બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૬૧. શ્રી નાના અંગીયા લક્ષ્મીનારાયણ સમાજ

– શ્રી નવીનભાઈ ઉર્ફે હીરાલાલ દેવજી પારસીયા
પ્રમુખશ્રી

શ્રી નાના અંગીયા ખાના સતપંથ છોડીને સનાતનનો અંગીકાર કરનાર કર્મવીર માવિત્રો સંતપથ જોડે ખુબ ઝઘડા કર્યા અને મારા મારી પણ થઈ અને કેસ પણ કર્યો. પછી સતપંથીઓએ ભાઈચારીથી જુદા ખેલ કરેલ. જેનાથી  સનાતની વડીલોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરેલ. સતપંથી ભાઈઓએ ખાનામાંથી એક પણ વાસણ તથા કોઈ મિલકતમાં ભાગ આપેલ નથી. આ હતી તેની કુટીલ નીતિ. પછી એક રૂમની અંદર ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાન મુર્તિ સ્થાપના કરેલ.

પ્રથમ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના મંદિરની સ્થાપના દિવસ સંવત ૨૦૦૫ શ્રાવણ વદ આઠમને બુધવાર તા. ૧૭‑૦૮‑૧૯૪૯ના દિવસે રેલ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પાનમૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા સંવત ૨૦૧૭ શ્રાવણ સુદ ૭ ને શુક્રવાર તા. ૧૮/૦૮/૧૯૬૧ કરેલ. શિખરબંધ જીર્ણોદ્ધાર મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ તેમજ પરિવાર દેવતાઓની મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા સંવત ૨૦૫૫ શ્રાવણ સુદ ૭ ને બુધવાર તા. ૧૮/૦૮/૧૯૯૯ ના કરેલ છે.

 કર્મવીર સમાજ સુધાર વડીલોની યાદી નીચે લખેલ છે :

1.     કાનજી નારાયણ ભગત

2.     નાનજી દેવશી ભગત

3.     દેવશી શિવદાસ પારસિયા

4.     શામજી નથુ પારસિયા

5.     અબજી સીવજી મેઘાણી

6.     પ્રેમજી મેગજી મુખી (મેઘાણી)

7.     શિવગણ ભીમજી મુખી (મેઘાણી)

8.     હંસરાજ નાનજી મેઘાણી

9.     ગાભા કાનજી ચોપડા

10.  શિવજી પચાણ કેશરાણી

11.  શિવજી રૂડા કેશરાણી

12.  રામજી પોના પારશીયા

13.  ધનજી માસ્તર પારશીયા

14.  પ્રેમજી બાપા ચોપડા

15.  વેલજી હીરજી કેશરાણી

 

 

આ વડીલોએ ખુબ સાહસ કરેલ અને તેની અંદર સેવા પૂજા ૧૫ વર્ષે હંસરાજ નાનજી મુખી (મેઘાણી) એ કરેલ અને તે જ પરીવારના શિગણ ભીમજી મુખી (મેઘાણી) ખાનાના મુખી હતા.  તેનો ત્યાગ કરીને સનાતનનો અંગીકાર કરેલ અને તેમના દીકરા દેવજી શિગણ ભીમજી મુખી (મેઘાણી)ની ખાનાની અંદર મુખીની પાઘડી હતી. તેનો ત્યાગ કરીને સનાતનનો અંગીકાર કરેલ અને તેમના દીકરા દેવજી શિવગણ, અરજણ શિવગણએ બ્રાહ્મણોના હાથે દેહ શુદ્ધિ કરાવેલ અને જનોઈ ધારણ કરાવેલ. શિગણ બાપા, હસરાજ બાપા મેઘાણી પરીવારે વિક્રમ સંવત ૨૦૦૫થી ૨૦૭૯ સુધી એક પણ સંતપથીની છોકરી લીધેલ નથી અને આપેલ પણ નથી. અને સંતપથીની દફન વિધી તથા ધાર્મિક ક્રિયામાં ગયેલ પણ નથી. એ પ્રથા તે પરીવારમાં આજે પણ ચાલુ છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણમાં બીજું મંદિર પાન મૂર્તિની સ્થાપના શ્રાવણ સુદ સાતમ શુક્રવાર તા. ૧૮-૦૮-૧૯૬૧માં કરેલ છે. ધીમે-ધીમે દીવસો જતા એક પછી એક પરીવાર  સતપંથ છોડી સનાતનમાં જોડાતા ગયા. ત્રીજી વખત પ્રાણપ્રતિષ્ઠા શીખર બંધ મંદિરમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની તેમજ પરિવાર દેવતાઓની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સંવત ૨૦૫૫ શ્રાવણ સુદ સાતમનો બુધવાર તા. ૧૮-૦૮-૧૯૯૯માં કરેલ છે. આ છે શ્રી નાના અગીયા લક્ષ્મીનારાયણ સનાતનની અછેરી રૂપરેખા.

વર્ષો વીતી ગયા હોવા છતાં અંગીયામાં સતપંથનું જગીયું/ખાનું છે અને ગામમાં હજી સતપંથની વસ્તી છે. મીલકતોના ભાગલા કરી નાખેલ છે. અમુક મિલકત સાથે છે સમાજના નિયમ પ્રમાણે કોઈ પ્રકારનો સતપંથ જોડે વ્યવહાર કરતા નથી. અંતિમ ક્રિયા કે ધાર્મિક ક્રિયામાં કદાપિ ભાગ લેતા નથી. જન્માષ્ટમી કે નવરાત્રિ જેવા પ્રસંગો તેઓ અલગ કરે છે અને ૨૦૧૦ના સ્વર્ણિમ મહોત્સવના ૬ઠ્ઠા અધિવેશન પછી અત્યાર સુધી અનેક પરિવારો સતપંથ છોડીને સનાતનમાં જોડાતા જાય છે. 

Leave a Reply

Share this:

Like this: