Book: Abhilekh 2024 (અભિલેખ 2024)

Index

<<

>>

15. શ્રી. ક. ક. પા. જ્ઞાતિસુધારક યુવક મંડળના કામકાજનો રિપોર્ટ - કરાચી - દિનાંક 14 થી 23-Mar-1926

આજે કેટલાંએ વર્ષો થયા જ્ઞાતિહિત સાધવાનું કાર્ય જ્ઞાતિના ઉત્સાહી અને કર્મવીર બંધુઓના પુરૂષાર્થથી ચાલી રહ્યું છે. જુદે જુદે ઠેકાણે જ્ઞાતિ સુધારક યુવકમંડળોની સ્થાપના કરી, જ્ઞાતિમાં ઘર કરી બેઠેલો અર્ધદગ્ધ ‘પીરાણા સતપંથ’ કે જે ન હિન્દુ તેમજ ન મુસલમાન જેવા પાખંડી પંથની રાહે અમારી જ્ઞાતિ ચડી જવાથી, જ્ઞાતિમાં અનેક અધમ રીતરિવાજો દાખલ થવા પામ્યા છે. તેને નિર્મૂળ કરવા યુવક મંડળના સભ્યો જ્ઞાતિની પરિષદો ભરી, ઠરાવો અને ભાષણો કરી, અનેક રીતે પ્રયત્નો કરી રહ્યા છે અને તેથી જ્ઞાતિમત પણ સારો કેળવાયો છે. છતાં જ્ઞાતિમાં જુલમગાર આગેવાનોના અસહ્ય ત્રાસથી કેટલાક ભાઈઓ હજુ ડરે છે. તેથી જેવો જોઈએ તેવો સુધારો થઈ શક્યો નથી. જ્ઞાતિમાંથી અધમ રીતરિવાજોને દૂર કરવા માટે પ્રથમ કરાંચીમાં જ્ઞાતિ ભાઈઓની પહેલી પરિષદ મળી હતી અને ખરું જોતાં ત્યારથી જ જ્ઞાતિના નવયુવકોમાં બોલવા ચાલવાની હિંમત આવી હતી અને પોતાના દુઃખો અરસપરસ જાહેર કરી શક્યા હતા. પરંતુ જ્ઞાતિમાંથી એ પીરાણા સતપંથનું પાખંડ દુર કરવાનું તથા આગેવાનોની ગુલામીમાંથી છુટા થવાનું સાહસ કોઈ કરી શક્યું ન હતું. પરંતુ ત્યાર પછી બીજી વખતની પરિષદ પણ કરાંચીમાં જ ભરવામાં આવી હતી કે, જેમાં ઘણું વહેવારું કામ થયું હતું અને તેના જ પરિણામે દયાપર, પાનેલી, રવાપર, (મુંબઈ) ઘાટકોપર વિગેરે જુદે જુદે સ્થળે રહેતાં અમારી જ્ઞાતિના ઘણા ભાઈઓ તેમજ બહેનોએ પીરાણાના પાખંડી પંથને ત્યાગી દેહશુદ્ધિ કરાવી પાવન થયા હતા. પરંતુ જ્યારે જ્ઞાતિની ત્રીજી પરિષદ ઘાટકોપર મુકામે મળી હતી, ત્યારે તો સેંકડો ભાઈઓ તેમજ બહેનોએ ખુલ્લા હૃદયથી આગેવાનોના ખોટા ભયને ત્યજી દઈ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લીધું હતું, જેના રિપોર્ટો પણ છપાયા છે. પરંતુ તે પ્રસંગે પણ અમો જ્ઞાતિ સુધારક ભાઈઓમાંના કેટલાક લોકો એવી દલીલ કરતા હતા કે, જ્ઞાતિ સાથે રહીને જોઈતો સુધારો વધારો કરીશું તો પણ કાર્ય ઘણું સારી રીતે થઈ શકશે. આવા પ્રકારની દલીલો કરવામાં અમારી જ્ઞાતિની પહેલી પરિષદના પ્રમુખ રા.રાજાભાઈ શામજી ગામ માનકુવાવાળા મુખ્ય હતા. હું પણ તેમની આ વાતને ટેકો આપનારામાંનો એક હતો, પરંતુ ઘાટકોપર પરિષદ મળી હતી, તેને આજે બે વર્ષ થઈ ગયા છે છતાં પણ જ્ઞાતિમાં રહીને અમો એ મતને માનનારા ભાઈઓ આજ સુધીમાં કશું કરી શક્યા નથી. ઉલટું એવા મતને પ્રતિપાદન કરનારા ભાઈઓ નાત બહાર જ રહ્યા છે. ત્યારે જે ભાઈઓ પીરાણા સતપંતને ત્યાગી દેહશુદ્ધિ કરાવી પાવન થયા છે, તેમની સંખ્યામાં તો વધારો થતો જ રહ્યો છે.

          પરંતુ કરાંચીવાસી ભાઈઓમાંના કેટલાક સત્ય સમજવા છતાં માંહોમાંહે મતભેદો કરી રહ્યા હતા, જેના કારણથી કરાંચીમાં સંતોષપૂર્વક કાર્ય થતું નહોતું, જેથી આવા ખોટા મતભેદોથી થતા વિધ્નો દુર કરવા માટે જ અમો કરાંચીવાસી ભાઈઓએ મુરબ્બીશ્રી નારાયણભાઈને આમંત્રણ મોકલ્યું હતું અને ખરેખર આજે તેમની સમજાવટથી જ અમારા મતભેદો દુર થઈ ગયા છે અને મને પણ પૂર્ણ ખાત્રી થઈ છે કે, પીરાણા સતપંથનું કાળું કલંક માથે રાખી પીરાણા સતપંથી ભાઈઓ કે જેઓ સૈયદોથી વટલે છે, નુરની અપવિત્ર ગોળી પીએ છે, તેમજ ફરમાનજી બીસમીલ્લાહનો કલમો ભણે છે એવાઓની સામે દરેક પ્રકારનો વ્યવહાર ચાલુ રાખેથી કાર્ય સિદ્ધી થાય જ નહિ? તેથી જ મારી જ્ઞાતિના સુજ્ઞભાઈઓ તેમજ બહેનોને ખાસ નમ્રતાપૂર્વક અરજ કરું છું કે, પીરાણા સતપંતનો ત્યાગ કરી, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી શુદ્ધ સનાતન ધર્મની ફરીથી દીક્ષા લેવી, એના જેવો એકે બીજો ઉત્તમ માર્ગ નથી.’

લી.જ્ઞાતિસેવક, પટેલ શિવજીભાઈ કાનજીભાઈ—ગામ—નખત્રાણાવાળા

કરાંચીમાં સ્થપાયેલ

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવકમંડળની

એક જાહેર સભા

 

          તા.૧૪—૩—૧૯૨૬ને રવિવારની રાત્રે સાડા દશ વાગ્યાના સુમારે કચ્છી કડવા પાટીદાર ભાઈઓની એક જાહેરસભા કચ્છી પાટીદાર ભાઈઓના રહેવાના મોટા કમ્પાઉન્ડમાં જ્ઞાતિ સુધારક યુવક મંડળના પ્રમુખ ડાહ્યાભાઈ લખુ પટેલના અગ્રેસરપણા નીચે ભેગી મળી હતી. પ્રથમ શરૂઆતમાં કેટલાક નવયુવકોએ કુળદેવી ઉમિયા માતાની સ્તુતિ કર્યા બાદ યુવક મંડળના સેક્રેટરી ભાઈશ્રી શીવજી કાનજી ગામ—નખત્રાણાવાળાએ તે દિવસની સભા બોલાવવાનું કારણ રજુ કરતાં જણાવ્યું હતું કે :—

          “આજે આપણી જ્ઞાતિના આદ્યસુધારક, અભણ યુવકોના શીરછત્ર અને પીરાણા સતપંથ જેવા અર્ધદગ્ધ પાખંડી પંથની પોલો હિન્દુ જનતાની સમક્ષ ખુલ્લી કરી એ અર્ધદગ્ધ પંથમાં ફસાઈ પડેલી આપણી ભોળી જ્ઞાતિને ઉગારનાર, આપણા મોંઘેરા મહેમાન પૂજ્ય ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ તથા તેમની સાથે પધારેલા વિરમગાળાવાળા આપણી જ્ઞાતિના શુભેચ્છક ભાઈશ્રી માણેકલાલ કુબેરદાસને માન આપવા, તેમજ અત્રેની આપણા ભાઈઓની સ્થિતિથી તેઓશ્રીને વાકેફ કરવા, તેમજ તેમની પાસેથી આપણી જ્ઞાતિના હિત સંબંધીના કાંઈક નવા ઉદ્‌ગારો સાંભળવા માટે આજની આ સભા બોલવવામાં આવી છે.”

          ઉપર મુજબનું સંબોધન કર્યા બાદ યુવક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજીએ તાળીઓના ગડગડાટ વચ્ચે રા.રા.ભાઈશ્રી નારાયણજીભાઈ રામજીભાઈ તથા ભાઈશ્રી માણેકલાલ કુબેરદાસને હારતોરા પહેરાવ્યા હતા. ત્યારબાદ વધુ વિવેચન દ્વારા તેમણે જણાવ્યું કે,રા. રા. નારાયણજીભાઈને તો તમો બધા ભાઈઓ તેમજ બહેનો ઓળખો છો, એટલું જ નહિ આપણા કચ્છ દેશના ગામોગામમાં તેઓશ્રીનું નામ મશહુર છે. તેઓશ્રી પ્રથમ બે વખત કરાંચીમાં આવી ગયા છે. આપણી જ્ઞાતિના યુવક મંડળો તેમજ જ્ઞાતિ હિતની પરિષદો પણ એઓ ભાઈશ્રીના અથાગ પરિશ્રમ વડે જ ઊભી થઈ છે. એ વાત સુપ્રસિદ્ધ છે. એટલું જ નહિ પણ જ્ઞાતિ સુધારાની હિલચાલે જે વહેવારું રૂપ કરાંચીમાં આપણી જ્ઞાતિની પહેલવહેલી પરિષદ મળી ત્યારથી જ લીધું છે, કે જેના માટે કરાંચીમાં વસતા આપણા સર્વ ભાઈઓ મગરૂબી ધરાવીએ છીએ, પરંતુ ખરું જોતાં આપણને એવી રીતે મગરૂબ થવાનો પ્રસંગ ભાઈશ્રી નારાયણજીભાઈના જ પ્રયાસોનું ફળ છે. એ ભાઈશ્રીની પ્રથમ મુલાકાત વખતે તો આપણે સર્વે ભાઈઓ એમની સાથે વાતચીત કરતાં પણ ડરતા હતા, કારણ કે તે વખતે આપણી જ્ઞાતિમાં આપણા કહેવાતા આગેવાનોનો એવો તો સખ્ત ભય અને ત્રાસ હતો કે જેથી આપણે છેક જ નમાલા થઈ ગયા હતા. ભાઈશ્રી નારાયણજીભાઈની સાથે વાત કરનારને પણ જ્ઞાતિ નાત બહાર મૂકી દે એવી બીકને લઈ આપણે બધા ભીરૂ હૃદયના થઈ ગયા હતા. પરંતુ એ સર્વ ભીરૂતા અને નમાલાપણું આપણામાંથી દુર કરી આપણને ખરા મનુષ્ય બનાવનાર પણ એ જ બંધુ છે. એટલું જ નહિ પણ પીરાણા સતપંથ જેવા પાખંડી પંથ એટલે કે ન હિન્દુ તેમજ ન મુસલમાન એવા અર્ધદગ્ધ પંથની ફાંસાજાળમાંથી આપણને છોડાવી એ પાપી પંથને માર્ગે જતા અટકાવી શુદ્ધ સનાતન વૈદિક ધર્મને રસ્તે ફરીથી ચડાવનાર પણ એજ બંધુ છે.”

          તેમની સાથે પધારેલા વિરમગામવાળા ભાઈશ્રી માણેકલાલ કુબેરદાસ પણ આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના હિતચિંતક અને શુભેચ્છક છે. એ ગુજરાતી ભાઈઓનો પણ આપણા ઉપર અનહદ ઉપકાર છે. આપણે જો કે પીરાણા સતપંથ જેવા અર્ધદગ્ધ પંથની રાહે ચડી જઈ પતિત થઈ ગયા હતા, છતાં પણ બંધુભાવ દાખવીને ગુજરાતના એ જ્ઞાતિ સુધારક ભાઈઓએ, તેમજ એ વીર જ્ઞાતિએ આપણને ફરીથી બાથમાં ભીડી દઈ પોતાનો બંધુભાવ દર્શાવી આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે, એમાનાં જ આ સુજ્ઞબંધુ માણેકલાલ પણ આપણું હિત હૈયે ધરી આવી લાંબી મુસાફરી કરીને આપણને મળવા માટે અત્રે પધાર્યા છે. જેથી આજે અમો કરાંચીવાસી ભાઈઓના હૃદયમાં અપૂર્વ આનંદની અતિશય ઉર્મિઓ ઉછળી રહી છે.

          આગળ બોલતાં ભાઈ શીવજી કાનજીએ જણાવ્યું હતું કે, “આપણી જ્ઞાતિનું હિત હૈયે ધરી, જ્ઞાતિમાં મૂળ ઘાલી બેસેલા અનેક પ્રકારના નાના સડાઓ દૂર કરાવવાને મુરબ્બીશ્રી નારાયણજીભાઈએ જે જે તનતોડ મહેનતો તથા ઝુંબેશ ઉઠાવી છે, તેનો બદલો તો આપણાથી વાળી શકાય તેમ છે જ નહિ. એમની ઉદાર લાગણી, જ્ઞાતિ પ્રત્યેનો પૂજ્યભાવ અને જ્ઞાતિની કરેલી અમૂલ્ય સેવાનો સરવાળો કે ગણતરી પણ કરી શકાય તેમ નથી.

          પીરાણા સતપંથ જેવા અર્ધદગ્ધ પંથના માર્ગે ચડી જવાથી આપણી જ્ઞાતિમાં કેટલાક એવા તો અધમ રીતરિવાજો દાખલ થઈ ગયા છે કે, જેનું ભાઈશ્રી નારાયણજીભાઈએ આપણને ભાન ન કરાવ્યું હોત તો આપણી કુર્મી ક્ષત્રિય જ્ઞાતિ આજે મુમના મુસલમાનમાં ભળી ગઈ હોત એમાં જરાપણ શંકા નથી. આજે પણ આપણે બધા સુધારકો ગણાઈએ છીએ છતાં સૌ કોઈ પોતપોતાના ધંધારોજગારમાં મચ્યા પડ્યા છીએ. પરંતુ ભાઈશ્રી નારાયણજીભાઈએ તો પોતાની હજારોની કમાણીને તિલાંજલી આપી રાત—દિવસ જ્ઞાતિ હિતની ધૂન લગાવી આજે વર્ષો થયાં તો એજ કાર્યની પાછળ મંડ્યા પડ્યા છે. આપણે ઘોર નિંદ્રામાં ઉંઘીએ છીએ, ત્યારે એ ભાઈ આપણા માટે ઉજાગરા વેઠી કરાંચી જેટલા દૂરના પ્રદેશમાં પણ આપણને જાગૃત કરવા, ઘરના પૈસા ખર્ચી અનેક સંકટો સહન કરી આપણને એ કુટીલ પ્રપંચી પંથના કારસ્તાનો ખોલી તેનું ગુઢ રહસ્ય સમજાવવા મથી રહ્યા છે. આથી તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. પરમાત્મા પાસે નમ્ર પ્રાર્થના કરી યાચું છું કે, જ્ઞાતિ સેવા કરવાના કાર્યમાં આપણા નવયુવકોને વધુ જાણકાર બનાવવા માટે તેઓશ્રીને લાંબું આયુષ્ય અર્પે અને શરીરે આરોગ્ય રાખે અને સુખસંપત્તિ અર્પે.”

          ત્યારબાદ પટેલ રતનશીભાઈ શીવજી નાકરાણી ગામ—રવાપરવાળાએ ગદ્‌ગદીત કંઠે બોલતાં જણાવ્યું કે, “મારું હૃદય ભરાઈ ગયું છે, પૂજ્ય મુરબ્બી નારાયણજીભાઈને નજરે જોઈને મારી આંખોમાં સ્નેહના અશ્રુઓ છુટે છે. એ ભાઈશ્રીએ આપણી જ્ઞાતિના માટે જે જે કર્યું છે, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. ઈતિહાસ પ્રસિદ્ધ છત્રપતિ શીવાજી મહારાજના માટે કહેવાય છે કે — “શીવાજી ન હોત તો સુન્નત હોત સબકી” એજ પ્રમાણે આપણી જ્ઞાતિના વીરરત્ન ભાઈશ્રી નારાયણજીએ પીરાણા સતપંથની વિરુદ્ધ જહેમત ન ઉઠાવી હોત અને આપણને એ ઈંદ્રજાળીક ભેદભરમોથી ભરપૂર ભરેલા ગુપ્ત પંથનું ગૂઢ રહસ્ય સમજાવ્યું ન હોત તો, આજે આપણી જ્ઞાતિ અર્ધદગ્ધ મુમનાઓમાં મળી જતે અને અંતે આપણને મુસલમાન થવું જ પડત. પરંતુ જ્ઞાતિના સદ્‌ભાગ્યે આપણને પૂજ્ય નારાયણજીભાઈ જેવા વીરબહાદુર બંધુ કુળદેવી ઉમિયા માતાજીના પ્રતાપે મળી ગયા છે અને તેથી જ આજે આપણે ઉંચું મુખ કરી દુનિયામાં બોલી શકીએ છીએ. એ બધો પ્રતાપ તેઓ ભાઈશ્રીનો છે, એમાં કોઈનાથી ના કહેવાય જ નહિ. બીજા પણ ઘણા ભાઈઓએ એ દિશામાં કામ કર્યું છે, પરંતુ ખરેખરું કાર્ય અને કસોટીએ કસાઈને અનેક દુઃખો અને આફતો સહન કરી આપણને ખરા માર્ગે ચડાવવાનું માન તો એઓ મુરબ્બીને જ ઘટે છે.

          હજુ પણ આપણા જ્ઞાતિભાઈઓમાંનો ઘણો મોટો સમૂહ પીરાણા સતપંથની પાપી જાળમાં ફસાયેલો જ પડ્યો છે. એટલું જ નહિ પણ આપણામાંના કહેવાતા સુધારકો પણ કેટલાંક કારણોને લીધે હજુ સુધી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી શક્યા નથી, તેથી આપણે ખરેખર શરમાવું ઘટે છે. જ્ઞાતિના દરેક ભાઈઓ તેમજ બહેનોને મારી નમ્ર પ્રાર્થના છે કે, પૂજ્ય ભાઈશ્રી નારાયણજીના માટે તમને બહુ માન છે અને તે હું જાણું છું અને તમો બધા તેમના દર્શન માટે તલપી રહ્યાં હતા તે વખત પ્રભુએ તમને આજે આપ્યો છે. તો તે તમારા પૂજ્ય ભાવની ખાતર પણ તમારા માથે નામનું પણ જે પીરાણા સતપંથનું કલંક છે તે નારાયણજીભાઈની રૂબરૂ કાઢી નાંખી આપણે કૃતાર્થ થવું જોઈએ અને આપણે તેમને બોલાવ્યા છે અને તેઓ અત્રે આવ્યા છે, એ બધું સાર્થક પણ ત્યારે જ થયું ગણાશે કે જ્યારે તેમની હાજરીમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી શુદ્ધ થઈશું ત્યારે. એજ મારી તમો સર્વે ભાઈઓ તેમજ બહેનો પ્રત્યે નમ્ર પ્રાર્થના છે. પરમાત્મા તમને આવા શુભ કાર્યમાં એકમત થવાની સદ્‌બુદ્ધિ અર્પે.

          ત્યારબાદ રા.રા. નારાયણજીભાઈ રામજીભાઈએ વળતો જવાબ આપવા ઉભા થતાં સર્વ ભાઈઓએ તેમજ બહેનોએ તેમને તાળીઓના અવાજથી અને ઉમિયા માતાની જય ગર્જનાથી વધાવી લીધા હતા. પોતાનું ભાષણ શરૂ કરતાં તેમણે જણાવ્યું કે, “તમો કરાંચીવાસી ભાઈઓએ આજે જે માનથી મારું સ્વાગત કર્યું છે, એના માટે હું તમો સર્વનો ઉપકાર માનું છું. ભાઈશ્રી શીવજી કાનજી અને ભાઈશ્રી રતનશી શીવજીએ મારા માટે જે જે માનના શબ્દો વાપર્યા છે, તે મારા માટે અતિશયોક્તિ ભરેલા અને હદ ઓળંગી જનારા ગણાય. એવા માન મરતબાને હું હજુ લાયક નથી. હું તો એક જ્ઞાતિ સેવક છું, જ્ઞાતિસેવા એ મારું મુખ્ય ધ્યેય છે. સેવકને માન કે પ્રતિષ્ઠાની દરકાર ન હોય. તમોએ આજે જે શબ્દો બોલી મારું માન વધાર્યું છે. તેજ પ્રમાણે મેં ઘણા ભાઈઓના મોઢાથી જ્ઞાતિનું અહિત કરનાર, જ્ઞાતિનું સત્યાનાશ કાઢનાર તરીકે એવા પણ કેટલાંક વિશેષણો સાંભળ્યા છે. મને તો એવા માન કે અપમાનથી જરા પણ હર્ષ કે શોક થતો નથી. આપણા બધાઓને માથે જ્ઞાતિનું ઋણ છે. તેમાંથી મેં કવચિત પાઈ કે પૈસા જેટલું ઋણ અદા કર્યું હશે, પરંતુ તેટલાથી મારે એમ નથી સમજવાનું કે, હું એ ઋણમાંથી મુક્ત થયો છું ! તેવી જ રીતે તમો સર્વ ભાઈ બહેનોને શીર પણ એ ઋણ તો છે જ. એનો વિચાર એક મનુષ્ય તરીકે તમારે પોતાની બુદ્ધિથી જ કરવાનો છે.”

          ભાઈઓ ! હું અત્રે પ્રથમ બે વખત આવી ગયો છું. મેં નિહાળેલ પ્રથમની સ્થિતિ અને આજની સ્થિતિ સરખાવતા તેમાં ઘણો ફેરફાર લાગે છે. તમો સર્વ ભાઈઓ બોલેચાલે અને કામકાજ કરવામાં ઠીક તૈયાર થયા લાગો છો. એ જાણી મને હર્ષ પણ થાય છે. તેની સાથે સાથે શોક પણ થાય છે. કારણ કે મને પ્રથમ કરાંચીમાં બોલાવનાર અને જ્ઞાતિ હિતના કાર્યોની વાટાઘાટ કરનાર અને મારા વિચારોમાં સંમત થઈને  જ્ઞાતિ હિતનું કાર્ય પ્રથમ હાથ ધરનાર મારા પૂજ્ય મુરબ્બી નાનજીભાઈ પચાણ નાકરાણી ગામ—નખત્રાણાવાળા તથા મારા આત્મબંધુ ભાઈશ્રી ખેતાભાઈ ડોસા પોકાર જેવા નિરાભિમાની અને શુદ્ધ સાત્વિક બુદ્ધિવાળા જ્ઞાતિના સુપુત્રો આજે આ ફાની દુનિયાને છોડી આપણી વચ્ચેથી ચાલી ગયા છે. એમની ખોટ પુરાય તેમ નથી. ખરું જોતાં એમના જ પ્રતાપથી કરાંચીમાં વસતી આપણી જ્ઞાતિએ અમર નામના મેળવી છે. એ ભાઈઓએ બજાવેલી જ્ઞાતિ સેવા આપણા હાથમાં હજી તાજી જ છે. એમના પ્રતાપે જ કરાંચીમાં વસવાટ કરી રહેલી આપણી જ્ઞાતિમાં આજે આટલો સુધારો થવા પામ્યો છે. આપણી જ્ઞાતિમાં સુધારા કરવાની પહેલ કરનાર એ કરાંચીવાસી ભાઈઓ જ છે. એમ હું આપને પ્રથમ કહી ગયો છું અને કરાંચીમાં જ આપણી જ્ઞાતિની પહેલવહેલી પરિષદ પણ મળી હતી. કરાંચીના નવયુવકોના ઉત્સાહે અને પ્રેમે મને વશ કર્યો છે. એટલે હંમેશાં બીજી દિશાઓ કરતાં મારી પ્રથમ નજર કરાંચી તરફ જ પહોંચે એ સ્વાભાવિક છે. એ સાથે સાથે મારે કરાંચીવાસી ભાઈઓને એટલું તો જણાવવું જ જોઈએ, કે તમોએ મને જે આનંદ અને ઉત્સાહથી અત્રે બોલાવ્યો છે, તમોએ મને જે અપૂર્વ માન આપ્યું છે, એ બધું જો તમે તમારા હૃદયને ઠગ્યા સિવાય સાચા અને શુદ્ધ હૃદયથી કર્યું હોય તો, તમારે મારી એક વાત માનવી જ જોઈએ અને તે એ કે મારા સાંભળવામાં આવ્યું છે કે, ‘હમણાં કેટલાક વખતથી કરાંચી યુવક મંડળના ભાઈઓ અને દેહશુદ્ધિ કરાવી પાવન થયેલા ભાઈઓમાં કેટલાક અંશે મતભેદ પડ્યો છે.’ તે તમારા જેવા ડાહ્યા અને સમજુ ભાઈઓને ન ઘટે. મતભેદો તો થાય એ શક્ય છે. પરંતુ તેથી કાર્યસિદ્ધિને જ નુકસાન થતું હોય તો તે આપણાથી કેમ સહ્યું જાય ! જ્યાં આપણે સઘળા ભાઈઓ એક સાથે મળી ધર્મયુદ્ધમાં કેસરીયા કરી બહાર પડ્યા છીએ તો પછી તે વખતે માંહોમાંહેના મતભેદોને લઈ કલહ કરીએ તો આપણું ધારેલું કાર્ય સિદ્ધ પણ થઈ શકે નહિ અને પીરાણા સતપંથના પાખંડરૂપી વજ્રમય કિલ્લાને, તેમજ આપણી જ્ઞાતિના કેટલાક ગુમાની ગઢેરાઓ કે જેઓ પોતાના તુચ્છ સ્વાર્થમાં અંધ થઈ જ્ઞાતિની પાયમાલી કરી રહ્યા છે, તેમને પણ આપણે પરાસ્ત કરી શકીએ નહિ. એટલું જ નહિ પણ આપણા ગરીબ ભાઈઓ તેમજ બહેનોને પણ આપણે સ્વતંત્રતા અપાવી શકીએ નહિ. માટે આ મારી માંગણીનું તમો સર્વે ખાસ ધ્યાનપૂર્વક વિચાર કરી તમારા હૃદયમાં એવો કોઈ દ્વેષનો ઝરો હોય તો કાઢી નાંખશો એવી મારી તમો સર્વે પ્રત્યે ખાસ નમ્ર પ્રાર્થના છે.

          “આજના આવા કટોકટીના પ્રસંગે ન જેવા મતભેદો ઉભા કરો અને તેને પણ મનની નબળાઈને લઈ છોડી ન શકો અને ઉલટું સામા પક્ષને ઉતારી પાડવાની કોશિશો કરો, એ સઘળું તમારા જેવા ડાહ્યા અને સમજુ પુરૂષોનું કામ નથી. હાલે કરાંચીમાં મુખ્ય આગેવાની કરનારા કેટલાક ભાઈઓ ખોટી મમતને વળગી રહ્યા છે એમ મેં સાંભળ્યું છે, તેઓને પણ મારે એજ કહેવાનું છે કે, કચ્છમાં રહેતી આપણી જ્ઞાતિના કેટલાક આગેવાનો પણ હવે તો ડાહ્યા થઈ ગયા છે. નખત્રાણાના શિવજી પટેલ અને દેશલપરના મનજી પટેલ જેવા માણસો પણ સુધારાની વાતને વધાવી લેવા તૈયાર થઈ ગયા છે. પીરાણામાં રામજીકાકાને મુજાવર નિમતી વખતે આ બંને આગેવાનો પણ આવ્યા હતા અને પીરાણામાં પ્રસરી રહેલા વાતાવરણને જોઈ તેમને ભારે દિલગીરી થઈ હતી, તેમજ ચોક્કસ નિશ્ચય પણ કર્યો હતો કે, જ્ઞાતિમાં જો વખતસર જોઈતો સુધારો નહિ કરવામાં આવે તો, અંતે તેનું પરિણામ બહુ જ ભયંકર આવશે. જે ઉપરથી તેઓએ જ્ઞાતિની સંમતિ મેળવી સંવત ૧૮૩૨ {Year: 1775-76} માં થયેલ નિંદ્ય ઠરાવને રદ કર્યો છે અને સઘળા જ્ઞાતિભાઈઓને હિન્દુ રીતરિવાજો પ્રમાણે વર્તવાની છુટ પણ આપી દીધી છે. ત્યારે હવે ડરવા જેવું શું રહ્યું છે? કચ્છમાં પણ કોઈ પણ પ્રકારે જ્ઞાતિમાં કનડગતો થતી નથી, તો પછી તમે કરાંચીમાં વસતા ભાઈઓ આવા પ્રસંગે આપસ આપસમાં ખોટી કનડગતો ઉભી કરી વેરઝેર રાખો એ તમોને ન શોભે.

          આજે મુસલમાનો જીવ ઉપર આવીને હિન્દુઓને વટલાવવાના અનેક પ્રપંચી પ્રયત્નો આદરી રહ્યા છે, તો પછી તમો સુજ્ઞભાઈઓ આવા પ્રસંગે પણ ચેતો નહિ અને જ્ઞાતિના ભોળા બંધુઓને સમજાવો નહિ, તો જરૂર આપણી જ્ઞાતિમાંના કેટલાક ભાઈઓ મુસલમાન થઈ જશે, કે જેઓ અંતે હિન્દુ ધર્મના કટ્ટર શત્રુ બનશે.”

          વિશેષ જે ભાઈઓએ શુદ્ધિ કરાવી નથી અને અમુક બાબતસર અટક્યા છે, તેઓએ હવે કચ્છ તરફનો તથા બીજા કોઈપણ પ્રકારનો ભય રાખ્યા સિવાય અંતઃકરણથી શુદ્ધિ કરાવવી જ જોઈએ. એવી મારી એ સઘળા ભાઈઓને ખાસ વિનંતી છે. વિશેષ તમોએ મને તેમજ ભાઈશ્રી માણેકલાલને જે માન આપ્યું છે, તેના માટે હું તમો સર્વ ભાઈઓનો આભાર માનું છું પરંતુ તેની ખરી સાર્થકતા તો તમો ભાઈઓ આ અવલંબી રહેલાં કાર્યને પુરું કરશો ત્યારે જ થશે.

          ત્યારબાદ ભાઈશ્રી લાલજી સોમજી ગામ—રવાપરવાળા તથા ભાઈશ્રી વિશ્રામ પાંચા ગામ—વિરાણીવાળાએ સમયાનુચિત વિવેચનો કરી ભાઈશ્રી નારાયણજીભાઈની સમજાવટને અનુમોદન આપતાં કહ્યું હતું કે :—

          “આપણી પરિષદો ભરાયા પછીથી જ્ઞાતિમાં જે જે દુષ્ટ રીતરિવાજો જેવા કે, બાળલગ્ન, મરણ પ્રસંગના ખોટા ખર્ચા, એવા એવા અનેક કુધારાઓને કાઢી નાંખવાને ઠરાવવામાં આવ્યું છે. પણ એ પ્રત્યે કચ્છના આપણા આગેવાનોના જુલમ તળે એ કુધારાઓ કાઢવાને હજુ સુધી આપણે કશું કરી શક્યા નથી. વળી આપણા ઉપર “પીરાણા સતપંથ” પાળવાનું જે કાળું કલંક ચોંટ્યું છે, એ કલંકનો કાળો ડાઘ પણ આપણે કાઢી ન શકીએ અને આપણે સ્વધર્મ—સનાતન ધર્મનો સ્વીકાર કરી હિન્દુત્વની શોભા ન વધારીએ તો આપણી અધોગતિ થવામાં કાંઈ બાકી રહેશે જ નહિ.”

          ત્યારબાદ હિતેચ્છુ પત્રના રિપોર્ટરે એક ચિઠ્ઠી લખી ભાઈશ્રી નારાયણજીભાઈને ‘પીરાણા સતપંથ’ના સંબંધે કાંઈક ફરીથી બોલવા વિનંતી કરી હતી, જેના જવાબમાં ભાઈશ્રી નારાયણજીભાઈએ જણાવ્યું હતું કે, “એ સંબંધે મારે હવે વિશેષ નવીન કાંઈ કહેવાનું રહ્યું જ નથી. પીરાણા સતપંથ સંબંધે અનેક ભાષણો તેમજ રીપોર્ટો દ્વારા ઘણું કહેવાઈ ગયું છે અને હવે તો દુનિયાની જનતાએ અર્ધદગ્ધ કબ્રસ્તાની પંથને બરાબર ઓળખતી પણ થઈ ગઈ છે. એ પંથના ચલાવનારાઓએ અનેક છળપ્રપંચો અને કપટમય કાવાદાવાઓ ખેલી ભોળી હિન્દુ જનતાને કેવી રીતે ફસાવી છે, એ પણ સ્પષ્ટ થઈ ગયું છે. મુસલમાની બાદશાહોના વખતમાં જોરજુલ્મથી હિન્દુઓને વટલાવી મુસલમાન બનાવવાના પ્રયોગો નિષ્ફળ નીવડ્યા, ત્યારે યુક્તિ—પ્રયુક્તિથી વટલાવવાના કાવતરાંઓ રચાયા હતા, એ બધી વાતો ઈતિહાસ પ્રસિદ્ધ છે. એ જો હું અત્યારે કહેવા બેસું તો વાતનો છેડો ન આવે. પરંતુ એ સઘળી બાબતોનો સમાવેશ હાલમાં મારા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ “પીરાણા સતપંથની પોલ” નામના ગ્રંથમાં કરવામાં આવ્યો છે. જે વાંચવાની હું મારા સર્વ જ્ઞાતિ ભાઈઓને તેમજ અન્ય સ્વધર્માભિમાની હિન્દુભાઈઓને ભલામણ કરું છું, એ ગ્રંથમાં એ અર્ધદગ્ધ કબ્રસ્તાની પંથની ઉત્પત્તિ ક્યાંથી અને કેવા કેવા સંજોગો વચ્ચે કોના હસ્તથી થઈ છે, વિગેરે અનેક પ્રકારના ભેદભરમો ખુલ્લા કરવામાં આવ્યા છે. આજે તો હું મારા જ્ઞાતિભાઈઓને એજ કહેવા માગું છું કે, જે ભાઈઓ આજે પણ અંધશ્રદ્ધાથી એ પાખંડી પંથમાં શ્રદ્ધા રાખી બેઠા છે અને રાતદિવસ બાજનામા, નુરનામા, નાદેઅલી વિગેરે મુસલમાની પ્રયોગોના પાઠો કરી ધનવાન થવા પ્રયત્ન કરે છે, તેઓ હજુ પણ પોતાની ગરીબી હાલત કેમ ટાળી શક્યા નથી? ત્યારે બીજી બાજુ જે ભાઈઓએ પીરાણા સતપંથને ત્યાગી શુદ્ધ સનાતન સ્વધર્મને રસ્તે ચડ્યા છે. તેઓ શાંતિમય જીવન વ્યતિત કરે છે એ વાત દીવા જેવી દેખાય છે. છતાં જે ભાઈઓ આ બેમાં સત્ય શું છે તેનો નિર્ણય કરી શકતા નથી, તેઓને મારે એટલું જ કહેવાનું છે કે, તમે પોતે રાતદિવસ મહેનત કરો છો, બૈરાંઓને પણ રાત્રિના ચાર કલાક નિરાંતે ઉંઘવા દેતા નથી અને કામ કામ ને કામ કર્યા કરો છો, છતાં પણ આ તમારી દરિદ્રતા કેમ ટળતી નથી? ક્યાંથી ટળે ! ખરેખરે અધર્મના રસ્તે તમારી ખરી કમાઈના પૈસાઓ ખર્ચાય છે. જેથી એના ફળ પણ એવાં જ મળે છે. તમે જે ધર્માદા પૈસા પીરાણે મોકલો છો, તેમાંથી ખરું જોતાં હિન્દુ ધર્મના કટ્ટર વિરુધ્ધી મુસલમાનો જ પોષાય છે અને તમો તેના બદલામાં નુરની ગોળી એટલે અપવિત્ર કબરોને ધોઈ તેના ઉપર ચડેલા પ્રસાદની એઠ પીઓ છો, એટલે તમારામાં તે શુદ્ધતા કે શાંતિ ક્યાંથી જ સંભવે ! જે માણસ પોતાની જાત અને ધર્મ છુપાવે તે માણસ તરીકે પણ કેમ ઓળખાય ! આ બધી વાતો મેં તમને સ્પષ્ટ રીતે તમો સમજી શકો તેવા સ્વરૂપમાં સાચેસાચી કહી દીધી છે, છતાં તમારામાંના કેટલાક એમ પણ કહેશે કે અમે શું કરીએ ! એ તો બાપદાદા કરતા આવ્યા છે, તેમ અમે પણ કરીએ છીએ. પરંતુ એ કાંઈ જવાબ કે ખુલાશો નથી. તમો સત્ય શું છે એ સ્પષ્ટ જોઈ શકો છો, છતાં પણ એવું પાપકૃત્ય કરતાં ન અટકો તો પછી તમને મનુષ્ય તરીકે પણ કેમ ઓળખી શકાય !”

          વધારામાં તમો કચ્છના આગેવાનોના ભયથી પણ ડરો છો, એવી વાત તમો હંમેશા કરતા આવ્યા છો તે પણ હું જાણું છું છતાં તમને કહું છું કે આગેવાનોનો ભય કે ત્રાસ હવે પહેલાનો જેવો રહ્યો નથી અને હોય તો પણ શું થયું ! તમને તમારી શુભ ઈચ્છા પ્રમાણે વર્તવાનો હક જ નથી એવું તમે શા માટે માની લીધું છે ! સુધારકોને જ્ઞાતિના આગેવાનો શું કરી શક્યા ! જે તેઓ તમને પણ કશું કરી શકશે? એ વાત તમે તમારા પોતાના અંતઃકરણને જ પુછી ખાત્રી કરી જુઓ. બાકી ખોટી રીતે આગેવાનોની શેમાં તણાઈ જવાની કાંઈ જરૂર નથી. હું તમને જોર જુલ્મથી સ્વધર્મના રસ્તે ચડાવી શકું નહિ. તેમજ કહેવાતા આગેવાનો પણ શું તમને જોરજુલ્મથી પીરાણાના પાખંડી પંથમાં દબાવી રાખી શકે? નહિ જ ! તમને જો દુનિયામાં મનુષ્ય તરીકે જીવન ગાળવાની ઈચ્છા હોય, તો આ પવિત્ર કાર્ય આદરી એને પુરું કરો, આજે તો સુધારક ભાઈઓની સંખ્યા પણ લગભગ બે હજાર માણસોની થઈ ગઈ છે. છેવટે હું આપ સર્વ ભાઈઓને એજ વિનંતી કરું છું કે, આપસ આપસમાં હું ઉંચો ને તું નીચો આવા વાદવિવાદો કર્યા સિવાય સીધી અને સરળ વાત જે હોય તે પ્રમાણે વર્તવામાં જ આપણું ભુષણ છે. ભાઈઓ ભાઈ વચ્ચેનો વિક્ષેપ ઊભો થતાં જ દુર કરો અને જો તમારે શુદ્ધ આર્ય જીવન ગાળવું હોય તો તે અને તમે ખરેખરા કડવા પાટીદાર છો, એ તમારું ખરું સ્વરૂપ દુનિયાને દેખાડવા માગતા હો તો, એ પીરાણાના અર્ધદગ્ધ ઈસ્લામી પંથને ત્યાગી શુદ્ધ સનાતન વેદ ધર્મનો સ્વીકાર કરશો તોજ તમારું જીવ્યું અને આ દુનિયામાં મનુષ્ય જીવન ગાળ્યું તે સાર્થક થયું ગણાશે અને હું પણ તમો બધા ભાઈઓને શુદ્ધ વેદધર્મી થયેલા જોઈશ, ત્યારે જ મારા જીવનની સાર્થકતા માનીશ.

          આટઆટલું તમને સમજાવ્યા છતાં તમો નહિ સમજો અને ઝાલ્યું ન છોડવાની હઠીલાઈ કરી બેસી રહેશો, તો મારું બોલવું પણ વૃથા જશે અને તમોએ જે મને આજે બોલાવી માન આપ્યું છે તે સઘળું પણ ખોટું અને દાંભિક છે એમ હું માનીશ. એટલું જ નહિ પણ મારી નિઃસ્વાર્થ સેવાનું જો કાંઈ પણ ફળ મારા જોવામાં નહિ આવશે, તો હું પણ મારું જીવન નિરર્થક ગયું સમજીશ. આથી વધારે તમારા જેવા સુજ્ઞ બંધુઓને શું કહું? જગત જનની ઉમિયા માતાજી તમો સર્વ ભાઈઓને સત્યપરાયણ થવાની સદ્‌બુદ્ધિ અર્પે એજ અંતિમ પ્રાર્થના છે.

          ત્યારબાદ લેવા પાટીદાર જ્ઞાતિના વીરબંધુ માવજીભાઈ માસ્તરે પણ સંબોધન કરતાં કહ્યું હતું કે — “હું પણ તમારો ભાઈ છું. તમારા કાર્યમાં આજ પાંચ છ વર્ષથી ભાગ લેતો આવ્યો છું. જ્ઞાતિ સુધારાની હિલચાલો દરેક દેશમાં અને દરેક જ્ઞાતિમાં પૂરજોશથી ચાલી રહી છે. તેમાં પણ તમો કચ્છના કડવા પાટીદારભાઈઓએ તો બીજી અન્ય જ્ઞાતિઓ તેમજ અમારા તરફના જ્ઞાતિ હિતના કાર્યની સરખામણીમાં ઘણું સારું કામ કરી બતાવ્યું છે, એમ કહ્યા સિવાય ચાલે તેમ નથી, પરંતુ એથી હર્ષિત થવા જેવું કંઈ નથી. કારણ કે બે વર્ષ પહેલાં જે ઉત્સાહ તમારા યુવક મંડળમાં દેખાતો હતો તે હમણાં જણાતો નથી. ખરું કહું તો (મુંબઈ) ઘાટકોપરમાં પરિષદ મળી હતી. તેમાં તમોએ જે વિજય મેળવ્યો છે તેથી તમો ફુલાઈને બેસી રહ્યા છો અને હવે એમ સમજો છો કે કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, પરંતુ એમ માનશો નહિ. ભાઈશ્રી નારાયણજીભાઈએ આજે તમને ઘણું સારું સમજાવ્યું છે. તમે સર્વે ભાઈઓએ એમને માન પણ એવી જ ઘટતી રીતે આપ્યું છે. પરંતુ તે માન અને મોભો તમે જો સમજી શકતા હો તો તેમના કહેવા પ્રમાણે આપણા કેટલાક ભાઈઓ ઉપર જે હજુ થોડું ઘણું પીરાણા સતપંથનું કલંક છે. તે તેમની હાજરીમાં જ ધોઈ નાખવું જોઈએ. તે સિવાય કેટલાક દૃષ્ટાંતો આપી પીરાણા સતપંથમાં વટલનારાઓને સ્વધર્મ પ્રતિ દોરવાના શિખામણના શબ્દો કહ્યા હતા અને ત્યારબાદ ભાઈશ્રી નારાયણજીભાઈને તથા રા.માણેકલાલભાઈને સંગીત દ્વારા આવકાર આપી ઉમિયા માતાની જય બોલાવી મોડી રાત્રે સર્વે ભાઈઓ ઘર તરફ ગયા હતા.”

 

તા.૧૫—૩—૧૯૨૬ના દિવસની કાર્યવાહી

          તા.૧૪—૩—૨૬ની રાત્રે રા.નારાયણજીભાઈને માન આપવા મળેલી સભાના કામકાજથી કેટલાક નવયુવકોના મન ઉપર ઘણી સારી અસર થઈ હતી. જેથી તા.૧૫મીની રાત્રે રા.નારાયણજીભાઈને જ્યાં ઉતારો આપવામાં આવ્યો હતો, ત્યાં કરાંચી યુવક મંડળના મુખ્ય કાર્યકર્તાઓની એક ખાનગી મિટિંગ બોલાવવામાં આવી હતી. ત્યાં આગળ દરેક ભાઈએ પોતપોતાના વિચારો અને તેમાં પડતાં મતભેદો ભાઈશ્રી નારાયણજીભાઈને કહી સંભળાવ્યા હતા. જે ઉપરથી નારાયણજીભાઈએ એકબીજામાં પડતા મતભેદો દુર કરી દરેકને પોતાની ભુલ સમજાવી, જ્ઞાતિ હિતના કાર્યમાં હરકત ન આવે એ ઉદ્દેશ ધ્યાનમાં રાખી, દરેક ભાઈઓને પુરતી સમજુતી આપી હતી અને તેમના વિચારોને દરેક જણે કબુલ પણ રાખ્યા હતા. શુદ્ધિ કરવાનો પ્રશ્ન ઉભો થતાં કેટલાક ભાઈઓએ એવી દલીલ કરી હતી કે અમે પીરાણાની કબરોને માનતા નથી. અમી કે નુરની ગોળી પણ પીતા નથી. પરંતુ પીરાણા સતપંથને પાળનારની સાથે ખાવાપીવાનો વહેવાર રાખીએ છીએ, તેમાં કાંઈ હરકત નથી એવી દલીલો કરી હતી. તેના જવાબમાં રા.નારાયણજીભાઈએ જણાવ્યું કે પીરાણા સતપંથીઓ સૈયદોથી વટલે છે, ભ્રષ્ટ કરનારી નુરની ગોળી જેવી વસ્તુઓ વાપરે છે, તેવાઓની સાથે શું આપણે ખાવાપીવાનો વહેવાર રાખી શકીએ? એવાઓની સાથે ખાવાપીવાનો વહેવાર ચાલુ રાખીએ તો સુધારાનો અંકુશ દુર થઈ જાય અને વખતના જવા સાથે આપણે આળસુ અને પ્રમાદી બનતાં પાછા એ અધોગતિના ખાડામાં પડી જવાનો પાક્કો ભય રહે છે. અંકુશ વગર કોઈ પણ કાર્ય થતું જ નથી, તેથી હંમેશા કોઈપણ જાતનું એક અંકુશ તો આપણા ઉપર હોવું જ જોઈએ.

          એટલું જ નહિ પરંતુ પીરાણા સતપંથી ભાઈઓ કે જેઓ કેટલાક આપણા સહવાસમાં આવે છે, તેમને એમ પણ લાગી આવે છે કે સુધારાવાળા આપણું ખાતા નથી, તેથી જરૂર આપણે પણ શુદ્ધિ કરાવી એમની સાથે મળતા થઈ જવું એવો વિચાર તમોને થાય છે. તેથી જ એક દિવસ એમને સુધારી પ્રાયશ્ચિત કરાવવાનો સમય આવે છે. પરંતુ જો આપણે તેમની સાથે દરેક પ્રકારની ખાવાપીવાની છુટ રાખતા હોઈએ તો તેમને સ્વપ્ને પણ શુદ્ધિ કરાવી પવિત્ર થવાનો પ્રસંગ આવે જ નહિ.

          તમારામાંના ઘણા ભાઈઓ તો દરોરજ નાહિધોઈ રામરક્ષા, ગીતાજી અને કેટલાક તો વૈદિક વિધિ અનુસાર સંધ્યા આદિ કર્મો કરો છો. ત્યારે પીરાણા સતપંથીઓ કે જેની સાથે તમો ખાવાપીવાનો વહેવાર ચાલુ રાખવાનું કહો છો, તેઓ તો નુરની ગોળી પીએ છે અને મહોર નબૂવત આદીને પૂજી કલમાઓ ભણે છે. તમે જ વિચાર કરો શું તમારે અને તેમને કદીયે ઐક્યતા સંભવે ! જો તમો એમની સાથે ખાવાપીવાનો સંબંધ ચાલુ રાખો તો પ્રથમ તો તમો તમારા બાળકોને વેદવિધિ અનુસાર પરણાવી ન શકો, મરણ પ્રસંગે અગ્નિસંસ્કાર ન કરી શકો, તમારે તેમની સાથે સાથે મુડદાંને દાટવાં જ પડે અને લગ્ન પણ અર્ધદગ્ધ મુસલમાની દુવાઓથી જ મુખીઓ પાસે કરાવવા પડે, એ બધું કેમ પાલવી શકે ! જ્યાં સુધી આપણે એમની સાથે પુરેપુરો અસહકાર ન કરીએ, ત્યાં સુધી આપણા કાર્યમાં વિધ્નરૂપી સાંકળ આડી જ આવેલી છે એમ તમારે ચોક્કસ સમજવું કારણ કે, હું તમને આપણી જ્ઞાતિના શુભેચ્છક રાજાભાઈ શામજીનો દાખલો આપું છું, એ ભાઈએ પોતાની દત્તક પુત્રીના લગ્ન વેદવિધિ અનુસાર કર્યા હતા તથા આપણી પરિષદના તેઓ પ્રમુખ બન્યા હતા, જેથી કચ્છની માનકુવાની નાતે તેમને નાતબહાર કર્યા છે. હજુ પણ તેમનું ઠેકાણું પડતું નથી. રાજાભાઈ પણ તમારા જેવી જ દલીલો કરે છે, છતાં પણ નાત તેમના પર ધ્યાન આપતી નથી. માનકુવામાં તેઓને પાક્કી કનડગત ભોગવવી પડે છે. એઓ તો શ્રીમંત છે, એટલે પોતાના પૈસાના બળથી કદાચ નભી શકે, તમે નહિ નભી શકો. પીરાણા સતપંથીઓ સાથે ખાવાપીવાનો વહેવાર ચાલુ રાખો તો તેના લાગાલગમ તમારે આપવા પડે અને દરેક રીતરિવાજો પણ પાળવા પડે, એ કેમ સહ્યું જાય?

          તમારામાંના કેટલાક ભાઈઓ અત્રે પરદેશમાં રહો છો, એટલે જેટલો વખત બહાર રહો છો તેટલો વખત કહેવરાવો છો કે અમે પીરાણાને માનતા નથી !  છતાં જ્યારે દેશમાં જવાનું થાય છે ત્યારે તો અમીની એ ભ્રષ્ટ ગોળી પીધા વગર માબાપ કે સ્ત્રી બાળકોને પણ મળી શકાતું નથી અને તમારામાંના ઘણા ભાઈઓ પણ એ પ્રમાણે જ ગોળી પીએ છે અને પાછા અત્રે આવી સુધારાવાળાઓમાં પણ ભળે છે. તેથી એકે કાર્ય થતું નથી, જોકે પીરાણા સતપંથી આગેવાનોએ પહેલાંની માફક સખતાઈ તો નથી રાખી, છતાં પણ સુધારકોને નમાવવા, છાંટ નંખાવે અને અમીની ગોળી પીએ તેને જ નાતમાં લેવામાં આવે છે. એ વાત તમે કેમ ભુલી જાઓ છો !

          રાજાભાઈ શામજી અમીની ગોળી પીવાની ના પાડે છે, તેથી જ પીરાણામાંથી નાતવાળા ભાઈઓ એમને સાથે લેતા નથી. પરંતુ રાજાભાઈએ તો હમણાં ગયા શ્રાવણ માસમાં બળજબરી કરી કોર્ટનો આશ્રય મેળવી લીસાણી લીધી હતી, તેમ તમારાથી નહિ લેવાય. માટે સાદો અને સીધો રસ્તો તો સુધારકભાઈઓને માટે એ છે કે જ્યારે તમો, એ પીરાણા સતપંથી નાત સાથે પુરો અસહકાર કરશો તો જ તમે પવિત્ર બની શકશો. તેમજ વીરતા અને પ્રભુતા પણ તમારામાં ત્યારે જ આવી જણાશે.

          આ પ્રમાણેનું ભાઈશ્રી નારાયણજીભાઈનું વિવેચન સાંભળ્યા બાદ ભાઈશ્રી અબજી મનજી સેંઘાણી ગામ—નખત્રાણાવાળા તથા ભાઈશ્રી લધા હરજી ગામ—કોટડાવાળાએ કહ્યું કે અમે ખુબ સમજ્યા, સમજતા તો પહેલેથી જ હતા પરંતુ આળસમાં રહ્યા હતા. હવે અમે બંને જણા તો સહકુટુંબ પ્રાયશ્ચિત વિધિ તમારી હાજરીમાં જ કરાવીશું. ત્યારપછી બીજા પાંચેક ભાઈઓ પણ એમના વિચારોને સંમત થયા હતા. કેટલાક ભાઈઓએ પોતાના કુટુંબ તથા સ્ત્રી વર્ગોની લાગણી દુખાય છે અને તેથી ગૃહકલેશ ન ઉભો થાય એવા કારણો દર્શાવ્યા હતા. વિગેરે અનેક પ્રકારની મુશ્કેલીઓ બતાવી હતી. ત્યારબાદ યુવક મંડળના હિસાબ વિગેરે કરવાનું કાર્ય ભાઈશ્રી નારાયણજી હસ્તક પાર પાડવામાં આવ્યું હતું અને રાત્રે બે વાગે સૌ ભાઈઓ પોતાના કામકાજથી પરવારી નિવૃત્તિ માટે ગયા હતા.

 

 

 

તા.૧૬—૩—૧૯૨૬ના દિવસની કાર્યવાહી

          તા.૧૫મીની રાત્રે મળેલી ખાનગી મિટિંગમાં ચર્ચાયેલી વાતની ખબર સ્ત્રી વર્ગમાં પડતાં અને તેમાં મુખ્યત્વે તેમનો જ (સ્ત્રીઓનો) દોષ પુરૂષો તરફથી બતાવવામાં આવેલો હોવાથી, પોતાના ઉપર આવેલા દોષનું નિવારણ કરી સત્ય જાહેર કરવા કેટલીક બહેનોએ એ બાબતની ફરિયાદ ભાઈશ્રી નારાયણજીભાઈ આગળ કરવા તા.૧૬મીના દિવસે જ્યોતિ ધામમાં બહેનોની એક સભા બોલાવી ભાઈશ્રી નારાયણજીભાઈ આગળ પોતાની ફરિયાદો રજુ કરતાં કેટલીક સુજ્ઞ બહેનોએ કહ્યું હતું કે — “તમોએ પુરૂષ વર્ગને જે શિક્ષણ આપ્યું છે, તેમાંની અમને કોઈ કાંઈ વાત કરતું નથી. શુદ્ધિ કરાવવાના કાર્યમાં અમો બહેનો આડે આવતી નથી, તેમજ દયાપર અને પાનેલીની કેટલીક બહેનોની માફક અમારામાંથી કોઈ પણ અગ્રેસરપણું લઈ શકતી નથી, એ જ અમારી નબળાઈ છે. આ પ્રમાણેની આ ભોળા હૃદયની બહેનોની વાતો સાંભળી ભાઈશ્રી નારાયણજીને સ્નેહના અશ્રુઓ આવી ગયા હતા અને જણાવ્યું કે :—

          “દેવીઓ તમે ખરેખરી દેવીઓ જ છો ! દેવતાઓને જ્યારે દુષ્ટ રાક્ષસોએ ત્રાસ આપ્યો હતો, ત્યારે તેમનો ઉદ્ધાર કરનાર પણ જગદંબા દેવી જ હતી. ખરેખર તમે પણ દેવીઓ જ છો. દયાપર અને પાનેલીમાં બહેનોએ જે ઉદ્‌ગારો કાઢ્યા હતા તેવાં જ વચનો ઉચ્ચારનારી તેમાંની જ તમો બહેનો છો. આજે કાંઈ ઈતિહાસના પાનાં ફેરવવાં પડે તેમ નથી. આ તમારો તાજોતર દાખલો દુનિયાની જનતાને એક નમુનારૂપ થઈ પડશે. છતાં મારે એટલું કહેવું જોઈએ કે અત્રે ભેગી થયેલી આ સેંકડો બહેનોમાંથી તમો બેચાર બહેનો જ બોલો છો તે શું તમને કાંઈ આ બધી ભેગી મળેલી બહેનોએ જવાબ આપવા માટે ઠરાવેલા છે? કે તમો તમારો પોતાનો જ જવાબ આપો છો? આથી દરેક બહેનોને પોતાને કાંઈ વાંધો હોય તો તે સુચવવા યુવક મંડળના કેપ્ટન ભાઈશ્રી શીવજી લધા તરફથી સુચના કરવામાં આવી હતી, જે ઉપરથી ત્યાં ભેગી મળેલી બહેનોમાં માંહોમાંહે કેટલીક પુછપરછ થયા બાદ કોઈને કશો વાંધો નથી એમ એકમતે જાહેર કરવામાં આવ્યું હતું. આવી રીતે ખુલ્લેખુલ્લું જણાવવાથી અતિશય આનંદ છવાય રહ્યો હતો.”

          ત્યારબાદ પીરાણા સતપંથ શું છે? એ ટુંકમાં સમજાવવા કેટલીક બહેનો તરફથી ભાઈશ્રી નારાયણજીભાઈએ સૂચના કરવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે :— “માતાઓ પીરાણા સતપંથ” એ શું છે તેની માહિતી આપણી જ્ઞાતિના પુરૂષ વર્ગને પણ નથી તો તમો બહેનો તો ક્યાંથી જ જાણો !  છતાં પણ હું મારી યથાશક્તિ એ વિષય તમને સમજાવવા પ્રયત્ન કરું છું, ખરું જોતાં તો એ પંથ આપણા કડવા પાટીદાર જેવી ઉચ્ચ કોમોને વટલાવી મુસલમાન બનાવવાનું એક કરપીણ કારખાનું છે. એ પંથના સ્થાપકોએ પણ અનેક પ્રકારની ખોટી ખોટી મોટી લાલચો આપી ભોળા હિન્દુઓને પ્રપંચથી ફોસલાવી મુસલમાન બનાવવાના જ પ્રયાસો આદરેલા છે એમ સ્પષ્ટ માલુમ પડે છે. પુરૂષ વર્ગના માટે તો એવી લાલચો આપવામાં આવી છે કે, જે સતપંથ પાળશે અને દશોંદ આપશે તેને સવા લાખ વર્ષ સુધી સ્વર્ગમાં રાજ્ય કરવા મળશે તથા ત્યાં આગળ પચાસ હુરાંઓ તેમની સ્ત્રીઓ થશે તથા પાંચસો છોકરાઓ મફત મળશે તથા હીરા માણેકના મહેલોમાં રહેવાનું મળશે એવી એવી અનેક પ્રકારની ગપકથાઓ લખેલી છે, કે જેથી પુરૂષ વર્ગ એ લાલચમાં ફસાયા. પરંતુ સ્ત્રીઓના માટે તો ઈમામશાહે કાંઈ ગોઠવણ કરેલી હોય એવું માલુમ પડતું નથી. ઉલટી પચાસ શોક્યો તેમના માટે તો ત્યાં તૈયાર થઈ રહેલી હોય છે. એટલે તમને તો આ ધર્મ પાળ્યાથી કશો જ ફાયદો જ નથી. આવા આવા અનેક ગપગોળાની માન્યતા એ પંથમાં ફેલાવવામાં આવેલી છે. મારી સુજ્ઞ બહેનો ! તમે જ વિચાર કરો આ જ્યોતિ ધામમાં તમો પુરૂષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળો છો. રામાયણ આદિ શાસ્ત્રદીક ગ્રંથો દરરોજ વંચાય છે. જુઓ એ પૂજ્ય રામનું ચારિત્ર અને સતી સીતા માતાની પવિત્રતા. એવા દૈવી જીવન ગાળનારાઓ આપણને, ફરમાનજી બીસમીલ્લાહનો કલમો સાંભળતાં શું શરમ ન આવે?

          આપણા વડીલો ગમે તેવા સંયોગોમાં આ ધર્મમાં ફસાયા હોય તેથી શું આપણે પણ એ વાડામાં પુરાઈ રહેવું તે યોગ્ય ગણાયપીરાણા સતપંથના ગોર સૈયદો અને ગોરાણીઓ જેને તમે માજી કહો છો તેમના દેદાર તરફ તો જરા નજર કરો ! ક્યાં તમે પાટીદારોના ઉચ્ચ સંતાનો અને ક્યાં તે મુસલમાનો ! એનો તો જરા વિચાર કરી જુઓ ! તે સિવાય તમો બ્રાહ્મણ વાણીયા જેવી ઉચ્ચ કોમોના સંબંધમાં વસતા હો અને ત્યાં આગળ એ સૈયદ ગોર આવે તો તમને કેટલું શરમાવું પડે છે? આ બધી આફતોમાંથી તમો બચવા માગતા હો અને ખરા અંતઃકરણથી પ્રભુને પામવાનો રસ્તો શોધતા હો તો એ જ આપણા પરાપૂર્વથી ચાલી આવેલા ઋષિ મુનિઓથી રક્ષાયેલ સનાતન વેદ ધર્મની શુદ્ધિ કરાવી ફરીથી દીક્ષા લઈ આ પીરાણા સતપંથના લાગેલા કાળા ડાઘને ધોઈ નાંખો. ભલે પુરૂષ વર્ગ એને વળગી રહેવા કહેતો હોય તો પણ તમારે તો સત્ય શું છે તે સમજાવી તમારી ફરજ અદા કરવી જ જોઈએ. તમો બહેનોએ આ સભા ભરી મારા મુખથી બે શબ્દો સાંભળવાના હેતુથી મને બોલાવી જે આ ભારે માન આપી આભારી કર્યો છે તેના બદલામાં પરમ કૃપાળુ પરમાત્મા પાસે યાચું છું કે — “હે પ્રભો ! મારી આ બધી સુજ્ઞ બહેનો અમર નામના મેળવે.” તમો સતી સીતા માતાની પુત્રીઓ છો તે તમો સીતા માતાના જેવી જ પતિપરાયાણ થાઓ. પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થતાં શીખો એવી મારી યાચના છે, આવા પ્રકારના વાટાઘાટમાં અઢી કલાકનો સમય વ્યતિત કરી સૌ આનંદથી છુટા પડ્યાં હતા.

          તે જ દિવસે સાંજે છ વાગે મી. કે.બી. પટેલ કે જેઓ કચ્છી કડવા પાટીદાર ભાઈઓના શુભેચ્છક તરીકે હંમેશા અવારનવાર આવી ઉપદેશો આપે છે ત્યાં રા.રા.નારાયણજીભાઈને મળવાનું આમંત્રણ હોવાથી ત્યાં નવયુવકોમાંથી ખીમજીભાઈ, શીવજી કાનજી, રતનશી શીવજી, લધા હરજી વિગેરે કેટલાક યુવકો તેમની સાથે ત્યાં ગયા હતા. પ્રસંગોચિત વાતચીત કરતાં આગલા ચાર દિવસોમાં થયેલા કામકાજનો સઘળો વૃત્તાંત ડૉ.કે.બી.પટેલને કહેવામાં આવતાં તેઓ ઘણા ખુશ થયા હતા અને પોતે પણ કાંઈક વિશેષ એ બાબતમાં કહી શકે, એવા હેતુથી પોતાના ઘરની સિનેમા ફિલ્મ દરેક કચ્છી પાટીદાર ભાઈઓને મફત બતાવી તેમના ઉપર સારી છાપ પાડી શકાય એ હેતુથી જુદા જુદા કમ્પાઉન્ડમાં રહેતા સઘળા ભાઈઓને બીજે દિવસે રાત્રે એક જ ઠેકાણે એકત્ર કરવામાં આવ્યા હતા.

તા.૧૭—૩—૧૯૨૬ના દિવસની કાર્યવાહી

          આગલે દિવસે થયેલી ગોઠવણ પ્રમાણે રાત્રે નવ વાગ્યાના સુમારે કચ્છી કણબીઓના રહેવાના મોટા કમ્પાઉન્ડમાં ત્યાં વસતા લગભગ ચૌદસો પાટીદારભાઈઓ પોતાના બાળબચ્ચાં સાથે હાજર થઈ ગયા હતા. બરાબર નવ વાગતાં રા.ડૉ.કે.બી.પટેલ, ભાઈશ્રી નારાયણજીભાઈ રામજીભાઈ, રા.રા.માણેકલાલ કુબેરદાસ તથા માવજી માસ્તર વિગેરે અગ્રગણ્ય ભાઈઓ હાજર થયા હતા અને શરૂઆતમાં સિનેમા ફિલ્મનો પ્રથમ ભાગ ખેતીવાડી કેમ કરવી એ બાબતનો હતો તથા સારી ખેતી ક્યા પ્રકારે થઈ શકે તેમજ અમેરિકન ખેડુતો વધુ પાક શી રીતે લઈ શકે છે એ બતાવવામાં આવ્યું હતું.

          પ્રથમ ભાગની સમાપ્તિ થતાં રા.ડૉ.કે.બી.પટેલે કચ્છી પાટીદાર ભાઈઓને ઉદ્દેશીને વહેવારીક તેમજ ધાર્મિક જ્ઞાનનો બોધ કર્યો હતો. ધર્મની બાબતમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે :— “પીરાણા સતપંથ” એક મુસલમાની ધર્મની જ શાખા છે અને તેથી હિન્દુઓએ એ પંથ પાળવો એ એક નિંદ કાર્ય છે અને તેમાં પણ તમારા જેવા કડવા પાટીદારો ક્ષત્રિય હોય અને એ પંથમાં ભળે એટલે તો દુનિયાનો નાશ જ થઈ જાય. વિગેરે ઘણી અસરકારક રીતે એ સંબંધમાં કહ્યું હતું.

          ત્યાર પછી સિનેમા ફિલ્મનો બીજો ભાગ બતાવવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકોને કેવી રીતે ઉછેરી તંદુરસ્ત બનાવાય છે તે બાબતો દેખાડવામાં આવી હતી. તે ભાગ પુરો થયે રા.નારાયણજીભાઈએ અને માવજીભાઈ માસ્તરે પણ પીરાણા સતપંથના સંબંધમાં ઘણા જ જોરદાર અને અસરકારક ભાષણો કર્યા હતા અને છેવટે ફિલ્મનો ત્રીજો ભાગ બતાવી તે દિવસનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો.

તા.૧૮—૧૯—૨૦ સને ૧૯૨૬ માર્ચના ત્રણ દિવસની કાર્યવાહી

          તા.૧૮—૧૯—૨૦મીનું કાર્ય ભાઈશ્રી નારાયણજીભાઈના ઉતારે કરવામાં આવ્યું હતું અને ત્યાં પણ હરઘડીએ એના એજ વિષયની ચર્ચા ચાલુ રહેતી હતી અને ત્યાં પણ બસોથી ત્રણસો માણસો રાત્રિના નવ વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધી બેસીને થતી ચર્ચાઓ ધ્યાનપૂર્વક સાંભળતા અને આખરે તા.૨૦મીના દિવસે એકમત થઈને ઘણા ભાઈઓ દેહશુદ્ધિ કરાવવાને બહાર પડ્યા તેઓને ખાસ સુચના કરાવામાં આવી હતી કે શરમાશરમી હા માં હા કરી શુદ્ધિ કરાવ્યા પછી પાછા હઠી જવું એના કરતાં તો શુદ્ધિ ન જ કરાવવી એ વધારે યોગ્ય છે. છતાં પણ પાકો નિશ્ચય કરીને આવેલા ભાઈઓએ તો શુદ્ધિ કરાવવા પોતાનું તથા પોતાના સહકુટુંબી જનોના નામો ભાઈ શીવજી કાનજી પાસે લખાવ્યા અને તા.૨૧મી નો દિવસ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ પાવન થવા માટે નક્કી કરવામાં આવ્યો અને તા.૨૦મીની રાત્રે કણબીઓ રહે છે તે મોટા કમ્પાઉન્ડમાં એક ભવ્ય યજ્ઞ મંડપ બાંધવામાં આવ્યો અને સારાસારા વિદ્વાનો તેમજ અન્ય જ્ઞાતિના વીર બંધુઓને આમંત્રણો મોકલ્યા હતા તથા આખી રાત્રિ જાગીને તા.૨૧મીએ કરવાના કાર્યોની વહેંચણી નવયુવકોમાં કરી આપવામાં આવી હતી.

          તા.૨૧મીને રવિવારને પુન્ય પ્રભાતે આગલી રાતના ગોઠવેલા કાર્યક્રમ મુજબ સઘળા ભાઈઓ યજ્ઞમંડપમાં હાજર થઇ ગયા હતા અને ત્યાં આગળ શુદ્ધિ કરાવવા ભેગા થયેલા ભાઈઓએ શાસ્ત્ર સંપન્ન વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વેદવિધિ અનુસાર દેહશુદ્ધિ પ્રાયશ્ચિત ક્રિયા કરાવી હતી. તે ક્રિયા છ કલાક ચાલી હતી અને ત્યાર પછી આગલા દિવસની ગોઠવણ પ્રમાણે શુદ્ધિ કરાવી પાવન થયેલા સઘળા ભાઈઓએ એક સાથે મળી ભોજન લીધું હતું અને એ બધા કાર્યોમાં ડૉ. કે.બી.પટેલ અને માવજીભાઈ માસ્તર વિગેરે ભાઈઓએ પણ ઘણા રસપૂર્વક ભાગ લઈ અમારી જ્ઞાતિ ઉપર જે ઉપકાર કર્યો છે તેને માટે અમારી જ્ઞાતિ સદાને માટે તેમની ઋણી રહેશે. એ ઉપરાંત એજ વખતે દેહશુદ્ધિ કરાવવા ભેગા મળેલા ભાઈઓનો આનંદિત ચહેરે એક ફોટો પણ લેવામાં આવ્યો છે.

 

 

 

તા.૨૧—૩—૧૯૨૬ના રોજ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ પવિત્ર થયેલા

ભાઈ—બહેનોના નામો

          શ્રી કરાંચીમાં તા.૨૧—૩—૧૯૨૬ રવિવાર ચૈત્ર સુદી ૮ સં.૧૯૮૨ના રોજ પીરાણા સતપંથને તિલાંજલી આપી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેનારા ભાઈઓ તથા બહેનોના નામો નીચે પ્રમાણે :—

         

 

(૧)

પટેલ કાનજીભાઈ રામજીભાઈ પારસીયા ગામ—નખત્રાણાવાળા

 

(૨)

પટેલ શિવજીભાઈ કાનજીભાઈ પારસીયા ગામ—નખત્રાણાવાળા

(યુવક મંડળના સેક્રેટરી)

(૩)

અ.સૌ.બહેન કંકુબાઈ

તે ભાઈ શિવજી કાનજીના ધર્મપત્ની.

(૪)

ચિ.નથુ પટેલ કાનજી રામજીના પુત્ર

 

(૫)

ચિ.બચુભાઈ ઉર્ફે રતનશી

તે પટેલ શિવજી કાનજીના પુત્ર—પુત્રીઓ

(૬)

ચિ.બહેન પાનબાઈ       

તે પટેલ શિવજી કાનજીના પુત્ર—પુત્રીઓ

(૭)

ચિ.બહેન ડાઈબાઈ

તે પટેલ શિવજી કાનજીના પુત્ર—પુત્રીઓ

(૮)

પટેલ ડાહ્યાભાઈ લખુ રૂડાણી ગામ—નખત્રાણાવાળા

(યુવક મંડળના પ્રમુખ)

(૯)

પટેલ ભાણજીભાઈ ડાહ્યાભાઈ રૂડાણી ગામ—નખત્રાણાવાળા

 

(૧૦)

અ.સૌ.બહેન લક્ષ્મીબાઈ તે ભાઈ ભાણજી ડાહ્યાના ધર્મપત્ની

 

(૧૧)

ચિ.બહેન મરઘાંબાઈ      

તે પટેલ ભાણજી ડાહ્યાની પુત્રીઓ

(૧૨)

ચિ.બહેન કેસરબાઈ       

તે પટેલ ભાણજી ડાહ્યાની પુત્રીઓ

(૧૩)

ચિ.બહેન દેવકીબાઈ

તે પટેલ ભાણજી ડાહ્યાની પુત્રીઓ

(૧૪)

પટેલ વીરજી લખુ રૂડાણી ગામ—નખત્રાણાવાળા

 

(૧૫)

અ.સૌ.બહેન રામબાઈ તે પટેલ વીરજી લખુના ધર્મપત્ની

 

(૧૬)

ચિ.દેવજીભાઈ   

તે પટેલ વીરજી લખુના પુત્ર—પુત્રી

(૧૭)

ચિ.બહેન ગોમતીબાઈ

તે પટેલ વીરજી લખુના પુત્ર—પુત્રી

(૧૮)

પટેલ ખેતા લખુ રૂડાણી ગામ—નખત્રાણાવાળા

 

(૧૯)

અ.સૌ. બહેન કુંવરબાઈ

તે પટેલ ખેતા લખુના ધર્મપત્ની

(૨૦)

ચિ.પુંજાભાઈ    

તે પટેલ ખેતા લખુના

(૨૧)

ચિ.જેઠાલાલ     

તે પટેલ ખેતા લખુના

(૨૨)

ચિ.લાલજીભાઈ  પુત્રો અને પુત્રી

તે પટેલ ખેતા લખુના

(૨૩)

ચિ.બહેન રતનબાઈ

તે પટેલ ખેતા લખુના

(૨૪)

અ.સૌ.બહેન કેશરબાઈ

તે પુંજા ખેતાના ધર્મપત્ની

(૨૫)

ચિ.બહેન દેવકીબાઈ

તે પુંજા ખેતાની પુત્રી

(૨૬)

પટેલ અબજી મનજી સેંગાણી ગામ—નખત્રાણાવાળા

 

(૨૭)

અ.સૌ.બહેન ધનબાઈ

તે પટેલ અબજી મનજીના ધર્મપત્ની

(૨૮)

ચિ.મીઠુભાઈ ઉર્ફે પ્રેમજીભાઈ

તે પટેલ અબજી મનજીના પુત્ર

(૨૯)

પટેલ વીરજી કરસન સેંગાણી ગામ—નખત્રાણાવાળા.

 

(૩૦)

અ.સૌ. બહેન લક્ષ્મીબાઈ તે ભાઈ વીરજી કરસનના ધર્મપત્ની

 

(૩૧)

માતુશ્રી કેસરબાઈ

તે ભાઈ વીરજી કરસનના માતુશ્રી

(૩૨)

ચિ.રામજીભાઈ  

તે ભાઈ વીરજી કરસનના પુત્ર—પુત્રી

(૩૩)

ચિ.બહેન લાલબાઈ

તે ભાઈ વીરજી કરસનના પુત્ર—પુત્રી

(૩૪)

પટેલ કરસન નાનજી નાકરાણી ગામ—નખત્રાણાવાળા

 

(૩૫)

અ.સૌ.બહેન ડાહીબાઈ

તે ભાઈ કરસન નાનજીના ધર્મપત્ની

(૩૬)

માતુશ્રી વાલબાઈ

તે કરસન નાનજીના માતુશ્રી

(૩૭)

ચિ.બહેન મણિ  

તે પટેલ કરસન નાનજીની પુત્રીઓ

(૩૮)

ચિ.બહેન લક્ષ્મી

તે પટેલ કરસન નાનજીની પુત્રીઓ

(૩૯)

પટેલ વેલજી ખેતા નાકરાણી ગામ—નખત્રાણાવાળા

 

(૪૦)

અ.સૌ.બહેન કુંવરબાઈ

તે ભાઈ વેલજી ખેતાના ધર્મપત્ની

(૪૧)

માતુશ્રી કેસરબાઈ

તે ભાઈ વેલજી ખેતાના માતુશ્રી

(૪૨)

પટેલ શિવજી લધા નાકરાણી ગામ—નખત્રાણાવાળા

 

(૪૩)

અ.સૌ.બહેન દેવકીબાઈ

તે ભાઈ શીવજી લધાના ધર્મપત્ની

(૪૪)

ચિ.જેઠાલાલ     

તે ભાઈ શીવજી લધાના પુત્રો

(૪૫)

ચિ.અમૃતલાલ

તે ભાઈ શીવજી લધાના પુત્રો

(૪૬)

પટેલ લધા હરજી નાકરાણી ગામ—કોટડા (જડોદરવાળા)

 

(૪૭)

અ.સૌ. બહેન મરઘાંબાઈ તે લધા હરજીના ધર્મપત્ની

 

(૪૮)

ચિ.સોમજીભાઈ

તે ભાઈ લધા હરજીના પુત્રો અને પુત્રી

(૪૯)

ચિ.શીવજીભાઈ 

તે ભાઈ લધા હરજીના પુત્રો અને પુત્રી

(૫૦)

ચિ.બહેન જીવાબાઈ

તે ભાઈ લધા હરજીના પુત્રો અને પુત્રી

(૫૧)

પટેલ મનજી વસ્તા નાકરાણી ગામ કોટડા (જડોદરવાળા)

 

(૫૨)

અ.સૌ.બહેન જાનબાઈ

તે મનજી વસ્તાના ધર્મપત્ની

(૫૩)

ચિ.પચાણ       

તે મનજી વસ્તાના પુત્ર—પુત્રીઓ

(૫૪)

ચિ.બહેન કંકુબાઈ         

તે મનજી વસ્તાના પુત્ર—પુત્રીઓ

(૫૫)

ચિ.બહેન ગોમતીબાઈ

તે મનજી વસ્તાના પુત્ર—પુત્રીઓ

(૫૬)

પટેલ પ્રેમજી કાનજી નાકરાણી ગામ—કોટડા (જડોદરવાળા)

 

(૫૭)

પટેલ શીવજી લધા નાકરાણી ગામ—રવાપરવાળા

 

(૫૮)

પટેલ ભાણજી ખીમા ભગત ગામ—હમીરપરવાળા

 

(૫૯)

પટેલ જીવા માનણ સેંગાણી ગામ—નખત્રાણાવાળા

 

(૬૦)

અ.સૌ. બહેન રતનબાઈ

તે જીવા માનણના ધર્મપત્ની

(૬૧)

પટેલ ભાણજી જીવા સેંગાણી ગામ—નખત્રાણાવાળા

 

(૬૨)

અ.સૌ. બહેન ભચીબાઈ

તે ભાણજી જીવાના ધર્મપત્ની

(૬૩)

ચિ.પરબતભાઈ  

તે ભાણજી જીવાના પુત્ર—પુત્રીઓ

(૬૪)

ચિ.બહેન વેલબાઈ        

તે ભાણજી જીવાના પુત્ર—પુત્રીઓ

(૬૫)

ચિ.બહેન રામબાઈ

તે ભાણજી જીવાના પુત્ર—પુત્રીઓ

(૬૬)

પટેલ કરમશી ભાણજી આણદાણી (લીંબાણી) વેરસલપરવાળા

 

(૬૭)

અ.સૌ.બહેન વાલબાઈ

તે ભાઈ કરમશી ભાણજીના ધર્મપત્ની

(૬૮)

ચિ.બહેન શાંતિ તે કરમશી ભાણજીની પુત્રી

 

(૬૯)

પટેલ શામજી વીરજી રૂડાણી ગામ—દેશલપર (ઉગમણાવાળા)

 

(૭૦)

અ.સૌ. બહેન દેવકીબાઈ

તે શામજી વીરજીના ધર્મપત્ની

(૭૧)

ચિ.ખેતસિંહ તે શામજી વીરજીના પુત્ર

 

(૭૨)

પટેલ નથુ વીરજી રૂડાણી ગામ—દેશલપર (ઉગમણાવાળા)

 

(૭૩)

અ.સૌ.બહેન હીરબાઈ

તે નથુ વીરજીના ધર્મપત્ની

(૭૪)

ચિ.જેઠાભાઈ    

તે પટેલ નથુ વીરજીના પુત્રો

(૭૫)

ચિ.મુળજીભાઈ 

તે પટેલ નથુ વીરજીના પુત્રો

(૭૬)

ચિ.ડાહ્યાભાઈ   

તે પટેલ નથુ વીરજીના પુત્રો

(૭૭)

ચિ.રામજીભાઈ

તે પટેલ નથુ વીરજીના પુત્રો

(૭૮)

પટેલ શીવગણ ખીમજીભાઈ ગામ—મંગવાણાવાળા

 

         

કરાંચીમાં પ્રથમ ચાર પાંચ વખત દેહશુદ્ધિ પ્રાયશ્ચિતનું કાર્ય કરવામાં આવ્યું હતું, છતાં પણ આ વખતના કાર્યમાં કાંઈક નવીન જ ભવ્યતા પ્રસરાવનારો ભાવ પ્રદર્શિત થતો હતો, એની પ્રતિતિ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેતી વખતના કાર્યમાં જણાતા આનંદ ઉપરથી તથા ભવ્ય મંડપની અંદર અન્ય જ્ઞાતિના વિદ્વાન બંધુઓએ આપેલી હાજરી પરથી થતી હતી. તે ઉપરાંત કાર્ય એટલી બધી આકર્ષક રીતે થતું હતું કે, જેથી જુદા જુદા કમ્પાઉન્ડમાં રહેતા ઘણા પીરાણા સતપંથી ભાઈઓ પણ તે જોવા આવવાને લલચાયા હતા. તે ઉપરાંત પ્રાયશ્ચિત વિધિની પૂર્ણાહુતિ થતાં જ ઉમિયા માતાજીની કૃપાથી પીરાણા પંથી ભાઈઓમાંથી પણ પચાસેક ભાઈઓ સુધારક મંડળના મેમ્બર થયા હતા અને ત્યારબાદ આનંદમાં સર્વે ભાઈઓએ રાત્રે મિષ્ટાન ભોજન લઈ એકબીજાના હૃદયના ઉભરાઓ ખાલી કરી, હળી મળી મોડી રાત્રે પોતપોતાના સ્થાને ગયા હતા.

 

તા.૨૨—૩—૧૯૨૬ના દિવસની કાર્યવાહી

          શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની એક સભા તા.૨૨—૩—૧૯૨૬ના રોજ રા.નારાયણજી રામજીભાઈના ઉતારે જ મળી હતી. યુવક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજીએ તે દિવસની સભા બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ દર્શાવતા કહ્યું હતું કે :—

          “જ્ઞાતિ સુધારક યુવક મંડળના જૂના કાર્યકર્તાઓને ફરીથી ચૂંટવા, જ્ઞાતિ સુધારક મંડળના ખાસ નિયમો, બંધારણ અને ધારાધોરણોમાં જોઈતો સુધારો વધારો કરવા તથા ખાસ કરીને આપણે ત્યાંના યુવક મંડળમાં વયોવૃદ્ધ પણ છે જેથી તેમાં યોગ્ય ફેરફાર કરી નવયુવકોને સ્વતંત્ર રીતે કામ કરવાના માટે બાર વર્ષથી તે ચાલીસ વર્ષની અંદરના જ જ્ઞાતિ ભાઈઓને યુવક મંડળના મેમ્બર તરીકે પસંદ કરવા તથા નવેસરથી જ્ઞાતિ સુધારક યુવક મંડળના બંધારણો બાંધવા તથા બીજા પણ અનેક પ્રકારના નિયમો ખાસ ધોરણસર રચવા માટે આજની સભા બોલાવવામાં આવી છે.”

          ત્યારબાદ તે દિવસ સુધીના જ્ઞાતિ સુધારક યુવક મંડળના કામકાજનો રિપોર્ટ વાંચી સંભળાવવામાં આવ્યો હતો તથા જ્ઞાતિના હિત માટે યુવક મંડળે જે જે કર્યું હતું તે પણ કહી બતાવ્યું હતું. તે ઉપરાંત કહ્યું હતું કે, “આ યુવક મંડળ તરીકે ઓળખાતા મંડળમાં અનેક પ્રકારના ફાંટાઓ છે, જેવા કે જ્ઞાતિપંચ, લાયબ્રેરી ખાતું, જ્યોતિધામ મંદિર તથા જ્ઞાતિમાં થતા કજીયા કંકાસ પતાવવાનું વગેરે સર્વ કામ આ મંડળના હસ્તથી જ થાય છે. તેથી કેટલીક વખત યુવકોમાં ઘણો મતભેદ માલુમ પડતો જોવામાં આવે છે. મોટેરાઓની આગળ યુવકો સ્વતંત્ર રીતે પોતાના વિચારો દર્શાવી શકતા નથી, જેથી ખરું જોતાં જ્ઞાતિની સેવા બરોબર થઈ શકતી નથી અને તેથી જ ૧૨ વર્ષથી ૪૦ વર્ષની અંદરના ભાઈઓને જ જ્ઞાતિ સુધારક યુવક મંડળના મેમ્બરો થવા દેવા જોઈએ, જેથી જ્ઞાતિ સુધારક યુવક મંડળ ફરીથી નવા પાયા પર રચવાની ખાસ જરૂર જણાય છે. ચાલીસ વર્ષથી વધારે વયના ભાઈઓ યુવક મંડળના મુરબ્બી તરીકે રહી કામકાજ બતાવે તો તેનું પરિણામ ઘણું સારું આવશે એમ સિદ્ધ થાય છે. યુવકોને સ્વતંત્ર રીતે કામકાજ કરવા દેવાથી તે કાર્ય વધારે સારું થશે અને તેથી જ ન્યાતપંચાત જ્યોતિધામનું મંદિર વિગેરે બીજા કાર્યોની સંભાળ રાખવાનું જોખમ મોટાઓને સોંપીએ અને અમો યુવકો જ્ઞાતિ સેવાનું કાર્ય અમારા હાથે લઈએ એ બાબતનો પુરતો બંદોબસ્ત કરવો, એજ આજની સભા બોલાવવાનો મુખ્ય હેતુ છે અને તેથી જ આવા મોટા ફેરફાર કરવાના જોખમ ભરેલા કાર્યમાં આપણને યોગ્ય સલાહ આપી શકે એવા ડાહ્યા અને બુદ્ધિશાળી માણસની પણ ખાસ જરૂર છે અને તેના માટે ખરું જોતાં આપણા સદ્‌ભાગ્યે ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ જેવા આપણી જ્ઞાતિના વીરબંધુ આજે આપણી સમક્ષ છે, તો તેમની સલાહ પ્રમાણે આ કાર્યનો સત્વરે નિવેડો લાવીએ તો ઠીક થાય, એવી અમો યુવકોની ખાસ ઈચ્છા છે અને તેથી જ આજની આ સભાના પ્રમુખ તરીકે હું પૂજ્ય મુરબ્બી નારાયણજીભાઈની દરખાસ્ત મુકું છું, તેને આપ સર્વે ભાઈઓ એક મતે સંમત થશો એવી મારી આશા છે.”

          ઉપલી દરખાસ્તને રા.ડાહ્યાભાઈ લખુભાઈ, ખીમજીભાઈ શીવજી અને શીવજીભાઈ લધા વિગેરે ભાઈઓએ હર્ષથી વધાવી લીધી હતી. ત્યારબાદ રા.નારાયણજીભાઈને તે દિવસની સભાના પ્રમુખ નિમવામાં આવ્યા હતા.

          શરૂઆતમાં રા.નારાયણજીભાઈએ પ્રમુખપદ સ્વીકારતા તે દિવસની સભાનો આભાર માનતાં કહ્યું હતું કે, “તમોએ આજની સભાના કામકાજ માટે મારામાં શ્રદ્ધા રાખી મને પ્રમુખ પદ આપી જે માન આપ્યું છે તેના માટે હું તમો સર્વ ભાઈઓનો ઉપકાર માનું છું.”

          ત્યારબાદ વધુ વિવેચન દ્વારા નવયુવકોને ઉદ્દેશીને કહ્યું હતું કે, બંધુઓ હજુ તમે નવજુવાન છો, તમારી નસોમાં તમારા પ્રતાપી પૂર્વજોનું જોરદાર લોહી ઉછળી રહ્યું છે. આજે દરેક જ્ઞાતિ પોતપોતાની ઉન્નતિના અર્થે અનેક પ્રયાસો કરી રહી છે. ત્યારે તમને પણ જ્ઞાતિ ઉન્નતિ કરવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે અને તેથી જ વડીલોને આરામ આપી આજે તમો જ્ઞાતિ સેવાનું કાર્ય કરવા એક પગે તત્પર થયા છો, એ જાણીને મને પારાવાર આનંદ થાય છે. હું હંમેશાં માનતો આવ્યો છું કે યુવાનો ધારે તો શું ન કરી શકે ! તે ખરેખર સિદ્ધ થતું જણાય છે. ત્યારબાદ યુવકોનો ધર્મ અને જ્ઞાતિ સેવાનું ઋણ જ્ઞાતિના યુવકોના માથે કેવા પ્રકારે રહેલું છે તે સચોટ શબ્દોમાં સમજાવતાં કહ્યું હતું કે : “પોતાના વડીલોના કુળની કીર્તિથી કુળવાન તરીકે ઓળખાવું તેના કરતાં પોતાના હાથે જ યશ પ્રાપ્ત કરી કુળવાન તરીકે નામના મેળવવી એ યુવકોનો મુખ્ય ધર્મ છે. આજે આપણા જ્ઞાતિભાઈઓના શિરે પીરાણા સતપંથનું જે કાળું કલંક લાગેલું છે તે કલંકને સત્વરે દુર કરવા પોતાનાથી બનતા ઉપાયો દરેક યુવાનોએ આળસ અને પ્રમાદને ત્યાગી પોતાની ફરજ સમજી યોજવા જ જોઈએ. એટલું જ નહી, પરંતુ જ્ઞાતિમાં કહેવાતા આગેવાનોના જુલ્મ અને ત્રાસથી રિબાતા ગરીબ જ્ઞાતિભાઈઓ તેમજ બહેનોને પણ બચાવવા પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરવા જોઈએ. જ્ઞાતિના નિરાધાર બાળકો તેમજ ભાઈઓના દુઃખોમાં હૃદયપૂર્વક ભાગ લઈ તેમની જોઈતી આસના વાસના કરવી, એટલું જ નહિ પણ તેમના માટે ઘટતા બંધારણો અને ધારા ધોરણો કરી પુરતી મદદ કરવી, એ આજના નવયુવકોનું મુખ્ય કર્તવ્ય છે. જો એ પ્રમાણે તમો બધા યુવકો વર્તન રાખશો તોજ તમો ખરા યુવક ગણાશો અને સદાને માટે તમારી નામના અમર થઈ રહેશે, એમાં જરા પણ શંકા નથી.” એ પ્રમાણેનો ઉપદેશ આપી રા.નારાયણભાઈએ પોતાનું ભાષણ પુરું કર્યું હતું.

          ત્યારબાદ બાર વર્ષથી તે ચાલીસ વર્ષની અંદરના અડતાલીસ મેમ્બરો નિમાયા બાદ તેમાંથી પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ખજાનચી વિગેરે ચુંટી કાઢવામાં આવ્યા હતા.

નવા બંધારણ પૂર્વકના જ્ઞાતિ સુધારક યુવક મંડળના મેમ્બરોના નામનું લિસ્ટ

         

(૧)

મુળજીભાઈ ડોસા                   ગામ—નખત્રાણાવાળા

(૨)

ખીમજીભાઈ શીવજીભાઈ          ગામ—મંગવાણાવાળા

(૩)

રતનશીભાઈ શીવજીભાઈ           ગામ—રવાપરવાળા

(૪)

લાલજીભાઈ સોમજીભાઈ          ગામ—રવાપરવાળા

(૫)

જેઠાભાઈ નથુભાઈ                  ગામ—દેવીસરવાળા

(૬)

શીવજીભાઈ કાનજીભાઈ           ગામ—નખત્રાણાવાળા

(૭)

જીવરાજભાઈ હીરજીભાઈ         ગામ—માનકુવાવાળા

(૮)

રામજીભાઈ સોમજીભાઈ           ગામ—રવાપરવાળા

(૯)

વાલજીભાઈ લખુભાઈ               ગામ—નખત્રાણાવાળા

(૧૦)

શીવજીભાઈ લધાભાઈ              ગામ—નખત્રાણાવાળા

(૧૧)

વીરજીભાઈ લખુભાઈ               ગામ—નખત્રાણાવાળા

(૧૨)

નારાણભાઈ લધાભાઈ              ગામ—નખત્રાણાવાળા

(૧૩)

પુંજાભાઈ ખેતશી                    ગામ—નખત્રાણાવાળા

(૧૪)

કેશવજી નાનજીભાઈ                ગામ—નખત્રાણાવાળા

(૧૫)

પ્રભુદાસ રામજીભાઈ                ગામ—અંગીયાવાળા

(૧૬)

નથુભાઈ ધનજીભાઈ                ગામ—રવાપરવાળા

(૧૭)

શામજીભાઈ વીરજીભાઈ           ગામ—દેશલપર (ઉગમણી)

(૧૮)

શામજીભાઈ હરજીભાઈ            ગામ—ખેડોઈવાળા

(૧૯)

કાનજીભાઈ રામજીભાઈ            ગામ—દેશલપર (ઉગમણી)

(૨૦)

નથુભાઈ વીરજીભાઈ                ગામ—દેશલપર (ઉગમણી)

(૨૧)

કાનજીભાઈ પચાણભાઈ            ગામ—ગઢશીશાવાળા

(૨૨)

પ્રેમજીભાઈ વશરામભાઈ           ગામ—વિરાણીવાળા

(૨૩)

મેઘજીભાઈ પરબતભાઈ            ગામ—કોટડા (જડોદરવાળા)

(૨૪)

વેલજીભાઈ ગોપાલભાઈ            ગામ—દેશલપર (આથમણી)

(૨૫)

સોમજીભાઈ લધાભાઈ             ગામ—કોટડા (જડોદરવાળા)

(૨૬)

ભાણજીભાઈ જીવરાજભાઈ       ગામ—નખત્રાણાવાળા

(૨૭)

મેઘજીભાઈ નથુભાઈ                ગામ—દેવીસરવાળા

(૨૮)

વેલજીભાઈ પરબતભાઈ            ગામ—નખત્રાણાવાળા

(૨૯)

દેવજીભાઈ નાનજીભાઈ             ગામ—નખત્રાણાવાળા

(૩૦)

નાનજીભાઈ માવજીભાઈ           ગામ—કોટડા (જડોદરવાળા)

(૩૧)

ડાહ્યાભાઈ પ્રેમજીભાઈ              ગામ—કોટડા (જડોદરવાળા)

(૩૨)

રૈયાભાઈ નાગજીભાઈ              ગામ—નખત્રાણાવાળા

(૩૩)

ડાહ્યાભાઈ ગોપાલભાઈ             ગામ—વિરાણીવાળા

(૩૪)

નારણભાઈ શીવજીભાઈ            ગામ—વિરાણીવાળા

(૩૫)

મેઘજીભાઈ કાનજીભાઈ            ગામ—દેવીસરવાળા

(૩૬)

અરજણભાઈ નારણભાઈ          ગામ—વિરાણીવાળા

(૩૭)

રામજીભાઈ કાનજીભાઈ            ગામ—ઘડુલીવાળા

(૩૮)

મેઘજીભાઈ કાનજીભાઈ            ગામ—મમાયમોરાવાળા

(૩૯)

વશરામભાઈ વેલજીભાઈ           ગામ—નખત્રાણાવાળા

(૪૦)

પેથાભાઈ શીવગણભાઈ            ગામ—કોટડા (જડોદરવાળા)

(૪૧)

રતનશીભાઈ વીરજીભાઈ           ગામ—દેશલપર (ઉગમણી)

(૪૨)

કરમશીભાઈ ભાણજીભાઈ         ગામ—વેરસલપરવાળા

(૪૩)

વેલજીભાઈ દાનાભાઈ               ગામ—નખત્રાણાવાળા

(૪૪)

ખીમજીભાઈ ગોપાલભાઈ           ગામ—નખત્રાણાવાળા

(૪૫)

ભાણજીભાઈ ડાહ્યાભાઈ           ગામ—નખત્રાણાવાળા

(૪૬)

હરજીભાઈ નથુભાઈ                ગામ—દેવીસરવાળા

(૪૭)

નારાણભાઈ નથુભાઈ               ગામ—દેવીસરવાળા

(૪૮)

ગોપાલભાઈ પેથાભાઈ              ગામ—નખત્રાણાવાળા

 

          ઉપર જણાવી ગયેલા અડતાલીસ મેમ્બરોમાંથી યુવક મંડળના પ્રમુખ તરીકે ભાઈશ્રી મુળજીભાઈ ડોસા પોકાર ગામ—નખત્રાણાવાળાને વધુ મતે ચુંટી કાઢવામાં આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈશ્રી ખીમજીભાઈ શીવજીભાઈ રામાણી ગામ—મંગવાણાવાળાને પસંદ કરવામાં આવ્યા છે અને યુવક મંડળના સેક્રેટરી તરીકે ભાઈશ્રી રતનશીભાઈ શીવજીભાઈ નાકરાણી ગામ—રવાપરવાળાને વધુ મતે પસંદ કરવામાં આવ્યા છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાઈશ્રી લાલજીભાઈ સોમજી નાકરાણી ગામ—રવાપરવાળાની નિમણુંક કરવામાં આવી છે અને ખજાનચી તરીકે ભાઈશ્રી જેઠાભાઈ નથુભાઈ નાકરાણી ગામ—દેવીસરવાળાની વધુ મતે પસંદગી કરવામાં આવી છે.

          એ ઉપરાંત યુવક મંડળના આ અડતાલીસ મેમ્બરોમાંથી  વ્યવસ્થાપક મંડળના કાર્યકર્તાઓ તરીકે નીચે જણાવેલા તેર ભાઈઓની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી.

         

(૧)

ભાઈશ્રી મુળજીભાઈ ડોસા પોકાર                     ગામ—નખત્રાણાવાળા (યુવક મંડળના પ્રમુખ)

(૨)

ભાઈશ્રી ખીમજીભાઈ શીવજી રામાણી                ગામ—મંગવાણાવાળા (યુવક મંડળના ઉપપ્રમુખ)

(૩)

ભાઈશ્રી રતનશીભાઈ શીવજી નાકરાણી               ગામ—રવાપરવાળા (યુવક મંડળના સેક્રેટરી)

(૪)

ભાઈશ્રી લાલજીભાઈ સોમજીભાઈ                    ગામ—રવાપરવાળા (યુવક મંડળના જો.સેક્રેટરી)

(૫)

ભાઈશ્રી જેઠાભાઈ નથુભાઈ નાકરાણી                ગામ દેવીસરવાળા (યુવક મંડળના ખજાનચી)

(૬)

ભાઈશ્રી જીવરાજ હીરજી ઉકાણી                     ગામ—માનકુવાવાળા

(૭)

ભાઈશ્રી શીવજીભાઈ કાનજીભાઈ પારસીયા          ગામ—નખત્રાણાવાળા

(૮)

ભાઈશ્રી નારણભાઈ લધાભાઈ નાકરાણી              ગામ—નખત્રાણાવાળા

(૯)

ભાઈશ્રી પુંજાભાઈ ખેતાભાઈ રૂડાણી                  ગામ—નખત્રાણાવાળા

(૧૦)

ભાઈશ્રી રામજીભાઈ સોમજીભાઈ નાકરાણી          ગામ—રવાપરવાળા

(૧૧)

ભાઈશ્રી વાલજીભાઈ લખુભાઈ પોકાર                ગામ—નખત્રાણાવાળા

(૧૨)

ભાઈશ્રી શીવજીભાઈ લધાભાઈ નાકરાણી             ગામ—નખત્રાણાવાળા

(૧૩)

ભાઈશ્રી વીરજીભાઈ લખુભાઈ પોકાર                 ગામ—નખત્રાણાવાળા

         

ત્યારબાદ જ્ઞાતિ સુધારક યુવક મંડળના ધારાધોરણ અને નિયમો શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ ત્રીજીમાં જ્ઞાતિ હિતાર્થે ઠરાવરૂપે પસાર કરવામાં આવેલ હતા, તેને જ અનુસરી થોડા ઘણા ફેરફારો સાથે તૈયાર કરવા માટે ભાઈશ્રી નારાયણજી તથા રતનશી શીવજી, શીવજી કાનજી તથા ભાઈશ્રી ખીમજીભાઈ શીવજી વિગેરેને એ કાર્ય સોંપવામાં આવ્યું હતું અને તે દિવસનું કાર્ય પુરું થઈ રહ્યા બાદ બાકી રહેલું કાર્ય તા.૨૩—૩—૧૯૨૬ના દિવસના માટે રહેવા દઈ મોડી રાત્રે સર્વે ભાઈઓ પોતપોતાને સ્થાને ગયા હતા.

તા.૨૩—૩—૧૯૨૬ના દિવસની કાર્યવાહી

          આગલે દિવસે નક્કી કરેલા ભાઈઓએ જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદ્દેશ અને નિયમો તેમજ બંધારણનો ખરડો તૈયાર કરેલો હતો, તે સર્વભાઈઓ સમક્ષ વાંચી સંભળાવતાં દરેક ભાઈઓની સંમતિથી તેમાં જોઈતો સુધારો વધારો કરી પસાર કરવામાં આવ્યો હતો, તે નીચે પ્રમાણે છે.

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક

યુવક મંડળના ઉદ્દેશ અને નિયમો

          આપણી કડવા પાટીદાર જ્ઞાતિ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, નિમાડ, માળવા વગેરે આ દેશના જુદા જુદા ભાગોમાં વસે છે અને તે દરેક વિભાગમાં જ્ઞાતિ સ્થિતિ સુધારવા સંસ્થાઓ કે મંડળો સ્થાપી લાંબા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે. આવા દરેક મંડળો સમસ્ત જ્ઞાતિની “શ્રી કડવા પાટીદાર પરિષદ” નામે જે મોટી સંસ્થા છે તેના આશ્રય નીચે રહી પોતપોતાની જરૂરિયાતની મુખ્ય સંસ્થાને જાણ કરે છે અને પરિણામે જ્ઞાતિ હિત સાધવાનો માર્ગ સરળ થાય છે. આ મુખ્ય સંસ્થાની સ્થાપના થયા પછી દેશકાલને લઈ જ્ઞાતિમાં ઘર કરી બેઠેલા અધર્મયુક્ત રીતરિવાજોનો ત્યાગ થતો આવે છે અને ઘણા કાળથી એકબીજાથી જુદા પડી ગયેલા પોતાના જ બંધુઓ સાથે ઐક્ય સાધવાનું મહત્ત્વનું કાર્ય સિદ્ધ થતું જાય છે. આ શુભ કાર્યમાં આપણા કચ્છ વિભાગે પણ કેટલેક અંશે ભાગ લીધો છે. પરંતુ સમસ્ત જ્ઞાતિથી આપણા વિભાગને અલગ પાડી દેનાર અધર્મયુક્ત પીરાણા સતપંથનો ત્યાગ કરવાનું જે મહાન કાર્ય આપણા વિભાગે કરવાનું છે. તે ઉદ્દેશ અને કાર્ય ધ્યાનમાં લઈ શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ નામે જે સંસ્થા સ્થાપવામાં આવી છે તેને અનુસરીને તેના પેટા વિભાગ તરીકે જ આ જ્ઞાતિ સુધારક યુવક મંડળની સ્થાપના કરવામાં આવી છે. તેના ઉદ્દેશ અને નિયમો નીચે પ્રમાણે છે.

ઉદ્દેશ

          (૧) આપણી સમસ્ત જ્ઞાતિથી આપણને અલગ પાડી દેનાર તેમજ હિન્દુપણામાંથી આપણને ટાળી દેનાર પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી નાબુદ કરવો અને કોઈ પણ જોખમે અને ખર્ચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ મંડળનો મુખ્ય ઉદ્દેશ છે.

          (૨) બાળલગ્નના અધર્મયુક્ત અને હાનીકારક રિવાજને જ્ઞાતિમાંથી સત્વરે નાબુદ કરવો તે આ મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. તેને ખાસ ધ્યાનમાં લઈ જ્ઞાતિ સુધારક યુવક મંડળના મેમ્બરોમાંના કોઈએ પણ બાળલગ્ન ન કરવા અને જ્ઞાતિમાંનો કોઈ પણ ભાઈ પોતાના બાળકોને એવી રીતે બાળલગ્નથી પરણાવતો હોય તો તેને સમજાવી તેમ ન કરવાની સમજુતી આપવી એ આ મંડળના દરેક મેમ્બરોની મુખ્ય ફરજ રહેશે.

          (૩) મરણ પાછળના કારજો કરવાનો રિવાજ શાસ્ત્ર વિરુદ્ધ અયુક્ત, ખર્ચાળ અને દુર્દશાએ પહોંચાડનારો હોવાથી તેને સદંતર નાબુદ કરવા અને તેવા જમણો નહિ જમવાનો આપણી જ્ઞાતિની પરિષદે ઠરાવ કરેલ છે, તેને અનુસરીને આ મંડળના કોઈ પણ મેમ્બરે તેવા ખર્ચા નહિ કરવા, તેમજ તેમાં ભાગ પણ નહિ લેવો એ તેમની મુખ્ય ફરજ છે.

          (૪) વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તેનો બહોળો પ્રચાર જ્ઞાતિના તેમજ પોતાના પુત્ર—પુત્રીઓને પુરતી કેળવણી આપીને કરવાનો ખાસ ઉદ્દેશ ધ્યાનમાં રાખવો, એમાં આ મંડળના મેમ્બરો પોતાની મુખ્ય ફરજ સમજશે.

          (૫) જ્ઞાતિની આર્થિક સ્થિતિ સુધારવી અને ઐક્યતા વધારવી એ ખાસ જરૂરનું છે. જેથી દરેક ભાઈએ પોતાના જ્ઞાતિ બંધુઓને બનતી દરેક પ્રકારની મદદ કરવી, તેમજ કામ ધંધામાં આગળ વધારવા તથા ખેતીવાડી વિગેરે બીજા ઉદ્યોગોની કેળવણી મેળવી એકબીજાને સહાયભુત થવું એ આ મંડળનો ખાસ ઉદ્દેશ છે.

          (૬) ઉપદેશકો રોકીને, સભાઓ અથવા મિટિંગો ભરીને, ચોપાનીયા કે પુસ્તકો પ્રસિદ્ધ કરીને જ્ઞાતિમાં જ્ઞાનનો ફેલાવો કરવો તથા આ મંડળના ઉદ્દેશો બર લાવવા માટે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે જ્ઞાતિ બંધુઓની મદદ લઈને પગારદાર અથવા બિન પગારદાર માણસો રોકી યોગ્ય ખર્ચો કરીને આ મંડળનો મુખ્ય ઉદ્દેશ બર લાવવામાં આવશે.

          (૭) આ મંડળનું દરેક પ્રકારનું કામકાજ કચ્છ દેશના જ રહીશ હોય એવા કડવા પાટીદાર બંધુઓના હિતાર્થે જ થશે. પરંતુ એવો પણ ઉદ્દેશ છે, કે આ મંડળની સ્થિતિ સુધરતી હોય તો જ્ઞાતિ વિસ્તારના બીજા ભાગો તરફ પણ ધ્યાન આપવામાં આવશે. વળી કોઈપણ પ્રયત્ને સમસ્ત જ્ઞાતિમાં આપણા કચ્છ વિભાગનું પ્રતિનિધિત્વ સાચવી રાખવા આ મંડળ બનતા દરેક પ્રયત્નો ચાલુ રાખશે.

નિયમો :

          (૧) કોઈ પણ વિભાગના કડવા પાટીદાર બંધુઓ આ મંડળના મેમ્બર થઈ શકશે અને મંડળ તરફથી નક્કી કરવામાં આવેલી આઠ આના ફી આપવાથી અને મંડળના ઉદ્દેશ અને નિયમોનો અંગીકાર કરેથી મેમ્બર તરીકેના દરેક હક તેને પ્રાપ્ત થશે.

          (૨) આ મંડળની સિંધ પ્રદેશ ખાતેની મુખ્ય ઓફીસ કરાંચીમાં રહેશે અને જરૂર જણાતાં બીજી જગ્યાએ પેટા ઓફિસો ખોલવામાં આવશે.

          (૩) આ મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે બહુમતે ઉપયોગ થશે અને જે જે ભાઈઓ જે જે કાર્ય માટે યોગ્ય જણાશે તેમની કમિટિઓ દ્વારા અથવા વ્યક્તિત્વ પરત્વે નિમણુંક કરવામાં આવશે. તેમજ આ મંડળનો ઉદ્દેશ બર લાવવા અને તેનો વહીવટ કરવા સારું તેર વ્યવસ્થાપકોની કમિટિ નિમવામાં આવી છે, તેને આ મંડળના ઉદ્દેશના અંગે ઉત્પન્ન થતું દરેક કાર્ય કરવાની સત્તા રહેશે અને તે માટે યોગ્ય ખર્ચ પણ કરી શકશે.

          આ મંડળની ખાસ મિટિંગ દર મહિનાની અમાવાસ્યાના દિવસે ભરવામાં આવશે અને તે મિટિંગમાં મહિના દિવસમાં થયેલું કામકાજ અને મંડળના અંગે થયેલા ખર્ચનો હિસાબ સેક્રેટરીએ મંડળના મેમ્બરો સમક્ષ વાંચી સંભળાવવો જોઈશે અને તે સિવાય વ્યવસ્થાપક મંડળના સભ્યોને કોઈ ખાસ કારણસર મિટિંગ બોલાવવાની જરૂર પડે તો તે બોલાવી શકશે. આવા પ્રકારની મિટિંગ બોલાવવાની ખબર બે દિવસ અગાઉથી મંડળના સેક્રેટરીએ દરેક મેમ્બરોને આપવી જોઈશે.

          (૫) વ્યવસ્થાપક મંડળ પોતાની મિટિંગ જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે બોલાવી શકશે અને ઓછામાં ઓછા ૧—૩ જેટલા મેમ્બરો હાજર હશે તે વખતે મંડળના ઉદ્દેશને બાધ ન આવે તેવાં જરૂર પડતાં કામકાજો કરવાની વ્યવસ્થાપક મંડળને સત્તા રહેશે.

          (૬) મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે અને મંડળના નિભાવ અર્થે તેમજ મંડળની મિટિંગોમાં થયેલ કામકાજના હેવાલો છપાવવા અર્થે જે કાંઈ પૈસાની જરૂર પડે તે માટે કોઈ ખાસ ફંડ કરવામાં નહિ આવ્યું હોય તો, મંડળના મેમ્બરોની માસિક ફીના આઠ આનાવાળા ફંડમાંથી ખર્ચ કરવામાં આવશે અથવા તો જૂના જ્ઞાતિપંચ, લાઈબ્રેરી અને પરિષદના એકત્ર ફંડમાંથી આ નવ મંડળને રૂા.૧૨૫ આપવામાં આવ્યા છે તેમાંથી કરવું.

          (૭) આ મંડળની દરેક મિટિંગમાં થતા કામકાજની એક નોંધ વ્યવસ્થાપક કમિટિ તરફથી રાખવામાં આવશે તે પ્રોસીડીંગ બુક ગણાશે, દરેક મિટિંગ પછી તે મોટી હોય કે વ્યવસ્થાપકોની હોય તેના કાર્યનો હેવાલ લખાઈ ગયા બાદ તે કાર્ય જેના પ્રમુખપણા નીચે થયું હોય તે તેના નીચે પોતાની સહી કરશે.

          (૮) મંડળનો કોઈ પણ મેમ્બર મંડળના ઉદ્દેશ કે હેતુ અને નિયમોથી વિરુદ્ધ જવાપણું કરી શકશે નહિ અને તેવું વિરુદ્ધ વર્તન કરનારનો મેમ્બર તરીકેનો હક્ક છીનવી લેવામાં આવશે.

          (૯) આ મંડળે પસાર કરેલા મંડળના નિયમ અને ઉદ્દેશોનો અમલ કરાવવો અને કરવો એ દરેક ભાઈની ફરજ ગણાશે અને જે કાર્ય માટે જેની નિમણુંક કરવામાં આવી હોય તે બંધુ તેના કાર્ય માટે આ મંડળને જવાબદાર રહેશે. પરંતુ જેની પદ્ધતિસર નિમણુંક નહિ થઈ હોય તેવા કોઈ પણ મેમ્બરના કોઈ પ્રકારના કાર્ય માટે આ મંડળ જવાબદાર રહેશે નહિ.

          (૧૦) આ મંડળનું કાર્ય એ જ્ઞાતિહિતનું કાર્ય છે એમ સમજી જે જે વિભાગના ભાઈઓ આ મંડળને જે જે પ્રકારે મદદ કરશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે, પરંતુ પર જ્ઞાતિના કોઈ પણ ગૃહસ્થ તરફની આર્થિક મદદ સ્વીકારવી કે નહિ તેનો વ્યવસ્થાપકો સમયને અનુસરીને નિર્ણય કરશે.

સૂચના

          દરેક ભાઈઓ આ મંડળના નિયમો અને ઉદ્દેશને બરાબર જાણી અને સમજીને મેમ્બર થયા છે, એટલે આ મંડળનો જ્ઞાતિ હિત સાધવાનો ઉદ્દેશ તેમની મદદ વડે જલ્દીથી બર આવશે. એવી આ મંડળને ખાત્રી રહે છે અને હવે પછી નવા થનારા મેમ્બરોએ આ મંડળના ઉદ્દેશ અને નિયમોને વાંચી વિચારી અને પોતાને યોગ્ય લાગે તો બાજુના પાના પરનું અંગીકરણ પત્ર ભરી સેક્રેટરી તરફ મોકલી આપવું અને જ્ઞાતિ હિતના કાર્યમાં જોડાવું, એવી દરેક જ્ઞાતિબંધુઓને વિનંતી કરવામાં આવે છે.

લી. રતનશીભાઈ શીવજીભાઈ સેક્રેટરી

હેડ ઓફિસ કરાંચી રણછોડલાઈન

અંગીકરણ પત્ર

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના સેક્રેટરી જોગ

હેડ ઓફિસ કરાંચી રણછોડલાઈન

          હું નીચે સહી કરનાર ….. નુખે… ઉંમર વર્ષ….. ગામ….. ઠેકાણું …….. આ ઉપરથી વિનંતી કરું છું કે, જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદ્દેશ અને નિયમો મેં જાતે સમજીને જાણ્યા છે અને જ્ઞાતિ હિતના માટે તે ખાસ જરૂરના છે, એવી મારી ખાત્રી થઈ છે એટલે તે પાળવા અને પળાવવા હું મારાથી બનતું કરવાનો વિશ્વાસ આપી આ મંડળનો મેમ્બર થવાની માંગણી કરું છું, તે સ્વીકારવામાં આવશે એવી આશા છે સહી…. દા.પોતે.

          ઉપર પ્રમાણેના જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદ્દેશો અને નિયમોનું બંધારણ નક્કી કર્યા બાદ, બીજી પણ કેટલીક અગત્યની વાટાઘાટો કરી, દરેક ભાઈઓએ એકબીજાના મનનું સમાધાન પ્રાપ્ત કરી હર્ષથી છુટા પડ્યા હતા.

          યુવક મંડળના ભાઈઓએ પણ સ્વતંત્ર રીતે જ્ઞાતિ સુધારાનું કામ કરી દેખાડવા માટે ભાઈશ્રી નારાયણજીભાઈને ઉત્સાહપૂર્વક વચન આપ્યું હતું તથા તેમને દરેક પ્રકારે મદદ કર્તા થઈ પડશે એમ જણાવ્યું હતું.

          તા.૨૪મીના દિવસે ભાઈશ્રી નારાયણજીભાઈએ પોતાના સગાસંબંધી તેમજ મિત્રોને ઘેર જઈ સૌ સાથે હળીમળી છુટા પડવાની વિનંતી કરી હતી. કારણ કે તેમને ઉતાવળે મુંબઈ જવાનું હોવાથી વધારે વખત થોભી શકાય તેમ ન હોવાથી સૌ ભાઈઓને તેજ દિવસે મળી લેવાનું નક્કી કર્યું હતું અને ગુરૂવાર તા.૨૫મીના દિવસે દસ વાગ્યાની ગાડીમાં રવાના થવાનું હોવાથી તે દિવસે ઘણા ભાઈઓ કામ ધંધો છોડી સ્ટેશન ઉપરે ભાઈશ્રી નારાયણજીભાઈને વિદાયગીરીનું માન આપવા ભેગા થયા હતા. ત્યાં આગળ એકબીજાને આનંદથી મળી છુટા પડ્યા હતા. ગાડી ચાલુ થતાં સૌ ભાઈઓ આંસુ ભીની આંખે તેમનો જયનાદ બોલાવી છુટા પડ્યા હતા.

          (સિંધ) હૈદરાબાદના કેટલાક ઉત્સાહી યુવાનોએ પણ આવો શુભ પ્રસંગ જવા દેવો નહિ તથા ભાઈશ્રી નારાયણજીભાઈની હાજરીમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ પાવન થવાનો વિચાર કરી હૈદરાબાદથી ભાઈશ્રી નારાયણજીભાઈના નિમંત્રણાર્થે પટેલ વાલજીભાઈ વસ્તા પોકાર ગામ—વિથોણવાળા તથા પટેલ માવજીભાઈ પુંજા જબુવાણીના પુત્રને કરાંચી મોકલવામાં આવ્યા હતા. પરંતુ ભાઈશ્રી નારાયણજીભાઈને ઘણા જ અગત્યના કેટલાક ખાસ કારણોને લઈ મુંબઈ તરફ તરત રવાના થવું પડ્યું હતું. રસ્તામાં હૈદરાબાદના સ્ટેશન ઉપર વિસેક ભાઈઓ તેમનું સ્વાગત કરવા તેમજ શહેરમાં તેડી જવા માટે આવ્યા હતા, પરંતુ નારાયણજીભાઈથી ઉપર જણાવેલા ખાસ અગત્યના કારણસર હૈદરાબાદ ઉતરી શકાય તેમ ન હોવાથી તેમને સ્ટેશન ઉપર અનેક રીતે સમજાવી તેમના મનનું સમાધાન કરી, ફરીથી શ્રાવણ માસમાં આવવાનું વચન આપી તેમનાથી છુટા પડ્યા હતા. ત્યાર પછી ત્યાંના નવયુવકોના ઉત્સાહભર્યા પ્રોત્સાહનથી અને સમજાવટથી રા. નારાયણજીભાઈની ગેરહાજરીમાં તા.૧લી એપ્રિલ સને ૧૯૨૬ના રોજ નીચે જણાવેલા ૧૯ ભાઈ—બહેનોએ પીરાણા સતપંથનો ત્યાગ કરી શુદ્ધ સનાતન વૈદિક ધર્મની પટેલ વાલજીભાઈ નારાણની આગેવાની હેઠળ ખરા અંતઃકરણથી દીક્ષા સ્વીકારી હતી. જેનાં નામો નીચે પ્રમાણે છે.

તા.૧લી એપ્રિલ સને ૧૯૨૬ના દિવસે સિંધ હૈદરાબાદમાં દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવનાર

ભાઈઓ તથા બહેનોના નામો.

         

(૧)

પટેલ ભીમજી કરસન પાંચાણી નખત્રાણાવાળા

 

(૨)

અ.સૌ.બહેન કાનબાઈ

તે પટેલ ભીમજી કરસનના ધર્મપત્ની

(૩)

ચિ.વેલબાઈ

તે પટેલ ભીમજી કરસનના પુત્રી

(૪)

પટેલ નારાણ કરસન પાંચાણી ગામ—નખત્રાણાવાળા

 

(૫)

પટેલ વાલજી નારાણ પાંચાણી ગામ—નખત્રાણાવાળા

 

(૬)

અ.સૌ.બહેન હીરબાઈ

તે વાલજી નારણના ધર્મપત્ની

(૭)

પટેલ નથુ નારાણ પાંચાણી નખત્રાણાવાળા

 

(૮)

અ.સૌ.બહેન રતનબાઈ

તે નથુ નારાણના ધર્મપત્ની

(૯)

પટેલ શીવજી ખીમજી પાંચાણી નખત્રાણાવાળા

 

(૧૦)

અ.સૌ.બહેન જસુબાઈ

તે પટેલ શીવજી ખીમજીના ધર્મપત્ની

(૧૧)

ચિ.પુંજાભાઈ             

તે પટેલ શીવજી ખીમજીના પુત્ર—પુત્રીઓ

(૧૨)

ચિ.બહેન પાનબાઈ          

તે પટેલ શીવજી ખીમજીના પુત્ર—પુત્રીઓ

(૧૩)

ચિ.બહેન પાર્વતી

તે પટેલ શીવજી ખીમજીના પુત્ર—પુત્રીઓ

(૧૪)

પટેલ કરસન ખીમજી પાંચાણી નખત્રાણાવાળા

 

(૧૫)

અ.સૌ.બહેન દેવકીબાઈ

તે પટેલ કરસન ખીમજીના ધર્મપત્ની

(૧૬)

પટેલ દેવશી લધા નાકરાણી ગામ—નખત્રાણાવાળા

 

(૧૭)

અ.સૌ. બહેન કુંવરબાઈ

તે પટેલ દેવશી લધાના ધર્મપત્ની

(૧૮)

ચિ.પચાણભાઈ           

તે પટેલ દેવશી લધાના પુત્ર—પુત્રી

(૧૯)

ચિ.બહેન ગોમતીબાઈ

તે પટેલ દેવશી લધાના પુત્ર—પુત્રી

 

          મુંબઈ ઘાટકોપરમાં મળેલી ત્રીજી પરિષદ પછી જે જે ભાઈ—બહેનોએ પ્રાયશ્ચિત લીધું હતું તેમના નામોનું લિસ્ટ તેમજ પરિષદના રિપોર્ટમાં છપાયેલ છે. પરંતુ તે ઉપરાંત સંવત ૧૯૮૧ના મહા સુદ {VSAK: Between 25-Jan-1925 and 08-Feb-1925} માં નીચે જણાવેલા ભાઈ—બહેનોએ પીરાણા સતપંથને ત્યાગી સનાતન વૈદિક ધર્મની દીક્ષાલીધી છે તેમના નામોનું લીસ્ટ નીચે પ્રમાણે છે.

         

(૧)

પટેલ પ્રેમજી હરજી સાંખલા ગામ—દેશલપર (આથમણું)

 

(૨)

અ.સૌ.બહેન રાજબાઈ

તે પટેલ પ્રેમજી હરજીના ધર્મપત્ની

(૩)

ચિ.મુળજીભાઈ

તે પટેલ પ્રેમજી હરજીના પુત્ર

(૪)

પટેલ ભીમજી લધા ઘોઘારી ગામ—વિરાણીવાળા

 

(૫)

અ.સૌ.બહેન રાજબાઈ

તે પટેલ ભીમજી લધાના ધર્મપત્ની

(૬)

અ.સૌ.બહેન કુંવરબાઈ

તે પટેલ રામજી ભીમજીના ધર્મપત્ની

(૭)

ચિ.હરજીભાઈ            

તે પટેલ રામજી ભીમજીના પુત્ર—પુત્રી

(૮)

ચિ.બહેન મરઘાંબાઈ      

તે પટેલ રામજી ભીમજીના પુત્ર—પુત્રી

(૯)

માતુશ્રી ભાણબાઈ તે પટેલ ડાહ્યા ગોપાલના માતુશ્રી

 

(૧૦)

અ.સૌ.બહેન રામબાઈ

તે પટેલ ડાહ્યા ગોપાલના ધર્મપત્ની

(૧૧)

ચિ.દાનાભાઈ              

તે પટેલ ડાહ્યા ગોપાલના પુત્રો

(૧૨)

ચિ.રતનસિંહભાઈ

તે પટેલ ડાહ્યા ગોપાલના પુત્રો

(૧૩)

પટેલ નાનજી માવજી લીંબાણી ગામ—કોટડા (જડોદરવાળા)

 

(૧૪)

અ.સૌ.બહેન લક્ષ્મીબાઈ

તે પટેલ નાનજી માવજીના ધર્મપત્ની

(૧૫)

પટેલ વાલજીભાઈ કાનજી સુરાણી ગામ—નખત્રાણાવાળા

 

(૧૬)

પટેલ રતનસિંહભાઈ વિરજી રૂડાણી ગામ—દેશલપર (ઉગમણું)

 

(૧૭)

અ.સૌ.બહેન રામબાઈ

તે પટેલ રતનસિંહ વીરજીના ધર્મપત્ની

(૧૮)

ચિ.કરમશીભાઈ           

તે પટેલ રતનસિંહ વીરજીના પુત્રો—પુત્રી

(૧૯)

ચિ.મોહનભાઈ  

તે પટેલ રતનસિંહ વીરજીના પુત્રો—પુત્રી

(૨૦)

ચિ.બહેન બચીબાઈ

તે પટેલ રતનસિંહ વીરજીના પુત્રો—પુત્રી

(૨૧)

પટેલ વીસરામ મેઘજી નાકરાણી ગામ—રવાપરવાળા

 

(૨૨)

પટેલ લખુ ડોશા પોકાર ગામ—નખત્રાણાવાળા

 

(૨૩)

પટેલ પેથા ડોશા પોકાર ગામ—નખત્રાણાવાળા

 

(૨૪)

અ.સૌ.બહેન જાનબાઈ

તે પટેલ પેથા ડોસાના ધર્મપત્ની

(૨૫)

ચિ.નારણભાઈ            

તે પટેલ પેથા ડોસાના પુત્રો અને પુત્રીઓ

(૨૬)

ચિ.માવજીભાઈ 

તે પટેલ પેથા ડોસાના પુત્રો અને પુત્રીઓ

(૨૭)

ચિ.બહેન મોંઘીબાઈ

તે પટેલ પેથા ડોસાના પુત્રો અને પુત્રીઓ

(૨૮)

ચિ.બહેન રામબાઈ

તે પટેલ પેથા ડોસાના પુત્રો અને પુત્રીઓ

(૨૯)

અ.સૌ.બહેન ગંગાબાઈ

તે પટેલ લાલજી પેથાના ધર્મપત્ની

(૩૦)

પટેલ નારાણ દેવશીભાઈ ડાયાણી ગામ—નખત્રાણાવાળા

 

(૩૧)

પટેલ પ્રેમજી વિસરામ ગાંગાણી ગામ—વિરાણીવાળા

 

(૩૨)

અ.સૌ.બહેન મરઘાંબાઈ

તે પટેલ પ્રેમજી વીસરામના ધર્મપત્ની

(૩૩)

ચિ.નર્મદાબાઈ

તે પ્રેમજી વીસરામની પુત્રી

(૩૪)

ચિ.બહેન હીરાબાઈ

તે રામજી સોમજીની પુત્રી

         

આ પ્રમાણે દેહશુદ્ધિનું કાર્ય ઝપાટાબંધ ચાલી રહ્યું છે. હવે તો જ્ઞાતિના નવજુવાનો થોડો પ્રમાદ ઓછો કરે અને બે વર્ષ પહેલાં જે ઉત્સાહથી કાર્ય કરવામાં આવતું હતું, તે પ્રમાણે ફરીથી ઝુંબેશ ચલાવવામાં આવે તો મારી ખાત્રી છે કે, એકાદ બે વર્ષમાં પીરાણા સતપંથનું કાળું કલંક જે અમારી જ્ઞાતિના શીરે ચોંટેલું છે, તે બિલકુલ નિર્મુળ થઈ જાય. પરમાત્મા અમારા જ્ઞાતિ સુધારક બંધુઓને જ્ઞાતિ સેવાનું કાર્ય જલદીથી કરી લેવાને બુદ્ધિ, બળ અને શક્તિ અર્પે એજ અંતિમ પ્રાર્થના.

લી.

શીવજીભાઈ કાનજીભાઈ પારસીયા

નખત્રાણાવાળા, રણછોડલાઈન કરાંચી

પીરાણા “સતપંથ”નો રસીક અને રહસ્ય ભર્યો મહાભારત

ભેદી ઈતિહાસ

ભોળા હિન્દુભાઈઓને છળવા વટલાવવાનું પ્રપંચી કારસ્તાન !

પ્રિય હિન્દુભાઈઓ ! વાંચો, ચેતો અને જાગૃત થાઓ !

પીરાણા સતપંથની પોલ”

          કહેવાતા ઈમામશાહી કબ્રસ્તાની અર્ધદગ્ધ ખીચડીયા પીરાણા સતપંથનો છુપો ઈતિહાસ ! અનેક વરસોની મહેનત અને શોધખોળ, છુપા ગુપ્તપંથી પુસ્તકોના સાધન અને હજારોના ખર્ચે તૈયાર કરેલો એક અમૂલ્ય, ભેદભરેલો મહાન ગ્રંથ !

આ “સતપંથ”ના નવીન હિન્દુધર્મને નામે વૈદિક ધર્મનું એક કપોળ કલ્પિત નામ ધારણ કરી, તેમાં હિન્દુ દેવદેવીઓ તથા બુદ્ધ ભગવાન આદિ દેવોને ઈસલામી ઈમામોની સાથે ગોઠવી દઈને નુર સતગોર, પીર શમ્સ, પીર સદરુદીન, ઈમામશાહ વગેરે પાત્રોએ રચેલી અદ્‌ભુત ઈન્દ્રજાળ અને તે વિગેરેની રહસ્યમય હકીકત.

          સૈકાઓથી રાત્રે ઘટપાટ બિછાવી, ભજવાતા આ નવા ભેદી નાટકનું અંધારી દિવાલો વચ્ચે દટાઈ રહેલું, એ કલ્પિત સતપંથનું હજારો રૂપિયા ખર્ચતાં પણ ન મળી શકે એવું સંપૂર્ણ સાહિત્ય, મહોર નબુવત અને દલદલ ઘોડાના સુંદર સપ્તરંગી ચિત્રો અને તેમનો ઈતિહાસ, નૂરનામું, બાજીનામું, રતનનામું, નાદેઅલી, પીરશાહનો પાઠ, તૈયબનો કલમો, દશ અવતાર, રાત્રીના અંધકારના વખતે ખાનામાં ભજવાતી એ ગુપ્તપંથની ક્રિયાઓ, દશતરી ગાવંત્રી, બનાવટી સંધ્યા વિગેરે અનેક કલ્પિત ગ્રંથોના આધારરૂપ ચોકઠાંથી ઉભો કરેલ પીરાણા સતપંથ, નકલંકી ગુપ્તપંથ વિગેરે અનેક નામોથી ઓળખાતા એ છુપા ધર્મનો સીલસીલાબંધ મહત્ત્વનો મહાભારત ભેદી ઐતિહાસિક ગ્રંથ ! દુનિયાની સપાટી ઉપર અનેક ધર્મીઓને ઠગાઈથી વટલાવવા માટે કેટલાંક મહાન્‌ ભેજામાંથી ઉપજાવેલું એક પ્રત્યક્ષ બેહસ્ત (ભેસ્ત), તેના ભેદ—ભરમો અને ભોગ વિલાસના પ્રપંચ પડદાઓ ! એ પાખંડી પંથની ઉત્પત્તિ સ્થિતિ તથા જગતને ઉંધે રસ્તે ચડાવવાની યુક્તિઓ અને ભોળા હિન્દુઓને ધર્મદ્રોહી, દેવદ્રોહી, જ્ઞાતિ અને દેશદ્રોહી બનાવનારી ભીષણ ઈન્દ્રજાળ વિગેરે સર્વનો આ એક જ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવેલ છે.

          પુસ્તકનું કદ રોયલ આઠપેજી (મોટા પાના) પાંચસો સાઠ, ગ્લેઝડ ચીકણા કાગળો, સુંદર ચિત્રો, પાકું સુંદર પૂઠું અને હજારો રૂપિયા ખર્ચતા પણ ન મળે એવું એ ધર્મનું ગુપ્ત સાહિત્ય, છતાં ધર્મસેવા અને જાતિ સેવાના હેતુથી તેની કિંમત ફક્ત રૂપિયા ચાર જ રાખવામાં આવી છે, પોસ્ટેજ જુદું, ગ્રાહકો પુરતી જ છપાવેલ હોવાથી જુજ નકલો વધારાની છે, માટે જલદી લખો :—

લેખક અને પ્રકાશક

પટેલ નારાયણજીભાઈ રામજીભાઈ કોન્ટ્રાક્ટર

કચ્છ વિરાણીવાળા, હાલ—ઘાટકોપર,

જૈન દેરાસરની બાજુમાં, જિલ્લે—થાણા.


Leave a Reply