Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૧૩. સતપંથીઓ તરફથી નકારાત્મક પ્રતિક્રિયા

સતપંથીઓ તરફથી આવેલ પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ આ પ્રમાણે છે.

 

1.    સત્ય અને જૂઠ જાણવાની સાચી રીત:

કહેવાય છે ને કે કોઈકની સાચી પરખ એની વાણીથી નહીં પણ વર્તનથી થાય. તેવીજ બીજી કહેવત છે કે કોઈના સાચા ઈરાદા જાણવા હોય તો તેની કથની પર નહીં પણ કરણીને ધ્યાને લેવું પડે. કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે આપણને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે કે જેમાં આપણને સાચા કે ખોટાનો નિર્ણય કરવો પડતો હોય, ત્યારે મોઢાંની સારી સારી વાતો પર નહીં, પણ સામેવાળાએ કરેલ કર્મો, લીધેલા પગલાંઓ, કરેલ વર્તનનું અવલોકન કરીને પછીજ કોણ સાચું કે ખોટું એનો નિર્ણય લેવો જોઈએ. સામાન્ય ભાષામાં કહીએ તો એક ખોટા બોલા માણસને પકડવો હોય, તો તેની વાતોથી નહીં પકડી શખાય, તેને તેનાં કામોથીજ પકડવો પડે.

જ્યારે બન્ને પક્ષ એકબીજાને ખોટા કહેતો હોય ક્યારે સાચા પક્ષ અને ખોટા પક્ષને ઓળખવો કેવી રીતે? ત્યારે આપણે પરિસ્થિતિ પ્રમાણે બન્ને પક્ષો તરફથી અપેક્ષિત પ્રતિક્રિયાની સામે તેમની વાસ્તવિક પ્રતિક્રિયા (Expected Reaction vs Actual Reaction) થી સરખાવવી પડે. જ્યારે આપણે સતપંથ સમાજ તરફથી અપેક્ષિત પ્રતિક્રિયા અને વાસ્તવિક પ્રતિક્રિયાને સરખાવશું, ત્યારે આપણે ચુકાદાના અમલીકરણ વિષે સતપંથ સમાજનો સાચો ઈરાદો અથવા તો આશય ખબર પડશે.

 

દાખલા તરીકે જ્યારે સતપંથ સમાજ કહેતો હોય કે અમે ઉમિયા માતાજી ઊંઝાના ચુકાદાનું પાલન કરીશું, ત્યારે સતપંથ સમાજ પાસેથી અપેક્ષા હોય કે ચુકાદાને જાહેરમાં આવકારે અને ચુકાદામાં જણાવ્યા પ્રમાણે પહેલાં તમામ કોર્ટ કેસો પાછા ખેંચી લે. આ છે તેમની પાસેથી અપેક્ષિત પ્રતિક્રિયા. તેની સામે સતપંથવાળાઓએ શું પ્રતિક્રિયા આપી એ સરખાવીને જોઈએ. આજ દિવસ સુધી ચુકાદાને સતપંથ સમાજે જાહેરમાં આવકાર્યો નથી. સતપંથવાળાએ કોર્ટ કેસ પાછા ન ખેંચ્યા. ઈમામશાહને છોડવાના બદલે ઈમામશાહની શિક્ષાપત્રીમાં બતાવેલ રસ્તા પર આગળ વધવાનું જાહેર નિવેદન સતપંથ સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું. નિષ્કલંકી નારાયણને છોડવાના બદલે નવા કહેવાતા મંદિરો ઊભા કરવામાં આવ્યા. પીરાણાને વધુ મજબૂત કેમ કરવું તેનાં માટે ચિંતન સભાઓ કે વિચાર ગોષ્ટી સભાઓ યોજવામાં આવી. ચુકાદાનું પાલન ખોરંભે ચડી જાય એ માટે અવનવી શરતો અમલીકરણ સમિતિની બેઠકોમાં રાખવામાં આવી. જેવી કે સતપંથના સાધુને પૂછીને ચુકાદાનું અમલ કરીશું, મિલકત મુસલમાનોના હાથમાં ન ચાલી જાય વગેરે વગેરે. ટૂંકમાં ઉમિયા માતાજી ઊંઝા દ્વારા રોક લગાડેલ તમામ કાર્યો કરવાની પ્રતિક્રિયા સતપંથ સમાજે આપનાવી. જેના પરથી આપણે ખ્યાલ આવે છે કે સતપંથ સમાજનો ઈરાદો ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાનો છે. પાલન કરવાના બદલે એ લોકો ઉમિયા માતાજી ઊંઝાનું અપમાન કરી રહ્યા છે.

 

આજ પદ્ધતિથી આપણે જાણીશું કે સતપંથીઓ દ્વારા ઊંઝાના ચુકાદાનું સંપૂર્ણ પણે પાલન કરવાની જે ઉપર છેલ્લી વાતો થાય છે તેની પાછળના તથ્યોમાં માત્ર સતપંથ ધર્મ છોડ્યા વગર સનાતન સમાજમાં ઘૂસવાનું ષડ્‌યંત્ર છે. આવું કરવાથી તેમને મળેલ હિંદુ ઓળખના દમ ઉપર પોતાની સતપંથ સમાજને છોડવાના બદલે તેને વધુ મજબૂત બનાવવાનો ઈરાદો છે. ત્યાર બાદ લાંબા ગળે, મૂળ સતપંથ ધર્મ પાળીને જે રીતે હિંદુ લોહાણાઓને ધીરે ધીરે ખોજા મુસલમાન બનાવી નાખવામાં આવ્યા, તેવી રીતે પીરાણા સતપંથમાં પણ હિંદુઓને મુસલમાન બનાવવાની ચાલ અનુકૂળ સમયે રમી શકાય, તે માટે હમણાંથીજ હિંદુ સમાજને નબળો (vulnerable) કરતા જવાનું પ્રપંચ છે.

2.    સતપંથીઓની પ્રતિક્રિયા:

સતપંથવાળા તરફથી આવેલ નોંધ લેવા પાત્ર અમુક પ્રતિક્રિયાઓ તરફ નજર કરીએ.

2.1.      ઊંઝાના ચુકાદાનો સ્વીકાર કરી બિનશરતે તેના પાલન માટે આવાહન કરતો કોઈ પણ જાહેર સંદેશો આજ દિવસ સુધી સતપંથ સમાજ તરફથી આવેલ નથી.

2.2.      અમલીકરણ સમિતિની બીજી મિટિંગમાં નક્કી થયેલ વાત કે સતપંથવાળા સતપંથ ધર્મ છોડી કાયમ માટે સનાતન ધર્મમાં સ્વીકારશે અને ઊંઝા દ્વારા આપેલ ચુકાદાને કોઈ પણ શરત વગર, સંપૂર્ણ પણે પાલન કરવા તૈયાર છે, એવો પત્ર આજ દિવસ સુધી આપેલ નથી.

2.3.      સતપંથ હિંદુ ધર્મ છે એવો ઉમિયા માતાજી ઊંઝાએ ચુકાદો આપેલ છે. આવી તદ્દન જૂઠી વાત તા. ૦૯ઓક્ટોબર૨૦૧૭ના સોસિયલ મીડિયામાં વોટ્સએપ પર મેસેજ ફરતો થયો હતો. અને આ મેસેજની સાથે એક ફોટો પણ ફરતો થયો હતો, જેમાં ઉમિયા માતાજી ઊંઝામાં ચુકાદો આપતી વખતે ભેગા થયેલ બન્ને પક્ષોના લોકો માતાજીની મૂર્તિ સામે ઊભા છે. આ મેસેજ ખોટો છે, એવું સતપંથ સમાજ તરફથી કોઈ ખંડન આવ્યું નથી.

2.4.      પ્રિન્સીપાલ સુરેશભાઈ ખેડબ્રહ્માવાળાએ, જે પોતે સતપંથ સમાજના પ્રખર આગેવાન છે, તેમના નામથી તા. ૧૦ઓક્ટોબર૨૦૧૭ના વોટ્સએપ મેસેજ ફરતો કર્યો હતો. તેમાં પણ ઉપર જણાવેલ ભ્રામક વાત લખી હતી.

2.5.      નખત્રાણાના નિષ્કલંકી નારાયણ ખાનામાં (ઉર્ફે મંદિરમાં) તા. ૨૭ થી ૨૯ઓક્ટોબર૨૦૧૭ વચ્ચે એક મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં મંચ ઉપરથી એવું આવાહન કરવામાં આવ્યું કે ગમે તે ભોગે સતપંથ ધર્મને ટકાવી રાખવો પડશે. તેમાં જાહેરમાં સ્વીકારવામાં આવ્યું કે તેમનું કર્મકાંડ જેણે વારિયજ્ઞ કહેવામાં આવે છે, તે મુસલમાન ધર્મના કર્મકાંડો સાથે સંલગ્ન છે. કોઈ ફરક નથી. ફરક માત્ર ભાષાનો છે. ઊંઝાના ચુકાદામાં આદેશ આપેલ છે કે તેઓએ સતપંથના ક્રિયાકર્મો છોડી દઈને હિંદુ ધર્મના ક્રિયાકર્મો કરવાનું કહેલ છે. ઊંઝાના ચુકાદાનું અપમાન કરતો આદેશ આ દિવસે આપવામાં આવ્યો કે સતપંથની તમામ સંસ્થાઓમાં, ખાનાઓ (ઉર્ફે મંદિરો)માં, સતપંથની સમાજોમાં આ ક્રિયાકાંડો જે વર્ષોથી કરી રહ્યા છે, તેને વળગી રહેવાનું છે.

2.6.      સનાતની સમાજ તરફથી ચુકાદાને આવકાર આપતો તા. ૦૧નવેમ્બર૨૦૧૭નો જાહેર સંદેશના પ્રત્યુત્તરમાં સતપંથી આગેવાનો તા.૦૨નવેમ્બર૨૦૧૭ના એક પેમ્પલેટ મારફતે અનામી મેસેજ વોટ્સએપ પર ફરતો કરવામાં આવ્યો, જેનામાં તેઓ ઘણી બધી બનાવટી વાતો લખી છે. તેમાં મુખ્ય છે કે

·                  અખિલ ભારતીય સંત સમિતિ અને હિંદુ ધાર્મિક અખાડાઓ દ્વારા સતપંથ સંપ્રદાયનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ તેને હિંદુ ધર્મનો અંગ તરીકેની માન્યતા આપેલ જ છે.”

·                  ચુકાદામાં લખેલ ઈમામશાહ શબ્દ મુસ્લિમ (ઈસ્લામધર્મ) સાથે જોડાયલો છે, જેથી મુસ્લિમ (ઈસ્લામધર્મ) ના કોઈપણ ક્રિયાકર્મવિધિ વિધાન સતપંથ સમાજે કરવી નહીં”. આ વિષે કંઈ લખવામાં આવેલ નહોતું. શા માટે? કંઇક છુપાવવા માટે જ હોય ને?

·                  ચુકાદામાં લખેલ હજી એક મહત્ત્વનો મુદ્દો કે પીરાણા પંથ વિષ્ણુ ભગવાનના દસ અવતારોમાં દસમાં અવતાર નિષ્કલંકી નારાયણએ હિંદુ ધર્મની માન્યતા વિરુદ્ધ છે. આ મહત્ત્વના વિષય ઉપર પણ મેસેજમાં કંઈજ જણાવેલ નહોતું. જેથી લોકોને સંપૂર્ણ હકીકતથી વંચિત રાખી, તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરેલ હતો.

આ પેમ્ફલેટ (Pamphlet) નું જાહેર ખંડન સતપંથ સમાજ તરફથી આવેલ નથી.

2.7.      ચંદુલાલ કરમશી કરીને કોઈ એક વ્યક્તિએ તા.૦૯નવેમ્બર૨૦૧૭ના સતપંથ તરફી ઊંઝાના ચુકાદા વિરુદ્ધ સોસિયલ મીડિયામાં એક પેમ્પલેટ ફેરવાયું હતું.

2.8.      ચુકાદામાં આદેશ આપેલ છે કે બન્ને સમાજો ભળી જઈને એક સમાજ તરીકે વ્યવહાર કરવાનો છે. સતપંથ પાસેથી અપેક્ષિત પ્રતિક્રિયા હતી કે તેઓ કમ સે કમ જ્યાં જ્યાં સતપંથ અને સનાતનની સમાજ ભેગી છે, ત્યાં માહોલ બગાડે નહીં. પણ વાસ્તવિક પ્રતિક્રિયા કેવી આપી? ગામ વિરાણી (ગઢ) માં જ્યાં સતપંથ અને સનાતનવાળાઓની વર્ષોથી સંયુક્ત સમાજ ચાલતી હતી, તેનાંમાંથી સતપંથ સમાજવાળાઓએ સનાતન વાળાને કાઢી નાખ્યા. પહેલાં તા.૧૨ડીસેમ્બર૨૦૧૭ના બન્ને સમાજોના સંયુક્ત વાસણો હતા, તેને સનાતનીઓને આપવાની ના પાડી દીધી. ત્યાર બાદ તા. ૧૯એપ્રિલ૨૦૧૮ થી સંયુક્ત સમાજવાડી પણ સનાતનીઓને વાપરવાથી રોકી દીધા. સતપંથવાળા આવું એટલા માટે કરી શક્યા કારણ કે એકતા, સંપ, સંગઠન, ગામમાં ભાગલા ન જોઈએ, સતપંથ અને સનાતન એકજ છે, એવી આદર્શવાદી વાતો કરીને, જનતાને ભોળવીને સમાજનું સંચાલન સતપંથવાળાઓએ પોતાની પાસે રાખેલ હતું. તેમનો અનુકૂળ સમય આવ્યો એટલે સનાતનીઓ સાથે વિશ્વાસઘાત કરી, સનાતનીઓને સમાજની મિલકતમાંથી બહાર કાઢી નાખ્યા. આ સંપૂર્ણ કાંડ ઊંઝાના ચુકાદાની અવગણના કરીને કરવામાં આવેલ છે.

2.9.      ચુકાદાનો એક મહત્ત્વનો ભાગ હતો કે હાલના સતપંથીઓ પીરાણાથી નીકળી જાય અને તેનું પીરાણાનું સંચાલન કેન્દ્રીય સમાજ કરે. જેથી કરીને લાંબે ગાળે કડવા પાટીદારો પીરાણામાં આવતા જતા ઓછા થઇ જાય. કેન્દ્રીય સમાજ પોતાના નીતિ નિયમો પ્રમાણે વહીવટ કરે, એવો આદેશ ચુકાદામાં આપેલ છે. જ્યારે સતપંથ પાસેથી અપેક્ષિત હતું કે પીરાણાના સંચાલનના હસ્તાંતરણ અંગે કેન્દ્રીય સમાજના આગેવાનોની સાથે વાતચીત કરી આગળ વધે. તેની જગ્યાએ સતપંથવાળાઓએ તા.૩૧ડીસેમ્બર૨૦૧૭ના પીરાણામાં એક ચિંતન સભા બોલાવી પીરાણાને કેમ ધમધમતું કરવું જેથી કરીને વધુમાં વધુ સંખ્યામાં લોકો પીરાણા આવજાવ કરે અને પીરાણા સાથે જોડાય.

2.10.   ઉમિયા માતાજી વાંઢાયમાં સતપંથવાળાઓને સનાતન સમાજમાં આવકારવા માટે ભરેલું સકારાત્મક પગલાંનો પ્રતિકાર સતપંથ તરફથી કેવો નકારાત્મક રીતે આવ્યો એ જોઈએ. કોલ્હાપુરના વીરજી લધા ભાદાણી, મૂળ દેશલપર (ગુંતલી) પરિવારની આ વાત છે. જેમના દીકરા રામજીભાઈ સતપંથના તત્કાલીન માજી પ્રમુખ છે. આ આખો પરિવાર સતપંથ ધર્મને કાયમ માટે છોડીને સનાતન સમાજમાં આવવા માટે તૈયાર હતો. પ્રક્રિયા નક્કી કરવા કોલ્હાપુર સનાતન સમાજ સાથે અવારનવાર અનેકવાર મિટિંગ પણ કરી ચૂક્યા હતા. બધા મુદ્દાઓનું સમાધાન થઇ ગયું હતું. બધુંજ નક્કી હતું. કોર્ટમાં જઈને માત્ર સહીં કરવાનું કામ બાકી હતું. અગાઉ એકાદ બે વખત કોર્ટમાં જજ સામે પોતાની આ ઈચ્છા ભાદાણી પરિવારે વ્યક્ત પણ કરેલ હતી. પણ વાંઢાયમાં સતપંથીઓને લેવાના કારણે એવી ભ્રમણાઓ ફેલાવવામાં આવી કે સનાતન સમાજવાળાઓએ હવે સતપંથને સ્વીકારી લીધો છે. જુઓ એટલેજ સનાતનીઓએ સતપંથવાળાને તેમની ઉમિયા માતાજી વાંઢાયની ધાર્મિક સંસ્થામાં લીધા છે. સતપંથ ધર્મ હિંદુ છે, એટલેજ હિંદુ ધર્મની આ સંસ્થામાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. આવી ભ્રમણાઓના કારણે તા. ૦૮ફેબ્રુઆરી૨૦૧૮ના અરસપરસ કોલ્હાપુરના આ ભાદાણી પરિવાર પોતાના નિર્ણયથી ફરી ગયું અને સતપંથમાં અટકીને રહ્યા. સનાતની સમાજની સકારાત્મક પગલાંનો કેવો દુરુપયોગ કરી સતપંથ સમાજને બચાવવમાં આવ્યો, તેની નોંધ લેવા ખાસ વિનંતી.

2.11.   તેજ અરસામાં એટલે કે લગભગ તા. ૦૮ફેબ્રુઆરી૨૦૧૮ની આસપાસ, લોનાવાલામાં સતપંથના પ્રેમદાસબાપુની એક શિબિરમાં ઊંઝાના ચુકાદાના અમલવારી વિષે પ્રશ્ન ઊભો થયો. ત્યારે જવાબ આપવામાં આવ્યો કે આપણે એટલે કે સતપંથ હિંદુ ધર્મજ છે. અને સનાતન સમાજવાળાઓને આપણને સ્વીકારી લીધા છે. જુઓને એટલેજ આપણા પ્રમુખ દેવજીભાઈ ભાવાણી, રતનશી લાલજી દીવાણી વગેરેને ઉમિયા માતાજી વાંઢાયમાં લીધા. સનાતનીઓને સકારાત્મક પગલાંનો કરેલ દુરુપયોગનો આ એક બીજો દાખલો છે.

2.12.   ઊંઝાના ચુકાદામાં આદેશ આપેલ છે કે નિષ્કલંકી નારાયણ હિંદુ ધર્મની માન્યતા વિરુદ્ધ છે. માટે સતપંથીઓએ નિષ્કલંકી નારાયણને માનવું નહીં. તેનાં બદલામાં કચ્છના ભારાપર (દુર્ગાપુર) ગામમાં નિષ્કલંકી નારાયણનું નવું મંદિર બંધાવવા માટે તા.૨૧ફેબ્રુઆરી૨૦૧૮ ના પાયાવિધિ કરવામાં આવી. આ પ્રસંગના ફોટોમાં વાંઢાયમાં સનાતન હિંદુ ધર્મને સંપૂર્ણ પણે સ્વીકારવાની બાહેંધરી આપનાર સતપંથના માજી પ્રમુખ શ્રી રતનશી લાલજી વેલાણી પણ દેખાય છે. જ્યારે ઉમિયા માતાજીના ચુકાદામાં આદેશ છે કે સતપંથ અને નિષ્કલંકી નારાયણને ત્યાગવાનું છે. ત્યારે સતપંથના લોકો નવેસરથી નિષ્કલંકી નારાયણના નવા કહેવાતા મંદિરો ઊભા કરવા લાગ્યા. સતપંથવાળાની આ નકારાત્મક પ્રતિક્રિયા દ્વારા તેઓએ માત્ર ઉમિયા માતાજી ઊંઝાના ચુકાદાનું નહીં પણ સનાતનીઓ દ્વારા બન્ને સમાજો વચ્ચે સદભાવ ઊભો કરવા માટે વાંઢાયમાં અપનાવેલ સકારાત્મક વલણનું સરાસર અપમાન કર્યું હતું. આ પ્રતિક્રિયાથી સનાતનીઓને એવો સંદેશ મળ્યો કે ગમે તેવા સારા પગલાં તમે ભરો, અમે ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, પીરાણા અને સતપંથને છોડશું નહીં. ઊંઝાનો ચુકાદાને અમો ગણકારશું નહીં.

2.13.   જ્યારે નિષ્કલંકી નારાયણને પૂજવાનું બંધ કરવાનો આદેશ ઊંઝાના ચુકાદામાં છે, ત્યારે તા.૧૧મે૨૦૧૮ના કુરબઈ ગામમાં એક નિર્ણય લેવામાં આવ્યો કે સતપંથ અને સનાતનની સંયુક્ત મિલકતમાં જૂના નિષ્કલંકી મંદિરને તોડીને નવું નિષ્કલંકી મંદિરને બાંધવું.

2.14.   સતપંથ સમાજના સંબંધો સનાતની સમાજથી કપાઈ ન જાય અને સતપંથને સનાતન સમાજવાળા સ્વીકારી લે, જેથી કરીને તેમનું અસ્તિત્વ ટકી રહે, તે હેતુથી તા. ૨૨અપ્રિલ૨૦૧૮ ના દેશલપર (વાંઢાય) ગામમાં સતપંથવાળાઓએ દીકરીઓ પ્રત્યેની લાગણીનો દુરુપયોગ કર્યો. નીયાણીને દાન આપવું છે, નીયાણીતો બધાની છે, નીયાણીઓમાં ધર્મ વચ્ચે ન લાવવો જોઈએ, એવી ડાહી ડાહી વાતોની આડમાં સનાતનીઓ સાથે એક સંયુક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં સતપંથ અને સનાતન બન્નેની દીકરીઓ અને જમાઈઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રચાર એવો હતો કે આ તો નીયાણાઓનો કાર્યક્રમ છે. આમાં ધર્મ ન હોય. એટલે આવા કાર્યક્રમ મારફતે સનાતનીઓ સાથે સતપંથના સંબંધો યેન કેન પ્રકારે જળવાઈ રહે. જેથી સતપંથ ધર્મ બંધ થવાના બદલે ચાલતો રહે. આ પ્રતિક્રિયા પણ ઊંઝાના ચુકાદાના વિરુદ્ધમાં હતી.

2.15.   સતપંથ સમાજની માસિક પત્રિકા સતપંથ પ્રકાશના ૧૫જૂન૨૦૧૮ના અંકના પાના ક્રમાંક ૧૦માં સતપંથ સમાજના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણીએ પ્રમુખીય નિવેદન બહાર પાડ્યું છે. એક બાજુ તેઓ સતપંથના મૂળ મૂલ્યો જેવા કે સદ્‌ગુરુ સૈય્યદ ઈમામશાહ બાવા દ્વારા પ્રસ્થાપિત ધર્મના ઉપદેશો અને શિક્ષાપત્રીને જાળવી રાખવા, સતપંથ ધર્મને ટકાવી રાખવા, નિષ્કલંકી નારાયણની પૂજા કરતા રહેવા માટે આવાહન કરેલ છે. અને બીજી બાજુ ઊંઝાના ચુકાદાનો સકારાત્મક અર્થકાઢીને આગળ વધવાનું જણાવેલ છે. અહીં સકારાત્મક અર્થશબ્દો વપારવા પાછળનો ઉદ્દેશ શું હોય શકે તે સમજવાની જરૂર છે. પ્રમુખીય નિવેદનમાં જણાવ્યા પ્રમાણે સતપંથીઓને

ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, સતપંથ અને પીરાણા છોડવું નથી. જ્યારે ઊંઝાના ચુકાદામાં તો ઈમામશાહ, સતપંથ, નિષ્કલંકી નારાયણ અને પીરાણાને છોડવાનું કહેલ છે. ઊંઝાનો ચુકાદો સતપંથ સમાજના વિરુદ્ધ છે. એટલે ચુકાદાને સતપંથ સમાજ સાથે સુસંગત કરવો હોય તો ચુકાદાનું એવું અર્થઘટન કરવું કે જેનાથી એવી અફવા ફેલાવી શકાય કે ચુકાદો સતપંથ વિરુદ્ધ નથી. એટલે પ્રમુખીય નિવેદનમાં સકારાત્મક અર્થશબ્દ વાપરીને ચુકાદાનું અર્થઘટન પોતાને સગવડ થાય એ રીતે કરેલ છે. સતપંથ સમાજ તરફથી નકારાત્મક પ્રતિક્રિયાનો આ એક બહુ મોટો દાખલો અને પુરાવો છે.

2.16.   તા. ૦૪જુલાઈ૨૦૧૮ ના સતપંથ સમાજના પ્રમુખ શ્રી દેવજીભાઈ કરસન ભાવાણી દ્વારા જ્ઞાતિજોગ સંદેશ બહાર પાડવામાં આવેલ હતો. આ સંદેશની નકલ ઉમિયા માતાજી ઊંઝા, ઉમિયા માતાજી વાંઢાય અને જેરામભાઈ વાંસજાળિયા તેમજ જયંતીભાઈ કાલરીયાને પત્ર મારફતે મોકલેલ હતી. આ પત્રમાં વાક્ચાતુર્ય (શબ્દોની રમત) વાપરીને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે ઉમિયા માતાજી ઊંઝાનો ચુકાદો સતપંથવાળાને મંજૂર નથી. અને તેઓ પાલન કરવાના નથી. આ જ્ઞાતિજોગ સંદેશમાં જાણાવ્યું છે કે ચુકાદાની કલમ ૨ (એટલે ઈમામશાહને છોડવા) અને કલમ ૭ (એટલે નિષ્કલંકી નારાયણને છોડવા) ના મુદ્દા ઉપર સતપંથ ધર્મના સંતો અને તેમના લગતાવળગતા સંતોના માર્ગદર્શન હેઠળ ઉકેલ લાવીને આગળ વધશે. (સમજવાની વાત અહીં એ છે કે સતપંથના સંતો ક્યારે પણ સતપંથીઓને ઈમામશાહ કે નિષ્કલંકી નારાયણને છોડવાનું નહીં કહે. કારણ કે એવું કરશે તો તેમની દુકાન બંધ થઇ જશે). સંદેશમાં એમ પણ જણાવ્યું છે કે ચુકાદાના અમલીકરણમાં અર્થઘટનની અસ્પષ્ટતાછે એટલે યોગ્ય અર્થઘટનદ્વારા અમલીકરણ થાય એવી અપેક્ષા રાખે છે. અર્થઘટનના મુદ્દા ઉપર ઊંઝાના વડીલોએ સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે ચુકાદો એકદમ સ્પષ્ટ છે. ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, સતપંથ અને પીરાણા છોડવાનું છે. પણ કારણ કે સતપંથવાળાઓને ચુકાદાનું પાલન નથી કરવું એટલે ચુકાદાનું મનગમતું અર્થઘટન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ નકારાત્મક પ્રતિક્રિયાથી સતપંથ સમાજવાળા એ સ્પષ્ટ કરી દીધું છે કે ઊંઝાના ચુકાદાને તેઓ માનવાના નથી.

3.    સતપંથની પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ:

3.1.    ઊંઝાના ચુકાદાનું પાલન કરવાની પહેલી ફરજ સતપંથ સમાજની છે. જેમાં કોર્ટમાં કરેલ કેસોને પાછા ખેંચવાથી લઇને ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, સતપંથ ધર્મને કાયમ માટે છોડવાનું છે અને પીરાણાનો વહીવટ કેન્દ્રીય સમાજને સોંપી દેવાનું છે. આ હતી સતપંથ સમાજ તરફથી અપેક્ષિત પ્રતિક્રિયા. સતપંથ સમાજવાળાઓ તરફથી આવેલ વાસ્તવિક પ્રતિક્રિયા જો અપેક્ષિત પ્રતિક્રિયા સાથે સુસંગત હોત તો તેમનો ઈરાદો ઊંઝાના ચુકાદાનું પાલન કરવાનો છે એ દેખાઈ આવ્યું હોત. પણ એવું ન થયું.

3.2.      વાણીથી તેઓ હંમેશાં એવું કહેતા આવ્યા છે કે ઊંઝાના ચુકાદાનું તેઓ સન્માન કરે છે, તેનું પાલન કરશે. પણ તેમનું વર્તન કંઇક બીજુંજ બતાવી રહ્યું છે.

3.3.      પોતાના વર્તનથી સતપંથ સમાજવાળાની ઉપર જણાવેલ પ્રમાણે વાસ્તવિક પ્રતિક્રિયાઓને બે ભાગમાં બાટીને સમજવી પડે.

1)       સતપંથ ધર્મને ટકાવી રાખવા કરવા માટે થતા તમામ પ્રયાસો કરવા. (દાખલા તરીકે: ઈમામશાહ, નિષ્કલંકી નારાયણને પકડી રાખવાના પ્રયાસો)

2)       સતપંથ ધર્મને સનાતનીઓ દ્વારા સ્વીકાર્ય કરવા માટે અને પોતાને ફાયદાકારક હોય એવા મુદ્દાઓનું અમલીકરણ કરવા માટે તત્પર રહેવું. (દાખલા તરીકે નીયાણીઓનો સંયુક્ત કાર્યક્રમ કરવો, અમલીકરણ સમિતિમાં ચર્ચા કરવી કે સમાજના નામોમાં સનાતનશબ્દ કાઢી નાખવો વગેરે)

3.4.      કોઈ પણ વિવાદ કે સમસ્યાના સમાધાન માટે જ્યારે પંચો ચુકાદો આપતા હોય છે, એ ચુકાદો બન્ને પક્ષને લાગુ પડે, માત્ર એક પક્ષને લાગુ પડે નહિ, જે સર્વવ્યાપી સામાન્ય સિદ્ધાંત તેમજ નિયમ છે. તેજ પ્રમાણે, ચુકાદાના પાલનની વાત આવે ત્યારે ચુકાદાનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું હોય છે. ચુકાદાને તોડી મરોડીને માત્ર પોતાને ગમતા હોય એવા મુદ્દાઓના પાલનની વાત કરવી કે આગ્રહ રાખવો એ ચુકાદાનું અપમાન છે. તેવીજ રીતે ચુકાદાનું ખોટું અર્થઘટન કરી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકાય એવા હતુંથી ચુકાદાનું હાર્દને બદલવાની કોશિશ કરવી એ પણ ચુકાદા અને પંચોનું અપમાન છે. ઉમિયા માતાજી ઊંઝા દ્વારા તા. ૦૮ઓક્ટોબર૨૦૧૭ના ચુકાદાના સાચા અમલીકરણથી બચવા માટે ઉપર જણાવેલ રીતે પોતાને ગમતા હોય એવા મુદ્દાઓનું પાલન કરવા અને પોતાને સગવડ થાય એ રીતે ચુકાદાનું અર્થઘટન કરવાની વાતો સતપંથ સમાજ તરફથી કરવામાં આવી.

4.    સતપંથવાળાઓએ ખૂબ ચતુરાઈથી “વાક્ચાતુર્ય ભરી” વાતોથી સ્પષ્ટ સંદેશ આપેલ હતો કે ઊંઝાના ચુકાદાનું અક્ષરે અક્ષર તેમજ હાર્દને બદલ્યા વગર ચુકાદાનું પાલન કરવા તેઓ તૈયાર નથી. સતપંથ સમાજની વાસ્તવિક પ્રતિક્રિયા એ તેમની અપેક્ષિત પ્રતિક્રિયાથી બિલકુલ વિપરીત હતી. જેનાથી સ્પષ્ટ થઇ ગયું કે સતપંથ સમાજવાળાનું માનસ ઊંઝાના ચુકાદાનું પાલન ન કરવાનું છે.

5.    સતપંથ સમાજ દ્વારા ચુકાદાના પાલનથી હાથ ઉપર કર્યા બાદ સનાતન સમાજની પ્રતિક્રિયા મહત્ત્વની હોઈ, સનાતની સમાજે તા. ૨૬ઓગસ્ટ૨૦૧૮ના નખત્રાણા ખાતે એક વિશેષ સભા બોલવવાનું નક્કી કર્યું. એ સભામાં ચંદ્રકાંતભાઈ છાભૈયા તરફથી તેમના ટીમ દ્વારા સતપંથ અંગે ભેગા કરેલ પુરાવાઓ પાછળની મહેનત અને ઊંઝામાં થયેલ પ્રક્રિયાની સંપૂર્ણ વિગતવાર જાણકારી આપી હતી. જે લગભગ પોણા બે કલાક સુધીની લાંબી રજૂઆત હતી. જે આ પુસ્તકના પેજ ક્ર ૭૭ થી ૧૦૫ માં આપવામાં આવેલ છે. આ રજૂઆતની એટલી ઊંડી અસર થઇ કે એજ સભાએ સર્વાનુમતે ૮ ઠરાવો પસાર કરવામાં આવ્યા. (જુઓ પેજ ક્ર.૧૮૮) જેણે બીજા દિવસે એટલે તા. ૨૭ઓગસ્ટ૨૦૧૮ની સામાન્ય સભામાં પણ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા. આ બન્ને સભાઓમાં વિરોધ તો દૂર, ઠરાવોને ઠેલવાનું કે ઢીલા કરવાનું સૂચન પણ આવ્યું નહિ. ચંદ્રકાંતભાઈની આ રજૂઆતના વીડિઓને અમુક સમાજોએ પોતાના સભ્યોને જાણ થાય એ હેતુથી ખાસ કાર્યક્રમ યોજી મોટા સ્ક્રીનમાં ચલાવ્યો

Leave a Reply