Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

Add Your Heading Text Here

મવાળ એટલે કોણ?:

મવાળ એટલે એવો વ્યક્તિ જે મધ્યમમાર્ગી અને સહિષ્ણુની છબી અપનાવી, આદર્શવાદી વાતો અને સુફિયાણી સલાહોની આડમાં સનાતનીઓના હિતના ભોગે સતપંથીઓને છાવરવા સનાતન સમાજના વિરોધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કામ કરતો હોય છે.

સરળ ભાષામાં કહીએ તો હાલની પરિસ્થિતિ અને સંજોગ પ્રમાણે, કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં મવાળ એટલે સનાતન સમાજ વિરુદ્ધ કામ કરનાર સમાજ દ્રોહી, વિશ્વાસઘાતી, સતપંથનો દલાલ તેમજ સનાતન સમાજનો ગદ્દાર. જે રીતે છેલ્લા અમુક દાયકાઓમાં સનાતન સમાજમાં રહીને મવાળોએ સનાતન ધર્મની ચળવળને ઢીલી કરવા માટે કામો કર્યાં છે, તેનાં કારણે “મવાળ” મહદ અંશે “ગાળ”ના રૂપમાં જોવામાં આવે છે.

આ લોકો રહે સનાતન સમાજમાં પણ વાતો સતપંથના તરફેણની કરી એટલે તેમને “દૂધ-દહીં” વાળા પણ કહેવામાં આવે છે.

મવાળની કાર્યપધ્ધતિ:

એક મવાળ દ્વારા સહુથી પહેલું મહત્ત્વનું કામ જે કરવામાં આવે એ છે કે સનાતન ધર્મ તેમજ સનાતન સમાજનો સાચો હિતેચ્છુ હોવાનો ઉપરછલ્લો દેખાવ અપનાવીને સનાતન સમાજના વહીવટી તેમજ સંચાલક વર્તુળમાં ભળી જાય. અંદર આવીને પોતાના મૂળિયાં મજબૂત કરે. ત્યાર બાદ પોતાના સાથીદારોને પણ વહીવટ અને સંચાલનમાં સામેલ કરી લે. ત્યાર બાદ ધીરે ધીરે પ્રખર સનાતનીઓને સત્તાથી દૂર કરી પોતાના નિયંત્રણમાં સત્તા હાંસલ કરી લે. એક વખત સત્તા પોતાના હાથમાં આવી ગયા બાદ, ધીરે ધીરે સનાતનીઓનું ગૌરવ, અને ગરિમાને નબળું પાડવામાં આવે. બીજી બાજુ, સર્વ ધર્મ સમભાવ, ઈશ્વર એક જ છે, બધા ધર્મનો ઉપરવાળો તો એક એકજ છે, બધા ધર્મ સારા છે, માનવ ધર્મ એ ઉત્તમ ધર્મ છે, સતપંથને મુસલમાન ન કહેવો જોઈએ, સતપંથીઓ આપણા જ ભાઈ છે, તેમને સાથે રાખશું તો તેઓ ધીરે ધીરે સુધરશે, આવી વાતો કરી લોકોના મનમાં સતપંથ માટે નરમાઈ લાવે. પોતાની વાત લોકોના ગળે ઉતારવા માટે તાકિયાનો પણ ખૂબજ મોટે પાય પ્રયોગ કરવામાં આવે છે. આદર્શવાદી અને સુફિયાણી વાતો એટલી ચતુરાઈથી કરવામાં આવે કે કોઈ પણ માણસ એનો વિરોધ કરવાનું વિચારી પણ ન શકે.

ટૂંકમાં કહીએ તો મવાળોની કાર્ય પદ્ધતિ ક્રમશઃ આ રીતે હોય છે.

૧) સનાતની સમાજ એક વખત સતપંથને સ્વીકૃત કરતું થઇ જાય.

૨) ધીરેથી સતપંથીઓને સનાતન સમાજમાં ભેળવવાના પ્રયાસો કરવામાં આવે.

૩) તેમને સનાતની સમાજમાં સભ્ય પણ બનાવવામાં આવે.

૪) ધીરે ધીરે સનાતની સમાજના વહીવટમાં પણ સામેલ કરી દેવામાં આવે.

૫) ત્યાર બાદ સનાતની સમાજમાં સતપંથ ધર્મનો પ્રચાર કરવામાં આવે.

આવી રીતે હિંદુ સનાતનીઓને મુસલમાની સતપંથ ધર્મના રસ્તા પર ચાલતા કરી દેવાની આ સંપૂર્ણ પ્રણાલિકા છે.

ઉપર નજર નાખીશું તો દેખાશે કે એક મવાળ પોતાનું કામ કેવી રીતે શરુ કરે અને પોતાનું ટોળું કેવી રીતે તૈયાર કરે. શરૂઆતમાં સમાજની ગતિવિધિઓ ઉપર શંકા કરતી તેમજ ખામીઓ ઉપર ધ્યાન દોરીને આગેવાનો ઉપર આંગળી ચીંધવાનું કામ કરશે. તેમની આ વાતને ગળે ઉતારવા અમુક ખાસ નબળી વિચાર શ્રેણી વાળા તેમજ આ રમતથી અજ્ઞાની ભોળા લોકો સાથે સંપર્ક મેળવીને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરશે. ત્યાર બાદ એવા લોકોને બંધન એટલે obligation માં રાખવા તેમના ફાયદાઓની વાતો કે કામો કરી આપશે. આથી આ લોકો એ મવાળનો વિરોધ ન કરી શકે. એવી રીતે સમાજમાં કોઈ અસંતોષ થયો હોય કે મનદુઃખ થયું હોય એવા વ્યક્તિનો પણ સંપર્ક કરી તેને માનસિક ટેકો આપશે અને તેને પોતાના પક્ષમાં કરી લેશે. આવી રીતે ધીરે ધીરે મવાળ પોતાની ટોળકી મોટી કરતા જાય છે.

ટોળકી મોટી થઇ જાય ત્યારે આદર્શવાદી વાતો અને સુફિયાણી સલાહની આડમાં સતપંથીઓને છાવરવાની વાતો તેમજ સનાતન સમાજને નુકસાન કરનારી વાતો નાના નાના પ્રમાણમાં ફેલાવવામાં આવે છે. એ વાતોને ઊંડાણથી વિચાર કર્યા વગર મવાળની ટોળકીના લોકો સહયોગ આપવા લાગી જાય. આનાથી સનાતનીઓના મનમાં પોતાની સમાજ પ્રત્યેની લાગણી ધીરે ધીરે ઓછી થતી જાય. ભોળા અને અજાણ લોકોના મનમાં સમાજમાં થતી કાર્યવાહી અંગે શંકા કુશંકા ઉત્પન્ન થાય. એટલે મનથી સમાજની ગતિવિધિઓ અને કાર્યક્રમોમાં ભાગ લેવામાં અચકાય. આવી રીતે સંપૂર્ણ સમાજ ધીરે ધીરે નબળો પડી જાય અને ધીરે ધીરે એવા સ્તરે પહોંચાડી દેવામાં આવે કે ગમે ત્યારે પડી ભાંગવાની સ્થિતિમાં આવી પહોંચે.

મવાળવાદી પ્રવૃત્તિનું પરિણામ:

રાવણ જેવા શક્તિશાળી રાજાને કોઈ હરાવી નહોતું શકતું. સોનાની એ લંકામાં કોઈ દુશ્મન ઘૂસી નહોતો શકતો. પણ એક વિભીષણના લીધે રાવણ હારી ગયો. માટે કહેવત પડી ગઈ છે કે “ઘર કા ભેદી લંકા ઢાહે”.

તેવીજ રીતે કહેવાય છેને કે અગર, જેચંદ ન હોત તો આજે ભારતનો ઈતિહાસ કંઇક જુદો હોત. જેચંદ પોતાના આક્રોશ ઉપર કાબૂ ન રાખી શક્યો અને મુહમ્મદ ઘોરીનો હાથો બનીને મહારાણા પ્રતાપને હરાવ્યો. નહીં તો મુહમ્મદ ઘોરીની કોઈ તાકાત નહોતી કે એ મહારાણા પ્રતાપને હરાવી શકે. તેવીજ રીતે બંગાલમાં સિરાજ ઉદ-દૌલાહ પોતાના વઝીર મીર જફરના દગાના કારણે અંગ્રેજો સામે હારી ગયો. ઈતિહાસની આવી ઘટનાઓના કારણે “જેચંદ” અને “મીર-જાફર” શબ્દોના અર્થ પીઠ પાછળ વાર કરવો અને દગો આપવો બની ગયા છે. એ શબ્દો એક ગાળ બની ગયા છે.

ઈતિહાસ ગવાહ છે કે આપણે હંમેશાં આપણાથીજ હાર્યા છીએ. બહારવાળાની કોઈ તાકાત નહોતી કે આપણા સામે એ જીતી શકે અગર આપણાએ આપણને દગો ન આપ્યો હોત તો. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં પણ મવાળોના કારણે સનાતન સમાજ થાપ ખાતી હતી.

મવાળવાદી પ્રવૃત્તિના કારણે આજે સનાતની સમાજને ખૂબ ભોગવવું પડે છે. મુખ્ય સનાતની ચળવળની શરૂઆતને આજે ૧૦૦ વર્ષ થયાં છે. પણ ૧૦૦ વર્ષ પછી પણ આપણે સતપંથ સમસ્યાથી છૂટી નથી શક્યા. એમ કહીએ કે મવાળોએ આપણે છૂટવા નથી દીધા. સમાજનો મહિલા વર્ગ આ કારણે ખૂબજ પીડાય છે. સનાતની સંસ્કૃતિ અને હિંદુ ધર્મના ગૌરવ સાથે મોટી થયેલ દીકરી જ્યારે અચાનક મુસલમાની સતપંથના ઘરમાં જાય, ત્યારે એવી પીડા અનુભવતી હશે, એ તો કલ્પના જ કરવી.

ક્યારેક નીયાણી, ક્યારે ભાઈ-ભાઈ, ક્યારેક સમાજ, ક્યારે દોસ્તી, ક્યારેક ધંધા વગેરેના સંબંધોની આડ/ઢાળ લઇને સતપંથ સમસ્યા સળગતી રહી છે. સમાજનો સાચો વિકાસ અને પ્રગતિમાં અવરોધો આવ્યા છે. માંડવી હોસ્ટેલ કાંડ હોય, રવાપર નવાવાસ હોય કે વિરાણી (ગઢ) હોય કે કુરબઈ હોય. તામિલનાડુમાં તામ્બરમ હોય, તિરુપુર હોય કે પોલાચી હોય. મુંબઈ ટ્રસ્ટ ફંડ હોય કે બીલીમોરા હોય. આવી અનેક સમાજોમાં જ્યાં જ્યાં સતપંથની સમસ્યા છે એ મવાળોની દેન છે. ક્યાંક કોઈ જાણતે અજાણતે સતપંથને સહયોગ કરી બેઠું હતું તેનાં કારણે પાછળની પેઢીને આજે ભોગવવું પડી રહ્યું છે.

આજે હિંદુઓને મુસલમાન બનાવવાનો રસ્તો અગર કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ખુલ્લો હોય, તો તેનાં પાછળ મવાળોજ મુખ્ય રીતે જવાબદાર છે. અગર હિંદુઓને વટલાવવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હોત, તો વિચારો કે સનાતન સમાજ આજે કેટલો ખુશ હોત અને પ્રગતિના અવનવા ઊંચા આયામો સર કરી ચૂક્યો હોત. સનાતન સમાજે ખૂબ સારી પ્રગતિ કરી છે. પણ તેમ છતાં ધારી પ્રગતિ નથી થઇ શકી તેનાં પાછળના મુખ્ય પરિબળોમાં મવાળો મોખરે છે.

મવાળને કેવી રીતે ઓળખાય?:

કોઈ પણ વ્યક્તિના માથા ઉપર લખ્યું ન હોય કે એ મવાળ છે કે નહીં. એક મવાળને પકડવો બહુજ કઠિન હોય છે. કારણ કે જ્યારે પોતે ફસાય (અથવા જ્યારે જરૂર હોય) ત્યારે એ એક કટ્ટરવાદી સનાતનીની જેમ વાતો કરે અને આચરણો અપનાવે. પોતાની પોલ ખુલ્લી પડી જવાની નિર્ણાયક ઘડીએ એવો બનાવટી વ્યવહાર કરે કે જાણે એ સનાતનીઓની સાથેજ છે. જેથી કરીને સનાતનીઓ તેની વાતમાં આવી જાય અને તેને શંકાના દાયરાથી મુક્ત કરી દે. પણ સનાતનીઓનો વિશ્વાસ જીતીને અનુકૂળતા પ્રમાણે સતપંથની દલાલી કરવાનું કામ, ઓછા-વધુ પ્રમાણમાં, કરતાજ રહે. ક્યારેક પ્રત્યક્ષ રીતે તો ક્યારેક અંદર ખાને રહીને કામ કરે. દાખલા તરીકે સનાતનીઓ સાથે ભળી જઈને તેમની તૈયારીઓની તેમજ તેમની નબળાઈઓની તમામ જાણકારી સતપંથીઓને આપે.

પહેલી નજરે જોઈએ તો એક મવાળની વાતો સામાન્ય રીતે કોઈ પણ સાધારણ સનાતનીઓ જેવીજ હોય. સનાતનીઓનો વિશ્વાસ જીતવા માટે પોતે કટ્ટર સનાતની છે એવી છબી ઊભી કરવા માટે મીઠી મીઠી સનાતન હિતની વાતો પણ કરે. આવી પરિસ્થિતિમાં મવાળને ઓળખવું ખૂબ અઘરું હોય છે. પણ અશક્ય નથી. મવાળને તેના અમુક ખાસ લક્ષણો એટલે કે અમુક પ્રકારની વાતો અને વર્તનથી ઓળખી શકાય. માટે મવાળના ખાસ લક્ષણોવાળી અમુક વાતો કેવી હોઈ શકે, એના તરફ એક નજર કરીએ.

1.    સમાજ અને ધર્મ જુદો છે. સમાજમાં ધર્મ ન લઇ આવો.

2.    સમાજમાં એકતા, સંપ, સંગઠન હોવી જોઈએ. એકતા હશે તોજ વિકાસ અને પ્રગતિ કરી શકીશું.

3.    પ્રેમ ભાવ, ભાઈચારો અને સુમેળ હોવો જોઈએ.

4.    પાણીમાં ધોક્કો નાખો તો પાણી અલગ ન થાય.

5.    તમારો ધર્મ કયો? એમ પૂછો તો જવાબ મળશે કે હું તો માનવ ધર્મમાં માનું છું.

6.    હું ધર્મમાં માનતો નથી. બધા ધર્મ એક સરખા છે.

7.    આપણે બધા એકજ છીએ. તમે જાહેરમાં સતપંથનો વિરોધ કરો છો અને હું સતપંથને અંદર ખાનેથી તોડીને તમારુંજ કામ કરું છે.

8.    પોતે સનાતન સમાજનો સભ્ય હોય પણ સતપંથ સમાજના કાર્યક્રમોમાં જાય. સતપંથના કાર્યક્રમોમાં દાનો પણ લખાવે. સતપંથ અંગે જાહેરમાં ખૂબ વખાણ કરે. એક ભારતીય નાગરિક પાકિસ્તાનમાં દાન આપે અને તેમના વખાણ કરે એવું કામ કરે. પોતાના આ સમાજ દ્રોહી કાર્યોને વાજબી ગણાવવા એવી દલીલી કરે કે આપણે કોઈ ધર્મની ટીકા ન કરવી જોઈએ. બધા ધર્મો એકજ છે. દાન તો કોઈ પણ વ્યક્તિ કોઈને પણ આપી શકે, એમાં કોઈ રોકી ન શકે.

9.    દીકરીઓ/નીયાણીનો શું વાંક? નીયાણી તો બધાની છે. તેમાં ધર્મ ન લઇ આવો, એવી વાતો કરનાર.

10. સંયુક્ત પરિવાર (નુખ/ગોત્ર પ્રમાણે) મિલનના પ્રખર હિમાયતી હોય.

11. રાજકારણમાં આગળ વધવું હશે તો એકતા જરૂરી છે. આવી રીતે રાજકારણનો ડર બતાવીને સતપંથને છાવરવાની વાતો કરનાર.

12. સતપંથ અને સનાતન એકજ છે. હવે સતપંથમાં પહેલાં જેવું મુસલમાની નથી રહ્યું. સુધારા થઇ ગયા છે. તેમના ધાર્મિક પુસ્તકો બદલી ગયાં છે. સતપંથ પણ હિંદુ ધર્મનો એક સંપ્રદાય છે. કોઈ લક્ષ્મીનારાયણને પૂજે છે, કોઈ સ્વામીનારાયણને, તેવીજ રીતે સતપંથવાળા નિષ્કલંકી નારાયણને પૂજે છે. હિંદુઓ જેમ વેદોને માને છે, તેવી રીતે સતપંથીઓ કલિયુગમાં અથર્વવેદને (નોંધ: હિંદુ અથર્વવેદ નહીં, પણ સૈય્યદ ઈમામશાહ રચિત અથર્વવેદ) પ્રાધાન્ય આપે છે અથવા માને છે.

13. રાતો રાત સતપંથ છોડીને સનાતનમાં ન આવી શકે. શ્રદ્ધાનો વિષય છે. થોડો સમય આપો. (જાણે ૫૦૦-૫૦૦ વર્ષો ઓછા હોય)

14. સનાતની ચળવળકારોને કટ્ટરવાદી, સમાજ તોડું, સમાજમાં ઝગડાઓ કરનારા કહીને બદનામ કરવા.

15. સતપંથ અને સનાતનની લડાઈ/ઘર્ષણમાં આદર્શવાદી અને ભ્રામક વાતો ફેલાવીને સનાતની પક્ષ ઢીલો અને નબળો કરવા માટે સતત પ્રયત્નશીલ રહે.

16. સનાતનીઓ કડક રણનીતિ તૈયાર ન કરી શકે, અને કરે તો તેમાં સતપંથીઓ માટે ક્યાંકને ક્યાંક છટક બારી રહી જાય, એવા પ્રયત્નો કરે.

17. સતપંથના બચાવ માટે, સમાજ રક્ષાની આદર્શવાદી વાતોની આડમાં ઉગ્રતાથી સનાતનીઓનો વિરોધ કરે. પણ સનાતન સમાજનું જ્યારે નુકસાન થતું હોય ત્યારે એ માણસ ચૂપ બેસે.

  1. સતપંથ સાથે દોસ્તી રાખનાર નેતાઓને મવાળો અને સતપંથીઓ પૂરેપૂરો ટેકો આપે. એમની આગેવાની હેંઠલ તમામ કામો નિર્વિઘ્ને પાર પાડવા. સનાતની ની આગેવાની હેંઠળ થનાર કામમાં ઝગડા અને અવરોધો ઊભા કરે. આવું કરીને કાર્યક્રમને નિષ્ફળ કરે. જેથી જનતામાં સનાતની નેતાગીરી નબળી છે એવી છાપ પડે.

19. સનાતની ચળવળનો સીધો વિરોધ ન કરી શકે. એટલે આડકતરી રીતે અવરોધો નાખે. કહેશે કે વારે ઘડીએ સતપંથને લઈને બેઠા છો. સતપંથને વખોડવાનું હવે બંધ કરો. કોઈ ફાયદો નથી. એજ સતપંથ-સતપંથની વાતોથી હવે બધા કંટાળી ગયા છે. હવે સતપંથ વિષે લોકોને બધી ખબર પડી ગઈ છે. આવી વાતોના માધ્યમથી સનાતની ચળવળકારોને હલકા ચીતરી તેમનું મનોબળ નબળું કરવામાં આવે.

આ યાદી પરિપૂર્ણ નથી. તેમાં માત્ર અમુક ટૂંકાં દૃષ્ટાંતો આપેલ છે. આના સિવાય બીજા પણ ઘણાં મુદ્દાઓ હોઈ શકે છે, તે ધ્યાને રાખશો.

 

મવાળોના પ્રકારો:

હમણાં સુધી મવાળોના મુખ્ય ચાર પ્રકારો જોવા મળ્યા છે.

1.    ગુપ્ત સતપંથી મવાળ: આ વ્યક્તિની મૂળમાં નિષ્ઠા સતપંથ ધર્મ માટે હોય છે. પણ માત્ર બાહ્ય હિંદુ દેખાવ અપનાવવા માટે સનાતન સમાજમાં સભ્ય બનેલ છે.

2.    આશ્રિત મવાળ: ધંધાકીય, રાજકીય અને આર્થિક રીતે સતપંથીઓ અને અન્ય મવાળો સાથે સંકળાયલા હોય. એવા લોકોને સતપંથી (તેમજ અન્ય મવાળ)ના આશ્રિત પણ હોઈ શકે. સતપંથી (તેમજ અન્ય મવાળ) સગાવાદ અને મિત્ર વર્તુળના કારણે પણ સતપંથની તરફેણ કરે. અગર તરફેણ ન કરી શકે તો નિર્ણાયક ઘડીમાં સનાતનીઓના હિતમાં ખુલ્લો સહયોગ ન કરે. તેમજ અન્ય મજબૂરીના કારણે સતપંથ તરફી વલણ રાખનાર વ્યક્તિ.

3.    અહમ્‌માં ફસાયેલ મવાળ: પોતાના ખોટા અહમ્‌ને પોસવા માટે, વિરોધીને નીચા દેખાડવાની ક્રોધાગનીમાં સનાતન-સતપંથની ભેદ રેખા પાર કરી સતપંથના ખોળામાં જઈને બેસી જનાર વ્યક્તિ આ પ્રકારમાં આવે છે. આવા ક્રોધી વ્યક્તિના ઘાયલ અહમ્‌ને જે કોઈ અન્ય વ્યક્તિ પોસે, એ અન્ય વ્યક્તિની વાતોમાં આવી જાય. અગર કોઈ ચતુર સતપંથી આવા ઘાયલ અહમ્‌વાળા વ્યક્તિને પોસવા લાગે તો એ વ્યક્તિ સતપંથની તરફેણ કરવા લાગી જાય.

4.    લાલચમાં ફસાયેલ મવાળ: એવોજ એક વર્ગ છે લાલચમાં ફસાયેલ મવાળ. સતપંથીઓની થોડી ખુશામદ કરું તો મારું કામ થઇ જાય. આવી ભાવના રાખવાવાળા લોકો ઈ વાત ભૂલી જાય છે કે તેમને હાથા બનાવી સતપંથીઓ સનાતન સમાજને નુકસાન કરે છે.

 

 મવાળ પેદા થવા પાછળના અમુક કારણો:

1.    સનાતની અસ્મિતા, ગૌરવ અને ગરિમામાં કમી: અગર સમાજમાં એવું વાતાવરણ હોય કે લોકોમાં સનાતન ધર્મ અને સનાતન સમાજ માટે ઉચ્ચ ગૌરવ હોય, તો તેનાં વિરુદ્ધમાં થતી કોઈ નબળી વાતને સહન એક ઘડીએ પણ સહન નહીં કરે. આવી નબળી વાતોનો તરતજ મક્કમ વિરોધ કરશે. જે વ્યક્તિને પોતાના સમાજ માટે ગૌરવ હોય, ગરિમા હોય અને ઉચ્ચ અસ્મિતાની લાગણી અનુભવતો હોય તો, તેવા સમાજ માટે લોકો લડવા તરતજ તૈયાર થઇ જાય. એને લડવા માટે કહેવું ન પડે.

સર્વ ધર્મ સમભાવ. ઉપરવાળો એકજ છે. સતપંથીઓ પણ આપણા ભાઈઓ છે. આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી સનાતન સમાજ સતપંથ કરતાં ચડિયાતો છે એવો સંદેશ જાય, કારણ કે એવું થશે તો સતપંથીઓનો અહમ્‌ ઘવાશે અને તે લોકો સનાતનમાં નહીં આવે. જ્યારે પણ સનાતનીઓ દ્વારા કડક પગલાં ભરવાની વાત આવે ત્યારે આવી સુફિયાણી વાતો કરીને સનાતનીઓને ભરમાવીને મૂંઝવણમાં મૂકી દઈને કડક પગલાં ભરવાથી રોકવાના પ્રયત્નો કરવામાં આવે. પરિણામે જનતા પણ મૂંઝવણમાં પડી જાય કે સનાતન મુદ્દા ઉપર આપણે ગૌરવશાળી વાતો કરવી કે નહીં. આવી પરિસ્થિતિમાં ક્યાંક સનાતનીઓ આવી ડાહી-ડાહી, આદર્શવાદી અને સુફિયાણી વાતોનો શિકાર બની ગઈ છે. જેના કારણે સનાતન ધર્મ અને સનાતની સમાજમાં અસ્મિતા, ગૌરવ અને ગરિમાનું સિંચન યુવા પેઢીમાં જોઈએ એ પ્રમાણમાં નથી કરી શકાયું.

બીજી બાજુ, છેલ્લા ૩૦ વર્ષ પહેલાં સતપંથ સાથે જોડાયલા હોવાની વાત જાહેરમાં કહેવામાં શરમાતા લોકોની મૂંઝવણને દૂર કરી એજ વાતને ગૌરવમાં ફેરવી નાખી છે. કરસન કાકા (સતપંથી નામ પીર કરીમ) દ્વારા તાકિયા વાપરીને સતપંથને બાહ્ય હિંદુ દેખાવ આપીને સતપંથની એવી છબી ઊભી કરવામાં સફળ થયા છે જેના થકી સતપંથની યુવા પેઢી કરસન કાકાની વાતમાં આવી ગઈ. સતપંથના યુવાનો કરસન કાકાની ચાલની શિકાર થઇ ગયા. સતપંથ હિંદુ ધર્મ છે એવો સતત પ્રચાર પ્રસારનો મારો કરી હિંદુ કહેવડાવતા યુવાનોને મુસલમાની સતપંથ ધર્મમાં ગૂંથી રાખ્યા, જે એક છેતરામણી છે. અગર આવું ન કરત, તો કદાચ સતપંથના યુવાનોનો મોટો વર્ગ આજે સતપંથમાં ન હોત. કરસન કાકાના આ જૂઠને સાચું સમજીને પોતે હિંદુ (ખોટી રીતે) હોવાનું ગૌરવ સતપંથના આજના યુવાનો અનુભવે છે.

સનાતન સમાજમાં એક એવો માહોલ ઊભો કરવો જોઈએ કે સનાતન ધર્મની અને સનાતન સમાજની અસ્મિતા, ગૌરવ અને ગરિમાને કેન્દ્રમાં રાખીને તમામ કામો થવા જોઈએ. પછી, ભલે એ સામાન્ય મિટિંગો હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, સામાજિક કાર્યક્રમો હોય, બાલ શિક્ષણ શિબિર હોય, યુવા-યુવતી તાલીમ શિબિર હોય કે ઘરોઘરમાં થતી રોજબરોજની રીતરિવાજો અને પ્રથાઓ હોય. રીતિરિવાજો અને પ્રથાઓમાં આ અંગેની પૂરી સમજણ સચવાઈ રહે એ રીતે વણી લેવા જોઈએ. માત્ર ઔપચારિક પૂરતી વાત સીમિત ન થઇ જાય એનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. દાખલા માટે જૂઓ શીખ સમાજના ગૌરવ, ગરિમા અને અસ્મિતાના સ્તરને.

આવું કરવાથી લોકોના મગજમાં એક વાત મક્કમ રીતે બેસી જશે કે ગમે તે થાય, સનાતન ધર્મ અને સમાજના ગૌરવ, ગરિમા અને અસ્મિતાના વિરુદ્ધમાં કંઈ પણ કરી ન શકાય. અને કરીશ તો કોઈ મને છોડશે નહીં.

2.    સતપંથ સાથે સંબંધ: મવાળો પેદા થવા પાછળનું એક કારણ એ પણ છે કે સનાતની સમાજનો સતપંથ સમાજ સાથે થોડા અંશે ચાલતો રોટી-બેટી વ્યવહાર અને સંયુક્ત સામાજિક મિલકતો. સતપંથીઓ આવા સંબંધોનો દુરુપયોગ કરીને સનાતન સમાજમાં “ગુપ્ત સતપંથી મવાળ”ને ઘુસાડી/રોપી દે છે. એના પછી ધીરે ધીરે “આશ્રિત મવાળો”, “અહમ્‌માં ફસાયેલા મવાળો” અને “લાલચમાં ફસાયેલા મવાળો”ને ઊભા કરવામાં આવે છે.

3.    ભય રહિત માહોલ: સમાજમાં મવાળો એટલા માટે સક્રિય છે કારણ કે તેમને કોઈ પણ જાતનો ભય નથી. એકતા, સંપ, સંગઠન, વિકાસ, પ્રગતિ, રાજકીય સત્તા વગેરે આદર્શવાદી વાતોની આડમાં પોતાના ખોટા કામોને વાજબી ગણાવી પોતાના કામનું મહત્ત્વ જાળવી રાખે છે. આવી રીતે પોતાના માટે સમાજમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરી લેતા હોય છે. સમાજના અમુક કહેવાતા બૌધિકો અને મીડિયાઓ આ વાતને જાણતે-અજાણતે સહયોગ કરી બેઠા અથવા તો તેનો વિરોધ કરવામાં અસફળ રહ્યા છે.

