Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૧૫. સતપંથીઓએ સનાતનીઓને સાચા સિદ્ધ કરી દીધા

1.    વિશેષ સભા પછી તરતજ માત્ર ગણતરીના દિવસો પછી એટલે તા. ૦૮સપ્ટેમ્બર૨૦૧૮ના મુંબઈ પાસે આવેલ બદલાપુર ગામમાં સતપંથીઓએ ખાસ યુવાનોને ઉદ્દેશીને એક વિચાર ગોષ્ઠી સભા રાખેલ હતી. વિશેષ સભાના ઠરાવોની સતપંથીઓના આગેવાનો ઉપર કેવી અસર પડી એ આ સભામાં જોવા મળ્યું. સતપંથનો એક સાધુ શ્રી જનાર્દન મહારાજ, ફેજપુરવાળાએતો પોતાની ભાષા ઉપર સંયમ ખોઈ દીધો. વિશેષ સભા માટે એમને અભદ્ર, અશોભનીય, અસામાજિક અને કોઈ પણ સાધુને શોભે નહીં એવી ભાષાનો ઉપયોગ કર્યો. વિશેષ સભામાં પ્રસ્તુત કરેલ પુરાવાઓની સામે કોઈ સંતોષકારક જવાબ આપી ન શક્યા. માત્ર ઉડાઉ વાતો કરવા સિવાય કંઈ વિશેષ કહીં ન શક્યા. સતપંથ સમાજના પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણીની હાજરીમાં સતપંથ તરફથી અમલીકરણ સમિતિના એક સભ્ય શ્રી સી.. ભાઈલાલ કે પટેલએ સતપંથને ટકાવી રાખવા માટે નવા ફોર્મ્યુલાની વાત કરી. તેમને જણાવ્યું કે સતપંથના મૂળ બદલ્યા વગર સતપંથનો બાહ્ય દેખાવ બદલવા માટે સતપંથ ધર્મનું બ્રાન્ડીંગ અને પેકેજિંગ બદલવાની જરૂર છે. વર્ષો સુધી સનાતનીઓ જે આક્ષેપ સતપંથ ઉપર લગાડી રહ્યા છે, એ વાત ખુદ સતપંથવાળા પોતાના મોઢે જાહેરમાં કહેવા લાગ્યા. ઊંઝાની અમલીકરણ સમિતિ પણ આજ મુદ્દા ઉપર આવીને અટકી ગઈ. સનાતનીઓનું કહેવું હતું કે સતપંથના મૂળને (ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, પીરાણા અને સતપંથ) છોડી દો. ત્યારે સતપંથવાળાનું કહેવું હતું કે સતપંથનું મૂળ ક્યારેય નહીં છોડીએ. બીજા બાહ્ય ફેરફારો જે કહો તે કરવા તૈયાર છીએ. પણ જ્યાં સુધી સતપંથનું મૂળ છૂટે નહીં, ત્યાં સુધી બાહ્ય ફેરફારનો કોઈ અર્થ નથી. આ દિવસ સુધી સતપંથની છૂપી ચાલ લોકોને સમજાવવા માટે ખૂબજ મહેનત લાગતી હતી. પણ આ સભા પછી જનતા સતપંથની રમતોને સારી રીતે સમજવા અને સ્વીકારવા લાગી ગઈ છે.

2.    ત્યાર બાદ તા. ૨૩સપ્ટેમ્બર૨૦૧૮ના પીરાણા સતપંથની સર્વોચ્ચ તેમજ માતૃ સંસ્થા ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ (ટૂંકમાં ધી ઈમામશાહ બાબા સંસ્થા કમિટી, પીરાણા) એ જાહેર સમાચાર પત્રોમાં એક જાહેર જનતા જોગ ખુલાસોપ્રકાશિત કર્યો. આ ખુલાસામાં તેઓએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના તા. ૦૮ઓક્ટોબર૨૦૧૭ના રોજે આપેલ ચુકાદાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો. સાથે એવું જણાવવામાં આવ્યું કે ઊંઝાના લવાદના આ નિર્ણયને અનુયાયીઓ સ્વીકારતા નથી. આ જાહેર ખુલાસાને કચ્છ મિત્ર (ભુજ પાના ક્ર. ), ગુજરાત સમાચાર (અમદાવાદ પાના ક્ર. ૧૫), (રાજકોટ પાના ક્ર. ૧૩), (ભુજ પાના ક્ર. ૧૫), સંદેશ (અમદાવાદ પાના ક્ર. ) માં વાંચવા મળેલ છે. પીરાણા સતપંથનો આ જાહેર ખુલાસો આ પુસ્તકમાં પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.

3.    પીરાણા સતપંથની માતૃ સંસ્થા તરફથી સ્પષ્ટ શબ્દોમાં આવેલ ખુલાસા પછી ઊંઝાના ચુકાદાના અમલીકરણ માટે કોઈના મનમાં હવે કોઈ આશા બચી નહીં. સતપંથીઓ માટે કુમળું વલણ રાખનારાઓએ પણ હવે સતપંથની તરફદારી કરવાનું છોડી દીધું.

4.    મજાની વાત અહીં એ છે કે ઉપર જણાવ્યા પ્રમાણેનો જાહેર ખુલાસો આવ્યા બાદ પણ સતપંથવાળા ઊંઝાવાળાને એવી બાહેંધરી આપતા હતા કે અમે ઊંઝાનો ચુકાદો સ્વીકારવા તૈયાર છીએ. અમારામાં અમુક કટ્ટરવાદી લોકો છે, એ લોકોના દબાણમાં આ જાહેરાત થઇ છે. ઊંઝા પંચના વડીલોએ જણાવ્યા પ્રમાણે જ્યારે એ લોકોને પૂછવામાં આવતું કે આવા કટ્ટરવાદી લોકો કોણ છે? તેમના નામ આપો. તેમની સાથે ફોન ઉપર વાત કરાવો. અમે તેમને સમજાવશું, ત્યારે સતપંથવાળા કોઈ જવાબ આપી શકતા નહોતા. જેથી સ્પષ્ટ થઇ ગયું કે કટ્ટરવાદી માણસોની વાત એ માત્ર એક બહાનું હતું.

5.    તેમ છતાં મળેલ જાણકારી પ્રમાણે ઊંઝાના વડીલોએ સતપંથના પ્રમુખશ્રી દેવજીભાઈ કરસન ભાવાણીને કહ્યું કે સતપંથ સમાજ તરફથી તમે એક જાહેર ખુલાસો છાપાંઓમાં પ્રકાશિત કરો કે ઊંઝાના ચુકાદાને સતપંથ સમાજ સ્વીકારે છે અને ચુકાદાનું હાર્દ બદલ્યા વગર સંપૂર્ણ રીતે પાલન કરશે. આજ દિવસ સુધી આવો કોઈ જાહેર ખુલાસો સતપંથ સમાજ તરફથી આવેલ નથી. જેથી ફરીથી એજ વાત સ્પષ્ટ થાય છે કે સતપંથવાળાઓ ઊંઝા માતાજીનું અપમાન કરી રહ્યા છે.

6.    ત્યાર બાદ પીરાણા સતપંથની સર્વોચ્ચ અને માતૃ સંસ્થા ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ જેણે ઊંઝાના ચુકાદાને વખોડતો જાહેર ખુલાસો પ્રકાશિત કરેલ હતો અને કહ્યું હતું કે પીરાણા સંસ્થાનો મુસલમાન ધર્મ સાથે કોઈ સંબંધ નથી, એજ સંસ્થાના ત્રણ મુસલમાન સૈય્યદ ટ્રસ્ટીઓએ તા. ૨૮સપ્ટેમ્બર૨૦૧૮ના દિવ્ય ભાસ્કર અમદાવાદ પાનાં ક્ર. ૧૫ માં એક ખુલાસો પ્રકાશિત કર્યો. આ ખુલાસામાં તેઓએ જનતાને જણાવ્યું કે આ સંસ્થા ચેરિટી કમિશ્નરના કચેરીમાં ઈ૭૩૮ ક્રમથી રજીસ્ટર્ડ છે. આ સંસ્થાના સરકારી અને રજિસ્ટર્ડ રેકર્ડ મુજબ સંસ્થાના ઉદ્દેશ્યો નીચે મુજબ છે.

1)       હજરત પીર ઈમામશાહ બાવાની દરગાહ શરીફ ઉપર નિયમિત રીતે રાતદિવસ ચાલુ ચિરાગ, સંદલ, ઉર્ષ, નિયાઝ, ફાતેહા વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવા.

2)       દરગાહની જાળવણી કરવા.

3)       હઝરત પીર ઈમામશાહ બાવાના વંશજ સૈયદોને સ્કીમ સાથે એપેન્ડીક્ષ પ્રમાણેના હક્કો આપવા વગેરે એવા અન્ય ઉદ્દેશ્યો પણ છે.

સૈયદોના આ ખુલસામાં એવું જાણવવામાં આવ્યું કે પીરાણાની સંસ્થાના PTR ના ઉદ્દેશો જોતાં પણ સાબિત થાય છે કે સદર સંસ્થા એ મુસ્લિમ રીતરિવાજો અને પરંપરા સાથે સંબંધ ધરાવે છે. આ ખુલાસો પણ અહીં પ્રકાશિત કરવામાં આવેલ છે.

સૈયદો તરફથી આવેલ આ જાહેર ખુલાસો, જેનો આધાર કોર્ટ દ્વારા ગડવામાં આવેલ પીરાણાના બંધારણ અને ચેરિટી કમિશ્નરની કચેરીમાં રજિસ્ટર્ડ દસ્તાવેજો હતું, તેની સાથે પીરાણા સતપંથની સંસ્થામાં ત્રણ મુસ્લિમ સૈયદ ટ્રસ્ટી છે, એ હકીકત દ્વારા જાહેર જનતાને સાબિતી મળી ગઈ કે પીરાણા સતપંથ મુસ્લિમ ધર્મ છે.

7.    તેનાં પછી, સનાતન સમાજની મુખ્ય સંસ્થાઓ એટલે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ – નખત્રાણા, શ્રી ઉમિયા માતાજી ઈશ્વરરામજી અન્નક્ષત્ર ટ્રસ્ટ – વાંઢાય, શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ – દેસલપર વાંઢાય, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ – રવાપર, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવાસંઘ – નખત્રાણા, શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ- નખત્રાણા એ એક જાહેર ખુલાસો સમાચાર પત્રોમાં પ્રકાશિત કર્યો. તા. ૦૭નવેમ્બર૨૦૧૮ના કચ્છ મિત્ર, ભુજ પાનાં ક્ર.૧૫, ગુજરાત સમાચાર, અમદાવાદ પાનાં ક્ર. , વડોદરા પાનાં ક્ર. , ભુજ પાનાં ક્ર. , રાજકોટ પાનાં ક્ર. , સુરત પાનાં ક્ર. અને તા. ૦૮નવેમ્બર૨૦૧૮ના મુંબઈની આવૃત્તિ પાનાં ક્ર.૩ માં પ્રકાશિત થયેલ. આ ખુલાસામાં ઊંઝાના ચાલેલ ત્રણ વર્ષ સુધી લાંબી પ્રક્રિયાની જાણકારી આપવામાં આવેલ અને પીરાણા સતપંથના કારણે હિંદુ ધર્મ પાળતા કચ્છ કડવા પાટીદાર સનાતની જ્ઞાતિનું ગૌરવ અને લાગણી દુભાય છે. ઊંઝા સંસ્થાનો અનાદર સતપંથીઓ કરે છે એટલે એવા લોકો સાથે ધાર્મિક અને સામાજિક સંબંધો જાળવવા અસમર્થ છે. ચુકાદા પ્રમાણે અગર સતપંથીઓ ઈમામશાહ બાવા, સતપંથ, નિષ્કલંકી નારાયણ વગેરેને કાયમ માટે છોડીને આવશે ત્યારે તેમને સ્વીકારવા તૈયાર છે, એવો વધારાનો ખુલાસો પણ કરેલ હતો. આ સંપૂર્ણ ખુલાસો પણ અહીં છાપવાવાળા આવેલ છે.

8.    બીજી બાજુ સતપંથીઓ દ્વારા વાક્ચાતુર્ય (તાકિયા) ભરી છેતરામણી યુક્ત વાતો ચાલુ જ રહી. જેમ કે  જ્યારે ઊંઝા માતાજીના અપમાનના મુદ્દા ઉપર સનાતનીઓ આક્રોશમાં આવે ત્યારે સતપંથી લોકો દ્વારા નિવેદનો અને રજૂઆત કરવામાં આવે કે

અમે (સતપંથી) લોકો હિંદુ ધર્મના રીત રિવાજો અને ધાર્મિક ઉદ્દેશો પ્રમાણે ચુસ્ત રીતે પાલન કરવા માટે કટિબદ્ધ છીએ.”

પહેલી નજરે આ નિવેદન સાંભળીને કોઈ પણ સનાતની કે હિંદુ ખુશ થાય. પણ ઊંડાણથી વિચારો તો આની પાછળનું વાક્ચાતુર્ય દેખાશે. સતપંથ વાળા કાયમ (ખોટો) પ્રચાર કરતા આવ્યા છે (પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે) કે સતપંથ એ હિંદુ ધર્મનો ફાંટો છે. એક ચતુરાઈ અહીં એ છે કે ઉપરના વાક્ય પ્રમાણે એ લોકો હિંદુ ધર્મના રીત રીવાજ (એમની ભાષામાં સતપંથ ધર્મના રીત રીવાજ) વગેરે વગેરે પાળવા તૈયાર છે. એટલે એક બાજુ સામાન્ય હિંદુઓ એટલે સનાતનીઓને ઉપર જણાવેલ વાક્યથી ખુશ કરી દે. બીજી બાજુ પોતાનો સતપંથ ધર્મ છોડે નહીં. આવી પરિસ્થિતિમાં આ લોકો પાસેથી એવું નિવેદન કે રજૂઆત નહીં આવે કે

અમે લોકો સતપંથ ધર્મને સંપૂર્ણ રીતે તેમજ કાયમ માટે છોડીને હિંદુ ધર્મના રીત રિવાજો અને ધાર્મિક ઉદ્દેશોનું ચુસ્ત રીતે પાલન કરીશું. અમારા માટે સતપંથ ધર્મ એ હિંદુ સનાતન ધર્મનો ભાગ નથી

આવોજ વાક્ચાતુર્યનો એક બીજો દાખલો છે ઈમામશાહને લઇને. જ્યારે ઈમામશાહ મુસ્લિમ છે માટે એક સતપંથી મુસલમાનને માને છે એવી વાતના કારણે જાહેરમાં જ્યારે સતપંથીને શરમ આવે, ત્યારે વાક્ચાતુર્ય વાપરીને પોતાના જવાબમાં એવું કહેશે કે…

“ઈમામશાહ કહી ગયા છે કે તેઓ જ કરે તેમ ન કરવું પણ જેમ કહ્યું છે તેમ કરવું”

તેવી રીતે કહેવામાં આ આવે છે કે…

“અમે ભગવાન વિષ્ણુના પહેલા ૯ અવતારને “વંદન” કરીએ છીએ અને ૧૦ અવતારને “નમન” કરીએ છીએ.”

આમાં “વંદન” અને “નમન” શબ્દોની રમત છે. એટલે કે ભગવાન વિષ્ણુના પહેલા ૯ અવતારોની માત્ર “પ્રશંસા” કરીએ છીએ અને ૧૦ અવતાર (નિષ્કલંકી નારાયણ) સામે નમીએ છીએ એટલે પૂજીએ છીએ.

સામાન્ય રીતે સતપંથથી અજાણ વ્યક્તિને પ્રતિક્રિયા શું આપવી એ ખબર ન પડે. એટલે પેલો સતપંથી જાહેરમાં શરમ અનુભવવાથી પોતાનો બચાવ કરી જાય. આ છે વાક્ચાતુર્ય રમત. 

વાક્ચાતુર્યના વપરાશના કારણે સતપંથી લોકો સતત તેમના હિંદુ ભાઈઓની લાગણી અને ભાવનાઓ સાથે રમત કરતા આવ્યા છે. અમે હિંદુ રીત રિવાજો પાળવા તૈયાર છીએ કહીને પોતાના મુસલમાની સતપંથ ધર્મને હિંદુ ધર્મનો ભાગ ગણાવી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખતા હોય છે. જ્યારે સનાતનીઓ આવી વાક્ચાતુર્યને ઓળખી જશે, ત્યારે સતપંથીઓની ચાલો ખુલ્લી થઇ જશે. હાલના સમયગાળામાં સતપંથની તમામ ચાલો અને રમતો જાહેરમાં ખુલ્લી થઇ રહી છે. જેના કારણે સનાતનીઓમાં વધુ જાગૃતિ ફેલાઈ રહી છે.

9.    વિશેષ સભા પછી સતપંથીઓ દ્વારા ઉપર જણાવ્યા પ્રમાણે લીધેલ પગલાંઓના કારણે, પોતાના વર્તન અને વાણીથી સાબિત કરી દીધું કે એ લોકો ઊંઝાનો ચુકાદો કોઈ કાળે સ્વીકારશે નહિ. એનાથી વધુ એક વાત સાબિત થાય છે કે નખત્રાણા ખાતે તા. ૨૬ઓગસ્ટ૨૦૧૮ની લેવાયેલ વિશેષ સભામાં કરેલ ઠરાવો સાચા અને સમય પ્રમાણે ખૂબજ જરૂરી હતા.

10. ઉપર જણાવેલ તમામ મુદ્દાઓ પરથી જણાઈ આવે છે કે સનાતનીઓ સાચા છે એવું સિદ્ધ સતપંથીઓએજ કરી આપેલ.

Leave a Reply