Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

૨. જ્ઞાતિમાં સતપંથ સામે સંઘર્ષની પરિસ્થિતિ

 

1.    પૂર્વભૂમિકા: એવું તો આખરે શું હશે કે એક વ્યક્તિને પોતાના પરિવાર, ભાઈઓ, નિકટના વ્હાલા સ્વજનો, પોતાની બાપ દાદાની ખેતી, જમીન અને મિલકતોને ખુશી ખુશી છોડવા તૈયાર થઈ જાય છે? એવું તો શું હશે કે આમ કરતી વખતે પોતાના મનના દુઃખની પીડાને કાબૂ કરી શક્યા હશે? પોતાનું સર્વસ્વ લુટાઈ ગયેલ હોવા છતાં પણ એ માણસ પોતાને ખૂબ બુદ્ધિશાળી કેમ સમજતો હોય? એવું તો શું હશે કે પોતાનું માદરે વતન છોડી, પોતાની ગુંજતી દુનિયા છોડીને દૂર, અજાણ્યા પ્રદેશમાં, વેરાન, સુખા, દુષ્કાળ પ્રદેશમાં જઈને રહેવા માટે તૈયાર થઈ જાય?

જરા વિચારો તો ખરા કે આપણી અને આપણા વડીલોની વર્ષોની મહામહેનતે ઊભી કરેલ બધીજ સુખ-સમૃદ્ધિઓ, તેમજ આપણે જેના ઉપર નિર્ભર હોય એવી આપણી આજીવિકાના સાધનો, આપણા પરિવારો, ભાઈઓ, સગાઓ, વહાલાઓ, સ્વજનો, મિત્રો, આપણું માદરે વતન, આપણું ગામ શું છોડવા તૈયાર થશું? અને એના બદલામાં આપણને શું મળે? કંઈ નહીં. ઊલટું આપણા જીવનમાં કષ્ટ, પીડા, દુઃખ, ગરીબી, ભૂખ જેવા અસંખ્ય અને અનપેક્ષિત મુશ્કેલીઓથી આપણે ઘેરાઈ જઈએ. એવી કઈ અપેક્ષા / લાલચ / વિશ્વાસ / શ્રદ્ધા હોઈ શકે?

2.    અંધવિશ્વાસ/અંધશ્રદ્ધા: આવીજ કોઈક લાલચ / અંધવિશ્વાસ/ અંધશ્રદ્ધાના વશમાં આવીને મજબૂર, નિર્દોષ, સરળ, ભોળા લોકો પોતાની જાતને મારી નાખવા તૈયાર થઈ જતા હોય છે. પોતાને બોમ્બથી ઉડાવી દેનાર આત્મઘાતી હમલાવર બનવા તૈયાર થતા હોય છે. જેણે આપણે સામાન્ય ભાષામાં “આતંકવાદી” કહીએ છીએ. આપણે સહુ જાણીએ છીએ કે ઈસ્લામ માટે નિર્દોષ, ભોળા લોકોનું મગજ ફેરવી, તેમની મજબૂરીનો લાભ લઈ, એવી-એવી વાતો પર તેમને વિશ્વાસ કરતા કરી દેવામાં આવે છે, જેમાં મરણ પછી, સીધું સ્વર્ગ, સ્વર્ગમાં ૭૨ હુરું મળશે, ધરતીપર જેના માટે વલખાં મારતા હોય એવી તમામ સુખ સુવિધાઓ, અલ્લાહના સહુથી પ્રિય બનવાની લોભામણી વાતો સામેલ છે. વાતોને એવા જોશ અને જુસ્સાની સાથે પીરસવામાં આવે કે એક સામાન્ય માણસને આવી વાતો પાછળની રમતોની કલ્પના પણ ન હોય. ધીરે ધીરે એની માનસિક સ્થિતિ એવી કરી દેવામાં આવે કે જે કંઈ વાત એની સામે મૂકવામાં આવે એજ એમના માટે સત્ય છે અને એનું પાલન કરવા સિવાય તેનો જીવનમાં કોઈ બીજો ઉદ્દેશ નથી. ટૂંકમાં ઈસ્લામના કુટિલ પ્રચારકો, પોતાના સ્વાર્થ માટે લોકોના જીવન સાથે ખિલવાડ કરતા હોય. રમત એટલી ઊંડી હોય, કે શિકાર થયેલ વ્યક્તિને પણ ખબર ન હોય કે એ ક્યારે કોઈની રમતનો શિકાર બની ગયો.

આવુંજ કંઈ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સાથે થયેલ છે. મૂળમાં આ અકલ્પનીય પરિસ્થિતિને પણ વાસ્તવિકતામાં આ જ્ઞાતિ ઉપર થોપવામાં આવી છે અને તેના કારણે આ જ્ઞાતિને ખૂબજ ભોગવવું પડ્યું છે.

3.    તાકિયા: આ બધું શક્ય થયું છે ઈસ્લામના એક હથિયાર “અલ-તાકિયા” ઉર્ફે “તાકિયા” ના કારણે. લોકોના મગજ ભ્રષ્ટ કરવાનું મૂળ યંત્ર છે – તાકિયા. સતપંથની સફળતા પાછળનું પણ મૂળ મંત્ર કહો યા કહો મૂળ રણનીતિ પણ તાકિયા છે.

આપણે સર્વેને જાણ છે કે ઈસ્લામ ધર્મનો ફેલાવો મુખ્ય બે રીતે કરવામાં આવ્યો. એક છે “બળ” અને બીજો છે “કળ”. બળ એટલે તલવારના જોરે અને કળ એટલે યુક્તિ/પ્રયુક્તિના જોરે. સતપંથ ધર્મનો પ્રચાર યુક્તિના જોરે ભારતમાં કરવામાં આવ્યો.

4.    ઈસ્લામની પ્રગતિમાં મુખ્ય અડચણ: જ્યારે શિયા પંથના પ્રચારકો ભારતમાં ઈસ્લામ ધર્મના પ્રચાર માટે આવ્યા, ત્યારે એમણે જાણ્યું કે સારા-સારા ઉપદેશો આપ્યા બાદ પણ, લોકો ઈસ્લામ ધર્મને સ્વીકારતા નહોતા. માટે ઊંડાણથી તપાસ કરવાથી તેમને જણાયું કે તેમની અસફળતા પાછળના મુખ્ય બે કારણો હતાં, જે આ પ્રમાણે છે.

1.    હિંદુ ધર્મના ઉચ્ચ આદર્શો અને મૂલ્યો: હિંદુ ધર્મના આદર્શો અને મૂલ્યો એટલા ઉચ્ચ હતા, કે ઈસ્લામના આદર્શો અને મૂલ્યો તેમની બરાબરી કરી શકતા નહોતા. પ્રચાર કરવામાં આવતા ઇસ્લામના આદર્શો અને મૂલ્યોને હિંદુઓ અગાઉથી જાણતા અને પાળતા હતાજ. એટલે હિંદુઓ માટે ધાર્મિક રીતે કઈ નવું આપવામાં લોકો અસમર્થ હતા.

2.    વર્ણ આધારિત સમાજ રક્ષા કવચ: ભારતમાં પ્રચલિત વર્ણ વ્યવસ્થાના કારણે, ઈસ્લામ ધર્મનો સ્વીકાર કરનાર વ્યક્તિને તરતજ સમાજ બહાર મૂકી દેવામાં આવતો. તે સમયની સામાજિક વ્યવસ્થાના કારણે સમાજ બહાર થયેલ વ્યક્તિનું અસ્તિત્વ ટકાવી રાખવું લગભગ અશક્ય હતું.

 

માટે શિયા ઈસ્લામના પ્રચારકો સામે આવેલ આ બે મુશ્કેલીઓનો રસ્તો કાઢવો જરૂરી હતું. ઈસ્લામના ચતુર પીર, દાઈ, સુફી વગેરેએ, હિંદુ ધર્મના મજબૂત રક્ષા કવચને ભેદવા માટે એવો રસ્તો કાઢ્યો કે જેનાથી અનુયાયી સતપંથને સહજ સ્વીકારી લે અને પોતાના મૂળ હિંદુ સમાજમાં રહી પણ શકે.

5.    અડચણોને દૂર કરવા યુક્તિઓ: એ લોકોએ ઈસ્લામના એક પંથ, જેનું નામ “સીરાત-અલ-મુસ્તકીન” (એટલે કે “સીધો રસ્તો” અથવા તો “સાચો રસ્તો”) હતું તેને ભારતમાં લાવવાનું નક્કી કર્યું. આ પંથને ભારતીય/હિંદુ નામ “સતપંથ” આપવામાં આવ્યો. આ સતપંથને કલિયુગનો સાચો હિંદુ ધર્મ તરીકે લોકો સામે મૂકવામાં આવ્યો. આ સતપંથમાં ઈસ્લામ ધર્મના મૂળ બીજની અરસપરસ બાહ્ય હિંદુ દેખાવ આપવામાં આવ્યો. એવી યુક્તિ ભરી વ્યવસ્થા ગોઠવવામાં આવી કે હિંદુ દેવી દેવતાઓને મોઢે છૂપી રીતે ઈસ્લામનો સંદેશ આપવામાં આવતો. જેના કારણે અજાણ અને ભોળા હિંદુઓ, શંકા મુક્ત થઈ, પોતાના મનના ગમા-અણગમા એક બાજુ મૂકીને સતપંથ ધર્મને સહેલાઈથી સ્વીકારી લીધો. કારણ કે પોતાના જ દેવી-દેવતાની વાત ખોટી હોય, એ એમની કલ્પનાની બહારજ હોય.

