Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
– જયન્તિભાઇ કરમશી રામાણી (લાકડાવાળા)
જગત જનની મા ઉમાના સાનિધ્યમાં ઊંઝા સ્થિત કડવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થાનનો સતપંથ ઉપર ચુકાદા બાબતે અને હોસ્ટેલ પ્રકરણ વિશે કેન્દ્રીય સમાજની એક વિશેષ સભા તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના મળેલ. તેમાં શ્રી ચંદ્રકાન્તભાઇએ સતપંથનું સંશોધન કાર્ય અને ઊંઝા લવાદપંચને રજૂ કરેલ હકીકત પર પોતાનું વક્તવ્ય આપેલ. પોણો કલાક બાદ ચંદ્રકાંતભાઈ વક્તવ્ય ટૂંકાવતા હતા ત્યારે સભાએ આગ્રહ કરી વક્તવ્ય ચાલુ રખાવ્યું. એટલું જ નહિ પ્રવચન બાદ ખીચોખીચ સભાએ ઊભા થઈ સલામી આપી. તેનાંથી સામાન્ય રીતે સમજી શકાય છે કે સભાનું વલણ શું છે અને જ્ઞાતિ શું ઇચ્છે છે? જ્ઞાતિનું વલણ સમજી ચૂકેલ યુવાસંઘ પ્રમુખ જયંતિભાઈએ સતપંથ મુદ્દે કરેલ કાર્યને બિરદાવતાં કેન્દ્રીય પ્રમુખશ્રીએ જયંતિભાઇને પોતાનો અભિપ્રાય આપવા જણાવ્યું.
ત્યારે વિશેષ સભામાં પ્રથમ વખત જ જયંતિભાઈએ સ્પષ્ટતા કરી કે યુવાસંઘની સ્થાપના બાદ સતપંથ અંગે જાગૃતિનો મુદ્દો ધીરે ધીરે ભૂલાઇ જ ગયો હતો. કેન્દ્રીય સમાજની સાથે સહતે યુવાસંઘ પણ ભૂલી ગયું. એટલું જ નહિ યુવાસંઘમાં અને શ્રીસમાજમાં સતપંથીઓ કાર્યરત થઈ ગયા. તેની પણ કોઇને ખબર પડી નહિ. આ કારણે મારા પ્રમુખ પદે સતપંથ મુદ્દે શરૂઆતના ૧૯ માસ સુધી કોઇ ધ્યાન આપ્યું નહિ. મારી અને યુવાસંઘની સમજ હતી કે સતપંથ જેવા ધાર્મિક મુદ્દે કેન્દ્રીય વડીલોનું જ કાર્ય હોય, માટે યુવાસંઘે કંઇ કરવું નહિ અને એવું બધાંએ માની લીધેલ હતું.
યુવાસંઘ દ્વારા સતપંથનો મોદ્દો હાથમાં લેવાયો
તો આપ જ્ઞાતિજનોને પ્રશ્ન થશે કે યુવાસંઘે સતપંથ મુદો કયા કારણે હાથમાં લીધો. આ પ્રશ્ન એક અગ્રણીએ કરેલ જે કેન્દ્રીય સમાજના અગત્યને હોદ્દે રહી ચૂકેલ છે. તે અગ્રણીનો બીજો પ્રશ્ન હતો કે જૂનો સતપંથ વિવાદ અને વિરોધ ફરી ૨૦૦૬માં થોડો થોડો જાગ્યો, તમે ૨૦૦૮માં યુવાસંઘ પ્રમુખપદે હતા છતાં ૧૮–૧૯ માસ પછી એવું તે શું બન્યું કે વડીલોથી ઉપરવટ જઇ સતપંથ મુદ્દે ઝંડો ઉપાડી બાકીના ૫–૬ મહિનામાં યુવાનું માનસ પલટીને તમે આખું યુવાસંઘને જોડી દીધું.? એમ એ અગ્રણીની ત્રીજી બાબત એ હતી કે તમારી સાથે મેં કામ કરેલ છે માટે કહી શકું કે સતપંથ મુદ્દે કોઇ ઉકેલ તમે ચોક્કસ વિચાર્યો જ હશે. આ ત્રણેય બાબતે તે અગ્રણી સાથે લાબી ચર્ચા થયેલ.
હવે મૂળ વાત કે સતપંથ મેદ્દે અમે યુવાસંઘમાં કાર્ય ઉપાડ્યું તે અંગે ઉપરની વિશેષ સભામાં મેં થોડી છણાવટ કરેલ. અહી વધુ સ્પષ્ટ કરું તો ૨૦૦૯માં કેન્દ્રીય સમાજની સભામાં એક મુરબ્બીને સતપંથ વિશે સાંભળ્યા. તેમાં સતપંથથી જ્ઞાતિની થયેલ દુર્દશાની વેદના હતી. જે રીતે પૂર્વજો અને સંતોએ સતપંથને છોડી સનાતનમાં જોડવાનું કાર્ય કર્યું તેને તે પછીના કર્તાઓ ભૂલી ગયા તેની ભારોભાર પીડા તે મુરબ્બીના વક્તવ્યમાં મને દેખાઇ. સભા બાદ મુરબ્બીને કહ્યું કે યુવાસંઘ પ્રમુખ તરીકે તમારી સમાજ પ્રત્યેની ચિંતા જોઈ સતપંથ મુદ્દે જાણવું એ મારી જવાબદારી બને છે. તે મુરબ્બીએ મને આશ્ચર્યભાવે બે–ત્રણ વખત ઉપરથી નીચે પગથી માથાં સુધી શંકાની નજરે જોયું. એ મુરબ્બી હતા શ્રી હિંમતભાઈ રતનશી ખેતાણી.
કેમકે મારી તે મુરબ્બી વિશે જે છાપ હતી તે તેઓ જાણતા હતા. હું ૧૨–૧૨ મહિના સુધી યેનકેન રીતે તેમનાથી દૂર રહેલ હતો. માટે તે મુરબ્બી મને શંકાની નજરે જુએ, આશ્ચર્ય અનુભવે, એ હું સમજી શકતો હતો. આમ મેં મારી ભૂલ કબૂલી, અંતે તેઓ અમદાવાદ આવવા તૈયાર થયા. આખો દિવસ અને આખી રાત સતપંથ મુદ્દે પૂર્વજોની ચળવળ, પ્રવચનોની હસ્ત લિખિત પ્રતો, સભાઓની મિનિટ્સ, તે વખતનાં જ્ઞાતિનાં સામયિકોમાં લેખો, અન્ય સાહિત્યો અને પૂરાવા ફંફોસ્યા. જ્ઞાતિમાં સતપંથની સાંપ્રત સમસ્યા પર ખૂબ મંથન કર્યું. ત્રણેય મુરબ્બીને કહ્યું બધું સાહિત્ય મને આપો એક એક લીટી સમજવા માંગુ છું. તેઓ માંડ માંડ અઠવાડિયા માટે લાવેલ સાહિત્ય મૂકી જવા તૈયાર થયા.
સામાજિક ઈતિહાસનો અભ્યાસ
કાર્યકર્તા કે વડાએ પોતાનો સમાજ, સંસ્થા કે દેશના ઇતિહાસથી વાકેફ હોવું અનિવાર્ય છે. આખી જ્ઞાતિનું યુવાસંઘનો વડો થઈ આવી ગંભીર સાંપ્રત સમસ્યાથી અજાણ હોય તેણે પ્રમુખ થવું જોઇએ નહિ. મેં કોઇ અપરાધ કર્યો હોય એવો અહેસાસ થયો, હું મારી જાતને ગુનેગાર સમજવા લાગ્યો. આથી મારી જાતને દંડ દેવો નક્કી કર્યું. એક અઠવાડિયું ઘર બહાર જવું નહિ, કોઇ ફોન લેવા નહિ, દાઢી સેવીંગ કરવી નહિ, અન્ન નહિ લેવું જેથી રાત–દિન જાગી શકું અને બધું વાંચન થઈ શકે. આમ કઠોર વાંચન અને ઉપવાસનું વ્રતથી સતપંથ મુદ્દે સત્ય શોધવા સાધના અને તપ આદર્યું. આ રીતે મારી કોઇ ભૂલ બતાવે તો જાતને સુધારવા કઠિન વ્રતો કરતો હોઉં છું.
જેમ જેમ વાંચતો ગયો, જ્ઞાતિની થયેલ દુર્દશા જાણી વાંચતાં વાંચતા ખૂબ રડ્યો છું. પણ આપને પીડા અને દર્દ ઉપજે તે લખવું ટાળ્યું છે. સતપંથનું સાહિત્ય, સભાનાં પ્રવચનો અને મિનિટ્સે મને હચમચાવી નાખ્યો. કોઇપણ સભાની મિનિટ્સ સત્ય જ હોય કેમકે હસ્તલિખિત હોય છે, સભામાં તેનું વાંચન થતું રહે છે. તેમાંથી મને આઈડીયા સ્ફુર્યો કે કેન્દ્રીય સમાજની કારોબારી સભા, ટ્રસ્ટી–હોદ્દેદારોની સભા, વાર્ષિક સભા, ખાસ સભા, અધિવેશનોની બધી મિનિટ્સ વાંચવી. તરત કચ્છ કેન્દ્રીય સમાજની ૧૯૬૦ પછીની લગભગ મિનિટ્સ વાંચી નાખી. તેની સાથે સાથે વર્ષ જઈ ૧૯૧૦ થી લઈ ઘણા અહેવાલો અને પેમ્ફલેટો પણ વાંચ્યા. મારે ત્યાં આવેલા ત્રણેય મુરબ્બીએ કહેલ કે યુવાસંઘની સ્થાપ્નાના પાંચ પૈકી એક મુદ્દો સતપંથ ત્યાગવો તથા સનાતનનો પ્રચારનો હતો તે ઉલ્લેખ મળ્યો પણ નકલ મળી નહિ.
તે સાહિત્યોમાં જાણ્યું કે દરેક અધિવેશનોમાં ૧૮ અને ૧૯મી કલમનો માત્ર સતપંથીઓએ જ વિરોધ કર્યો છે. દરેક અધિવેશનોમાં ભારે તંગ સ્થિતિ ઊભી કરી છે, પોલીસને બોલાવી પડી છે. તે સતપંથીઓએ હવા ઊભી કરી કે ધર્મ વિવાદમાં પડવું એ યુવાનોનું કાર્ય નથી. આમ યુવાસંઘની સ્થાપનાનો સતપંથ અંગે જાગૃતિનો મુદ્દો ભુલાઈ ગયો. જો કોઇપણ મુદ્દે ક્રાંતિ કરવી હોય તો યુવાનો વડીલો સાથે ભળે તો વહેલું પરિણામ મળે. કેમકે યુથ (યવન) પછી યુથ (યુવાન) જ ક્રાંતિને ઉપાડી શકે છે. કોઇપણ કાર્ય કે મિશનમાં માત્ર યુથ સફળ થઇ શકે નહિ તેમ માત્ર વડીલો સફળ થઇ શકે નહિ. આ સુપેરે જાણતો હતો તેથી બહુ વિચારીને સતપંથ મુદ્દે યુવાઓમાં સાચી માનસિકતા ઊભી કરવી એવો મનોમન સંકલ્પ કર્યો. સમાજ પૂર્વજોનાં જે કાર્ય બદલ ઠેર ઠેર પ્રતિમાઓ લગાડે તેમને પૂજે તો પછી તે કાર્ય ઉપાડવામાં ગમે તે સામનો કરવો પડે તોપણ કરવો. આથી મારે ત્યાં આવેલ મુરબ્બીઓને વચન આપ્યું કે યુવાસંઘના પાંચ મુદ્દાની નકલ મળે તોજ સત્ય પાકું થશે, તે આધારે યુવાસંઘ સતપંથ સામે ક્રાંતિ અભિયાન ઉપાડશે.
યુવાસંઘની સ્થાપનાનો એક મૂળ ઉદ્દેશ્ય
આથી તેઓ યુવક સંઘ (તે વખતનું નામ) સ્થાપના કરનાર કલકત્તાના (જે સાત ભગાડી કહેવાતા) વડીલોને મળવા ઉપડ્યા. શોધખોળને અંતે અખાઈભાઈ પ્રેમજી માનાણીને ત્યાંથી નકલ મળી આવી કે તરત ફોન આવ્યો. ત્યારે હું દીકરાનાં લગ્ન માંડવા વિધિમાં હતો. માંડવા બાદ તે મુરબ્બીનો ફોન જોઇ વળતો ફોન લગાડી વાત કરી. તેમણે પ્રત મળી ગયાની આખી હકીકત કહી જણાવી. મારે ઘરે મહેમાનો, બીજે દિવસે જાન જોડવી પણ આપેલું વચન યાદ આવ્યું. તેથી તરત રેલવે પકડી મુંબઇ રવાના થયો. રાત્રે પહોંચીને ચર્ચા બાદ પ્રત લઈ, રાતોરાત અમદાવાદ ફ્લાઈટમાં આવી, વહેલી સવારે દિકરાની જાન જોડી સુરત ગયા. આમ લગ્ન સંપન્ન થયા બાદ આપેલ વચન મુજબ તરત સતપંથ મુદ્દે કામે લાગ્યો.
યુવાસંઘ સભા મળી, સતપંથ મુદ્દે હિન્દુ સંતો અને શાસ્ત્રોનું તાર્કિક ચિંતન કર્યું. તે પાંચ મુદ્દા પૈકી સતપંથ મુદ્દે ચર્ચા ચાલી. યુવાન વર્ગ હતું માટે બધું સમજી ગયું. વચન પાળવા સંકલ્પ લીધો કે યુથને સતપંથ મુદ્દે સપૂર્ણ જગાડવું, આમ કામે લાગી ગયા. સતપંથ મુદ્દે કાર્યથી જ્ઞાતિની માનસિકતા સમજ્યો. મારી સાથે થયેલ એક ગોઝારી ઘટનાને લીધે સતપંથ અને સતપંથીઓને નિકટતાથી સમજ્યો છું. સતપંથ હિન્દુ છે કે નહિ તે પ્રવચનોમાં ટાળતો તેમજ કેન્દ્રીય સમાજના વડીલો અને ચળવળકારો સાથે નજીકથી કાર્ય કર્યું. કહેવાનો અર્થ સતપંથ મુદ્દે મેં જુદી રીતે સ્ટડી કર્યો છે. શ્વેતપત્ર બાદ ઉદ્દભવેલ પરિસ્થિતિ અને ઘટક સમાજોમાં શ્વેતપત્રનું પોતાની રીતે જે રીતે અર્થઘટન કરાતું હતું તેનાથી મારી મનઃસ્થિતિ ખૂબજ દુઃખી હતી જેનું અમે વડીલોનું ધ્યાન દોર્યું પણ કોઇ કારણે કશું થયું નહિ.
ઐતિહાસિક કેસરી પત્ર
તેથી તેનો ખુલાસાના તા. ૨૦-જુલાઈ-૨૦૧૦ના “કેસરી” પત્રો યુવાસંઘે દરેક યુવામંડળ, સામયિકો અને કાર્યકર્તાને મોકલ્યા બધા વિવાદે ચડ્યા હોવાથી ધ્યાને ચડ્યું નહિ. ક્રાંતિનો દાવો કરનાર એ પ્રસિદ્ધ સામયિક ચૂક્યું નહિતર સ્થિતિ જુદી હોત. ઊંઝા ઉમિયા સંસ્થાનના ચુકાદામાં બધા મુદ્દા ખાસ છે, પણ એક મુદ્દો ગહન છે. તેમાં જ ઉકેલ છે તેમ યુવાસંઘના કેસરી પત્રમાં ઉકેલ હતો. આપણે પોતામાં એવા મશગૂલ છીએ કે ક્યારેક કોઈક મુદ્દે અન્યનો ઉચ્ચ વિચારોને ધ્યાને લેતા નથી. અરે, જે અગ્રણીએ મને પ્રશ્નો કર્યા તે શ્રીસમાજના જ ઉચ્ચ હોદ્દે હોવા છતાં કેસરી પત્રથી બેખબર હતા. સમાજનો ઠેકો લઈ ફરતા અહંકારમાં ચૂર બૌદ્ધિકો અને સામયિકો બેખબર રહ્યા અથવા સાંપ્રત મુદ્દે ઉકેલમાં જાજો રસ નહોતો.!
સામાજિક દૃષ્ટિબિંદુ
માત્ર ડાહી વાતો કરે કે સમાજમાં ધર્મ દૂર રાખો, સર્વધર્મ સમભાવ, આ દેશનું બંધારણ છે. આમ એકતાની આડમાં જ્ઞાતિને ભ્રમિત કરે છે. વિચારો કે શું ધર્મ વિના સમાજ હોઇ શકે? નાનો–મોટો કાર્યક્રમમાં તમે કે સંતો દીપ પ્રાગટ્ય કરો, “જય”બોલાવે, તમે “જય” બોલો, સંતો તેડાવો તે શેની વાતો કરશે આમ સમાજમાં પળે પળે ધર્મ આવશે. સમાજમાં ઇમામશાની ‘જય’ મોટા વર્ગની લાગણી દુભવે છે. કારણ કે સતપંથનું ગંદુ તથ્ય (આપણા મતે) જે જોશે અને જાણશે તે જ્ઞાતિજન નિષ્કલંકી કે ઇમામશાહવાળા ધર્મને નહિજ સ્વીકારે. આ શર્મિંદગી અને પીડા અન્ય લોકો નહિ સમજી શકે જેટલા સતપંથીઓ સમજી શકશે. કારણ કે ખુદ સતપંથીઓ તેના મિત્રને કબર બતાવામાં શરમ અનુભવે છે. તેથી પૂર્વજોના કહેલ ચીલે ઈમામશાહ, નિષ્કલંકી, સતપંથ અને પીરાણાનો ત્યાગ કરી મોટો વર્ગ જુદો થઈ ગયો.
છતાં સતપંથીઓ ગેરમાર્ગે દોરે કે પીરાણામાં વચ્ચે થોડા સમય માટે મુસ્લિમ સૈયદો પેસી ગયા હતા. ભ્રમણા એ પણ ફેલાવવામાં આવી પીરાણામાં હિંદુ ધર્મના સ્થાનકને મુસલમાનોએ ઇસ્લામ સાથે સબંધ જોડી દીધો. આવા ખોટા પ્રચારવાળા પંથ સાથે કેમ રહેવું.????? એ સતપંથ સાચો કે ખોટો, હિન્દુ કે મુસ્લિમ એવા વિવાદોમાં પડવા કરતાં, માત્ર સામાજિક દૃષ્ટિકોણથી વિચારવાની અને ચિંતન કરવાની જરૂર છે. જેણે સતપંથને છોડ્યો એ પંથ સાથે કેમ રહી શકાય? માટે જ વિવાદો થયા કરે છે. જે આપણે જોઇ રહ્યા છીએ.
પણ પીરાણા સતપંથનું આખું ગોત્ર જુદું છે, પછી જ્ઞાતિ એક કઇ રીતે થઈ શકે. ઇસ્લામ ધર્મના ગ્રંથોમાં બતાવેલ નિષ્કલંકીને પૂજનારા સાથે આપણે એક કઇ રીતે બેસી શકીશું…???? માટે સતપંથ હિન્દુ છે તે પ્રમાણોની જરૂર નથી. જ્ઞાતિએ બધું સમજી લીધું છે. સતપંથના ગુરુ, તેના ઈષ્ટદેવનાં નામ સતપંથી પોતાનાં બાળકો કે ધંધાનાં રાખતા નથી. જોકે આ વાંચીને અનુકરણ કરશે. જેવી રીતે ઘણા બદલાવો કર્યા તેમ સતપંથમાં અનેક બદલાવો કરતા રહે છે. તેવા બદલાવો હિન્દુ ધર્મમાં કેમ કરવા પડતા નથી.!! માટે આપણા પૂર્વજોએ સતપંથને છોડવાનું કહ્યું છે, તેમાં બદલાવનું નહિ.
તેથી જ્ઞાતિમાં સતપંથીઓને સાથે રાખવાની કોશીષો કરીશું તો મોડો વહેલો ડખો પડશે જ. કથિત બૌદ્ધિકો ડાહી રૂપાળી આદર્શવાદી વાતો કરે કે અમે સંપ્રદાય મુકત છીએ, સમસ્ત કચ્છ કડવા પાટીદારને આવકારીએ છીએ, અમે સર્વધર્મમાં માનીએ છીએ, માનવતાને માનીએ છીએ, સૌ સંપીને રહીએ છીએ. તેવાં ગામો કે વિભાગો સતપંથીને સાથે રાખી ગર્વ કરતા હોય, પરંતુ તે મિક્ષ ચાલતા સમૂહ કે સમાજમાં મોડે–વહેલે સતપંથને લીધે જ વિવાદો થયા છે અને ભવિષ્યમાં થશે. કારણ, સતપંથી ઇમામશાની “જય” બોલાવે, સતપંથનો પ્રચાર કરે, કરાવે છે. સતપંથના જ સાધુ–સંતોને બોલાવે, દુરાગ્રહ કરે, વેદ રચયિતા તરીકે મુસ્લીમ ઈમામશાહ બાવાનું નામ લખે છે. તો કોઇ કારોબારીમાં સતપંથીને ઘુસાડવાનો આગ્રહ રાખે, સતપંથીની તરફેણ કરે. તેઓ રાજરમત કરી સતપંથીને પ્રમુખ બનાવે આવા–તેવા અનેક વિવાદો જગાડે છે.
તેથી દર ૪૦–૫૦ વર્ષે કોઇ સમૂહ કે કોઇ ઘટક સમાજમાં ડખો પડે. પરંતુ તેથી આખી જ્ઞાતિમાં ડખો ઊભો થાય. આપણને ઊંઝા, મધ્ય ગુજરાતથી કચ્છ તગેડી મૂક્યા તે પછી છેલ્લાં બે સદીઓમાં આઠ વખત મોટો ડખો ઊભો થયો છે. સને ૧૯૭૦ના દશકમાં સતપંથને લીધે આખી જ્ઞાતિ પાયમાલ થયેલ. ભાઇ ને બહેન, મામા ને ભાણેજ, બાપ ને દીકરી, મા અને દીકરાના સબંધો તૂટ્યા હતા. આમ આઠ દાવાનળો જ્ઞાતિ ભોગવી ચૂકી છે. તો પણ બૌદ્ધિકો ડાહી રૂપાળી આદર્શવાદી વાતો કરે છે કે અમે સંપ્રદાય મુકત છીએ, સમસ્ત કચ્છ કડવા પાટીદારને આવકારીએ છીએ, સર્વધર્મમાં માનીએ છીએ, સૌ સંપીને રહીએ છીએ. કારણ કે તેઓને ખબર જ નથી કે ભૂતકાળમાં સતપંથ સામે આઠ દાવાનળ જાગ્યા છે.
આમ આપણી જ્ઞાતિમાં માત્ર સતપંથ સામે વાંધા છે, અન્ય પંથ સામે નહિ. તેથી સતપંથ સામાજિક રીતે ત્યાજ્ય છે. એ કારણે જ સામાજિક રીતે સતપંથને સાથે રાખવા હિમાયતી થશું તો જ્ઞાતિમાં સંપ અને એકતા કદી નહિ થાય. આથી સતપંથનું અધ્યાત્મ કે ધર્મ કેવો તે પ્રશ્ન રહેતો નથી. ગમે તેટલો સાચો સારો પંથ હોય, આપણા સમાજમાં વિવાદાસ્પદ છે. ઘણા કહે કે વિવાદ નહિ કરવો જોઇએ. તો પછી વિશ્રામબાપા, કેસરાબાપા, નારાયણબાપા, રતનશીબાપા, ભીમજીબાપા, નથુ નાનજી પછી હિંમત ખેતાણી, રમેશ વાઘડીયા, પ્રેમજી કેસરાણી, જયંતિ લાકડાવાળા, રતનશી દિવાણી, વસંત ધોળુ, સી.એ. ચન્દ્રકાન્ત છાભૈયા જેવાઓ ક્રમે ક્રમે થયા કરશે. તેઓ એક-બે છે, છતાં આખી જ્ઞાતિ ચળવળમાં જોડાય છે. માત્ર ગણ્યાગાંઠ્યા કથિત બૌદ્ધિકો કે સતપંથીઓ નહિ. તો કેટલાને રોકીશું આમ વિવાદો વધશે. જ્ઞાતિમાં રાજકારણ રમાય છે તે વાત તદ્દન ખોટી છે. જેણે જેણે સતપંથનો વિરોધ કર્યો તે લોકો હોદ્દા પર નહોતા આજે નથી. જે હોદ્દામાં છે તે પહેલેથી જ હતા.
જેમનો જન્મ વર્ષ ૧૯૫૦–૬૦ની આસપાસ થયો ત્યારે ૮–૧૨ વર્ષની ઉંમર હોવાથી તે પીડા કે તે દર્દ આજે તેમને યાદ નથી. માટે સમગ્ર જ્ઞાતિ સતપંથ છોડે એજ ઉપાય છે નહિતર ૩૦–૪૦ વર્ષે ફરી સતપંથ સામે વિવાદ જાગશે. જેથી ભાઇ–બહેન, મામા–ભાણેજ, બાપ–દીકરી, મા–દીકરા સબંધો તૂટે છે. માટે જ કડક ઠરાવો કરવા પડે છે. સતપંથને ભેગા રાખવાની કોશીષોથી સનાતનીઓની લાગણી દુભાય છે. તેવી સામાજિક ઘટનાઓનું ચિંતન બાદ જ યુવાસંઘ પ્રમુખ રૂએ અને યુવાસંઘે સતપંથ સામે ચળવળ ઉપાડવી પડી હતી. જેના ખૂબ સારા પરિણામો જોવા મળ્યા.
સતપંથ અને સનાતન સાથે રહેશે તો સતપંથ મુદ્દા ઉપર નવા-નવા વિવાદો નિરંતર જાગતાજ રહેશે. આ રીયાલીટી સતપંથીઓએ સમજવી પડશે. સુજ્ઞ વાચકોને વિનંતી, માત્ર સામાજિક દૃષ્ટિબિંદુથી સતપંથને તરાશો તો સમજાશે કે જ્ઞાતિમાં એકતાની જરા સરખી ચિંતા સતપંથીને હશે તે સતપંથ ત્યજશે. જે નથી છોડતા એનો અર્થ તેને એકતા કે સમાજથી કોઇ લાગણી નથી, માત્ર વેવલું ધર્મ ઝનૂન છે. પોતાની દલીલોમાં ગળાડૂબ મશગૂલ છે. તેથી જ દક્ષિણ ભારતમાં સતપંથીને હવે પછી નહિ લેવાની તારીખ ડીકલેર કરવી પડી છે, એ રોગ બધે જ ફેલાશે.
સતપંથી પોતે કહે છે ઈમામશાહએ ભાખ્યું છે સતપંથમાં માત્ર અઢી જણ રહેશે. એનો અર્થ ઈમામશાહને ખબર હતી કે જેમ જેમ જાગૃતિ વધશે તેમ તેમ લોકો સતપંથ છોડી દેશે. આના પરથી સમજી શકાય કે આ મુસ્લિમોની ગંદી ચાલ હતી. પરંતુ સતપંથી પોતે પોતાનું જ બ્રેઈનવૉશ કરે રાખે છે જેથી સમાજની કે પોતાના ભાઈની વાત સમજાતી નથી. માટે આખો સમાજ ડખે ચડે છે. કેમકે ૯૫–૯૬ ટકાએ સતપંથ છોડ્યો તે લોકો સતપંથીઓ સાથે નહિ જ રહે, જે આપણે જોઈ રહ્યા છીએ. આ તેમને કેમ સમજાતું નથી.! ઈશ્વર તેને સદ્દબુદ્ધિ આપે એજ પ્રાર્થના.