Book: GharWaapsi (English)

Index

74. Important Dates in History of KKP Community

ક્ર.

Date / તિથિ

Historical Events

ઐતિહાસિક પ્રસંગો

1

● Before: 1297
● VS-K
artak: 1353

Hindu Rulers ruled Gujarat

ગુજરાતમાં સનાતન હિન્દુઓનું રાજ્ય હતું

2

● Onwards: 1297
● VS-Kartak: 1353

Start of Muslim rulers in Gujarat

ગુજરાતમાં મુસલમાન રાજાઓની શરૂઆત

 

3

● Before: 1400
● VS-Kartak: 1456

History shared with Patidars of Gujarat (Unjha) till this period. Was considered as part and parcel of Patidars of Gujarat. No separate KKP Community had come into existence.

 

સમય કાળ સુધી ગુજરાત (ઊંઝા)ના પાટીદારોના ઇતિહાસ સાથે સંલગ્ન. ગુજરાતના પાટીદારો તરીકેની જ ઓળખ હતી. અલગ ક. ક. પા. જ્ઞાતિ બની નહોતી.

4

● Around: 1419
● VS-Kartak: 1475

A Sect called “Gupt Panth” (Secret Sect) was started by Pir Sadruddin, the grandfather of Imamshah. Within few years this sect was renamed to “Satpanth”.

Note: Islamic conversion strategy of Taqiyya is used in formation of Satpanth. In order to attract and convert Hindus, using of Hindu Gods and religious texts, Satpanth outwardly adopted look and feel of Hindu religion and engulfed the main Islamic seed at the centre.

 

ઈમામશાહના દાદા પીર સદરૂદ્દીન દ્વારા એકગુપ્ત પંથ” (છુપો પંથ) નામનો પંથ શરૂ કરવામાં આવ્યો. જેને પાછળથી થોડા જ સમયમાંસતપંથનામ આપવામાં આવ્યું.

નોંધ: સતપંથની સ્થાપના પાછળ, ઇસ્લામની ધર્મ પરિવર્તન પદ્ધતિ, “તાકીયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હીન્દુઓને આકર્ષિત કરવા અને તેમનું ધર્મ પરિવર્તન કરવા આમાં હીન્દુ દેવો અને હિન્દુ શાસ્ત્રોનો ઉપયોગ કરી બાહ્ય હિન્દુ ધર્મનું આવરણ/ઓળખ તૈયાર કરીને કેન્દ્રમાં મુખ્ય ઇસ્લામી બીજને ગોઠવવામાં આવેલ છે.

5

● 26-Apr-1452
● VS-Kartak: 1509 Chaitra Vad 13
● Monday

Birth of Imamshah at Uchh Sharief, near Multan, now in Pakistan on 27 Rabiutsani-First 856. Imamshah’s father was Pir Kabiruddin.

હાલ પાકિસ્તાનના, મુલતાન શહેર પાસે આવેલ ઉચ શરીફ નામના નાના-શહેરમાં ઈમામશાહનો જન્મ થયો. ઈમામશાહના પિતાનું નામ પીર કબીરૂદદીન છે. જન્મની ઇસ્લામી તારીખ ૨૭ રબિઉત્સાની-પહેલો ૮૫૬. છે.

 

6

● Around: 1470
● VS-Kartak: 1526

Imamshah settled in Pirana (Girmatha) to propagate / promote Satpanth. He married to Khatija Begam, the daughter of King Sayyed Muhammad Bhukhri of Bhadiyad, near Dholera (Not to be confused with Muhammad Begada).

 

સતપંથના પ્રચાર-પ્રસાર માટે ઈમામશાહ પીરાણા (ગિરમથા)માં વસ્યા અને ઢોલેરાની બાજુમાં આવેલ ભડિયાદ ગામના બાદશાહ સૈયદ મોહમ્મદ ભૂખરી (મોહમ્મદ બેગડા નહીં, એ અલગ છે.) ની દીકરી ખતીજા બેગમ સાથે લગ્ન કર્યાં.

7

● Decade of: 1470
● VS-Kartak: 1526

Imamshah built a Tomb/Roza (Dargah) for his burial at Pirana.

ઈમામશાહએ પોતાના માટે પીરાણામાં એક દરગાહ/રોજા (કબર) બનાવી જ્યાં એમની મૃત્યુ પછી તેમને દફનવવામાં આવ્યા છે.

 

8

● Around: 1490
● VS-Kartak: 1546

Nur Muhammad Shah, the only alive son of Imamshah, was married to Bujrakh Begam, the daughter of Badshah of Ahmedabad Sultan Muhammad Shah (aka Muhammad Begada)


In the books of Pirana Satpanth, Nur Muhammad Shah is declared as the avatar of Vishnu alias Nishkalanki Narayan.

 

ઈમામશાહના એક માત્ર જીવત પુત્ર, નર મોહમ્મદ શાહના લગ્ન અમદાવાદના સુલતાન મોહમ્મદ (ઉર્ફે મોહમ્મદ બેગડા)ની દીકરી બુજરખ બેગમ સાથે થયાં.

પીરણા સતપંથના શાસ્ત્રોમાં નૂર મોહમ્મદ શાહને વિષ્ણુનો અવતાર ઉર્ફે નિષ્કલંકી નારાયણ બતાવવામાં આવ્યા છે.

9

● Around: 1491
● VS-Kartak: 1547

During Imam Shah’s lifetime Satpanth was declared as Muslim and thus Satpanthis were separated from Hinduism.

 

ઈમામશાહના જીવન કાળમાં જ સતપંથ ધર્મને મુસલમાન ધર્મ જાહેર કરવામાં આવેલ અને તેના કારણે સતપંથીઓ હિન્દુ ધર્મથી જુદા પડ્યા.

10

● Around: 1500
● VS-Kartak: 1556

Imamshah met Maharao (King) Bharmalji of Kutch;

 

1) With offer to bring in highly talented and skilful farmers to Kutch, who were in great need for the kingdom.

2) King gave KKP leaders (gedhera) powers like Police Patel and Darbari Patel. Whatever said by Gedheras was final.
3) King of Kutch never interfered in affairs of KKP community.
4) Any disputes within community would not go to local courts. If need arose disputes would be solved by Maharao personally.


Note: By keeping normal courts out of reach of KKP community, (like in case of Sharia), the community remained at the mercy of Gedheras and hence it was easy to control / quash rebellion against Satpanth. Nobody could dare to go against Satpanth.

 

ઈમામશાહ કચ્છના મહારાવ ભારમલજીને મળ્યા અને;

 

૧) કુશળ અને ગુણવાન ખેડૂતોને કચ્છમાં લાવવાનો પ્રસ્તાવ આપ્યો, જેની કચ્છ રાજ્યને સખત જરૂરત હતી.
૨) રાજાએ કણબી ગેઢેરાઓ (જ્ઞાતિના આગેવાનો)ને પોલીસ પટેલ તેમજ દરબારી પટેલ જેવી વિશેષ સત્તાઓ આપી. ગેઢેરાના મોઢેથી જે નીકળતું એ સર્વેને પાળવું પડતું.
૩) કચ્છના રાજાએ ક. ક. પા. જ્ઞાતિમાં કોઈ દિવસ દખલગીરી કરી નહીં.

૪) કડવા પાટીદાર જ્ઞાતિના આંતરિક મામલાઓ કોઈ દિવસ સ્થાનિક કોર્ટમાં જતા નહીં, પણ જરૂર પડે મહારાવ સ્વયં નિવારણ લાવતા.

નોંધ: કણબી જ્ઞાતિને સામાન્ય કોર્ટોથી જુદા રાખીને (શરીયાની જેમ), જ્ઞાતિ ગેઢેરાઓની અબાધિત સત્તાની ઉપર નિર્ભર રહેવા લાગી. જેના કારણે જ્ઞાતિમાં સતપંથ સામે બળવો / વિદ્રોહ પોકારનાર ઉપર ગેઢેરાઓ માટે નિયંત્રણ રાખવું સહેલું બન્યું. સતપંથની સામે કોઇની બોલવાની હિંમત ન ચાલતી.

11

● 25-Nov-1513

● VS-Kartak: 1570 Kartak Vad 3

● Tuesday

Imamshah died on Hijri 919, 25th Ramzan (Islamic Calendar). The Gregorian date (international calendar) recorded by various sources as either 1513 or 1520. But most instances are of 1513 and matches with Hijri date.

ઈમામશાહનું મૃત્યુ ઇસ્લામી પંચાંગ પ્રમાણે હિજરી ૯૧૯ રમજાન ૨૫ના થયું. દસ્તાવેજોમાં આંતરરાષ્ટ્રીય વર્ષ ૧૫૧૩ અથવા ૧૫૨૦ એમ ઉલ્લેખ મળે છે. પણ વધારે પડતાં વર્ષ ૧૫૧૩નો ઉલ્લેખ મળે છે અને હિજરી તારીખ પ્રમાણે સુસંગત છે.

12

● 1523
● VS-Kartak: 1580

After migrating to Kutch from around Viramgam Shri Parbat Velani founded Sikra village, near Bhachau.

 

વિરમગામ વિસ્તારમાંથી કચ્છમાં આવીને પરબત વેલાણીએ શિકરા ગામ વસાવ્યું

13

● Around: 08-Nov-1535
● VS-Kartak: 1592 Kartak Sudh 2
● Friday

Peak of migration of Satpanthi Kadva Patidars from Gujarat to Kutch, which started during Imamshah’s time, reached its peak.

Effect:
1) Got separated from Hinduism
2) Got separated from Umiya Mataji, Unjha, the centre of its community.

3) Unknowingly, started to tread the path of clandestine and slow religious conversion from Hindu to Islam / Muslim.

 

ઈમામશાહના કાળમાં શરૂ થયેલ, ગુજરાતથી કચ્છ તરફ કડવા પાટીદારોનું થયેલ સ્થળાંતર, ચરમ સીમાએ પહોંચ્યું.

અસર:
૧) હિન્દુ ધર્મ થી જુદા પડ્યા
૨) પોતાની જ્ઞાતિ એટલે કેન્દ્રમાં રહેલ ઉમિયા માતાજી ઊંઝા થી જુદા પડ્યા.

૩) અજાણતામાં, છુપા અને સૌમ્ય રીતે ધર્મ પરિવર્તન કરી હિન્દુમાં થી મુસલમાન બનાવવાના રસ્તા પર ચાલી પડ્યા.

14

● Around: 1626
● VS-Kartak: 1682

First settlements were in Sikra village, near Bhachau, Kutch. Soon Sikra village became the headquarters. Later on as the time progressed, with the help of Maharao of Kutch, the KKP community started settling in small villages deep inside Kutch.
– The identity of “Kutch Kadva Patidar” (KKP) community got established.

 

ભચાઉની બાજુમાં આવેલ સિકરા ગામમાં મુખ્ય મથક બનાવ્યા બાદ, કચ્છના મહારાવની મદદથી કચ્છના આંતરિક પ્રદેશોના નાના-નાના ગામડાઓમાં વસવા લાગ્યા.
કચ્છ કડવા પાટીદાર (ક. ક. પા.) જ્ઞાતિ તરીકે ઓળખ ઊભી થઈ.

15

● Around: 1628
● VS-Kartak: 1684

In order to ensure that KKP community does not get converted to Islam, Vishram Bapa Nakrani of Sikra asked KKP community to take two vows;


That community will;

1) Never STOP celebrating Krishna Janmashtami festival, and
2) Never consume Non-Veg food.

ક.ક.પા. જ્ઞાતિ ભવિષ્યમાં મુસલમાન ન બની જાય એના માટે ગામ સિકરામાં વિશ્રામ બાપા નાકરાણીએ પોતાના અંતિમ સમયે જ્ઞાતિ પાસેથી ૨ (બે) વચનો લીધા હતાં. કે..


જ્ઞાતિ કોઈ દિવસ;

૧) ગોકુળ અષ્ટમી મનાવવાનું બંધ નહીં કરે, અને

૨) માંસાહાર નહીં કરે

16

● 1758
● VS-Kartak: 1814

Hindu Marathas came to power in Gujarat after winning Ahmedabad. End of Muslim Rule.

 

હિન્દુ મરાઠા સામ્રાજ્યની સત્તા ગુજરાત પર. મુસલમાન રાજનો અંત.

17

● 02-Apr-1768
● VS-Kartak: 1824 Chaitra Sudh 15
● Saturday

Birth of Kesara Parmeshwara

કેશરા પરમેશ્વરાનો જન્મ

18

● 19-Jan-1776
● VS-Kartak: 1832 Posh Vad 13
● Friday

Under the guidance and supervision of Pragji Kaka, the then head Kaka of Pirana and Sayyed Vali Miya, decision was taken by KKP community to;


1) Ban all auspicious rituals including marriage (Vedic) rituals and inauspicious rituals like death (Agni sanskar) rituals that were then performed as per Hindu customs.

 

2) Ban Genealogists (Vahivancha and Barots) and


3) Introduced Islamic rituals of marriage (Nikah) and burial (Dafan).
4) Further asked all KKP members to stop following Brahmins.

Note: By this decision they attempted to cut the Hindu roots of the KKP community

પીરાણાના મુખ્ય કાકા પ્રાગજી કાકા અને સૈયદ વલિમિયાની આગેવાની હેઠળ નખત્રાણામાં ત્રણે પાંચાડાની જ્ઞાતિ ભેગી થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે હવે પછી;


૧) લગ્ન અને મરણના કર્મો હિન્દુ વિધી પ્રમાણે બ્રાહ્મણોના હાથે કરાવવા નહીં.

 

૨) તેમજ બારોટ અને વહીવંચા પાસે પોતાના કુટુંબની વંશાવલી લખાવવી નહીં.

 

૩) નિકાહ પદ્ધતિથી લગ્ન અને દફન વિધિ શરૂ કરવામાં આવી.


૪) તેવી જ રીતે બધાજ બ્રાહ્મણોનો બહિષ્કાર કરવો, એવા ઠરાવો કરવામાં આવ્યા.


નોંધ: આ નિર્ણયથી ક. ક. પા. જ્ઞાતિના હિન્દુ મૂળિયાં કાપી નાખવાના પ્રયત્નો કરવામાં આવ્યા.

19

● 26-Mar-1805

● VS-Kartak: 1861 Fagan Vad 11

● Tuesday

Keshara Mukhi and Natha Mukhi came in contact with two Swaminarayan Sants, Sant Muktanandji and Sant Swarupanandji, who were on visit of their carpenter neighbour’s house in Netra Village.
Both renunciated Satpanth religion and acccepted Sanatan religion. This is the first instance in recorded history where someone from KKP renunciated Satpanth religion.

નેત્રા ગામના એક સુથારના ઘરે સ્વામીનારાયણ સંપ્રદાયના બે સંતો મુક્તાનંદજી અને સ્વરૂપાનંદજીનો સંપર્ક કેશરા મુખી અને તેમના નાના ભાઈ નાથા મુખી સાથે થયો.

બન્ને ભાઈઓએ સતપંથ ધર્મ ત્યાગી સનાતન ધર્મ અંગીકાર કર્યો. ક. ક. પા. જ્ઞાતિના લેખિત ઇતિહાસમાં સતપંથ ધર્મ છોડવાનો આ પહેલો દાખલો છે.

20

● 28-Feb-1809
● VS-Kartak: 1865 Fagan Sudh 13
● Tuesday

Keshara Mukhi and Natha Mukhi got Kanthi tied at the hands of Bhagwan Swaminarayan. Thus, marking the start of Sanatan Hindu religion in the community.

કેશરા મુખીએ તેમના ભાઈ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણના હસ્તે કંઠી પહેરીને જ્ઞાતિમાં સૌ પ્રથમ સનાતન ધર્મની પુનઃ શરૂઆત કરી

21

● Around: 1816
● VS-Kartak: 1872

Due to the decision taken on 19-Jan-1776 under the guidance of Pragji Kaka and Sayyed Vali Miya, identity of KKP community as Hindus started to get diminish and instead new identity of Mumna got established.

દિનાંક ૧૯-જાન્યુઆરી-૧૭૭૬ના પ્રાગજી કાકા અને સૈયદ વલિમિયા દ્વારા લેવડાવવામાં આવેલ નિર્ણયના કારણે કચ્છ કડવા પાટીદારની હિન્દુ ઓળખ ધીરે-ધીરે સમાપ્ત થઈ ગઈ અને મુમના તરીકે ઓળખાણ ઊભી થઈ.

22

● 19-Apr-1816
● VS-Kartak: 1872 Chaitra Vad 7
● Friday

Keshara Parmeshwara/Mukhi was ex-communicated in a meeting of entire community gathered at village Vithon.

કેશરા મુખીને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા. આ કામ માટે વિથોણ ગામમાં સમસ્ત જ્ઞાતિ ભેગી થઈ હતી.

23

● 13-May-1853
● VS-Kartak: 1909 Vaishakh Sudh 5
● Friday

Swaminarayan Mandir, the KKP Community’s first Hindu Dharmic mandir was built at village Netra. The mandir was built by and the Pran-Pratistha ritual of murti was conducted by Keshara Parmeshwara.

સ્વામીનારાયણ મંદિર જે ગામ નેત્રામાં આવેલ ક. ક. પા. જ્ઞાતિનું પહેલું હિન્દુ મંદિર બન્યું. ગામ નેત્રામાં શ્રી કેશરા પરમેશ્વરાએ બંધાવ્યું અને મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી.

24

● 26-Apr-1857
● VS-Kartak: 1913 Vaishakh Sudh 2
● Sunday

Birth of Sant Lalramji Maharaj

સંત લાલરામ મહારાજનો જન્મ

25

● 25-Oct-1878
● VS-Kartak: 1934 Aso Vad 14
● Friday

Death of Kesara Parmeshwara at the age of 110 years on the day of Kali Chaudas.

૧૧૦ વર્ષની ઉમરે કાળી ચૌદસના દિવસે કેશરા પરમેશ્વરાનું સ્વર્ગવાસ થયું.

26

● 22-May-1883
● VS-Kartak: 1939 Vaishakh Sudh 15
● Tuesday

Birth of Narayan Ramji Limbani at Virani Moti

ગામ વિરાણી મોટીમાં નારાયણ રામજી લીંબાણીનો જન્મ

27

● 1887
● VS-Kartak: 1944

Birth of Ratanshi Khimji Khetani at Virani Moti (Year 1887-88)

વર્ષ ૧૮૮૭-૮૮ માં રતનશી ખીમજી ખેતાણીનો જન્મ

28

● 09-Apr-1889
● VS-Kartak: 1945 Chaitra Sudh 9
● Tuesday

Birth of Sant Odhavram on this Ram Navami day at Jakhau Village, Tal. Abdasa

સંત ઓધવરામ મહારાજનો જન્મ – ગામ જખૌ, તા. અબડાસા

29

● Around: 1902
● VS-Kartak: 1958

Narayan Ramji came to Mumbai at the age of 19 years.

૧૯ વર્ષની ઉમરે નારાયણ રામજી મુંબઈ આવ્યા.

30

● 25-May-1906
● VS-Kartak: 1962 Jeth Sudh 2
● Friday

It was declared that people from Kurmi community are Kshatriyas. This declaration was made at a large sammelan of Kurmis held at village Bharheta, Near Antchunara, Dist. Mirzapur, UP.

કુર્મીઓ ક્ષત્રિય છે” – ઉત્તર પ્રદેશના મીરજાપુર જિલ્લાના અંતર્ગત અંતચૂનારની પાસે ભરહેટા ગામમાં કુર્મી જ્ઞાતિનું એક વિશાળ સંમેલનમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

31

● 04-Jun-1908
● VS-Kartak: 1964 Jeth Sudh 5
● Thursday

Narayan Ramji and other 6 persons – Performed Dehshuddhi and Janoi Ritual.

નારાયણ રામજી અને અન્ય ૬ વ્યક્તિઓએ દેહ શુદ્ધિ કરાવીને જનોઈ ધારણ કરી.

32

● After: 04-Jun-1908
● VS-Kartak: 1964 Jeth Sudh 5

Immediately after Dehshuddhi, “Swadharm Vardhak Ane Gyanti Hitchintak Mandal” was formed in Ghatkopar, Mumbai. This mandal was exclusively of people who had performed Dehshuddhi ritual.

દેહ શુદ્ધિ પછી તરતજસ્વધર્મ વર્ધક અને જ્ઞાતિ હિતચિંતક મંડળની રચના ઘાટકોપરમાં કરવામાં આવી. આ મંડળનેજ્ઞાતિ હિતચિંતક સ્વધર્મ વર્ધક મંડળપણ કહેવામાં આવે છે. આ મંડળ માત્ર દેહશુદ્ધિ કરાવેલ ભાઈઓનું હતું.

33

● 1914

 

● VS-Kartak: 1971

Sant Lalramji was anointed as head sadhu. Chadar ritual was performed and Sant Lalramji was anointed to the gadi (seat). VS 1971 (between 20-Oct-1914 and 02-Feb-1915).

ગુજરાતી વિક્રમ સંવત ૧૯૭૧માં (એટલે તા. ૨૦-ઓકટોબર-૧૯૧૪ અને ૦૨-ફેબ્રુઆરી-૧૯૧૫ વચ્ચે) ચાદર વિધિ કરીને સંત લાલરામ મહારાજને ગાદી પર બેસાડવામાં આવ્યા.

34

● 1914
● VS-Kartak: 1971

Sadhupad and Shishyapad Diksha of Sant Odhavram at the hands of Guru Lalramji Maharaj, (between 20-Oct-1914 and 02-Feb-1915).

ગુરુ લાલરામ મહારાજના હસ્તે સંત ઓધવરામ મહારાજને સાધુપદ અને શિષ્યપદની દીક્ષા આપવામાં આવી. સંવત ૧૯૭૧માં (એટલે તા. ૨૦-ઓકટોબર-૧૯૧૪ અને ૦૨-ફેબ્રુઆરી-૧૯૧૫ વચ્ચે).

35

● 02-Feb-1915
● VS-Kartak: 1971 Maha Vad 2
● Tuesday

Death of Sant Lalramji Maharaj.

સંત લાલરામ મહારાજનો સ્વર્ગવાસ.

36

● Before: 01-Aug-1918
● VS-Kartak: 1974 Ashadh Vad 9

Shri Kachchh Kadva Patidar Yuvak Mandal, Ghatkopar established, where anyone (including Satpanthi) could be a member even if dehshuddhi ritual is not performed. First secretary was Shri Ratanshi Khimji Khetani as per the guidance from Narayan Ramji Limbani.

Year is estimated based upon the activity of their General Meetings. Similar Yuvak Mandals were formed in Karachi, Virani Moti and Nakhtrana also.

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ, ઘાટકોપરની રચના કરવામાં આવી. મંડળની સ્થાપના સેક્રેટરી રતનશી ખીમજી ખેતાણીની આગેવાનીમાં અને નારાયણ રામજીના માર્ગદર્શનમાં કરવામાં આવી. આ મંડળમાં કોઈ પણ વ્યક્તિ (સતપંથી સહિત) સભ્ય બની શકતો હતો, ભલે એણે દેહશુદ્ધિ કરાવી ગોય અને ન પણ કરાવી હોય તો પણ.


મંડળની જાહેર સભાઓના આધારે વર્ષનું અનુમાન લગાડવામાં આવેલ છે. આવા મંડળો કરાચી, વિરાણી મોટી અને નખત્રાણામાં પણ રચવામાં આવેલ હતાં.

37

● 01-Aug-1918
● VS-Kartak: 1974 Ashadh Vad 9
● Thursday

General meeting of Satpanthis of KKP community at Dana Bunder, Masjid, Mumbai.


This is the first meeting to bring together the KKP community.

દાણા બજાર, મસ્જિદ, મુંબઈમાં ક. ક. પા. જ્ઞાતિના સતપંથીઓની એક જાહેર સભા મળી.


ક. ક. પા. જ્ઞાતિમાં સુધારાની આ પહેલી સભા હતી.

38

● Around: 1919
● VS-Kartak: 1975

Virani Moti became the first village to stop giving dasond and other religious taxes to Pirana.

ગામ વિરાણી મોટી, પહેલું ગામ બન્યું કે જેણે દસોંદ, લાગાઓ અને અન્ય ધાર્મિક કરો પીરાણાવાળાને આપવાનું બંદ કરી દીધું.

39

● 11-Jan-1919
● VS-Kartak: 1975 Posh Sudh 10
● Saturday

A General Sabha of “Kachchh Deshna Pirana Panthi Kanbi” was organised by Mumbai Yuvak Mandal, Ghatkopar at Seth Harji Govindji’s Wadi.

કચ્છ દેશના પીરાણા પંથી કડવા કણબીની જાહેર સભામુંબઈ યુવક મંડળ, ઘાટકોપર દ્વારા શેઠ હરજી ગોવિંદજીની વાડીમાં ભરવામાં આવી.

40

● 1920
● VS-Kartak: 1976

1) Renaming of Satpanth Jamatkhana / Khana to Jyoti Dham started from Virani Moti.

 

2) A movement to stop the Sayyeds of Pirana Satpanth from coming to Kutch, was started from Virani Moti village.

૧) સતપંથ જમાતખાના (ખાના) નું નામ બદલીને જ્યોતિ ધામ રાખવાની શરૂઆત વિરાણી મોટી ગામથી થઈ.

૨) પીરણા સતપંથના સૈયદોને કચ્છમાં આવવાથી રોકવાની ચળવળ વિરાણી મોટીથી શરૂ થઈ.

41

● 28-Mar-1920
● VS-Kartak: 1976 Chaitra Sudh 9
● Sunday

Virani Moti Gaam Samast Jaher Sabha on issue of Pirana Satpanth.

વિરાણી મોટી – ગામ સમસ્તની જાહેર સભા – પીરાણા સતપંથ મુદ્દા ઉપર ચર્ચા.

42

● Before: 28-Mar-1920
● VS-Kartak: 1976 Chaitra Sudh 9
● Sunday

Virani Moti Yuvak Mandal formation – by the efforts of Ratanshi Khimji Khetani.

વિરાણી મોટી યુવક મંડળની સ્થાપના – રતનશી ખીમજી ખેતાણીના પ્રયાસોથી.

43

● After: 28-Mar-1920
● VS-Kartak: 1976 Chaitra Sudh 9
● Sunday

Karachi Yuvak Mandal formation.

કરાચી યુવક મંડળની સ્થાપના.

44

● 08-Aug-1920 to 11-Aug-1920
● VS-Kartak: 1976 Shravan-Adhik Vad 9 to 12
● Sunday to Wednesday

KKP Gnati’s (community’s) 1st adhiveshan (conference) which lasted for 4 days held in Karachi.

કરાચીમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું પહેલું અધિવેશન, જે ચાર દિવસ ચાલ્યું.

45

● In: 1920 – 21
● VS-Kartak: 1977

Sant Odhavramji was anointed as head sadhu. Sant Odhavramji’s “Chadar Vidhi” was performed and “Guru Gaadi” was handed over to him.

સંત ઓધવરામ મહારાજની ચાદર વિધિ કરીને તેમને ગુરુ ગાદી સોંપવામાં આવી.

46

● 1921 Feb/Mar

● VS-Kartak: 1977 Maha

12 Yearly marriage season in Kutch
Note: Marriages in those days used to happen every 12 yearly in summer season only.
For the first time in this marriage season, some marriages where conducted according to Hindu rituals. This marks the beginning of new era where Hindu marriages rituals started (instead of Satpanthi/Islamic rituals).

૧૨ વર્ષીય લગ્ન વિધિઓ કરવાનો સમય/વર્ષ ગાળો
નોંધ: તે જમાનામાં સંપૂર્ણ ક. ક. પા. જ્ઞાતિમાં લગ્નો ૧૨ વર્ષમાં એક વખત (ઉનાળામાં) જ લેવાતાં.
આ વખતે પહેલી વાર અમુક લગ્નો હિન્દુ રીત રિવાજ પ્રમાણે કરવામાં આવ્યા. સતપંથ / ઇસ્લામિક રીત રિવાજ પ્રમાણે નહીં. અહીં થી હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્નો કરવાની પ્રથા શરૂ થઈ.

47

● 1921 Feb/Mar
● VS-Kartak: 1977 Maha

For the first time, in the KKP community, marriages as per Hindu Vedic Sacrament were started, in departure from the Islamic Nikah system.

સતપંથના મુખીના હાથે ઈસ્લામિક પદ્ધતિ છોડી ને, જ્ઞાતિમાં પહેલી વખત શુદ્ધ વૈદિક પદ્ધતિથી લગ્નો શરૂ કરવામાં આવ્યા.

48

● 1921
● VS-Kartak: 1977

2nd KKP Gnati Adhiveshan was proposed. But could not be held, mainly because of clash with 12 yearly marriage season in that year.

ક. ક. પા. જ્ઞાતિના બીજા અધિવેશનની યોજના કરવામાં આવેલ હતી. પણ ૧૨ વર્ષીય લગ્ન કાર્યક્રમો હોવાના કારણે અધિવેશન યોજાઈ ન શક્યું.

49

● 25-Feb-1922
● VS-Kartak: 1978 Maha Vad 14
● Saturday

Formation of “KKP Gnati Sudharak Yuvak Mandal”
– as rebellion and separate from Narayan Ramji Limbani.
– under leadership of Rajaram Shamji and Mavji Shamji.

નારાયણ રામજી સામે બળવાના રૂપેક. ક. પા. જ્ઞાતિ સુધારક યુવક મંડળની રચના શ્રી રાજારામ શામજી અને માવજી શામજી દ્વારા કરવામાં આવી.

50

● 07-Oct-1922 to 10-Oct-1922
● VS-Kartak: 1978 Aso Vad 1 to 4
● Saturday to Wednesday

2nd KKP Gnati adhiveshan in Karachi.

કરાચીમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું બીજું અધિવેશન.

51

● Around: Jan-1923
● VS-Kartak: 1979

Entry of Sant Odhavram into KKP community. Sant Odhavramji met Ratanshi Khimji for the first time. Since Sanatanis were in minority, Sant Odhavram-ji’s gave strategy of winning hearts of fellow Satpanthi community members and then bringing them to Hindu fold.

સંત ઓધવરામજી મહારાજનું ક. ક. પા. જ્ઞાતિમાં આગમન. પહેલી વાર સંત ઓધવરામ બાપાનો ભેટો રતનશી ખીમજી સાથે થયો. સનાતનીઓ અલ્પ-સંખ્યામાં હોવાના કારણે, ઓધવરામ મહારાજે સતપંથીઓના દિલ જીતીને તેમનું હિન્દુ ધર્મમાં પરિવર્તિત કરવાની કારગર રણનીતિ આપી.

52

● 19-Jun-1923
● VS-Kartak: 1979 Jeth Sudh 5
● Tuesday

Formation of 1st Sanatani Samaj in KKP community.

ક. ક. પા. જ્ઞાતિની પહલી સનાતની સમાજની સ્થાપના.

53

● 16-Jul-1923
● VS-Kartak: 1979 Ashadh Sudh 3
● Monday

Ratanshi Khimji Khetani alongwith brothers and their families performed Deh Shuddhi ritual at Ghatkopar.

રતનશી ખીમજી ખેતાણી અને એમના ભાઈઓના પરિવારો સમેત દેહ શુદ્ધિ કરવી.

54

● 18-Apr-1924 to 21-Apr-1924
● VS-Kartak: 1980 Chaitra Sudh 14 to Vad 2
● Friday to Monday

3rd KKP Gnati adhiveshan in Mumbai during which difference of opinion about the strategies of re-conversion to Hinduism between Narayan Ramji Limbani and Rajaram Shamji Dholu (Mankuva) came out in public.

મુંબઈમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું ત્રીજું અધિવેશન અને નારાયણ રામજી અને રાજારામ શામજી ધોળું (માનકૂવા) વચ્ચે પાછા સનાતની બનાવવાની રણનીતિઓ વિષે મતભેદ જાહેરમાં આવ્યો.

55

● Around: 1925
● VS-Kartak: 1981

Joint efforts of Narayan Ramji and Ratanshi Khimji relating the community reforms, primarily related to Satpanth, were not yielding desired results. Hence, around this time, under the guidance of Sant Odhavram Maharaj under the leadership of Shri Ratanshi Khimji Khetani the path of introducing the present Ishtdev (primary deity) Laxminarayan Parampara in the KKP community was adopted. As a result, this step brought in the desired results going forward.

For additional details see entry date 19-May-1937 below.

નારાયણ રામજી અને રતનશી ખીમજી બંને મળીને જે સતપંથને લઈને જ્ઞાતિ સુધારનું કામ કરતા હતા, એમાં ઇચ્છિત પરિણામ ન મળતાં, આ સમય ગાળામાં, સંત ઓધવરામ મહારાજની સલાહ પ્રમાણે, શ્રી રતનશી ખીમજી ખેતાણીની આગેવાનીમાં જ્ઞાતિમાં હાલ પ્રચલિત ઇષ્ટદેવ લક્ષ્મીનારાયણ પરંપરાને દાખલ કરવાનો રસ્તો અપનાવવામાં આવ્યો. પરિણામે આગળ જતાં ઇચ્છિત પરિણામો મળ્યા.

વધારે માહિતી માટે નીચે વાંચો દિનાંક ૧૯-મે-૧૯૩૭માં જણાવેલ વિગતો.

56

● 1926
● VS-Kartak: 1982

Pirana Satpanth ni Pol Ane Satyano Prakash book authored by Narayanji Ramji was published. (Before 14-Mar-1926)

નારાયણજી રામજી દ્વારા લેખિત પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું. (૧૪-માર્ચ-૧૯૨૬ થી પહેલાં)

57

● 14-Mar-1926 to 23-Mar-1926

● VS-Kartak: 1982 Fagan Vad Amavasya to Chaitra-Adhik Sudh 10  

● Sunday to Tuesday

Karachi Yuvak Mandal reformation meeting.

કરાચી યુવક મંડળના પુનર્ગઠન માટેની સભા ભરવામાં આવી.

58

● 26-Aug-1928
● VS-Kartak: 1984 Shravan (2nd i.e., Non-Leap) Sudh 11
● Sunday

1) Bordi Timba (Keshavpura) Kampa, Gujarat Laxminarayan Temple opening under the leadership of Ratanshi Khimji Khetani. First Laxminarayan Temple in overall KKP Community.
2) The “Pan Murti” or Photo of Bhagwan Laxminarayan was meant for temple to be opened at Virani Moti village on 07-Sep-1928. However, after the temple was constructed, due to disputes, the work stopped, and the Photos of God were used for Laxminarayan Temple at Bordi Timba.

3) This started the movement of building Laxminarayan Temples in KKP community.

4) This ushered religious revolution in KKP Community.


Slowly, in about next 6 to 7 decades, Laxminarayan temples were built across almost all KKP villages in Kutch and other places across India where the community resides.

૧) બોરડી ટીંબા (કેશવપુરા) કંપામાં સમસ્ત ક. ક. પા. જ્ઞાતિના પહેલા લક્ષ્મીનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રતનશી ખીમજી ખેતાણીની આગેવાનીમાં કરવામાં આવી.
૨) મૂળમાં ભગવાન લક્ષ્મીનારાયણનીપાન મૂર્તિઅથવાછબીતા. ૦૭-સપ્ટેમ્બર-૧૯૨૮ના વિરાણી મોટીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે તૈયાર કરેલ હતી. પણ મંદિર બંધાઈને તૈયાર થયા પછી, વિવાદ થવાના કારણે કામ અટકી ગયું અને એ પાન મૂર્તિઓ બોરડી ટીંબાના લક્ષ્મીનારાયણ મંદિરમાં મૂકવામાં આવી.

૩) આ ઘટના પછી, કચ્છ તેમજ કચ્છ બહાર વસતા ક. ક. પા. જ્ઞાતિ જનો દ્વારા લક્ષ્મીનારાયણ મંદિર બાંધવાનો પ્રવાહ શરૂ થયો.

૪) જ્ઞાતિમાં આનાથી ધાર્મિક સુધારાની પહેલ શરૂ થઈ.


ત્યાર બાદના આગામી ૬ થી ૭ દાયકાઓમાં લગભગ ક. ક. પા. જ્ઞાતિના કચ્છના તમામ ગામો તેમજ ભારતભરમાં વસવાટ કરતા શહેરોમાં લક્ષ્મીનારાયણ મંદિરો ઊભા થયાં.

59

● 15-Aug-1930
● VS-Kartak: 1986 Shravan Vad 6
● Friday

Virani Moti village Laxminarayan temple opening under the leadership of Ratanshi Khimji Khetani. First Laxminarayan Temple in Kutch belonging to KKP Community.

કચ્છ ખાતે ક. ક. પા. જ્ઞાતિનું પહેલું લક્ષ્મીનારાયણ મંદિરની પ્રતિષ્ઠા ગામ વિરાણી મોટીમાં રતનશી ખીમજી ખેતાણીની આગેવાનીમાં કરવામાં આવી

60

● 15-Aug-1930
● VS-Kartak: 1986 Shravan Vad 6
● Friday

Ratanshi Khimji Khetani and others first started Eating together (Khava Pivano Vyvahar) with the general KKP community members (who became Sanatani but had not performed Deh-Shuddhi ritual) – on the day Laxminarayan Temple of Virani moti was inaugurated.

રતનશી ખીમજી ખેતાણી અને અન્ય લોકોએ ક. ક. પા. જ્ઞાતિ સાથે (એટલે કે જે લોકો સનાતની થઈ ગયા હોય પણ દેહ શુદ્ધિ ન કરાવી હોય – તેવા લોકો સાથે) ખાવા પીવાનો વ્યવહાર શરૂ કર્યો. પ્રસંગ – વિરાણી મોટી લક્ષ્મીનારાયણ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે.

61

● 24-Aug-1931
● VS-Kartak: 1987 Sharavan Sudh 12
● Monday

Satyanarayan Temple inaugurated at Virani (Koravali) (Tithi/Date is recorded in Kutchi Samvat Year, which starts in Ashad Month, as 1988 Shravan Sudh 12).

વિરાણી કોરાવાળી ગામમાં સત્યનારાયણ મંદિરની પ્રતિષ્ઠા (અષાઢ મહિનાથી શરૂ થતા કચ્છી સંવત પ્રમાણે તિથિ નોંધાયલી છે, જે છે ૧૯૮૮ શ્રાવણ સુદ ૧૨).

62

● 15-Feb-1937 Vasant Panchami
● VS-Kartak: 1993 Magh Sudh 5
● Monday

Formation of Ishwar Nagar, Vandhay.

ઈશ્વરનગર વાંઢાયની સ્થાપના.

63

● 19-May-1937
● VS-Kartak: 1993 Vaishakh Sudh 11
● Wednesday

During a meeting of whole KKP community (i.e., spread in ‘3 Panchadas’) Shri Ratanshi Khimji Khetani clarified the reasons and situation behind his team adopting a completely different approach for “Gnati Sudhar” (community reform, welfare and upliftment).


Under the guidance of Sant Odhavram Maharaj, Ratanshibhai chose the path of establishing Bhagwan Laxminarayan as Ishtdev (Primary Deity) of KKP community.

Today, history has invariably proved that this path turned out to be a great success. Also see entry date ‘Around 1925’ above.

સંપૂર્ણ જ્ઞાતિ એટલે ત્રણે પાંચાડાની જ્ઞાતિની સભામાં શ્રી રતનશી ખીમજી ખેતાણીએ ખુલાસો કર્યો કે જ્ઞાતિ સુધારના કાર્યોમાં તેમની ટીમ દ્વારા કેવા સંજોગોમાં અને પરિસ્થિતિમાં જ્ઞાતિ સુધારનો કઈ રીતે અને કેવો નવો રસ્તો અપનાવ્યો.

રતનશીભાઈબાપાએ સંત ઓધવરામ મહારાજના માર્ગદર્શન હેઠળ ભગવાન લક્ષ્મીનારાયણને ઈષ્ટદેવ તરીકે જ્ઞાતિમાં પ્રસ્થાપિત કરવાનો રસ્તો અપનાવ્યો.

ઈતિહાસે સાબિત કરી બતાવ્યું છે કે એ રસ્તો ખુબજ કારગર અને સફળ નિવડ્યો. વધુ માહિતી માટે ઉપર જણાવેલ દિનાંક “Around 1925” જુવો.

64

● 20-May-1937
● VS-Kartak: 1993 Vaishakh Sudh 11
● Thursday

Nakhtrana Navavas’s Laxminarayan Mandir inauguration.

નખત્રાણા નવાવાસમાં લક્ષ્મીનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા.

65

● Around: 1938

● VS-Kartak: 1994

After leaving Satpanth, the members of KKP community, who by then had adopted Sanatan Hindu religion, formed their first Mother/Central Samaj (for the benefit of Sanatanis).
1) At the time of formation, this Samaj was called “Shree Kutch Kadva Patidar Sanatani Samaj”
2) Thereafter on 10-May-1960 this Samaj was legally registered as “Shree Kutch Kadva Patidar Samaj”.
3) Later, on 24-Aug-1994, this Samaj was renamed as “Shri Akhil Bharatiya Kutch Kadva Patidar Samaj”.

સતપંથ ધર્મથી છૂટા પડેલા સનાતનીઓએ દ્વારા પોતાની (સનાતનીઓ માટે) માતૃ/કેન્દ્ર સમાજ ઊભી કરી.
૧) સ્થાપના વખતે તેનું નામ હતુંશ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજહતું.
૨) ત્યાર બાદ તા. ૧૦-મે-૧૯૬૦માં એ સમાજને કાયદાકીય રીતેશ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના નામથી રજિસ્ટર કરવામાં આવી.
૩) ત્યાર બાદ તા. ૨૪-ઓગસ્ટ-૧૯૯૪ના આ સમાજનું નામશ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજરાખવામાં આવ્યું.

66

● Around: 1938
● VS-Kartak: 1994

– Formation of this “Shree Kutch Kadva Patidar Sanatani Samaj” gave rise to a momentum of Formation of several Samajs at local village/city levels, which turned out to be a major step in institutionalizing the KKP community.
– Similarly Yuvak Mandals and Mahila Mandals were setup in those villages and cities.
– Today almost all such Samajs throughout India as well as abroad are members of ABKKP Samaj.

Note: the Formation of this Samaj turned out to be the main foundation for the growth and property of KKP community.

– “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજની સ્થાપના, જ્ઞાતિમાં સમાજ વ્યવસ્થા નિર્મિત થવા પાછળ કારણભૂત થઈ. આવનાર સમયમાં દરેક ગામ અને વિસ્તારમાં જ્ઞાતિ જનોને સંગઠિત કરવા માટેસમાજ વ્યવસ્થાઊભી થઈ, જેનાથી જ્ઞાતિ પદ્ધતિસર સંસ્થાના માધ્યમથી સંગઠિત થઈ.
તેવીજ રીતે ગામોગામ યુવક મંડળો અને મહિલા મંડળોની રચનાઓ કરવામાં આવી.
આજે ભારત તેમજ વિદેશની લગભગ દરેક ક. ક. પા સનાતની જ્ઞાતિની સમાજો કેન્દ્રીય સમાજની સભ્ય બની ગઈ છે.

નોંધ: ક. ક. પા. જ્ઞાતિના ઉત્થાન, વિકાસ, સમૃદ્ધિ, અને પ્રગતિમાં આ સંસ્થાની સ્થાપના પાયામાં છે.

67

● 21-Sep-1939
● VS-Kartak: 1995 Bhadarvo Sudh 8
● Thursday

In Civil Suit 168 of 1931 the Ahmedabad Civil Court framed the Consitution of “Imamshah Bawa Roza Sansthan Committee Trust” (Reg No E-738) -Pirana, the central/main organisation of Satpanthis – where all benefits of trust were given to Saiyyeds only. Satpanthis could only have darshan of the tomb and eat in common kitchen.

વર્ષ ૧૯૩૧ ના સિવિલ સૂટ ક્ર ૧૬૮માં અમદાવાદ દીવાની કોર્ટએઈમામશાહ બાવા રોઝા સંસ્થાન કમિટી ટ્રસ્ટ” (રજી ક્ર ઈ-૭૩૮) – પીરાણા, જે સતપંથીઓની માતૃ સંસ્થા છે, એ સંસ્થાનું બંધારણ ગડાયું. જેમાં ટ્રસ્ટના તમામ ફાયદાઓ માત્ર સૈયદોને આપવામાં આવ્યા છે. સતપંથીઓ માત્ર કબરના દર્શન કરી શકે અને ત્યાં ચાલતા ભોજનાલયમાં જમી શકે.

68

● 20-Oct-1941
● VS-Kartak: 1997 Aso Vad 14
● Monday

Death of Narayan Ramji Limbani (on Kaali Chaudas day)

નારાયણ રામજી લીંબાણીનો સ્વર્ગવાસ થયો (કાળી ચૌદસનો દિવસ)

69

● 02-Apr-1944
● VS-Kartak: 2000 Chaitra Sudh 9
● Sunday

Umiya Mataji Vandhay Mandir was inaugurated by Kutch Kadva Patidar Sanatan Samaj on this Ram Navami day.


(KKP Community got reconnected to Umiya Mataji, Unjha)

ઉમિયા માતાજી, વાંઢાય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા રામ નવમીના દિવસે, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા કરવામાં આવેલ.


(
ઉમિયા માતાજી ઊંઝા સાથે ક. ક. પા. જ્ઞાતિ ફરી જોડાઈ)

70

● 01-Oct-1944
● VS-Kartak: 2000 Aso Sudh 14
● Sunday

Gyati Reet Rivaj was framed and passed for the first time by Kutch Kadva Patidar Sanatani Samaj in a general meeting of Sanatani representatives of all villages of Kutch.


In some records the Vikram Samvat is mentioned as 2001. That is because of the Vikram Samvat Ashadh (VS-Asadh) calendar followed in Kutch region.

દરેક ગામના સનાતની પ્રતિનિધિઓની એક જાહેર સભા બોલાવીને કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ દ્વારા, પહેલી વખત જ્ઞાતિ રીત રિવાજો ઘડવામાં અને પાસ કરવામાં આવ્યા.


અમુક દસ્તાવેજોમાં વર્ષ ૨૦૦૧ જોવા મળે છે. તેનું કારણ છે કે એ કચ્છી વર્ષ (VS-Ashad) પ્રમાણે લખેલ છે. જેમાં અષાઢ મહિનામાં વર્ષ બદલી જાય છે.

71

● 07-Oct-1945 

● VS-Kartak: 2001 Aso Sudh 1

● Sunday

Swaminarayan Sect gave its acceptance for the first time to its own Sadhus coming from KKP community:

– A decision by Ahmedabad Swaminarayan Temple that from now onwards Swaminaray
an Sadhus coming from KKP community will be accepted by them.
– Earlier they were not given Diksha because KKP community was considered and treated as outcasts and called Momna Muslims, as they were following Satpanth religion.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ક. ક. પા. જ્ઞાતિમાંથી આવતા પોતાના સંપ્રદાયના સાધુઓને પહેલી વખત સ્વીકૃતતા આપી:

અમદાવાદ સ્વામીનારાયણ મંદિરની આગેવાનીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ક. ક. પા. જ્ઞાતિના સાધુઓને દીક્ષા આપવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.
અગાઉ ક. ક. પા. જ્ઞાતિથી આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને દીક્ષા નહોતી અપાતી. સતપંથ ધર્મના કારણે ક. ક. પા. જ્ઞાતિને મુમના મુસલમાન જ્ઞાતિ ગણવામાં આવતી અને એમની સાથે આભડછેટનો વ્યવહાર રાખવામાં આવતો.

72

● 23-Apr-1946
● VS-Kartak: 2002 Chaitra Vad 7
● Tuesday

Last 12 yearly marriage in KKP community

ક. ક. પા. જ્ઞાતિમાં છેલ્લા ૧૨ વર્ષીય લગ્ન

73

● 1954
● VS-Kartak: 2010

Dhansura Chhatralay (Hostel) opening. 1st Hostel of KKP Sanatan Samaj.

ક. ક. પા. જ્ઞાતિની પહેલી વિદ્યાર્થી હોસ્ટેલ ધનસુરા ખાતે સનાતની સમાજે શરૂ કરી.

74

● Onwards: 1957
● VS-Kartak: 2013

Purchase of several properties for Mandvi Samajwadi. 1) 10-Dec-1957  2) 28-Oct-1960   3) 05-Oct-1961    4) 02-Jan-1967

માંડવી સમાજ વાડી માટે મિલકતોની ખરીદી શરૂ કરવામાં આવી. શરૂઆતની ખરીદીની અમુક તારીખો છે.. 1) 10-Dec-1957  2) 28-Oct-1960   3) 05-Oct-1961    4) 02-Jan-1967

75

● 13-Jan-1957
● VS-Kartak: 2013 Posh Sudh 12
● Sunday

Death of Sant Odhavram on this Makar Sankranti day.

સંત ઓધવરામ મહારાજનો  સ્વર્ગવાસ (મકર સંક્રાંતિના દિવસે).

76

● Around: 1958
● VS-Kartak: 2014

First land purchased at Mandvi for Samaj wadi.

માંડવીમાં સમાજવાડી માટે પહેલી જમીન લેવામાં આવી.

77

● 22-Oct-1958
● VS-Kartak: 2014 Aso Sudh 10
● Wednesday

Land along with several existing structures was purchased on which the present Bhuj Samajwadi is erected. Decision to buy the property was taken on 13-Jul-1957.

હાલના સમયની ભુજ સમાજ વાડી માટે અમુક મકાનો સાથે જમીન ખરીદવામાં આવી. મિલકત ખરીદવાનો નિર્ણય તારીખ 13-જુલાઈ-1957 નો લેવાયો હતો.

78

● 10-May-1960
● VS-Kartak: 2016 Vaishakh Sudh 14
● Tuesday

1st KKP Gnati Adhiveshan under leadership of ABKKP Samaj.

અ. ભા. ક. ક. પા. સમાજની આગેવાનીમાં પહેલું જ્ઞાતિ અધિવેશન.

79

● 11-May-1960
● VS-Kartak: 2016 Vaishakh Sudh 15
● Wednesday

– KKP Samaj was legally registered. (See Sno. 66 & 67 about formation of ABKKP Samaj)
– Patidar Vidyarthi Bhavan (Hostel), Nakhtrana was inaugurated (land purchased on 11-Sep-1957).

– This samaj was later renamed as ABKKP Samaj.

ક. ક. પા. સમાજને કાયદાકીય રીતે રજીસ્ટર કરવામાં આવી. (જુવો ક્ર. 66 & 67 – કેન્દ્રીય સમાજની સ્થાપના)
પાટીદાર વિદ્યાર્થી ભવન (હોસ્ટેલ), નખત્રાણાનું ઉદઘાટન કરવામાં આવ્યું. (જમીન ખરીદી તા. ૧૧-સપ્ટેમ્બર-૧૯૫૭)
આ સમાજનું નામ પાછળથી બદલીને અ. ભા. ક. ક. પા. સમાજ રાખવામાં આવ્યું.

80

● 14-May-1964
● VS-Kartak: 2020 Vaishakh Sudh 3
● Thursday

Without any consideration in return, the ownership and administration of the Umiya Mataji Temple, Vandhay was handed over by Sadhu Shantidasji Guru Dayaldasji to a committee of 6 persons belonging to Sanatani KKP Samaj.

કોઈ પણ વળતરની અપેક્ષા રાખ્યા વગર, સાધુ શાંતિદાસજી ગુરુ દયાલદાસજીએ ઉમિયા માતાજી વાંઢાય મંદિરનો માલિકી હક્ક અને વહીવટ સનાતની કચ્છ કડવા પાટીદાર સમાજના ૬ અગ્રણીઓની એક સમિતિને સોંપી દીધો.

81

● 18-Oct-1966
● VS-Kartak: 2022 Aso Sudh 5
● Tuesday

Purchased govt. plot opposite Patidar Vidyarthi Bhavan, Nakhtrana

પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણાની સામે આવેલ સરકારી પ્લોટ ખરીદી કરવામાં આવ્યો.

82

● 1967 – 68
● VS-Kartak: 2023

Boys Hostel (Chhatralay) Bhuj started in Samajwadi.

ભુજ સમાજવાડીમાં કુમાર છાત્રાલય શરૂ કરવામાં આવ્યું.

83

● 28-Sep-1970
● VS-Kartak: 2026 Bhadarvo Vad 13
● Monday

Death of Ratanshi Khimji Khetani at Ghatkopar, Mumbai.

રતનશી ખીમજી ખેતાણીનો ઘાટકોપર ખાતે સ્વર્ગવાસ.

84

● 24-Dec-1972 to 26-Dec-1972
● VS-Kartak: 2029 Magsar Vad 4 to 6
● Sunday to Tuesday

YuvakSangh (later renamed as YuvaSangh) formed by initiative of Navchetan Patidar Yuvak Mandal, Kolkata, which called representatives from all over India. Function between 24 to 26-Dec-1972 at Kolkata.

યુવક સંઘની સ્થાપના કરવામાં આવી. જેનું નામ પાછળથી યુવાસંઘ રાખવામાં આવ્યું. આ માટે નવચેતન પાટીદાર યુવક મંડળ, કોલકાતા દ્વારા સમસ્ત ભારતભરમાંથી પ્રતિનિધિઓની સભા તા. ૨૪ થી ૨૬-ડિસેમ્બર-૧૯૭૨ દરમ્યાન કોલકાતામાં બોલાવવામાં આવેલ હતી.

85

● 20-Sep-1973
● VS-Kartak: 2029 Bhadarvo Vad 8
● Thursday

Land purchased for constructing Boy’s Hostel in Bhuj.

કુમાર છાત્રાલય, ભુજ માટે જમીન ખરીદવામાં આવી.  

86

● 22-May-1977 to 23-May-1977

● VS-Kartak: 2033 Jeth Sudh 4 to 5

● Sunday to Monday

2nd KKP Gnati Adhiveshan under leadership of ABKKP Samaj.

Main Focus:
1) Reforming Outwardly Behaviour (Bahya Acharan) especially relating to “Chori Vidhi” for marriages and “Agni Sanskar” (to cremate and not to bury) for the dead persons.
2) Speaker of Gujarat Vidhana, Kundanlal Dholakiya offered government land for building Surgical Hospital to Kendra Samaj, on which today’s Devashish Hospital stands.

અ. ભા. ક. ક. પા. સમાજની આગેવાનીમાં બીજું જ્ઞાતિ અધિવેશન

મુખ્ય મુદ્દાઓ:
૧) બાહ્ય આચરણમાં સુધારો લાવવા માટે ચોરી વિધિ થી લગ્ન અને મરણ પછી અગ્નિ સંસ્કાર (ભૂમિ દાહ નહીં) કરવાનો નિર્ણય.
૨) ગુજરાત વિધાનસભાના સ્પીકર કુંદનલાલ ધોળકિયાએ નખત્રાણામાં સર્જીકલ હોસ્પિટલ બનાવવા માટે સરકારી જમીન કેન્દ્ર સમાજને આપવાની જાહેરાત કરી, જેના પર આજે દેવાશીષ હોસ્પિટલ ઊભી છે.

87

● 23-May-1977
● VS-Kartak: 2033 Jeth Sudh 5
● Monday

YuvaSangh’s constitution was passed.

યુવાસંઘનું બંધારણ પાસ કરવામાં આવ્યું.

88

● 16-Nov-1978
● VS-Kartak: 2035 Kartak Vad 2
● Thursday

Executive Body (Karobari) of Umiya Mataji Unjha passed resolution to stop KKP community from following Satpanth religion.

ઊંઝા ખાતે ઉમિયા માતાજી મંદિરની કારોબારી દ્વારા ક. ક. પા. જ્ઞાતિમાં સતપંથ ધર્મને રોકવા માટે લેવામાં આવેલ નિર્ણય.

89

● 24-Jul-1980
● VS-Kartak: 2036 Ashadh Sudh 12
● Thursday

Gandhidham Samajwadi’s land was purchased.

ગાંધીધામ સમાજવાડીની જમીન ખરીદવામાં આવી.

90

● 1981
● VS-Kartak: 2037

Kanya (Girls Hostel) Chhatralay Bhuj started on temporary basis in Bhuj Samaj Wadi.

ભુજ સમાજવાડીમાં પ્રાયોગિક ધોરણે કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી.

91

● 18-May-1985 to 19-May-1985
● VS-Kartak: 2041 Vaishakh Vad 14 to Amavasya
● Saturday to Sunday

3rd KKP Gnati Adhiveshan under leadership of ABKKP Samaj.

અ. ભા. ક. ક. પા. સમાજની આગેવાનીમાં ત્રીજું જ્ઞાતિ અધિવેશન.

92

● 20-May-1986
● VS-Kartak: 2042 Vaishakh Sudh 11
● Tuesday

Inauguration of building for Boys Hostel (Chhatralay) Bhuj constructed on new land.

નવી જમીનમાં બાંધેલ કુમાર છાત્રાલય, ભુજનું ઉદઘાટન.

93

● 24-Nov-1987
● VS-Kartak: 2044 Margsar Sudh 3
● Tuesday

Patidar Sewa Sangh and Gau Raksha Kendra – Mathal.

પાટીદાર સેવા સંઘ અને ગૌ રક્ષા કેન્દ્ર – મથલ.

94

● 1988
● VS-Kartak: 2044

Vallabh Vidyanagar Hostel started in a rented place by Yuvasangh.

વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલ – યુવાસંઘ દ્વારા ભાડાના મકાનમાં પ્રાયોગિક ધોરણે ચાલુ.

95

● 19-Aug-1990
● VS-Kartak: 2046 Shravan Vad 14
● Sunday

Gandhidham Samajwadi was inaugurated.

ગાંધીધામ સમાજવાડીનું ઉદઘાટન.

96

● 1991
● VS-Kartak: 2047

“Kranti Dal” was formed to protect the members of the Samaj against the atrocities and injustice meted out by corrupt government officials, anti-social elements etc.

ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને અસામાજિક તત્ત્વો વગેરે દ્વારા સમાજના લોકો પર થતા અન્યાય અને અત્યાચાર સામે લડત આપવાક્રાંતિ દળની સ્થાપના કરવામાં આવી.

97

● 28-Apr-1993 to 30-Apr-1993
● VS-Kartak: 2049 Vaishakh Sudh 7 to 9
● Wednesday to Friday

4th KKP Gnati Adhiveshan under leadership of ABKKP Samaj.

અ. ભા. ક. ક. પા. સમાજની આગેવાનીમાં ચોથું જ્ઞાતિ અધિવેશન.

98

● 28-Apr-1993
● VS-Kartak: 2049 Vaishakh Sudh 7
● Wednesday

Opening of Kanya (Girls Hostel) Chhatralay at Nakhtrana.

કન્યા છાત્રાલય – નખત્રાણાનું ઉદઘાટન.

99

● 17-Apr-1994
● VS-Kartak: 2050 Chaitra Sudh 6
● Sunday

Nanji Virji Dholu Vidyarthi Chhatralay, Mandvi -(Girls Hostel) opening.

નાનજી વિરજી ધોળું છાત્રાલય (કન્યા છાત્રાલય) – માંડવીનું ઉદઘાટન.

100

● 28-Jan-1995 to 29-Jan-1995
● VS-Kartak: 2051 Posh Vad 12 to 13
● Saturday to Sunday

– Opening ceremony of Vallabh Vidyanagar Hostel.
– Yuvasangh had purchased the land along with structures in the name of ABKKP Samaj and ABKKP Samaj came up with the hostel and other facilities.

વલ્લભ વિદ્યાનગર હોસ્ટેલનું ઉદઘાટન
યુવાસંઘ દ્વારા કેન્દ્રીય સમાજના નામે બાંધકામ સાથે જમીન ખરીદી કરેલ અને કેન્દ્રીય સમાજે હોસ્ટેલ અને અન્ય સુવિધાઓ ઊભી કરેલ.

101

● 04-Feb-1996

● VS-Kartak: 2052 Maha Sudh 15

● Sunday

Under the leadership of Shri Premji Punja Vasani who was the presiding President of kendriya Samaj, a committee called Laxminarayan Sanatan Dharm Prachar Samiti was formed to bring all KKP Laxminarayan temples under one roof. Which later went on to form Laxminarayan Kendra Sthan (Sanskar Dham) at Desalpar Vandhay.

ક. ક. પા. જ્ઞાતિના સમસ્ત લક્ષ્મીનારાયણ મંદિરોને એક છત્ર નીચે લાવવા માટે, કેન્દ્રીય સમાજના તત્કાલીન પ્રમુખ શ્રી પ્રેમજી પૂંજા વાસાણીના પ્રમુખ સ્થાને લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિની રચના કરવામાં આવી. જેણે આગળ જતાં લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન (સંસ્કાર ધામ) દેસલપર વાંઢાયની સ્થાપના કરી.

102

● 21-May-1997
● VS-Kartak: 2053 Vaishakh Sudh 14
● Wednesday

Mahila Sangh constitution passed and thus Mahila Sangh formally came into existence.

મહિલા સંઘનું બંધારણ પાસ કરીને મહિલા સંઘની વિધિસર સ્થાપના કરવામાં આવી.

103

● 1999
● VS-Kartak: 2055

Following trusts…,
1) Umiyadevi Tatha Ishwar Ramji Annakshetra And Charitable Trust (established on 28-Mar-1977), and

2) Umiya Mataji Trust, (established in 1982).


… were merged and a trust called “Umiya Mataji Ishwar Ramji Trust” (A-1414) was formed which presently is in charge of the affairs of the Umiya Mataji Temple, Vandhay
.

ઉમિયા માતાજી વાંઢાય મંદિરનો વહીવટ ચલાવવા માટે, નીચે જણાવેલ બે ટ્રસ્ટો…
૧) ઉમિયા દેવી તથા ઈશ્વર રામજી અન્નક્ષેત્ર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ (સ્થાપના ૨૮-માર્ચ-૧૯૭૭), અને
૨) ઉમિયા માતાજી ટ્રસ્ટ (સ્થાપના ૧૯૮૨)

ના વિલીનીકરણ કરી એક ટ્રસ્ટ ઊભું થયું, જેનું નામ ઉમિયા માતાજી ઈશ્વર રામજી ટ્રસ્ટ (એ-૧૪૧૪) બનાવવામાં આવ્યું. હાલે આ ટ્રસ્ટ ઉમિયા માતાજી વાંઢાયના મંદિરનું સંચાલન કરી રહ્યું છે.

104

● 14-May-2000
● VS-Kartak: 2056 Vaishakh Sudh 11
● Saturday

Constitution of Shree Uma Education and Charitable Trust was passed in Extraordinary General Meeting of ABKKP Samaj.

કેન્દ્ર સમાજની અસાધારણ સામાન્ય સભામાં શ્રી ઉમા એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના બંધારણને બહાલી આપવામાં આવી.

105

● 11-Jun-2002
● VS-Kartak: 2058 Jeth Sudh 1
● Tuesday

Bhuj Kanya (Girls) Vidyalaya (Highschool) and Kanya (Girls) Chhatralay (Hostel) new building opening.

ભુજ કન્યા વિદ્યાલય (હાઈ સ્કૂલ) અને છાત્રાલયનું નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

106

● 11-Jun-2002
● VS-Kartak: 2058 Jeth Sudh 1
● Tuesday

Bhuj Kanya (Girls) Vidyalaya (Highschool) started with classes std 8, 9 and 10.

ભુજ કન્યા વિદ્યાલય (હાઈ સ્કૂલ)નું ઉદઘાટન – ધોરણ , ૯ અને ૧૦ ના ધોરણો શરૂ કરવામાં આવ્યા.

107

● 16-Oct-2005
● VS-Kartak: 2061 Aso Sudh 14
● Sunday

Opening of ABKKP Samaj’s Devashish Hospital, Nakhtrana.

કેન્દ્રીય સમાજના દેવાશીષ હોસ્પિટલ નખત્રાણાનું ઉદઘાટન કરવામાં આવ્યું.

108

● 02-May-2007
● VS-Kartak: 2063 Vaishakh Sudh 15
● Wednesday

Opening of Lakhu Virji Dholu Vidyarthi Hostel, Mandvi (Boys Hostel) owned by ABKKP Samaj.

અ. ભા. ક. ક. પા. સમાજની માલિકીનું લખું વિરજી ધોળુ (કુમાર છાત્રાલય) માંડવીનું ઉદઘાટન.

109

● Jun-2007
● VS-Kartak: 2063 Vaishakh-Adhik

SUV School under Uma Education Trust, Valthan, Surat -opening.

ઉમા એજુકેશન ટ્રસ્ટ દ્વારા S.U.V. સ્કૂલ સુરતનું ઉદઘાટન.

110

● 27-May-2008
● VS-Kartak: 2064 Vaisakh Vad 7
● Tuesday

Purchased private plot opposite Patidar Vidyarthi Bhavan, Nakhtrana

પાટીદાર વિદ્યાર્થી ભવન નખત્રાણાની સામે આવેલ ખાનગી પ્લોટ ખરીદી કરવામાં આવ્યો.

111

● 01-Apr-2009 to 03-Apr-2009
● VS-Kartak: 2065 Chaitra Sudh 6 to 8
● Wednesday to Friday

Umiya Mataji Vandhay -New Temple Inauguration function.

ઉમિયા માતાજી વાંઢાય નુતન મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી.

112

● 07-Aug-2009
● VS-Kartak: 2065 Shravan Vad 1
● Friday

Himmatbhai’s Historical Speech at AGM of ABKKP Samaj which is marked as start of present revolution relating to Satpanth.

અ. ભા. ક. ક. પા. સમાજની વાર્ષિક સામાન્ય સભામાં હિંમતભાઈનું ઐતિહાસિક ભાષણ – જે હાલની સતપંથ અંગેની ક્રાંતિની શરૂઆત ગણવામાં આવે છે.

113

● 07-Aug-2009
● VS-Kartak: 2065 Shravan Vad 1
● Friday

Resolution passed in general meeting of ABKKP Samaj to take over GMDC College Nakhtrana.

GMDC કોલેજ નખત્રાણાનો વહીવટ અ. ભા. ક. ક. પા. સમાજ દ્વારા હસ્તગત લેવાનો સર્વાનુમતે ઠરાવ સામાન્ય સભામાં લેવામાં આવ્યો.

114

● 25-Mar-2010
● VS-Kartak: 2066 Chaitra Sudh 10
● Thursday

White Paper (Shwet Patra) released by ABKKP Samaj stating that ABKKP Samaj is of Sanatanis only (not of Satpanthis).

શ્વેત પત્ર – શ્રી અ. ભા. ક. ક. પા. સમાજ માત્ર સનાતનીઓની સમાજ છે (સતપંથીઓની નથી) એવો શ્વેત પત્ર બહાર પાડવામાં આવ્યો.

115

● 07-May-2010

● VS-Kartak: 2066 Vaishakh-Adhik Vad 9 

● Friday

Amended constitution of ABKKP Samaj passed unanimously in presence of more than 25000 people. Though challenged in courts, the essence is that KKP community declared that Satpanth is not acceptable in ABKKP Samaj anymore.

૨૫ હજારથી વધારે અભૂતપૂર્વ જનસંખ્યા વચ્ચે અ. ભ. ક. ક. પા. સમાજનું સુધારેલું બંધારણ પાસ કરવામાં આવ્યું. ભલે આ બંધારણ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલતો હોય, પણ જ્ઞાતિએ સ્પષ્ટ નિર્ણય આપ્યો કે સતપંથ હવે અ. ભા. ક. ક. પા. સમાજમાં સ્વીકાર્ય નથી.

116

● 10-May-2010 to 12-May-2010
● VS-Kartak: 2066 Vaishakh-Adhik Vad 12 to 14
● Monday to Wednesday

5th KKP Gnati Adhiveshan under leadership of ABKKP Samaj and celebration of completion of 50 years of ABKKP Samaj called Swarnim Mahotsav. Function was held at Nakhtrana.

અ. ભા. ક. ક. પા. સમાજની આગેવાનીમાં પાંચમું જ્ઞાતિ અધિવેશન અને અ. ભા. ક. ક. પા. સમાજના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે મનાવેલ સ્વર્ણિમ મહોત્સવ.
કાર્યક્રમ નખત્રાણા ખાતે યોજવામાં આવેલ હતો.

117

● 20-Jul-2010
● VS-Kartak: 2066 Ashadh Sudh 10
● Tuesday

One of the main objectives behind formation of YuvaSangh was to propagate Sanatan religion in order to free the KKP community completely from the clutches of Satpanth. However, Yuvasangh became victim of deceptive propaganda like Unity, Harmony, Organisation by use of Taqiyya, and forgot this main objective.

In order to bring this objective to forefront and to educate and bring clarity the youth about the religion and to propagate Sanatan Hindu religion, the YuvaSangh issued a historical order on this date.

યુવસંઘની સ્થાપના વખતના મુખ્ય ૫ (પાંચ) ઉદ્દેશોમાંનો એક ઉદ્દેશ હતો જ્ઞાતિને સતપંથમાંથી સંપૂર્ણ રીતે છોડાવવા માટે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવો. પરંતુ એકતા સંપ સંગઠન જેવી ભ્રામક તાકીયાની રમતમાં ફસાઈ સંઘ આ મૂળ ઉદ્દેશ ભૂલી ગયેલ.

એ મૂળ ઉદ્દેશને ફરીથી ઉજાગર કરવા અને યુવાનો માટે ધર્મ બાબતે ચોખવટ કરતો અને સનાતન ધર્મને ઉજાગર કરવા માટે યુવસંઘ વતીથી ઐતિહાસિક આદેશ આપવામાં આવ્યો.

118

● 11-May-2011 to 14-May-2011
● VS-Kartak: 2067 Vaisakh Sudh 8 to 12
● Wednesday to Saturday

Laxminarayan Kendra Sthan (Sanskar Dham) Desalpar (Vandhay) inaugurated. Pranpratishtha on 11-May-2011.

લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન (સંસ્કાર ધામ) દેસલપર (વાંઢાય)નું ઉદઘાટન. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તા. ૧૧-મે-૨૦૧૧ ના કરવામાં આવી.

119

● 09-Jun-2017
● VS-Kartak: 2073 Jeth Sudh 15
● Friday

Gandhidham – Reconstructed Samajwadi building was inaugurated.

ગાંધીધામ નુતન સમાજ વાડી ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું.

120

● 08-Oct-2017
● VS-Kartak: 2073 Aso Vad 3
● Sunday

1) Historic judgement by Unjha – Umiya Mataji’s arbitration committee on the issue of Satpanth dispute.

2) Judgement asked Satpanthis to leave Satpanth and join mainstream Sanatani Samaj.
Note: This judgement gives clear message that Satpanth religion is not acceptable in Kadva Patidar community and that Kadva Patidars should leave Satpanth religion.

૧) ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નિમયેલ લવાદપંચ દ્વારા સતપંથ વિવાદ અંગે ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો.

૨) જેમાં સતપંથીઓને સતપંથ ધર્મ ત્યાગી મુખ્ય ધારા એટલે સનાતની સમાજમાં ભળી જવાનો આદેશ આપેલ.

નોંધ: આ ચુકાદો દ્વારા ચોખ્ખો સંદેશ આપવામાં આવ્યો છે કે સતપંથ ધર્મ કડવા પાટીદાર જ્ઞાતિ માટે પાળવા લાયક નથી. અને કડવા પાટીદારોએ સતપંથ ધર્મ ત્યાગી દેવો જોઈએ.

121

● 22-Aug-2018
● VS-Kartak: 2074 Shravan Sudh 11
● Wednesday

Judgement by Umiya Mataji Vandhay arbitration panel on Mandvi Hostel fraud matter. Judgment stated that the Mandvi Hostel is owned by ABKKP Samaj.

માંડવી હોસ્ટેલ કાંડમાં વાંઢાય ઉમિયા માતાજી દ્વારા નિમાયેલ પંચો દ્વારા નિર્ણય આપવામાં આવ્યો કે માંડવી હોસ્ટેલ અ. ભ. ક. ક. પા. સમાજની માલિકીની છે.

122

● 27-Aug-2018
● VS-Kartak: 2074 Shravan Vad 1
● Monday

In process of implementation the Unjha’s Judgement, some important resolutions passed in Vishesh Sabha (Special Meeting) of KKP Sanatan community whereby it was decided that from now onwards Sanatan Samaj will cut all social and religious ties with Satpanth Samaj. No new marital relations with Satpanthis either.


Note: These resolutions are passed to ensure that in future, no problems relating to Satpanth, arise in the KKP community.

ઊંઝાના ચુકાદાનું પાલન કરવાની પ્રક્રિયાને આગળ ધપાવતાં, ક. ક. પા. સનાતન જ્ઞાતિ દ્વારા વિશેષ સભા બોલાવવામાં આવી જેમાં સતપંથીઓ સાથે તમામ સામાજિક અને ધાર્મિક વ્યવહાર કાપી નાખવાના ઠરાવો કરવામાં આવ્યા. તેમજ નવા લગ્ન સંબંધો (સગપણો) ન કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો.

નોંધ: ભવિષ્યમાં સતપંથના કારણે જ્ઞાતિમાં સમસ્યા ઉત્પન્ન ન થાય એના માટે આ ઠરાવો પસાર કરવામાં આવેલ છે.

123

● 28-May-2019
● VS-Kartak: 2075 Vaishakh Vad 9
● Tuesday

Purchased Suvidha Kendra’s property at Ahmedabad.

અમદાવાદ ખાતે સુવિધા કેન્દ્રની મિલકત ખરીદવામાં આવી.

124

● 16-Aug-2019

● VS-Kartak: 2075 Shravan Vad 1

● Friday

“Maa Uma no Aadesh Satpanth Chhodo” popularly known as “Satpanth Chhodo” Book was published and released.
– This book covers in detail the proceedings behind Unjha’s judgement and Vishesh Sabha resolutions.

મા ઉમાનો આદેશ સતપંથ છોડોપુસ્તક જેણે સામાન્ય રીતેસતપંથ છોડોપુસ્તકનું પ્રકાશન અને વિમોચન કરવામાં આવ્યું.
ઊંઝાના ચુકાદા માટે તેમજ વિશેષ સભાના ઠરાવો પાછળ થયેલ ગતિવિધિઓની વિસ્તૃત જાણકારી આ પુસ્તકમાં છે.

125

● 18-Jun-2021
● VS-Kartak: 2077 Jeth Sudh 8
● Friday

New land at Bhuj was purchased by ABKKP Samaj.

ભુજમાં નવી જમીન કેન્દ્રીય સમાજ દ્વારા લેવામાં આવી.

126

● 11-May-2023 to 14-May-2011
● VS-Kartak: 2079 Vaishakh Vad 6 to 10
● Thursday to Sunday

1st Sanatani KKP Gnati Adhiveshan under leadership of ABKKP Samaj. Celebration of completion of 100 years of Gyati Parishads of 1920s, 50 years of YuvaSangh and 25 years of MahilaSangh. Function was held at Nakhtrana.

અ. ભા. ક. ક. પા. સમાજની આગેવાનીમાં પહેલું સનાતની જ્ઞાતિ અધિવેશન. ૧૯૨૦ના દાયકામાં યોજાયેલ જ્ઞાતિ પરિષદના ૧૦૦ વર્ષ, યુવસંઘના ૫૦ વર્ષ અને મહિલા સંઘના ૨૫ વર્ષ પૂર્ણ થવાનો મહોત્સવ. કાર્યક્રમ નખત્રાણા ખાતે યોજવામાં આવેલ હતો.

Leave a Reply

Share this:

Like this: