શ્વેત પત્રનો અમલ આ સમય સુરતમાં શ્રી સમાજના સ્વર્ણિમ મહોત્સવ આરંભ પછી પાંચમાં અધિવેશન પહેલા રમેશ વાગડિયાની ઘટના બની અને સર્વ તરફ સતપંથીઓ સામે ફિટકાર ગયો. જાગૃતિનો પડકાર કરનાર હિંમતભાઇ ખેતાણી અને રમેશભાઇ વાગડિયાની વાતો સાથે યુવાસંઘના તે સમયના કર્ણધારો પણ મૂળ વાસ્તવિક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો. કેમકે એ દસકા સમયમાં પીરાણા સતપંથ અને સનાતન સંગઠન જેવી બાબત સુસુપ્ત થઈ ગઈ હતી. આ બાબતે અભ્યાસ કરતા યુવાસઘની કારોબારી હોસૂર (દક્ષિણ ભારત) સભામાં ઠરાવ કર્યો કે આ યુવાસંઘ સનાતનની વિચારધારાને સુરક્ષિત કરવા માટેના જતન કરવા માટેનું એક મૂળભૂત મેન્ડેડ સાથેનું યુવા સંગઠન શ્રીસમાજ મૂળ હિત રક્ષા કાજે રચના થયેલી છે.
વિચારોનું આદાન-પ્રદાન અને ઇતિહાસનું વાંચન કરતા હેતુ સ્પષ્ટ થયો અને આવનાર અધિવેશનમાં સનાતનનીઓનો સંગઠનનો મૂળભૂત હેતુ સ્પષ્ટ કરવા શ્વેત પત્ર ઘોષિત કરવા યુવા સંકટિબદ્ધ સાથ સાથે આગળ વધ્યો. એના પરિણામ સ્વરૂપ સમગ્ર ભારતમાં દરેક જડ બની વ્યવસ્થામાં પીરને માનનારા લોકો અને તેની સાથે દૂધ દહીં વાળા લોકોના કારણે સમાજમાં ઘર્ષણ અને વૈચારિક વિવાદ થયા.
દક્ષિણ ગુજરાતમાં અનેક પીરાણાને પૂજનારા લોકો પરિવાર સાથે રહેતા હતા પરંતુ સમાજ વ્યવસ્થાના નામે તમામ એક સાથે એક જૂથ થઈને રહેતા હતા. આવા સમાજ વ્યવસ્થાના સનાતનીઓ જાગૃત થયા અને શ્વેતપત્રનો અમલ ઘટક સમાજમાં યુવા મંડળોમાં, મહિલા મંડળમાં અને સામાજિક પ્રસંગોમાં પણ થાય તેવો આગ્રહ રાખતા થયા.
મુખ્ય વાત જ્યાં અને ત્યાં, એ જ બની કે પરિપત્રો અને અગ્રીમ લોકોનું મૌન અને કોઈકનું દહીં દૂધ ભર્યું વલણ કે સમજાવવા કેમ ? સત્ય તરત સ્વીકારે કોણ કહે કોણ ? અથવા તો સક્ષમ પીરાણાવાળાને મુહતોડ જવાબ ના આપો ગોળ ગોળ વાતો કરીને તેઓ સાથે સંબંધો રાખવા આથી આચરણ એક અને વિચાર જુદા જેવા કારણો થી સંપ તૂટ્યો પણ તોય પ્રેમ અડીખમ..
આ સમયે યુવાસઘની કેન્દ્રીય ટીમમાં દક્ષિણ ગુજરાતનું નેતૃત્વ તેમજ દક્ષિણ ગુજરાતના મોવડી ઓનું પણ કેન્દ્રિય સમાજમાં ઉચ્ચ સ્તરે આધિપત્ય સાથેનું નેતૃત્વ અને સામાજિક આર્થિક ઉત્તરદાયિત્વ પણ સરાહનીય.
કેન્દ્રીય સમાજના અભિગમ મુજબ આધુનિક કોટીનું ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત નજીક સ્તરાવાળા ઉમાં વિદ્યાપીઠ આકાર પામી ચૂકેલ અને સંગઠનનું મજબૂત પાસુ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વમાં હતું જ. પરંતુ મજબૂત સંગઠન અને વિકાસના ગઢ ગણાતા અંકલેશ્વરમાં સતપંથિઓ કેસ કબાલા કર્યા. ભરૂચમાં પણ છમકલાં થયા, બીલીમોરામાં સવિશેષ મતભેદની અસર થઈ. એકતા માટે પ્રખ્યાત બીલીમોરા સમાજ પણ નવરાત્રી અલગ ઉત્સવો અલગ એક બે નહીં ત્રણ ત્રણ ભાગમાં વહેંચાયલા અને શ્વેત પત્રનો અમલ ઈચ્છનાર સનાતનની વ્યક્તિઓનો નિર્ણય કોઈકને ના પણ ગમ્યો. સતત ખેંચતાણ પણ સત્ય તો સમજ્યા અને કેટલાક તો સમાજમાં વૈચારિક ભાગલા પડ્યા તેમાં પડયા પણ નહિ.
અહીં નોંધ લેશો અને લેવા સાથે લખવું પડે રમેશભાઈ લીંબાણી બીલીમોરાના યુવાન સાથે હેમંત માકાણી અને વિનોદ નાકરાણીનો સંવાદ એક મત થઈને કેમ જોડાઈ એ ભાવ તેઓએ યુવાસઘના (દક્ષિણ ગુજરાત) સાથે થયો. અભિગમને આકાર આપવા ચિંતા હતી કેમ જોડાવું કેમ કરવું. રમેશભાઈ લીંબાણીની પોઝિટિવ સોચ અને સાથે બીલીમોરાના અનય તમામ યુવાઓનો સાથેનો એમનો પ્રેમ મહોબત લાગણીઓનો સમન્વય સાધીને તેઓ એ એક મહત્વનો ભાવનો પ્રભાવ દાખવ્યો અને અન્યનો સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતનો એકતા અને ભવત્યતાનો વિચારીને પોતે એકલા પરિવાર સાથે પોતાને બદલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ સનાતનની એકતા સધાય એવા પ્રયાસો આદર્યા.
પણ પરિણામ સ્વરૂપ પાણી પુનઃ સ્પષ્ટ અને ચોખ્ખું સનાતન એકતા એકરૂપતા અને પવિત્રતા ભાવ સાથે રમતું ગમતું ઝુમતું પુનઃ દક્ષિણ ગુજરાત એક બની ગયું.
ઝોન સમાજ વ્યવસ્થામાં રમેશભાઈ પારસીયા જેવા સ્પષ્ટ વક્તાના ઓરા કામ્યાબ બન્યા પરિણામ સ્વરૂપ એક મગના બે ફાડીયા પુનઃ એક થયા આજે દક્ષિણ ગુજરાત કેન્દ્રીય સમાજના કોઈપણ અભિગમમાં અવવલ છે. આદર સહ સહુની કોઈપણ અવહેલના વિના સ્વાગત થયું એને ખારું પાણી મીઠું બની ગયું. આ જ તો છે દક્ષિણ ગુજરાતની તાસીર.. શતાબ્દી મહોત્સવની શુભેચ્છા સહ .. આવનાર પર્વ ને મહોત્સવ તરીકે ઉજવીએ…