Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

<< 

>>

૧૭. કપટ, છેતરપિંડી અને વિષયાંતર – ત્રિ સ્તરીય માનસિક યુદ્ધ

Deceit, Deception and DiversionThe 3D Mental Warfare

 

A.  પૂર્વભૂમિકા:

 

સતપંથનો પાયો ઇસ્લામના તાકિયાપ્રમાણે જુઠ્ઠાણા અને છેતરપિંડી ઉપર રાખવામાં આવેલ છે, એ હવે પૂરેપૂરી રીતે સમજાય એવી વાત છે. જેવું કોઈ જુઠ્ઠાણું પકડાય એટલે પોતાની પોલ છુપાવવા બીજું નવું જુઠ્ઠાણું તૈયાર કરવામાં આવે. બીજું પકડાય એટલે ત્રીજું. આવી રીતે નવાનવા જુઠ્ઠાણાઓ તૈયાર કરવાની પરંપરા આજ દિવસ સુધી ચાલુજ છે. છેતરપિંડી એટલી ઊંડી અને છુપાયેલી હતી કે સતપંથના અનુયાયીઓને પણ ખબર ન પડી કે તેઓ કોઈના શિકાર બની રહ્યા છે. કલિયુગનો સાચો હિંદુ ધર્મ એટલે સતપંથ, મૂળ હિંદુ ધર્મ નહીં. આવી છેતરામણી ભરી વાતોના દમ ઉપર સતપંથમાં લોકોને આકર્ષિત કરવામાં આવ્યા. સતપંથની પોલ દુનિયા સામે ખુલ્લી ન થઇ જાય એ માટે અનુયાયીઓને પોતાના નવો ધર્મ ગુપ્ત રાખવા માટે ધાર્મિક રીતે સાચા ખોટા પ્રલોભનો અને લાલચો આપવામાં આવતી.

ગોઠવણ એટલી સજ્જડ હતી કે સતપંથ તરફ આકર્ષિત થનાર લોકોને કોઈ પણ જાતની કલ્પના ન આવે કે તેમનું ધર્મ પરિવર્તન થઇ રહ્યું છે. સતપંથમાં આકર્ષિત થનાર લોકો પોતાને એક સાચા હિંદુ કરતાં પણ ઉચ્ચ કોટીનો હિંદુજ સમજતા રહે. કડવા પાટીદાર જ્ઞાતિની પીરાણા સતપંથ સામેની લડાઈને આજે લગભગ ૫૦૦ વર્ષ થયા છે. ઊંઝાની આસપાસના વિસ્તારોમાં રહેતા પીરાણા સતપંથીઓને જ્ઞાત બહાર કરવામાં આવેલ ઘટનાથી શરુ થયેલ આ લડાઈ છે.

માનસિક યુદ્ધ નીતિથી શરુ થયેલ સતપંથ ધર્મની તાકિયા રણનીતિ ૫૦૦ થી પણ વધારે વર્ષ સુધી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ માટે છૂપી રહી. પીરાણા સતપંથીઓની સમાજ તાકિયાથી અજાણ હોવા છતાં, તેનો ખૂબ મોટો વર્ગ (આજે ૯૫% જેટલા) પીરાણા સતપંથને છોડી શકવામાં કામિયાબ રહ્યો છે. તેની પાછળનો મુખ્ય કારણ છે, તેમના સાથે થયેલ છેતરપિંડીની જાણ થતા, તેઓના મનમાં પીરાણા સતપંથ માટે નિર્મિત ઘૃણા.

જ્યારે પોતે એક હિંદુ હોવાનું ગૌરવ લેતા વ્યક્તિને ખબર પડે કે પોતે હકીકતમાં મુસલમાન બનવાના રસ્તા પર ચાલી રહ્યો છે, ત્યારે તેની માનસિક દશા કેવી ભૂંડી થાય એ તો કલ્પના જ કરવી રહી. રાતો રાત એના મિત્રો, સગાં સંબંધીઓ, અન્ય હિંદુ જ્ઞાતિના લોકો તરફથી મળતી પ્રતિક્રિયાઓમાં મોટો ફેરફાર દેખાવા લાગે. આવી પરિસ્થિતિમાં પીરાણા સતપંથનો સમાજ ખાસ છેલ્લા ૧૦૦ વર્ષથી ચાલે છે. તેનાં કારણે તેમની સંખ્યા દિવસે દિવસ ઘટતી જાય છે.

પોતાની ઘટતી જતી સંખ્યાને અટકાવવા માટે, પીરાણાના પ્રચારકોએ ફરીથી સુધારેલ તાકિયાનો પ્રયોગ શરુ કર્યો. સતપંથના ધાર્મિક પુસ્તકોને હિંદુ રૂપ આપવામાં આવ્યું. અજાણ અને ભોળા હિંદુ સાધુ સંતોના મદદથી પીરાણા સતપંથ એ હિંદુ ધર્મનો ભાગ છે એવો બાહ્ય દેખાવ ઊભો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. BJP, VHP, RSS જેવા ધાર્મિક સંગઠનોનો પણ લાભ લેવામાં આવ્યો. સતપંથ હિંદુ ધર્મ નથી એ વાત છુપાવવા, પીરાણા સતપંથના પ્રચારકો દ્વારા તાકિયાના પાયા ઉપર માનસિક લડાઈ (Mind War / Mental Warfare) શરુ કરવામાં આવી.

 

B.  સત્ય અને માનસિક લડાઈનું જોડાણ બેજોડ છે:

 

ટૂંકમાં કહીએ તો પીરાણા સતપંથ એ હિંદુ ધર્મ નથી, એ વાત જ્યારે ૯૫% જેટલી જ્ઞાતિ સ્વીકારતી હોય, ત્યારે ઝગડો હવે સાચું શું છે કે ખોટું શું છે એનો નથી રહ્યો. હવે ઝગડો છે સતપંથના અસ્તિત્વ ટકાવવાનો. પીરાણા સતપંથના પ્રચારકોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હિંદુઓને બેવકૂફ બનાવતી રણનીતિઓને નવા રૂપમાં એટલે સુધરેલા તાકિયાના રૂપમાં અમલમાં મૂકી છે. માટે આ માનસિક લડાઈ શું છે અને તેને કેવી રીતે લડી શકાય એના તરફ આપણે નજર કરીશું.

1.    હાલના સમયમાં લડાઈનો પ્રકાર બદલી ગયો છે. સામાન્ય રીતે સમાજમાં લડાઈ સાચું શું છે એ સાબિત કરી પોતાનું લક્ષ્ય સાધવા માટેની હોય છે. આને કહેવાય સત્યની લડાઈ. પણ હાલની લડાઈનો ઉદ્દેશ્ય બદલી ગયો છે. હાલની લડાઈ માનસિક રીતે સર્વોચ્ચતા જાળવવા માટે થઇ રહી છે.

2.    સતપંથની માનસિક લડાઈમાં તેઓ સત્યને કેન્દ્રમાં રાખીને લડી નહીં શકે. તેઓનું લક્ષ સામેવાળાના મગજ ઉપર હાવિ થઇ તેને થકાવવાનું છે. સામેવાળાને માનસિક રીતે થકાવવા અથવાતો માનસિક રીતે પોતાના વશમાં કરી લેવાની લડાઈ સતપંથવાળાઓની હોય છે. જેણે માનસિક લડાઈ કહેવામાં આવે છે. જેણે બૌદ્ધિક આતંકવાદ પણ કહી શકાય.

3.    એક પક્ષ (હિંદુ સનાતન સમાજ) સતપંથ શું છે, એની સચ્ચાઈ લોકો સામે ઉજાગર કરવાના હેતુથી પ્રયાસો કરી રહી છે. ત્યારે બીજો પક્ષ (સતપંથ સમાજ) જાણે માત્ર માનસિક સર્વોચ્ચતા મેળવવા કહો કે માનસિક રીતે હાથ ઉપર રાખવા પ્રયાસો કરી રહી છે, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ છે બન્ને પક્ષો માટે લડાઈનો સાચો હેતુ.

4.    બન્ને પક્ષોના લડાઈ કે પ્રયાસો પાછળના હેતુઓ જ્યારે જ્યારે જુદા જુદા હોય, ત્યારે લડાઈ ક્યાં આવીને અટકે? સનાતનીઓ સચ્ચાઈ મેળવી લે ત્યારે લડાઈ પૂરી કરે ત્યારે સતપંથવાળા લડતા રહેશે. કારણકે તેમનો હેતુ માનસિક સર્વોચ્ચતા મેળવવાનો છે. સતપંથવાળા માનસિક સર્વોચ્ચતા મેળવી લે અને લડાઈ પૂરી કરવા ચાહે, ત્યારે સનાતની પૂરી ન કરી શકે કારણ કે એ જૂઠના દમ પરજ હોય. સચ્ચાઈ જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી લડાઈ પૂરી કરવા સનાતનીઓ નહીં આપે. તો પછી આનો અંત કેવી રીતે આવે?

5.    આવી લડાઈઓમાં સામાન્ય રીતે માનસિક લડાઈ લડવાવાળાઓ વધારે પડતા કિસ્સાઓમાં જીતતા હોય છે. જે પક્ષ સચ્ચાઈ મેળવવા માટે લડતો હોય, એ થોડા સમય માટે બીજા પક્ષને અટકાવી શકે, પણ ખૂબ જૂજ કિસ્સાઓમાં એ પક્ષ જીતતો હોય છે. જ્યારે બીજો પક્ષ જે માનસિક લડાઈ લડી રહ્યો હોય એની લડાઈ જીતવાની સંભાવના સારી હોય છે. માનસિક લડાઈ લડતા પક્ષની હાર થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે, કારણને ખૂબ ઊંડી રણનીતિથી લડાઈની તૈયારી કરવામાં આવેલ હોય. જ્યારે બીજો પક્ષની પાસે કોઈ ખાસ તૈયાર ન હોય.

6.    માનસિક રીતે લડતો પક્ષ ત્યાં સુધી નથી હારતો કે જ્યાં સુધી એ પોતે માનસિક રીતે હાર સ્વીકારી ન લે. જ્યાં સુધી એ હાર સ્વીકારતો નથી ત્યાં સુધી એના મગજમાં પોતાના વિરોધીને હરાવવા અવનવા પ્રપંચો તૈયાર થતાં હોય.

7.    પણ સત્યની લડાઈ લડવા વાળાને નિરાશ થવાની જરૂર નથી. સત્ય અને માનસિક લડાઈનું જોડાણ ખૂબજ ઘાતક હોય છે. આ જોડાણથી જૂઠ્ઠા પક્ષને હરાવી શકાય છે. સનાતનીઓના પક્ષમાં પહેલાંથીજ સત્ય તો છેજ, જે સતપંથના પક્ષમાં નથી. માટે આ લડાઈમાં સનાતનીઓનો હાથ ઉપર રહી શકે એમ છે. માત્ર થોડી માનસિક લડાઈની અટકળો/તકનીકો શીખવી જરૂરી છે. તેનું અમલીકરણ પોતાના મેળે થઇ જશે. સત્ય અને માનસિક લડાઈનું જોડાણનો કોઈ તોડ નથી. પીરાણા સતપંથીઓ પાસે સત્ય નથી એટલે તેઓ આવું જોડાણ કરી શકે એમ નથી.

 

C.  માનસિક (બૌદ્ધિક) પ્રહારો:

 

હવે ભવિષ્યમાં સંઘર્ષો /લડાઈઓ મગજથી લડાશે. વિરોધીઓના મગજને પોતાના નિયંત્રણમાં રાખવા માટેની લડાઈઓ થશે. લોકોના મગજને ભ્રષ્ટ કરી સ્વતંત્ર રીતે વિચર કરવાની તેમની શક્તિને પાંગળી કરી નિષ્પક્ષ (fair) અને તર્કસંગત (rational) વિચાર કરવાની ક્ષમતામાં અવરોધો લાવવા માટે પ્રયત્નો થતા રહેશે. માનસિક હમલાવરની કોશિશ એવી રહેશે કે પોતાના વિરોધીનું મગજ એટલુંજ ચાલે જેટલું એ ઈચ્છે. આ હશે બૌદ્ધિક આતંકવાદની ચરમ સીમા. આપણી ભાવિ પેઢીને આવી મગજની લડાઈઓ માટે તૈયાર કરવી પડશે.

મગજની લડાઈ ઉર્ફે માનસિક લડાઈમાં કપટ, છેતરપિંડી અને વિષયાંતર (Deceit, Deception and Diversion = 3D) મુખ્ય હથિયારો હોય છે. તેની સાથે મૂંઝવણ અને ભ્રષ્ટતા (Confusion and Corruption = 2C) નો સહારો લેવામાં આવે છે.

હમણાં સુધી જે માનસિક પ્રહારોનો સામનો સનાતન સમાજને કરવો પડ્યો છે, તેનાં અમુક મહત્ત્વના દાખલાઓ નીચે પ્રમાણે છે;

1)    પોતાની માનસિક સર્વોચ્ચતા જાળવવા, વિવાદો (ઉર્ફે લડાઈ)માં પોતાનો હાથ યેન કેન પ્રકારે ઉપરજ રાખવો. તેના માટે ખોટું બોલવું, સામેવાળાને ખોટી રીતે ઉતારી પાડવું, જૂઠ્ઠા આક્ષેપો નાખવા, વાયદાઓ આપીને ફરી જવું, વગેરે વગેરે. જે પણ કરવું પડે તે કરવું. પણ પોતાનો હાથ ઉપર રાખી પોતાનો અહમ્‌ ટકાવી રાખવો અને એવી છાપ ઊભી કરવી કે જાણે સતપંથવાળાજ સાચા છે. ભલે પછી ન હોય તો પણ પોતાની ગરિમાને ઠેસ પહોંચાડવા નજ દેવી. આવા વિવાદો કે લડાઈમાં હંમેશાં સત્યનો ભોગ લેવાતો હોય છે.

2)    પ્રેમ, એકતા, સંપ, સંગઠન, માનવ ધર્મ, સર્વધર્મ સમભાવ વગેરે આદર્શવાદી સિદ્ધાંતોને હથિયાર તરીકે વાપરવામાં આવે. આવી વાતોના કારણે લોકો મુંઝાઈ જાય કે ધર્મના બાબતમાં શું કરવું અને પોતાના જીવથી પણ વહલા સનાતન હિંદુ ધર્મ પ્રત્યે મક્કમતા બતાવવામાં સંકોચ અનુભવે અથવા મક્કમતાને ઢીલી કરી દે. ધીરે ધીરે અન્ય પરધર્મની વાતોને સ્વીકાર્ય કરતા થાય. જે લોકો પહેલાં સનાતન ધર્મને સર્વોચ્ચ માનતા હોય, એ લોકો હવે બીજા ધર્મને પણ સારો ગણતા થઇ જાય. સૌમ્ય રીતે કરવા આવતા ધર્મ પરિવર્તનનો આ પહેલું પગલું છે.

3)    સમય પસાર કરવાની રણનીતિ અપનાવામાં આવે. દીવા જેવી ચોખ્ખી વાત હોય અને એને સ્વીકારવી ન હોય તો શ્રદ્ધાનો વિષય છે, ધીરે ધીરે લોકોને શ્રદ્ધાને બદલવી પડે. રાતો રાત શ્રદ્દા બદલી ન શકાય, આવી વાતો કરી સમય પસાર કરવાની ચાલ રમવામાં આવે. સનાતનીઓની કેન્દ્ર સમાજ બની ત્યારથી આવી વાતો સાંભળવા મળેલ છે. અમે તો સનાતનમાં માનીએ છીએ, પણ મોટી ઉંમરના અમારા વડીલો છે, ત્યાં સુધી અમને સતપંથમાં રહેવાની છૂટ આપો. પછી સનાતનમાં આવી જશું. આજે એ વાતો કરનારા પોતે મોટી ઉંમરના થઇ ગયા છે, તો તેમના સંતાનો પણ આવીજ વાતો કરીને સમય પસાર કરવાની ચાલ રમી રહ્યા છે. સતપંથ સામેની લડાઈને આજે ૫૦૦ વર્ષ થઇ ચૂક્યા છે. હવે કેટલો સમય આપવો?

4)    વ્યક્તિગત “લાલચ” અને “અહમ્‌” નો પણ ભરપૂર દુરુપયોગ કરવામાં આવે છે. કોઈની નબળી આર્થિક પરિસ્થિતિ હોય કે કોઈનો ઘાયલ અહમ્‌ હોય, તો તેવા વ્યક્તિઓને હાથા બનાવીને તેમને “મવાળ” બનાવી સનાતન સમાજના અંદર રહી સતપંથ તરફી કામ કરાવડાવું, એ પણ એક મોટી ચાલ છે. આ પુસ્તકમાં “મવાળ” ઉપર જે લેખ છે, એનો અભ્યાસ કરવા ખાસ આગ્રહ ભરી વિનંતી.

5)    ભ્રમણાઓ ફેલાવી લોકોને મૂંઝવણમાં નાખી દેવા અને સાચી વાતથી લોકો સુધી ન પહોંચવા દેવી એ પણ એક પ્રકારનો પ્રહાર છે. “If you can’t convince them, confuse them. (સામેવાળાને મનાવી ન શકતા હો તો મૂંઝાવી નાખો) આ સૂત્રનો ભરપુર લાભ લેવામાં આવે છે. દાખલા તરીકે;

a)    આ પુસ્તકમાં જણાવેલ તમામ પુરાવાઓ અને દસ્તાવેજો સતપંથ નામક મુસલમાની ધર્મના છે. અમારો સતપંથ ધર્મ તો હિંદુ છે. માટે આ પુસ્તક અમને બદનામ કરવા માટે તૈયાર કરેલ છે. આ પુસ્તક તદ્દન ખોટું છે. આવી વાતો કરીને આ પુસ્તકની વિશ્વસનીયતા ઉપર સવાલ ઊભો કરીને લોકોને મૂંઝવણમાં નાખવામાં આવશે.

b)    પીરાણા સતપંથ ધર્મ હિંદુ ધર્મ છે અને તેનાં વડાને જગદગુરુ સતપંથાચાર્ય કહેવામાં આવે છે. એવી વાતો સામે આવશે. તો પછી પ્રશ્ન અહીં એ છે કે એવો કયો હિંદુ ધર્મ છે કે તેનાં વડાની ધાર્મિક ક્રિયાઓ મુસલમાન સૈય્યદોના હાથે કરવામાં આવતી હોય. પીરાણાના બંધારણના વહીવટી સ્કીમની કલમ ૬ પ્રમાણે જ્યારે પણ પીરાણાના કાકા (જેવાકે નાનજી કાકા અને હાલમાં ગંગારામ ખીમજી કાકા ઉર્ફે જ્ઞાનેશ્વરદાસ કાકાને ગાદી ઉપર બેસાડવામાં આવે છે, ત્યારે સતપંથના ધર્મ ગુરુ સૈય્યદો તરફથી તેમની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. તેમનું સતપંથી નામકરણ કરવામાં આવે છે. જે રીતે કરસન કાકાનું નામ “પીર કરીમ” રાખવામાં આવ્યું હતું. કાકાની નિમણૂંક વખતે સૈય્યદોએ આપેલ સહમતી વાળો દતાવેજ જે RTI મારફતે મેળવેલ છે પેજ ક્ર ૧૧૨ માં જુઓ. બંધારણના વહીવટી સ્કીમની કલમ ૧૭/૧૮ પ્રમાણે પીરાણાના પેટા કાકાની નિમણૂંક માત્ર મુસલમાન સૈય્યદોજ કરી શકે છે. પેટા કાકાઓમાંથી મુખ્ય કાકા ઉર્ફે ભાગવા કાકાની નિમણૂંક થાય છે. આવી રીતે પીરાણાના કાકાની નિમણૂંક સૈય્યદોના નિયંત્રણમાં છે. હવે તમે વિચારો કે શું આ ધર્મ સાચે હિંદુ ધર્મ છે? જવાબ મળશે ના.

c)    સતપંથ પણ સનાતન છે. ઈમામશાહ બાવાએ તો માત્ર ધર્મનો સાચો રસ્તો બતાવ્યો છે. તેઓએ નવો ધર્મ નથી સ્થાપ્યો. આવી દલીલો કરવામાં આવે છે. અહીં સમજવાની વાત એ છે કે સનાતન હોવું અને સનાતન કહેવડાવવું એ બે જુદી વાતો છે. ઇસ્લામ પણ પોતાને હંમેશાં સનાતનજ કહેડાવે છે. જેવી રીતે ઇસ્લામના મુહમ્મદ પૈગંબર, ઈસાઈ ધર્મના જીસસ, બૌધ્દ ધર્મના ગૌતમ બુદ્ધ, યહોદીના મોસેસ આ બધાયે પોતપોતાના નવા ધર્મોની સ્થાપના કરી છે પણ તેમના ધર્મના પુસ્તકોમાં પ્રચાર એવો છે કે આ બધા ધર્મો સનાતનજ છે. આ ધર્મોના સ્થાપકોએ તો માત્ર ધર્મનો સાચો રસ્તો બતાવ્યા છે. એવી રીતે ઈમામશાહ માટે પણ કહેવામાં આવે છે. સતપંથીઓ તરફથી આ એક યુક્તિ પૂર્વક દલીલ છે. જે આપણે સ્વીકારતા નથી.

d)    ઈમામશાહના દાદા પીર સદૃદ્દીન દ્વારા શરુ કરવામાં આવેલ સતપંથ ધર્મના પ્રચાર પ્રસાર માટે ઈમામશાહે પીરાણામાં આવીને કામ કર્યું. પોતે મુસલમાન હતા તો પછી તેમને હિંદુ ધર્મનો નવો પંથ શરુ કરવાનો અધિકાર કેવી રીતે મળ્યો? હિંદુ ધર્મનો પંથ શરુ કરવા માટે તેમને પોતે હિંદુ તો બનવું પડે ને? ઈમામશાહ હિંદુ હોત તો તેમના દીકરા અને પરિવારજનો આજે હિંદુ હોત. જે આજે પણ નથી. આવા પ્રશ્ન સામે સતપંથ તરફી લોકો તરફથી જવાબ મળશે કે ઈમામશાહ બ્રાહ્મણનો દીકરો હતો અથવાતો રાજાનો દીકરો હતો, પારસીના ત્યાં મોટો થયો વગેરે. હવે તાજી નવી વાત એવી આવે છે કે ઈમામશાહ મુસલમાન હતા. (કારણ કે પીરાણાના દસ્તાવેજોમાં ક્યાંકકે ક્યાંક ઈમામશાહ મુસલમાન હતો, એવું લખેલ છે.) પણ ઈમામશાહ પાછળથી હિંદુ બની ગયા. ઈમામશાહે તેનાં ઘરવાળા અને દીકરા સાથે તમામ સંબંધો કાપી નાખ્યા. પોતે હિંદુ બની ગયા અને હિંદુ ધર્મનો પ્રચાર કર્યો. જે તમામ વાતો જૂઠી છે. ઈતિહાસના દસ્તાવેજોથી તદ્દન વિરુદ્ધ છે. માટે કાલે ઊઠીને ઈમામશાહને હિંદુ નામ પણ આપવામાં આવે તો નવાઈ પામતા નહીં. અને આવું થાય તો છેતરાઈ ન જવાની તૈયારી રાખજો.

e)    ઈમામશાહે તો હિંદુ ધર્મના ગ્રંથો લખ્યા હતા. પણ પીરાણામાં મુસલમાનોનું બહુ મોટું દબાણ હતું. એટલે ધાર્મિક પુસ્તકો બદલાવીને તેમાં ઇસ્લામી તત્ત્વો નાખી દીધા હતા. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર હિંદુઓ બનાવી નથી શકતા, તો વિચાર કરો અમારી શું દશા થઇ હશે? પણ અમે આવ્યા પછીએ આ તત્ત્વો હટાવીને મૂળ હિંદુ તત્ત્વો નાખ્યા છે. જ્યારે વાસ્તવિકતા એવી છે કે ઈમામશાહના દીકરાના લગ્ન અમદાવાદના બાદશાહ મુહમ્મદ બેગડાના દીકરી સાથે થયેલ હતા. ઔરંગઝેબએ પીરાણા માટે ૪૫ વીઘા જમીન અને દીવાના ઘી માટે દર મહીને પાંચ રૂપિયા પાંચ પ્રમાણે સાલિયાણું બાંધી આપેલ હતું. મુસલમાન રાજાઓએ ઈમામશાહની હયાતી સમય કાળથી હંમેશાં સતપંથને સહયોગ આપેલ છે કારણ કે એ મુસલમાન ધર્મ છે. બીજી વાત એવી છે કે ભલે અમદાવાદમાં મુસલમાન રાજા હતા. પણ કચ્છમાં તો હિંદુ રાજા હતા ને. ઈમામશાહેજ પોતાના હયાતીમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સતપંથીઓને કચ્છ જઈને વસવાની સલાહ આપી. તો પછી કચ્છમાં ધાર્મિક પુસ્તકો અને રીત રિવાજો મુસલમાની કેમ થયાં? ત્યાંનો હિંદુ રાજા હતા ને? ભવિષ્યમાં આ સવાલ માટે ખોટી વાર્તા તૈયાર કરીને જૂઠો જવાબ ઉપજાવી કાઢે તો નવાઈ પામતા નહીં.

f)     સતપંથના ધાર્મિક પુસ્તકોમાં જે કોઈ ફેરફાર અત્યારે કરવામાં આવી રહ્યા છે, તેનો આધાર સતપંથના “મૂળબંધ” નામના ગ્રંથ ઉપર છે, એવું કહેવામાં આવે છે. પણ એ મૂળબંધ પુસ્તક કેમ છુપાવી રાખેલ છે. તેને કેમ છપાવતા નથી? પીરાણાની માતૃ સંસ્થાએ મૂળબંધ પુસ્તક છપાવવું જોઈએ. એવો કયો ધર્મ હોય કે એ તેનાં મૂળ ધાર્મિક પુસ્તકો છુપાવી રાખતો હોય? જરૂર દાળમાં કાળું છે.

g)    પીરાણાનું મુખ્ય શ્રદ્દાનું કેન્દ્ર તો ઈમામશાહની કબર છે, જે મુસલમાનોની કબ્રસ્તાનમાં આવેલ એક દરગાહમાં સ્થિત છે. એ જગ્યાના માલિક પણ મુસલમાનો છે. સતપંથવાળા જો સાચે હિંદુ હોય તો એ જગ્યાને છોડી કેમ નથી દેતા? આનો જવાબ એમ મળશે કે અમે ત્યાં બળતી જ્યોત સિવાય કોઈને માનતા નથી. તો પછી જ્યોતને લઇને તમે કેમ નીકળી નથી જતા? કોણ રોકે છે તમને? તમે જ્યોત લઇ જશો તો મુસલમાનો તમને રોકશે નહીં. તમે પીરાણા ખાલી કરશો તો એ લોકો ખૂબ રાજી થશે. આ પ્રશ્નના જવાબમાં હજી સુધી કોઈ નવી વાર્તા સાંભળવામાં નથી આવી. પણ ભવિષ્યમાં આવશે.

h)    ઊંઝાના વડીલોને પણ મૂંઝવણમાં નાખવાના પ્રયત્નો થયાં. ત્યાં સતપંથ તરફથી એવી વાત કરવામાં આવી કે જુઓ અમે માનીએ છીએ કે અમારામાં કંઇક ખોટું છે. પણ અમોને દૂર કરશો તો એક દિવસ અમારો સમાજ મુસલમાન બની જશે. ભારતમાં કોઈ મુસલમાન નહોતા, અહીંના લોકો વટલાઈને મુસલમાન બની ગયા. આવા વટલાઈ ગયેલા લોકોને હિંદુ ધર્મમાં પાછા ન સ્વીકાર્યા એટલે ભારતમાં મુસલમાનોની સંખ્યા વધતી ગઈ છે. આપણામાં આવું ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. આવી દલીલો સામે ઊંઝાવાળા વડીલો પણ થોડી વાર માટે મુંઝાઈ ગયા. ઘટનાનું સંપૂર્ણ વિવરણ માટે જુઓ પેજ ક્ર. ૧૫૩ પોઈન્ટ ૨.૬૫ અને ૨.૬૬

6)    લાગણીઓ અને ભાવનાઓનો દુરુપયોગ પણ કરવામાં આવે છે. નીયાણીઓ (દીકરીઓ) નો શું ગુનો છે? નીયાણી દુઃખી ન થવી જોઈએ. નીયાણીઓ તો સહુ (સતપંથ અને સનાતન) ની સહિયારી છે. એવી રીતે ગામમાં હનુમાનનું મંદિરના જીર્ણોધ્દારના બહાને કહેવામાં આવે કે હનુમાનતો સહિયારા છે, આમાં ધર્મ ક્યાંયથી આવ્યો? આવી લાગણી અને ભાવનાઓ ભરી વાતો કરી લોકોને સતપંથનો વિરોધ કરવામાં મુંઝાવી નાખે અને વિષયાંતર કરી નાખે.

7)    સતપંથીઓ સાથે ઘણી જગ્યાએ પારિવારિક સંબંધો છે. હવે એ સ્તર છે કે આવા સંબંધ તૂટી ન શકે. માટે સતપંથીઓને અપનાવી લેવા સિવાય કોઈ રસ્તો નથી બચતો. આવું મવાળો મારફતે વાત ફેલાવીને સનાતનીઓનું મનોબળ ઢીલું કરે છે. અને સતપંથનું અસ્તિત્વ ટકાવવા માટેનું કામ કરવામાં આવે છે.

8)    સનાતની ચળવળકારો સમાજમાં ફાવી ન જાય અને સમાજ સંપૂર્ણ પણે ચોખ્ખી સનાતની ન બની જાય, એ માટે એવા સનાતની આગેવાનોને વ્યક્તિગત રીતે બદનામ કરવામાં આવે. આ લોકો સમાજ તોડું છે, એવા લેબલ આપવામાં આવે. સત્તા માટે દોડી રહ્યા છે, એવા આક્ષેપો લગાડવામાં આવે. જ્યારે વાસ્તવિકતા એવી છે કે સનાતની ચળવળકારો કંઈ સતપંથીઓના દુશ્મન નથી. એ લોકો સતપંથીઓને સનાતનમાં લાવવા માટે કોશિશ કરી રહ્યા છે. ધર્મના મુદ્દા ઉપર પોતાના સતપંથીભાઈ પાછા સાચા રસ્તા પર આવી જાય અને ભાઈ-ભાઈના સંબંધો જળવાઈ રહે એવી ઉચ્ચ ભાવનાથી કામ કરી રહ્યા છે. બીજી બાજુ સતપંથીઓ પણ પોતાને સનાતની હિંદુ કહેવડાવતા હોય, તો પછી સનાતની ચળવળકારો તેમના દુશ્મન કેવી રીતે થયા? સમજવાની વાત એ છે કે સતપંથીઓને સનાતની બનવું નથી, એટલે વિરોધ કરે છે.

9)    હાલમાં એક નવી વાત સાંભળવા મળી રહી છે કે સતપંથ એક સાચો “આધ્યાત્મિક” ધર્મ છે. જ્યારે સતપંથ હિંદુ ધર્મ નથી, ત્યારે આધ્યાત્મ શબ્દ લાવીને વિષયાંતર કરવાનો પ્રયાસ દેખાઈ આવે છે. અધ્યાત્મની વાતો તો બધા ધર્મો કરે છે. ઇસ્લામના અનુયાયી પણ ઇસ્લામને સાચો આધ્યાત્મિક ધર્મ કહે છે.

10)  જ્યારે કોઈ સાધારણ માણસ સતપંથ વિશે કોઈ અણગમતી વાત કરતો હોય, ત્યારે તેને અજ્ઞાની બતાવી, તેના પાસેથી સબૂત માંગવામાં આવે. સ્વાભાવિક છે કે મિટિંગો અને બેઠકોમાં સામાન્ય માણસ સબૂત લઇને ફરતા ન હોય, તેને નાની નાની બાબતો યાદ પણ ન હોય. સાધારણ માણસ થોડો વિચારમાં પડી જાય એટલે, તેના ઉપર એવું દબાણ કરવામાં આવે કે એનો અવાજ જ દબાઈ જાય.

11)  સતપંથ ધાર્મિક સ્થળોના સમય સમય ઉપર નામો બદલવામાં આવે છે. ઈતિહાસ જણાવે છે કે ઈમામશાહના સમયમાં સતપંથના ધાર્મિક સ્થળને “જમાત ખાના” કહેવામાં આવતું. (જમાત = અનુયાયી, ખાના = જગ્યા). ત્યાર બાદ એનું ટૂંકું નામ આપવામાં આવ્યું “ખાનું”. ત્યાર બાદ “જગ્યું”. બાદ “જ્યોતિ ધામ”, “જ્યોતિ મંદિર”, “અથર્વ વેદી મંદિર”, “નિષ્કલંકી નારાયણ મંદિર” અને હવે અમુક જગ્યાએ “ઉમિયા માતાજી મંદિર નિષ્કલંકી નારાયણ મંદિર” નામ રાખવામાં આવે છે. કોણ જાણે કાલે ઊઠીને હજી એક નવું નામ રાખવામાં આવે. જેવું કે “ત્રિદેવ મંદિર”, “ત્રિમૂર્તિ મંદિર” વગેરે. પોતાની બાહ્ય હિંદુ ઓળખ બતાવવા માટે, સમય અનુસાર નામોમાં ફેરફાર કરીને અજાણ્યા લોકોના અજ્ઞાનતાનો લાભ લેવામાં આવે છે. આવીજ રીતે તેમની સમાજનું નામ પણ સમય સમય પર બદલવામાં આવે છે. દાખલા તરીકે “સતપંથ”, “સતપંથ સનાતન” અને “સનાતન સતપંથ”. સૈયદ ઈમામશાહ બાવાનું નામ પણ બદલીને “ઈમામશાહ મહારાજ” રાખવામાં આવ્યું છે.

12)  સતપંથીઓ દ્વારા સનાતની ઉપર પ્રહાર કર્યા બાદ જ્યારે સનાતનીઓ વળતો પ્રહાર કરવા જાય ત્યારે સનાતનીઓને ઠંડા પાડવા માટે આવી વાતો કરવામાં આવે કે ઝઘડો કે લડાઈથી કોઈનું ભલું નથી થયું. આખરે વાતચીતથી જ સમસ્યાનો ઉપાય નીકળશે. પોતાની આવી નબળી વાતની લોકોના ગળે ઉતારવા માટે દાખલાઓ આપવામાં આવે કે જુઓ કશ્મીરમાં લડાઈથી શું ફાયદો થયો. આતંકવાદી હુમલા તો ચાલુજ છે. આપણે કડક પગલાં લેશું તો સામે વાળા વધારે કટ્ટર બનશે. આપણે તેમની સાથે વાતચીત કરવી જોઈએ. આવું વાતાવરણ નિર્માણ કરીને સતપંથના કટ્ટરવાદીઓને છાવરવામાં આવે છે. વાસ્તવમાં લડાઈથી સારા ઉકેલ આવવાના પણ ઘણા દાખલાઓ છે. વિશ્વ યુધ્ધમાં જર્મની સાથે વાતચીત નિષ્ફળ થઈ ત્યારે લડાઈ કરવી પડી ને? જાપાનને ચૂપ કરવા એટમ બોમ્બ નાખવો પડ્યો ને? ભારત આઝાદ થયું ત્યારે હૈદરાબાદ, જૂનાગઢ, ગોવા વગેરેની સમસ્યા વાતચીતથી ન સુલજી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે લડાઈ કરીને સમસ્યાનો ઉકેલ લાવ્યા ને. એટલે વાતચીતથીજ બધા રસ્તા નીકળે એ જરૂરી નથી. વાતચીતથી સમસ્યા ઊકલે નહીં તો લડાઈ પણ કરવી પડે.

13)  સંઘર્ષ ચાલતો હોય ત્યારે સનાતનીઓને એમ કહીને સમજાવવામાં આવે કે સતપંથવાળા જિદ્દી છે, નહીં છોડે, તમે જવાદો. કેટલા દિવસ માથાકૂટ કરીશું. સતપંથવાળાનું સંચાલન પીરાણાથી છે, આપણે પહોંચી નહીં વળીએ. આવી રીતે સનાતનીઓને ડરાવીને છેવટે સનાતનીઓના ભોગે સતપંથના તરફેણમાં સમાધાન કરવામાં આવે.

14)  હિંદુ ધર્મના ચારે મુખ્ય શંકરાચાર્યો (આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મૂળ ચારે-ચાર પીઠોવાળા) દ્વારા સતપંથ મુસલમાન ધર્મ છે, એવા પ્રમાણ પત્રો જે આવ્યા છે, એ પ્રમાણ પત્રોને ખોટા છે અથવા તો શંકરાચાર્યોને ભરમાવીને લીધેલ છે, એવું સાબિત કરવાની કોશિશ સતપંથી દ્વારા ભવિષ્યમાં થઇ શકે છે. હાલમાં પ્રયાગરાજ (ઇલાહાબાદ) ના શંકરાચાર્ય દ્વારા આપાયેલ પ્રમાણ પત્ર વિષે આવી કોશિશ થઇ. પણ સદ્‍ભાગ્યે સનાતન સમાજની એક ટીમ પાછી એ શંકરાચાર્યને મળી અને વાત સમજાવી ત્યારે શંકરાચાર્યએ ફરીથી એક બીજો પત્ર આપ્યો. અને તેમના જે શિષ્યને ભરમાવીને સતપંથ વાળાઓએ તેમના મોઢે કહેડાવ્યું હતું, એ શિષ્યને વાત સાચી જણાવી અને ફરીથી આવું ન થાય, તેનાં માટે સૂચના પણ આપી. સંપૂર્ણ વિગત માટે જુઓ પેજ ક્ર. ૯૪

15)  સતપંથની સારી છબી ઊભી કરવા માટે જાહેરમાં એવી વાતોનો મારો ચલાવવામાં આવે કે સતપંથતો વ્યસન મુક્ત સમાજ છે. શિક્ષાપત્રીનું ચુસ્તપણે પાલન કરે છે. માટે સતપંથ સારો ધર્મ છે. હકીકતમાં સતપંથીઓના ઘરમાં જઈને કોઈ જોવા જવાનું નથી કે સતપંથીઓ કેટલું વ્યસન કરે છે કે નહિ. વાસ્તવમાં લોકોને ભરમાવવા માટે આવી વાતો ફેલાવવામાં આવે છે. મુદ્દો સતપંથ મુસલમાન ધર્મ છે એનો છે. અરબના દેશોમાં દારુ ઉપર બંધી છે. તો શું એના માટે અરબ દેશવાળો મુસલમાન ધર્મ પાળવો જોઈએ?

16)  સતપંથ સમસ્યાના ઉકેલ માટે જ્યારે નાની મોટી બેઠકો થતી હોય, ત્યારે સનાતનીઓને ખાસ પ્રકારની વાતો સાંભળવા મળતી હોય છે.

બેઠક કે મિટિંગ પહેલાં નીચે પ્રમાણેનું વાતાવરણ નિર્માણ કરવામાં આવે.

a)    એવી મીઠી મીઠી વાતો કરવામાં આવે કે આપણે કેટલા લડશું. આપણે શાંતિથી આ ઝગડો મટાડી દઈએ તો બધા શાંતિથી જીવે. એટલે આપણે નક્કી કરી લઈએ કે આપણે શું જોઈએ છે. આપણે ખોટી માથાકૂટ ન કરવી જોઈએ. મવાળોના મારફતે આવી વાતોની આડમાં એ જાણવાની કોશિશ કરવામાં આવે કે સનાતનીઓની તૈયાર કેટલી છે અને કેટલું બાંધછોડ કરવા તૈયાર છે.

b)    મવાળો મારફતે એવું જાણવા પ્રયત્નો થાય કે હવે મિટિંગમાં આપણે શું રજૂઆત કરીશું. કોણ બોલશે, શું બોલશે, આવી વાતો કરીને ધીરે ધીરે સનાતનીઓની રણનીતિ જાણવાની કોશિશ કરવામાં આવે.

c)    સતપંથીઓ હવે થાકી ગયા છે. તેઓ હવે આપણી બધીજ શરતો માની લેવા તૈયાર છે. આપણે મિટિંગમાં કોઈ વાંધો નથી આવવાનો. આવી સારી સારી વાતો કરીને સનાતનીઓને ઊંઘતા રાખે.

d)    સતપંથીઓ તરફથી મિટિંગમાં સામનો કરવા કોઈ આવવા તૈયાર નથી. એ લોકો ખૂબ ગભરાઈ ગયા છે. એવી વાતો કરીને સનાતનીઓને ખોટા આત્મવિશ્વાસમાં રાખે.

પણ જ્યારે હકીકતમાં બેઠક કે મિટિંગ થાય ત્યારે કંઈક જુદુંજ થાય.

e)    બેઠક કે મિટિંગમાં સતપંથ તરફથી અગર પાંચ લોકોની હાજરીની વાત હોય તો એ જગ્યાએ પચાસ લોકો હાજર થાય.

f)     સનાતનીઓની રણનીતિઓ જાણી, કોણ કોણ સનાતન તરફથી બોલશે, શું બોલશે, કેટલી બાંધછોડ કરશે એ બધું જાણી લીધા પછી, સંપૂર્ણ રીતે ખૂબ મજબૂત તૈયારી સાથે વાત રજૂ કરે અને સનાતનીઓ ઉપર અચાનક એવો હુમલો થાય કે સનાતનીઓ હેબતાઈ જાય. થોડી વાર તો શું થઇ રહ્યું છે, એ સમજાય પણ નહીં.

g)    મિટિંગમાં એવા મુદ્દાઓ રજૂ કરવામાં આવે કે જેના થકી પોતે Victim Card (શિકાર / ભોગ બની ગયા હોવાનું રડ્યા રાખવું) રમી શકે. બધું સમું સુથરું ચાલતું હતું પણ અમુક સનાતની ભાઈના અમુક પગલાંના કારણે માહોલ/પરિસ્થિતિ ખરાબ થઇ ગઈ છે. અમારો કોઈ વાંક નથી. અમારા લોકો હવે નારાજ થઇ ગયા છે. પણ અમે તેમને સમજાવવામાં લાગ્યા છીએ. ધીરે ધીરે સમજાવી લેશું. તમે જલદી ન કરો. સમય આપો. બધું સારું થઇ જશે. અમુક ભાઈઓના કડક વલણના કારણે સમાધાન થતું નથી. એવો આક્ષેપ નાખે. ત્યાર બાદ બાકી રહી ગયલી વાતો મવાળો ઉપાડીને બેઠકમાં સનાતનીઓમાં મૂંઝવણ ફેલાવી નાખે. આવી રજૂઆત લગભગ મિટિંગની શરૂઆતમાંજ કરવામાં આવે જેથી શરૂઆતથીજ સનાતનીઓનું આત્મબળ તૂટી જાય. અગર શરૂઆતમાં આ વાત ન કરવામાં આવી તો એવી પરિસ્થિતિમાં આવી વાતો કરવામાં આવે કે જ્યારે સતપંથીઓને એવું લાગે કે હવે આ મિટિંગ તેમના ધારેલ દિશા તરફ નથી જઈ રહી. જેથી મિટિંગ કોઈ નિર્ણય લીધા વગર બરખાસ્ત થઈ જાય અને સનાતનીઓને સફળતા ન મળે.

17)  કોઈ પણ વિવાદ કે સમસ્યાના સમાધાન માટે જ્યારે પંચો ચુકાદો આપતા હોય છે, એ ચુકાદો બન્ને પક્ષને લાગુ પડે, માત્ર એક પક્ષને લાગુ પડે નહિ, જે સર્વવ્યાપી સામાન્ય સિદ્ધાંત તેમજ નિયમ છે. તેજ પ્રમાણે, ચુકાદાના પાલનની વાત આવે ત્યારે ચુકાદાનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું હોય છે. ચુકાદાને તોડી મરોડીને માત્ર પોતાને ગમતા હોય એવા મુદ્દાઓના પાલનની વાત કરવી કે આગ્રહ રાખવો એ લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ છે. તેવીજ રીતે ચુકાદાનું ખોટું અર્થગઠન પોતાની સગવડ પ્રમાણે કરીને ચુકાદાનું મર્મ/હાર્દ બદલવાની કોશિશ કરવી એ પણ કપટ અને છેતરપિંડી છે. ઊંઝાના ચુકાદાના અમલીકરણ વિષય ઉપર આપણે જોયું કે સતપંથીઓ તરફથી આવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

18)  સતપંથના જુઠ્ઠાણાઓ જનતામાં પકડાઈ ન જાય એટલે તેમના ફાયદાનું સગવડિયું અસત્ય ઊભું કરવામાં આવે અને તે અસત્યની સાથે અડધું સત્યને ભેળવીને નવી વાર્તા ઊભી કરવામાં આવે. પોતાની ખોટી વાત તરફ આંગળીઓ ઊપડે ત્યારે અર્ધસત્ય તરફ ધ્યાન દોરીને એવી વાત કરવામાં આવે કે જુઓ અમારી વાત સાચી છે. બીજી બાજુ તેમના અર્ધસત્યને ખુલ્લું પાડનાર લોકો કોઈ મેલી મુરાદ અને ષડ્‌યંત્રના ભાગ રૂપે કામ કરી રહ્યા છે, એવી ખોટી વાત કરીને તેમની વિશ્વસનીયતાને ખતમ કરવાની કોશિશ કરવામાં આવે. જેથી કરીને લોકો મૂંઝાઈ જાય અને સતપંથની વાતનેજ સાચી માની લે.

19)  છેલ્લે બધાજ પેંતરાઓ અને કોશિશો નિષ્ફળ થાય, ત્યારે કોઈ પણ મુદ્દા ઉપર ઝગડો કરી નાખવો. અને એવી પરિસ્થિતિ નિર્માણ કરી દેવી કે કોઈ પણ નિર્ણય લઇ ન શકાય. જેથી કરીને સતપંથના વિરુદ્ધનું પણ નિર્ણય ન આવે.

સતપંથ સાથે થયેલ ચર્ચા કે સમાધાનની કોશિશો જ્યારે નાકામ થઇ હોય ત્યારે તેનાં પાછળના કારણો ઉપર વિચાર કરશો તો ઉપર જણાવેલ કારણોમાંથીજ કોઈ કારણ તમારા નજર સામે આવશે. સાર અહીં એવો છે કે એક પક્ષ સત્યની લડાઈ લડતો હોય અને બીજો પક્ષ માનસિક લડાઈ લડતો હોય, ત્યારે મોટાં ભાગે સત્ય ભોગ બનતું હોય છે. સત્યની જીત થતી નથી. “સત્યમેવ જયતે” સૂત્ર નિષ્ફળ જાય છે. પણ અગર સત્યની લડાઈ લડવાવાળા માનસિક લડાઈના હથિયારો અપનાવે અને પછી ખોટા પક્ષ સામે લડાઈમાં ઉતારે તો સામેવાળાને હરાવી શકવાની સંભાવના ખૂબજ વધી જાય છે.

ઉપર જે જે દાખલાઓ ટાંકવામાં આપ્યા છે એ અમારા વડીલોને યાદ હતા અને અમોને કહ્યા છે એ પ્રમાણે જણાવેલ છે. તેનાંથી અગાઉ પણ છેતરપિંડીની આવી ઘણી બધી વાતો થઇ હશે. જે રીતે તેમનું એક જુઠ્ઠાણું કે પોલ પકડતી કોઈ વાત બહાર આવે તો તરતજ તેનાં બચાવમાં કોઈ નવું જુઠ્ઠાણું તૈયાર કરવામાં આવે. આ પુસ્તકમાં ઘણી જગ્યાએ સતપંથના જુઠ્ઠાણાઓ અને ખોટી વાતો પકડી પાડી છે. સતપંથ એક મુસલમાન ધર્મ છે અને તેને હિંદુ ધર્મમાં ખપાવવાનું ષડ્‌યંત્ર ખુલ્લું કર્યું છે. આ વાતો આ પુસ્તકમાં સાબિત કરવાની જ્યાં જ્યાં કોશિશ કરી છે અને પુરવાર કરી દીધું છે, એ જુઠ્ઠાણું એમનું પકડાઈ જશે અને પકડાઈ ગયું છે, એટલે આ જુઠ્ઠાણાઓને છુપાવવા કરવા માટે નવી દલીલો સતપંથીઓ તરફથી શોધવામાં આવશે. આ પુસ્તક અને પુસ્તકના લેખકોની નિષ્ઠા અને વિશ્વસનીયતા ઉપર પ્રહારો કરી દલીલો થશે. માટે આવી દલીલો ઉપર વિશ્વાસ કરતા નહીં, એવી દરેક વ્યક્તિને આગ્રહ ભરી વિનંતી છે.

સાર: માનસિક લડાઈના કપટ, છેતરપિંડી અને વિષયાંતર (Deceit, Deception and Diversion = 3D) અને તેની સાથે મૂંઝવણ અને ભ્રષ્ટતા (Confusion and Corruption = 2C) એટલે (3D અને 2C) નો ફોર્મુલા સનાતનીઓના મગજમાં હશે તો સતપંથના પ્રહારોથી બચી શકશે, સનાતની સમાજને બચાવી પણ શકશે અને સતપંથીઓને હરાવી પોતાની જીત મેળવી શકશે.

D.  માનસિક (બૌદ્ધિક) લડાઈ લડવા માટે અમુક વ્યૂહરચનાઓ

1)    દુશ્મનના દિમાગને ઓળખો: દુશ્મનના દિમાગને લક્ષ્ય બનાવો. દુશ્મનના સમૂહમાં નિર્ણય કોણ લે છે એને ઓળખો. જો તમે દુશ્મનના સોચવાની રીત સમજી લેશો તો તેને ભોળવીને તમારા નિયંત્રણમાં રાખવાની ચાવી મળી જશે. તમે લોકોને સમજવાના પ્રયાસો કરતા રહેશો, તેમના મનની જાણે-આજાણે કહેલ છૂપી વાતો અને હેતુઓને પકડી પાડવામાં નિષ્ણાત બનો.

 

2)    ભૂતકાળમાં ખાઘેલ થાપથી બહાર નીકળો: પોતાના મગજ સાથે ગુરિલ્લા યુદ્ધ લડો. તમારા પગ પાછા નખાવવામાં અને તમને થાકાવવામાં તમારી અતીતની પીડાનો મોટો ફાળો હોય છે. તમારે સજાગ રહીને હાલની પરિસ્થિતિ અનુસાર પ્રતિક્રિયાઓ આપતા રહેવા માટે સતત કોશિશ કરતા રહેવું પડશે. પોતે પોતાના ઉપર ક્રૂર બનો. પોતાના દિમાગ ઉપર ગુરિલ્લા યુદ્ધ કરો. પોતાના બચાવ માટે એકજ રણનીતિ રાખવી નહીં. રણનીતિમાં યોગ્ય ફેરફાર કરતા રહો.

 

3)    ગભરાટના સમયમાં પોતાના મગજ ઉપર સંયમ છોડવો નહીં: બહસની ગરમાગરમીમાં મગજ ઉપર સંતુલન છૂટી જાય. ગમે તેવી પરિસ્થિતિ હોય તેમાં પણ માનસિક તાકાત કેળવી પોતાના મગજ ઉપર સંયમ રાખવો ખૂબજ જરૂરી છે. મગજની સામે પ્રતિકુળ પરિસ્થિતિઓ લાવી, મગજને મક્કમ બનાવવાની જરૂર છે. રણભૂમીની (બહસની) અંધાધૂંધીથી પોતાનો બચાવ કરતા શીખી લેવાની જરૂર છે.

 

4)    પહેલો ઘા રાણાનો: પહેલો વાર કરી દુશ્મનને વિચારવાનો અને તૈયારી કરવાનો સમય ન આપો. આવું કરવાથી તેઓ ગભરાઈ જઈ, સંતુલન ખોઈ ભૂલો કરી બેસે. દુશ્મનના દિમાગ ઉપર નિયંત્રણ મેળવવા પ્રયાસો કરો. જેથી કરીને એ લોકો સાવ ગભરાઈ જાય અને ભૂલો ઉપર ભૂલો કરતા જાય.

 

5)    બાજી પલટો: પહેલો પ્રહાર કરવાથી ઘણી વાર ગેરલાભ પણ થઇ શકે. તમારી રણનીતિ ખુલ્લી પડી શકે, જેથી તમારા વિકલ્પો પણ ઓછા થઇ શકે. સમય અનુસાર પોતાના પ્રહારોને રોકી રાખો. ભલે વિરોધી પહેલો હમલો કરે, જેથી કરીને આપણા જવાબી હમલામાં સુગમતા રહે. અગર વિરોધીઓ ખૂબ આક્રમક પ્રહાર કરે છે, તો તેમને કોઈ ઉતાવળું પગલું ભરવા માટે ઉશ્કેરો, જેથી કરીને તેમની પરિસ્થિતિ નબળી પડી જાય. એમની દુઃખતી જગ્યાએજ વાર કરો.

 

6)    તમારા ઉપસ્થિતિ માત્રથી ડર ઊભો કરો: આક્રમણકારોને દૂર રાખવાનો સહુથી સારો ઉપાય છે કે તેમને આક્રમણ કરવાથી રોકી રાખો. તમારી એવી છબી ઊભી કરો કે સામેવાળાને એવું લાગે કે આ માણસનો કોઈ ભરોસો નહિ કે શું કરી નાખે. આવા માણસ સામે લડાય નહીં. ખુલ્લા ડરથી ક્યારેક અનિશ્ચિતતા સારી. તમારા સાથે નડવાથી તેમને કેટલું નુકસાન થશે એની ખબર અગર તમારા વિરોધીઓને નહીં હોય, તો કદાચ તમારા સાથે નડશે નહીં.

 

7)    જોડી રાખતા તત્ત્વો પર વાર: કોઈ ને કોઈ શક્તિ ઉપર દરેક નિર્ભર હોય. તમારા વિરોધી પક્ષમાં ઊંડાણથી તપાસ કરો કે એવી કઈ શક્તિ છે કે જેના કારણે વિરોધીઓ એક છે. આવી શક્તિ ઉપર પ્રહાર કરવાથી ખૂબ મોટું નુકસાન થાય. સામેવાળાને જે સહુથી વહાલું છે અને જેનું રક્ષણ કરતા હોય તેનાં ઉપર વાર કરો.

 

8)    ભાગલા પાડો અને જીતો: દુશ્મનના તાકાતથી કોઈ દિવસ ગભરાશો નહીં. તેનાં બદલે દુશ્મનના અલગ અલગ અંગો જેનાથી એ લોકો એક થયાં હોય, એવા અંગો ઉપર ધ્યાન દો. અંગોને જુદા કરી અસંતોષના બીજ નાખી ભાગલા પાડવાથી મોટામાં મોટા દુશ્મનને હરાવી શકાય છે. જ્યારે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડે, તો મોટી સમસ્યાને નાના ટુકડામાં બાંટી નાખો અને સમય પ્રમાણે એક એક ટુકડાને હરાવતા જાઓ.

 

9)    વાટાઘાટો ચલાવતા આગળ વધતા જાઓ: વાટાઘાટો વખતે અને તે પહેલાં તમારે આગળ વધતાજ રહેવું જોઈએ. સામેવાળા ઉપર દબાણનું જોર સતત વધારતા જવું. જેથી કરીને વિરોધી તમારા શરતે સમજૂતી કરવા તૈયાર થઇ જાય. આગળ વધટી વખતે જેટલું કબજે કરો એટલી અર્થવગરની છૂટછાટો આપી શકો. તમારી છબી એવી ઊભી કરો કે તમે કડક છો અને કોઈ બાંધછોડ નહીં સ્વીકારો. જેથી કરીને તમને મળવાથી પહેલાંજ લોકો પગ પાછા નાખતા થઇ જાય.

 

10)  વાસ્તવિકતા અને કાલ્પનિક વાતોનો અખંડિત મિશ્રણ: વાસ્તવિકતા અને કાલ્પનિક વાતોનું એવું મિશ્રણ તૈયાર કરો કે તમારા દુશ્મનને સમજણ ન પડે કે તેમની આસપાસ શું થઇ રહ્યું છે. તમે પણ શું કરી રહ્યા છો એ પણ સમજણ ન પડે. લડાઈની શરૂઆતથી પહેલાંજ વિરોધીઓને ભ્રમણામાં રાખો કે જીત આસન છે અને જલદી મળશે. તેમના સામે એવા વિકલ્પો મુકો કે એ લોકો મૂંઝાઈ જાય અને પરિસ્થિતિ એવી ઊભી કરો કે વિરોધી માટે તમામ વિકલ્પો ખરાબ નીવડે. દુશ્મનની અપેક્ષાઓ અને ઈચ્છોને પરિપૂર્ણ કરતી બનાવટી સચ્ચાઈનું નિર્માણ કરો, જેથી કરીને દુશ્મન મૂરખ બની જાય.

 

11)  ધારણાઓમાં માત દો: તમારી છબી અને અપેક્ષાઓના અનુરૂપ તમારા વ્યવહારની ધારણા લોકો કરતા હોય છે. લોકોની આ ધારણાને ખોટી પાડવી એ એક વ્યૂહરચના પણ હોઈ શકે. પહેલાં સાધારણ રીતે વાર કરીને લોકોની ધારણા સાચી પાડો. પછી અસાધારણ પગલાંથી સામે વાળા પર મોટો વાર કરો. અનપેક્ષિત વારથી વિરોધીઓમાં બહુ મોટો ગભરાટ ફેલાઈ જાય.

 

12)  વિશ્વાસઘાતી (મવાળો) નો સામનો કરો: જીવનમાં બાહ્ય દુશ્મન કરતા તમારા પોતાના સગાં અને મિત્રો, જે તમારા બનીને બેઠા હોય પણ કામ દુશ્મનનું કરતા હોય, એવા લોકોથી વધારે ખતરો હોય છે. આવા લોકો દેખાવતો એવો કરે કે જાણે એ તમારા હિત માટે કામ કરે છે પણ વાસ્તવમાં તમારામાં ભાંગફોડ કરતા હોય. આવા પોતીકા બનીને બેઠેલા મવાળોને શંકામાં તેમજ અસુરક્ષિત રાખવા માટે પગલાં ભરો. તેમને એવા વિચારોના ચક્રવ્યૂહમાં નાખી દો કે એ વિચારોમાં ગૂંચવાયો રહે અને પોતાના બચાવ કરવામાંજ રચ્યો પચ્યો રહે.

 

આ લેખ મારફતે માનસિક લડાઈ અંગે આછેરી જાણકારી આપવામાં આવી છે, તેનાં પાછળનો મુખ્ય હેતુ સનાતનીઓ પોતાની સામે થતા પ્રહારોને ઓળખી પોતાનો યથા યોગ્ય બચાવ કરવા માટે તૈયારીઓ કરી શકે. 

Leave a Reply