Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
<< Previous / પાછળ
English Language / અંગ્રેજી ભાષા
Next / આગળ >>
45.અધર્મ કોને કહેવાય? અધર્મ શું છે એ વાતની છણાવટ હિન્દુ ધર્મના અસલ શ્રીમદ ભાગવતજીમાં15 આપેલ છે.
શ્રીમદ ભાગવતજીના સ્કંદ: 7, અધ્યાય 15, માં જણાવેલ શ્લોક ..
विधर्म: परधर्मश्च आभास उपमा छल:
।
अधर्मशाखा: पञ्चेमा धर्मज्ञोऽधर्मवत्त्यजेत्
॥ १२ ॥
વિધર્મ: પરધર્મશ્ચ આભાસ ઉપમા છલ:
|
અધર્મશાખા: પઞ્ચેમા ધર્મજ્ઞોऽધર્મવત્ત્યજેત્
|| ૧૨ ||
અર્થ: અધર્મની પાંચ શાખાઓ છે.
1) વિધર્મ
2) પરધર્મ
3) આભાસ
4) ઉપમા, અને
5) છળ
ધર્મજ્ઞ મનુષ્યે અધર્મની જેમ આ બધાનો ત્યાગ કરી દેવો
धर्मबाधो विधर्म: स्यात्परधर्मोऽन्यचोदित:
उपधर्मस्तु पाखण्डो दम्भो वा शब्दभिच्छल:
॥ १३ ॥
ધર્મબાધો વિધર્મ: સ્યાત્પરધર્મોऽન્યચોદિત:
ઉપધર્મસ્તુ પાખણ્ડો દમ્ભો વા શબ્દભિચ્છલ:
|| ૧૩ ||
અર્થ:
1) જે કાર્ય ધર્મબુદ્ધિથી કરવામાં આવે તોપણ પોતાના ધર્મપાલનમાં વિધ્ન આવી પડે તે “વિધર્મ” છે.
2) કોઈ બીજા દ્વારા અન્ય પુરુષ માટે ઉપદેશાયેલ ધર્મ “પરધર્મ” છે.
3) પાખંડ કે દંભનું નામ “ઉપધર્મ” અથવા “ઉપમા” છે.
4) શાસ્ત્રોનાં વચનોનો અન્ય પ્રકારનો અર્થ કરવો એ “છળ” છે.
નોંધ: ઉપરના શ્લોકમાં “આભાસ”નો અર્થ નથી આપ્યો, પણ આપણે સમજી શકીએ છીએ કે જે અન્ય ધર્મ, ખોટી રીતે, મૂળ/સાચો ધર્મ હોવાનો ખોટો “આભાસ” આપે, એ પણ અધર્મ છે.
46. હિન્દુ શાસ્ત્રોની દૃષ્ટિએ અધર્મની વ્યાખ્યામાં સતપંથ ક્યાં છે? ઉપર જણાવ્યા પ્રમાણે અધર્મની શાખાઓ સાથે સતપંથને સરખાવીને જોવામાં આવે તો;
એમ લગભગ બધીજ શાખા શું સતપંથને લાગુ પડે છે કે નહીં? એ તમારે વિચારવાનું છે
15 શ્રીમદ ભાગવતજી – https://abkkpsamaj.org/go/fn15 (See Page 748 onwards)