9 thoughts on “Photo Album of ABKKP Samaj

  1. લક્ષ્મીનારાયણ કી જય…
    સનાતન ધર્મ કી જય…

    આ જયઘોષ સાથે 10 મે થી 14 મે, 2023 દરમ્યાન કચ્છની ધરતી પર નખત્રાણા ગામે સનાતની શતાબ્દી મહોત્સવ રંગે-ચંગે નિર્વિઘ્ને પૂર્ણ થયો. સંસારના રંગ-મંચ પર નાટક ભજવતા માનવીને કયા અને કયું પાત્ર આપવું એ ઈશ્વરે નકકી કરીને મૂક્યું છે. એ ઇશ્વરીય પાત્ર થકી આપણને અબજી બાપા અને ગોપાલ બાપા મળ્યા. જેમણે મહોત્સવનું પુરું બીડું ઉપાડ્યુ. એમને આપણી સમાજના યુવાઓના થનગનાટની સાથે સતત પરિશ્રમી એવા યુવાસંઘનો સાથ મળ્યો. યુવાસંઘ સાથે આપણી શક્તિ સ્વરૂપા એવી નારી શક્તિ મહિલાસંઘનો સાથ મળતા સોનામાં સુગંધ ભળી. પછી મહોત્સવને જે રંગ લાગ્યો એનું વર્ણન કરવું મુશ્કેલ છે. એનું વર્ણન શબ્દોમાં થઈ શકે એમ નથી. ત્યાં વખાણ કરવા માટે મારા શબ્દો ઓછા પડશે.

    ઘણાં દિવસો કહું કે મહિના કે વર્ષ કહું, જેનો સૌ આતુરતાથી રાહ જોતા હતા એ દિવસ એટલે કે 10 મે આખરે આવી ગયો. લોકોની આતુરતાનો અંત આવ્યો.

    પ્રથમ દિવસે શોભા”ની “યાત્રા એટલે કે શોભાયાત્રા. સંતોની સાથે નાદના તાલ, ડી જે, ઢોલ નગારાથી શોભાયાત્રાની શરૂઆત થઈ. સનાતન ધર્મ કી જય… લક્ષ્મીનારાયણ કી જય… ની ગૂંજ સાથે 44 ડિગ્રી ગરમીમાં લોકોનો ઉત્સાહ જોઈ સૂર્યનારાયણ પણ ઝાંખા પડતાં હતાં. ગરમીનો અહેસાસ નહીં અને ઉત્સાહની લાલી લોકોના ચહેરા પર ચમકતી હતી. સાંજે સૂરજ ઢળતા શંખનાદના ધ્વનિ સાથે જયઘોષ થયો. શંખનાદનો રેકોર્ડ બનાવી પ્રથમ દિવસ પૂર્ણ થયો.

    બીજે દિવસે સવારથી જ સભા મંડપ ખીચો-ખીચ ભરાઇ ગયા. શરૂઆતનો દૌર રૂપાલાજીના પ્રવચનથી થયો. પછી માનનીય નરેન્દ્ર મોદીજી અને ભૂપેન્દ્ પટેલે વર્ચ્યુઅલ મીટિંગમાં સંબોધન આપી સમાજનુ ગૌરવ વધાર્યું. બપોરે સંતોના આગમન થયા. આપણા ચાર મઠમાંથી એક મઠ દ્વારકાના ગાદીપતિ ગુરુ શ્રી શંકરાચાર્યજીના પુનિત પગલા નખત્રાણા ગામની ધરતી પર પડયા. અનેક સંતોના સન્માન કર્યાં અને સંતોએ પોતાની અમૃતવાણીથી આશીર્વાદ આપ્યાં. રાત્રે નરોડા સમાજ દ્વારા પસ્તુત સનાતન નાટિકા રજૂ કરવામા આવી.

    ત્રીજો દિવસ એટલે યુવાસંઘની સ્થાપનાને 50 વર્ષ પૂરા થતા ઉજવાતો સુર્વણ જંયતિ મહોત્સવ. યુવાસંઘ દ્વારા તૈયાર કરવામા આવેલ સ્પર્ધાઓ અને પ્રોગ્રામની શરૂઆત થઈ. યુવાધને જે કામ કર્યું તે બિરદાવા યોગ્ય છે. યુવાધન એટલે જ સમાજનુ ધન છે.

    ચોથા દિવસ એટલે આપની નારી શક્તિ મહિલાસંઘને 25 વર્ષ પૂરા થયા એના સન્માનનો કાર્યક્રમ. મહિલાસંઘ એટલું ઉત્સાહમાં હતું જાણે પોતાને ઘરે જ પ્રોગ્રામ હોય. હું સમાજને આભાર માનીશ જેણે સ્ત્રીને સમજી સ્ટેજ આપ્યું અને હોદો આપ્યો.

    પાંચમો દિવસ અધિવેશનનો છેલ્લો અને મહત્વપુર્ણ દિવસ. લોકોના આંખ અને કાન રાહ જોતા હતા તે દિવસ. કડક બંદોબસ્ત વચ્ચે સભા મંડપમાં થોડી વાર માટે સન્નાટો છવાઈ ગયો. ત્રણે-ત્રણ સભા મંડપ ખીચો-ખીચ ભરાઇ ગયા. જ્યારે એક પછી એક નિયમોની રજુઆત થઈ તો લોકોના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ.

    સમાજના સભ્યોએ જે જે સમિતિમાં યોગદાન આપ્યું અને આટલી ગરમીમાં જે સેવા આપી છે એના માટે સન્માન પણ ઓછું પડે એમ છે. ભોજન વ્યવસ્થા માટે તો શું કહેવું. હસતા મોઢે ભોજન પીરસતા જોઈ ભોજનનો આનંદ કાંઈક અનેરો હતો. એક એક સમિતિ માટે વાહ… વાહ…

    મારા જીવનનો યાદગાર પ્રોગ્રામ. મારો જ શું કામ સમાજના બધા જ સભ્યો માટે યાદગાર મહોત્સવ બની રહેશે.

    કચ્છ કડવા પટેલ સનાતન હિન્દુ સમાજને પ્રિયા ના વંદન પ્રણામ..

    1. જય લક્ષ્મીનારાયણ 🙏
      જય સનાતન
      સનાતન શતાબ્દી મહોત્સવ ની યાદ તાજી કરાવી, એક એક પળ નુ સચોટ વર્ણન કર્યુ છે, આપનો લેખ વાચીને એમ લાગ્યુ કે મહોત્સવ ને માણી રહ્યા હોઈએ
      બહુજ સરસ🙏 વારંવાર સનાતન શતાબ્દી મહોત્સવ ને યાદ કરાવતા રહેશો પ્રીયાજી🙏🙏

  2. વખાણવા લાયક યાદગીરી ને સાચવેલ છે અને દરેક ને જોવાનો લ્હાવો આપ્યો છે.

    પણ આ સનાતન સતબ્દી ઉત્સવ માં છેલ્લા દાયકાથી વધુ સમય સનતનીની ચળવળ,જાગૃતિમાં જેઓએ કોઈપણ હોદ્દા વગર અને પોતાની જાનના જોખમે જેઓ એ પોતાનું લોહી પાણી એક કર્યું છે તેઓ પર બિલકુલ ધ્યાન આપવામાં આવેલ નથી, તેને સમાજે કયા કારણસર આમ કર્યું એ મોટો પ્રશ્ન છે અને રહેશે.

  3. ફોટા સરસ છે પણ મને ઓછા દેખાય છે કે બીજા છે જણાવવા વિનતી

    1. As there are many photos it takes some time to load…
      After opening the page, please wait for few additional seconds… the photos will be visible soon.

Leave a Reply