વાણી સ્વતંત્રતા અને વિચારોની અભિવ્યક્તિ જેવી આદર્શવાદી સિદ્ધાંતોની આડ લઇને મવાળો પોતાની સમાજ વિરોધી વાતો સમાજમાં ખુલ્લે આમ કરતા રહ્યા છે. જ્યારે પકડાઈ જાય ત્યારે આ મારા માત્ર વિચારો છે કે સૂચન છે. વિચારો કહેવાની બધાને છૂટ છે. એવું બહાનું કાઢીને પોતાનો બચાવ કરે લે છે. પણ આવી વાતમાં અગર કોઈ એકાદ અજાણ માણસ પણ ફસાઈ જાય કે ટેકો આપી દે, તો પણ તેનાં માટે ઘણું છે.

આજની તારીખમાં કોઈ મવાળને કદાચ કોઈ છટકબારી ન મળે અને ફસાઈ જાય, તો તેવા મવાળ સામે સનાતની સમાજ શું પગલાં ભરે છે? અપવાદો સિવાય કોઈ કડક અસરકારક પગલાં ભર્યા હોય એવું ક્યાંય જોવા નથી મળ્યું. એટલે મવાળોને ખાતરી છે કે તેમને ખાસ નુકસાન થશે નહીં. એવી ખાતરી યુક્ત માહોલ હોવાના કારણે મવાળો સનાતની સમાજ સાથે દગો કરવાની હિમ્મત રાખે છે. આ જગ્યાએ અગર સમાજમાં, આ મુદા ઉપર, માનસિક અને નૈતિક રીતે ડરનો માહોલ હોય, તો મવાળવાદી વાતો કરવાથી પહેલાં હજાર વખત અચકાય.

4.    તાકિયા અને મવાળ પ્રત્યે અજ્ઞાનતા: આપણને પોતાને ખબર નથી પડતી કે આપણે ક્યારે બીજાના હાથા બની ગયા છીએ. આ છે આપણી જ્ઞાતિની મુખ્ય ખામી. આપણામાં મવાળ અને તાકિયાનું જ્ઞાન એટલું ઓછું છે કે આપણા સાથે થતી રમતોને આપણે ઓળખી નથી શકતા. માટે તાકિયા અને મવાળ વિષેની જાણકારી ફેલાવી ખૂબજ જરૂરી છે. આ એક પ્રકારની જેહાદ છે. આ એક પ્રકારનું ધર્મ યુદ્ધ છે. આપણા અંદરના રાગ દ્વેષને થોડા સમય માટે એક બાજુ મૂકી દઈને આ ધર્મના કાર્યમાં આપણે એક બીજાને સાથ ન આપી શકીએ તો કંઈ નહીં, પણ સતપંથના હાથા ન બનીએ. સતપંથવાળાઓ આપણી સાથે મીઠી મીઠી વાતો કરે, આપણને ઉશ્કેરે, આપણી ઈર્ષા/લાલચ/બળતરાને પોષે, તેણે ઉશ્કેરે અને આપણે કંઈ વિચાર કર્યા વગર માત્ર ઘેલા થઇને તેમને સારું લગાડવા અને આપણા અંદરની બળતરાને શાંત કરવા સતપંથના હાથા બની જઈએ છે. એ ન થવું જોઈએ.

5.    ઉદારવાદી માહોલ: અમુક વર્ષો પહેલાં આપણી જ્ઞાતિના નેતાઓમાં ઉદારવાદી હોવાની એક ફેશન ચાલી પડી હતી. પણ સોચ્યા સમજ્યા વગર ઊભો થયેલ ઉદારવાદનો ભૂત, આજે પોતાને જ ભક્ષી ગયો. ઉદારવાદના નામે સતપંથીઓના કરતૂતો સામે આંખ આડા કાન કરવામાં આવતા. ધીરે ધીરે સુધરી જશે. એમને રોકશું તો કટ્ટર થઇ જશે, સમય આપો વગેરે વગેરે વાતો પ્રચલિત હતી. આના કારણે સતપંથીઓને સનાતન સમાજમાં ઘૂસી પોતાની પ્રવુત્તિઓ ચાલુ રાખવા માટે મોકળું મૈદાન મળી ગયું. એટલે સતપંથીઓ સમજી ગયાં કે આપણું અસ્તીતીવ ટકાવી રાખવું હશે તો ઉદારવાદી માહોલને જેટલું વધારે પ્રોત્સાહન આપીએ એટલું આપણે સુરક્ષિત રહેશું. જ્ઞાતિના ઘણા આગેવાનો આ ચાલમાં ફસાઈ ગયાં અને સતપંથીઓને સાથ આપવા લાગી ગયાં. જે રીતે ભારતમાં મુસલમાનોનું વોટબેંકના નામે તૃષ્ટિકરણનો માહોલ છે, એ રીતે ઉદારવાદના નામે મવાળવાદી પ્રવુત્તિ ચલાવવાનો માહોલ સમાજમાં તૈયાર થઇ ગયો હતો, જે આજે નથી.

 

મવાળોનો સામનો કેવી રીતે કરવો?:

1.    ભયનું વાતાવરણ: મવાળવાદી કામ કરવાથી લોકોને ભય/ડર લાગશે તો તે કામ કરવા પહેલાં હજાર વખત વિચારશે. ડર લાગશે તો લગભગ મવાળવાદી કામ કરશે પણ નહીં. એટલે સમાજમાં એવું વાતાવરણ પેદા કરવું જોઈએ કે સમાજમાં જાહેરમાં કોઈ મવાળ તરતજ ખુલ્લો પડી જાય. એક વખત ખુલ્લો પડી ગયો, એટલે એનો કોઈએ બચાવ કરવો નહીં. અને મવાળને સામાજિક બદનામીથી લઇને સમાજ બહાર કરવા સુધીના તમામ સજાઓ જરૂરિયાત પ્રમાણે આપી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. સમાજમાં મવાળ વિરોધી વાતાવરણ બનાવવામાં યુક્તિ પૂર્વક સોસિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ પણ કરી શકાય છે.

2.    મનને તૈયાર કરવું: આપણે આપણા મનને અમુક બાબતોમાં શીખવવું / તૈયાર કરવું પડશે. આપણામાં એક મોટી ખામી છે. કોઈ અણગમતા લોકો વ્યવસાય, સમાજ કે અન્ય ક્ષેત્રમાં આગળ વધે કે પછી લોક ચાહના મેળવે, તો ઘણા લોકોથી સહન થતું નથી. આપણા અંદરની ઈર્ષાને કાબૂમાં કરવાના સદગુણો આપણે શીખવા પડશે. બળાપો કેવી રીતે અને કયા સમયે બહાર કાઢવો એ પણ શીખવું પડશે. સામાન્ય રીતે આપણે તરતજ મોકો શોધીએ કે મારું નામ બહાર આવ્યા વગર, મારા વિરોધીને કેમ હરાવી નાખું? આના માટે અવનવા રસ્તાઓ શોધવા લાગી જઈએ. આવા લોકોને સતપંથવાળા ખૂબ સરળતાથી શિકાર બનાવી લે અને મવાળમાં ફેરવી નાખે છે. માટે આપણે નાનપણથી આ અંગે સ્પષ્ટ સૂચનો અને સંસ્કાર મળેલ હોય, તો અનાયાસે મવાળ બનવાથી બચી શકીએ. મહિલા મંડળ આ અંગે જરૂર વિચાર કરશે એવો વિશ્વાસ છે.

3.    બૌદ્ધિકો અને મીડિયા જગતમાં જાગૃતિ: સમાજની કોઈ સાચી સળગતી સમસ્યા અગર કોઈ હોય તો એ છે મવાળ. આના પર બૌદ્ધિકો અને સમાચાર પત્રોએ સમાજનું વારે ઘડીએ ધ્યાન દોરવું જોઈએ. સતપંથના હાથા બનવા વગર, સમાજને નુકસાન કર્યા વગર, કેવી રીત આપણા અંદર લાગેલ બળતરા રૂપી આગને ઠડી પાડી શકાય, તેનાં રસ્તા સમાજના સાચા બૌદ્ધિકોએ શોધવા પડશે. આ ઉપાયોને જનતાના ગળે ઉતારવા સમાચાર પત્રોએ મહત્ત્વની ભૂમિકાઓ ભજવવી પડશે. ત્યારેજ આપણે સાચા અર્થમાં સામાજિક ક્રાંતિ લાવી શકીશું. સમાજની સળગતી સમસ્યા સાચા અર્થમાં એ છે કે લોકો સતપંથના હાથા કેમ બની જાય છે, તેની ખબર નથી પડતી. મીડિયા જગત દ્વારા આ અંગે ખૂબજ મોટું કામ કરવાનું બાકી છે અને સમાજની તેમની પાસે આ અંગે ભવિષ્યમાં ખૂબ મોટી આશા પણ રહેશે.

4.    મવાળવાદી પ્રવૃત્તિને ઓળખવી: દરેક સનાતનીએ નીચે જણાવેલ મુદ્દાઓ ઉપર પારંગત થવું પડશે.

a.    પીઠ પાછળ થતા વાર ના સંકેતોને વહેલી તકે ઓળખતા શીખવું પડશે. જેમ કે પીઠ પાછળ વાર કરવો હોય તો પહેલાં દુશ્મનને આપણા નજીક આવું પડે. એટલે કોઈ વ્યક્તિ જ્યારે કોઈ વાતને લઇને વધુ પડતી ચીકણાઈ કરતો હોય કે વધુ પડતી દોસ્તી કરવા માંગતો હોય ત્યારે આપણે સાવધાન થઇ જવાની જરૂર છે.

b.    મવાળવાદી પ્રવૃત્તિઓને નજરઅંદાજ (ignore) કરવું નહીં. વાસુદેવ કુટુંબકમ, મને કોઈ તકલીફ નથી, આપણે આપણી લીટી લાંબી કરીએ… આવી પરિસ્થિતિમાં અર્થહીન વાતોને મહત્ત્વ ન આપીને મવાળોને જાહેરમાં ખુલ્લા પાડવાની સખત જરૂરીયાત છે. આવા લોકોની સામે આંખ આડા કાન કરવાના બદલે તેમનો સામનો કરી તેમને તેમની જગ્યા બતાવી દેવી પડશે.

c.     શંકાસ્પદ ઘટનાઓની લેખિત નોંધ કરતા જવું. જ્યારે સંપૂર્ણ રીતે ખાતરી કરવાનો વારો આવે કે કોઈ વ્યક્તિ મવાળ છે કે નહીં, ત્યારે આ નોંધ કામ આવશે.

d.    અગર કોઈના પર શંકા હોય તો તેવા વ્યક્તિને સતપંથ વિષય ઉપર “કાયમી, ચકાસી શકાય એવા અને પાછળથી ફેરફાર ન કરી શકાય” (“sustained, verifiable and irreversible”) એવા પગલાં ભરવાની વાત કરો. અગર શંકાસ્પદ વ્યક્તિ આવું ન કરે એ વ્યક્તિ મવાળ હોવાની શક્યતા પૂરે પૂરી હોય છે.

e.    અગર શરૂઆતનો તબક્કો હોય અને શંકાસ્પદ વ્યક્તિની ખાતરી ન થઇ હોય તો, એવા વ્યક્તિની સાથે બેસીને તેમના પ્રત્યે ઉદ્‌ભવતી શંકાના કારણોની યુક્તિ પૂર્વક તપાસ કરવી જોઈએ.

f.     મવાળવાદી કામ સામે આંખ આડા કાન કરવા નહીં. મવાળવાદી કામ અને મવાળ સમસ્યાનો મક્કમતાથી સામનો કરવો. ગૂમડૂં જેટલું જૂનું થાય, એટલું વધારે તકલીફ આપે. સમાજ માટે હું ખારો શું કામ થાઉં, એના બદલે હું સમાજ માટે ખારો કાં ન થાઉં? એ વાતને પ્રાધાન્ય આપવું જોઈએ.

g.    મવાળોનો સામનો કરવાના અનુભવથી શીખ લઇને આગળ વધો. જરૂર પડે તો સમજ અને રણનીતિમાં જરૂરી સુધારાઓ કરતા રહો. પણ જ્યાં સુધી સમાજ મવાળ મુક્ત ન થાય, ત્યાં સુધી મવાળ સાથે લડતા રહો.

h.    તમારા અનુભવોને વિશ્વાસ પાત્ર પ્રખર સનાતની લીડરો સાથે શેર (share) કરતા રહેજો. જેથી કરીને બીજા લોકોને તમારા અનુભવનો લાભ મળે.

5.    મજબૂત માહિતી મેળવવાનું નેટવર્ક: મવાળવાદી વાતો સાંભળો એટલે તરતજ સમજી જજો કે આ લોકોથી આપણને બચવું છે. આવા લોકોની તમામ વાતો સનાતની લીડરોને અચૂક પહોંચાડજો. તેમને ખબર હોય તો પણ તમારી વાત પહોંચાડજો. તમે તમારી ફરજ પૂરી કરજો. તેમને બધી વાતની જાણ કરજો. સનાતનીઓનું માહિતી મેળવવાનું નેટવર્ક એકદમ સજ્જડ બનાવજો. અને એવી પરિસ્થિતિ નિર્માણ કરો કે લોકોને લાગવું જોઈએ કે ક્યાંક આપણે નબળી વાત કરીશું કે નબળા કામમાં સહયોગ આપીશું, તો કદાચ આપણને સમાજ બહાર થવાનો વારો આવી જશે.

6.    મવાળ મુક્ત સમાજ અભિયાન ચલાવવાની જરૂર છે: સમાજને મવાળ મુક્ત કરવા માટે નાના મોટા પ્રોગ્રામોમાં પ્રવચનો કે અન્ય માધ્યમથી સતત સંદેશાઓ વહેતા થવા જોઈએ. “મવાળને મર્દ” બનાવવા યુક્તિ પૂર્વક સફળ યોજનાઓ ઘડી અને એ પાર પાડી જાય એવી મજબૂત યોજના ચલાવી પડશે. સમાજ જાગૃતિ માટે સુંદર રસ મય નાટકો ભજવી શકાય. સમાજના યુવાનો ખૂબ હોશિયાર છે. માટે સૂચન માત્રથી આ વાત અહીં પૂરી કરવામાં આવી છે. આના માટે આ પુસ્તકના પેજ ૨૪૦ માં જણાવેલ પોઈન્ટ G પ્રમાણે દરેક સમાજે પગલાં ભરવા જોઈએ.

મવાળો અને જનતાને અપીલ:

1.            સમાજ સાથે દગો ન કરવો: જે લોકો પોતાના અંદરની ઈર્ષા/લાલચ અને બળતરા ઉપર નિયંત્રણ નથી લાવી શકતા, તેને મારી નમ્ર વિનંતી છે, કે જરૂર પડે તો ગમ ખાઈ જજો. પણ આપણી મા સમાન સનાતની સમાજની લાજને દાગ લાગે એવું કોઈ કામ કરતા નહિ. કારણ કે ઈતિહાસ કહે છે કે જેણે પોતાનો અહમ્‌ પોષવા માટે પોતાની મા નો સોદો કર્યો છે, એ પોતે તો ઠીક, પણ હજારો વર્ષોસુધી તેની ભાવિ પેઢીને તેની કિંમત ચૂકાવી પડે છે. કંઈ નહીં તો છેલ્લે એ કિંમત લોહીને આંસુથીતો ચૂકવવી પડે છેજ. મારી વાત પર વિશ્વાસ ન હોય તો પૂછી જોજો જેચંદ અને મીરજાફરના વંશજોને. આજે તેઓને પોતાના પૂર્વજોનું નામ લેવામાં કેવી શરમ આવી રહી છે, એ શરમ તમારી ભાવિ પેઢીને ન આવે એવું પાપ ન કરતા.

2.            લોક ચાહના: જ્યારે સમાજની સમાજમાં કોઈ મવાળ ખુલ્લો થઈ જાય ત્યારે જાણે કોઈ દેશદ્રોહી પકડાઈ ગયો હોય એવી રાહત જનતા અનુભવતી હોય છે. દેશના ટુકડા ટુકડા કરવાની માંગ કરનારાઓ દેશમાં રહીને દેશ વિરોધી કામ કરતા હોય, એવા લોકોની જેમ સનાતની સમાજમાં છુપાઈ બેઠેલા મવાળોને જનતા વચ્ચે ખુલ્લા કરવાની જરૂરત છે. કહેવાનો મતલબ એટલો છે કે સામાન્ય જનતા મવાળો પ્રત્યે ઘૃણા અને તિરસ્કૃતની ભાવનાથી જુએ છે. આવા લોકોને જનતાની હાય લાગે છે અને એ પાપના ભાગીદાર બને છે.

3.            માત્ર સનાતની લીડરોનેજ સહયોગ આપશો: મારી જનતાને બે હાથ જોડીને કર બદ્ધ વિનમ્ર વિનંતી છે કે તમે તમારા ખરા સનાતની લીડરોને ઓળખજો. જે લોકો સતપંથને સાથે રાખવાની ડાહી-ડાહી વાતો કરે છે, એજ લોકો સમાજના સાચા દુશ્મન છે. આવા લોકોને તેમની સાચી જગ્યા બતાવી દેજો. અને સનાતની લીડરોને તન, મન, ધન થી સહયોગ આપજો. આપણે તકલીફ સતપંથીઓથી નથી, પણ આપણા બનીને આપણા વચ્ચે બેઠેલા મવાળોથી છે. સનાતની લીડરો ક્યાંક નબળા પડતા હોયને, તો પણ તેમને ચલાવી લેજો. પણ મવાળવાદી વિચારને ક્યારે સાથ આપતા નહીં. સમાજ મવાળ મુક્ત ન થાય ત્યાં સુધી સતત પ્રયત્ન કરતા રહેજો અને અંતે જીત મેળવીને જ જંપજો.

Leave a Reply

Share this:

Like this: