Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

૧૪. વિશેષ સભા

તા. ૨૬-ઓગસ્ટ-૨૦૧૮ના સતપંથ સમસ્યાના નિવારણ માટે બોલાવેલ ઐતિહાસિક વિશેષ સભામાં થયેલ કાર્યવાહીનો અહેવાલ. સનાતનીઓની કેન્દ્રીય સમાજ માટે સતપંથ વિષય ઉપર આ એક અભૂતપૂર્વ સભા હતી.

1.   આથી અગાઉ આ પુસ્તકમાં આપણે જોયું કે સનાતનીઓની સકારાત્મક અને આવકારવાની પ્રતિક્રિયા હોવા છતાં સતપંથઓએ નકારાત્મક પ્રતિક્રિયા આપીસતપંથવાળાઓએ તેમના સમાજની માસિક પત્રિકા સતપંથ પ્રકાશના જૂન ૨૦૧૮ અંકના પાના ક્રમ ૧૦ માં જણાવ્યા પ્રમાણે, તેમજ ઉમિયા માતાજી ઊંઝાને તા૦૪જુલાઈ૨૦૧૮ના પત્ર પ્રમાણેખૂબ ચતુરાઈથી વાક્ચાતુર્ય ભરી વાતોથી સ્પષ્ટ સંદેશ આપેલ હતો કે ઊંઝાના ચુકાદાનું અક્ષરે અક્ષર તેમજ ચુકાદાના હાર્દને બદલ્યા વગર ચુકાદાનું પાલન કરવા તેઓ તૈયાર નથીજ્યારે તે લોકો પાસેથી સતપંથ ધર્મ છોડીને સનાતન ધર્મનો સ્વીકાર કરવાની અપેક્ષા હતી.

ઊંઝાના ચુકાદા અંગે વિગતવાર જાણકારી આપવા બોલાવેલ વિશેષ સભામાં

મંચ ઉપર બીરાજમાન સમાજના હોદેદારો અને અન્ય અગ્રણીઓ

2.    ત્યારે જે સનાતનીઓની પોતાના સતપંથી ભાઈઓ માટે ઉચ્ચ લાગણીઓ બતાવી હતી તે લાગણીઓનો દુરુપયોગ કરી સતપંથીઓએ સતપંથ ધર્મને છોડવાના બદલે સતપંથ ધર્મને ટકાવી રાખવા તેમજ મજબૂત કરવાના પ્રયત્નો કર્યા. આવા ઊંડાણ પૂર્વક છુપા પ્રપંચોના કારણે સામાન્ય સનાતનીઓ ભોળવાઈ ન જાય અને સનાતન સમાજને નુકસાન ન થાય તે હેતુથી સનાતની સમાજ દ્વારા કેવા પગલાં ભરવામાં આવે એવા મુખ્ય હેતુથી ઉપર જણાવ્યા પ્રમાણે એક વિશેષ સભા બોલવામાં આવી.

3.    કોઈ પણ વિવાદ કે સમસ્યાના સમાધાન માટે જ્યારે પંચો ચુકાદો આપતા હોય છે, એ ચુકાદો બન્ને પક્ષને લાગુ પડે, માત્ર એક પક્ષને લાગુ પડે નહિ, જે સર્વવ્યાપી સામાન્ય સિદ્ધાંત તેમજ નિયમ છે. તેજ પ્રમાણે, ચુકાદાના પાલનની વાત આવે ત્યારે ચુકાદાનું સંપૂર્ણ રીતે પાલન કરવાનું હોય છે. ચુકાદાને તોડી મરોડીને માત્ર પોતાને ગમતા હોય એવા મુદ્દાના પાલનની વાત કરવી કે આગ્રહ કરવો એ ચુકાદાનું અપમાન છે. તેવીજ રીતે ચુકાદાનું ખોટું અર્થગઠન પોતાની સગવડ પ્રમાણે કરીને ચુકાદાનું હાર્દ બદલવાની કોશિશ કરવી એ પણ ચુકાદા અને પંચોનું અપમાન છે. ઉમિયા માતાજી ઊંઝા દ્વારા તા. ૦૮ઓક્ટોબર૨૦૧૭ના ચુકાદો આવ્યા બાદ અમુક લોકો દ્વારા ચુકાદાના સાચા અમલીકરણથી બચવા માટે ઉપર જણાવેલ રીતે પોતાને ગમતા હોય એવા મુદ્દાઓનું પાલન કરવા અને પોતાને સગવડ થાય એ રીતે ચુકાદાનું અર્થગઠન કરવાની વાતો ફેલાવામાં આવેલ હતી. જેનું સીધેસીધું નુકસાન સનાતની સમાજને થાય એ ષડ્‌યંત્ર દેખાવા લાગ્યું. આવા ષડ્‌યંત્રકારી પરિબળો જે લગભગ પરોક્ષ રીતે કામ કરતા હોય, એમનાથી દરેકે બચવું અત્યંત જરૂરી છે. આવી પરિસ્થતિઓથી બચવા માટે કેન્દ્રીય સમાજએ આ વિશેષ સભા બોલાવેલ હતી. આ પણ એક મહત્ત્વનું કારણ હતું.

4.   આ વિશેષ સભાથી પહેલાં તા૧૮ઓગસ્ટ૨૦૧૮ના ફોન ઉપર ઊંઝાના તત્કાલીન પ્રમુખશ્રી મણીભાઈ મમી અને સનાતની સમાજ ઉર્ફે કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણીની ચર્ચા થઈઊંઝાના ચુકાદાને લઈને વિશેષ સભામાં સનાતનીઓ શું કરવા જઈ રહ્યા છે, તેનાં વિષે મણિબાપાની સાથે વિસ્તૃત ચર્ચા થઇચર્ચામાં અબજીભાઈએ જણાવ્યું કે ઊંઝાનો ચુકાદો આવ્યા બાદ પણ સતપંથ તરફથી કોઈ પણ સકારાત્મક પગલાં ભરવામાં નથી આવ્યાસનાતની સમાજે વાંઢાયની પોતાની સંસ્થામાં સતપંથીઓને આમંત્રિત સભ્ય તરીકે લઇને સદભાવનાનું વાતાવરણ ઊભું કર્યું હોવા છતાં, સતપંથીઓએ સનાતનીઓને નુકસાન થાય અને પોતાનો સતપંથ ધર્મ વધુ મજબૂત થાય એવી રીતે વરતે છેબીજીબાજુ ઊંઝાના ચુકાદાને લઇને જાહેર જનતામાં તદ્દન ખોટી વાતો ફેલાવે છે કે સતપંથ હિંદુ ધર્મ છે, એવી માન્યતા ઊંઝાએ આપી દીધી છેઆ પુસ્તકમાં અગાઉ જણાવેલ સતપંથ તરફથી આવેલ નકારાત્મક પ્રતિક્રિયાઓના દાખલાઓ આપવામાં આવ્યા અને સનાતની સમાજ કેવી રીતે મજબૂર થઇ છે કે પોતાના બચાવ માટે કોઈક નક્કર પગલાં લેમણિબાપા દ્વારા અમલીકરણ સમિતિની બેઠકમાં ઉપાડેલ મુદ્દો હતો કે જેમાં પરિવાર” (ગોત્ર પ્રમાણેમિલનમાં સતપંથ અને સનાતન સાથે રહે છે, એ પણ યોગ્ય નથીઆ મુદ્દા ઉપર પણ સનાતનીઓને જાગૃત કરવાની જરૂર છે એવી ચિંતા અબજીભાઈએ મણિબાપા સામે વ્યક્ત કરી.

વિશેષ સભામાં મંત્રમુગ્ધ થઇને સાંભળતા લોકો

5.    વિશેષ સભા બોલાવવાના પાછળનો ઉમદા હેતુ જાણીને મણિબાપા ખૂબ ખુશ થયા. તેઓને અબજીભાઈને જણાવ્યું કે તેમની સતપંથના તત્કાલીન પ્રમુખ શ્રી દેવજી કરસન ભાવાણી સાથે ફોન ઉપર ચર્ચા થઇ છે અને દેવજીભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે કે ઊંઝાના ચુકાદામાં કોઈ પણ જાતનો એક પણ શબ્દમાં ફેરફાર કરવામાં નહીં આવે. ત્યાર બાદ મણિબાપાએ જાણકારી આપી કે રાજકોટવાળા જયંતીભાઈ કાલરીયાએ આજે (તા. ૧૮ઓગસ્ટ૨૦૧૮) દેવજીભાઈ સાથે ૪૫ મિનિટ સુધી લાંબી ફોન ઉપર ઊંઝાના ચુકાદાના અમલીકરણ અંગે ચર્ચા થઈ. ચર્ચામાં દેવજીભાઈએ જયંતીભાઈ કાલરીયાને સ્પષ્ટ શબ્દોમાં કહીં દીધું કે એ લોકો સતપંથના અને તેમની સાથે જોડાયલા અન્ય સાધુઓનો અભિપ્રાય લીધા પછીજ આગળ વધશે. જયંતીભાઈ કાલરીયાએ દેવજીભાઈને સમજાવવાની ઘણી કોશિશ કરી અને કહ્યું કે આ તો તમે માતાજીનું અપમાન કરી રહ્યા છો. પણ દેવજીભાઈ કોઈ પણ રીતે માનવા તૈયાર ના થયા એટલે જયંતીભાઈ કાલરીયાને છેવટે મણિબાપાને કહેવું પડ્યું કે હવે ચોખ્ખું થઇ ગયું છે કે સતપંથ વાળા માત્ર સમય પસાર કરવા માંગે છે. ચુકાદાના હાર્દ બદલ્યા વગર તેનું પાલન કરવા તેઓ તૈયાર નથી.

6.    એટલે બન્ને વડીલો એ વાત ઉપર એક અવાજે સહમત થયા કે જે સતપંથીઓ સતપંથ ધર્મને કાયમ માટે સંપૂર્ણ રીતે છોડીને સનાતન ધર્મને સ્વીકારે, એ લોકોને સનાતનીઓની કેન્દ્રીય સમાજ સ્વીકારે. ઊંઝાના ચુકાદાનું અપમાન કર્યા પછી હવે સતપંથીઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાનો કોઈ અર્થ નથી અને વાતચીત બંધ કરી નાખવી જોઈએ. સતપંથી દ્વારા લોકોને ભરમાવવા હેતુથી રમાતી ચાલોથી સનાતનીઓને બચાવવા માટે જરૂરી તમામ પગલાંઓ તત્કાલીન ધોરણે ભરવા જોઈએ. જેવા કે પરિવારોના મિલન, નીયાણીઓના કાર્યક્રમો, ધર્મ અને સમાજ જુદા છે એવી ખોટી આદર્શવાદી વાતની આડમાં થતા સંયુક્ત ધાર્મિક કાર્યક્રમ વગેરે પર રોક લગાડવી. ટૂંકમાં કહીએ તો ઊંઝાના માર્ગદર્શન અને આશીર્વાદ વિશેષ સભાને મળેલ હતો.

7.   શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજનું વિદ્યાર્થી હોસ્ટેલના મુખ્ય કાર્યાલયમાં તા૨૬ઓગસ્ટ૨૦૧૮ના એક વિશેષ ચિંતન સભા બોલાવવામાં આવીઆ સભામાં સતપંથ સમસ્યા બાબતે ઊંઝામાં થયેલ કાર્યવાહીની વિસ્તૃત જાણકારી ચંદ્રકાંતભાઈએ આપીઆ સભામાં ઉમિયા માતાજી વાંઢાય, શ્રી લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામ દેસલપર વાંઢાયના હોદેદારોસમાજની ૨૯ ઝોન ના હોદેદારોકારોબારી સભ્યોઘટક સમાજના મુખ્ય કર્ણધારો હાજર હતાઆ સભામાં ભારતના ખૂણે ખૂણેથી બુદ્ધિજીવીઓચિંતકોનિષ્ણાંતોઅનુભવીઓ પણ હાજર રહ્યાઆ સભામાં ઉમિયા માતાજી ઊંઝાના લવાદ સામે થયેલ તમામ પ્રક્રિયા, જે આ પુસ્તકમાં પેજ ૭૭ થી ૧૦૫ માં જણાવેલ છે, તેની લોકોને જાણ કરવામાં આવીરજૂઆત કરવામાં લગભગ પોણા બે કલાક સુધી લાંબો સમય લાગી ગયો. પણ સભા આં રજૂઆતને એટલા રસપૂર્વક સંભાળતી હતી કે લગભગ ૧ કલાક પછી જ્યારે ચંદ્રકાંતભાઈ પોતાની વાત જલ્દીથી પૂરી કરવાની વાત કરી, ત્યારે સભાએ સામેથી કહ્યું કે કોઈ જલદી કરવાની જરૂર નથી. તમારી બધી વારો પૂરે પૂરી રીતે જણાવો, કોઈ વાત અધુરી ન રહેવી જોઈએ. ત્યાર બાદ પ્રમુખશ્રી અબજીભાઈએ સહમતી આપી અને કહ્યું કે આવી મહત્ત્વની રજૂઆત માટે આપણે જોઈએ એટલો પુરતો સમય આપીએ છીએ. જાણકારી મેળવીને લોકો એવા પ્રભાવિત થયા કે સભામાં જણાવેલ વાતો લોકોના દિલને સ્પર્શી ગઈ.

વિશેષ સભામાં ઊંઝામાં થયલ કાર્યવાહીની જાણકારી આપતા શ્રી ચંદ્રકાંતભાઈ છાભૈયા


આ રજૂઆતનો વિડીઓ અહીં જોઈ શકો છો:

www.abkkpsamaj.org/satpanthchhodo/links/visheshsabhaspeech

આ રજૂઆતથી લોકોએ કોઈ પણ વિરોધ કર્યા વગર, કોઈ જાતના અન્ય સુજાવ પણ આપ્યો વગર, સર્વાનુમતે સતપંથ અંગે ૮ ઠરાવો નક્કી કર્યા, જે આ પુસ્તકમાં પ્રકાશિત કરેલ છે. સભામાં પોતપોતાના મોઢે ઘણા સભાજનોએ મન મૂકીને પોતાના અભિપ્રાયો આપેલ હતા, જેણે પસાર કરેલ ૮ ઠરાવોમાં આવરી લેવામાં આવ્યા હતા. જેણે જ્ઞાતિ સુધાર ઠરાવો / વિશેષ સભા ઠરાવોકહેવામાં આવે છે. બીજા દિવસે એટલે તા. ૨૭ઓગસ્ટ૨૦૧૭ના આ ઠરાવોને સનાતની સમાજની વાર્ષિક સામાન્ય સભામાં પણ પાસ કરવામાં આવ્યા. બન્ને દિવસે આ ઠરાવો સર્વાનુમતે પાસ કરવામાં આવ્યા. કોઈ પણ જાતનો વિરોધની વાત તો દુર, પણ કોઈ પણ જાતનો ફેરફારનો સુજાવ પણ કોઈએ આપ્યો નહીં. આ ૮ ઠરાવો અહીં અક્ષરશ: પ્રકાશિત કરવામાં આવેલ છે.

8.   વિશ્વના સમસ્ત કડવા પાટીદારોની એક માત્ર માતૃ સંસ્થા એટલે કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાનું અપમાન માના સાચા દીકરાઓ કોઈ દિવસ ન કરી શકેઆ હેતુથી વિશેષ સભાનો પહેલો ઠરાવ ઉમિયા માતાજીના ચુકાદાનું પાલન કરવા સનાતની સમાજ કટિબદ્ધ છે, એવો સંદેશ આપવાના હેતુથી કરવામાં આવેલ છેપણ સતપંથ સમાજ ચુકાદાનું સંપૂર્ણ રીતે પાલન કર્યા બાદ સનાતની સમાજની ફરજ આવે છેઊંઝાની આપણી માતૃ સંસ્થાનું માનસન્માન અને ગરિમા સાચવવાની ફરજ દરેક સનાતનીઓની છેએટલે સનાતની સમાજે ઊંઝા સાથેની પોતાનો સદભાવ અને સન્માન દર્શાવવા માટે વિશેષ સભાનો પહેલો ઠરાવ પાસ કરેલ છે.

વિશેષ સભામાં મંત્રમુગ્ધ થઇને સાંભળતા લોકો

9.    ઊંઝાના ચુકાદાનું પાલન કરવાની પહેલી ફરજ સતપંથ સમાજની છે. જેમાં કોર્ટમાં કરેલ કેસોને પાછા ખેંચવાથી શરુ કરીને ઈમામશાહ, નિષ્કલંકી નારાયણ, સતપંથ ધર્મને કાયમ માટે છોડવાનું છે અને પીરાણાનો વહીવટ કેન્દ્રીય સમાજને સોંપી દેવાનું છે. સતપંથ સમાજ દ્વારા તેમના ભાગે લેવામાં આવતા પગલાંઓ લીધા પછી, સનાતની સમાજે માત્ર તેમને અવકારવાના છે. જ્યારે સતપંથ સમાજ દ્વારા ઉપર જણાવેલ પ્રમાણે જાહેર કરવામાં આવેલ છે કે તેઓ ચુકાદાનું પાલન નહીં કરે એટલે ત્યાર બાદ સ્પષ્ટ થઇ ગયું છે કે સતપંથ સમાજ ચુકાદાનું પાલન નહીં કરે. એટલે જો સતપંથ સમાજ ચુકાદાનું પાલન ન કરતી હોય, તો સનાતન સમાજ દ્વારા ચુકાદાનું પાલન કરવામાં આવે એવો પ્રશ્ન મૂળથીજ અસ્થાને છે. તેમાંય ચુકાદામાં જણાવેલ એક ભાગ જે સતપંથને ફાયદાકારક હોય, તેવા ભાગનું પાલન કરવાની કોઈ વાત રહેતીજ નથી. માટે વિશેષ સભાના ઠરાવ ક્રમ ૦૨ થી ૮માં જણાવ્યા પ્રમાણે સતપંથીઓ જોડે બિલકુલ વ્યવહાર ન કરવા એ વિશેષ સભાનો સર્વાનુંમતે કરેલ નિર્ણય છે, જેની નોંધ ખાસ લેશો.

 

10. આ ૮ ઠરાવો ઉપરાંત, સામેજ અગાઉ કરેલ નિર્ણય કે સતપંથ સાથે લગ્ન સંબંધ સાથે જોડાયલા હોય તો તેને વિવેક બુદ્ધિ પૂર્વક, કોઈ પણ જાતના ભભકો કર્યા વગર, એકદમ સાદાઈથી વ્યવહાર ને જાળવી શકશે. ખાસ મામેરામાં આ વાતનું ધ્યાન રાખવા વિનંતી કરેલ કે ખૂબજ વિવેક ભરેલ કાર્યક્રમ હોય, જે થી અન્યને ખોટી પ્રેરણા ન થાય અને સતપંથીઓ સાથે નવા લગ્ન સંબંધ ન જોડે. કારણ કે દરેક સનાતનીના મનમાં ક્યાંકને ક્યાંક પીડા રહેતી હોય છે કે આપણી દીકરી ભૂલથી સતપંથમાં અપાઈ ગઈ છે, તેનું દુઃખ અનુભવતા હોય છે. આ અંગે સામેજ અગાઉ આપેલ દિશાસૂચન Guidelines પ્રમાણે ચાલવાનું રહેશ. guideline આ પ્રમાણે છે.

“આપણી જ્ઞાતિના પંચમ અધિવેશનમાં સનાતની સ્પષ્ટ નીતિ જાહેર કર્યા પહેલાં દીકરા-દીકરીનાં સગપણ હિંદુ સનાતન વૈદિક ધર્મ પાળતા ન હોય તેવા પરિવારમાં થયેલ હોય તો તેવા સંબંધો વિવેકબુદ્ધિથી જાળવી રાખવાના રહેશે. દીકરા કે દીકરીને ત્યાં લગ્ન-વ્યવહારિક પ્રસંગ હોય તો મામેરા વગેરે પ્રસંગે સીમિત સંખ્યામાં જવું. વધારેમાં વધારે દીકરાના દાદા કુટુંબના લોકોએજવાનું રહેશે. દીકરીને ત્યાં મરણ પ્રસંગ હોય ત્યારે મરણ બાદની વિધિ સનાતન હિંદુ વૈદિક ધર્મ મુજબ થયેલ હોય તો જ જવાનું રહેશે, અન્યથા જવાનું રહેશે નહીં.”

નોંધ: સતપંથ ધર્મ એ સનાતન વૈદિક ધર્મની શાખા તરીકે ગણવી નહીં. એ મુસલમાન ધર્મની શાખા છે.

11. આ વિશેષ સભાના ઠરાવોની આવી જોરદાર અસર થઇ કે ભારતભરમાં સનાતનીઓના સંગઠનોમાંથી સતપંથીઓને દૂર કરવાની મોહીમે ખૂબ જોર પકડ્યું. દાખલા તરીકે ઘાટકોપરમુંબઈ, બીલીમોરા, દક્ષિણ ભારત, રામપર, દેવપર, નાગવીરી, ગાંધીનગર, ગુજરાતના કંપાઓમાં વગેરે ગામોની સમાજો દ્વારા એવા નિર્ણય લેવામાં આવ્યા કે હવે પછી સતપંથ વિષય ઉપર કોઈ પણ રીતે બાંધછોડ કરવામાં નહીં આવે. જે લોકો આપણી મા ઉમિયાનું અપમાન કરે, તેની સાથે આપણે નથી રહેવું. લોકોના એવા ઉદ્ગારો નીકળ્યા કે જે લોકો આપણી માના નથી, એ આપણા ભાઈ નથી.

Leave a Reply

Share this:

Like this: