Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

20. મુબારકબાદી - દિનાંક 14-Sep-1936

          પાટીદાર પત્રિકા નંબર ૨ જો.

 

ગામ પાનેલી,
મેંઘપર,
દેવીસર અને
નખત્રાણાના ભાઈઓને

મુબારકબાદી

પીરાણાપંથી ભાઈઓને ખાસ ચેતવણી.

યુવકોને સમયસરની સુચના.

 

મને લખતા આનંદ થાય છે કે મારી પત્રિકા બહાર પડ્યા પછી અમારા ગામ નખત્રાણાવાળા જ્ઞાતિ ભાઈઓ મંદિરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા વખતે દેશપરદેશથી જ્ઞાતિના ભાઈઓને બોલાવીને પરિષદની જનરલ મિટિંગ કેવી રીતે ભરવી તેનો વિચાર કરી રહ્યા છે તેમજ મારા એક મિત્ર તરફથી મને ખબર મળ્યા છે કે ગામ દેવીસરવાળા જ્ઞાતિ ભાઈઓએ ગયા શ્રાવણ વદ—૮ જન્માષ્ટમીના દિવસે ગામ દેવીસરની ખાનાની જગ્યામાં પીરાણાના પાટ ઉપર જે પીરાણાના પીરના રોજાની છબી રાખેલી હતી તે ઉપાડીને તેની જગ્યાએ શ્રી સત્યનારાયણ ભગવાનની પાન મૂર્તિ પધરાવી છે. જો આ વાત ખરી હોય તો તે ભાઈઓને તથા ગામ પાનેલી અને મેઘપરના જ્ઞાતિ ભાઈઓએ પીરાણાના પાખંડને કાઢી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યા છે તેથી તે સર્વે ભાઈઓને હું મુબારકબાદી આપું છું  અને ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે જે બંધુઓએ હિંમત કરીને પીરાણાના પાપને કાઢ્યું છે તે ભાઈઓને તેમના કામની અંદર યશ અને ફતેહ આપે.

          આ ઉપરની ખબરથી મને આનંદ થાય છે તેની સાથે દિલગીરી માત્ર એટલી છે કે ગામ નખત્રાણાવાસી ભાઈઓ હજી શા માટે આટલા મુંઝાય છે. ખુલ્લી હિંમત શા માટે નથી કરતા. તેઓની પાસે હામ, દામ અને ઠામ પુષ્કળ છે છતાં પણ આવા મંદ વિચાર શા માટે રાખતા હશે તેનું કારણ શું? તે કાંઈ પણ સમજાતું નથી પણ ખેરજે હશે તે દેખાઈ રહેશે. હાલમાં તો આટલી તેઓની હિંમતને ધન્યવાદ આપું છું.

          હવે મારે મારા પરદેશવાસી જ્ઞાતિભાઈઓ કે જેઓ પીરાણાના પાપને હજી પણ વળગી રહ્યા છે તેને ખાસ ચેતવણી આપવી પડે છે કે હવે તમારી ઉંઘને ઉડાડો અને આમ આગળ વધી રહ્યા છોત્યારે તમો પરદેશ તેમાં ખાસ કરાંચીવાસી ભાઈઓ હજી પણ પીરાણાના સૈયદોને તેડાવો છો ને તેની પાસેથી ગુરૂમંત્ર લ્યો છો. અરે ભાઈઓ છે તમોને કાંઈ શાન. તે યુવાનોએ તો તમારા હાલ બેહાલ કરી આખી દુનિયામાં હડધૂત કરી મૂક્યા છે તેથી મહેરબાની કરી હવે પીરાણાના પાખંડી સૈયદોને મુકોતેઓના શિષ્ય થઈ હુરાંઓ (રાંડો) મહાલવાનું માંડીવાળો. ભાઈઓ એ નીચ ગુરૂઓ (સૈયદો) તો તમોને અંતને વખતે પણ રાંડોની જ લાલચો આપે છે. જો આંહી કને કોઈ પણ ગરીબ ભાઈ ભુલેચુકે પણ પરસ્ત્રી સામું જુએ છે તો તમો તેને પાયમાલ કરી મૂકો છો અને તમારા એ યુવાન ગુરૂઓ તો છડેચોક તમોને વ્યભિચારી બનાવે છે અને હજાર હજાર રાંડો ભોગવવાની લાલચો આપે છે. તેથી હું તમોને પૂછું છું કે પીરાણાના સૈયદોના શિષ્યો કેટલા? તે દરેક ભક્તને હજાર હજાર રાંડો આપશે તો તમારા પીરાણાના  રે કેટલી હુરાંઓ (સ્ત્રીઓ) ભેગી કરીને કેટલાની આમ દલાલી કરી છેતેનો તો હિસાબ તેઓને પુછોતે વખતે સૈયદોના શિષ્યો કરતાં હુરાઓ ઓ છી થઈ જશે તો પછી તમો ધોબીના કુતરાના જેમ ન ઘરના કે ન ઘાટના થશો. જે ધર્મના ધર્મગુરૂઓ આમ બાયડીઓની દલાલી કરતા હોય તે ધર્મ પાળવાથી અંતે ફળ શું મળે? “કોયલા બળે તો રાખ” તેથી તમોને હું કહું છું કે ભાઈઓ હજી પણ વખત છે. હિન્દુ સમાજ મોટા દિલના છે તમારા જેવા અનેક ભુલેલા પતિતોનો તેણે ઉદ્ધાર કર્યો છે તે જરૂરથી તમોને પણ રસ્તે ચડાવીને સંગરશે. તમે વિચાર કરીને વેદ ધર્મનું શરણું લ્યો અને પીરાણાના પાખંડી ખીચડીયા પંથને મુકો એ જ મારી તમોને ખાસ ચેતવણી છે.

સુધારકોને સમયસરની સૂચના

          મને ન છુટકે લખવું પડે છે કે મારી પહેલી પત્રિકા છપાઈ બહાર પડી તે વખતે તો અમારા કરાંચી યુવક મંડળના બંને સેક્રેટરીઓ જ બહુ જોરમાં હતાભાઈ રતનશી શીવજી કહેતા હતા કે રૈયાની પત્રિકા બહાર પડે કે હું તુરતમાં જવાબ આપીશ તેમજ ભાઈ શીવજી કાનજીએ તો કેટલાએ ભાઈઓ આગળ કહેલ કે હું રૈયાનું મોઢું એવું તો બંધ કરી દઈશ કે પાછું કોઈપણ દિવસ કોઈપણ લખી કે બોલી પણ શકે નહિ. આવા આવા ગામ ગપાટા સાંભળી મને બહુ હરખ થતો હતો કે અમારા ભાઈઓની ઉંઘ હવે ઉડી પણ દિલગીરી થાય છે કે આજ દિવસ સુધી કોઈ ભાઈ મને કાંઈપણ કહેવાને બહાર આવ્યો એવું મેં સાંભળ્યું નથી તેથી ઘણો નારાજ થઈને હું વળી પણ લખું છું કે ભાઈઓ હું તમોને સાચું કહું છું છતાં પણ મારા ઉપર તમોને ગુસ્સો આવે છે પણ પેલા પીરાણાપંથી ભાઈઓ જે સૈયદોને હર વખત તેડાવે છે તેઓને તો તમો જરાપણ કહેવાની હિંમત કરતા નથી. તેનું કારણ શું? “નબળો માટી બૈયર પર સુરો” તે હિસાબે મને જ ડરાવી મારું મોઢું બંધ કરવાનું જોર બતાવો છો તેટલું જ કે તેથી અડધું પણ જોર જ્ઞાતિ સેવામાં વાપરતા હોતો મને ઉમેદ છે, કે આપણી જ્ઞાતિ ક્યારની એ પાપી પીરાણા પંથથી છુટી ગઈ હોત.

          મેં આખા કચ્છમાં આપણી જ્ઞાતિમાં પેપર મોકલ્યા છે પણ મને સાંભળવામાં આવ્યું છે કે ભાઈ નારાયણજી રામજી તથા રાજાભાઈ શામજીએ બીજાના કાગળમાં પહોંચ લખી છે તે સિવાય બીજા ભાઈઓએ આજ દિવસ સુધી કોઈપણ જાતનો સંદેશો મોકલ્યો નથી તેથી મારે માનવું પડે છે કે અમારા સુધારક ભાઈઓનો બીજાને બતાવવા પુરતો જ ઠાઠમાઠ ને દંભ જ હતો. તેમ જો ન હોય તો પહેલી પરિષદ વખતે ભાઈ રતનશી ખીમજી કરાંચી આવવાને તૈયાર થાતા હતાતે વખતે જ તેમના છોકરાં મુંબઈ આવી પહોંચ્યા ત્યારે ભાઈશ્રીને તેઓએ કહ્યું કે અમારું રહેવાનું કે ખાવાનું ક્યાં થશેતેના જવાબમાં ભાઈ રતનશીએ કહ્યું કે તમારું ગમે તે થાય પણ હું તો મારી જ્ઞાતિ સેવા કરીશ. આજે તે જ ભાઈ પેપરની પહોંચ આપવાનું ભુલી જાય છેતેથી હવે મારે માનવું શુંસેવા કે દંભ.

નામ રહતાં ઠાકરાં નાણાં નહિ રહંત,

કીરતી કેરાં કોટડાં પાડ્યાં નહિ પડંત.

          ભાઈઓ પૈસો તો કંઈ વખત આવે છે અને જાય છે પણ જ્ઞાતિ સેવા કરવાનો વખત વારે વારે નથી આવવાનો. તેથી ભાઈ રતનશી ખીમજી વિગેરે ભાઈઓ હજી પણ વિચાર કરીને આળસરૂપી ઉંઘને ઉડાડે તો મને આશા છે કે જ્ઞાતિમાં સંપ સલાહ થવામાં જરાપણ વખત લાગે નહિ. ભગવાન અમારા ભાઈઓને સુબુદ્ધિ આપે.

          કરાંચી તા.૧૪—૯—૧૯૩૬

એજ ઈચ્છતો હું છું જ્ઞાતિ સેવક,

પટેલ રૈયા નાગજી ચૌધરી,

નખત્રાણાવાળા

                                                                  

તા.ક. મને કોઈપણ ભાઈ છપામણી ખર્ચની મદદ કરશે તો હું દર
મહિને પત્રિકા બહાર પાડતો રહીશ.

          

Leave a Reply