આ કામ પાર પાડવા માટે સતપંથના પ્રચારકોએ હિંદુ ધર્મના શાસ્ત્રોને ભ્રષ્ટ કર્યા. સહુથી પહેલાં, હિંદુ ધર્મના વિષ્ણુ દશાવાતર ગ્રંથને ભ્રષ્ટ કરીને એક નવો પણ બનાવટી સતપંથ દશાવતાર ગ્રંથ રચ્યો. તેમાં શિયા ઈસ્લામના સર્વોચ્ચ દેવહઝરત મૌલા અલી તાલિબ” (ઉર્ફે અલી), જે ઇસ્લામ ધર્મના સ્થાપક મુહમ્મદ પૈગંબરના કાકાઈ ભાઈ અને જમાઈ થાય, એ અલીને વિષ્ણુ ભગવાનના છેલ્લો એટલે કે ૧૦મો અવતાર તરીકે ગોઠવી દીધા. હિંદુઓ આ વાતને સહેલાઈથી સ્વીકારીલે માટે અલીને ભારતીય / હિંદુ નામનિષ્કલંકી નારાયણ” આપવામાં આવ્યું.

બીજું પગલું હતું કે સતપંથના અનુયાયીઓને કડક આદેશ આપવામાં આવતો કે પોતાના નવો ધર્મને (એટલે સતપંથને) ગુપ્ત રીતે પાળે. પોતાના નિકટના પરિવારજનો સાથે પણ ચર્ચા કરવા પર મનાઈ હતી. આના માટે, એવો પ્રચાર હતો કે કલિયુગમાં હવે ખૂબ ઓછા દિવસો બચ્યા છે. અને કલિયુગના અંતે માત્ર અમુક લોકોજ અમરાપુરીમાં (સતપંથના શાસ્ત્રોમાં સ્વર્ગનો એક પ્રકાર, જેમાં ૭૨ હુરું મળવા જેવી લોભામણી વાતો છે) જઈ શકશે. માટે અગર તમારે અમરાપુરીમાં જવું હોય, તો તમારે “ગુપ્તી” તરીકે રહેવું. મતલબ કે અગર તમે સતપંથ ધર્મ પાળો છો, એ વાત બીજાને ખબર પડી ગઈ તો તમને સ્વર્ગ નહીં મળે. ખોટી રીતે ઊભા કરવામાં આવેલ આવા ડરના કારણે, સતપંથના પ્રચારકો સતપંથ ધર્મ છુપાવી રાખવામાં સફળ રહ્યા.

6.    યુક્તિઓનું પરિણામ: આ બન્ને યુક્તિઓ હિંદુઓની દૃષ્ટિએ એટલી ઘાતક નીવડી કે હિંદુ ધર્મના મજબૂત રક્ષા કવચને ભેદવામાં સતપંથ સફળ રહ્યું. આ યુક્તિ પ્રયુક્તિ પાછળનું સૂત્ર (ફાર્મ્યુલા) હતુંતાકિયા”. તાકિયાના પ્રયોગના કારણે સતપંથ ધર્મમાં, હિંદુ ધર્મનો દેખાવ અપનાવીને, હિંદુ ધર્મના પ્રચારના બહાને, સૌમ્ય રીતે ઈસ્લામના છૂપા સંદેશાઓનો પ્રચાર કરવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. વ્યવસ્થાના મદદથી ઈસ્લામ ધર્મનું મૂળ (બીજ) હિંદુ અનુયાયીઓમાં નાખી દેવામાં આવ્યું અને હિંદુઓને ખબર પણ ન પડી. કારણને પ્રચાર પદ્ધતિ એવી હતી કે કલિયુગનો સાચો હિંદુ ધર્મ તો માત્ર સતપંથ છે. આ જુઠ્ઠાણું પકડાઈ ન જાય એટલા માટે પણ સતપંથ ગુપ્ત રીતે પાળવાનું કહેવામાં આવતું. બીજી બાજુ સતપંથના અનુયાયી પાસેથી સ્વર્ગમાં જવા માટે ફરજિયાત આવકનો ૧૦મો ભાગ, દસોન્દ તરીકે લેવામાં આવતો. તેવીજ રીતે અન્ય ધાર્મિક કર અને લાગાઓની નામે સતપંથના અનુયાયીઓને આવકના સ્ત્રોત તરીકે સતપંથના પ્રચારકોએ ગોઠવેલ હતા. અંગેની મહત્ત્વની સંપૂર્ણ જાણકારીઓ પુસ્તકમાં આગળ આપવામાં આવેલ છે.

7.    કચ્છમાં સ્થળાંતર કરવા પાછળનું મૂળ કારણ: આ પ્રપંચમાં ઘણી હિંદુ જ્ઞાતિઓ ફસાણી. જેમાં લોહાણા, સુમરા, ભાટિયા, કણબી, રબારી વગેરે સામેલ છે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના પૂર્વજો, મૂળમાં ખેતી કરનાર સ્વભાવે સરળ, ભોળા, અજ્ઞાની, શંકા-કુશંકા ન રાખનારા અને શ્રદ્ધાળુ હોવાના કારણે સતપંથના શિકાર બન્યા. ત્યારે આ લોકો ઊંઝા, મહેસાણા, અમદાવાદ, ચરોતર વગેરેની આસપાસ રહેતા હતા. તેમના તે વખતના હિંદુ ભાઈઓએ તેમને સમજાવ્યા કે તમે ધર્મના ખોટા રસ્તા પર છો. તેમને પ્રદેશમાંથી ગામ બહાર કરવામાં આવ્યા. પણ એ લોકોએ એમની એ વાતને સ્વીકારવા તૈયાર ન થયા. તેની પાછળનું એક મુખ્ય કારણ હતું, સતપંથજ સાચો હિંદુ ધર્મ છે પ્રચાર અને માત્ર સાચા સતપંથીને મૃત્ય પછી અમરાપુરી (૭૨ હુરું, દેવોની સંગત અને સુખ સુવિધાઓ વગેરે યુક્ત) મળશે એવી આપવામાં આવેલ લાલચ. અંધશ્રદ્ધા અને લાલચમાં એટલા ડૂબ્યા રહ્યા કે એ લોકોએ ગુજરાતની ફળદ્રુપ જમીન છોડીને કચ્છ જેવા સૂકા રણ વિસ્તારમાં રહેવા તૈયાર થઈ ગયા.

8.    હિંદુ મૂળ ટકાવી રાખવા સંઘર્ષ: પણ સદ્‍ભાગ્યે જ્ઞાતિના એક દૂરંદેશી વિચાર ધરાવનાર વડીલ શ્રી વિશ્રામભાઈ નાકરાણીને ખ્યાલ આવી ગયો કે આપણે એક મુસલમાનને (સૈય્યદ ઈમામશાહને) ગુરુ તરીકે સ્વીકારીને ભૂલ કરી છે. પણ આગળ ચાલતા જ્ઞાતિ મુસલમાન ન બની જાય, તે માટે તેમના અંતિમ સમયમાં એમને જ્ઞાતિ પાસેથી બે વચનો લેવડાવ્યાં. પહેલું હતું, કે જ્ઞાતિ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવાનું ક્યારે બંધ નહીં કરે. અને બીજું હતું કે જ્ઞાતિ કોઈ દિવસ માંસાહાર નહીં કરે. આના કારણે જ્ઞાતિનું મૂળ હિંદુ ધર્મ સાથે કાયમ માટે ટકી રહ્યું. ત્યાર બાદ લગભગ ૪૦૦ વર્ષ સુધી જ્ઞાતિ હિંદુ મુસલમાન એવા ખીચડિયા અર્ધદગ્ધ પંથમાં ચાલતી રહી. વચ્ચે કેશરા પર્મેશ્વરા આવ્યા જેણે સ્વામીનારાયણ પંથનો પ્રચાર કર્યો. ત્યાર બાદ જ્ઞાતિમાં સંત લાલરામ મહારાજનો પ્રવેશ થયો. જેમના શિષ્ય સંત ઓધવરામ મહારાજ હતા. તે દરમ્યાન શ્રી નારાયણજી રામજી લીંબાણીએ, સતપંથ ધર્મની પોલ દુનિયા સામે ખુલ્લી કરી અને જ્ઞાતિમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. તેમણે ખૂબ મોટી ઝુંબેશ ચલાવી. જેમાં તેઓ મહદ અંશે સફળ પણ રહ્યા. પણ તેમની સફળતા વધુ સમય માટે ટકી ન શકી. ત્યારે શ્રી રતનશી ખીમજી ખેતાણી અને સંત ઓધવરામ મહારાજની જોડી દ્વારા તૈયાર કરવામાં આવેલ રણનીતિ ખૂબ કારગત નીવડી. પ્રેમ, સંપ, સંગઠન, એકતા, વિકાસના પાયા ઉપર તેમની ટીમે સનાતન સમાજનો પાયો નાખ્યો. જે લોકો સતપંથને છોડતા, તે લોકોને સનાતન સમાજમાં ખૂબ સરળતાથી સ્વીકારી લેવામાં આવતા. કોઈ પણ અવરોધ કે વિધિ વિધાન કરવાની જરૂરત નહોતી. લોકોને પ્રેમથી સમજાવવામાં આવતું કે સતપંથ શા માટે હિંદુ ધર્મ નથી. એક સાચા હિંદુને સતપંથ ધર્મ શોભે નહીં. જેમ જેમ લોકોને સત્ય હકીકત સમજાતી, તેમ તેમ સતપંથને છોડી દેતા. કોઈની સાથે દબાણ કરવામાં આવતું ન હોતું.

9.    સુધારવાદી પ્રવૃત્તિઓ અને સનાતન સમાજની સફળતા: સંત ઓધવરામ મહારાજ, તેમના પટ શિષ્ય સંત દયાળદાસ મહારાજની પ્રેરણા અને દેખરેખમાં અમલમાં મૂકેલ આ રણનીતિ એટલી કારગત નીવડી કે જ્ઞાતિનો બહુજ મોટો ભાગ સતપંથ છોડીને સનાતન સમાજમાં ભળી ગયો. બીજી બાજુ સનાતન સમાજને ટકાવવા માટે સંસ્થાઓ અને સુવિધાઓ ઊભી કરવામાં આવી. ઇષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરો, ગેઢેરા વ્યવસ્થાને ભંગ કરીને સનાતની કેન્દ્રીય સમાજની રચના, મૂળ કડવા પાટીદાર જ્ઞાતિ સાથે જોડાઈ રહે તે માટે વાંઢાય ખાતે ઉમિયા માતાજીનું મંદિર, કેળવણી માટે વિદ્યાર્થી બૉર્ડિંગ સંકુલ, અને આર્થિક કમર તોડનાર, ફરજિયાત દસોન્દ, લાગાઓ અને અન્ય કુરિવાજોને જ્ઞાતિમાંથી કાયમ માટે નાબૂદ કરવામાં આવ્યા. આના કારણે સનાતન સમાજ જલદીથી સફળ થયો.

10. સનાતન સમાજમાં સતપંથ બાબતે સુષુપ્તતા/નીરસતા: સનાતન સમાજની સફળતાના કારણે કચ્છની અન્ય હિંદુ જ્ઞાતિઓ પણ હવે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને હિંદુ તરીકે સ્વીકારવા લાગી. સનાતન સમાજ છોડીને પાછા સતપંથમાં જવાના કોઈ કિસ્સાઓ જોવા નહોતા મળતા. જૂજ કોઈ કિસ્સા બન્યા હશે, તો તે અપવાદ સિવાય કંઈ નહોતા. સતપંથ છોડીને સનાતનમાં આવવાનો દોર અંદાજે વર્ષ ૧૯૮૫ સુધી એક ધારો ચાલ્યો. સતપંથમાંથી જ્ઞાત બહાર થયેલ લોકોની સમાજ એટલે સનાતન સમાજ હવે ખૂબ મોટી થઇ ગઈ હતી. સનાતન સમાજના આગેવાનો પોતાની સફળતાને લઇને એટલા આશ્વસ્ત થઇ ગયા હતા, કે એ લોકોએ સતપંથ ઉપર ચાંપતી નજર રાખવાનું બંધ કરી દીધું. લોકો એવી ખોટી ખાતરીમાં આવી ગયા કે સતપંથ હવે ખતમ થઇ ગયું છે. હવે સતપંથની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આના કારણે પહેલાં સુષુપ્તતા ફેલાણી, જે સમય જતા નીરસતામાં બદલાઈ ગઈ. પરિણામે સનાતની સમાજના નવા યુવાનો પોતાની સમાજના ધાર્મિક ઈતિહાસથી વંચિત રહી ગયો. આવા યુવાનો લોટના પીંડા જેવા હતા, જે બનાવવું હોય તો બની શકે. પ્રેમ, સંપ, સંગઠન, વિકાસ, પ્રગતિ, રાજકીય ફાયદો, વગેરે વગેરે આદર્શવાદી વાતોના દમ ઉપર અને સનાતની સમાજમાં ફેલાયેલ ધાર્મિક ઈતિહાસની અજાણતાનો લાભ લઇને, સતપંથના પ્રચારકોએ સનાતન સમાજના યુવાનોને બેવકૂફબનાવવાના/છેતરવાના પ્રયત્નો કર્યા.

11. પીરાણાની ગબડતી પરિસ્થિતિ રોકવા બાહ્ય ફેરફારો: વર્ષ ૧૯૮૫ સુધી સતપંથ છોડનારા લોકોનો પ્રવાહ એક ધારો ચાલ્યો હતો, જેનાથી પીરાણા સતપંથની પરિસ્થિતિ ખૂબ નબળી થઇ ગઈ હતી. પીરાણા સતપંથની ગબડતી પરિસ્થિતિને સુધારવા તે સમયે મોટા ફેરફારો કરવામાં આવ્યા. આ ફેરફારો એટલા ઘાતક હતા કે આગામી લગભગ ૨૫ વર્ષ સુધી એ ફેરફારો પાછળની રમતને સનાતન સમાજ સમજી ન શક્યું. પીરાણા સતપંથનું અસ્તિત્વ ટકાવવા માટે, અનુયાયીઓની ઘટતી સંખ્યા અને ઘટતી આવકને અટકવવાની તાતી જરૂર હતી. પીરાણાની આવક વધારવા માટે અનુયાયીઓ વધારવા જરૂરી હતું. પણ વર્ષ ૧૯૮૫ અરસા સુધી સતપંથનું અસલ ઈસ્લામી સ્વરૂપની જાણ કચ્છ કડવા પાટીદાર (ક.ક.પા.) જ્ઞાતિના ઘરો ઘર સુધી પહોંચી ગઈ હતી. ઈસ્લામ ધર્મ સાથે જોડાવવામાં ક.ક.પા. જ્ઞાતિના લોકો હવે શરમની લાગણી અનુભવતા હતા. એટલે એક એવા ઉપાયની જરૂરત હતી, કે જેના થકી લોકો મોટી સંખ્યામાં પીરાણા સતપંથ સાથે જોડાય અને તેમાં તેમને ગૌરવની લાગણી અનુભવે.

12. તાકિયાના પુનઃ પ્રયોગથી બાહ્ય બદલાવ: આ ઉપાયને અમલમાં લાવવા માટે ફરીથી એક વખત ઈસ્લામનું મહત્ત્વનું હથિયાર “અલ-તાકિયા” ઉર્ફે “તાકિયા”નો પ્રયોગ કરવામાં આવ્યો. પીરાણા સતપંથના મૂળ ધાર્મિક પુસ્તકોમાં બાહ્ય ફેરફાર કરવામાં આવ્યા. જ્યાં જ્યાં ઈસ્લામી/અરબી શબ્દો હતા, તેનાં બદલે સમાનાર્થી હિંદુ/ભારતીય/ગુજરાતી શબ્દો મૂકી દેવામાં આવ્યા. દાખલા તરીકે “અલી”ની જગ્યાએ “નારાયણ”, “અલ્લાહ”ની જગ્યાએ “પ્રભુ”, “નુર”ની જગ્યાએ “જ્યોતિ”, “મુહમ્મદ”ની જગ્યાએ “બ્રહ્મા” વગેરે વગેરે. બીજા શબ્દોમાં કહીએ તો પીરાણા સતપંથના ધાર્મિક પુસ્તકોનું માત્ર ભારતીય ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું. બીજા બધી રીતે મૂળ ધાર્મિક પુસ્તકોના સિદ્ધાંતોને જાળવી રાખવામાં આવેલ હતા. કહેવાતા સુધારેલા પુસ્તકોને લોકો સામે મૂકીને કહેવામાં આવ્યું કે મુસલમાનોએ અમારા પુસ્તકોમાં જે ખોટા ફેરફારો કરેલ હતા, તેને કાઢી નાખ્યા છે. આ અમારા મૂળ ધાર્મિક પુસ્તકો છે અને આમાં કંઈ મુસલમાન જેવું હોય તો બતાવો.

પીરાણા સતપંથના સ્થાપક અને અધ્ય ધાર્મિક ગુરુ સૈય્યદ કબીરુદ્દીનના પુત્ર, ઈમામુદ્દીન અબ્દુર રહીમ સૈય્યદ ઉર્ફે ઈમામશાહ બાવા ઉર્ફે ઈમામશાહ મહારાજની કબર પીરાણાનામાં મુસલમાન કબ્રસ્તાનમાં આવેલ એક દરગાહમાં છે. આ કબર પીરાણા સતપંથીઓ માટે શ્રદ્ધાનું મુખ્ય કેન્દ્ર છે. ઈમામશાહના સમય કાળમાં બનાવવામાં આવેલ મુખ્ય પ્રવેશ દ્વાર થી દાખલ થઈએ તો અંદર આવતાં બન્ને તરફ મુસલમાનોની કબરો દેખાય છે. ત્યાર બાદ થોડા અંદર જઈએ તો ઈમામશાહની દરગાહ દેખાય છે અને તેની બહાર હાજરબેગની લોડ (કબર) છે. એ કબરની આસપાસ આરસ પાણા (માર્બલ)ની ટાઈલ્સ જમીન ઉપર પાથરેલ છે, જેના કારણે સૂરજના તડકામાં એ જગ્યા બીજી જગ્યા કરતા થોડી ઠંડી રહે છે. હાજર બેગની કબર ઉપર અરબી / ઉર્દુ ભાષામાં કુરાનની આયાતો કોતરેલ છે. આ સ્વરૂપ કોઈ દિવસ હિંદુ ધર્મના સ્થાનકનું ન હોઈ શકે. માટે પીરાણાના વહીવટકારોએ મુખ્ય પ્રવેશ દ્વારને બંધ કરી, કબ્રસ્તાનની પાછળથી એટલે ઈમામશાહના ઢોલીયા (આરામ કરવાની જગ્યા, બેડરૂમ) ની બાજુમાંથી એક નવો પ્રવેશ દ્વારા તૈયાર કર્યો. અને ઈમામશાહના ઢોલીયાના મકાનમાં ફેરફારો કરી, ત્યાંની દીવાલો અને છત ઉપર ભગવાન વિષ્ણુના દશાવાતરના ચિત્રો દોરવામાં આવ્યા. વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના ચિત્રો સામે પાટ મૂકવામાં આવ્યો અને ત્યાં સતપંથની ધાર્મિક પૂજા વિધિઓ શરુ કરવામાં આવી. પીરાણાની દીવાલો અને મકાનો ઉપર અલગ અલગ જગ્યા ઉપર ૐ”નું પેન્ટિંગ પણ કરવામાં આવ્યું. સંકુલનો એક નવો પ્રવેશ દ્વાર પણ બનાવવામાં આવ્યો, જે હિંદુ કલા સંસ્કૃતિ ઉપર આધારિત છે.

વિશેષ નોંધ: આવા ફેરફારો કરવા એ ખૂબ અઘરું કાર્ય હતું. સ્વાભાવિક છે કે લોકો ઉગ્ર વિરોધ કરે એવી પૂરેપૂરી સંભાવના હતી. જેણે સમય પર દબાવવાની જરૂરત હતી. આના માટે લોકો પર પોતાની ધાક બેસાડી શકે એવી વ્યક્તિ જોઈતી હતી. વિશ્વ પ્રસિદ્ધ સંશોધનકારો જણાવ્યા પ્રમાણે, આવા કામ માટે કરસનદાસને સીધા ગાદી ઉપર બેસાડવામાં આવ્યા. પીરાણાની ગાદી ખાલી કરવા માટે તે સમયના તત્કાલીન ચાલુ ગાદીપતિ શિવજી કાકા પોતાના પદથી શંકાસ્પદ પરિસ્થિતિમાં દૂર થયા અથવા તો કરવામાં આવ્યા અને મહિનામાં તેમનું શંકાસ્પદ પરિસ્થતિમાં મૃત્યુ પણ થઇ ગયું. કરસન કાકાને ગાદીપતિ તરીકે બેસાડવાના વિરુદ્ધમાં કોર્ટમાં પીરાણાની ગાદીના એક અન્ય આવેદાર શ્રી પચાણ કાકા તરફથી કેસ પણ કરવામાં આવેલ હતો.

 

આવી રીતે અજાણ હિંદુ જ્યારે પીરાણા દર્શન કરવા જાય, ત્યારે તેમને હિંદુ દેવોના ચિત્રો દેખાય અને એવું માનવા લાગે કે આ સંસ્થા ખરેખર હિંદુ ધર્મની છે. આવનાર અજાણ હિંદુઓ ગેરમાર્ગે ન દોરાય એ હેતુથી, જ્યારે પીરાણાના અમુક સૈય્યદોએ કોર્ટમાં કેસ કર્યો કે આ સંસ્થાનું હિંદુ કરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે પીરાણાના ગાદીપતિ કરસન કાકા ઉર્ફે પીર કરીમએ કોર્ટમાં એવી રજૂઆત કરી કે આ હિંદુ દેવી દેવતાના ચિત્રો માત્ર શોભા વધારવા માટે છે, પૂજા કરવા માટે નથી. અહીં પણ તાકિયાનો સહારો લેવામાં આવ્યો. પરિણામે હિંદુ લોકો છેતરાયા અને હિંદુઓ મુસલમાન બનાવવાના આ યંત્ર તરફ આકર્ષિત થતાં રહ્યાં.

13. બાહ્ય ફેરફાર પાછળની છૂપી રણનીતિ: ફેરફારો કર્યા બાદ, પહેલી નજરે બધું હિંદુ જેવું લાગે એટલે લોકો આ બદલાવને સહજ રીતે સ્વીકારી લેવા લાગ્યા. પણ જેવી રીતે કુરાનનું ભાષાંતર હિન્દી ભાષામાં થાય તો એ કોઈ દિવસ હિંદુ બની જાય, એવી રીતે સતપંથ ધર્મના ધાર્મિક ગ્રંથોનું ભાષાંતર કરવાથી એ હિંદુ નથી બની જતું. સિદ્ધાંતને લઇને સતપંથ ધર્મના પ્રચારકો હિંદુ દેખાવ અપનાવ્યા છતાં, સતપંથનું ઈસ્લામી મૂળ ટકાવી રાખવામાં સફળ રહ્યા. પણ આ વાત સામાન્ય હિંદુઓને અને ક.ક.પા. જ્ઞાતિના સનાતન સમાજને સમય પર ખબર પડી. લોકો પણ સતપંથીઓ હિંદુ બને છે એવું સમજીને સતપંથને સહયોગ આપવા લાગ્યા.

14. સનાતન સમાજના ભોગે મવાળોની સતપંથ તરફી ભૂમિકા: સતપંથીઓ માટે સનાતની સમાજના આગેવાનો અને લોકોનો અવાજ પણ દબાવવો જરૂરી હતો. એના માટે સમાજમાં એવી પરિસ્થિતિ નિર્માણ કરવી જરૂરી હતી કે જેના પ્રભાવમાં અંજાઈ સનાતનીઓ સતપંથનું ઈસ્લામી મૂળ તરફ આંગળી ચીંધી ન શકે. આના માટે “મવાળો”નો ઉપયોગ લેવામાં આવ્યો.

15. મવાળો દ્વારા લોકોને ભરમાવવાની રણનીતિ: મવાળોના માધ્યમથી એવો પ્રચાર કરવામાં આવ્યો કે આપણા સમાજમાં પરસ્પર પ્રેમ, સંપ, સંગઠન, એકતા વગેરે હશે તોજ સમાજ પ્રગતિ અને વિકાસ કરી શકશે. આપણે એક હશું તો રાજકીય કાઠું કાઢી શકશું અને અન્ય જ્ઞાતિઓથી આપણો બચાવ કરી શકશું. મહિલાઓ માટે એવો પ્રચાર કરવામાં આવ્યો કે આપણે હાથે આપણી બહેન/દીકરીને સતપંથમાં વળાવી છે, તો એમાં તેમનો શું વાંક? નીયાણી (દીકરી) તો બધાની છે, તેમાં ધર્મ ન લાવો. આવી રીતે લાગણી સભર વાતો કરવામાં આવી. આવી વાતો કોઈ પણ માણસને પહેલી નજરે સાચી અને વાજબી લાગે જેના કારણે આ પ્રચારથી એ પ્રભાવિત પણ થઈ જાય. સતપંથની ચાલો અને રમતો તરફ ધ્યાન દોરીને અગર કોઈ સનાતન સમાજના આગેવાનો કડક પગલાં ભરવાની વાત કરે, તો મવાળો દ્વારા ઉપર જણાવ્યા પ્રમાણેની બૌદ્ધિક અને લાગણી ભરી વાતો કરી ભરમાવી તેઓ સાચો નિર્ણય ન લઇ શકે એટલે મૂંઝવણમાં મૂકી દેવાના પ્રયત્નો કરે.

વર્ષ ૨૦૧૩માં પ્રકાશિત લેખક શ્રી હંસરાજભાઈ સાંખલા દ્વારા લેખિત સમાજ ભક્તિની ત્સુનામી નામના પુસ્તકમાં આ બાબતની રણનીતિને જોઈ શકાય છે. નીયાણી પ્રત્યે લોકોની ભાવનાઓનો ઉપયોગ લઇને, વાક્ચાતુર્યથી સતપંથના મુદ્દા ઊપરથી જનતાનું ધ્યાન ભટકાવવાનો આ એક ખૂબ સરસ દાખલો છે. સમાજમાં ડરનો માહોલ છે એટલે સમાજ હિતમાં સાચું બોવાવાળા સામે નથી આવી શકતા, એવી વાહિયાત દલીલો કરે છે. આવું તો માત્ર સમાજમાં સતપંથને છાવરવાવાળાઓ જ કહે કારણ કે ડર તો તેમને લાગે છે, સમાજ હિતમાં કામ કરવાવાળાને કોઈ ડર નથી.

16. બૌદ્ધિક આતંકવાદ: બીજી બાજુ અન્ય મવાળો પોતાનું કામ ચાલુજ રાખતા. સનાતની આગેવાનોને સમાજ તોડું, સત્તાના લાલચુ, સમાજ વિરોધી, એકતાના વિરોધી, વગેરે વગેરે વાતો કરી તેમને વગોવવાનું ચાલુ રાખ્યું. તેમની સામાજિક છબી અને ચારિત્રને બગાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા. જેથી કરીને સામાન્ય લોકો આવા લડાકુ સનાતની આગેવાનો સાથે ઊભા રહેવામાં સંકોચ અને શરમ અનુભવે. આવા લોકોના ટેકેદારો જ્યારે એકલા હોય ત્યારે મવાળો દ્વારા ઘેરીલે અને ચતુરાઈ ભર્યા સવાલો કરે. જેના જવાબો સામાન્ય ટેકેદાર ન આપી શકે. ટેકેદારોને સમજાવવાના અને સમાધાનના બહાને તેમને વ્યક્તિગત મળી એવા એવા અજુગતા પ્રશ્નો કરવામાં આવે જેનાથી તેઓ ભટકાઈ જાય તેમજ મૂંઝાઈ જાય. છેવટે તેઓ કંટાળી જાય અને તેમના મનમાં એવું લાગે કે ક્યાં આપણે ઝંઝટમાં પડ્યા. આના કરતાં આપણે સમાજમાં આવવુંજ નહિ અથવા તો સનાતન બાબતે બોલવું નહિ. ટૂંકમાં પરિસ્થિતિ એવી કરી દેવી કે સનાતની ટેકેદારોને એવું લાગે કે સનાતની આગેવાનોને ટેકો આપવો એટલે માથાકૂટમાં પડવું, પીડામાં પડવું, એટલે તેઓ સનાતની ચળવળને ટેકો આપવાથી પહેલાં સંકોચ અનુભવવા લાગે.

17. સમજણની અને પરિપક્વતાની ખામી: સતપંથના દલાલ બનેલા મવાળો સનાતન સમાજમાં રહીને ગદ્દારની ભૂમિકા ભજવે છે. જેચંદ અને મીરજાફરની જેમ પોતાના અંગત સ્વાર્થ ખાતર પોતાની સમાજ સાથે ગદ્દારી કરે છે. સમાજમાં કોઈનું માન-સન્માન ભંગ થયું હોય, કોઈની આશા-અપેક્ષા પૂરી થઇ ન હોય, તો સ્વાભાવિક છે કે પોતાનું અહમ્‌ (Ego) પોષવા માટે અથવા તો પરિપક્વતા (maturity) ની ખામીના કારણે લોકો સામાજિક વ્યવસ્થાથી નારાજ થાય. આવા નારાજ લોકો જે હવે ખૂબઆસાન શિકાર” હોય, તેમની નબળી કડી એટલે અધૂરી ઈચ્છાઓ, જખમી અહમ્‌ની લાગણીને ઉશ્કેરી સનાતની લોકોને પોતાના સમાજ સામે લડવા તૈયાર કરી દેવામાં આવે.

નોંધ: ખામી દૂર કરવા સંભવિત ઉપાય: ક્યાંક સનાતની સમાજની પણ મૂળમાં ખામી રહી હશે કારણ કે અન્ય સમાજોની તુલનામાં સનાતની સમાજમાં આવા લોકોનું પ્રમાણ વધારે છે. તેનાં ઉપાય માટે સમજણ શક્તિ વધારવાના પ્રયાસો કરવા જોઈએ. જેનું મૂળ “સંસ્કારો”માં છે. નાનપણની શિશુ અવસ્થાથી માંડીને, સમાજના ભાવિ લીડરો તૈયાર કરવાની અવસ્થાથી લઇને, સામાન્ય જ્ઞાતિ જનો પોતાની સમાજ માટે સારા લીડરો પસંદ કરી શકવાની સાચી સમજણ સતત વહેતી રહે એવી ત્રિસ્તરીય સંસ્કારોનું સિંચન થાય, એવી વ્યવસ્થા સનાતની સમાજમાં ઊભી કરવાની જરૂર છે. સંસ્કારોના સિંચનની આ વ્યવસ્થાનો પાયો સમાજની અસ્મિતા, ગરિમા અને ગૌરવ ઉપર રાખવામાં આવે, તો ભવિષ્યમાં કદાચ સમાજમાં મવાળ જન્મશે પણ નહીં.

 

18. હિંદુ સાધુ સંતો અને હિંદુ ધાર્મિક તેમજ રાજકીય સંગઠનોનો દુરુપયોગ: તે દરમ્યાન પીરાણા સતપંથવાળાઓએ હિંદુ સાધુ સંતોનો વિશ્વાસ જીતવા માટેના પ્રયત્નો શરુ કર્યા. સાંભળવામાં આવ્યા પ્રમાણે, હિંદુ સાધુ સંતોને એવું કહેવામાં આવેલ હતું, કે સતપંથીઓ મુસલમાન ન બની જાય, એટલા માટે અમને સહયોગ કરો. અમે લોકોને હિંદુ બનાવવા માંગીએ છીએ, જુઓ આ આમારી ધાર્મિક પુસ્તકો જેમાંથી અમે ઈસ્લામના તત્ત્વો કાઢી નાખ્યા છે અને હવે માત્ર હિંદુ તત્ત્વો છે. માટે હિંદુ સાધુ સંતો, જે ખૂબ સારી રીતે જાણે છે કે સતપંથ મુસલમાન ધર્મ છે, છતાં માત્ર એવી આશામાં કે સતપંથીઓ હિંદુ બની જશે અને પોતાના હાથે ધર્મનું બહુ મોટું કામ થઇ રહ્યું છે, એવા ભ્રમમાં આવીને સતપંથને સહયોગ આપવા તૈયાર થઇ જાય છે. સાધુઓને આપતા દાન-દક્ષિણાઓ પણ નાનો મોટો ભાગ ભજવતો હોય છે. પીરાણામાં હિંદુ સાધુ સંતોના સંમેલનો બોલવામાં આવ્યા. સંમેલનોમાં મંચ ઉપરથી હિંદુ સાધુ સંતોના મોઢે સતપંથ હિંદુ ધર્મનો ભાગ છે, એવી રજૂઆત કરવામાં આવવા લાગી.

19. સતપંથ વિરુદ્ધ અવાજ દબાવવા માટે કોર્ટ અને પોલીસ તંત્રનો દુરુપયોગ: તેમ છતાં હિમ્મત રાખીને જે સનાતનીઓ અવાજ ઉપાડતા, તેનો અવાજ દબાવવા માટે ખોટા કોર્ટ કેસમાં ફસાવવામાં આવે છે. સમાજના સંકુલમાં પોલીસ મોકલીને જાહેર લોકોની સામે સનાતનીઓની ધરપકડ કરાવી લોકોમાં ડરનો માહોલ ઊભો કરવાના પ્રયત્નો (દા. રમેશભાઈ વાગડીયા, બેંગ્લોર), મારકૂટ કરવાના પ્રયત્નો (દા. રાજુભાઈ અંબાલાલ સુરાણી, મોડાસા), સનાતનીઓના અપહરણના પ્રયત્નો (દા. જયંતીભાઈ લાકડાવાળા), કરવા અને ધાકધમકીઓ આપવામાં આવે છે. આવી કરતૂતોથી સનાતનીઓમાં એવો ડર બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે જો સતપંથના સામે થશો, તો તમારી હાલત ભૂંડી થશે.

20. જ્ઞાતિની સંસ્થાઓ પણ ઢીલી પડી: સતપંથના ત્રાસના કારણે કેન્દ્રીય સમાજને પોતાના વિકાસના કામોમાં ઘણી અડચણો આવા લાગી હતી. સમય સમયે કેન્દ્રીય સમાજની મિટિંગોમાં સતપંથ ઉપર ચર્ચા કરવામાંજ મોટા ભાગનો સમય વેડફાતો હતો. શૈક્ષણિક કાર્યો માટે વિદ્યાર્થી હોસ્ટેલ તેમજ સ્કૂલો, સામાજિક સંગઠન માટે સમાજ વાડીઓ, જ્ઞાતિના આર્થિક લાભ માટે વિવિધ કાર્યો કરવામાં અવરોધ બનતી સતપંથની સમસ્યાથી કેન્દ્રીય સમાજને મુક્ત કરવી ખૂબજ જરૂરિયાત હતી. આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી પ્રેમજી પુંજાની આગેવાની હેંઠળ લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિની રચના કરવામાં આવી. જેનું મુખ્ય કામ હતું સમાજમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો, સતપંથ સામે મજબૂતીથી લડત આપવી, ધર્મના મુદ્દા ઉપર સમાજમાં મક્કમતા અને કટ્ટરતા લાવવી અને લોકોમાં ભગવાન લક્ષ્મીનારાયણ માટે ગૌરવની લાગણી વધારી, જેથી કરીને સમાજનું રક્ષણ કરી શકાય. પણ આપણે જોઈ રહ્યા છીએ કે સંસ્થાતો મોટી ઊભી થઇ, પણ સતપંથ સામેની લડતમાં હજી આગેવાની લેતી નથી. કટોકટીના સમયમાં “અમારો માત્ર સૈધાંતિક ટેકો છે” એવા આશ્વાસન રૂપી વાતો કહીને સમસ્યાથી આંખ આડા કાન કરવાની કોશિશ થતી હોય છે. સનાતની કામ માટે સંસ્કાર ધામમાં થતી મિટિંગોને રોકવાના પ્રયાસોથી સૌ વાકેફ છે. આવા કારણોને લઇને ઘણા લોકોમાં સંસ્થા પ્રત્યે નારાજગી હોય એ વાજબી છે.

તેવીજ રીતે સતપંથ સામે જ્ઞાતિને એકજુટ કરવા સંત ઓધવરામ મહારાજે વાંઢાયમાં કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર બંધાવડાવ્યું. પણ આ સંસ્થાને ઢીલી પાડવા એવો પ્રચાર ચાલ્યો કે માતાજીતો બધાના છે. સતપંથ અને સનાતન બન્ને માતાજીને માને છે તો આ સંસ્થા સતપંથવાળાનો વિરોધ ન કરી શકે. સંસ્થાના સ્થાપનાના હેતુ વિરુદ્ધનું આ કામ છે. આવા કારણોને લઈને જ્ઞાતિની અન્ય સંસ્થાઓ પણ સતપંથ મુદ્દા ઉપર પાંગળી થઇ ચૂકી હતી. (આ વાત જણાવવા પાછળ કોઈ વ્યક્તિ કે સંસ્થાને દોશી બતાવવો કે ઉતારી પાડવાનો કોઈ હેતુ નથી.)

નોંધ: લોક સંગઠનો સમાજની વારે આવ્યા: સમાજમાં જ્યારે સનાતનીઓની સામે અત્યાચાર અને અન્યાયનો માહોલ હતો અને આગેવાનો તેમજ જ્ઞાતિની મુખ્ય મહત્ત્વની સંસ્થાઓ આ મુદ્દે પાંગળી થઈ ચૂકી હતી, ત્યારે સમાજમાં પ્રવૃત્તમાન નાના મોટા સંગઠનો આગળ આવ્યા. તેમાંનું મુખ્ય નામ છે “ક્રાંતિ દળ” નું. રમેશભાઈ વાગડિયાની પોલીસ દ્વારા ધરપકડ વખતે પલક ઝપકતાં તેમના સહયોગમાં ૨૦૦૦ થી ૨૫૦૦ લોકો નખત્રાણા બોર્ડીંગમાં ભેગા થઈ ગયા. કેન્દ્રીય સમાજના સ્વર્ણિમ મહોત્સવને સફળ બનાવવા માટે ઉપદ્રવી તત્ત્વો દ્વારા સભાને ખોરંભે ન ચડાવી દે, તે માટે પોલીસ તંત્રનો બધી રીતે સહયોગ મેળવી તેમજ સમાજ સુરક્ષા માટે અન્ય પગલાંઓ ભરીને મહત્ત્વની ભૂમિકા આ ક્રાંતિ દળે ભજવી છે.

21. સમાજની મીડિયા પણ શિકાર બની: સમાજ લક્ષીય સામાજિક પત્રિકાઓ અને મીડિયાની મહત્ત્વની ભૂમિકા હોય છે. સમાજને સાચી દિશા ચીંધવાનું કામ મીડિયાનું હોય છે. સામાન્ય રીતે એવી ધારણા હોય છે કે મીડિયામાં હોશિયાર, ચિંતક અને બુદ્ધિજીવી લોકો હોય છે, જે દરેક પરિસ્થિતિ પાછળની સચ્ચાઈ પારદર્શિત રીતે જનતા સામે મૂકશે. પણ જ્યારે મીડિયા જાહેરમાં એક તરફી વલણ અપનાવે, (પૈસા મળે એટલે, સનાતની લાગણીઓની અવગણના કરી સતપંથની ધાર્મિક જાહેરાતો છપાય) અને એના કારણે તેમનો વિરોધ થાય ત્યારે પોતાના બચાવમાં એવી લૂલી વાતો કરે કે અમે કોઈને સાચા કે ખોટા નથી કહેતા, અમે બન્ને પક્ષની વાતો જણાવીએ છીએ (સચ્ચાઈ કીધા વગર) ત્યારે આ મીડિયા પોતાને મળેલ મહત્ત્વની જિમ્મેદારી સામે આંખ આડા કાન કરતી હોય છે.

મીડિયા જગતમાં એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે અગર એક પક્ષ કહેતો હોય દાખલા તરીકે કે હમણાં વરસાદ પડે છે અને બીજો પક્ષ કહે કે હમણાં કોરું છે, ત્યારે મીડિયાનું કામ બહાર જઈને તપાસ કરીને સાચી વાત જણાવવાનું હોય. અમે નિષ્પક્ષ છીએ એમ કહીને બન્નેની વાત છાપે પણ પોતાનું સ્વતંત્ર અવલોકન છાપે. સમાજની અમુક મુખ્ય મીડિયા આ સિધ્દાંતથી વિમુખ રહી. આના પાછળના કારણમાં કદાચ એવું હોય કે એમના કરતાહરતાઓ સતપંથીઓ અને મવાળોના અહેસાન/ઉપકાર નીચે દબાયલા હશે. અથવા તો સતપંથીઓ અને મવાળોથી એટલા ઘેરાયલા હશે કે તેમની બુદ્ધિ ભ્રષ્ટ ક્યારે થઈ ગઈ એમને પણ ખબર નહીં પડી હોય. તેમને સાચો અરીસો બતાવનાર લોકો ધીરે ધીરે તેમનાથી દૂર થઈ જાય અથવા તો દૂર કરી દેવામાં આવ્યા હશે. પછી માત્ર મોટે ભાગે જીહજૂરિયાઓજ બચે અથવાતો સાચી વાત મોઢા પર કહેવાની હિમ્મત ન હોય એવા લોકો બચે. આથી કરતાહરતાને સમાજની સાચી હકીકત, ઘટનાનો સાચો પરિપ્રેક્ષ્યમાં અને સાચા દૃષ્ટિકોણની જાણ થાય. આ અંગે વાચક વર્ગને વિનંતી કે તેઓ પોતાના રીતે વિશ્લેષણ કરે અને યોગ્ય નિર્ણય લે.

એક અન્ય સામાજિક મીડિયાના કર્તાહર્તા આવા જુઠ્ઠાણાની સામે ખુલ્લી રીતે લખવાની હિમ્મત ન દાખવી શક્યા. આ મીડિયાના કર્તાહર્તા સમાજના મવાળોના સીધા દબાણમાં હોવાના કારણે, સમાજના હિતના ભોગે તેમની સાથે દુશ્મનાવટ રાખવાની નીતિ અપનાવી. બીજી બાજુ સચ્ચાઈ છાપવાથી સતપંથીઓ કોર્ટ કેસ કરશે એવો ભય પણ તેમને સતાવતો. તેમણે આંખ આડા કાન કરવાની નીતિ અપનાવી અને સચ્ચાઈની જાણ હોવા છતાં, સચ્ચાઈ પ્રકાશિત ન કરી. આ બધી વાતોમાં સનાતની લોકોના હિતનો ભોગ લેવાયો. મીડિયામાં એવાજ સમાચારો છપાયા જેમાં ભલે સનાતનીઓનું ખરાબ લાગે તો વાંધો નહિ, પણ સતપંથીઓને અને મવાળોને ખરાબ ન લાગવું જોઈએ.

એકાદ સમાચાર પત્રિકા જે ખુલ્લે આમ, બે રોકટોક સતપંથ મુદ્દા ઉપર સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે પ્રખ્યાત છે, તે સિવાય બાકીનો મોટા ભાગનો મીડિયા જગત સતપંથની રણનીતિનો શિકારી બની ચૂક્યો હતો.

નોંધ: સોસીઅલ મીડિયા જાગૃત થઈ: જ્યારે સનાતનીઓના અવાજને વાચા આપવાવાળું (એકાદ મીડિયા સિવાય) કોઈ નહોતું, ત્યારે સોસિયલ મીડિયા સનાતની સમાજને વહારે આવ્યું. સતપંથ સામે બૌદ્ધિક યુદ્ધ ઇમેલ (email war) ઉપર લડાયા. આમાં રીયલ પાટીદાર (realpatidar.com)નો ખૂબ મોટો ક્રાંતિકારી ફાળો રહ્યો. એક-એક કરીને સતપંથની સચ્ચાઈ લોકો સામે, મજબૂત અને વિશ્વસનીય પુરાવાઓ સાથે, સોસિયલ મીડિયામાં આવવા લાગી. આ લડાઈમાં સામાન્ય લોકો પણ મોટે ભાગે જોડાયા. સનાતની સમાજમાં જાગૃતિ, ધર્મની મક્કમતા, અસ્મિતા, ગૌરવ અને ગરિમા લાવવામાં સોસિયલ મીડિયાનો ક્રાંતિકારી ફાળો રહ્યો. અમુક લોકો દ્વારા સોસિયલ મીડિયાનો વ્યક્તિગત કારણોને લઇને કદાચ દુરુપયોગ કરવામાં આવ્યો હશે, પણ મહદ અંશે આજે સનાતની જાગૃતિ પાછળનો મોટો ફાળો સોસિયલ મીડિયાનો પણ છે. આ એક એવું પ્લેટફોર્મ નીવડ્યું, જેનાથી વર્ષો જૂની સમાજની મીડિયા જગત ઉપર રાજ કરતી મીડિયા હાઉસ પણ અંદરો અંદર ખૂબજ ગભરાતી હતી. કારણ સોસિયલ મીડિયા આવા મીડિયા હાઉસની પોલ જાહેરમાં ખુલ્લી કરી દેતું હતું, જેના સંતોષકારક જવાબો આજ દિવસ સુધી જાહેરમાં જોવામાં આવ્યા નથી.

 

22. સતપંથીઓ પણ પોતાના જ શિકાર બન્યા: આવા પ્રયત્નોની એક બીજી મહત્ત્વની અસર એવી થઇ કે સતપંથીઓને અરીસો બતાવનાર કોઈ રહ્યું નહીં. સતપંથની સચ્ચાઈથી કોઈ જાણ હોય, તો પણ સતપંથીઓની સામે, તેમના મોઢા ઉપર કહેવાની કોઈની હિમ્મત નહોતી. માટે સતપંથના યુવાન વર્ગ, જે સતપંથનો સાચો ધાર્મિક ઈતિહાસથી વિમુખ હતો, એ પણ ખોટી રીતે સતપંથને સાચો હિંદુ ધર્મ સમજવા લાગ્યા. તેઓ પણ ભ્રમણાના શિકાર બન્યા. લોકોને સતપંથમાં ટકાવી રાખવાની આ એક ચાલ હતી. જે મહદ અંશે સફળ થઇ. દુર્ભાગ્યે આજે પણ સતપંથના મોટા ભાગનો યુવાન વર્ગ આ ચાલના શિકાર છે. તેમને ખબર પણ નથી, કે તેઓ આ જુઠ્ઠાણાથી બનેલ જાળમાં ફસાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે તેઓ સતપંથ સાથે જોડાઈ રહેવામાં ગૌરવ અનુભવે છે, જ્યારે વાસ્તવમાં સાચા હિંદુને શરમ અનુભવવી જોઈએ.

સતપંથીઓ એટલી હદ્દ સુધી શિકાર બન્યા કે આપણે હિંદુ છીએ, હિંદુ છીએ એવો પ્રચાર કરી મુસલમાન બનવવાના રસ્તા ઉપર એટલે સતપંથમાં તેમને જકડી રાખ્યા. રણનીતિ અને ચાલ છે, જે હિંદુ લોહાણાઓ સામે વાપરીને તેમને સતપંથમાં આકર્ષિત કર્યા, તેમને સતપંથથી છૂટા થવા દીધા. અમુક પેઢીઓ વીતી જવા બાદ, આ પ્રચાર ભુલાઈ દેવામાં આવ્યો અને તેની જગ્યાએ સતપંથનો છૂપો અને સાચા ઈસ્લામી સંદેશને ધીરે ધીરે સૌમ્ય રીતે લોકો સામે મૂકવામાં આવ્યો. જેમ જેમ લોકો સંદેશને સ્વીકારતા ગયા, તેમ તેમ વધારે પ્રખર ઈસ્લામ સાથે જોડાણ હોવાની વાતો/પ્રચારો થવા લાગી. અંતે સતપંથમાં ફસાયેલ હિંદુ લોહાણા જ્ઞાતિ પાસે પાછા હિંદુ સમાજમાં ભળવાના તમામ દરવાજાઓ બંધ થઈ ગયા. જેના કારણે તેમની હાલની પેઢી ઈસ્લામમાં ગૌરવ અનુભવતી થઈ છે, ત્યારે તેમનું ધર્મ પરિવર્તન કરી, તેમને મુસલમાન બનાવવામાં આવ્યા છે. આજે તેઓ દુનિયાભરમાંખોજા” મુસલમાન અથવા તોઈસ્માઈલી” મુસલમાન તરીકે ઓળખાય છે.

પીરાણા સતપંથની હાલની પેઢી સાથે હાલમાં આવુંજ થઇ રહ્યું છે. હિંદુના નામે તેમને મુસલમાન ધર્મના પંથમાં ફસાવી રાખવામાં આવે છે. આપણે હિંદુ છીએ એમ કહેતા હોય, તો તેમને સાચા હિંદુ બનવાથી શા માટે રોકવામાં આવે છે? હિંદુ ધર્મની વિશાલ છત્ર છાયાનો લાભથી સતપંથના લોકોને વંચિત રાખવાનું પાપ કોના શિરે છે?

નોંધ ૧: તાકિયા (જુઠ) ઉપર નાખેલ સતપંથનો પાયો, એમની મુખ્ય કમજોરી: સતપંથના પ્રચારકો દ્વારા આદરેલા ચતુરાઈ ભર્યા પગલાં અને પૈસાના જોરે મેળવેલ હિંદુ ધાર્મિક અને રાજકીય બળનો સામનો કરવા કોઈ ઉપાય કાઢવો જરૂરી હતું. માટે જ્યારે સતપંથની નબળી કડી શોધવા લાગ્યા, ત્યારે તેમની સહુથી મજબૂત કડીજ એમની સહુથી નબળી કડી નીવડી. માત્ર બુદ્ધિ પૂર્વક એમની મજબૂત કડીને નબળી કડીમાં ફેરવી નાખવાની જરૂરત છે.

નોંધ ૨: સતપંથની મજબૂત કડીને નબળી કડીમાં ફેરવવાની રણનીતિ: સતપંથનો જે જુઠ્ઠો પ્રચાર છે કે સતપંથ હિંદુ ધર્મ છે, જેના ઉપર સતપંથનું અસ્તિત્વ ટકાવી રાખેલ છે, અને જેના ઉપર સતપંથના અજાણ યુવા વર્ગ વિશ્વાસ કરે છે, એ જુઠ્ઠાણાની પોલ માત્ર ખોલવાની જરૂર છે. અગર સતપંથના યુવાનોને ખબર પડે કે તેમની સાથે આટલાં વર્ષો સુધી છેતરામણી થઇ છે, તો સતપંથને લઇને તેમના મનમાં ઘૃણા ઉત્પન્ન થશે. આ ઘૃણા ધીરે ધીરે સતપંથ માટે શરમમાં ફેરવાઈ જશે. એક વખત સતપંથના યુવાનને સાચી ખબર પડે અને સતપંથ માટે શરમ અનુભવે, તો તે સતપંથ છોડી દેવા તત્પર થઇ જશે. કારણ કે કોઈ પણ વ્યક્તિ બેવકૂફ બનેલ છે, એવા લેબલને લઇને સમાજમાં માથું ઊંચું રાખીને ચાલી ન શકે. એક બાજુ સામાજિક શરમ અને પારિવારિક શરમ બીજી બાજુ મિત્રો તેમજ સગાં સંબંધીઓ દ્વારા સમજાવટના દોર ચાલુ થાય જેથી મનમાં રહેલું ખોટું અહમ્‌ પણ ધોવાઇ જાય. એટલે પ્રેમથી સતપંથ છોડીને સનાતન સમાજમાં આવવા પ્રેરાય. બીજી બાજુ સનાતન સમાજે સતપંથને સંપૂર્ણ પણે ત્યાગીને કાયમ માટે સનાતન હિંદુ ધર્મમાં આવા માંગતા જ્ઞાતિ જનો માટે હમેશાં દરવાજા ખુલ્લા રાખેલ છે. માત્ર એટલું નહીં, પણ આવી રીતે સતપંથ છોડીને સનાતન સમાજમાં આવનાર લોકોને ખૂબ માન સન્માન આપવામાં આવે છે. યોગ્ય વ્યક્તિને, લાયકાતના આધારે, સનાતન સમાજની સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દાઓ પણ આપવામાં આવે છે. દાખલા તરીકે, ઉમિયા માતાજી વાંઢાયના પ્રમુખ તરીકે શ્રી હંસરાજભાઈ દેવજી ધોળું, યુવાસંઘના માજી પ્રમુખ તરીકે શ્રી જયંતીભાઈ લાકડાવાળા, સંસ્કાર ધામના પ્રમુખ તરીકે શ્રી જેઠાભાઈ લાલજી ચોપડા વગેરે અસંખ્ય દાખલાઓ છે. શરત માત્ર એટલી છે કે લાયક વ્યક્તિ હોવી જોઈએ અને એમની નિષ્ઠા પર કોઈ પણ જાતનીશંકા” હોવી જોઈએ.

 

23. પીરાણા માટે પહેલી નજરે સારા પરિણામો: પીરાણા સતપંથ દ્વારા કરવામાં આવેલ બદલાવની અસર દેખાવા લાગી. પીરાણાની સંસ્થા જે દેવાળું ફૂંકવાની અણીએ આવી ગઈ હતી, એટલે કે બંધ થવાની તૈયારી હતી, તે ફરીથી ધમધમતી થવા લાગી.

ઉપર જણાવ્યા પ્રમાણે;

1.    સનાતન સમાજમાં સતપંથ બાબતે સુષુપ્તતા/નીરસતા

2.    પીરાણાની ગબડતી પરિસ્થિતિ રોકવા બાહ્ય ફેરફારો

3.    તાકિયાના પુનઃ પ્રયોગથી બાહ્ય બદલાવ

4.    બાહ્ય ફેરફાર પાછળની છૂપી રણનીતિ

5.    સનાતન સમાજના ભોગે મવાળોની સતપંથ તરફી ભૂમિકા

6.    મવાળો દ્વારા લોકોને ભરમાવવાની રણનીતિ

7.    બૌદ્ધિક આતંકવાદ

8.    સમજણની અને પરિપક્વતાની ખામી

9.    હિંદુ સાધુ સંતો અને હિંદુ ધાર્મિક તેમજ રાજકીય સંગઠનોનો દુરુપયોગ

10. સતપંથ વિરુદ્ધ અવાજ દબાવવા માટે કોર્ટ અને પોલીસ તંત્રનો દુરુપયોગ

11. જ્ઞાતિની સંસ્થાઓ પણ ઢીલી પડી

12. સમાજની મીડિયા પણ શિકાર બની

13. સતપંથીઓ પણ પોતાના જ શિકાર બન્યા

પરિણામ એવું આવ્યું કે સતપંથના અનુયાયીઓ જે પહેલાં સતપંથ સાથે જોડાવવામાં શરમ અનુભવતા હતા, એ હવે ગૌરવ અનુભવવા લાગ્યા. કારણ તેમને સંપૂર્ણ સહયોગ હવે અમુક હિંદુઓથી પણ મળવા લાગ્યો હતો. આવી રીતે પીરાણા સતપંથનું અસ્તિત્વ ટકાવી રાખવામાં આવ્યું અને પીરાણા સતપંથની પ્રગતિ થવા લાગી.

24. સનાતન સમાજ ઉપર ખરાબ પરિણામ: સતપંથીઓ પોતાના હિંદુ દેખાવ અને હિંદુઓ દ્વારા મળતી સ્વીકૃતતાના જોર ઉપર હવે સનાતન સમાજમાં સભ્ય બનવા લાગ્યા. ધીરેધીરે સમાજમાં સત્તા પર પણ આવવા લાગ્યા. ઉપર જણાવેલ મુદ્દાઓના અને કારણોને લઇને, પીરાણા સતપંથ દ્વારા કરવામાં આવેલ ભ્રામક ફેરફારોથી સનાતનીઓ સંપૂર્ણ રીતે અજાણ રહ્યા. જ્યારે સનાતન સમાજમાં સતપંથીઓ દ્વારા પોતાના સતપંથ ધર્મના પ્રચાર પ્રસાર માટે ગતિવિધિઓ કરવામાં આવી, ત્યારે સનાતનીઓ ઊંઘતા ઝડપાઈ ગયા. સનાતન સમાજમાં તા. ૦૭-ઓગસ્ટ૨૦૦૯ના સતપંથ વિરુદ્ધ ચળવળ શરુ થઈ, જેનો મુખ્ય શ્રેય શ્રી હિમ્મતભાઈ રતનશી ખેતાણી અને શ્રી રમેશભાઈ માવજી વાગડીયાના શિરે છે. હાલની ક્રાંતિ આ તારીખથી શરુ થઇ, જે આજ દિવસ સુધી ચાલી રહી છે. આ ક્રાંતિ/ચળવળમાં અસંખ્ય લોકોએ સનાતન સમાજના આગેવાનોને સાથ આપ્યો. અવ નવા ચળવળકારો ઊભા થયા અને આજ સુધી સતત ચળવળ નિરંતર ચાલી રહી છે. જેણે આજે લગભગ ૧૦ વર્ષ પૂરાં થયાં છે.

25. સનાતની સમાજની મિલકતો હડપી લેવાના પ્રયાસો: સતપંથ તરફ કુમળું વલણ રાખનાર, નબળા માનસ ધરાવનાર, સત્તા માટે કોઈ પણ હદ્દ સુધી જવા તૈયાર થનાર, વ્યક્તિગત સ્વાર્થ ખાતર, પોતાની કોઈ અન્ય મજબૂરીના વશમાં આવી જનાર લોકોને હાથા બનાવવામાં આવ્યા. ભરમાવતી વાતો મારફતે તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરી દેવામાં આવી. મૂળમાં સનાતનીઓને સતપંથના હાથા બનાવી દેવામાં આવ્યા. પરિણામે આ લોકોએ વ્યક્તિગત સ્વાર્થને સમાજની ભલાઈથી પણ વધારે મહત્ત્વ આપ્યું. આમ કરાવવામાં બુદ્ધિનો પ્રયોગ કરી તેમના અહમ્‌ની ઊંચી દીવાલવાળા કિલ્લામાં એવી રીતે પૂરી નાખ્યા કે એ લોકો જાણતા હોવા છતાં સાચી વાત સ્વીકારી શકે. આમ સનાતનીઓને આપસમાં ઝઘડતા કરી દીધા. આજે લોકોને ખબર છે કે તેઓ પૂરે પૂરી રીતે ખોટા છે, પણ પોતાના અહમ્‌ના કારણે તેઓ આ દલદલથી છૂટીને સમાજના છત્ર છાયામાં આવી નથી શકતા. ઉપર જણાવેલ લોકોમાંથી જે લોકો અહમ્‌ને બાજુમાં મૂકીને સમાજની સર્વોપરિતા સ્વીકારી શક્યા, એ લોકોએ પોતાનું મોત સુધારી લીધું. પણ દુર્ભાગ્યે તેમના સાથીદારોને હજી વાત સમજાઈ નથી.

આવા લોકો સમાજમાં સક્રિય થાય ત્યારે સમાજને કેટલું નુકસાન થાય, તેનાં જીવતા મહત્ત્વના અમુક દાખલાઓ અહીં આપેલ છે.

1.    પોતાની કમજોરીઓ ઉપર કાબૂ ન રાખી શકનાર ઉપર જણાવેલ લોકો, મવાળો અને સતપંથીઓ દ્વારા સનાતની કેન્દ્રીય સમાજની માંડવી હોસ્ટેલ પચાવી પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા. પણ સદ્‍ભાગ્યે સ્થાનિક જનતા આ લોકોની ચાલને ઓળખી ગઈ અને તેમને ખાસ ફાવવા ન દીધા.

2.    તેમજ ગામ નવાવાસ (રવાપર)નો પણ એક કિસ્સો છે. સનાતનીઓના પૈસાથી ગામમાં નવી સમાજ વાડી બનાવી. પણ સતપંથીઓ સાથે પ્રેમ, સંપ, સંગઠન, ભાઈચારો, સુમેળ રાખવું, માનવ ધર્મ પાળવો વગેરે મવાળવાદી પ્રચારમાં આવીને સતપંથીઓને સાથે રાખેલ હતા. ગામમાં લક્ષ્મીનારાયણ મંદિરના રજતજયંતી મહોત્સવના કાર્યક્રમથી એક મહિનો પહેલાં સમાજ વાડીમાં રહેતા રસોઈઆના પરિવારને રાતના (ઘોડિયામાં રડતું નાના બાળક સહીત) પાંચ વાગે સમાજવાડીમાંથી જબરદસ્તી સતપંથીઓએ બહાર કાઢી નાખ્યા. અને દરવાજા પર પોતાના તાળા લગાડી દીધાં. સમાજવાડીમાં અંદરથી એક દરવાજો બાજુમાં આવેલ નિષ્કલંકી મંદિરમાં ખૂલતો હતો, એ દરવાજાનો ઉપયોગ કરીને અંદર રાખેલ વાસણોમાં સતપંથ સમાજનું નામ લખી નાખ્યું અને દાતાઓના બોર્ડમાં એવા સતપંથીઓના નામો લખી નાખ્યા જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે. સનાતનીઓએ સતપંથીઓ ઉપર વિશ્વાસ મૂકીને તેમને પોતાના ભાઈ સમજીને સાથે રાખેલ હતા, એના બદલામાં તેમની સાથે મોટો દગો થયો.

3.    તેવોજ એક દાખલો છે ગામ વિરાણી (ગઢ)નો. ગામમાં સતપંથ અને સનાતન સમાજની સંયુક્ત મિલકત હતી. સમાજવાડી અને સમાજના વાસણો વગેરે બધુંજ સહિયારું હતું. અચાનક એક દિવસ સનાતનીઓને ખબર પડી કે ચેરિટી કમિશ્નરની કચેરીમાં સતપંથીઓએ આ સહિયારી મિલકત પોતાના નામમાં ફેરવી નાખી છે, જેણે પાંચ વર્ષ પૂરા પણ થઇ ગયા હતા અને ગામમાં કોઈને કાનોકાન ખબર પણ ન પડી. સનાતનીઓ સાથે અહીં પણ દગો થયો. નવરાત્રી ત્યોહાર માટે માતાજીની ગરબીનું સામાન રોડ ઉપર નાખી દેવામાં આવ્યું.

આ તમામ દાખલાઓમાં કાયદાકીય પ્રકિયા આજે પણ ચાલુ છે. નિર્ણય જે આવે તે, પણ એક વાત બધાને સ્પષ્ટ સમજાઈ ગઈ છે કે સતપંથીઓ ઉપર હવે વિશ્વાસ રાખવો એ સામાજિક અને ધાર્મિક આત્મહત્યા બરાબર છે.

26. સતપંથ સમસ્યાના ઉકેલ માટે અસંખ્ય નિષ્ફળ પ્રયાસો: સતપંથને લઇને વિવાદો જ્ઞાતિના દરેક ગામોમાં હતા. દરેક ગામના કિસ્સાઓ પાછળની રમતો, ચાલો, રણનીતિઓ એને સતપંથી ભાઈ માટે ઉચ્ચ ભાવના રાખનાર દરેક ગામમાં સનાતનીઓને બદલામાં દગોજ મળતો. અસંખ્ય વ્યક્તિગત અને સમાજ ઉપર કોર્ટ કેસો કરવામાં આવ્યા. આજે પણ ઘણી જગ્યાએ આ કેસો ચાલુ છે. સનાતનીઓને ધાકધમકીઓ આપવામાં આવે છે.

આજ સુધી લગભગ મોટા ભાગે સમાધાન કરવાના બહામે સનાતનીઓની શરણાગતિજ કરાવવામાં આવી છે. કહેવાતા સમાધાનો જ્યાં જ્યાં થયાં સનાતનીઓના ભોગે, એમની લાગણી દુભાવીને, એમનું ગૌરવ અને ગરિમાને ઠેસ પહોંચાડીને થયાં છે. દાખલા તરીકે, ગામ કોટડા જડોદરમાં સતપંથ અને સનાતન સમાજ પ્રેમથી ભળી ગયા હોવા છતાં, ચેરિટીમાં પણ બન્ને ટ્રસ્ટોનું કાયદાકીય રીતે સંપૂર્ણ વિલીનીકરણ થઇ ચૂકેલ હોવા છતાં, 30 વર્ષ પછી, ફરીથી પૈસાના જોરે ઝઘડો નવેસરથી ઊભો કરવામાં આવ્યો. સનાતનીઓ વિરુદ્ધ કોર્ટ અને પોલીસ કેસો કરવામાં આવ્યા. પણ જ્યારે કહેવાતું સમાધાન થયું, ત્યારે હાવી થયેલ મવાળો અને નબળા માનસિકતા ધરવતા લોકો દ્વારા સનાતનીઓની શરણાગતિ કરાવીને સમાધાન કરવામાં આવ્યું.

આવી પરિસ્થિતિમાં કેન્દ્રીય સમાજના આગેવાનોને એવું લાગ્યું કે સમાધાનની પ્રક્રિયા કાયમ માટે બંધ થવી જોઈએ. એટલે તેમને સતપંથની સમસ્યાને ઉમિયા માતાજી ઊંઝા સામે રજૂ કરવાનો નિર્ણય લીધો. કારણકે કડવા પાટીદારોની સર્વોચ્ચ માતૃ સંસ્થા ઉમિયા માતાજી ઊંઝા છે. અને જ્ઞાતિનું આ અંગે શું કહેવું છે, એ જ્ઞાતિજનો સામે રજૂ થાય તો લોકોને સાચી વાત જાણ થાય.

27. છેલ્લો પ્રયાસઉમિયા માતાજી ઊંઝાની મધ્યસ્થી: આ ચળવળના પરિણામે, જ્ઞાતિ એટલે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સતપંથ સમસ્યાથી મુક્ત થાય એ માટે સનાતન સમાજે સમસ્ત કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે ઉમિયા માતાજી ઊંઝાના દ્વાર ખખડાવ્યાં. જેમાં તેઓએ એવી વિનંતી કરી હતી કે શું સતપંથ ધર્મ સનાતન હિંદુ ધર્મ છે કે નહીં, એવો ખુલાસો ઊંઝા કરી આપે. ત્રણ વર્ષના તલસ્પર્શી અભ્યાસ બાદ તા. ૦૮ઓક્ટોબર૨૦૧૭ના ઊંઝાએ ચુકાદો આપ્યો જેના પ્રમાણે સતપંથ હિંદુ ધર્મ નથી અને સતપંથીઓને સતપંથ છોડીને સનાતન હિંદુ ધર્મમાં ભળી જવા એ પ્રકારનો આદેશ આપેલ છે. આ અંગે થયેલ કાર્યવાહીની જાણકારી આ પુસ્તકમાં વિસ્તૃત રીતે આપવામાં આવેલ છે.

Leave a Reply

Share this:

Like this: