Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

૭. સતપંથના પાયામાં છે તાકિયા, એટલે છેતરપિંડી

(ઊંઝામાં થયેલ કાર્યવાહીને બારીકાઇથી સમજવા માટે પહેલાં તાકિયાને સમજવું જરૂરી છે. એટલે પહેલાં આપણે તાકિયા શું છે, એ બરાબર જાણી લઈએ.)

1.    સ્થાપનામાં નડતર:

ઇસ્લામ ભારતમાં બે રીતે ફેલાયો. એક છે બળથી (તલવારના જોરે) અને બીજો છે કળથી (બુદ્ધિના જોરે). આમાંથી સતપંથ ધર્મ બીજા પ્રકારે એટલે બુદ્ધિના જોરે ફેલાવો કરવામાં આવ્યો. ઇસ્લામના પ્રચારકો જ્યારે ભારત આવીને ધર્મનો પ્રચાર કરવા લાગ્યા, ત્યારે તેમને શરૂઆતમાં કોઈ ખાસ સફળતા નહોતી મળતી. તેનાં મુખ્ય બે કારણો હતા

a)      હિંદુ ધર્મના મૂલ્યો એટલા ઊંચાં હતાં કે ઇસ્લામ તેની બરાબરી કરી શકતું ન હતું. હિંદુઓના મૂલ્યો અને આચરણો એટલા ઉચ્ચ હતા કે સતપંથ કોઈ નવી વાત સામે મૂકીને હિંદુઓને આકર્ષી નહોતું શકતું.

b)     હિંદુ ધર્મની વર્ણ વ્યવસ્થાનું મજબૂત રક્ષા કવચ. આ વ્યવસ્થામાં અગર કોઈ માણસ વિધર્મ અપનાવે તો તેને હિંદુ સમાજથી જ્ઞાત બહાર થવું પડતું. એ જમાનામાં જન્મથી મરણ સુધીના તમામ સામાજિક વ્યવહારોના પ્રસંગો નિકટના પરિવારજનો અને ભાઈઓ વગર પાર ન પડે એવી પરિસ્થિતિ હતી. આવી વ્યસ્થામાં સમાજ બહાર થયેલા માણસનું ટકી રહેવું અસંભવ હતું. એટલે હિંદુઓમાં સતપંથ ધર્મ ફેલાઈ નહોતો શકતો.

આવી સમસ્યાના ઉકેલમાં ઇસ્લામના પ્રચારકોએ એવી યુક્તિ શોધી કાઢી. યુક્તિ એવી હતી કે જેનાથી હિંદુ ધર્મના મજબૂત કવચને તેઓ ભેદી શક્યા અને ઇસ્લામમાં ધર્મપરિવર્તન કરવાનું કામ પણ સહેલું બનાવી શક્યા. એ યુક્તિ એવી ઘાતક હતી કે ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ પોતાના હિંદુ સમાજમાંજ રહીને ઇસ્લામધર્મ પાળતો થઇ જાય, તોય હિંદુ સમાજને ખબર પણ પડે નહીં.

2.    નડતરનો ઉકેલ:

સતપંથના પ્રચારકોએ સામે ઉપર જણાવ્યા પ્રમાણે જે બે નડતરો હતી તેનો ઉકેલ શોધવા માટે તેઓએ ઇસ્લામના તાકિયા પદ્દતિનો ઉપયોગ કર્યો. તેઓએ એક એવો નવો પંથ સ્થાપ્યો જેનું મૂળ બીજ ઇસ્લામનું રાખ્યું અને તેનું બાહ્ય આવરણ હિંદુ ધર્મનું રાખ્યું. તેનું બાહ્ય સ્વરૂપ અને તેનાં બાહ્ય આચારોવિચારો હૂબહૂ હિંદુ ધર્મના જેવાજ રાખ્યા. આ પંથમાં હિંદુ ભગવાન રામ, કૃષ્ણ, બુદ્ધ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવોના નામોનો ઉપયોગ કર્યો. અને આવા હિંદુ દેવોના મોઢે, ખાસ ભગવાન વિષ્ણુના મોઢે, ઇસ્લામ ધર્મના આ પંથનો પ્રચાર પ્રસાર કરાવ્યો. હકીકતમાં ઊંડાણમાં જોઈશુંતો તો ગુપ્ત રીતે અલ્લાહના સ્વરૂપનેજ પૂજવાની વ્યવસ્થા ગોઠવી છે. હિંદુ ભગવાન વિષ્ણુના દશાવતારને ભ્રષ્ટ કરી તેમાં ઇસ્લામીકરણ ઘુસાડી સતપંથનો મૂળ ધાર્મિક ગ્રંથ દશાવતાર ગ્રંથ બનાવાયો. તેમાં ઇસ્લામના સ્થાપક મુહમ્મદ પૈગંબરના કાકાઈ ભાઈ અને જમાઈ એટલે હજરત મૌલા અલીને ભગવાન વિષ્ણુનો ૧૦મો અવતાર બતાવી દીધો. આ એજ અલી છે, જેણે દુનિયાભરના શિયા મુસલમાનો તેમના આરાધ્ય ગણે છે. આ પંથને કલિયુગનો સાચો હિંદુ ધર્મ તરીકે રજૂ કરવામાં આવ્યો. અનુયાયીઓને ખાસ સુચના આપવામાં આવતી કે તેમના નવા પંથની વાત એકદમ ગુપ્ત રાખવી. નહીં તો મરણ પછી તેમને અમરાપુરી (સતપંથ વિશેષ સ્વર્ગ) નહીં મળે. આ પંથનું નામ હિંદુ સ્વરૂપ અનુરૂપ સતપંથરાખવામાં આવ્યું. ઇસ્લામના પદાનુંક્રમ (શ્રેણીમાં) સતપંથની શાખા આ પ્રમાણે આવેલ છે. ઇસ્લામ ધર્મ -> શિયા -> ઈસ્માઈલી -> નીઝારી -> સતપંથ -> પીરાણા સતપંથ (ઉર્ફે ઈમામશાહી પંથ ઉર્ફે કાકા પંથ). (ખાસ નોંધ: સતપંથ એ ઇસ્લ્માલી પંથની એક શાખા છે.)

આવા ઢાંચાના કારણે સતપંથના અનુયાયીઓ હિંદુ દેખાવ જાળવીને હિંદુ સમાજમાં રહી શક્યા. જેની હિંદુ સમાજને ખબર પણ પડવા ન દીધી. આના કારણે શરૂઆતમાં સતપંથી થયેલ લોકોને હિંદુ સમાજ જ્ઞાત બહાર કરી ન શકી. આવી રીતે હિંદુ ધર્મને ભેદવામાં સતપંથ સફળ રહ્યો. બીજું કારણ એ પણ હતું કે સતપંથ ધર્મમાં હિંદુ દેવોના મોઢેજ સતપંથનો પ્રચાર કરાવ્યો. એટલે હિંદુ ધર્મનાં મૂલ્યો જળવાઈ રહ્યાં અને ઇસ્લામનો પ્રચાર પણ થયો. આવી રીતે લોકોનું સૌમ્ય રીતે માનસિક ધર્મ પરિવર્તન થયું અને તેની ખબર કોઈને પણ ન પડી. ખુદ શરૂઆતના અનુયાયીઓ પણ પોતાને સાચા હિંદુજ સમજતા હતા. સતપંથ ધર્મ સ્વીકારનાર પોતાના હિંદુ પરિવાર અને હિંદુ સમાજમાં રહી શકતો હતો. તેને સમાજ બહાર થવાનો ડર રહ્યો નહોતો. આવી રીતે સતપંથનો ગુપ્ત રીતે ફેલાવો થતો ગયો.

અહીં પ્રશ્ન એવો ઊભો થશે કે ઇસ્લામ ધર્મ હંમેશાં પોતાના ધર્મ સાથે છેડછાડ કે ફેરબદલ ન થવા દેવા માટે કડક વલણ અપનાવતું આવ્યું છે. તો પછી ઇસ્લામમાં હિંદુ દેવ દેવીઓ કેવી રીતે આવી સહન કરવામાં આવ્યા? એનો જવાબ છે “તાકિયા”. ઇસ્લામ ધર્મમાં જે વર્જિત છે એવા હિંદુ દેવીદેવતાઓને સામેલ કરવાની અનુમતિ માત્ર ઇસ્લામની તાકિયા પદ્ધતિ આપે છે. તાકિયા પદ્ધતિમાં ઇસ્લામના પ્રચારપ્રસાર તેમજ રક્ષણ માટે કાફીરો (ગેર-મુસલમાનો)ને મુસલમાન બનાવવા માટે છેતરામણી અને દગો કરવાની છૂટ હોય છે. છેતરામણી કે દગો આપવા માટે જરૂર હોય તો ખરાબમાં ખરાબ પગલાં ભરવાની પણ પૂરેપૂરી છૂટ હોય છે.

સતપંથને કલિયુગનો સાચા હિંદુ ધર્મ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યો. આદિ અનાદિ કાળથી ચાલતો હિંદુ ધર્મ કલિયુગમાં ભગવાને નિષેધ કર્યો છે એવો પ્રચાર કરવા આવ્યો. સતપંથના પ્રચારકો હિંદુ સાધુઓના વેશમાં કહેવાતા “સાચા હિંદુ ધર્મ”ના પ્રચાર કરવા ભારત આવ્યા. હાલમાં જે રીતે ઈસાઈ ધર્મના પ્રચારકો ભાગવા વસ્ત્રો પહેરીને જીસસની હિંદુ વિધિ પ્રરમાણે પૂજા-આરતી કરી ભોળા આદિવાસીને ઈસાઈ ધર્મ તરફ આકર્ષે છે, લગભગ આવીજ રીતે સતપંથના પ્રચારકો આ સતપંથ ધર્મનો પ્રચાર કરવાની શરૂઆત કરી. પરિણામે ભોળા તેમજ શંકા ન રાખનારા લોકોને ચમત્કારોની વાતોમાં અંજાઈ ગયા અને સતપંથ તરફ આકર્ષિત થયા.

 

3.    સતપંથના પાયામાં છેતરામણી:

હિંદુઓના નજરે જોઈએ તો જે લોકો સતપંથમાં આકર્ષિત થયા, એ લોકોને એમ કહેવામાં આવ્યું કે કલિયુગનો સાચો હિંદુ ધર્મ તો માત્ર સતપંથ છે. સતપંથ દશાવતાર ગ્રંથમાં ભગવાન વિષ્ણુના દસમાં અવતારને ભ્રષ્ટ કરી તેને હઝરત મૌલા અલી બતાવ્યો. આવા અલીને હિંદુઓ કોઈ પણ સંકોચ વગર સ્વીકારી લે એ માટે તેનું નામ ભારતીય/હિંદુ ઢબ વાળું નામ નિષ્કલંકી નારાયણઆપવામાં આવ્યું. આવી વાતોનો અર્થ એ થાય છે કે હિંદુઓના વિશ્વાસનો અને ભોળપણનો લાભ લઇને તેમને છેતરવામાં આવ્યા.

કોઈને છેતરવા હોય તો સૌથી પહેલું કામ જે કરવું પડે છે એ છે જૂઠ્ઠું બોલવું. એટલેજ કહેવામાં આવે છે સતપંથનો પાયો જુઠ્ઠાણા ઉપર નાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે સતપંથનું એક જૂઠ પકડાઈ જાય, એટલે તેને છુપાવવા બીજું જૂઠ તૈયાર કરવામાં આવે. બીજું જૂઠ પકડાય એટલે ત્રીજું જૂઠ તૈયાર કરવામાં આવે. કારણ કે આવું ન કરે તો સતપંથની દુકાન બંધ થઇ જાય. જૂઠ ઉપર જૂઠ ચાલ્યાજ કર્યું. આ રીતે જૂઠની શૃંખલા આજ દિવસ સુધી ચાલી રહી છે. આવા જૂઠ ઉપર તૈયાર કરેલ છેતરામણીઓનો દોર પણ વર્ષો સુધી સતત ચાલતો રહ્યો છે.

ધર્મ એ માણસ જાતમાં નૈતિકતાના મૂલ્યનું સિંચન કરનાર હોય છે, જેમાં જૂઠનો કોઈ દિવસ સ્થાન ન હોય. પણ આ જૂઠ ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે હોવાના કારણે, તાકિયાના સિદ્ધાંત પ્રમાણે સતપંથના પ્રચારકોને જૂઠ્ઠું બોલવામાં શરમના બદલે ગૌરવ દેખાવા લાગ્યું. યુક્તિ પૂર્વક બોલવામાં આવેલ જૂઠને પકડી પડવું એ સામાન્ય માણસ માટે બહુજ અઘરું હોય છે. એટલે જૂઠના દમ ઉપર કરેલ પ્રચારના કારણે સતપંથના પ્રચારકોને જલદીથી સફળતાઓ મળતી ગઈ. જલદીથી મળતી સફળતાઓના કારણે “તાકિયા” એવું ઘર કરી ગયું કે છેતરામણીની કળાને અવગુણના બદલે સદગુણ તરીકે ઇસ્લામમાં જોવામાં આવે છે. વર્ષોથી ચાલતા તાકિયા/છેતરામણી/જૂઠને જીવનના વ્યવહારોમાં વણાઈ ગયેલ હોવાના કારણે ઘણા પરિવારોના સંસ્કારોમાં પણ જોવા મળે છે. આજે જૂઠ બોલવું એ ખરેખર એક વ્યસન થઇ ગયું છે.

સમાજમાં વાતાવરણ એવું થઇ ગયું છે કે કોણ ક્યારે કેવી રીતે જૂઠ્ઠું બોલી જાય એ ખબર ન પડે. એના કારણે લોકો એક બીજા ઉપર વિશ્વાસ મૂકવાથી પહેલાં વિચાર કરી રહ્યા છે. એટલે સમાજના કર્તાહર્તાઓનો વધુ પડતો સમય અને માનસિક શક્તિઓ જૂઠથી સમાજનો બચાવ કરવામાં ખર્ચાઈ રહ્યો છે. જૂઠ સમાજની બૌદ્ધિક શક્તિને નબળી પાડે છે. કારણકે ઘણી વાર જૂઠને પકડી પાડવા અથવા જૂઠથી બચવા માટે અધિકાંશ બૌદ્ધિક શક્તિઓ વપરાઈ જાય છે. સમાજ વિકાસ માટે જરૂરી પ્રમાણમાં બૌદ્ધિક શક્તિઓ બચતી નથી.

આ પુસ્તકની પ્રસ્થાવનાની શરૂઆતમાં હિન્દી ભાષાનું એક સૂત્ર જણાવેલ છે કે, “વહ મૂર્ખ હોતા હૈ જો સિર્ફ સચ કો હી જાનતા હૈ, સચ ઔર જૂઠ કે ફર્ક કો નહીં જાનતા”. માટે આપણે મુર્ખ નથી બનવું. જૂઠને ઓળખવાની તાકાત રાખશું તોજ ખરી સચ્ચાઈ શું છે એ સમજી શકશું. એટલા માટે આપણો તાકિયાનો અભ્યાસ ખૂબજ જરૂરી છે.

પણ પરિસ્થિતિ ન બદલાય ત્યાં સુધી આપણે આ સમાજમાં જીવવાનું છે. માટે આપણે આવા જૂઠથી બચવા માટે પહેલાં જૂઠનો અભ્યાસ કરવો પડશે. જૂઠને જીવનમાં ઉતારવા માટે નહિ, પણ જૂઠથી પોતાનો અને સમાજનો બચાવ કરવા માટે. જેથી કરીને ખરા અર્થમાં સમાજનો વિકાસ ખૂબ ઝડપી રીતે થઇ શકે.

4.    તાકિયાનું વિશ્લેષણ:

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ૫૦૦ વર્ષ પહેલાં સતપંથ સમસ્યા ઊભી થવા પાછળનું મૂળમાં જે પ્રકારે તાકિયાનો પ્રયોગ કરવામાં આવેલ છે, તેની વિસ્તૃત જાણકારી આ પુસ્તકના પેજ ક્ર. ૩૩૩ થી ૩૪૧ (સ્લાઈડ ૧૪૨ થી ૧૫૮) માં આપેલ છેજ. તાકિયાની અનુમતિ આપતી કુરાન અને હદીસ (મુહમ્મદ પૈગંબરના ઉપદેશો અને જીવન વૃત્તાંત ઉપરથી તૈયાર કરવામાં આવેલ પુસ્તક જે મુસલમાનો માટે માર્ગદર્શક ગ્રંથ છે)ની આયાતોની પણ જાકારી આપેલ છે. છતાં ટૂંકમાં તાકિયાની મુખ્ય લાક્ષણિકતાઓ (characteristics) આ પ્રમાણે છે.

1.    ઇસ્લામના જેહાદ માટેનું મોટામાં મોટું હથિયાર છેતાકિયા.

2.    તાકિયા શબ્દનો મતલબ છેછેતરવું, ગુપ્ત રાખવું.

3.    ઇસ્લામ ધર્મને નુકસાનથી બચાવવા માટે, પોતાના રક્ષણ માટે અને ઇસ્લામનો હિત સાચવવા માટે, જુઠ્ઠાણાં કે ખોટી વાતનો ઉપયોગ કરવાની રહસ્યમય રીતને તાકિયા કહેવાય છે.

4.    તાકિયાના કારણે ખોટું બોલવું એ, નૈતિકતા અને સૈધ્દાંતિક મૂલ્યોથી જોડાયલું નથી. ફક્ત ઇસ્લામના પ્રચાર કરવો અને તેમ કરતી વખતે પોતાનો બચાવ કરવો એટલુંજ છે.

5.    એક મુસલમાનને ઇસ્લામ ધર્મની નિંદા કરવા તેમજ પોતે મુસલમાન નથી એવું જાહેર કરવાની છૂટ છે. અગર એવું કરવાથી ઇસ્લામનું હિત સચવાતો હોય તો. પણ એવું કરતી વખતે એ વ્યક્તિને દિલથી ઇસ્લામ સાથે વફાદાર રહેવું જોઈએ.

6.    તાકિયામાં સોગંદ લઈને ખોટું બોલવું, વ્યસન કરવું, દારૂ પીવો અને વિકૃત નિવેદનો કરી છેતરવું વગેરે સામેલ છે. તેવીજ રીતે કોઈ પણ પ્રકારનું જુઠાણું ચલાવી પોતે શિકાર અથવા નિર્દોષહોવાનું નાટકપણ કરવાની છૂટ છે.

7.    દુશ્મનને ગૂંચવવા, મૂંઝવવા અને તેના ભાગલા પાડવા માટે તાકિયાને હથિયાર તરીકે વાપરવામાં આવે છે.

8.    કોઈ ધર્મ જુઠ્ઠાણું અને છેતરપિંડીનો અંગીકાર કરી શકે એ લોકોની કલ્પનાની બહાર હોય છે. એટલે કલ્પના બહાર હોવાના કારણે તાકિયા કામ કરી જાય છે.

તાકિયા ઉપર વિશ્વભરના સંશોધનકારો દ્વારા ખૂબ કામો કરવામાં આવ્યા છે અને અનેક લેખો તૈયાર કરવામાં આવ્યા છે. તેમાંથી એક લેખને ખાસ તમારા ધ્યાનમાં રાખવા જેવો છે. જર્નલ ઓફ એશિયન સ્ટડીસ વોલ્યુમ ૭૦, ક્ર ૧ (ફેબ્રુઆરી) ૨૦૧૧ ના અંકના પાના ક્ર ૯૯માં છપાયેલ “તાકિયા એન્ડ આઈડેંટીટી ઇન એ સાઉથ એશિયન કમ્યુનીટી” નામમાં લેખમાં લેખક શફીક વિરાણી તાકિયા વિષે લખે છે કે “Taqiyya is normally practiced by minority or otherwise disadvantaged groups of Muslims who fear negative repercussions should their real faith become known.“ એનો મતલબ એવો છે કે “લઘુમતી વર્ગ કે તકલીફમાં હોય એવા મુસલમાનો પોતાનો ખરો ધર્મ જાહેર કરવાથી તેમના વિષે આવનાર નકારાત્મક પ્રતિક્રિયાઓના ડરથી સામાન્ય રીતે તાકિયા પાળતા હોય છે”

એજ લેખના પાના ક્ર ૧૩૧માં લખે છે કે “Many other Gupti communities across South Asia hold to a much stricter practice of taqiyya. Their prayer houses are called mandirs or dharmashalas rather than jamaat-khanas, they are extremely reticent to discuss their devotion to the imam, and, in rare instances, even family members may not be aware of their Ismaili inclinations” જેનો ગુજરાતીમાં અર્થ છે કે “સાઉથ એશિયા વિસ્તારના ઘણા ગુપ્તી સમુદાયોમાં સખત તાકિયા પળાય છે. તેમના ધાર્મિક સ્થળોને જમાતખાનાના બદલે મંદિર કે ધર્મશાળા કહેવામાં આવે છે. તેઓ, તેમની ઈમામ (હઝરત અલીના વંશમાં જન્મેલ હાલ જેણે “નિષ્કલંકી નારાયણ” કહેવામાં આવે છે. – આ ખુલાસો અમારા તરફથી છે) પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ વિષે ખુલ્લી ચર્ચા કરવાથી બચે છે. અને અમુક કિસ્સાઓમાં તેમના પરિવારજનોને પણ તેમના ઈસ્માઈલી વલણની ખબર હોતી નથી.”

પાના ક્ર ૧૩૨માં જણાવેલ છે કે “For centuries, as an act of self preservation, Ismailis scattered throughout the world held to the strictest taqiyya, blending in with the majority communities among whom they lived. Taqiyya thus became deeply ingrained, an almost instinctive defense mechanism.“ જેનું ગુજરાતી ભાષાંતર છે કે “સેંકડો વર્ષો સુધી સ્વ-બચાવના પગલાં રૂપે દુનિયાભરમાં ફેલાયલા ઈસ્માઈલીઓએ સખત તાકિયાને વળગી રહ્યા જેમાં તેઓ બહુમતી સમુદાય સાથે મિશ્રિત થઇ ગયા. આના કારણે તાકિયા એક સ્વાભાવિક સ્વ-બચાવ તંત્ર રૂપે ખૂબજ ઊંડું ઊતરી ગયું.

તાકિયા ઉપર એક બીજી મહત્ત્વની ઘટના ધ્યાને લેવા જેવી છે. વર્ષ ૧૮૬૬માં મુંબઈ હાઈ કોર્ટનો એક કેસ જેણે “આગા ખાન કેસ” અથવા “ખોજા કેસ” કહેવામાં આવે છે, એ કેસમાં કોર્ટ સામે પ્રશ્ન હતો કે ઈસ્માઈલી ખોજાઓનો ધર્મ કયો? કેસના અંગ્રેજ જજ જસ્ટીસ અર્નાલ્ડએ સતપંથ દશાવતાર ગ્રંથ ઉપર મુખ્ય આધાર રાખીને ચુકાદો આપ્યો કે ઈસ્માઈલીઓ ધર્મના મુદ્દા ઉપર “શિયા મુસલમાન” છે. એ ચુકાદામાં જજ પોતાનું અવલોકન વિષય ટીપ્પણી કરી છે કે…

“Two points may be taken as conclusively established with regard to the Ismailis:-

1.    That they habitually enjoined and carried out the practice of “Takiah,” i.e., concealment of their own peculiar views in religion, and outward adoption of religious forms not their own.

2.    That their Dais, or missionaries, were directed, as a general rule, to set about the work of making coverts by assuming to a great extent the religious stand point of those whom they wished to bring over to their own faith.”

Note: Taqiyya = Taqiya = Takiah = Takiyah

 

ગુજરાતીમાં અર્થ છે:

 “બે મુદ્દાઓને ઈસ્માઈલીઓ વિષે નિર્ણાયક રીતે પાકા કરી શકાય છે.

1.    એ લોકો હંમેશાંથી તાકિયાપાળવાનું કહેતા તેમજ પાળતા આવ્યા છે. તાકિયા એટલે પોતાના ધર્મના વિચારોને છુપાવી રાખવા અને બાહ્ય રીતે અન્ય ધર્મને અપનાવવાનો દેખાવ કરવો.

2.    એમના ધર્મના પ્રચારકોને સામાન્ય રીતે એવી સૂચનાઓ આપવામાં આવેલ કે જે લોકોનું ધર્મ પરિવર્તન કરાવવા માંગતા હોય, એ લોકોના મૂળ ધર્મના પ્રચાર પ્રસારના કામનો દેખાવ કરી, પોતાનું અસલ કામને શરુ કરવું”.

ઉપર આપેલ જાણકારીનો સાર એવો છે કે તાકિયાનું સતત પાલન કરી સતપંથીઓ…

1.    પોતાનો અસલ ધર્મ છુપાવી રાખે છે અને

2.    સતપંથની સ્થપના, અસ્તિત્વ, રક્ષણ તેમજ પ્રચાર પ્રસાર માટે પણ તાકિયાનો ઉપયોગ કરે છે.

માટે બીજીવાર તમે ક્યાંક એવી વાત સાંભળોકે સતપંથમાં સુધારા કરી નાખ્યા, ઘણાં ફેરફારો કરીને ઇસ્લામી તત્ત્વો દૂર કરીને હવે ચોખ્ખો હિંદુ બની ગયા છે, તો તમે સમજી જજો કે આ વાતોની પાછળ “તાકિયા”ની ચાલ છે. આ વાત કેવળ એક જૂઠ છે. છેતરપિંડી કરવાનો નવો પેંતરો છે, ફસાતા નહીં. હવે પછી સતપંથના સાધુઓ અગર કહે કે સતપંથ હિંદુ ધર્મ છે, તો સમજી જજો કે એ પણ એક જૂઠ છે, તાકિયાનો એક પ્રયોગ છે.

સતપંથીઓને અગર હિંદુ કહેવડાવવું હોય, તો સતપંથમાં સુધારો કરવાની જરૂર નથી, માત્ર સતપંથ છોડવાની જરૂર છે.

Leave a Reply

Share this:

Like this: