ખાનાપંથી સંપ્રદાયમાં ઘરકાવ થતા પાટીદાર જ્ઞાતિના સમુહને બહાર કાઢવાની ઝુંબેશ ફરથી જુસ્સો ૧૯૪૭ના પંજાબ, કલકત્તા અને અન્ય પ્રાંતોમાં હિન્દુઓની કત્લે આમ પછી જ ચાલુ થઈ છે.
આપણા આદ્ય સુધારકો પૂજ્ય નારણજી બાપા કેશરાબાપા ઓધવજીરામને યાદ ના કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. આપણો સંપ્રદાય ઈષ્ટદેવ અને કુળદેવતાને ભુલીને ઈમામશાહ જેવા લોકોની પુજામાં પોરવાઈ ગયો હતો. જ્ઞાતિના બહોળા સમુહને ખાનાપંથીમાંથી બહાર કાઢવા આપણા નરબંકાઓએ ખૂબ જ મહેનત કરી હતી. અપમાનની પાઘડીઓ પહેરીને જ્ઞાતિને સાચી દિશા બતાવવી ખૂબ જ મહેનત કરી હતી.
વર્ષ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન મોટી સંખ્યામાં પાકિસ્તાનથી સોઢા હિન્દુ પરિવારોને હિજરત કરવા મજબુર થવું પડ્યું હતું. તેઓએ કચ્છમાં આવીને મુસ્લિમ લોકોની અત્યાચારી ભાષાની આપવીતી આપણા વડીલોને કહીને હિન્દુ ધર્મમાં આવવા આહ્વાન કર્યું હતું. તેવા સમયે કચ્છના અંતરિયાળ ગામોમાં ચાલતા ખાનાપંથની દુકાનો ધીરે ધીરે બંધ થવા લાગી. સતપંથી આકાઓનું પરિવર્તન કામ લાગ્યું નહિ. ખાનામાંથી ઈમામશાહની જગ્યા જ્યોતિધામ, જ્યોતિમંદિર, નિષ્કલંકીધામ અને છેલ્લે નિષ્કલંકી નારાયણનું મંદિરના પરિણામો એળે ગયા છે.
આજે નખત્રાણા તાલુકાના વિથોણ, ધાવડા, સાંગનારા, સાંયરા (યક્ષ) ગામો લગભગ સનાતની ગામો છે. ગામોમાં એકાદ બે પરિવારો હજુ પણ દહીં-દુધવાળી ભાષા બોલે છે.
આણંદસર (વિ.)માં ૫૦ વર્ષ પૂર્વે આપણા જ વડીલ સ્વ.કરશન મેઘજી લીંબાણીએ પરિવર્તન અને વાસ્તવિકતાને સ્વીકારીને ગામના પાટીદાર લોકોને સનાતની બનાવવા પહેલ કરી હતી. ઈમામશાનો પાટ ઉપાડીને પોતે જ લક્ષ્મી નારાયણની પાન મૂર્તિ બેસાડી હતી. અને સતપંથના ધાર્મિક સ્થાન એટલે કે “જગ્યા”ની ધજા પણ પોતે ઉતારીને સનાતની ચળવળનો ગામડામાં પ્રારંભ કરાવ્યો હતો ત્યારે ખાનાપંથીઓ તરફથી ભ્રામક પ્રચાર અને ધમકીઓ પણ આપવામાં આવતી હતી. પરંતુ કરશન બાપા એ અડીખમ રહીને પાટીદાર સમાજને સાચા માર્ગે ચાલવા બીડું ઝડપ્યું હતું.
જગ્યામાંથી મંદિર બનાવ્યા પછી ભગવાન લક્ષ્મીનારાયણની સેવા આરતી કરવાનું બીડું પણ એમણે ઉપાડ્યું હતું અને ગામમાં સનાતની માહોલ ઉભો કરવામાં ગામના વડીલ કરશન મેઘજી લીંબાણીનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે. આ રીતે અનેક ગામોમાં સનાતની ચળવળના મંડાણ થયા અને સફળતા પણ મળી છે.