ટૂંકાક્ષર | = | સંપૂર્ણ સ્વરૂપ |
અ.ભ.ક.ક.પા. સમાજ (A.B.K.K.P. Samaj) | = | શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ |
ક.ક.પા. (K.K.P.) | = | કચ્છ કડવા પાટીદાર |
ક.ક.પા. સમાજ | = | શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ |
કણબી | = | કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ |
કેન્દ્રીય સમાજ / માતૃ સમાજ / શ્રી સમાજ | = | શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ (ક. ક. પા. સનાતન જ્ઞાતિની માતૃ સંસ્થા) |
ખાના / ખાનું | = | સતપંથની ધાર્મિક સ્થળ જેનું મૂળ નામ છે; જમાતખાના. ત્યારબાદ સમયાંતરે અપભ્રંશના કારણે અને તાકીયાનો ઉપયોગ કરીને ધાર્મિક ઓળખ છુપાવવા માટે… – જમાતખાના પરથી ખાના / ખાનું, – ખાના પરથી જગ્યા / જગયું – જગ્યા પરથી જ્યોત, – જ્યોત પરથી જ્યોતિ ધામ, જ્યોતિ મંદિર, – સતપંથ મંદિર, – મૂર્તઝા અલી તાલીબનું સતપંથી નામ નકલંકી નારાયણ પરથી નકલંકી/નિષ્કલંકી ધામ, નકલંકી/નિષ્કલંકી મંદિર.. વગેરે .. સમય-સમય પર જુદા-જુદા નામો રાખવામાં આવ્યા છે. |
ગેઢેરા / પટેલ / મુખી પટેલ | = | જ્ઞાતિના આગેવાનો/નેતાઓ/લિડરો. જેમણે અમુક સંદર્ભમાં ક્યારેક “પટેલ” પણ કહેવામાં આવતું. એમને “મુખી પટેલ” પણ કહેવામાં આવતું. [88:Page 546] |
ઘરવાપસી | = | વિધર્મને સંપૂર્ણ પણે ત્યાગીને મૂળ સનાતન હિન્દુ ધર્મ સ્વીકારવો |
જૂનો ધર્મ | = | સતપંથ ધર્મ, પીરાણા પંથ, પીરાણા સતપંથ ધર્મ, ઈમામશાહી મત, ગુપ્ત પંથ, કલ્પિત ધર્મ, મામદાહીન્દુ પંથ [88:Page 9], વગેરે નામથી પણ ઓળખાય છે. |
જ્ઞાતિ / જ્ઞાતિ | = | સંદર્ભ અનુસાર.. કડવા પાટીદાર જ્ઞાતિ, અથવા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, અથવા કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ |
તા. | = | તારીક અથવા તારીખ |
દા. ત. / દા. x ત. | = | દાખલા તરીકે |
દી. | = | દિનાંક |
નવો ધર્મ | = | સાચો સનાતન હિન્દુ ધર્મ |
પાંચાડો / પાંચાડા | = | વિસ્તાર કચ્છમાં કણબીઓનો વિસ્તાર ત્રણ પાંચાડામાં વહેંચાયેલ છે. [88:Page 545]. 1) ઉગામણા (પૂર્વ) પાંચાડો, 2) વચલો પાંચાડો અને 3) આથમણો (પશ્ચિમ) પાંચાડો એટલે ક. ક. પા. જ્ઞાતિને ત્રણ પાંચાડાની જ્ઞાતિ પણ કહેવામાં આવે છે. પાંચાડા પ્રમાણે ગામોની યાદી માટે જુઓ [86:Page 37 to 40]. |
પાંટીઓ | = | ઘરો ઘર જઈને લોકોને સંદેશો પહોંચાડવાવાળો વ્યક્તિ |
પાવળ / નૂર / અમી | = | હિન્દુ મંદિરમાં દર્શન પછી જેમ ચરણામૃત આપવામાં આવે છે, તેમ સતપંથના ધાર્મિક સ્થળ એટલે ખાનામાં પીરાણાથી આવેલ એક ગોળીને પાણીમાં પિગળાવીને તૈયાર કરેલું પાણી આપવામાં આવે છે. આ ગોળીને પાવળ / નૂર / અમીની ગોળી કહેવામાં આવે છે. |
પીરાણાની પોલ | = | નારાયણ રામજી કોન્ટ્રાકટર/લીંબાણી દ્વારા લેખિત “પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” [88] પુસ્તક |
બોર્ડિંગ | = | વિદ્યાર્થી હોસ્ટેલ, છાત્રાલય |
રા. રા. | = | રાજ્યમાન રાજશ્રી |
વર્ષ | = | ઈ. સ. = હાલ પ્રચલિત આંતરાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણેની દિનાંક/વર્ષ. |
વાડી | = | સમાજના લોકો એક જગ્યા ઉપર ભેગા થઈ શકે એવી વ્યવસ્થા. જેણે સમાજ વાડી પણ હેવામાં આવે છે. દા. x ત. સમાજ ભવન |
સતપંથની સમસ્યા | = | સતપંથના કારણે ઊભી થતી સમસ્યાઓ |
સનાતન / સનાતની જ્ઞાતિ | = | કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ |
સનાતન / સનાતની સમાજ | = | કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિનો સમાજ |
સમાજ | = | સામાન્ય રીતે કેન્દ્રીય સમાજ, માતૃ સમાજ, અ.ભ.ક.ક.પા. સમાજ, સનાતન સમાજ. સંદર્ભ અનુસાર ક્યાંક એનો અર્થ “જ્ઞાતિ” પણ થાય છે. |