Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
59. હિન્દુ દેવતાઓ હોવા છતાં, ઇસ્લામ ધર્મ કેમ કહેવાય છે? ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે;
1) સતપંથમાં ભલે ઇસ્લામી તત્વો છે, પણ તેની સાથે હિન્દુ દેવો, જેવા કે રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ વગેરેનો પણ ઉલ્લેખ છે. તો પછી નક્કર રીતે કહી શકીએ કે સતપંથ ઇસ્લામ ધર્મનો ભાગ છે?
2) સતપંથ હિન્દુ ધર્મનો ભાગ કેમ નથી?
3) ઇસ્લામ પોતાના ધર્મ વિષે જરા પણ ફેરફારવાળી વાત સ્વીકારે નહીં. પણ સતપંથમાં તો હિન્દુ દેવતાઓનો ભરપૂર ઉલ્લેખ જોવા મળે છે. ઇસ્લામ આ કોઈ દિવસ સ્વીકારે નહીં, તો પછી આ કેમ બન્યું?
4) વગેરે-વગેરે
સતપંથમાં હિન્દુ તત્વો છે અને મુસલમાન તત્વો પણ છે. અગર કોઈ વ્યક્તિ સતપંથ એ મુસલમાન ધર્મ હોવાનો વાત ખુલ્લી કરે, તો હિન્દુ તત્વો તરફ આંગળી ચીંધીને કહેવામાં આવે કે અમે તો હિન્દુ છીએ…, જુઓ અમે રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બધાને સાથે રાખીને માનીએ છીએ. તમે અમને ખોટી રીતે બદનામ કરી રહ્યા છો, તમે સમાજ તોડી રહ્યા છો. આવા મુદ્દાઓના કારણે એક અજાણ્યો વ્યક્તિ સહેલાઈથી મૂંઝાઈ જાય. માટે આવા પ્રશ્નોના ઉત્તર જાણવા જરૂરી છે.
60. આગા ખાન કેસ 1866: આવા પ્રશ્નોના ખૂબ સરસ ઉત્તર મુંબઈ હાઈ કોર્ટે વર્ષ 1866ના એક કોર્ટ કેસના [88:Page 116] નિર્ણયમાં આપેલ છે. આ કોર્ટ કેસને ખોજા કેસ અથવા આગા ખાન કેસનો ચુકાદો (Khoja Case or Aga Khan Case Judgement) [25] તરીકે પણ ઓળખાય છે.
આ કેસ વિષે વિસ્તૃત જાણકારી આપતું હાવર્ડ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2012માં ટીના પુરોહિત દ્વારા લિખિત એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે, જેનું નામ “ધી આગા ખાન કેસ” [141] છે. (The Aga Khan Case by Tina Purohit, 2012, Harvard University) [141]. આ પુસ્તકના મહત્વના પાનાઓ સતપંથ છોડો પુસ્તકમાં [27:Page 280, 320, 457 to 491] પણ જોડેલ છે.
આ કેસની હકીકત એવી છે કે..
1) પ્રશ્ન: મુંબઈ હાઈ કોર્ટ સામે પ્રશ્ન હતો કે, શું સતપંથ હિન્દુ ધર્મ છે કે મુસલમાન ધર્મ?
2) હિન્દુ પક્ષનો દાવો: હિન્દુ ધર્મ કહેવાવાળાઓની દલીલ હતી કે સતપંથમાં હિન્દુ દેવોને પૂજવામાં આવે છે. માટે સતપંથ હિન્દુ ધર્મ છે.
3) મુસલમાન પક્ષનો દાવો: મુસલમાનોની દલીલ હતી કે સતપંથ ઈસ્લામી તત્વોથી ભરેલું છે. સતપંથના સ્થાપક સૈયદ પીર સદરૂદ્દીન અને સૈયદ ઈમામશાહ બાવા છે, જે મુસલમાન છે. ઇસ્લામના કલમાઓ પણ છે, આમાં અલીને પૂજવામાં આવે છે. માટે સતપંથ ઇસ્લામ ધર્મ છે.
4) એક બાબતે સહમતી: બન્ને પક્ષોને સાંભળવામાં આવ્યા, ત્યારે અંગ્રેજ જજ/ન્યાયધીશ આર્નોલ્ડને ખબર પડી કે ભલે બન્ને પક્ષમાં વિચારોનો મતભેદ છે, પણ બન્ને પક્ષોમાં એક બાબત પર સહમતી છે અને એ વાત છે સતપંથ દશાવતાર ગ્રંથ વિષે.
5) દશાવતારનું મહત્વ: સતપંથ દશાવતાર એક એવો ગ્રંથ છે કે જે બન્ને પક્ષ સ્વીકારે છે. બન્ને પક્ષ દશાવતારને એમનો મુખ્ય ધાર્મિક ગ્રંથ તરીકે માને. કોઈ વ્યક્તિની મૃત્યુ વખતે મૃત્યુ-શૈયા પાસે, એની મુક્તિ માટે, દશાવતાર ગ્રંથનું વાંચન કરવામાં આવે છે.
6) દશાવતાર ગ્રંથનો અભ્યાસ: માટે ન્યાયાધીશે દશાવતાર ગ્રંથનો મુખ્ય આધાર લીધો. સદુરદ્દીન અને ઈમામશાહ એમ બન્ને દ્વારા લિખિત દશાવતાર ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેમાંય ખાસ ઈમામશાહ દ્વારા લેખિત, મોટો દશાવતાર ગ્રંથ, કે જેમાં હિન્દુ દેવોના અવતારો વિસ્તૃત રીતે વર્ણવવામાં આવ્યા છે, એ ગ્રંથનો ખાસ અભ્યાસ કર્યો.
7) કોર્ટનું તારણ: દશાવતાર ગ્રંથનો અભ્યાસ કરીને ન્યાયાધીશ એવા નિર્ણય પર પહોંચે છે કે..
a) દશાવતાર ગ્રંથમાં કૂલ 10માંથી, પહેલા 9 અવતાર હિન્દુ ભગવાન વિષ્ણુના છે અને ત્યાર બાદ 10મો અવતાર મૂર્તઝા અલી તાલીબનો છે કે જેણે નકલંકી કે નિષ્કલંકી નારાયણનો કહેવામાં આવેલ છે.
b) દશાવતાર ગ્રંથમાં ભલે પહેલા 9 અવતારો હિન્દુના છે, પણ એ બધા અવતારો માત્ર હિન્દુઓને ઇસ્લામ તરફ આકર્ષિત કરવા માટે વાપરવામાં આવ્યા છે. એ બધા અવતાર તો રદ્દ કરવામાં આવ્યા છે. એને માત્ર નમસ્કાર કરવાનું છે, એમનું પૂજન કરવાનું નથી.
c) છેલ્લો અને મૂળ અવતાર એટલે 10મો અવતાર તો અલીનો છે. જેનું પૂજન કરવાનું છે. આ અવતાર કલિયુગમાં એટલે કે હાલના સમયનો અવતાર છે.
d) 10માં અવતારમાં લખ્યું છે તે પ્રમાણે, અગાઉના 9 અવતારો અને હિન્દુ ધર્મના વેદો અને શાસ્ત્રો, બ્રાહ્મણો, 68 તીર્થ સ્થાનો, ગંગા નદી, ગાય અન્ય ધાર્મિક માન્યતાઓ, રીત-રિવાજો, પરંપરાઓ વગેરેને, કલિયુગમાં રદ ગણવામાં આવ્યા છે. એટલે એનો કોઈ વિશેષ મહત્વ નથી રહેતો.
e) 10મા અવતારમા તો, માત્ર શિયા ઇસ્લામના મુખ્ય દેવ, અલી તાલીબને માનવાનું અને એનું પૂજન કરવાનું જણાવેલ છે.
f) અલી નામથી સંકોચ અનુભવતા હિન્દુઓનું મન સહેલાઈથી અલીને સ્વીકારી શકે, અન્ય હિન્દુ લોકોની ટીકા-ટિપ્પણીથી બચી શકે, માત્ર એટલા માટે અલીને હિન્દુ નામ, “નકલંકી નારાયણ” આપવામાં આવ્યું છે.
g) માટે સતપંથ, હિન્દુ ધર્મ નથી. સતપંથ શિયા ઇસ્લામ ધર્મનો એક ભાગ છે, એવું મુંબઈ હાઈ કોર્ટે એના ચુકાદામાં જણાવ્યું.
જેમ ઈમામશાહએ સતપંથ ધર્મના માધ્યમથી પાટીદારોને મોમના/મુમના મુસલમાન બનાવ્યા.. તેમ, ઈમામશાહના દાદા પીર સદરૂદ્દીનએ, એજ સતપંથ ધર્મના માધ્યમથી લોહાણાઓને ખોજા મુસલમાન બનાવ્યા.
આ ખોજા મુસલમાનોના ધર્મ ગુરુને આગા ખાન કહેવામાં આવે છે. |
આગા ખાન અને ખોજા |
61. કેસના 2 (બે) મુખ્ય મુદ્દાઓ: આ નિર્ણય પર આવતી વખતે ન્યાયાધીશને નીચે જણાવેલ 2 મુખ્ય મુદ્દાઓ સાથે નીપટવું પડ્યું હતું. ટીના પુરોહિત દ્વારા લિખિત આગા ખાન કેસ પુસ્તકમાં વિસ્તૃત રીતે આ મુદ્દાઓ પર ચર્ચા છે જ, પણ ટૂંકમાં સાર રૂપે આ મુદ્દાઓની ચર્ચા એક સારા લેખ Khoja Case of 1866 – A Paraphrase [52:Page 5 and 6]માં પણ જોવા મળે છે. એ મુદ્દાઓ આ પ્રમાણે છે.
61.1. તાકીયા / Takiyya / Takiah: તાકીયા એક ઇસ્લામી રણનીતિ/ચાલ છે. તાકીયાના પ્રયોગ કરનાર વ્યક્તિને પોતાનો ધર્મ છુપાવવાની છૂટ છે અને ઇસ્લામ સિવાયનો અન્ય ધર્મ અપનાવ્યો હોય એવો દેખાવ કરવાની પણ છૂટ છે.
ઇસ્લામના ફેલાવા અને બચાવ કરતી વખતે, તાકીયા પાળતી વ્યક્તિને ઇસ્લામ ધર્મમાં વર્જિત તમામ વસ્તુઓ / કામો કરવાની અનુમતિ મળી જાય છે. આમ કરતી વખતે માણસના મગજમાં આવતા તમામ ખોટા વિચારો અને ગંદા કામો કરવાની પણ અનુમતિ તાકીયા આપી દે છે.
સામાન્ય ધર્મ પ્રેમી અને નીતિ મત્તામાં માનતા માણસોની બુદ્ધિ અને કલ્પનાથી પરે હોય એવી વાતો, જેમ કે અપહરણ, હત્યા, જૂઠ, દગો દેવો, છેતરવું, બળાત્કાર, ખોટો ભરોસો આપવો, ખોટી વાતો કરવી, ભરમાવવું વગેરે કામો કરવાની અનુમતિ ધર્મના નામે તાકીયા આપે છે. આ વાત સામાન્ય માણસની સમજની બહાર હોય છે કારણ કે વાસ્તવમાં ધર્મ તો આવી બાબતોથી લોકોને દૂર રાખવાનું કામ કરતો હોય છે. તો પછી એ બધા કામો કરવાની અનુમતિ ધર્મ ન જ આપે. એટલે સામાન્ય માણસ આની પરિકલ્પના જ ન કરી શકે. કોઈ વ્યક્તિ ધર્મ અને ભગવાનના નામે આટલા હદ સુધી ખોટું કરી શકે એ બને જ નહીં, એવું લોકોની સોચ હોય છે. પણ તાકીયા આવું બધું કરવાની અનુમતિ આપે છે. તાકીયા ઉપર વધુ માહિતી માટે જુઓ પુસ્તક સતપંથ છોડો [27:Page 222 to 225, 321 to 341, 354 to 359.]
આ કેસમાં કોર્ટના ન્યાયાધીશએ કહ્યું કે સતપંથ ધર્મમાં હિન્દુ અવતારોને સામેલ કરવા પાછળ આ તાકીયાનો ખૂબ ઉપયોગ કરવામાં આવેલ છે. સતપંથમાં ઇસ્લામ ધર્મના ફેલાવા માટે એના શાસ્ત્રોમાં, હિન્દુ દેવોનો ઉપયોગ, હિન્દુઓને સતપંથ તરફ આકર્ષિત કરવા માટે કરવામાં આવ્યો છે. સતપંથના મુખ્ય એટલે ઇષ્ટ દેવ તો અલી તાલિબ છે. એટલે એના કેન્દ્રમાં ઇસ્લામ હોવાના કારણે સતપંથના હિન્દુ અનુયાયીઓને છેલ્લે એ ઇસ્લામ ધર્મમાં લઈ જાય છે.
61.2. ધર્મ પરિવર્તનનું સૂત્ર / Conversion Formula: હાઈ કોર્ટને જે બીજા મુદ્દોનો સામનો કરવો પડ્યો એ હતો ધર્મ પરિવર્તનનું સૂત્ર. આગાઉ પોઈન્ટ (34)માં જણાવ્યા પ્રમાણે ઇસ્લામ ધર્મના પ્રચારકોએ બહોળા વર્ગના ધર્મની શ્રદ્ધા, ધાર્મિક માન્યતાઓ, સિદ્ધાંતો વગેરેનો આધાર લઈને સતપંથ ધર્મનો પ્રચાર કર્યો.
દાખલા તરીકે કે, ઇસ્લામના પ્રચારકોને, જ્યારે કોઈ હિન્દુનું ધર્મ પરિવર્તન કરાવવું હોય ત્યારે;
a) હિન્દુ સાધુ બનીને,
b) હિન્દુ ધર્મનો પ્રચાર કરવો (ઇસ્લામ ધર્મનો નહીં).
c) હિન્દુઓની જડતા વિષે લંબાણ પૂર્વક વાતો કરવી અને મુસલમાનોને અજ્ઞાની બતાવવા. (વિશ્વાસ જીતવા માટે)
d) આવું કરતી વખતે હિન્દુ ધર્મના કેન્દ્રીય સિદ્ધાંતોનો આધાર લેવો. જ્યાં હિન્દુ ધર્મના સિદ્ધાંતો ઇસ્લામ સાથે સલગ્નના હોય, ત્યાં એ સિદ્ધાંતોનું અર્થઘટન બદલી નાખવું અને પછી એવા બદલેલા અર્થોના મદદથી ધર્મને ઇસ્લામ સાથે સલગ્ન બતાવવો.
(બધા ધર્મો એક છે, એવો સંદેશ આપી, લોકોનું મન ઇસ્લામને સ્વીકારવા માટે તૈયાર કરવા હેતુ.)
e) અને આડકતરી રીતે, ધીરે થી એવો સંદેશ આપવો કે ધર્મનો સાચો મર્મ તો કઈં જુદો છે. (હિન્દુ ધર્મ સાથે સંબંધ કાપવા માટે પૂર્વ તૈયારી)
f) આગળ જતાં એવું કહેવામાં આવે કે બ્રાહ્મણો હિન્દુ ધર્મનો સાચો મર્મ સમજવામાં ભૂલ કરી ગયા છે. ધર્મનો સાચો મર્મ સમજવો હોય તો સતપંથ ધર્મ પાળવો પડે.
(હિન્દુ ધર્મથી વિમુખ કરવા માટે.)
આ વિષય ઉપર ખૂબ સરસ જાણકારી, પુરાવાઓ સાથે, દેશ વિદેશના સંશોધનકારો અને બૌદ્ધિકઓના કામો/લેખોનું રેફરેન્સ લઈને સુવ્યવસ્થિત રીત જાણકારી આપતું આ પુસ્તક છે સતપંથ છોડો [27:Page 278 to 280].
61.3. ધર્મ પરિવર્તનનો પુલ: સતપંથ ધર્મના પ્રચારકોનું ધર્મ પરિવર્તનનું સૂત્ર / ફોર્મુલાને નીચે આપેલ ચિત્ર / ચાર્ટના માધ્યમથી સહેલાઈથી સમજી શકાય એમ છે. હિન્દુ ધર્મ નામક એક કિનારાથી ઇસ્લામ ધર્મ નામક બીજા કિનારા સુધી હિન્દુને પહોંચાડવા માટે એક-તરફી23 પુલ તૈયાર કરવાં આવ્યો છે. એ પુલ તાકીયાના પાયા ઉપર ઊભો કરવામાં આવ્યો છે. જેના માટે હિન્દુ દેવોના અવતારોનો ઉપયોગ નીચે પ્રમાણે કરવામાં આવ્યો છે.
a) કૃષ્ણ અવતારના માધ્યમથી હિન્દુઓને એ પુલ સુધી લાવવામાં આવે છે.
b) ત્યાર બાદ બુદ્ધ અવતારના માધ્યમથી હિન્દુ ધર્મ પ્રત્યે અભાવ નિર્માણ કરવામાં આવે છે. પ્રેમ-એકતા-સંપ-સંગઠન, ભગવાન તો એકજ છે, માત્ર રૂપ અલગ છે, વગેરે વાતો કરી હિન્દુ ધર્મ પ્રત્યે લોકોના મનમાં રહેલી મક્કમતાને નબળી કરી એ માણસને પુલ ઉપર ધીરે-ધીરે આગળ ધપાવવામાં આવે છે.
c) અને છેલ્લે, નિકલંકી / નિષ્કલંકી અવતારના માધ્યમથી, એ માણસનું હૃદય પરિવર્તન કરી મુસલમાન બનાવવામાં આવે છે.
62. સારાંશ: ઉપર જણાવેલ મુંબઈ હાઈ કોર્ટના વર્ષ 1866નો આગા ખાન કેસના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે સતપંથમાં ભલે હિન્દુ દેવોનો ઉલ્લેખ છે, પણ એ માત્ર હિન્દુઓને ઇસ્લામ તરફ આકર્ષિત કરવા અને એમનું મન બદલવાનું કામ સહેલું કરવા માટે છે. હિન્દુ દેવોના ઉપયોગ એમના મોઢે ઇસ્લામ ધર્મનો પ્રચાર કરવા માટે કરવામાં આવ્યો છે. સતપંથના મૂળ ઇષ્ટદેવ તો અલી તાલીબ છે, માટે સતપંથ ધર્મ એ ઇસ્લામ ધર્મ છે. |
63. વધુ છણાવટ માટે જુઓ સતપંથ છોડો: ઉપર જણાવેલ મુદ્દાઓ અને એના જેવા અનેક મુદાઓ પર છણાવટ “મા ઉમાનો આદેશ સતપંથ છોડો” [27] ટૂંકમાં “સતપંથ છોડો” પુસ્તકમાં મળી જશે. સતપંથ એ ઇસ્લામ ધર્મ છે, એવું સાબિત કરી આપતા, અનેક પુરાવાઓનો સમાવેશ એમાં કરેલ છે. આવા પુરાવાને માટે સતપંથ છોડો પુસ્તકથી સારું પુસ્તક ક્યાંય જોવા નથી મળ્યું. વધારે જાણકારી માટે એનો અભ્યાસ કરી લેવા વિનંતી. આ પુસ્તકના Bibliography / સંદર્ભ સૂચિ પ્રકરણમાં આ પુસ્તકની લિન્ક પણ તમને મળી જશે.
64. સતપંથ છોડો[27] પુસ્તકમાં આપેલ માહિતીનું વિષે ટૂંકમાં જાણકારી નીચે પ્રમાણે છે.
ક્ર. |
વિષય |
પેજ ક્રમ |
6.1. |
સતપંથ ધર્મ વિષે PPT પ્રસ્તુતિ, જેમાં સામેલ છે.. 1) સતપંથનો ઇતિહાસ, સતપંથનું મૂળ, ધર્મ પરિવર્તનની પદ્ધતિ, ધર્મના સિદ્ધાંતો |
|
|
2) સતપંથ દશાવતાર, સતપંથના સાહિત્યો, ગીનાન સાહિત્યો, દુઆ અને કલમા અને સારાંશ |
|
|
3) તાકીયા |
|
|
4) ઈમામશાહની ભૂમિકા, સતપંથમાં ફૂટ, ગાદીપતિ કાકાની ભૂમિકા, ઈમામશાહની પેઢી |
|
|
5) નવનિર્મિત તાકીયા અને સારાંશ |
|
6.2. |
દસ્તાવેજી પુરાવાઓ, જેમાં મુખ્ય છે; 1) પીરાણાનું બંધારણ |
|
|
2) સરકારી ગેઝેટીયર (Gazetteer), વસ્તીગણતરી, વગેરે |
415 to 456 |
|
3) કોર્ટના દસ્તાવેજો – આગા ખાન કેસ 1866, દેવચંદ તોતારામ કેસ, પાદરા કોર્ટ કેસ |
|
|
4) હિન્દુ અને ઇસ્લામ ધર્મના દસ્તાવેજો, જેમાં સામેલ છે; શંકરાચાર્યના પ્રમાણ પત્રો, સાધુ સમાજના પ્રમાણ પત્રો, ઔરંગઝેબના પત્રો, સતપંથ દશાવતાર, પૂજા વિધિ, પંચમ વેદ, યજ્ઞ વિધિ, ઈમામશાહનું જીવન ચરિત્ર, વગેરે |
|
|
5) વિશ્વકોષ અને શબ્દકોશ (Encyclopaedia and Dictionary) |
|
|
6) સામાજિક દસ્તાવેજો – ક. પા. સમાજ, ઊંઝા, કચ્છ, મરાઠી સતપંથ સમાજ, પીરાણાની પોલ, વગેરે |
|
|
7) દેશ વિદેશની પ્રખ્યાત યુનિવર્સિટીઓની રિસર્ચ થીસિસ / University Research Thesis |
|
|
8) વિશ્વ વિખ્યાત સંશોધનકારોના દસ્તાવેજો / Books of Renowned Researchers. |
23 એક તરફી રસ્તો = one way road