બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૬. બ્રેનવોશિંગ / Brainwashing કેવી રીતે થાય

38.      બ્રેનવોશિંગ Brainwashing એટલે શું: Brainwashing એટલે કે વ્યક્તિ ઉપર એવી અસર નાખવી કે એ વ્યક્તિની વિવેક બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને તેની સાથે એનું મન એવું ભ્રમિત થઈ જાય કે એ સાચા-ખોટા વચ્ચે ભેદ ન કરી શકે. જેના કારણે પોતે નિર્ણય લેવામાં અસમર્થ થઈ જાય. જેથી એ બીજા વ્યક્તિના હાથની કઠપૂતળી બની જાય. પરિસ્થિતિનું આકલન કરવા અને નિર્ણય લેવા માટે અસક્ષમ હોવાના કારણે એ કોઈક બીજા વ્યક્તિના ઇશારા પ્રમાણે વર્તન કરતો થઈ જાય.

બીજાના ઇશારા પર ચાલતો હોવા છતાં શિકાર બનેલ એ વ્યક્તિને ખબર પણ ન હોય કે એ કોઈક બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલે છે.

બ્રેનવોશ થયેલ વ્યક્તિના મન અને બુદ્ધિ પર કોઈક બીજાનું જ નિયંત્રણ હોય જેનાથી એ માણસ બીજાના એજેન્ડા (Agenda) પર કામ કરતો હોય, અને એ વાત એને ખબર પણ ન હોય.

 

39.      બ્રેનવોશિંગ થાય કેવી રીતે? આપણે એ તો સમજી ગયા કે બ્રેનવોશિંગ એટલે માણસની “નિર્ણય શક્તિ” કોઈ અન્ય વ્યક્તિના હાથમાં મૂકી દેવી. પણ એ કેવી રીતે થાય, એ સમજવા માટે પહેલાં આપણે એ સમજવું પડશે કે કોઈ માણસ નિર્ણય કેવી રીતે લેતો હોય છે.

40.      બુદ્ધિ અને મન પર નિયંત્રણ: માણસની નિર્ણય શક્તિ બે વસ્તુઓ પર આધારિત હોય છે.

1)    બુદ્ધિ

2)    મન

માણસ યા તો બુદ્ધિથી વિચાર કરીને નિર્ણય લે, અથવા મનનું સાંભળીને નિર્ણય લે, અને ક્યારેક બન્ને પર આધાર રાખીને નિર્ણય લે.

હવે જો માણસના નિર્ણય શક્તિ પર આપણું નિયંત્રણ લાવવું હોય તો, સ્વાભાવિક છે કે એ માણસની બુદ્ધિ અને મન પર આપણને નિયંત્રણ મેળવવું પડે. પણ એ થાય કેવી રીતે? એ જોઈએ.

41.      બુદ્ધિ અને મન પર નિયંત્રણ કેવી રીતે મેળવવું: આપણે સમજીએ છીએ કે માણસ બુદ્ધિથી અને મનથી પ્રેરાઈને જ કોઈ કાર્ય કરે છે. માટે માણસ પાસેથી પોતાનું કામ કરાવી લેવું હોય તો એ માણસની..

1)    બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખો

2)    મન ભ્રમિત કરી નાખો

બીજા શબ્દોમાં કહીએ તો, જો બુદ્ધિ પર પડદો નાખી (ભ્રષ્ટ કરી) દેવામાં આવે અને મનને ખોટી જગ્યાએ વાળી દેવામાં આવે, તો એ માણસ સાચી વાત સમજવામાં અસક્ષમ બની જાય. જેથી એનું મન એને ખોટી જગ્યા તરફ ખેંચી જાય અને બુદ્ધિ એને સમજી ન શકે. અંતે સાચા કામના બદલે, ખોટા કામ કરતો થઈ જાય.

42.      If you can’t convince them, confuse them (મનાવી ન શકો, તો મૂંઝાવી દો): જો કોઈ માણસના મન અને બુદ્ધિ પર નિયંત્રણ ન મેળવી શકો, તો કમસે કમ એને મૂંઝાવી દો. મૂંઝાયલો વ્યક્તિ પણ આંધળા જેવો હોય છે. એને આસાનીથી ભટકાવી શકાય. આ સિદ્ધાંતનો પણ ખૂબ પ્રયોગ કરવામાં આવે છે.

43.      ભોળપણ અને અજ્ઞાનતાની મદદથી બ્રેનવોશ: મન અને બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટે બે પરિબળોનું હોવું બહુ જરૂરી હોય છે.

43.1.        ભોળપણ: ભોળો માણસ બહુ જલદી છેતરાય. એ માણસ બીજા ઉપર શંકા કરવી એને સૂઝે નહીં. વાત સાચી કે ખોટી, વાતની પાછળનો હેતુ શું હોઈ શકે, વગેરે વિચારે નહીં. આવા માણસને જે કંઇ કહેવામાં આવે એને સહેલાઈથી સાચું માની લે. તમને ફરી યાદ અપાવું કે અગાઉ પોઈન્ટ (13)માં જણાવ્યા પ્રમાણે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ ખૂબ “ભોળી” બની ગઈ હતી, જેનાથી એની અધોગતિને અવકાશ મળી ગયો.

43.2.        અજ્ઞાનતા: અજ્ઞાની અને આંધળો એક રીતે સરખા હોય છે. દેશી ભાષામાં એક કહેવત છે ને કે અંધો (આંધળો) અને અભોઈઓ (માહિતી-વગરનો) હરખો (સરખો). માટે કોઈ માણસને ભટકાવવો હોય, તો એને અજ્ઞાની બનાવી દો.

કોઈ માણસને અજ્ઞાની બનાવવો હોય તો..

1)    માણસને ઇતિહાસથી વંચિત કરી દો (ઇતિહાસ ભુલાવી દો)

      દા.ત. સતપંથના ઘણા યુવાનોને સતપંથ ઇસ્લામ ધર્મનું એક ફાટું છે, એ ખબર જ નથી.

2)     જો એમ ન થઈ શકે તો, એનો ઇતિહાસ બદલી નાખો (ભ્રષ્ટ કરી દો)

      દા.ત. ઈમામશાહે તો હિન્દુઓને મુસલમાન બનવાથી બચાવ્યા, એવો ખોટો પ્રચાર કરવામાં આવે છે. જ્યારે વાસ્તવમાં હિન્દુઓને છેતરીને મુસલમાન બનાવવા માટે જ ઈમામશાહ એ સતપંથ ધર્મનો પ્રચાર કર્યો છે.

      દા.ત. ઈમામશાહે તો ભગવાન વિષ્ણુના અવતારોને ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા છે. જ્યારે વાસ્તવમાં એણે હિન્દુઓને મુસલમાન બનાવવા માટે અવતારોને ભ્રષ્ટ કર્યા છે.

 

ભોળા અને અજ્ઞાની માણસ સામે જ્યારે આવી વાતો મૂકવામાં આવે તો એને સાચું સમજીને સહજ સ્વીકારી લે. જ્યારે વ્યક્તિ આ રીતે વર્તાવ કરવા લાગે, એટલે કે એ માણસ કોઈકના હાથની કઠપૂતળી બની જાય. એ માણસને બ્રેનવોશ થયેલ માણસ કહેવાય. એ બ્રેનવોશિંગના છેલ્લા તબક્કા સુધી પહોંચી જાય. આવી રીતે માણસને બ્રેનવોશ કરવામાં આવે.

44.      બ્રેનવોશનો દુરુપયોગ: ઉપર જણાવ્યા પ્રમાણે કોઈક બીજાના હાથની કઠપૂતળી બની ગયા પછી, આવા વ્યક્તિ સામે ષડયંત્રકારી માણસ બહુ યુક્તિ પૂર્વક એવી રીતે વાત મૂકે કે પેલા માણસનું મન એ કામનો વિરોધ ન કરી શકે અને એની બુદ્ધિથી એમજ સમજે કે એ જે કોઈ કામ (ખોટું) કરી રહ્યો છે, એ કામ તો સાચું અને જરૂરી છે. આ તબક્કે બ્રેનવોશ થયેલ માણસનો દુરુપયોગ કરવામાં આવે અને એને ખબર પણ ન પડે.

બીજા શબ્દોમાં કહીએ બ્રેનવોશ થયેલ માણસને એના હિતના કામથી દૂર રાખી, ખોટા અને ન કરવા જેવા કામો, તરફ વાળી દેવામાં આવે. અને આવા ખોટા કામમાં એ માણસ એકદમ મનથી લાગી જાય છે.

મન ખોટા કામમાં લાગેલું હોય અને બુદ્ધિ પર પડદો પડેલ હોય સાથે સચ્ચાઈને દબાવી દેવામાં આવે, તો એ માણસ ખોટા કામમાં જ રાચ્યો પચ્યો રહે. સતપંથના પ્રચારકોએ આ સિદ્ધાંતનો ખૂબ ઉપયોગ કર્યો છે. જેના વિષે આગળ આપણે જોઈશું.

 

Leave a Reply

Share this:

Like this: