Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
47. હિન્દુ – મુસલમાન વચ્ચે એક-માર્ગીય સેતુ (One–way bridge): ઇસ્લામના ફેલાવ માટે નડતર રૂપ સમસ્યાઓ વિષે આગાઉ પોઈન્ટ (15)માં આપણે જે જાણ્યું, એના પરથી એક વાત સ્પષ્ટ છે કે ઇસ્લામના પ્રચારકોને હિન્દુ દુનિયામાંથી ઇસ્લામની દુનિયામાં લઈ જવા માટે એક “સેતુ” અથવા એક “હોડી”ની જરૂરત હતી. એ સેતુ કે હોડી જે તૈયાર કરવામાં આવે એનું નામ હતું સતપંથ. આ સેતુ તોજ કામ કરી શકે કે લોકો એટલે કે હિન્દુઓ પહેલાં એના તરફ આકર્ષિત થાય. જો પહેલાંથી હિન્દુઓને ખબર પડી જાય કે આ સેતુ એમને ઇસ્લામની દુનિયામાં લઈ જશે, તો કોઈ દિવસ એમાં ચડે નહીં.
એટલે એવી યુક્તિની જરૂર હતી કે આ સેતુ/હોડીનો દેખાવ હિન્દુ ધર્મનો હોય. પણ જેમ-જેમ આગળ વધે, ત્યારે એ અંતે મુસલમાન દુનિયામાં પૂરો થાય. ત્યારે હિન્દુઓને પાછા હિન્દુ દુનિયામાં વાળવાનો કોઈ રસ્તો બચે નહીં. [120:Page 48]
હિન્દુ-મુસલમાન વચ્ચે પ્રેમ, એકતા, સંપ, સંગઠન, સદભાવ, ભાઈચારો, ભગવાન તો એકજ છે, વગેરે આદર્શવાદી સિદ્ધાંતોનો સહારો લઈને, પહેલા તબક્કે હિન્દુઓને ઇસ્લામના ધર્મસ્થાનકો તરફ આકર્ષિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. એ કેમ થયું એ જોઈએ.
48. દશાવતાર ગ્રંથની રચના: આવા સેતુની શોધમાં ઇસ્લામના પ્રચારકોએ હિન્દુ શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. “સામગ્રી”માં બારમતી સંપ્રદાયના સાહિત્યો, પોઈન્ટ (33), પસંદ થઈ ચૂક્યા હતા અને એના પર કામ કરવા માટે “સાધન” (Tools) રૂપી યુક્તિ/રણનીતિ (“વિચારધારાનો વિનાશ” – પોઈન્ટ (17)) પણ તૈયાર હતી. આવી “સામગ્રી” અને “સાધન” વાપરીને એવી વસ્તુ તૈયાર કરવામાં આવી કે જેનાથી વિચારધારાના વિનાશનું પહેલું પગલું, એટલે હિન્દુ ધર્મને ભ્રષ્ટ કરવા માટેનો મૂળ ગ્રંથ, તૈયાર કરવામાં આવ્યો. પહેલાં પીર સદરૂદ્દીનએ “નાનો દશાવતાર”[100] ગ્રંથ રચ્યો, અને ત્યારબાદ એમના પૌત્ર સૈયદ ઇમામશાહ બાવાએ એનું વિસ્તૃતિકરણ કર્યું અને “મોટો દશાવતાર”[13] [45] [125] [139] ગ્રંથ તૈયાર કર્યો.
આ ગ્રંથને હિન્દુ ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતારો પર આધારિત તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું નામ “દશાવતાર” રાખવામાં આવ્યું છે. એ ગ્રંથનું નામ ક્યાંક “શ્રીમદ દશાવતાર”[47] તો ક્યાંક “શ્રીમદ ભગવત દશાવતાર”16 પણ જોવા મળે છે. ધ્યાન રહે નામ પણ કેવું છેતરામણું છે.
મજાની વાતતો અહીં એ છે કે હિન્દુ ધર્મમાં “દશાવતાર” નામનો કોઈ ગ્રંથ જ નથી. હિન્દુ અલગ-અલગ પુરાણોમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો વર્ણવેલ છે, પણ કોઈ દશાવતાર કે એવા નામ જેવો કોઈ ગ્રંથ હિન્દુ ધર્મમાં નથી. ઇસ્લામ ધર્મમાં છે.
49. ગ્રંથમાં વાર્તા શું છે? દશાવતાર ગ્રંથમાં ભગવાન વિષ્ણુના મુખ્ય દસ અવતારનું વર્ણન છે. એ અવતારોની ભૂમિકા બે ભાગે સમજી શકાય.
49.1. સહયોગી અવતાર: (કુલ 7 અવતાર)
1) મત્સ્ય
2) કૂર્મ
3) વરાહ
4) નરસિંહ
5) વામન
6) પરશુરામ
7) રામ
49.2. બ્રેનવોશિંગ (Brainwashing) અવતાર: (કુલ 3 અવતાર)
8) કૃષ્ણ
9) બુદ્ધ
10) નકલંકી (કલ્કિના બદલે)
નોંધ: હિન્દુ શાસ્ત્રો પ્રમાણેનો છેલ્લો અવતાર, કલ્કિ અવતારને બદલીને, નિષ્કલંકી અવતાર મૂકી દેવામાં આવ્યો છે.
50. સહયોગી અવતારોની ભૂમિકા: અભ્યાસ કરવાથી સમજણ પડે છે કે સહયોગી અવતારોની મુખ્ય ભૂમિકા છે કે..
1) હિન્દુ રૂપ જાળવી, ઇસ્લામના આદર્શો, સિદ્ધાંતો, નિયમો, અને માન્યતાને સ્વીકારવું.
2) જ્યાં હિન્દુ નિયમોનો સીધો ટકરાવ ઇસ્લામના નિયમો સાથે થાય, ત્યાં ઇસ્લામના નિયમો પડખે રહેવું.
3) છેલ્લા 3 એટલે કે બ્રેનવોશિંગ અવતારોને મદદ રૂપ થવું.
આ બધાજ અવતારોમાં, યુક્તિના ભાગ રૂપે, રમત એ હોય છે કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અવતારોનો આધાર લેવો અને તેમાં ઇસ્લામી તત્વોનું ભેળસેળ કરવું. આ સહયોગી અવતારોમાં થયેલ ભેળસેળની વિસ્તૃત વાતો અહીં નહીં કરીએ. વિસ્તૃત જાણકારી માટે વાંચો સતપંથ છોડો પુસ્તક [27].
આ વિષે આછો અંદાજ આપતું એક ભાષણ પ્રકાશિત થયેલ છે. ક.ક.પા. જ્ઞાતિના આધ્ય સુધારક, શ્રી નારાયણ રામજી લીંબાણીનું દિનાંક 07 થી 09 ઓકટોબર 1922 સુધી, કરાચીમાં યોજાયેલ જ્ઞાતિની બીજી પરિષદમાં, એક ખૂબ સરસ ભાષણમાં [6:Page 207 to 214] [34:Page 256 to 265] [114:Page 58 to 65] પ્રકાશિત કરેલ છે.
જેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે;
1. સતપંથ ધર્મનો ઉદ્દેશ શું છે?
2. હિંદુઓના ભોળપણનો કેવો ખોટો લાભ લઈ હિંદુઓના શાસ્ત્રોને વટલાવ્યા.
3. સતપંથનો અથરવેદ એ સાચો હિંદુઓનો અથર્વવેદ નથી.
4. ભગવાન વિષ્ણુના દસમા અવતારને “હજરત અલી” બતાવ્યો છે.
5. નકલંક નારાયણ અવતાર મુસલમાનોમાં થયો.
6. ઈમામશાહે પોતાને નકલંક નારાયણનો વંશજ બતાવ્યો.
7. ઈમામશાહે પોતાને ઇન્દ્ર પણ બનાવી નાખ્યો.
8. સતપંથના દસ અવતારનું જુઠ પકડી પાડ્યું છે.
9. સતપંથને “સનાતન ધર્મ”માં ખપાવવાના પ્રપંચો કેવા છે.
10. ઈમામશાહના દીકરા નુર મુહમ્મદ શાહને ભગવાન વિષ્ણુનો રૂપ બતાવ્યો.
11. વગેરે વગેરે
50.1. અવતારોને જોડી રાખતો મહત્વનો મુદ્દો: આગાઉ પોઈન્ટ (34.7)માં જણાવ્યા પ્રમાણે, શિયા ઇસ્લામની માન્યતા છે કે આ જગતમાં ભગવાન એક યા બીજા રૂપે હમેશા હોય જ છે. એક ઘડીએ પણ જો ભગવાન ન હોય, તો પૃથ્વી એજ ઘડીએ વિનાશ પામી જશે, એવી એમની માન્યતા છે. માટે ભગવાન એક જ કુળમાં સતત જન્મ લેતા હોય છે. એ કુળને “અલી વંશ” કહવામાં આવે છે. અને આ વાતને હિન્દુઓના ગળે ઉતારવા માટે એને “હરિવંશ” નામ આપી દેવાયું છે. પણ હિન્દુ ધર્મમાં વિષ્ણુનો જન્મ, સમય સમય પ્રમાણે, અલગ અલગ કુળમાં થયો છે. દા.ત. શ્રી રામ સૂર્યવંશમાં અને શ્રી કૃષ્ણ ચંદ્રવંશમાં હતા. ક્યારેક તો ભગવાને જન્મ પણ નથી લીધો – નરસિંહ અવતાર. પણ મુસલમાનોને એકજ કુળમાં જન્મ લેવાનો સિદ્ધાંત ઠોકી બેસાડવો હતો. એટલે એમના દશાવતારમાં વિષ્ણુના બધાજ આવતારોને એકજ કુળમાં બતાવ્યા. પાછળથી નારાયણ રામજીના ભાષણના [34:Page 256 to 265] [80] [114:Page 58 to 65] [6:Page 207 to 214] દબાણમાં આવીને એવું કહેવામાં આવ્યું કે ભગવાને કુળ બદલ્યો. પણ એકજ વંશમાં નિરંતર જન્મની વાત ચાલુ રાખી. આ કેમ થાય? આવી ઘણી જગ્યાએ શાસ્ત્રોમાં છળ કરેલ છે. બીજો દાખલો જોઈએ તો આ અવતારોના વંશજોના નામોમાં પણ ખૂબ ગડબડ કરેલ છે. વધુ માહિતી માટે વાંચો સતપંથ છોડો, પેજ 293 [27].
51. બ્રેનવોશિંગ (Brainwashing) અવતાર: આપણે બ્રેનવોશિંગ એટલે શું અને કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, એ આગાઉ જણાવેલ પોઈન્ટ (38)માં જોયું. માટે સીધા મુદ્દા પર આવીશું.
આ અવતારોનું મુખ્ય કામ હોય છે કે;
1) લોકોના મન અને બુદ્ધિને ભ્રષ્ટ કરવું (હિન્દુ ધર્મની દૃષ્ટિએ – બ્રેનવોશિંગની મદદથી).
2) હિન્દુ ધર્મના મૂલ્યો અને આદર્શોને રદ થયેલ, હલકા અને ઉતરતા બતાવવા.
3) હિન્દુ ધર્મ પ્રત્યે લોકોને અભાવ નિર્માણ કરવો.
4) ઇસ્લામના મૂલ્યો અને આદર્શોને હિન્દુઓ કરતાં સારા અને ચડીયાતા બતાવવા.
5) ઇસ્લામ પ્રત્યે લોકોના મનમાં સન્માન અને આદર જગાડવું.
6) છેલ્લે, લોકોને ઇસ્લામ તરફ વાળવા અથવા ધર્મ પરિવર્તન કરવું.
52. બ્રેનવોશિંગ (Brainwashing) અવતારોની યોજના / Design: આગાઉ જણાવ્યા પ્રમાણે બ્રેનવોશિંગ માટે ત્રણ અવતારોનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેને નીચે આપેલ Diagram / રેખાકૃતિથી સહેલાઈથી સમજી શકાશે.
52.1. આ અવતારો ભ્રષ્ટ કરવા પાછળની રણનીતિ: આગળ દર્શાવેલ કૃષ્ણ અવતારમાં જે ટેબલ આપેલ છે, એના ક્રમ 2માં જે કુંતી માતા વિષે જે મુદ્દો છે, ત્યાંથી આ રણનીતિની ખરી શરૂઆત થાય છે.
ભોળા માણસોને ફસાવવા, હજારો વર્ષોથી એક રણનીતિ અપનાવવામાં આવે છે. એનો ઉપયોગ સતપંથના પ્રચારકોએ પણ કર્યો. એના પ્રમાણે..
1) પહેલાં હિન્દુ ધર્મમાં એક બનાવટી સમસ્યા ઊભી કરવી, અને 2) એના ઉપાય રૂપે સતપંથ ધર્મ રજૂ કરવો. જેથી ભોળા લોકો તમારી વાતોની જાળમાં ફસાઈ જાય. ત્યાર બાદ; i. હિન્દુ ધર્મમાં રહેલી વર્ષો જૂની શ્રદ્ધાને તોડવા માટે – હિન્દુ ધર્મને હલકો, ઊતરતો અને કલિયુગમાં રદ્દ થયેલો જાહેર કરવો. અને ii. સતપંથ ધર્મ તરફ આકર્ષિત કરવા અને એમાં લોકોની શ્રદ્ધાને વાળવા માટે, સતપંથને સારો, ઉચ્ચ, ચડિયાતો બતાવવો અને કલિયુગનો સાચો ધર્મ બતાવવો. સાથે-સાથે સતપંથીઓ માટે એ ધર્મ ખૂબ જ લાભદાયી એવો પણ બતાવવો. | બનાવટી સમસ્યા ઉપજાવી કાઢી – ઉપાયમાં સતપંથ બતાવવો |
આ રણનીતિનો ઉપયોગ અહીં કેવી રીતે કરવામાં આવ્યો, એ જોઈએ…
53. જરૂરી ચોખવટ: સતપંથના દશાવતારના અલગ-અલગ ગ્રંથમાં ઘણી બધી નાની-નાની બાબતોમાં તફાવતો જોવા મળશે. સતપંથની શાખાઓ અને એમના ધર્મના વાડાઓ પ્રમાણે અને એકજ વાડામાં પણ સમયાંતરે થોડા-ઘણાં ફેરફારો/તફાવતો જોવા મળે છે. પણ આ બધા ફેરફારો અને તફાવતોમાં, વિષ્ણુના અવતારો અને એના હેતુઓમાં (હિન્દુઓનું ધર્મપરિવર્તન કરવું), સમાનતા છે. ભાષા કે શબ્દોમાં ક્યાંક ફેરફાર હોઈ શકે, કોઈ કારણ સર પ્રસંગનું વર્ણન જુદું પણ હોઈ શકે, પણ એમના મુખ્ય હેતુમાં કોઈ ફરક નથી.
કદાચ કોઈ સતપંથી એમ કહે કે અમારો દશાવતાર ગ્રંથ જુદો છે, અને આ પુસ્તકમાં વર્ણવેલ મુદ્દાઓ અમોને લાગુ નથી પડતાં, તો ત્યારે આ પોઈન્ટમાં જણાવેલ વાતને જરૂર ધ્યાનમાં રાખજો.
54. મુખ્ય સંદેશ પર જોર: આગળ જણાવેલ ત્રણ બ્રેનવોશિંગ અવતારોનું સતપંથના શાસ્ત્રો અને કર્ણોપકર્ણ17 દ્વારા કંઠસ્થ પરંપરા પ્રમાણે પ્રચલિત માહિતી અનુસાર આછેરું વર્ણન કરવામાં આવેલ છે. આ વર્ણનના શબ્દોને પકડવા કરતાં, વાતની પાછળના સંદેશને સમજવાનો પ્રયત્ન કરવા વિનંતી.
આ પુસ્તકમાં સતપંથના કૃષ્ણ, બુદ્ધ અને નિષ્કલંકી અવતારની બધીજ બાબતોની વાતો નથી આવરી લેવામાં આવી. પણ હિન્દુ શાસ્ત્રોને ભ્રષ્ટ કરીને બ્રેનવોશિંગ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, એ વાત સમજવા માટે અમુક જરૂરી મહત્વના મુદ્દાઓ સામેલ કરેલ છે.
55. કૃષ્ણ અવતાર: સતપંથના કૃષ્ણ અવતાર18 પર કોઈ વાત કરવાથી પહેલાં એક જરૂરી ચેતવણી કે..
અહીં જણાવેલ કૃષ્ણ અવતાર, પહેલી નજરે, એકદમ હિન્દુ શાસ્ત્રોના કૃષ્ણ અવતાર જેવો લાગશે, પણ એમાં નીચે જણાવેલ મહત્વની વાતો હિન્દુ શાસ્ત્રોમાં ક્યાંય નથી. આ વાતો તો માત્ર સૈયદ ઈમામુદ્દીન અબ્દુર રહીમ અને એમના દાદા પીર સદરૂદ્દીન દ્વારા રચેલ સતપંથ દશાવતાર ગ્રંથમાં જણાવેલ છે.
ફરીથી ચોખવટ કરવામાં આવે છે કે.. અહીં જે જણાવવામાં આવેલ અવતાર છે એ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી, પરંતુ સતપંથના શાસ્ત્રો પ્રમાણે જ છે. કોઈ છેતરાશો નહીં.
55.1. ગ્રંથોનો આધાર: સતપંથના કૃષ્ણ અવતારને સમજવા માટે નીચે જણાવેલ મુખ્ય ત્રણ ગ્રંથોનો આધાર લેવામાં આવેલ છે.
સંદર્ભ ગ્રંથ [88]19 : વર્ષ 1926 – પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ – નારાયણ રામજી લીંબાણી
સંદર્ભ ગ્રંથ [139]19 : વર્ષ 1978 – સતપંથ પ્રકાશ અર્થાત .. .. દશ અવતાર – સતપંથી સૈયદ અહમદઅલી “ખાકી”
(નોંધ: આ ગ્રંથ અને ઉપર જણાવેલ સંદર્ભ ગ્રંથ [88] (પીરાણાની પોલ) લગભગ એક સરખાજ છે. માત્ર કલમાઓના ક્રમમાં ક્યાંક-ક્યાંક એકથી ત્રણ ક્રમનો અંતર છે.)
સંદર્ભ ગ્રંથ [124]19 : વર્ષ 2009 – સતપંથ શ્રીમદ્ ભગવત દશાવતાર – નાનકદાસજી મહારાજ
(નોંધ: આ ગ્રંથમાં જણાવેલ કલમાઓ અને એજ કલમાઓની નીચે આપેલ વિવરણમાં ઘણી જગ્યાએ તફાવત છે. ધ્યાને રાખવા વિનંતી.)
આ ત્રણે ગ્રંથોની એટલે કે સંપૂર્ણ પુસ્તકની ઓનલાઈન સોફ્ટકોપીની લિન્ક આ પુસ્તકના Bibliography / સંદર્ભ સૂચિ પ્રકરણમાં મળશે. ત્યાંથી તમે આ ગ્રંથ મફત મેળવી શકશો.
ક્ર. | ધ્યાને લેવા જેવા કલમાઓ.. | સંદર્ભ ગ્રંથ [88] કલમા ક્ર. | સંદર્ભ ગ્રંથ [139] કલમા ક્ર. | સંદર્ભ ગ્રંથ [124] કલમા ક્ર. |
1. | પ્રસંગ: ભીમ અને દુર્યોધનની લડાઈ ત્યારે ભીમ ભુજદર તોડિયાં ને પાટુ દીધું જહાં, ત્યાં દેવ શ્રી બુદ્ધ રૂપ ધરી બળ મુકિયાં ભાઈ મૃત ઓળખું તહાં.
ટિપ્પણી: કૃષ્ણ અવતારમાં બુદ્ધ અવતાર ક્યાંયથી આવ્યો? |
|
|
|
2. | પ્રસંગ: જ્યારે કૌરવો સામેની લડાઈ જીતીને પાંડવો કુંતી માતા સમક્ષ હાજર થાય છે, ત્યારે કુંતી માતા આવું બોલે છે? હાંરે પાંડવો શું કીધા પરોડ/અપરાધ, કુળમાં લાંછન લાગ્યું આપણને ખોટ / સીરે આજ
ટિપ્પણી: મૂળ હિન્દુ શાસ્ત્રમાં આવું કાંઈજ નથી. તેમ છતાં આવું લખવા પાછળની રણનીતિને નીચે વિસ્તૃતમાં જણાવેલ છે. | પેજ: 293 | પેજ: 256 | પેજ: 304 |
3. | પ્રસંગ: પાપ ઉતારવાનો ઉપાય પંડિતો/બ્રાહ્મણો પાસે પૂછવામાં આવે છે, ત્યારે.. ત્યારે પઢે પંડીતે કહ્યો ભેદ, કૌરવ હત્યા ઉતરે જો યજ્ઞ કરો અશ્વમેધ ટિપ્પણી: કૌરવ હત્યાનો પાપ ઉતારવા બ્રાહ્મણોએ અશ્વમેધ યજ્ઞ કરવાનું કહ્યું.
| પેજ: 294 | પેજ: 256 | પેજ: 304 |
4. | પ્રસંગ: બ્રાહ્મણોની સલાહ પ્રમાણે થઈ રહેલ અશ્વમેધ યજ્ઞથી કૃષ્ણ ભગવાન નારાજ થયા ત્યારે કરસનજી (કૃષ્ણજી)એ મૂકી છે દેહ, ત્યારે શ્રી કરસનજી સ્વધામ ગયા છે એહ ટિપ્પણી: નારાજ થઈ કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ કર્યો.
| પેજ: 294
| પેજ: 257 | પેજ: 308 |
5. | પ્રસંગ: યજ્ઞ ચાલુ છે અને કૃષ્ણ ભગવાન દેહ ત્યાગ કરીને બુદ્ધ અવતાર લીધો. પાંડવોની હયાતીમાં જ. ત્યારે યજ્ઞમાંથી (જગનમાંથી) દેવ ઉઠી ગયા કિરતાર, તે દેવે લીધો છે બુદ્ધ અવતાર ટિપ્પણી: મૂળ હિન્દુ શાસ્ત્રો પ્રમાણે વાસ્તવમાં કૃષ્ણ ભગવાન અને બુદ્ધ ભગવાન વચ્ચે કોઈ સંબંધ નથી અને બંને વચ્ચે લગભગ 2500 વર્ષનો અંતર છે.
| પેજ: 294 | પેજ: 257 | પેજ: 308 |
55.2. કૃષ્ણ અવતારનો જાણવા જેવો સાર: આ ટેબલ (કોષ્ટક)ના ક્રમ 2માં જણાવેલ રણનીતિ વિષે વાત કરવાથી પહેલાં, ક. ક. પા. જ્ઞાતિ સુધારક વડીલ શ્રી નારાયણ રામજી લીંબાણીનું સતપંથના કૃષ્ણ અવતાર વિષે શું કહેવાનું હતું, એ જોઈ લઈએ.
કરાચી ખાતે દિનાંક 07 થી 09 ઓકટોબર 1922ના યોજાયેલ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની બીજી પરિષદના આહેવાલમાં [114:Page 58 to 65] [6:Page 207 to 214] વડીલ શ્રી નારાયણ બાપાનું ભાષણ પ્રકાશિત કરેલ છે. જેના અમુક જરૂરી અંશો અહીં નીચે જણાવેલ છે. |
ઇસ્લામ ધર્મના અનુયાયી જે પીરોએ હિન્દુઓને વટલાવી પોતાનો નવો પંથ ઉભો કરવાની યુક્તિ રચી, તેમાં તદ્દન જૂઠી અને ઢંગ ધડા વગરની બનાવટી કિસ્સા કહાનીઓ લખી અને તેમાં મુસલમાની તત્વો દાખલ કર્યા. પછી ભોળા અને ધર્મશાસ્ત્રથી અજ્ઞાત રહેલા હિંદુઓને શોધી શોધીને એ કુટીલ માર્ગમાં સામેલ કર્યા, એ કબ્રસ્તાની પંથના પુસ્તકોમાં વેદોના નામ જેવા બનાવટી શબ્દો વાપરી, હિન્દુઓના તીર્થ સ્થળો અને મહાપુરુષોના નામોનો ઉમેરો કર્યો, અને યુક્તિ પ્રયુક્તિથી ફેરફાર ઉત્પન્ન કરી પોતાના રચેલાં, હાથના લખેલાં પુસ્તકોને પીરાણા કબ્રસ્તાની પંથના સેવકોના હાથમાં આપીને કહ્યું કે “એ અથર્વવેદ છે!. હમણાં આ લેખના અથર્વવેદોનો વારો છે અને તેમાં જે લખ્યું છે એ જ સાચું છે અને એ જ પ્રમાણે પીરાણાના સતપંથીઓએ વર્તવું.” ધીમે ધીમે પોતાની જાળમાં ફસાતા અજ્ઞાત હિંદુઓને જલ્દી મુસલમાની રાહ ઉપર લઈ જવા પીર સોદરદીને કહ્યું કે:- “હિન્દુ શાસ્ત્રો અને પુરાણોમાં નકલંકી અવતાર થવાનો છે એમ જે કહ્યું છે તે અવતાર તો ક્યારનોય થઈ ગયો છે અને તે દશમો અવતાર થવાનું જે જાહેર થયું છે તે મલેચ્છ રૂપે મક્કામાં હજરત અલી રૂપે જાહેર થયો છે.” મુસલમાનોમાં ભગવાને અવતાર લીધો એ કારણનું સમાધાન પોતાના મતિવિભ્રમ અજ્ઞાન હિન્દુ સેવકોને એવી રીતે કરાવ્યું કે:- “શ્રીકૃષ્ણ ભગવાન જે ઈશ્વરનો અવતાર હતા તેમણે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરાવી પાપી કૌરવોનો સંહાર કરાવ્યો અને પાંડવોને ઉપદેશ આપવા અર્થે અને અજ્ઞાનતામાં પાંડવો કદાચ એમ ન સમજે કે અમારા હાથે જ અમારા કુટુંબી જનોનો નાશ થયો છે, તે માટે શ્રીકૃષ્ણ ભગવાને ગીતા રૂપે ઉપદેશ આપી પાંડવોના સંશયને દૂર કર્યો હતો. પરંતુ તે વખતના બ્રાહ્મણોએ ઊંધું ચિત્તું સમજાવી મહાભારતના યુદ્ધનું જે પાપ થયું તેથી મુક્ત થવા એક યજ્ઞ કરાવ્યો, જેથી પાંડવોએ રાજસૂય યજ્ઞ આદર્યો. તેથી (પીરસદરદીના કહેવા પ્રમાણે) બ્રાહ્મણો ઉપર કોપ કરીને શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે – હું દશમો અવતાર હિન્દુમાં જ લેવાનો હતો, પરંતુ બ્રાહ્મણોએ આડુ અવળું સમજાવી પાંડવોના હાથે યજ્ઞ કરાવ્યો તેથી હવે હું દશમો અવતાર મલેચ્છ રૂપે અરબસ્તાનમાં આવેલા મક્કા શહેરમાં હજરત અલી રૂપે લઈ! હમણાં ભગવાનના અવતારનો વારો તો મુસલમાનીમાં છે માટે તેમનું જ માનવું.” બંધુઓ ! આ વાત આપને કેવી લાગે છે? મક્કા શરીફમાં શ્રીકૃષ્ણનો અવતાર અને તે પણ હઝરત અલી રૂપે! શું તમને એ વાત માન્ય છે? કોઈને એ વાત સાચી લાગે છે? આપણા શાસ્ત્રોમાં ભગવાનના અવતાર એ જ મુખ્ય વાત છે એવું એ લોકોને લાગવાથી ભગવાનના દશ અવતારનું તેમણે એક શાસ્ત્ર ઉપજાવી કાઢ્યું છે અને તેના પૂંછડે છેવટે એ કબ્રસ્તાનના બધા પીરોને લટકાવ્યા છે. તેમણે લખેલા અવતારોની વાતો તદ્દન જૂઠી અને બનાવટી છે. એટલું જ નહીં પરંતુ હિન્દુ ધર્મનું એ કેટલું હળહળતું અપમાન કરનારી છે એ વાત આપને પ્રત્યક્ષ કરાવવી એ મારે જરૂરી છે. વળી ભોળા હિન્દુ ભાઈઓને ઈમાન બેસાડવાની ખાતર તેમાં કેવી યુક્તિ રચી છે અને તેના પૂંછડે પોતે કેમ લટક્યા છે એ આપ ધ્યાન દઈને સાંભળજો… (આના પછી સતપંથના દશાવતારની બનાવટી વાતોની પોલ ખોલતી વાતો કહે છે.) [80,114] |
55.3. બનાવટી સમસ્યા ઊભી કરી: કૌરવો સામે લડાઈ જીતીને જ્યારે પાંડવો કુંતીમાતા પાસે જાય છે ત્યારે કુંતી માતા પાંડવોને ઠપકો આપી ને કહે છે કે..,
કૌરવોને મારીને પાંડવોએ કુળને લાંછન લગાડ્યું છે. માટે સ્વજનોની હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે કોઈ ઉપાય કરો.
પાંડવો માટે આ એક સમસ્યા ઊભી થઈ. પણ આ સમસ્યા મૂળ હિન્દુ શાસ્ત્રોમાં નથી. સતપંથના દશાવતારમાં જ છે. બીજા શબ્દોમાં કહીએ તો અહીં એક બનાવટી સમસ્યા ઊભી કરવામાં આવી છે.
ઉપર પોઈન્ટ (52.1)માં જણાવ્યા પ્રમાણે.. આ હતી રણનીતિની …
૧લી ચાલ – હિન્દુ ધર્મમાં એક બનાવટી સમસ્યા ઊભી કરવી. |
56. બુદ્ધ અવતાર: ઉપર જણાવેલ પોઈન્ટ (55.3)માં જણાવેલ સમસ્યાનો ઉપાય/ઉકેલ માટે બુદ્ધ અવતારને રજૂ કરવામાં આવ્યો.
સાવધાન છેતરાશો નહીં. આ અવતાર હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી |
સતપંથનો બુદ્ધ અવતાર ઉપર કોઈ વાત શરૂ કરવાથી પહેલાં એક જરૂરી ચેતવણી કે, એમનો બુદ્ધ અવતાર હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જરા પણ મેળ ખાતો નથી. બુદ્ધ ધર્મના ગૌતમ બુદ્ધ કે સિદ્ધાર્થ બુદ્ધ સાથે પણ જરાય સુસંગત નથી. આ અવતાર કેવળ પીર સદરૂદ્દીન અને ઈમામશાહ દ્વારા રચેલ સતપંથ દશાવતાર ગ્રંથમાં છે. અન્ય કોઈ ધર્મ ગ્રંથમાં આનો કોઈ ઉલ્લેખ નથી. માટે કોઈ છેતરાશો નહીં.
56.1. સંક્ષિપ્તમાં બુદ્ધ અવતાર: ઉપર જણાવેલ સતપંથ કૃષ્ણ અવતારના પોઈન્ટ (55.1)ના પેટા પોઈન્ટ (4 અને 5)માં જણાવ્યા પ્રમાણે પાંડવો બ્રાહ્મણોના હાથે યજ્ઞ કરાવી રહ્યા છે. અને એ યજ્ઞને રોકવા માટે કૃષ્ણ ભગવાન બુદ્ધ અવતાર લઈને પાંડવો પાસે જાય છે.
પહેલાં બુદ્ધ અવતાર અને ભીમ સાથે ઘણી લાંબી વાર્તાલાપ થાય છે, જેમાં હિન્દુ ધર્મની માન્યતાઓ અને પરંપરાઓ ઉપર શંકા ઉત્પન્ન થાય એવો વાર્તાલાપ છે. તેમાં ખાસ હિન્દુ ધર્મનો બૌદ્ધિક વર્ગ અને હિન્દુ ધર્મને સાચવી રાખનાર બ્રાહ્મણોને ખૂબ હલકા ચિતરવામાં આવેલ છે.
ત્યાર બાદ, એ શંકાને વધુ મજબૂત બનાવવા યુધિષ્ઠિર, સહદેવ, કુંતી અને દ્રૌપદી સાથેની વાર્તાલાપ છે. જેમાં બુદ્ધ અવતાર પાંડવોના મનમાં ઠસવી દે છે કે કૃષ્ણની વાતનું ઉલ્લંઘન કરી, વાત ન સાંભળીને, હલકા, અબોધ, બુદ્ધિ વગરના તુચ્છ એવા બ્રાહ્મણોની વાતમાં આવીને યજ્ઞ કર્યો એટલે ગુરુ દ્રોહનો પાપ લાગ્યો છે અને એને ઉતારવા માટે ગૌ વધ કરવો પડશે. પાંડવોના હાથે ગૌ હત્યા કરાવી, પાંડવોને ગુરુ દ્રોહના પાપમાંથી મુક્ત કર્યા
ત્યાર બાદ, હિન્દુ ધર્મના શ્રદ્ધાના કેન્દ્રો એવા 68 તીર્થ સ્થાનો, ગંગા જેવી પવિત્ર નદીઓ વગેરેને, કલિયુગના પ્રકોપથી બચાવવા માટે એમને પીરાણામાં સ્થાન આપ્યું છે. અને એ ખાલી પડેલા 68 તીર્થ સ્થાનોમાં હવે ભૂત ભૈરવ રહે છે. માટે હવે કલિયુગમાં મંદિરે જવું અને મૂર્તિ પૂજા કરવી એ બધું ભૈરવ ભૂતની પૂજા કરવી ગણાશે.
આ તમામ વાતો સતપંથના શાસ્ત્રોમાં જણાવેલ કયા-કયા કલમાઓ છે, એની આછેરી જાણકારી નીચે આપેલ છે.
56.2. ગ્રંથોનો આધાર: સતપંથના બુદ્ધ અવતારને સમજવા માટે, કૃષ્ણ અવતારમાં જણાવેલ જે ગ્રંથો છે, એજ ગ્રંથોનો આધાર ફરીથી નીચે લેવામાં આવેલ છે. એટલે કે એજ ત્રણ ગ્રંથોનો આધાર લેવામાં આવેલ છે.
સંદર્ભ ગ્રંથ [88]20 : વર્ષ 1926 – પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ – નારાયણ રામજી લીંબાણી (પેજ 295 થી 328)
સંદર્ભ ગ્રંથ [139]20 : વર્ષ 1978 – સતપંથ પ્રકાશ અર્થાત .. .. દશ અવતાર – સતપંથી સૈયદ અહમદઅલી “ખાકી” (પેજ 285 થી 382)
(નોંધ: આ ગ્રંથ અને ઉપર જણાવેલ સંદર્ભ ગ્રંથ [88] (પીરાણાની પોલ) લગભગ એક સરખાજ છે. માત્ર કલમાઓના ક્રમમાં ક્યાંક-ક્યાંક એકાદ ક્રમનો અંતર છે. એટલે એના કલમાના ક્રમ નીચે આપેલ નથી.)
સંદર્ભ ગ્રંથ [124]20 : વર્ષ 2009 – સતપંથ શ્રીમદ્ ભગવત દશાવતાર – નાનકદાસજી મહારાજ
(પેજ 314 થી 396)
(નોંધ: આ ગ્રંથમાં જણાવેલ કલમાઓ અને એની નીચે આપેલ વિવરણમાં ઘણી જગ્યાએ તફાવત છે. ધ્યાન રાખવા વિનંતી.)
આ ત્રણે ગ્રંથોની એટલે કે સંપૂર્ણ પુસ્તકની ઓનલાઈન સોફ્ટકોપીની લિન્ક આ પુસ્તકના Bibliography / સંદર્ભ સૂચિ પ્રકરણમાં મળશે. ત્યાંથી તમે આ ગ્રંથ મફત મેળવી શકશો.
ક્ર. | કલમાની ટૂંકમાં વિગત | સંદર્ભ ગ્રંથ [88] કલમા ક્ર. | સંદર્ભ ગ્રંથ [124] કલમા ક્ર. |
1. | અવતારનું રૂપ |
|
|
| બુદ્ધરૂપી ફારસી અવતાર |
| |
| મુઘલ રૂપ | ||
| શરીર વાસ મારે, કોઢ થયેલ હોય | ||
હિન્દુ ધર્મને ઊતરતો બતાવ્યો |
|
| |
| કલિયુગમાં સર્વ દેવ અને ઋષિઓ ગુપ્ત થઈ ગયા છે | ||
| બ્રાહ્મણના કહેવાથી પાંડવ ભૂલ્યા અને યજ્ઞ કર્યો | ||
| કલિયુગમાં બ્રાહ્મણ ભૂલ્યા છે | ||
| બ્રાહ્મણો.. પેટના કાજે વેચે છે.. જુના ઠાલા વેદ | ||
| બ્રાહ્મણમાંથી બ્રહ્મ ગયા | ||
| બ્રાહ્મણ લંપટી કપટીને નિર્લજ છે | ||
| જે લોકો.. વાંચે વેદ, તીર્થ, પાણી (નદી) પથ્થર (મૂર્તિ) પૂજે તે પાવન નહીં થાય | ||
| દ્વાપર અંતે ત્રણ વેદ પુરા થયા અને આઠ અવતાર શ્રી હરિના ગયા | ||
3. | હિન્દુ સમાજ અને પરંપરા વિષે; – સાચીખોટી વાત મિશ્ર કરી લોકોના મનમાં હિન્દુ ધર્મ પ્રત્યે શંકાઓ નિર્મિત થાય |
|
|
| મહાજનમાં કોણ ચંડાળ? | ||
| મનુષ્યમાં કોણ ચંડાળ? | ||
| પશુ પક્ષીમાં કોણ ચંડાળ? 1) કૂતરો, ગધેડો, સિયાળ અને કાગડો | ||
| સ્ત્રીમાં કોણ ચંડાળ? | ||
| મનુષ્યમાં કોણ મધ્યમ ચંડાળ? | ||
| મનુષ્યમાં ઉત્તમ કોણ? | ||
| સ્ત્રી જગતમાં ઉત્તમ કોણ? | ||
કલિયુગમાં હિન્દુ ધર્મની માન્યતા બરાબર નથી એવું કહેવાનો પ્રયત્ન |
|
| |
| કળિયુગમાં બ્રાહ્મણ હશે જેટલા, એ તો ધર્મ વિહોણા થશે સર્વ તેટલા | ||
| બ્રાહ્મણ છે, કપટ .. .. .. વેદને શત્રુ સમ વેહરી ગણશે વેદ | ||
| બ્રાહ્મણ – દાસી દાસ જેવા હશે | ||
| કલિયુગમાં ક્ષત્રિય કેવો હશે? | ||
| ક્ષત્રિય ગાયની ચોરી કરશે અને મલેચ્છ એટલે મુસલમાનને આપશે | ||
| કલિયુગમાં મહાજન કેવો હશે? | ||
| ભવૈયા ભાંડ ઉપર પ્રીતિ રાખશે (એ સારા નહીં) (જેથી કરીને હિન્દુઓ શૌર્યના નાટકો અને ગીતો ન સાંભળે) | ||
| તુલસી, ગૌ, બ્રાહ્મણની – કપટથી પૂજા કરશે | ||
| કુડી લક્ષ્મીને કુડા દેવ મંદિર ધામ | ||
બુધ અવતાર, એટલે સતપંથના શાસ્ત્ર પ્રમાણે – ભગવાન કૃષ્ણના મોઢે; – હિન્દુ મૂલ્યો અને માન્યતાથી લોકોને અલગ થવા.. સ્વયં ભગવાન કહે છે. |
|
| |
| આવીને દીદાર અમારો કરે, તો અનંત ઘણું યજ્ઞનું ફળ મળશે | ||
| બ્રાહ્મણનું કહ્યું કરશો તો નારાયણ નહીં મળે | ||
| યજ્ઞ વિધિનો નહીં રહ્યો મહિમા | ||
| યજ્ઞ બંધ કરાવ્યો | ||
| કુરુક્ષેત્રનું પાપ અમારે (કૃષ્ણના) સિરે (કહેવાનો મતલબ કે બ્રાહ્મણ કૃષ્ણની લીલા સમજ્યા નથી) | ||
| ભટક્યા બ્રાહ્મણ દેવ દર્શન ઓળખ્યા નહીં તે માટે કલયુગમાં માંગીને ખાય | ||
| પાંડવોએ.. કૃષ્ણની વાત ન સાંભળી, એટલે ગુરુ દ્રોહનો પાપ લાગ્યો | ||
| જુઠા બ્રાહ્મણ – જૂઠા યજ્ઞ | ||
| કલિયુગમાં યોગી બ્રાહ્મણ કોણ? | ||
| અમે રામ અને અમે રહેમાન ([124]માં: કાન) | ||
|
|
|
|
6. | પાંડવોના (કહેવાતા) પાપના નિવારણ માટે ગૌ હત્યા કરાવી |
|
|
| પાંડવો કૃષ્ણને પૂછે છે કે – અમારી મુક્તિ કેમ થશે? | ||
| કૃષ્ણ: કલિયુગ બેઠો ત્યારથી સર્વદેવ ઋષિવર અલોપ થઈ ગયા | ||
| કલિયુગનું વર્ણન શરૂ | ||
હિન્દુ ધર્મને અપમાનિત કરવામાં આવ્યો |
|
| |
| જનોઈ ધરે તે બ્રાહ્મણ તો નહીં જ | ||
| ગત (લોકોનો સમૂહ) એજ તીર્થ, શુક્રવારી બીજ + પશ્ચિમ દિશા | ||
| માત્ર અથર્વવેદ | ||
| મૂર્તિ પૂજા વિષે: માને પથ્થર અને ભૂત (એ નરકમાં જશે) | ||
| બ્રાહ્મણો હલકા: બ્રાહ્મણ ઠાલા વેદ વાંચે અને અથર્વ વેદનો નિષેધ કરે | ||
| બ્રાહ્મણ લાલચુ અને અશુદ્ધ | ||
| ગાય: ગાય વિષ્ટા ખાય એટલે ગળું કપાય | ||
| મુસલમાનમાં વિષ્ણુ: મલેરછ રૂપી વિષ્ણુને માનીએ + અલી + અથરવેદ ([124]માં: નારાયણ) | ||
| દિશા પશ્ચિમ દિશા – અરબ દેશ | ||
| અલી: ત્યાં મનુષ્યવેશ – અલી નામે (264માં: નિષ્કલંકી) | ||
| કુંવારીકા ક્ષેત્ર | ||
| ઇમામશાહ: – ગુરુ બ્રહ્મા | ||
ગાયને વરોધો (વધ કરો) – હિન્દુ માટે પૂજનીય ગાયનો વધ કરવાનું કહ્યું.. | |||
| તમારું પાપ ઉતારવા ઘણા લોકો ભેગા મળીને અતિ નિંદા કરે તો ઉતરે | ||
| અમારા ભેગા જમો (મુસલમાન ભેગા) | ||
| મનમાં શંકા ન ધારો | ||
| હરિવંશી બ્રાહ્મણ – એટલે અલીના વંશના સૈયદો | ||
| યજ્ઞ માટે કામધેનુ ગાય લાવ્યા | ||
| મનમાં શંકા રાખશો, તો ગૌ હત્યાનો દોષ લાગશે | ||
| પાંડવોએ ગાય મારી | ||
| ગૌ મેધ યજ્ઞ કર્યો |
| |
| યુધિષ્ઠિર રાજાએ ગાયનું માથું ઉપાડ્યું, ખાલ કુંતીમાએ લીધું, ચાર પગ ચાર પાંડવોએ લીધા અને હસ્તિનાપુરમાં ફર્યા | ||
| ગાયના શરીરના હાડકાં અને અવશેષો – હીરા, મોતી, માણેક થયા | ||
| દ્રૌપદીએ પૂછડું ઉપાડ્યું | ||
| જગત જેમ જેમ નિંદા કરે તેમ તેમ પાંડવોના પાપ ઉતરે | ||
|
|
|
|
જનોઈનું અપમાન કરવામાં આવ્યું – જેથી હિન્દુઓ જનોઈ ઉતરે |
|
| |
| બ્રાહ્મણોએ ગાયના અશુદ્ધ આંતરડા ગળે નાખ્યા અને કલયુગમાં ગૌના આંતરડાની જનોઈ બનાવી | ||
| બ્રાહ્મણ, ક્ષત્રિયની બેટી ત્યાં દોડી જાય, ત્યાં ગૌ ગોબર મળ્યું | ||
| કલિયુગમાં ફોગટ ગૌ પૂજા કરે છે | ||
| અથર્વેદી નામ અલી… અમારું | ||
| મૂર્તજા અલી | ||
| ઇમામ ઇલ્લિ લ્લાહ | ||
8. | હિન્દુ ધર્મના પવિત્ર 68 તીર્થ સ્થાનો અને ગંગા નદીનો પીરાણામાં વાસ – હિન્દુ શ્રદ્ધા અને આસ્થા ઉપર પ્રહાર |
|
|
| 68 તીર્થ લાગ્યા પાય | ||
| ગંગા અને સર્વ તીર્થ | ||
| 68 તીર્થ: કલયુગમાં નહીં રહેવાય | ||
| 68 તીર્થ: કુડ કપટની કમાઈથી પૂજા કરે તે પાપ અમારા શિરે ચડે | ||
| નદીઓ: વિકર્મ કરીને અમારામાં નહાય | ||
| ઇમામપૂરી – પ્રાગટ્ય બ્રહ્માજી બેસે ત્યાં | ||
| કલિયુગના અંતે ઇન્દ્ર ઈમામશા નામ | ||
| સર્વ તીર્થ ત્યાં ગયા | ||
હિન્દુ ધર્મના મંદિરો અને સ્થાનકોમાં ભૈરવ અને ભૂત વસે છે – મૂર્તિ પૂજાથી પુણ્ય ન મળે – હિન્દુ મંદિરો અને તીર્થ પ્રત્યે લોકોનું મન ઉઠી જાય |
|
| |
| સર્વ તીર્થના ધામ ખાલી થયાં | ||
| બ્રાહ્મણો બુદ્ધિ ભ્રષ્ટ થવાથી – ત્રણ વેદ અને 68 તીર્થની મહિમા ગાયે અને ઠાલા વેદ વાંચે | ||
| ભૈરવ ભૂત 68 તીર્થમાં રહે છે | ||
| ભટકેલા હિન્દુઓ – ભૈરવ ભૂતને પૂજે, માથા મુંડાવીને પાછા આવે | ||
| કલયુગમાં પથ્થર દેવની પૂજા થાય, તે સર્વ પૂજા ભૈરવ ભૂત લઈ જાય | ||
| કલિયુગમાં વેદ વિધિથી પૂજા થાય એ ભૈરવ ખાઈ જાય | ||
| પથ્થર, મૂર્તિ, તીર્થ, ચરિત્ર (ચિત્ર)એ ભૈરવ ભૂત કહેવાય |
56.3. બુદ્ધ અવતાર પાછળનો મકસદ: સતપંથના બુદ્ધ અવતારમાં હિન્દુઓના રીત-રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ, શ્રદ્ધાના કેન્દ્રો, દેવી-દેવતાઓના અવતારોનું ખંડન કરી, રદ્દ-બાતલ થયેલ બતાવી એમને બદનામ કરવામાં આવ્યા છે. અને આ બધુ કૃષ્ણ અવતાર (એટલે કે બુદ્ધ અવતાર)ના મોઢે કરવામાં આવ્યું છે. પોતાના દેવોનું અપમાન કોઈ બીજા કરે તો, કોઈ માણસ સહન ન કરે, પણ પોતાના જ દેવના મોઢે પોતાના જ ધર્મને નીચો દેખાડે, પોતાના જ અન્ય દેવતાઓનું અપમાન કરે, તો લોકો સહેલાઈથી સ્વીકારી લે.
આવી પદ્ધતિનો ઉપયોગ કરી બુદ્ધ અવતારના માધ્યમથી, હિન્દુઓને પોતાની જ નજરોમાં, પોતાની માન્યતા, પરંપરા, શ્રદ્ધા તોડવામાં આવે. અને પોતાના જ ધર્મ પ્રત્યે હીન ભાવના ઊભી કરવામાં આવી. જુઓ પોઈન્ટ (52).
56.4. આવી રીતે આ અવતારના માધ્યમથી હિન્દુઓને પહેલાં પોતાના મૂળ ધર્મ એટલે કે સનાતન હિન્દુ ધર્મથી વિમુખ કરવામાં આવ્યા. જેથી પોતાના ધર્મ પ્રત્યેની એમની મક્કમ પકડ ઢીલા પડી જાય. અગર પોતાના હિન્દુ ધર્મ માટે ઉદાસીનતા બતાવે તો આગળ જતાં એ માણસને ઇસ્લામ ધર્મ તરફ વાળવામાં આસાની રહે. |
57. અલી ઉર્ફે નિષ્કલંકી અવતાર: બુદ્ધ અવતારનો પ્રભાવ પડ્યા પછી, એક હિન્દુની પોતાના ધર્મ પ્રત્યેની કડક/મક્કમતા ખોઈ દે. પરિણામે એ હિન્દુ લોટ જેવો નરમ થઈ જાય. એક વખત નરમ પડ્યા પછી, એ વ્યક્તિને ગમે તેવી રીતે વાળી શકાય, એવી પરિસ્થિતિમાં આવી જાય એટલે એની સામે નિષ્કલંકી નારાયણ અવતાર રજૂ કરવામાં આવે.
સાવધાન છેતરાશો નહીં. આ અવતાર હિન્દુ શાસ્ત્રો પ્રમાણે નથી |
સતપંથનો નિષ્કલંકી અવતાર ઉપર કોઈ વાત કરવાથી પહેલાં એક જરૂરી ચેતવણી. આ નિષ્કલંકી અવતારનું નામ હિન્દુ ધર્મના કલ્કિ અવતાર જેવું મેળ ખાતું નામ રાખેલ છે. પણ વાસ્તવમાં એના સિવાય બંનેમાં કોઈ સમાનતા નથી.
હિન્દુ ધર્મનું મૂળ શ્રીમદ ભાગવત ગ્રંથમાં દર્શાવેલ કલ્કિ અવતાર (ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત મૂળ 18 પુરાણો પ્રમાણે) સાથે સતપંથના નિષ્કલંકી અવતારનું કઈં લેવું દેવું જ નથી. આ અવતાર કેવળ પીર સદરૂદ્દીન અને ઈમામશાહ દ્વારા રચેલ સતપંથ દશાવતાર ગ્રંથમાં તૈયાર કરવામાં આવેલ છે. અન્ય કોઈ ધર્મ ગ્રંથમાં આનો કોઈ ઉલ્લેખ નથી. માટે કોઈ છેતરાશો નહીં.
અમુક સતપંથીઓના મોઢે સાંભળવા મળશે કે એ લોકો કલ્કિ અવતારને જ માને છે પણ માત્ર નામ અલગ છે, નિષ્કલંકી અવતાર. આ માત્ર હિન્દુઓને છેતરવાની જ વાત છે. |
57.1. સંક્ષિપ્તમાં અલી ઉર્ફે નકલંકી અથવા નિષ્કલંકી અવતાર: આગાઉ જણાવ્યા પ્રમાણે, સતપંથના નિષ્કલંકી અવતાર કે નકલંકી અવતારનો હિન્દુ કલ્કિ અવતાર સાથે કઈં લેવા દેવા નથી. માટે પહેલાં આ નિષ્કલંકી અવતારમાં શું છે, એના પર આછેરી નજર કરીશું.
1) બ્રહ્માજીએ નબી મુહમ્મદ પૈગમ્બરનું નામ ધારણ કરી ધરતી પર આવ્યા.
2) અરબ દેશમાં નિષ્કલંકી નારાયણ રૂપે હરિ (વિષ્ણુ)એ અવતાર લીધો.
3) કલિયુગમાં ગુરુ બ્રહ્માએ પીર સમસ (શમ્સ)નો અવતાર લીધો.
4) દૈત્ય કાળીગો/ કાલિંગો મહા ચીનમાં અવતર્યો.
5) કાલિંગો લોકો પાસેથી “કાશી વિશ્વનાથ:”નું જાપ જપાવે છે.
6) કાલિંગાની પત્નીનું નામ હતું સુરજા રાણી અને દીકરાનું નામ હતું કમલાકુંવર.
7) ત્યાં પીર સમસ પોપટનું રૂપ લઈને સુરજા રાણી અને કમલાકુંવરને મળે છે.
8) અને સુરજા રાણીને કહે છે કે નિષ્કલંકી અવતાર તમારા પતિ કાલિંગાને મારશે.
9) સતપંથ સમજાવીને સુરજા રાણી, કામલકુંવર એમ કુલ 8 લોકોને સતપંથી બનાવે છે.
10) અને એકાંતમાં (ગુપ્ત રીતે) સતપંથ પાળવાનું અને પીર શાહનો જાપ કરવાનું કહે છે.
11) પછી પીર સમસ મહાદન (મહાયુદ્ધ) થશે એવી આગમ વાણી કરે છે અને કલિયુગમાં આવનાર ભયંકર ખરાબ સમયનું લાંબુ-લાંબુ વર્ણન કરે છે.
12) તેમાંથી માત્ર ખરી દશોંદ આપનાર સતપંથી બચી શકશે.
13) પીર શાહ જાપનો મહિમા સમજાવે છે અને પીર શાહ સિવાયના જાપ દૈત્ય કાલિંગાને જાય એવું કહે છે.
14) કલિયુગમાં, નબી મુહમ્મદ પૈગમ્બર, ગુરુ તરીકે ઈમામશાહ નામે પીરાણામાં પધાર્યા છે. એના સિવાય બીજાને ગુરુ માનવા નહીં
15) કલિયુગમાં અથર્વવેદ (કુરાન) પ્રમાણે ચાલવું. એના સિવાય બીજા ગ્રંથો માનવા નહીં.
16) કલિયુગમાં 10 દિવસનો 1 વર્ષ હશે અને એક રાતમાં 5 વર્ષ નીકળી જશે.
17) કાલિંગાની વિશાળ સેનાનું વર્ણન. કરોડો બળશાળી યોદ્ધાઓનું વર્ણન.
18) નિષ્કલંકી નારાયણની સેનાનું વર્ણન. દુલદુલ ઘોડા, ઝુલ્ફીકાર તલવાર વગેરેનું વર્ણન.
19) એની સેનામાં 64 લાખ જોગણીઓ, નબી મુહમ્મદ, અનંત કારોડી દેવો, 99 કારોડી ઋષિવર, પ્રહલાદ, હરિશ્ચંદ્ર, 5 પાંડવો, 999 નિદિયું, નવકૂળ નાગ, ગોરખનાથ, 7 સમુદ્ર, હનુમાન, 9 ગ્રહો, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, લાખો-કરોડો અન્ય યોદ્ધાઓ વગેરે વગેરે જોડાયા.
20) બન્ને સેનાઓ કુંવારીકા ક્ષેત્ર એટલે પીરાણામાં સામસામે આવશે.
21) ત્યારે ઈમામશાહનો રોજો સોનાનો એટલે સુવર્ણ થશે.
22) સુરજા રાણી અને કમલાકુંવર નિષ્કલંકી નારાયણ સાથે ભળી જાય છે.
23) એમના કહેવાથી સુરજારાણી હાથમાં ફૂલ લઈને કાલિંગાને મળવા જશે. અને ફર ચક્ર બની કાલીગાનું ગળું કાપી એનો વધ કરશે.
24) પછી કાલીગાનો સેનાપતિ અને અન્ય દૈત્યો લડાઈ કરશે.
25) અંતે નિષ્કલંકી નારાયણ (એટલે અલી) લડાઈ જીતશે.
26) કલિયુગમાં કમલાકુંવર 12 કરોડ સતપંથીઓને અમરાપુરી24 / જન્નત લઈ જશે. (કલમાં ક્ર. 557 / 553 / 647)
27) નિષ્કલંકી અવતાર કુંવારી ધરતી સાથે લગ્ન કરશે.
28) ત્યાર બાદ તમામ સતપંથીઓ 1.25 લાખ વર્ષો સુધી ધરતી પર રાજ કરશે.
29) કલિયુગમાં મંદિરમાં જવું તેમજ મૂર્તિ પૂજાને નિષેધ કરેલ છે.
30) બ્રાહ્મણો અને હિન્દુ ધર્મની માન્યતાઓ, પરંપરાઓ વગેરેને રદ્દ બતાવેલ છે. અને ઇસ્લામની માન્યતાઓ વગેરેને સાચી બતાવેલ છે.
31) અથર્વવેદ એ કુરાન છે. (જુઓ કલમા 765/760)
57.2. ગ્રંથોનો આધાર: સતપંથના નિષ્કલંકી અવતારને સમજવા માટે, આગાઉ કૃષ્ણ અને બુદ્ધ અવતારમાં જણાવેલ જે ગ્રંથો છે, એજ ગ્રંથો ઉલ્લેખ ફરીથી નીચે કરવામાં આવેલ છે. એજ ત્રણ ગ્રંથોનો આધાર લેવામાં આવેલ છે.
સંદર્ભ ગ્રંથ [88]21 : વર્ષ 1926 – પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ – નારાયણ રામજી લીંબાણી (પેજ 329 થી 359)
સંદર્ભ ગ્રંથ [139]21 : વર્ષ 1978 – સતપંથ પ્રકાશ અર્થાત .. .. દશ અવતાર – સતપંથી સૈયદ અહમદઅલી “ખાકી” (પેજ 463 થી 533)
(નોંધ: આ ગ્રંથ અને ઉપર જણાવેલ સંદર્ભ ગ્રંથ [88] (પીરાણાની પોલ) લગભગ એક સરખાજ છે. માત્ર કલમાઓના ક્રમમાં ક્યાંક-ક્યાંક એક થી ચાર ક્રમનો અંતર છે. એટલે એના કલમાના ક્રમ નીચે આપેલ નથી.)
સંદર્ભ ગ્રંથ [124]21 : વર્ષ 2009 – સતપંથ શ્રીમદ્ ભગવત દશાવતાર – નાનકદાસજી મહારાજ
(પેજ 474 થી 548)
(નોંધ: આ ગ્રંથમાં જણાવેલ કલમાઓ અને એની નીચે આપેલ વિવરણમાં ઘણી જગ્યાએ તફાવત છે. ધ્યાને રાખવા વિનંતી.)
આ ત્રણે ગ્રંથોની એટલે કે સંપૂર્ણ પુસ્તકની ઓનલાઈન સોફ્ટકોપીની લિન્ક આ પુસ્તકના Bibliography / સંદર્ભ સૂચિ પ્રકરણમાં મળશે. ત્યાંથી તમે આ ગ્રંથ મફત મેળવી શકશો.
ક્ર. | વિભાગ | સંદર્ભ ગ્રંથ [88] કલમા ક્ર. | સંદર્ભ ગ્રંથ [124] કલમા ક્ર. |
1. | પૂર્વ ભૂમિકા | ||
2. | સુરજા રાણી અને કમલા કુંવરને સતપંથનો ઉપદેશ | ||
3. | સતપંથ શિક્ષા પત્રી (મૂળ ગ્રંથમાં નથી, પાછળથી ઉમેરવામાં આવેલ છે) | નથી | |
4. | કલિયુગનું વર્ણન | ||
5. | મુખીના કામનું વર્ણન (મૂળ ગ્રંથમાં નથી, પાછળથી ઉમેરવામાં આવેલ છે) | નથી | |
6. | ઈમામશાહના વખાણ અને વર્ણન | ||
7. | કલિયુગની આગમવાણી – કલિયુગમાં 10 દિવસનો 1 વર્ષ હશે અને 1 રાતમાં 60 મહિના (5 વર્ષ) નીકળી જશે. – કલિયુગનો અંત નજીક છે. |
|
|
8. | લડાઈની ધમકી આપવા ઇસ્માઈલીને ચીન મોકલ્યા (ગ્રંથ [124] માં હનુમાનને) | ||
9. | સુરજા રાણી અને કમલા કુંવરની કાલિંગાને લડાઈ ન કરવાની વિનંતી | ||
10. | નિષ્કલંકીની સેનાનું વર્ણન | ||
11. | ઈમામશાહની દરગાહ સોનાની અને પાપ-પુણ્ય તોળવું | ||
12. | કાલિંગાનો વધ અને સેનાપતિ દ્વારા લડાઈ | ||
13. | નિષ્કલંકી નારાયણનું કુંવારીકા ધરતી સાથે લગ્ન અને સતપંથીઓનું રાજ | ||
મૂર્તિ પૂજા કરવી નહીં અને મંદિરે જવું નહીં વગેરે હિન્દુ પરંપરાનો નિષેધ | |||
15. | અથર્વ વેદ એટલે કુરાન | નથી | |
16. | નિષ્કલંકી નારાયણના ગુરુ, માતા-પિતા, પત્ની વગેરે |
57.3. અસલ કલ્કિ અવતાર: અસલ (ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત) શ્રીમદ ભાગવત ગ્રંથના 12માં સ્કંદમાં22 કલિયુગનું વર્ણન કરવામાં આવેલ છે. આ અસલ ગ્રંથમાં નિષ્કલંકી નારાયણ, પીર સમસ, સુરજા રાણી, કમલાકુંવર, દૈત્ય કાલિંગો, વગેરે, કોઈ પણ વાતનો ઉલ્લેખ જ નથી. હિન્દુ શાસ્ત્રો સાથે મળતા નામો રાખીને સતપંથનો નિષ્કલંકી અવતાર પીર સદરૂદ્દીન અને ઈમામશાહ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
નકલંકી અવતારનું સાચું નામ શું?
“નકલંકી” અવતાર જેણે “નિષ્કલંકી” અવતાર પણ કહેવામાં આવે છે. એનું સાચું નામ “મૂર્તઝા અલી તાલીબ” છે.
અલી એટલે, ઇસ્લામ ધર્મના સ્થાપક મુહમ્મદ પૈગમ્બરનો કાકાઈ ભાઈ અને એનો જમાઈ પણ છે. મુહમ્મદ પૈગમ્બરની દીકરી બીબી ફાતિમાના લગ્ન અલી સાથે કરવામાં આવેલ હતાં. | અલી એટલે નિષ્કલંકી નારાયણ |
57.4. નિષ્કલંકી અવતાર પાછળનો મકસદ: ઉપર જણાવેલ બુદ્ધ અવતારમાં પોઈન્ટ (56.3)માં દર્શાવ્યા પ્રમાણે બુદ્ધ અવતારના માધ્યમથી હિન્દુઓને પોતાના મૂળ ધર્મ એટલે કે સનાતન હિન્દુ ધર્મથી વિમુખ કરી નાખ્યા હતા. જેથી પોતાના ધર્મ પ્રત્યેની એમની મક્કમ પકડ ઢીલી પડી જાય. ત્યાર બાદનું પગલું જે હતું કે આવા ઢીલા હિન્દુઓને ઇસ્લામ ધર્મ તરફ વાળવાનું. જે નિષ્કલંકી નારાયણ અવતારના માધ્યમથી કરવામાં આવ્યું. જુઓ પોઈન્ટ (52).
તમે જોશો તો ખ્યાલ આવશે કે આ અવતારના માધ્યમથી;
1. અલીને નિષ્કલંકી નારાયણ નામ આપીને હિન્દુઓને શંકા કુશંકાથી દૂર રાખ્યા.
2. બહુજ-અતિ બળશાલી દૈત્ય કાલિંગો સામે નિષ્કલંકી નારાયણની સેના તરફથી હિન્દુ ધર્મના તમામ દેવી-દેવતાઓ અને ઐતિહાસિક મહાપુરુષો જેવા કે પાંડવો વગેરે લડ્યા. (એટલે હિન્દુ ધર્મમાં આસ્થા રાખવા વાળાઓ, અલીના પક્ષમાં છે, એવું કહેવામાં આવ્યું).
3. મુહમ્મદ પૈગમ્બર સહિત ખાસ શિયા ઇસ્લામના ઈમામો અને અન્ય મહાપુરુષો પણ કલિયુગમાં નિષ્કલંકી નારાયણના નિકટમાં છે. (એટલે હાલમાં / કલિયુગમાં એ ઇસ્લામી મહાપુરુષોને માનવું જોઈએ).
4. કાલિંગાની પત્ની સુરજારાણી અને પુત્ર કમલાકુંવર પણ છૂપી રીતે નિષ્કલંકી નારાયણના પક્ષમાં છે. (એટલે સતપંથનો વિરોધ કરનારના ઘરમાં છૂપી રીતે સતપંથ પાળતો પણ હોઈ શકે.)
5. સુરજા રાણીના હાથે એના પતિનું મૃત્યુ (અહીં વિરોધીઓના મનમાં ડર બેસાડવામાં આવ્યો છે કે કદાચ એના પોતાના ઘરમાં સતપંથ પાળનાર નીકળશે, તો એની મુશ્કેલી આવી પડશે. માટે સતપંથનો વિરોધ કરવો નહીં.)
6. સતપંથીઓ અમરાપુરી / જન્નત જશે અને કલિયુગના અંતે રાજ કરશે. (સતપંથ પાળવા માટે લાલચ.)
7. હિન્દુ માન્યતાઓ અને દેવ-દેવીઓને રદ્દ બતાવી, ઇસ્લામી માન્યતાઓ અને રીતરિવાજોને સાચા બતાવ્યા. ગુરુ એટલે નબી મુહમ્મદ અને અથર્વવેદ એટલે કુરાન. (એટલે કલિયુગના દેવ અલી, ગુરુ નબી મુહમ્મદ પૈગમ્બર અને શાસ્ત્ર એટલે કુરાન. અહીં હિન્દુની શ્રદ્ધા સંપૂર્ણ રીતે ઇસ્લામમાં ફેરવી નાખવામાં આવી.)
57.5. નિષ્કલંકી નારાયણ અવતારના માધ્યમથી હિન્દુઓની શ્રદ્ધાને સૌમ્ય રીતે ઇસ્લામમાં ફેરવી નાખવામાં આવે છે. અને આના પાછળની રમતને ભોળા (શંકા ન રાખનાર) લોકો ઓળખીજ ન શકે. ચમત્કારની વાતોની આડમાં, અંધશ્રદ્ધા અને ધર્માંધતાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે. |
58. દશાવતાર – સતપંથનો કેન્દ્રીય ગ્રંથ: આ દશાવતાર ગ્રંથ સતપંથ માન્યતાનો કેન્દ્રીય ગ્રંથ છે. આ ગ્રંથના સિદ્ધાંતો ઉપર આધાર રાખીને સતપંથ સંપ્રદાયના નિયમો અને બંધારણો ઘડવામાં આવ્યા છે. આ નિયમો અને બંધારણોનો પ્રચાર કરતા અન્ય ગ્રંથો રચવામાં આવ્યા છે. જેવા કે, સતપંથનું ગોરવાણીનું ગીનાન 6 (એટલે કે ગુરુ વાણીનું જ્ઞાન ક્ર. 6) [88:Page 488] [126:Page 285]. આ ગીનાનની 4થી કડીમાં લખ્યું છે કે..
“અથર્વવેદમાં એમ ભાંખીઆ, સબ હિન્દુ હોંશે મુસલમાન”
તેવી રીતે નવરાત્રીમાં ગવાતા ગરબાઓને પણ ભ્રષ્ટ કરવામાં આવ્યા [88:Page 122] [120:Page 43]. એમનાથી એક કડી નીચે બતાવેલ છે, જેના પરથી આપને ઘણું બધું સમજાશે.
“વહી ગઈ પૂજા ગઉ તણીરે હિન્દુઓ – પૂજા અલીજીને નામ”
કલેકટેનિયા (Collectanea) [157:Page 55 to 85] પુસ્તકમાં પેજ 55 થી 85 સુધી આવી રીતે કૂલ 28 ભ્રષ્ટ કરેલી ગરબીઓ અંગ્રેજીમાં ભાષાંતર કરેલી જોવા મળશે.
આવી રીતે સતપંથના અન્ય ગ્રંથો મૂળમાં દશાવતાર ગ્રંથમાં આપેલ સિધ્ધાંતોની અરસ-પરસ ગૂંથવામાં / વણવામાં આવ્યા છે. એટલે દશાવતાર ગ્રંથ સતપંથનું કેન્દ્રીય ગ્રંથ છે.
16 શ્રીમદ ભગવત્ દશાવતાર – વર્ષ 2002 થી 2017 સુધી 6 અલગ-અલગ આવૃત્તિઓ – સતપંથ પ્રકાશન સમિતિ, પીરાણા – રચનાર સૈયદ ઈમામશાહ બાવા. દા. ત. [47] [49] [124].
17 કર્ણોપકર્ણ = કાનોકાન = મૌખિક કહેલું orally transmitted
19ગ્રંથ / પુસ્તકનું URL અને વધુ જાણકારી માટે જુઓ.. નીચે Bibliography / સંદર્ભ સૂચિ વિભાગ
20ગ્રંથ / પુસ્તકનું URL અને વધુ જાણકારી માટે જુઓ.. નીચે Bibliography / સંદર્ભ સૂચિ
21 ગ્રંથ / પુસ્તકનું URL અને વધુ જાણકારી માટે જુઓ.. નીચે Bibliography / સંદર્ભ સૂચિ
22શ્રીમદ ભાગવત ગ્રંથના 12મો સ્કંદ – https://abkkpsamaj.org/go/fn22(See Page 769 onwards)