Book: Satpanth Chhodo (સતપંથ છોડો)

Index

૧૨. સનાતનીઓ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા

ઊંઝાના ચુકાદા પછી સનાતનીઓ તરફથી આવેલ મહત્ત્વની નોંધપાત્ર પ્રતિક્રિયાઓ આ પ્રમાણે છે.

1.    ઊંઝાના ચુકાદા આવતાંજ માત્ર બે દિવસમાં એટલે તા.૧૦ઓક્ટોબર૨૦૧૭ના આપણી સનાતની કેન્દ્રીય સમાજે ચુકાદાને આવકારતો એક જ્ઞાતિજોગ સંદેશો બહાર પાડેલ હતો.

2.    સનાતન સમાજની તમામ સમાચાર પત્રિકાઓમાં તેમજ વ્યક્તિગત રીતે સનાતની લોકોએ સોસિયલ મીડિયામાં ઊંઝા દ્વારા આપેલ ચુકાદાને આવકાર આપી તેને પુરા જોશથી પ્રસિદ્ધિ આપી. દરેક સનાતનીઓના ઘર ઘર સુધી આ ચુકાદાની જાણકારી પહોંચાડી. જેની સકારાત્મક નોંધ ઊંઝાના વડીલોએ ખાસ લીધેલ છે.

3.    સતપંથ સમાજના ભાઈઓને આપણી હિંદુ પાટીદાર જ્ઞાતિમાં ભેળવવા માટે આસાની રહે, સનાતનીઓ સાથે નજીક આવશે તો તેમના મનના ઘણા પ્રશ્નોનું નિવારણ આવી જશે. પોતાના મનના સંકોચો દૂર કરી સનાતન સમાજમાં ભળવા માટે પ્રેરાય તેવા ઉમદા હેતુથી, ઊંઝાના પંચોએ આપેલ સૂચન પ્રમાણે તા.૨૫ઓક્ટોબર૨૦૧૭ના ઉમિયા માતાજી વાંઢાય સંસ્થાએ કચ્છના સમસ્ત પાટીદાર જ્ઞાતિનું એક સ્નેહ મિલન ગોઠવેલ હતું. જેમાં સતપંથીઓ પણ હાજર રહેલ હતા.

4.    સનાતનીઓ તરફથી સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણીએ તા. ૦૧નવેમ્બર૨૦૧૭ના સતપંથ વિવાદનો સુખદ અંત લાવવા જ્ઞાતિ જનોને માર્ગદર્શન આપતોજ્ઞાતિ જોગ સંદેશબહાર પાડ્યો. આ સંદેશમાં સનાતની સમાજે ઊંઝાના ચુકાદાનું સ્વાગત કરેલ અને ચુકાદાના પાલનમાં એકરૂપતા જાળવીને સકારાત્મક રીતે આગળ વધવા માટે જરૂરી સૂચનાઓ આપેલ. આ અંગે માર્ગદર્શન પણ આપેલ. આવનાર સતપંથીઓને માન સન્માનથી સ્વીકારવામાં આવે એવી ભલામણ કરવામાં આવેલ.

5.    તા. ૨૧નવેમ્બર૨૦૧૭ ના કેન્દ્રીય સમાજના પ્રમુખ દ્વારા ફરીથી એક આવાહન બહાર પાડવામાં આવ્યો. આ આવાહનમાં ચુકાદાને ધ્યાનમાં લઇને સમાજ જૂના વાદવિવાદો ભૂલી એક થવાના વિચારો રજૂ કરેલ હતા.

6.    સતપંથ ધર્મ ત્યાગીને સનાતનીઓની ધાર્મિક શ્રદ્દા મજબૂત કરવા અને સનાતનીઓને એક કરવાના હેતુથી સનાતની સમાજ દ્વારા ઊભું કરવામાં આવેલ કચ્છ, વાંઢાયમાં આવેલ ઉમિયા માતાજીમાં અખતરા કે પ્રયોગ માટે અમુક સતપંથીઓને આમંત્રિતસભ્ય તરીકે તા. ૨૮જાન્યુઆરી૨૦૧૮ની સામાન્ય સભામાં નિર્ણય કર્યો. ઊંઝાના પંચના એક સભ્યની વ્યક્તિગત વિનંતીથી સતપંથના ત્રણ સભ્યોને, જેમાં તત્કાલીન સતપંથ સમાજના પ્રમુખ દેવજી કરસન ભાવાણી, રતનશી લાલજી વેલાણી, ધનજી રામજી ધોળુ વગેરે સામેલ છે. આ ત્રણ સતપંથીઓને વાંઢાયની કારોબારીમાં આમંત્રિત સભ્ય તરીકે લેવામાં આવ્યા. (આ નિર્ણયનો જાહેર સનાતની જનતાએ ખૂબ વિરોધ કર્યો જેનાથી નિર્ણય વિવાદમાં આવી ગયો. પણ નિર્ણય લીધા પછી અખતરો પૂરો કરવામાં બધા સહમત થયા હતા.) લેવામાં આવેલ આ સતપંથી સભ્યો દ્વારા વાર્ષિક સામાન્ય સભામાં મંચ ઉપરથી વારેઘડીએ એવી બાહેંધરી આપવામાં આવી હતી, કે અમોને વાંઢાયમાં લેવાથી સતપંથીઓ સંપૂર્ણ પણે સનાતન હિંદુ ધર્મ સ્વીકારીને સનાતન સમાજમાં ભળી જશે. સતપંથ સમાજના અગ્રણીઓની જાહેર જનતાને આપેલ ભરોસા ઉપર વિશ્વાસ મૂકીને નિયમો અને પ્રણાલિકાના બહાર જઈને તેમને સનાતન સમાજમાં ભેળવવાનો એક પ્રયોગ કર્યો.

નોંધ: પણ દુર્ભાગ્યે આ સતપંથીઓએ સનાતન સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો. આ પુસ્તકમાં આગળ જણાવેલ છે તે પ્રમાણે આ લોકોનો સાચો ઈરાદો ક્યારે સતપંથ છોડવાનો નહોતો. થોડા દિવસોમાંજ સતપંથ સમાજે વાક્ચાતુર્ય યુક્ત એવો જ્ઞાતિ જોગ સંદેશ બહાર પાડ્યો કે જેમાં તેઓએ એવો ચોખ્ખે ચોખ્ખો સંદેશો આપ્યો છે કે તેઓ ઊંઝાના ચુકાદાનું પાલન નહીં કરે. આ વાતની ગંભીર નોંધ લઇને તા. ૨૪-ઓગસ્ટ-૨૦૧૮ના વાંઢાય ખાતે યોજાયેલ સભામાં આ સતપંથીઓના નામોને આમંત્રિત સભ્યોની યાદીમાંથી બેદખલ કરી નાખવામાં આવ્યા.

7.    સમાચાર પત્રિકાઓમાં, સોસિયલ મીડિયામાં અને નાની મોટી સમાજના બેઠકોમાં, સભાઓમાં આ ચુકાદા અંગે ખૂબજ સકારાત્મક ચર્ચા વિચારોની આપલે સતત કરવામાં આવી. અને તેનો ખૂબ સારો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.

8.    તા. ૧૧મે૨૦૧૮ના સુરત SUV સ્કૂલના દશાબ્દી ઉત્સવના કાર્યક્રમ દરમ્યાન, ભારતભરના દરેક સમાજોમાંથી આવેલ લોકોના હાજરીમાં ઉમિયા માતાજી ઊંઝાનું અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ મારફતે સનાતની સમાજે ઉમિયા માતાજી ઊંઝા દ્વારા જ્ઞાતિ સુધાર કાર્યોની વિશેષ નોંધ લઇને તેમના દ્વારા કરવામાં આવેલ ત્રણ ત્રણ વર્ષ સુધીના અથાગ પ્રયાસોનું ઋણ સ્વીકારવામાં આવ્યું.

આવી રીતે એકદમ કટિબદ્ધ થઇને સનાતની સમાજ ઊંઝાના ચુકાદાના સંપૂર્ણ પણે પાલનની દિશા તરફ મક્કમ રીતે આગળ વધી રહ્યા છે. કહેવાનો મતલબ એટલોજ છે કે સનાતનીઓ ઉમિયા માતાજી ઊંઝાના ચુકાદાનો સંપૂર્ણ પણે પાલન કર્યું. જે સનાતનીઓની કથની અને કરણીથી સાબિત થાય છે. 

Leave a Reply

Share this:

Like this: