ પડે પણ એ મુદ્દાનું અમલ ન કરવું હોય, તો એક સરસ બહાનું કાઢે કે તમારો મુદ્દો સાચો છે. અમારે મુદ્દાનું પાલન કરવું જોઈએ, પણ હું શું કરું? અમારામાં અમુક કટ્ટર વાદી લોકો છે જે આ મુદ્દાને માનવા તૈયાર નથી. અમે તેમને મનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. તમે અમને સાથ આપો. (આમ કહીને સમય કાઢી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે).

6.    સમસ્યાનો પ્રામાણિક ઉકેલ લાવવાના બદલે પોતાનો હાથ ઉપર રાખવામાં રસ ધરાવે: સમસ્યાના ઉકેલ માટે બેઠકમાં નક્કી થયેલ સાચો અને પ્રામાણિક ઉકેલ લાવવાથી અગર સતપંથનું કે સતપંથીને નીચું જોવું પડતું હોય તો એમનો પ્રયત્ન એજ રહે કે ગમે તેમ સતપંથનો હાથ ઉપર રહે.

 

C.    હથિયારો:

1.    તાકિયા: રીસર્ચરો, સરકારી ગઝેટીયરો, કોર્ટ કેસો, બૌદ્ધિકો વગેરેના દસ્તાવેજો જણાવે છે કે સતપંથની રચના, સ્થાપના અને પ્રચારપ્રસારમાં ઈસ્લામનું સહુથી ખતરનાક હથિયાર તાકિયાનો પ્રયોગ કરવામાં આવે છે. તાકિયા એટલે યુક્તિ પૂર્વક છેતરામણી અને દગો આપીને પોતાનું કામ કરાવી લેવું. આપણને જોવા મળ્યું છે તે પ્રમાણે આ સંસ્કાર પીરાણાના સતપંથીઓના લોહીમાં એટલો ઊંડો ઉતારી ગયા છે કે સતપંથના બચાવ માટે ખોટું બોલવું, દગો આપવો, છેતરવું, વિશ્વાસ ઘાત કરવું એ મામૂલી વાત છે. ખોટું કરવામાં તેમના પેટનું પાણી પણ હલતું નથી.

સંસ્કાર એટલા ઊંડા ઊતરી ગયા છે કે સતપંથના ઘણા લોકો તાકિયા શબ્દ જાણતા નથી તો પણ તેમના વાણી, વ્યવહાર અને વર્તનમાં તાકિયા ઊતરી ગયું છે. પોતાના સ્વાર્થ માટે કોઈ પણ સંકોચ વગર તાકિયામાં જણાવેલ પદ્ધતિનો ઉપયોગ કરતા થઇ ગયા છે. તાકિયા શું છે તે સમજાવવા માટે આ પુસ્તકમાં એક અલગ વિભાગ છે (જુઓ પેજ ક્ર.૧૦૧), તેને જરૂરથી ધ્યાને લેવા ખાસ વિનંતી છે.

સતપંથનું વર્ષો જૂનું હથિયાર એટલે તાકિયાની રમતોની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. એના રૂપે ચર્ચાને મૂળ મુદ્દાથી ભટકાવવા, પોતાનો હાથ ગમે તેમ કરીને ઉપર રાખવા (મોરલ હાઈ ગ્રાઉન્ડ રાખવા) વળી ડાહી ડાહી સુફિયાણી વાતો કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં અગર આપણે આના પાછળની ચાલ ખબર ન હોય, તો મૂંઝવણમાં પડી જઈએ અને કેવી પ્રતિક્રિયા આપવી એ સમજાય નહીં. આપણા તરફથી પ્રતિક્રિયા ન આવે ત્યારે એવું લાગે કે સતપંથીઓની વાત સાચી છે (જ્યારે વાત ફક્ત મૂળ મુદ્દાથી ભટકાવવા માટે હોય). આવી રીતે થોડી વધારે ૪૫ સુફિયાણી આદર્શવાદી વાતો આપણા સામે મૂકવામાં આવે એટલે આપણે સંપૂર્ણ રીતે મુંઝાઈ જઈએ. થોડી વાર પછી એવો માહોલ બને કે સતપંથવાળા તરફથી આવતી ડાહીડાહી વાતો સામે આપણને આપણી વાત ગૌણ લાગે. ત્યારે આપણી વાત મક્કમતાથી મૂકવાની હિમ્મત આપણે ખોઈ બેસીએ. આપણો આત્મવિશ્વાસ તૂટી જાય અને અંતે આપણે સાચા હોવા છતાં લડાઈ હારી જઈએ. સામેવાળા મૂળ મુદ્દાથી આપણને ભટકાવવામાં સફળ થાય. મૂળ મુદ્દો એમનો ખોટો હોય, તો પણ એ જીતી જાય. આ છે તાકિયાના પ્રયોગની અસર.

2.    ખોટા કોર્ટ અને પોલીસ કેસો: વિરોધીઓનો અવાજ દબાવવા માટે કાયદાકીય પ્રણાલિકાઓનો ભરપૂર દુરુપયોગ કરવામાં આવે. ખોટા કોર્ટ, પોલીસ અને કાયદાકીય ફરિયાદોના દમ ઉપર લોકોને સરકારી તંત્રના ધક્કાઓ ખાતા કરી દેવામાં આવે. આના પરિણામે સામાન્ય લોકો કોર્ટ, પોલીસ અને સરકારી ઑફિસના ચક્કરોથી ડરીને સતપંથીઓનો વિરોધ કરવાનું બંધ કરી દે.

સતપંથના વિરુદ્ધમાં કોઈ બોલે અથવાતો તેની પોલ ખોલતો હોય તેવા વ્યક્તિને વ્યક્તિગત ધોરણે ફોન કરશે અને ફોન ઊપર સીધી કે આડકતરી રીતે ધમકી આપવાનો પ્રયાસ કરવા, માનસિક ત્રાસ આપવો… કંટાળો લાવીને ટોર્ચર કરવા જેવા પ્રયત્નો થઇ શકે.

 

જ્યારે આવો કોઈ ફોન આવે ત્યારે સનાતાનીઓએ માત્ર એટલું કહેવું કે બોલો શું કહેવું છે? હું સાંભળી લઉં છું…. સામેવાળો ગમે એટલી કોશિશ કરે આપણને ઉશ્કેરવાની કે ચર્ચામાં આપણા તરફથી જવાબ કે પ્રત્યોત્તર મેળવવાની, આપણે અગર કોઈ બાબતે જવાબ ખબર હોય તો પણ જવાબ આપવો નહીં. છેવટે સામેવાળો એક તરફથી બોલી બોલીને આખરે થકી જાય એટલે પોતે ફોન પૂરો કરશે. આવા ફોનમાં થયેલ વાતો પરથી આપણને જે જોઈતું હોય એટલું લઈ લેવું અને આપણો પક્ષ મજબૂત કરવો.  ધીરે ધીરે સામેવાળા સમજી જશે કે સનાતનીઓને કહેવાથી કોઈ ફરક પડતો નથી, ત્યારે આવા ધમકીઓ  તેમજ ત્રાસ આપતા ફોન આવવાના બંદ થઈ જશે.

3.    ધાર્યા કરતાં મોટી સંખ્યામાં હાજરી: જ્યારે પણ સતપંથીઓને કોઈ ચર્ચા કે બેઠકમાં જવાનું હોય અને તેમને ભય હોય કે તેમના ઉપર દબાણ આવશે, તેવા બેઠકમાં નિયત કરેલ સંખ્યાથી પણ વધારે સંખ્યામાં હાજરી આપે. ધારો કે એવું નક્કી થયેલ હોય કે બન્ને પક્ષો તરફથી ૫૫ લોકોએ હાજરી આપવી. તો તેવા બેઠકમાં સતપંથીઓ ૫ ના બદલે ૨૫ લોકો હાજરી આપે. આથી આવા બેઠકમાં સતપંથનો પક્ષ બહુમતીમાં આવી જાય, જ્યારે બીજો પક્ષમાં માત્ર નક્કી કરેલ લોકોજ હાજરી આપે.

મોટી સંખ્યામાં હાજરી આપવા પાછલુંનું એક કારણ એ પણ છે કે જે લોકોને ખોટું બોલવું હોય અને તાકિયા પાળવું હોય, એ લોકો ક્યાંકને ક્યાંક વાતોમાં ફસાય, ત્યારે સાથે આવેલ કોઈક માણસ તેમને બચાવી શકે. જરૂર પડે તો મુદ્દો બદલાવી પણ નાખે. જેથી જૂઠ બોલવાવાળાને શરમથી બચાવી શકાય.

4.    વિરોધીને ઊંઘતા ઝડપી લે: કટોકટીની બેઠકોમાં એવી અફવા ફેલાવવામાં આવે કે સતપંથવાળા થાકી ગયા છે. એ લોકોએ હથિયાર મૂકી દીધા છે. ચર્ચાઓમાં વિશેષ ભાગ નહીં લે. આવી વાતો કરીને સામે વાળાઓના ખેમામાં એવો માહોલ ફેલાવાય કે જાણે હવે સતપંથવાળા હારી ગયા છે. માટે હવે આપણે કોઈ વિશેષ તૈયારી અને રણનીતિ ઘડવાની જરૂર નથી. આવા ખોટા વિશ્વાસના કારણે સતપંથના વિરોધીઓ કોઈ ખાસ તૈયારી ન કરે. જ્યારે બીજી બાજુ સતપંથવાળા અંદરો અંદર તૈયારીઓ પૂરે પૂરી રીતે કરે. બેઠકમાં સતપંથ તરફી કોઈ આવવાનું નથી કહેતા રહે, પણ ટાઇમ ઉપર પૂરી તૈયારી સાથે મોટી સંખ્યામાં હાજર થઇ જાય. આવી રીતે સતપંથના વિરોધીને ઊંઘતા ઝડપી લે અને બેઠકમાં નિર્ણય પોતાના પક્ષમાં કરાવી લે.

5.    ખોટું અર્થઘટન તૈયાર કરવામાં આવે: કોઈ પણ સમાધાન કે સમજૂતીની બેઠકમાં જ્યાં સુધી સતપંથવાળાનો હાથ ઉપર ન રહે, ત્યાં સુધી એ બેઠકમાં કોઈ આખરી નિર્ણય લેવામાં સહમત ન થાય. અગર એ બેઠકનો નિર્ણય તેમના વિરુદ્ધ થાય, તો પણ સતપંથનો હાથ ઉપર છે તે માટે ખોટા અર્થઘટનો રજૂ કરી સાચી ખોટી વાતો ભેળવીને અફવાઓ ફેલાવવામાં આવે.

6.    Intellectual Terrorism and Confusion (બૌદ્ધિક આતંકવાદ અને મૂંઝવણ): બાજી સતપંથના હાથથી છૂટી ન જાય એ માટે વિરોધી પક્ષની સામે મૂંઝવણનો હથિયાર વાપરવામાં આવે છે. વિરોધીના મગજ ઉપર બૌદ્ધિક પ્રહારો એવી રીતે કરવામાં આવે કે વિરોધીની સ્વંતંત્ર રીતે સોચવાની શક્તિજ ખતમ થઇ જાય. જેણે આ પુસ્તકમાં બૌદ્ધિક આતંકવાદ કહેવામાં આવે છે. કારણ કે અહીં બૌદ્ધિક દલીલો કરવા પાછળનો હેતુ સત્ય જાણવાનો કે ન્યાય મેલેવવાનો નથી હોતો પણ પોતાની જૂઠી વાતને ખરી કરવાનો હોય છે.

બૌદ્ધિક આતંકવાદના અમુક દાખલાઓ:

a.    સમાજ અને ધર્મ જુદા છે, સમાજમાં ધર્મ ન લઇ આવવો. (જ્યારે ધર્મ વગર સમાજ ચાલીજ ન શકે)

b.    એકતા, સંપ, સંગઠન હશે તો આપણો વિકાસ થશે, આપણી પ્રગતિ થશે. (તો પછી સતપંથવાળાઓએ પોતાનો સમાજ કેમ અલગ કરી છે. કેન્દ્રીય સમાજના આદેશનું પાલન કેમ નથી કરતા. પોતાની શ્રદ્ધાને એક બાજુ કેમ મૂકી નથી દેતા? કેન્દ્ર સમાજના વિરુદ્ધ કામ કરે છે, ત્યારે એકતા, સંપ, સંગઠન તૂટી જશે એનો ખ્યાલ કેમ નથી આવતો તેમને?)

c.     રાજકીય સ્તરે આપણે આગળ વધવું હશે તો આપણે એક થવું પડશે.

d.    આપણું લોહી એક છે. પાણીમાં ધોકો નાખશો તો પાણી જુદું નહિ થાય.

e.    ઈમામશાહ બાવાએ હિંદુ ધર્મનો સાચો રસ્તો બતાવ્યો છે. એને સતપંથ કહેવામાં આવે છે. સત એટલે સાચો અને પંથ એટલે રસ્તો. માટે સતપંથ એટલે ધર્મનો સાચો રસ્તો. (વાસ્તવમાં હિંદુઓને સહેલાઇથી ઇસ્લામમાં આકર્ષિત કરીને મુસલમાન બનાવી શકાય એ હેતુથી ઈમામશાહએ સતપંથનો પ્રચાર પ્રસાર કરેલ છે. ઈમામશાહએ જીવનભાર હિંદુઓને મુસલમાન બનાવવાનુંજ કામ કરેલ છે.)

f.     નીયાણીઓ તો બધાની એક છે. નીયાણીઓનો શું વાંક? નીયાણીઓને દુઃખી ન કરવી જોઈએ. (નીયાણી એટલે નુખ/શાખના પરિવારોમાં જન્મેલ તમામ દીકરીઓ). નીયાણીઓને દાન આપવાના કાર્યક્રમમાં આપણે ભેગા થવું જોઈએ. (આવી રીતે સતપંથ સાથે સનાતનીઓ સંબંધ ન કાપી નાખે તેની પેરવી કરવામાં આવે છે.)

g.    સમાજ કેવી શાંતિથી ચાલતો હતો. અમુક લોકો સમાજમાં સત્તા મેળેવવા માટે સમાજ તોડી રહ્યા છે. તેમનાથી ચેતજો. (જ્યારે વાસ્તવમાં સતપંથવાળાઓએ સનાતનીઓને આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં સમાજ બહાર કરેલા છે. સનાતન સમાજ તો સતપંથમાંથી જ્ઞાત બહાર થયેલ લોકોએ બનાવેલ નવી સમાજ છે. માટે હકીકતમાં સમાજતો સતપંથીઓએ તોડ્યા છે.)

h.    સતપંથીઓને દૂર કરીશું તો તેઓ મુસલમાન થઇ જશે. ઈતિહાસમાં ભૂલથી બનેલા મુસલમાનોને પાછા હિંદુ ધર્મમાં સ્વીકાર્યા નહિ, એટલે આજે તેઓ મોટી સંખ્યામાં થઇ ગયા છે. આપણે પણ આવી ભૂલ કરવી ન જોઈએ. (જ્યારે વાસ્તવમાં સનાતન સમાજવાળાઓ સતપંથીઓને દૂર નથી કરતા, તેમને સ્વીકારે છે. સતપંથીઓ પોતાને હિંદુ કહેડાવે છે અને સનાતન સમાજવાળા તેમને સ્વીકારે છે. તો પછી તેઓ સતપંથને શા માટે છોડતા નથી? કારણ કે તેમની ઊંડી શ્રદ્ધા પીરાણાના મુસલમાની સતપંથ ધર્મમાં છે. એ આપણે સમજવાનું રહ્યું.)

 

D.   સતપંથની રણનીતિઓનો તોડ:

1.    વિરોધીઓની રણનીતિ અને હથિયારોનો સંપૂર્ણ અભ્યાસ: કોઈ પણ લડાઈમાં ઊતરવાથી પહેલાં દુશ્મનના હથિયારો અને રણનીતિનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. દુશ્મનની તાકાત અને કમજોરીના અભ્યાસ વગર લડાઈમાં જેવું એ બેવકૂફી છે. એવીજ રીતે સતપંથની રણનીતિ અને હથિયારોનો અભ્યાસ કરવો જરૂરી છે. સમય અને જરૂરિયાત પ્રમાણે રણનીતિઓ અને હથિયારો બદલતા પણ રહેવું પડે. માટે ભવિષ્યમાં જ્યારે પણ સતપંથ સાથે સંઘર્ષમાં ઉતરવાનો વારો આવે, ત્યારે આ પુસ્તકમાં આપેલ જાણકારી થી શરુ કરી, વિષય ઉપર વધારાની ખૂટતી જાણકારી મેળવી પરિસ્થિતિનો પૂરે પૂરો અભ્યાસ કરી લેવો જોઈએ.

“સહુથી પહેલાં સમાજ તેનાં પછી પ્રેમ, સંઘ, સંગઠન અને માણસાઈ આવે”.

2.    સમાજનું ગૌરવ (Pride), ગરિમા (Dignity) અને અસ્મિતા (Identity/Honour) ને સહુથી ઉચ્ચ ગણવા: સામાન્ય રીતે સમાજમાં એવું વાતાવરણ જોવા મળતું હોય છે કે સમાજમાં પ્રેમ, એકતા, સંપ, સંગઠનહશે તો સમાજ વિકાસ કરી શકશે. આ આદર્શવાદી મોટા ભાગે વાત સાચી છે, પણ છેલ્લા અમુક દાયકાઓમાં આપણને જોવા મળ્યું છે કે આ વાતનો ગેરલાભ મવાળો અને સતપંથીઓએ લીધેલ છે. ખાસ કરીને સમાજમાં મવાળને છાવરવા અને સતપંથ તરફી તેમજ સમાજ વિરોધી તત્ત્વોને બચાવવા આ સિદ્ધાંતનો દુરુપયોગ કરેલ છે. કોઈ મવાળ કે સમાજ વિરોધી તત્ત્વ સમાજના નિયમો ભંગ કરવાવાળા સાથે પ્રેમ, એકતા, સંપ, સંગઠનની વાતો કરે એ યોગ્ય નથી. એની સાથે આવી વાતો કરશો તો એ વધુ નિયમોનું ભંગ કરશે કારણ કે તેને કોઈનો ડર નહીં હોય. એને ખબર છે કે જરૂર પડશે ત્યારે પ્રેમ, એકતા, સંપ, સંગઠનનો હવાલો દઈને તેનાં વિરુદ્ધ સંભવિત દંડાત્મક કાર્યવાહીને અટકાવી શકાશે. એટલે પોતાનું ધાર્યું કામ કરાવી જશે અને ભોગ સમાજ બનશે. આવા સિદ્ધાંતો પર સમાજ વધારે વાર ચાલી ન શકે.

આપણે ભારત દેશમાં પણ જોઈએ છીએ કે દેશના ટુકડા ટુકડા કરવાની વાતો કરનારા લોકો દેશવિરોધી કામ કરતા હોવા છતાં, પ્રેમ, એકતા, સંપ, સંગઠનની આદર્શવાદી વાતોની આડમાં આરામથી કોઈના ડર વગર દેશમાં રહી શકે છે. દેશની અંદર રહી ઉધઈની જેમ દેશને કોરી ખાય છે. આવીજ પરિસ્થિતિ આપણા સમાજમાં છે. માટે હવે પ્રેમ, એકતા, સંપ, સંગઠનથી વધારે પ્રાધાન્ય સમાજના ગૌરવ, ગરિમા અને અસ્મિતાને આપવું જોઈએ.

સમાજના ગૌરવ, ગરિમા અને અસ્મિતાને કોઈ પણ કીમતે નુકસાન ન કરી શકાય, અને નુકસાન કરનાર બચી ન શકે, એવું વાતાવરણ હોય તો સમાજ વિરુદ્ધ કામ કરવાની કોઈની હિંમત પણ નહીં થાય. માંડવી હોસ્ટેલ કાંડ જેવા ષડ્‌યંત્રોનો જન્મ પહેલાં મરણ થઇ જાય. જ્યારે સમાજનું ગૌરવ, ગરિમા અને અસ્મિતા સર્વોચ્ચ હશે ત્યારે પ્રેમ, એકતા, સંપ, સંગઠનની ભાવના સમાજમાં પોતાના મેળે જળવાઈ રહેશે.

સમાજમાં ગૌરવ, ગરિમા અને અસ્મિતાને સર્વોચ્ચ સ્તરે રાખવાનો બીજો એક મહત્ત્વનો લાભ એ થાય કે સમાજનો પાયો ખૂબ મજબૂત થઇ જાય. જ્યારે સમાજ પ્રત્યે લોકોના મનમાં ગૌરવ હશે, સમાજના મુદ્દા ઉપર ગરિમા જાળવીને વાણી અને વ્યવહાર થતો હશે અને પોતાના સમાજ કે ધર્મ સાથે જોડાયલા હોવાની અસ્મિતા (ગૌરવ ભરી ઓળખ) હોય, ત્યારે સમાજ સુરક્ષિત રહેશે. કારણ કે સમાજ માટે લડવા લોકો ત્યારેજ તૈયાર થાય કે જ્યારે તેઓમાં સમાજ અને ધર્મ પ્રત્યે ગૌરવ, ગરિમા અને અસ્મિતા હોય. લોકોમાં આ સદગુણ હોય ત્યારે સમાજ અને ધર્મને આંચ આવવા ન દે.

પોતાના અંગત સ્વાર્થથી વધારે મહત્ત્વ સમાજનું ગૌરવ, ગરિમા અને અસ્મિતા છે એવો માહોલ ઊભો થાય ત્યારે સમાજના બચાવ માટે ઊભા રહેનાર લોકોની કમી નહીં હોય.

3.    પ્રેમ, એકતા, સંપ, સંગઠન હાલ નિષ્ફળ નીવડેલી રણનીતિ:

a.    સતપંથને સાથે રાખીને તેમને ધીરે ધીરે (પ્રેમ, એકતા, સંપ, સંગઠન ના માર્ગે) વટલાવવાનો જે રસ્તો છે, તે રસ્તો સનાતની સમાજે આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં ખૂબજ પ્રભાવી અને સફળ રીતે વાપરી લીધેલ છેજ. તેના પરિણામે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં શૂન્યમાંથી આજે ૯૫% થી પણ વધારે લોકો હિંદુ બન્યા છે. માટે આ રસ્તા કેવી રીતે અપનાવવો અને તેનાં કેવા ફાયદાઓ થાય તે સમજાવવાની સનાતન સમાજને કોઈ ખાસ જરૂર નથી. કારણને સનાતન સમાજ આ રસ્તા પર ખૂબજ સફળ રીતે ચાલી ચૂક્યો છે.

b.    સતપંથવાળાને સાથે રાખીનેને હિંદુ બનાવવાનું રણનીતિ જે છે, એ રણનીતિ હાલના સમયમાં હવે સનાતનીઓ માટે નુકસાનકારક છે. કારણ કે સાથે રાખવાના હથિયારના વિરુદ્ધમાં સતપંથવાળાઓએ વર્ષ ૧૯૮૫થી તાકિયાનો હથિયારને વાપરવા લાગ્યા છે. જેમાં તે લોકોને થોડા અંશે સફળ પણ થાય છે.

સતપંથના લોકોએ સતપંથના ધાર્મિક પુસ્તકોમાં બાહ્ય હિંદુ દેખાવ યુક્ત બદલાવ કરેલા છે. સતપંથીઓ (પીરાણામાં) મુસલમાનોની વચ્ચે બેઠા છે અને હિંદુઓને મુસલમાન બનવાથી અટકાવી રહ્યા છે, માટે મુસલમાનોની સામે લડાઈમાં સતપંથની મદદ કરો, એવી લાગણી સભર અપીલ હિંદુ સંગઠનોને કરે છે. આવી અપીલના કારણે અજાણ  અને ભોળા હિંદુ સાધુઓ અને ધાર્મિક સંગઠનો, કોઈ પૂરતી તપાસ કર્યા વિના, આવનાર પરિણામોની ચિંતા કર્યા વિના, સતપંથ હિંદુ ધર્મ હોવાની વાત કરી નાખે છે. આના દમ ઉપર સતપંથીઓએ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં એવો પ્રચાર કર્યો કે જુઓ અમો બધા બદલાવ કરી ચૂક્યા છીએ. ધાર્મિક ચોપડીઓ બદલાવી નાખી છે. બીજા પણ ઘણા ફેરફારો કરી નાખ્યા છે. બધા મુસલમાન તત્ત્વોને કાઢી નાખ્યા છે. હજી કંઈ બાકી રહી ગયું હશે તો ધીરે ધીરે બદલાવી નાખશું. માટે હવે ધર્મના ઝગડાઓ ન કરો. અમોને મદદ કરો. અમો હિંદુ બની રહ્યા છીએ અને અમારા પર શંકા કુશંકા ન કરો. જ્યારે વાસ્તવમાં આ માત્ર તાકિયાનો પ્રયોગ હોય છે. સતપંથવાળાઓ ક્યારે પણ સતપંથના બીજ/મૂળને છોડ્યું નથી. માત્ર અલઅલગ હિંદુ દેખાવ અપનાવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા આવી વાતો કરતા હોય છે. આવી હિન્દુવાદી છબીના કારણે કચ્છ કડવા પાટીદારના સનાતની લોકો જે સતપંથને છોડી ચૂક્યા હતા, તે પાછા સતપંથમાં આકર્ષાયા અને છોડી ચૂકેલા સતપંથને પાછા સ્વીકારવા લાગ્યા.

આવા ઘાતક તાકિયાને સનાતન સમાજવાળા સમય પર ઓળખી ન શક્યા. માટે ઘણા વર્ષો સુધી આ પ્રચાર ચાલ્યો અને અમુક સનાતની લોકો ધીરે ધીરે સતપંથમાં પાછા જવા લાગ્યા. બીજી બાજુ સતપંથના અમુક ઝેરીલા આગેવાનો જે સનાતન સમાજમાં સભ્ય બની ચૂક્યા હતા, (જેમને સનાતન સમાજવાળાઓએ હવે કાઢી નાખ્યા છે), તે લોકો માથું ઊંચકવા લાગ્યા. સનાતન સમાજમાં રહીને સમાજની અંદરની સામાન્ય ફાટફૂટોનો લાભ લઇને સમાજમાં સત્તા પર આવવા લાગ્યા. પરિસ્થિતિ એવી થઇ ગઈ હતી કે સનાતન સમાજમાં સનાતન ધર્મની જય નહોતા બોલાવી શકતા. કારણ કે સનાતન ધર્મની જયની સામે સતપંથ ધર્મની જય બોલાતી. લક્ષ્મીનારાયણના જયની સામે નિષ્કલંકી નારાયણની જય બોલાતી. ઉમિયામાની જયની સામે ઈમામશાહની જય બોલાતી. હિંદુ સમાજમાં એક મુસલમાનની જય બોલવામાં આવે એ કોઈ સનાતનીથી ક્યારેય સહન ન થાય.

સતપંથ વાળાઓએ પરિસ્થિતિ એવી ઊભી કરી કે સતપંથને સાથે રાખવાની જે રણનીતિ સનાતનીઓએ અપનાવેલ હતી, તે રણનીતિથી હવે સનાતનીઓનેજ નુકસાન થવા લાગ્યું. ઇસ્લામી તાકિયા નામક હથિયારની સામે લડવા માટે હવે નવા હથિયારોની જરૂરત પડી.

 

c.     સનાતની વડીલોને જ્યારે જાણ થઇ કે સતપંથીઓને સાથે રાખવાની રણનીતિ હવે ખુદ તેમને નુકસાન કરી રહી છે, ત્યારે તેઓ ખૂબ બુદ્ધિપૂર્વક રણનીતિ બદલી.

 

પરિસ્થિતિ વિકટ હતી. સતપંથના હથિયારનો તોડ શોધવાની જરૂર હતી. આવી પરિસ્થિતિમાં સતપંથની કમજોરી શોધવાની જરૂરત હતી. ત્યારે સતપંથની તાકાતજ સતપંથની મોટી કમજોરી છે એ વાત ધ્યાને આવી. બીજા શબ્દોમાં સતપંથની તાકાતને કમજોરીમાં ફેરવી નાખવાની રણનીતિ અપનાવવામાં આવી.

પીરાણા સતપંથની તાકત હતી કે સતપંથ હિંદુ ધર્મ છે એવો તેમનો પ્રચાર. આ પ્રચારના કારણે પીરાણા સતપંથનો યુવાન વર્ગ, જેને સતપંથનું મુસ્લિમ મૂળની પૂરી જાણકારી નથી, એ વર્ગ પોતે હિંદુ છે એ વાતનું ગૌરવ લેતી હતી. આ ગૌરવને શરમમાં ફેરવી નાખવાની રણનીતિ જરૂરી છે. આ ગૌરવને શરમમાં કેવી રીતે ફેરવાય?

અગર પીરાણા સતપંથ ઉપર હિંદુ ઓળખની છત્રી છિનવાઈ જાય તો શું થાય? પહેલાં સમજી લઈએ. જો પીરાણા સતપંથ હિંદુ ધર્મ નથી, પણ મુસ્લિમ ધર્મ છે, આવો અસરકારક પ્રચાર થાય, તો પીરાણા સતપંથનો યુવાન વર્ગ, જેણે પોતે હિંદુ હોવાનું ગૌરવ છે, એ કોઈ દિવસ મુસલમાન નહિ થાય. સતપંથ મુસ્લિમ છે જાણીને શરમ અનુભવશે અને સતપંથથી દૂર ભાગશે. પીરાણ સતપંથના અનુયાયી મુખ્ય રીતે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના જ છે. આ જ્ઞાતિમાં સતપંથ સમાજ સિવાય એક ખૂબજ મોટો અને શક્તિશાળી ગૌરવવંત સનાતન સમાજ પણ છે. આ સનાતન સમાજ આજે પણ સતપંથ છોડીને આવનાર ભાઈઓને સ્વીકારે છે. સતપંથનો યુવાન વર્ગ અગર પીરાણા સતપંથથી દૂર ભાગે એવી પરિસ્થિતિ નિર્મિત થાય તો એ બીજે ક્યાં જાય? તેમની પાસે સનાતન સમાજમાં જવા સિવાય કોઈ રસ્તો બચતો નથી.

આ એક એવી રણનીતિ એવી છે, જે પીરાણા સતપંથના હિંદુ દેખાવવાળા તાકિયાના પ્રયોગનો તોડ કાઢી શકે તેમ છે. આ રણનીતિને સનાતન સમાજમાં અસહકાર રણનીતિનામથી ઓળખાય છે. સતપંથ સાથે તમામ વ્યવહારો બંધ કરી દેવા, નવા સગપણો નહિ કરવા, સતપંથના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં નહિ જવા, સહિયારી મિલકતોના ભાગલા કરી નાખવા, આવા તમામ પગલાંઓ સનાતની સમાજ ભરી રહ્યો છે.

આવા પગલાંઓના કારણે, જ્ઞાતિમાં ખૂબજ મોટી જાગૃતિ આવી ગઈ છે. ઘણા લોકો સતપંથ છોડીને સનાતન હિંદુ ધર્મમાં પાછા આવવા લાગ્યા છે. સતપંથ હિંદુ ધર્મ નથી તેવી જાગૃતિ ભર્યું વાતાવરણ ઊભું કરી સતપંથ સાથે જોડાવવામાં લોકોને શરમ આવે એવું વાતાવરણ ઊભું કરી શક્યા છે.

આ વાત હવે દરેક સનાતનીઓના ગળે ઊતરી ગઈ છે. અને સંપૂર્ણ રીતે તેઓ અસહકારની રણનીતિમાં સમાજના આગેવાનોને સહયોગ કરી રહ્યા છે. માટેજ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે હાલની પરિસ્થિતિમાં પ્રેમ, એકતા, સંપ, સંગઠનની રણનીતિ નિષ્ફળ થઇ છે અને અસહકારની રણનીતિ ચોક્કસ રીતે સફળતા મેળવી રહી છે.

આવી પરિસ્થિતિમાં આ અસહકારના હથિયારને તોડવા માટે સતપંથવાળા પાછા ઇસ્લામી તાકિયાનો પ્રયોગ કરવા મથી રહ્યા છે. પોતે હિંદુ છે, સંપૂર્ણ હિંદુ બનવું છે, અગાઉ મુસલમાનોએ અમારા ધર્મમાં હસ્તક્ષેપ કરીને અમોને મુસ્લિમ બનાવવાના પ્રયત્ન કરેલ છે, અમારા પુસ્તકોમાં મુસલમાનો ચેડા કરેલ છે, મુસલમાનો સામે લડી રહ્યા છીએ મદદ કરો, આવી લાગણી સભર વાતો કરે છે. આવતા સમય કાળમાં કદાચ મોટાં મોટાં સાધુ સંમેલનો સતપંથીઓ દ્વારા યોજવામાં આવે, તો નવાઈ પામતા નહીં. (બીજી બાજુ ખૂબજ યુક્તિ પ્રયુક્તિ મારફતે પીરાણા, ઈમામશાહ, સતપંથ અને નિષ્કલંકી નારાયણ સાથે સંબંધ તોડવા નથી આપતા.)

દુનિયામાં જેટલી પણ સમાજો છે, તેના ધર્મો જુદા છે. શું હિંદુ લોહાણાઓની સમાજ અને સતપંથ ધર્મપાળીને ખોજા મુસલમાન બનેલા લોહાણાઓની સમાજ એક છે? નથી. તેવીજ રીતે હિંદુ બ્રાહ્મણો અને બ્રાહ્મણોમાંથી વટલાઈને બનેલા મુસલમાન વોહરાઓનો સમાજ પણ જુદો છે. હિંદુમાંથી ક્રિશ્ચિયન બનેલા લોકોના સમાજો જુદા છે. જો સમાજ એક હોય, તો રોજ ઝગડાઓ થયાજ કરે. બન્નેના ધાર્મિક અને સામાજિક મૂલ્યોમાં ઘર્ષણ સતત થયાજ કરે. આ પરિસ્થિતિમાં સમાજ સંયુક્ત રીતે કેવી રીતે સાથે ચાલી શકે? ન જ ચાલી શકે. માટે આપણે આપણી સમાજમાં શાંતિ, સુખ, પ્રગતિ, નિરાંતની ઊંઘ, એક બીજા પર વિશ્વાસ અને એકતાની સાચી મીઠાસ, જોઇતી હશે તો આપણે આપણા સમાજમાં એક જ ધર્મ રાખવો પડશે. અને એ છે સનાતન ધર્મ. જેમાં સતપંથ ધર્મનું કોઈ સ્થાન નથી. લાગણી સભર આપણે આટલા વર્ષો સુધી સતપંથની સમાજ સાથે કદાચ સંબંધો રાખ્યા હશે, તો હવે એ નહિ ચાલી શકે, એ સ્પષ્ટ દેખાય છે.

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં પણ સતપંથ સમાજ વર્ષોથી જુદો છે. સનાતન સમાજ તો સતપંથમાંથી જ્ઞાત બહાર થયેલ લોકોનો જુદો સમાજ છે. સનાતનીઓના આદર્શો નારાયણ રામજી, રતનશી ખીમજી, નથુ નાનજી, કેશરા પર્મેશ્વારા, સંત ઓધવરામ, સંત લાલરામ મહારાજ વગેરે છે. સતપંથ છોડવાનો આદેશ આપનારાએ મહાન વડીલો અને સંતો શું ખોટા હતા? નહીં. તો પછી સતપંથને સનાતન ધર્મનો ભાગ તરીકે સ્વીકારીને શું આપણે આ મહાન જ્ઞાતિ સુધારક વડીલો અને સંતો ખોટા હતા એવું કહેવા માંગીએ છીએ? ના. તો પછી સતપંથ અને સનાતન સમાજ જુદો છે અને રહેશે એ વાત સ્પષ્ટ મગજમાં ઉતારી લેજો.

આપણને કોઈને નીચા નથી દેખાડવા. કોઈને હડધૂત પણ નથી કરવા. કોઈનાથી ક્યાંક ભૂલ થઇ ગઈ હોય અને તેને સાચો પશ્ચાત્તાપ હોય, તો તેવા બધાને સાથે રાખવાના છે. બધાને સરખું માનસન્માન આપવાની વાત છે. પણ સતપંથીઓને લેવાથી સનાતની સમાજમાં ફૂટ પડે કે સનાતનીઓને તકલીફ થાય, આપસમાં મતભેદ થાય, એવી રીતે તેમને ન લેવા જોઈએ. સતપંથીઓને લેવાથી સનાતનીઓના હાથમાંથી સમાજની સત્તા ચાલી ન જાય, તેનું પણ ધ્યાન ખાસ રાખવું જરૂરી છે.

આપણે સનાતનીઓ એક થઇને રહીશું તો શું મજાલ છે કે કોઈ આપણો વાળ પણ વાંકો કરી શકે? આપણા અંદરોઅંદરના રાગદ્વેષના ઝેરને શંકર ભગવાનની જેમ માનવ કલ્યાણ માટે પી જઈએ, એ સમયની માંગ છે. પણ સનાતન સમાજને નુકસાન ક્યારેય ન કરીએ. બસ આટલું ધ્યાન રાખીશું તો ભગવાન લક્ષ્મીનારાયણ આપણને જરૂર જલદીથી યશ આપશે, એમાં બે મત નથી.

4.    પીરાણા સતપંથવાળાનો નવો ભ્રામક પ્રચાર – પીરાણામાં ઘણા બધા બદલાવો કરી હિંદુ સ્થાનક જેવું કરી નાખ્યું છે. જૂના જગડાઓ ભૂલીને હવે આપણે એક થઇ જવું જોઈએ. કેટલા દિવસ જગડાઓ કરીશું?:  હિંદુઓ આપસમાં જગાડતા રહ્યા એટલે બહારથી મુસલમાનો આવ્યા અને આ દેશમાં ફાવી ગયા. પીરાણામાં મુસલમાનોએ બળજબરીથી (જે તદ્દન જુઠ્ઠી અને બનાવટી ઉપજાવી કાઢેલી વાત છે) ફેરફારો કરી નાખ્યા હતા, જે અમે હવે સુધારી નાખ્યા છે. થોડા બાકી હશે તો હજી આપણે સુધારી નાખીશું. આપણા પૂર્વજો ઘણા જગડ્યા. હવે આપણે જૂનું ભૂલીને એક થઇ જઈએ. હાલમાં આવી આદર્શવાદી વાતો કરવાનું શરુ થયું છે. અને અન્ય જ્ઞાતિના લોકોને આવી વાતો કરીને તેમને મધ્યસ્તિ કરવા માટે માનસિક તૈયાર પણ કરવામાં આવી રહ્યા છે.

આવા ભ્રામક પ્રચાર સામે આપણે (સનાતાનીઓએ) કઈ રીતે જવાબ આપવો એ સમજવું જરૂરી છે. ઊપર જણાવેલ સતપંથીઓની વાત સ્વીકારીએ તો તેનું પરિણામ શું આવે તે આપણા મગજમાં પહેલાં ઊતરવું પડશે. આજની પરિસ્થિતિમાં સતપંથ ઊપર ચારેબાજુથી દબાણ છે. જ્ઞાતિની અંદર લોકો સતપંથને છોડવા લાગ્યા છે અને જ્ઞાતિની બહાર, ઊંઝા તરફથી ચુકાદાનું પાલન કરાવવા માટે મોટું દબાણ છે. સતપંથનો ઈતિહાસ રહ્યો છે કે જ્યારે સતપંથવાળા આવા દબાણમાં આવે ત્યારે પોતાના ઊપર દબાણ હલકું કરવા, સામેવાળાની બધીજ શરતો મંજૂર કરવાની વાતો કરશે. દબાણ હલકું થાય એટલે પાછા જેમ હતા તેમ. આમ કરીને તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા આવ્યા છે.

હવે આપણે એટલે સનાતન સમાજ, જો સતપંથીઓને સ્વીકાર્ય કરી લઇએ તો પરિણામ એ આવે કે સતપંથનો વિરોધ કાયમ માટે ખતમ થઇ જાય. જુના જગડાઓ ભૂલીને આપણે એક થઇ ગયાં છીએ આ સિદ્ધાંત ઉપર જ્યારે સમાજ ચાલશે ત્યારે સમાજમાં સનાતનની જય બોલાશે ત્યારે સતપંથની પણ જય બોલાશે. ત્યારે તેનો વિરોધ કોણ કરશે? કોઈ નહીં. કરણને સતપંથને સ્વીકારી લીધો છે. હવે તો સતપંથ અધિકૃત રીતે સમાજમાં આવી ગયો. એટલે ધીરે ધીરે સતપંથની વટાળ પ્રવૃત્તિ શરુ થઇ જાય અને સનાતન સમાજની કેન્સરની આ ગાંઠ પાછી વધવા માંડે. કેન્સરની આ ગાંઠનું જ્યારે ઓપરેશન કરીની કાઢવા જઈ રહ્યા છીએ ત્યારે સતપંથને સ્વીકાર્ય કરીને ઊલટું એ ગાંઠને આપણે વધવાનો મૌકો આપીશું. જે રીતે હિંદુ લોહાણા જ્ઞાતિ સાથે થયું એવી રીતે સતપંથ ધીરે ધીરે એટલો વધતો જશે કે એક દિવસ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ મુસલમાન બની જશે. માત્ર આટલું જ નહીં. હવે આપણે ઊંઝાથી સંકળાયલા છીએ. કાલે આ સમસ્યા રૂપી ગાંઠ ઊંઝામાં પણ ફેલાઈ જશે, ત્યારે કોઈ એને રોકવાવાળું નહીં રહે.

બીજું પરિણામ એ આવે કે સતપંથને સ્વીકારવાથી આપણેજ આપણા એટલે સનાતન સમાજના સંતો અને વડીલોને ખોટા ઠરાવશું. અને સતપંથના સંતો અને વડીલોને સાચા ઠરાવશું. શું આપણે આવું કરવા માંગીએ છીએ? આપણને સારું લગાડવા, સનાતનના વડીલો અને સંતો સાચા હતા એવું બતાવવાના  ઘણા પ્રયત્નો થશે, પણ સતપંથને સ્વીકારશું તો વાસ્તવમાં આપણે તેમને ખોટા જ ઠરાવશું. આપણે આવું કોઈ દિવસ ન કરી શકીએ. કોઈ પણ કિંમતે ન કરી શકીએ.

જે હિસાબે સતપંથ મુદ્દે આપણા સમાજમાં ચળવળો થઇ છે, તે હિસાબે અગર કોઈ નેતા ઊપર જણાવ્યા પ્રમાણે બન્ને પક્ષોને એક કરવાનો પ્રયત્ન કરશે તો સમાજની જનતા તેને સ્વીકારશે નહીં. માટે આ મુદ્દા ઊપર આગળ વધવાથી મળનારી કહેવાતિ શાંતિ ઘણો સમય સુધી ટકશે નહીં.

સતપંથવાળાને ખરેખર જો બધું ભૂલીને આગળ વધવું હોય અને સનાતન સમાજ સાથે દોસ્તી કરવી હોય, તો બન્ને વચ્ચે જે આજે વિશ્વાસની કમી છે, તેને દૂર કરવી પડે. વિશ્વાસની કમી પાછળનું મુખ્ય કરણ સતપંથીઓએ કરેલ ખોટા કોર્ટ કેસો છે. એટલે વિશ્વાસની કમી દૂર કરવાની જવાબદારી માત્ર સતપંથીઓની જ છે, સનાતાનીઓની નહીં. સનાતન સાથે દોસ્તી કરવી હોય તો તેમના માથા ઊપર બંદુક રાખીને દોસ્તી કરવા માટે મજબૂર ન કરી શકાય. સતપંથીઓની નિષ્ઠા સાચી હોય તો પહેલાં તમામ કોર્ટ કેસો અને પોલીસ ફરિયાદો બિન શરતે પાછા ખેચવા પડે. પણ આવું નહીં કરે. કહેશે કે પહેલાં અમોને સનાતન સમાજમાં સ્વીકારો, પછી ધીરે ધીરે બધા કેસો પાછા ખેંચી લેશું. અમારામાં કટ્ટરવાદી લોકો છે, એમને સમજાવવામાં સમય લાગશે. તમે અમોને સ્વીકારશો તો અમે અમારા કટ્ટરવાદી લોકોને સમજાવી શકશું. આવી રીતે વાયદાઓના દમ ઉપર સમાજમાં ઘુસી જશે, અને પછી કહેશે કે ફેલાણું થયું ધીકડું થયું, કોઈકનો સાચો ખોટો વાંક કાઢશે અને કહશે જે હવે અમારા લોકો માનતા નથી. સનાતાનીઓ કડક પગલાંઓ ન ભારે એટલે ઉપરથી કહેશે કે અમારા પ્રયત્નો ચાલુ છે, થોડો સમય આપો અમે બધાને સમજાવી લેશું. એટલે પાછું સતપંથનું ગાડું ચાલતું રહે અને સનાતાનીઓ માત્ર રાહજ જોયા કરે.

સતપંથીઓ કહે છે કે અમે મુસલમાનો સામે લડીએ છે. તો કોઈ એમને કહો કે તેઓ એકલા શા માટે લડે છે? આપણે બધા સાથે મળીને લડીએ. ઊંઝાના ચુકાદા પ્રમાણે પીરાણાનો વહીવટ સનાતનીઓને સોંપી દો. પછી આપણે બધા સાથે મળીને લડશું. આમ આપણી શક્તિમાં ખૂબ વધારો થશે. જેમાં સતપંથીઓ પણ સાથે હશેજ. તો સતપંથીઓને કોઈ પૂછે કે એ લોકો ક્યારે પીરાણાનો વહીવટ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની મુખ્ય ધારા એટલે સનાતન સમાજને સોંપે છે?

 

5.    લક્ષણો કરતાં મૂળ કારણોનો ઈલાજ કરવો જરૂરી: મવાળો ઊભા થવા પાછળનું મૂળ કારણ છે નબળી માનસિકતા અને સોચ, જેના ઉપર કામ કરવાની જરૂર છે. ઉપર જણાવ્યા પ્રમાણે સમાજના ગૌરવ, ગરિમા અને અસ્મિતાને અગર સર્વોચ્ચ ગણવામાં આવે તો ધીરે ધીરે આપણે જોઈશું કે સમાજના વિરુદ્ધ કામ કરનારાઓનો સામે સામાન્ય જનતાનો તરતજ અવાજ ઊપડશે. સમાજ અને ધર્મમાં ગૌરવ, ગરિમા અને અસ્મિતાને સર્વોચ્ચ હશે તો સમાજમાં મવાળનો જન્મ લગભગ અશક્ય બની જાય. જાપાન અને ઇઝરાયેલ જેવા દેશો આ સિદ્ધાંત ઉપર ચાલે છે એટલે આજે પૂરા વિશ્વમાં આ દેશો પ્રત્યે લોકોને માન છે.

મવાળ અને તેમની કાર્યપ્રણાલી વિષે ઊંડાણમાં જાણકારી આ પુસ્તકના પેજ ક્ર.૧૯૫ માં આપેલ છે.

6.    Turn the tables (બાજી પલટાવી નાખવી): આપણને ખબર છે કે સતપંથનો પાયો તાકિયા ઉપર રાખેલ છે. તાકિયા એટલે છેતરામણી, જૂઠ અને ભ્રમણા. સતપંથની સ્થપના, પ્રચાર અને પ્રસારમાં તાકિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ છે. તાકિયાના સંસ્કારોના કારણે સતપંથીઓ પોતાની દલીલોમાં પણ તાકિયાનો ઉપયોગ કરે છે. સતપંથની દૃષ્ટિએ તાકિયા તેમની તાકત છે. પણ અગર સતપંથની એ તાકાતને સતપંથની કમજોરીમાં પલટી નાખીએ તો સતપંથ ખૂબ નબળું પડી જાય.

તાકિયાને કમજોરીમાં પલટી નાખવા માટે આપણે એ સમજવું પડશે કે જૂઠ, છેતરામણી અને ભ્રમણાઓનો પ્રયોગ કેવી રીત કરવામાં આવે છે.

સહુથી પહેલાં એ સમજવું પડે કે અગર તાકિયામાં માત્ર હળહળતું જૂઠ વાપરવામાં આવે તો તે તરતજ પકડાઈ જાય. એટલે તાકિયામાં જૂઠ વાપરવાની એક ખાસ રીત છે. જે ત્રણ તબક્કામાં જાણી શકાય.

a.    ઘટના પાછળના તત્ત્વો અને હકીકતોમાંથી પોતાને સગવડ હોય એવા તત્ત્વો અને હકીકતોને ઉપયોગમાં લેવામાં આવે. બાકીના તત્ત્વો અને હકીકતોને દબાવી દેવામાં આવે.

b.    એવા સગવડિયા તત્ત્વો અને હકીકતો સાથે સંદર્ભ તેમજ સંબંધ બહારના તત્ત્વો સાથે ભેળવી નાખવામાં આવે.

c.     ઉપર જણાવેલ ભેળસેળ યુક્ત મિશ્રિત વાતોને, જેણે અર્ધસત્ય વાતોકહેવાય, એ અર્ધસત્ય વાતોને ખોટી વાતો સાથે ભેળવીને એક નવી વાર્તા ઊભી કરવામાં આવે. આ ખોટી વાર્તાને સાચી વાર્તા તરીકે લોકો સામે રજૂ કરવામાં આવે.

તાકિયાના પ્રયોગ માટે ઉપર જણાવેલ પદ્ધતિથી નિર્મિત જૂઠને અગર કોઈ પકડી પડવાની કોશિશ કરે, તો તેવા જૂઠમાં છુપાયેલ અર્ધસત્ય, અર્ધહકીકતો તરફ ધ્યાન દોરીને કહેવામાં આવે કે અમારી વાત તો સાચી છે. જૂઠ તરફ ધ્યાન દોરનાર વ્યક્તિ ઉપર વ્યક્તિગત પ્રહાર કરીને તેને નીચો દેખાડવાના પ્રયત્નો કરવામાં આવે, જેથી બીજા લોકો ડરી જાય અને ચૂપ બેસી જાય.

દાખલાઓ: ખૂબ યુક્તિ પૂર્વક અર્ધસત્ય અને જુઠનું મિશ્રણ કરી લોકોને ભરમાવીને ખોટા રસ્તે લઇ જવા માટે થયેલ પ્રયત્નોના બે દાખલાઓ;

૧. “સમાજ ભક્તિની સચ્ચાઈ”: વર્ષ ૨૦૧૫માં પ્રકાશિત પુસ્તક “સમાજ ભક્તિની સચ્ચાઈ” જેના લેખક છે શ્રી દેવજીભાઈ માવજી લીંબાણી. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (કેન્દ્રિય) ના હિતમાં આ પુસ્તકને તૈયાર કરવામાં આવ્યું છે. પણ વાસ્તવમાં કેન્દ્રિય સમાજમાં સતપંથીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા અને તેમને સ્વીકારવા માટે અમુક ચુનિંદા, તેમની વાત સાથે સંલગ્ન હોય માત્ર એવાજ દસ્તાવેજોની નકલો જોડેલ છે. (જે અર્ધ સત્ય છે). બીજી બાજુ યુક્તિ પૂર્વક એવા તમામ દસ્તાવેજો કે જેના માધ્યમથી ખબર પડે કે કેન્દ્રિય સમાજમાં સતપંથીઓનું કોઈ સ્થાન નથી અને નહીં રહે, એ તમામ દસ્તાવેજો અને વાતો દબાવી રાખી. કોઈ અજાણ વ્યક્તિ આ પુસ્તકને વાંચે તો એવુંજ લાગે કે કેન્દ્રિય સમાજમાં સતપંથીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. આં છે અર્ધ-સત્યની રણનીતિ અને તેની અસર.

૨. વૈદિક અથર્વવેદ સતપંથ ઈતિહાસ એક ઝલક: વર્ષ ૨૦૧૩માં પ્રકાશિત આ પુસ્તકના લેખક નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી વિશ્રામભાઈ રતનશીભાઈ રૂડાણીએ તો હદ્દ કરી નાખી. તેમણે ઈમામશાહ ઊપર તદ્દન જૂઠી અને બનાવટી વાર્તા રચી નાખી. સરકારી રેકર્ડ, ગઝેટીયારો, યુનિવર્સીટીમાં રીસર્ચ થયેલ કામો, વિશ્વકોશ (એનસકલોપીડિયા), હાઈ કોર્ટના જજમેંટો, ક.ક.પ. જ્ઞાતિનો ધાર્મિક ઈતિહાસ, ઉમિયા માતાજી ઊંઝાના દસ્તાવેજો વગેરે તેમજ ખુદ પીરાણાના પોતાની પુસ્તકોમાં બતાવેલ ઈતિહાસના વિરુદ્ધમાં જઈને મનઘડંત બનાવટી પુસ્તક રચી નાખ્યું. ઈમામશાહને તેઓએ મુસલમાનની જગ્યાએ પારસી બનાવી નાખ્યા. તેમને રાજાનો દીકરો બનાવી નાખ્યો. નર્મદાના કિનારે કોઈક અજાણ વિદ્વાનને તેમનો શિક્ષક બનાવી નાખ્યો. એમના પાસેથી શિક્ષા લીધા પછી ઈમામશાહને હિંદુ ધર્મના શાસ્ત્રોનો જ્ઞાની બનાવી નાખ્યા. જ્યારે ઈમામશાહએ તો જીવનભર ઇસ્લામ ધર્મના જ પ્રચાર કરેલ હતો.  આવા ગપગોળા વચ્ચે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા પ્રકાશિત કુર્મી ક્ષત્રીય ઈતિહાસ નામના પુસ્તકમાંથી ઊપર જણાવેલ ખોટી વાર્તાને સાચી ઠરાવવાની દૃષ્ટિએ કોઈ પણ રીતે બંધબેસતી ન હોય અને સંદર્ભ વગરની હોય એવી વાતને જોડી દીધી. આના મારફતે એવો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે પોતાની આ બનાવટી ચોપડી સાચી છે અને ઊંઝાના દસ્તાવેજો સાથે સંલગ્ન છે.

આ બન્ને કિસ્સાઓમાં મુખ્ય મીડિયા પણ ચુપ્પી સાધી બેઠી છે. જેના પરથી આ રણનીતિની અસરકારકતાનો ખ્યાલ આવશે. સોસીઅલ મીડિયામાં આ અંગે વિરોધ દેખાયો ત્યારે લોકોમાં જાગૃતિ આવી.

 

અગર ઉપર જણાવેલ જૂઠ નિર્માણ કરવાની પદ્ધતિનું જ્ઞાન હશે તો સતપંથના જૂઠને દુનિયા સામે ખુલ્લું કરી શકવાની તાકાત આપણામાં આવી જશે. જ્યારે અર્ધસત્ય અને અર્ધહકીકતની વાતો જણાવીને પોતાનું ખોટાને ખરું કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે તેમનીજ વાતમાં વણાયેલ જૂઠી વાતો, જૂઠા હકીકતો, સંદર્ભ વિહીન અને સંબંધ બહારના તત્ત્વો વિષે યુક્તિ પૂર્વક પ્રશ્ન કરવાથી લોકોના મનમાં સતપંથ ઉપર શંકા કરતા કરી નાખી શકાય. એટલે તાકિયા નામનું જે હથિયાર સતપંથીઓ વાપરતા હોય, એજ હથિયારને તેમની સામે વાપરી નખાય. આવી રીતે સતપંથની બાજી પલટી નાખી શકાય. માત્ર થોડો અભ્યાસ અને થોડી પ્રેક્ટીસ (practice) ની જરૂર છે.

તેમની આ લડાઈ તેમના જ આંગણે લઇ જવાની જરૂર છે. તેમની રણનીતિનો લાભ સામેવાળા કરતા આપણ ફાયદા માટે લેવો જોઈએ. બાજી એ લોકો બિછાવે, પણ લાભ આપણે લઇ જઈએ, એવી ગોઠવણ કરી શકાય એમ છે. તેમનું હથિયાર (ખાસ કરીને તાકિયા)ને તેમના જ વિરુદ્ધમાં વાપરવું જોઈએ. આ છે મૂળ મંત્ર.

સતપંથીઓના તાકિયા સામે આપણે ખુલાસાઓ અને જવાબો આપવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે જેટલા ખુલાસાઓ અને જવાબો આપીશું, તેટલા વધારે પ્રશ્નો આપણા સામે કરવામાં આવશે. આ ચક્રનો કોઈ અંત નહીં આવે. પણ જ્યારે સતપંથવાળાઓને તેમનીજ ભાષામાં જવાબ આપીશું (ઉપર જણાવ્યા પ્રમાણે) ત્યારેજ તેઓ થાકશે અને હારશે. અંતે ધીરે ધીરે નબળા પડશે અને તેઓ હારશેજ.

7.    સતપંથીઓની છૂપી અને સાચી નીતિને બહાર લાવવા યુક્તિ પૂર્વક દલીલો કરવી: બાજી પલટાવી નાખવાની ચાલથી સતપંથની છૂપી નીતિઓ (પીરાણા, ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ ન છોડવાની) ને કેવી રીતે ઉજાગર કરી શકાય, તેનાં પર નજર કરીશું.


આ અંગે અમલીકરણ સમિતિની બેઠકોમાં થયેલ ચર્ચાવિચારણા તેમજ ત્યારબાદ સતપંથીઓ દ્વારા લેવામાં આવેલ તમામ પગલાંઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે. હજી પણ સતપંથવાળા ઊંઝાનો ચુકાદો પાળવા તૈયાર છે એવી વાતો કરનાર લોકોની આંખો ખોલવા માટે, સતપંથીઓ માટે ભરવા લાયક અમુક એવા પગલાં સૂચવવા જોઈએ કે જે ભરવાથી સતપંથવાળા (અગર સાચી રીતે હિંદુ બનવા માંગતા હોય તો તેમને કોઈ વાંધો ન હોવો જોઈએ) ઇસ્લામથી છૂટા પડીને હિંદુ બનવાના રસ્તા ઉપર આવી શકશે. દાખલા રૂપે

                    i.        પીરાણામાં મુસલમાનોનું કબ્રસ્તાન અને સતપંથીઓ મિલકત વચ્ચે જે દરવાજા છે તેને કાયમ માટે બંધ કરી નાખવા જોઈએ. તેનાં બદલામાં કબ્રસ્તાનના દક્ષિણમાં જે મૂળ દરવાજો છે, જે ઈમામશાહના સમય કાળથી બનેલો છે અને જે માત્ર અમુકજ વર્ષો પહેલાંજ બંધ કરેલ છે, તેને પાછો ખોલી નાખવો જોઈએ. આ દરવાજો ખોલવાની માંગણી પીરાણાના મુસલમાનો હંમેશાંથી કરી રહ્યા છે. માટે આમાં કોઈ વાંધો આવે નહિ.

આમ કરવાથી ઈમામશાહની કબર અને પીરાણા સ્થિત સતપંથવાળાઓની મિલકત જુદી પડી જશે. આમે પીરાણાની કબ્રસ્તાન વાળી મિલકતના માલિક કાયદાકીય રીતે આજે પણ મુસલમાન સૈય્યદોજ છે. તેનાથી સતપંથવાળાને વાંધો ન હોવો જોઈએ.

                   ii.        પીરાણા સતપંથના ધાર્મિક પુસ્તકો હિંદુ ધર્મ પ્રમાણે નથી. તે પુસ્તકોને ખરા અર્થમાં બદલી નાખવાથી સતપંથીઓને કોઈ રોકી શકે નહીં. અહીં પુસ્તકમાં બદલાવ કરવાની વાત નથી. સતપંથના પુસ્તકોને તિલાંજલિ આપી દેવાની વાત છે. તેની જગ્યાએ મૂળ હિંદુ ધર્મના (સતપંથના નહીં) પુસ્તકો લાવવાની જરૂર છે. માટે સતપંથના તમામ ધાર્મિક પુસ્તકોને રદ્દ કરી ઉમિયા માતાજી ઊંઝા દ્વારા માન્ય પુસ્તકોને ધાર્મિક પુસ્તકો તરીકે પ્રસ્થાપિત કરી શકાય. જો સતપંથવાળા સાચે હિંદુ થવા માંગતા હોય, તો સતપંથના તમામ પુસ્તકોને રદ્દ કરી નાખવામાં તેમને કોણ રોકી રહ્યું છે?

                 iii.        સતપંથના તમામ ખાનાઓ, જેણે સતપંથવાળા હાલમાં નિષ્કલંકી નારાયણ મંદિર કહે છે, તે ખાનાઓમાં ઈમામશાહનો ફોટો રાખવામાં આવે છે. તે ઈમામશાહને સંપૂર્ણ રીતે કાઢી નાખવામાં આવે. આવા તમામ ખાનાઓના માલિકો સતપંથીઓજ છે. તેમાં મુસલમાનોનો કોઈ હક્ક કે દાવો નથી. તો આવા તમામ મંદિરોમાંથી ઈમામશાહ અને નિષ્કલંકી નારાયણને કાયમી રીતે કાઢી નાખવા જોઈએ.

                 iv.        નિષ્કલંકી નારાયણ હિંદુ નથી એ તો સાબિત થઇ ગયેલ વાત છે. માટે સાચા હિંદુ કોઈ દિવસ નિષ્કલંકી નારાયણને પૂજે નહીં. ઉપર જણાવ્યા પ્રમાણે સતપંથના ખાનાઓ / મંદિરોમાંથી નિષ્કલંકી નારાયણને પણ કાયમ માટે કાઢી નાખવા જોઈએ.

                   v.        પીરાણા સતપંથની દસવાતર કથા જેમાં નિષ્કલંકી નારાયણની કથા છે, તે કાયમ માટે બંધ કરીને ઉમિયા માતાજી ઊંઝા દ્વારા માન્ય વક્તાઓ મારફતે (સતપંથના વક્તાઓ મારફતે નહીં) શ્રીમદ્ ભગવદ્ કથાઓ કે અન્ય કથા કરવી જોઈએ.

                 vi.        સતપંથના સાધુઓને કાયમ માટે રજા આપી દેવી. સતપંથના સિદ્ધાંતોનો પ્રચાર રોકવા માટે આ એક મોટું પગલું છે. સતપંથના ખાનાઓ / મંદિરોમાં સનાતન હિંદુ ધર્મની પરંપરા પ્રમાણે બ્રાહ્મણોને પુજારી તરીકે નિયુક્ત કરવા જોઈએ. હાલ સતપંથના પ્રચારકો, કાકાઓ, મુખીઓ વગેરે જેની ધર્મ પ્રચાર તેમજ પૂજા વિધિ કરવાની જવાબદારી છે તેમને તેમની જવાબદારીથી મુક્ત કરવા જોઈએ. સતપંથની પૂજા જ્યાં સુધી આવા કાકાઓ અને મુખીઓ કરશે, ત્યાં સુધી સતપંથવાળાને ચોખ્ખા હિંદુ બનવામાં અનેક તકલીફો આવશે.

                vii.        જો સતપંથવાળા સાચે હિંદુ બનવા માંગતા હોય અને માત્ર પીરાણાની મિલકત મુસલમાનોના હાથના ન જતી રહે તેનાં માટે કામ કરતા હોય તો સહુથી પહેલાં પીરાણામાં કોઈપણ જાતના કાર્યક્રમ કરવા ઉપર બંધી લગાડી શકે છે. સતપંથવાળાઓના તમામ કાર્યક્રમોને પીરાણામાં કરવાની કોઈજ જરૂરત નથી. પીરાણામાં કાર્યક્રમ બંધ થાય તો ધીરે ધીરે પીરાણાનું મહત્ત્વ ઘટતું જશે અને ઊંઝાના ચુકાદાનું અમલીકરણ પણ એક રીતે થશે.

               viii.        સતપંથની તમામ સમાજ વાડીઓ, સ્કૂલો અને સંસ્થાઓમાં પણ ઉપર પ્રમાણે બધાજ ફેરફારો કરવા જોઈએ.

                 ix.        સતપંથવાળાઓનો ઇસ્લામી તાકિયા પદ્ધતિ પ્રમાણે પ્રચાર રહ્યો છે કે સતપંથ એ સનાતન હિંદુ ધર્મ છે. માટે સતપંથ સમાજ દ્વારા એવો ઠરાવ પાસ કરવો કે સતપંથ ધર્મ એ સનાતન હિંદુ ધર્મ નથી. માટે હવે પછી સતપંથ ધર્મવાળાઓએ સતપંથ ધર્મને કાયમ માટે સંપૂર્ણ રીતે છોડી સનાતન હિંદુ ધર્મ પાળવાનો રહેશે.

                   x.        પહેલા તબકકે એટલા સુધારાઓથી શરુઆત કરવી. ધીરે ધીરે સતપંથનું જોડાણ / કનેક્શન, જેવા કે પીરાણાનો વહીવટ છોડવો. પીરાણાની મિલકત વેચી નાખવી જેવા પગલાંઓ ભરી શકાય.

ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવા પાછળ સતપંથવાળા ખોટી રીતે યેનકેન પ્રકારે સનાતનીઓ ઉપર દોષ નાખીને બહાનું કાઢતા હોય છે. ઉપર જણાવેલ તમામ પગલાંઓમાં સનાતનીઓનો કોઈ રોલ નથી. જે કંઈ કરવું છે એ સતપંથવાળાઓને પોતાના ઘરની અંદર રહીને કરવું છે.

ઉપર જણાવેલ તમામ પગલાંઓ સતપંથીઓએ પોતાના સમાજમાં રહીને ભરવાના છે. એ પગલાં ભરવાથી તેમને કોઈ રોકી શકે નહીં. અગર સતપંથીઓ સાચા રીતે હિંદુ થવા માંગતા હોય, તો તેઓએ ઉપર જણાવેલ પગલાં ભરીને પોતાનો ઈરાદાને પોતાનાં કર્મ કે વર્તનથી બતાવવાં જોઈએ. આ પગલાંઓમાં મુસલમાન સૈય્યદો પણ ખુશ થશે, સનાતન સમાજવાળા પણ આવકારશે અને સતપંથવાળાને કોઈ રોકી શકશે નહીં. એટલે ઊંઝાનો ચુકાદો તેમને સાચી રીતે પાળવો હોય તો કોઈ પણ બહાનાઓ કાઢ્યા વગર શરૂઆતમાં એટલું તો સતપંથવાળા કરી શકે તેમ છે.

સતપંથની સમસ્યા સામે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સેંકડો વર્ષોથી ઝઝૂમતો આવ્યો છે. સતપંથીઓ ધાર્મિક રીતે કેટલા સનાતન હિંદુ બન્યા છે કે ભળવાનો માત્ર ડોળ કરી રહ્યા છે, તેનાં ઉપર જે રીતે નઝર અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ રાખી શકે, તેવી નઝર કોઈ બીજા રાખી શકે તેમ નથી. સતપંથ સમસ્યાના સાચા ઉકેલ તેમજ સતપંથીઓને મુખ્ય ધરામાં ભેળવવા માટે પણ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની મંજૂરી ખૂબ જરૂરી છે. પૂરતી તપાસ કર્યા વગર માત્ર આવેશમાં આવીને, મુસલમાન છોડીને સતપંથ હિંદુ બને એવા ઉપરછલ્લા વિચારોને લઈને, અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની મંજૂરી લીધા વગર, અગર સતપંથીઓને મુખ્ય ધારામાં ભેળવવામાં આવશે તો સમસ્યા રૂપી આ ગૂમડું મટવાના બદલે ભવિષ્યમાં મોટું થશે અને આખો કચ્છ કડવા પાટીદાર સમાજમાં ફેલાઈ જશે. ત્યારે તેને રોકવાવાળું કોઈ નહીં હોય. માટે જ્યાં સુધી સતપંથીઓને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજવાળા સ્વીકારે નહીં, ત્યાં સુધી ઉમિયા માતાજી ઊંઝા અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ પણ સ્વીકારી ન શકે.

8.    અંતે સહુને મનાવી નહીં જ શકાય: સતપંથ સમસ્યા અંગે લેવામાં આવતા નિર્ણયોમાં સર્વ સહમતી મેળવી હિતાવત છે. પણ ઘણી વખત એવું બને કે બધા લોકો એક મતમાં સહમત ન પણ થાય. કારણ કે સમાજમાં અમુક લોકો એવા નીકળવાના છેજ કે જેઓને ગમે તેટલું સમજાવશો તો પણ એ લોકો સમજવા તૈયાર નહીં થાય. પણ આપણને આગળ વધવું પડે. સહમતીના અભાવે સમાજ ત્યાંને ત્યાં અટકી ન રહી શકે. આવા લોકોને બીજા રસ્તાઓથી સમજાવવા પડે. તેમની સાથે વાતચીત, ચર્ચાઓ, સમજાવટ કામ નહીં આવે. ત્યારે સામાજિક દબાણ કામ કરે છે. સ્થાનિક સમાજ, સગાં સંબંધીઓ, મિત્ર વર્તુળ વગેરે લોકોથી સમજાવટભર્યું દબાણ લાવી શકાય. કોઈનો વ્યવહાર બરાબર ન હોય તો તેમને સગપણ સંબંધોમાં પણ ખૂબ મોટી સમસ્યા નડતી હોય છે. આવા અલગ અલગ સામાજિક દબાણોને ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. આ પ્રક્રિયા થોડી લાંબી છે અને શરૂઆતમાં થોડા અવરોધો પણ આવે, પણ છેવટે બધાને સમાજના શરણે આવવુંજ પડે છે.

9.    સામાજિક સંબંધોમાં કાપ: જ્યાં સુધી સતપંથ સમસ્યા સમાજમાં છે, ત્યાં સુધી સનાતન સમાજના બચાવ માટે સતપંથીઓ સાથે (વિશેષ સભાના ઠરાવ પ્રમાણે) સામાજિક, ધાર્મિક, પારિવારિક, નવા સગપણ, ધંધાકીય, રાજકીય, વગેરે સંબંધો વિવેક બુદ્ધિથી કાપી નાખવાની જરૂર છે. જેથી કરીને સનાતન સમાજ ઉપર થતા સતપંથના પ્રહારોથી સમાજને રક્ષણ આપી શકાય.

10. સંશોધન અને અભ્યાસ ચાલુજ રાખવા: જ્યાં સુધી સતપંથ સમસ્યા જડમૂળથી ખતમ ન થઇ જાય અને તેની સંપૂર્ણ રીતે ખાતરી ન થઇ જાય, ત્યાં સુધી સતપંથ અંગે સંશોધનો ચાલુજ રાખવા પડશે. સતપંથ અંગે અભ્યાસ કરતા રહેવું પડશે. આપણે સતપંથ અંગેની આપણા સમાજમાં સુધારો કરતા રહેવું પડશે અને આપણી જવાબી રણનીતિઓ પણ તૈયાર કરતા રહેવું પડશે. આ લડાઈ લાંબી ચાલવાવાળી લડાઈ છે. આ પુસ્તકમાં આપેલ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને નવા સિદ્ધાંતોનું સંશોધન કરી, સતપંથની બદલતી રણનીતિઓનો તોડ કાઢતા રહેવું પડશે.

11.    Documentation / દસ્તાવેજીકરણ: સતપંથ સામે કરવામાં આવેલ તમામ સંઘર્ષો / લડાઈઓના બારામાં તમામ વિગતો જે તે સમયે તરતજ લેખિતમાં નોધવી જરૂરી છે. આપણને આવેલ મહત્ત્વના વિચારો, ધ્યાને લીધેલ મુદ્દાઓ, તેના આધારે તૈયાર કરવામાં આવેલ સંભવિત રણનીતિઓ અને તેનામાંથી કયા કારણે કઈ રણનીતિ પસંદ કરી, આવી તમામ બાબતોને જેટલી સારી રીતે લેખિતમાં તૈયાર કરીશું, એટલી આપણી તૈયારી સારી થશે. ત્યાર બાદ સતપંથ સામે લડાઈ કે સંઘર્ષના જે જે પ્રસંગો બને, તેની તમામ વિગતો પણ લેખિતમાં નોંધવી જોઈએ. આં તમામ પ્રક્રિયાને દસ્તાવેજીકરણ કહેવામાં આવે છે. નારાયણ રામજી લીંબાણીએ પણ દસ્તાવેજીકરણ કરેલ અને તમારા હાથમાં આવેલ આ પુસ્તક પણ એજ દસ્તાવેજીકરણનું પરિણામ છે.

પહેલી નજરે આ કામ સહેલું લાગે છે, પણ આ ખૂબ મહેનત માંગી લે એવું કઠિન કામ છે. આ કામ માટે સારા પૈસા પણ ફાળવવા જરૂરી છે અને સારા હોંશિયાર લોકોને પણ રોકવા જોઈએ. સમય પણ પુરતો આપવો જોઈએ. કારણને આપણે હાલ જે લડાઈ લડી રહ્યા છે એ લડાઈથી આપણી ભાવિ પેઢીને બચાવવી હોય, તો આવા દસ્તાવેજીકરણ તેમની મદદે આવશે. આપણી ભૂલોથી ભાવિ પેઢી શીખશે અને સારી રીતે પોતાને ભવિષ્યમાં તૈયાર કરી શકશે. અંગ્રેજો જ્યારે ભારત આવ્યા ત્યારે આપણા અને તેમનામાં આ એક ફરક હતો જે બહુજ નિર્ણાયક નીવડ્યો અને તેઓ મુઠ્ઠીભર હોવા છતાં કરોડો ભારતીયો પર રાજ કરી શક્યા. વિવેક બુદ્ધિનો પ્રયોગ કરી સમયાનુસાર જેમ જેમ જરૂર હોય તેમ માત્ર એવાજ દસ્તાવેજો જનતા સામે મુકજો, જેનાથી આપણા વિરોધીઓ આપણું કંઈ ખાસ નુકસાન ન કરી શકે અને આપણા સનાતની લોકોને પ્રેરણા મળે, શીખ મળે તેમજ ગૌરવ અનુભવે.

1 2.    સતપંથી ભાઈઓ માટે ભયસ્થાન: હાલની પરિસ્થિતિમાં પીરાણા સતપંથવાળાને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હિંદુ ઓળખ અને હિંદુ છત્રીની જરૂર છે. એના માટે તેઓ હિંદુ સાધુ સંમેલનો બોલાવશે, BJP, VHP, RSS જેવી હિંદુવાદી સંગઠનો પાસેથી સતપંથ હિંદુ છે તેવી વાતો કરાવશે. પણ જે પ્રમાણે સનાતન સમાજે સતપંથ સાથે તમામ સંબંધો કાપવાનો નિર્ણય લીધો છે, તેની અસર જેમજેમ થશે, તેમતેમ સતપંથ હિંદુ ધર્મથી વિમુખ થતું જશે. એક દિવસ એવી પરિસ્થિતિ આવશે, જ્યારે સતપંથમાં ફસાયેલા પોતાને હિંદુ ગણતા લોકો પાસે હિંદુ સમાજમાં પાછળ વળવાનો કોઈ રસ્તો નહીં બચે. ત્યારે reverse taqiyya/ઊલટું તાકિયાની ચાલ રમવામાં આવશે. ભવિષ્યમાં એવો પ્રચાર થઇ શકે કે સતપંથના માજી (એટલે હાલના) પ્રચારકો નબળા હતા. હિંદુ ધર્મના દબાણમાં આવીને ઈમામશાહના મૂળ સંદેશ અને ચોપડામાં ફેરફાર કરી નાખ્યા છે. માટે આપણે ઈમામશાહના મૂળ સંદેશ અને પુસ્તકોને સમાજમાં લાવવા જોઈએ. આવું કહીને ઈમામશાહ દ્વારા લેખિત મૂળ ઇસ્લામી ધર્મના સંદેશઓ આપતા પુસ્તકો પાછા પ્રચલિત કરવામાં આવશે. ઈસ્લામમાં સતપંથીઓ ગૌરવ અનુભવે આવું વાતાવરણ ધીરેધીરે નિર્માણ કરવામાં આવશે. ત્યાર બાદ અમુક દાયકાઓ પછી સતપંથનું સંપૂર્ણ ઇસ્લામી કરણ કરવામાં આવશે.

આ કંઈ માત્ર કાલ્પનિક વાત નથી. હિંદુ લોહાણા જ્ઞાતિના લોકો જે મૂળ સતપંથમાં ફસાયા હતા, તેમની સાથે આવુંજ કરવામાં આવ્યું છે. આજે એ લોકો પોતાને મુસલમાન કહેવડાવવામાં ગૌરવ અનુભવે છે. લોહાણા જ્ઞાતિના જે લોકોને આ વાત પસંદ નથી, એ લોકો આજે પાછા લોહાણા હિંદુ સમાજમાં આવવા માંગતા હોત તેમની પાસે કોઈ વિકલ્પ નથી રહ્યો. એ લોકોને નાછૂટકે ઇસ્લામ ધર્મમાં રહેવું પડે છે. માટે આપ સૌ, જે પોતાને સાચા હિંદુ સમજો છો, એવા સતપંથી ભાઈઓને વિનંતી કે આ વાતથી જરૂર ચેતજો. જે લોકોની આસ્થા ઈમામશાહના મૂળ ઇસ્લામી સંદેશવાળા સતપંથમાં છે, તેમને અમારી શુભેચ્છાઓ. તેમને તેમનો ધર્મ મુબારક. તેમના માટે અમારે કંઈ કહેવું નથી. પોતાને હિંદુ સમજતા સતપંથીઓને ખાસ વિચારવાનું છે કે તેમને તેમની ભાવિ પેઢીને હિંદુ તરીકે જોવી છે કે મુસલમાન તરીકે જોવી છે?

Leave a Reply