બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૫૬. સતપંથી ગઢમાં ગાબડું - કોલ્હાપુર

– શ્રી હરીલાલ માવજીભાઈ વાગડિયા, LLB
કોલ્હાપૂર (ધારેશી)

કોલ્હાપૂર એટલે દક્ષિણ કાશી (અર્થાત એટલેજ કરવીર નિવસીની મહાલક્ષ્મી માતાજીનું પવિત્ર તિર્થસ્થાન જયા છે એ મહારાષ્ટ્રનું એક મહત્વનું ઐતિહાસીક વ્યાપારી અને ઔદ્યોગિક મથક તરીકે વિખ્યાત કોલ્હાપૂર શહેર.

આ શહેરમાં પાટીદારો લગભગ ૧૯૪૦થી ધંધાર્થે સ્થાયી થયા છે. જોતજોતામાં અહી કોલ્હાપૂર સમાજની જનસંખ્યા ૨૫૦૦ એ પહોંચી ગઈ છે.

સમાજની વિધીસરની સ્થાપના થર્ઇ ત્યારે પહેલો વહીવટ પ્રખર સનાતની વડીલશ્રી ખીમજી લાલજી ભાદાણીના નેજા હેઠળ હતો. આપણા સમાજના સનાતન ચળવળના પ્રમુખ કાર્યકર્તા હિંમતભાર્ઇ રતનશી ખેતાણીના સસુરજી છે. ત્યાર બાદ રાજરમત રમીને સમાજને એ સત્તા, વર્ષો સુધી સતપંથીઓએ પોતાની પાસે રાખી હતી. તેથીજ કોલ્હાપૂર સમાજના તત્કાલીન પ્રમુખોમાંથી સતપંથ સમાજના બે જણ પ્રમુખ થર્ઇ ચુક્યા હતા. તેઓએ સતત કોલ્હાપૂર સમાજમાં સતપંથી પ્રચારકો અને બાવાઓને બોલાવી તેમના સગાવહાલા, આત્મીયજનો, વેવાઈઓ અને ગરીબ ભાર્ઇઓને લાલચ આપીને તથા ફોસલાવીને સતપંથનો ખુબ પ્રચાર અને પ્રસાર કર્યો. આજેપણ બધી વાતો અને વસ્તુસ્થિતી સમજવા છતાં આ સતપંથી ભાર્ઇઓએ પીરાણાનો એટલો બધો લાભ લીધો છે કે તે હજુપણ આ મુસ્લીમ પંથ છોડવા માંગતા નથી.

આપણી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા નખત્રાણા ખાતે મળેલ સામાન્ય સભામાં શ્વેતપત્રપ્રસિધ્ધ કર્યા બાદ, કોલ્હાપૂર ખાતે કોલ્હાપૂર પાટીદાર સનાતન સમાજની તા.૨૫૦૭૨૦૧૧ની સર્વ સામાન્ય સભા મળી હતી. જેમા શ્વેતપત્રના અમલીકરણનો વિષય આવતા સતપંથી વડીલશ્રીએ સૌ સમાજને ૧૫ દિવસની અંદર અમો સતપંથીઓ વિચાર કરીને જણાવશું તેમ કહીને ટાર્ઇમ માંગી લીધું, પણ, આખા ભારતમાં સતપંથીઓની કાર્યપ્રણાલી સૌ સનાતનીઓ જાણે છે, તેમ તરતજ એમના જ એક સતપંથી ભાઈએ સમાજના થયેલ વાર્ષિક સામાન્ય સભાની મિનિટ્‌સની માંગણી કરેલ. તેમજ સતપંથીઓની એક ચાર થી પાંચ વકીલોની ટીમ અમદાવાદથી આવીને સમાજની બધી મિલ્કતોની જગ્યા ઉપર મુલાકાત લર્ઇને સર્વે કરેલ. તેથી કોલ્હાપૂર સમાજના સર્વ કાર્યકર્તાઓ સાવચેત થઈ ગયા હતા.

સમાજમાં આર્થિક દૃષ્ટિએ નબળા સનાતની પરિવારોને આર્થિક તેમજ ધંધાના લોભ-લાલચો આપી ને, ભરમાવીને, સતપંથીઓ દ્વારા પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરવા લાગ્યા. પણ સમાજના જાગૃત આગેવાનોએ સમય સર યોગ્ય પગલાં ભર્યા. સાચી હકીકતથી આ પરિવારોને વાકેફ કર્યા અને જરૂરી મદદ પૂરી પાડી. આ પરિવારોએ પણ સનાતન સમાજને હૃદયથી સાથ આપ્યો. જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ.

દરમ્યાન કોલ્હાપૂર પાટીદાર સનાતન મહીલા મંડળની વાર્ષિક સામાન્ય સભામાં બહુમતીથી સર્વ સતપંથી બહેનોને જાકારો આપીને તેમની જગ્યાએ સર્વે સનાતની બહેનોને લેવામાં આવી અને મહીલા મંડળાના પ્રમુખ તરીકે મારા ધર્મપત્ની સૌ. ગોદાવરીબેન હરીલાલ વાગડિયાની નિમણૂક કરવામાં આવી. તેથી સતપંથી બહેનોએ બહુ મોટાપાયે ઝગડો અને હુસાતુસી કરી અને ખિજાયેલ સતપંથી બહેનોએ ફોન કરીને તેમના ઘરના સભ્યોને બોલાવી લીધા. સતપંથીઓએ તરતજ સમાજવાડીના ઉપરથી નીચે ઉતરવાના શટરને તાળું લગાવી દઈ મહિલાઓ એક જગ્યાએ પૂરી દેવાનું હીન અને નિંદનીય તેમજ અમાનુષી કૃત્ય કર્યું. આ ખબર મળતાં જ સમાજના સનાતની ભાર્ઇઓ તરતજ પાટીદાર ભવન પહોંચી ગયા અને તાળું ખોલીને બહેનોને મુક્ત કરવામાં આવેલ. તે વખતે સતપંથી ભાઈઓએ જોરથી બુમો પાડીને આવતી કાલે તમોને જોઈ લેશું તેવી ધમકીઓ આપી. તેથી કોલ્હાપૂર પાટીદાર સમાજના કાર્યકરો સાવચેત થર્ઇને ઘટતું પગલું ભરેલ, જેથી સતપંથીઓનો કોર્ઇપણ પૈતરો કામયાબ ન થર્ઇ શક્યો.

તા.૦૮૧૦૨૦૧૭ ના ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના લવાદ તરફથી આવેલ ચુકાદાનુ પાલન કરવા માટે કોલ્હાપૂર સમાજના પ્રમુખશ્રી ગોપાલભાર્ઇ વાલજીભાર્ઇ ભાવાણી અને સનાતની શતાબ્દી મહોત્સવનાં પણ ચેરમેનશ્રીએ અને તેમના સહકારીઓએ સતપંથીઓને સમજાવવાના ખુબ પ્રયત્નો કરેલ તેમજ સતપંથીઓએ ખોટા આશ્વાસન આપી આવતી કોર્ટની તારીખ વખતે અમો દાવો પાછો ખેંચી લેશું એવા આશ્વાસનો દરેક વખતે આપેલ.

આજની તારીખે સમજુ સતપંથીમાંથી પાંચ પરીવારો સનાતનમાં જોડાર્ઇ પોતાના દાવા પાછા ખેંચી લીધા છે. તે બદલ તેમનો દિલથી આભાર. હજુ પણ અન્ય સતપંથીઓના દાવા ચાલુ છે જેમાં સમાજ વતીથી હું હાજર થયો છું. આથી બાકી રહેલા સતપંથીઓને શતાબ્દી મહોત્સવની શરૂઆત પહેલા એટલે કે ૧૧, ૧૨, ૧૩, ૧૪-મે‑૨૦૨૩ પહેલાં, કુળદેવી મા ઉમિયા અને ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ સૌ સતપંથીઓને સદબુધ્ધિ આપે, એજ પ્રાર્થના.

આપને જાણતા આણંદ થશે કે ચેરિટિ કમિશનરની કોર્ટમાં ચાલતા કેસો સનાતન સમાજના તરફેણમાં આવ્યા છે. સનાતનીઓની બધીજ અરજીઓ સ્વીકારવામાં આવી છે. સતપંથીઓએ સનાતનીઓને હેરાન કરવા માટે કરેલ થોડા સિવિલ કેસો ચાલે છે, જેનો સમય જતાં સારો જ ઉકેલ આવશે.

હાલમાં માત્ર 2 થી 3% લોકો સતપંથમાં છે. બાકી સંપૂર્ણ સમાજ સનાતની છે. જે સમાજની સનાતની કટિબદ્ધતાનું દર્શન કરાવે છે. કોલ્હાપુર સમાજ પૂરી મક્કમતાથી કેન્દ્રીય સમાજ સાથે હમેશાં જોડાયલો રહ્યો છે અને ભવિષ્યમાં પણ હમેશાં જોડાયલો રહેશે.

હાલમાં આખો ભારત દેશ આપણા લોક લાડીલા વડાપ્રધાન નેરેંદ્રભાર્ઇ મોદી તેમજ અમિતભાર્ઇ શહાના યશસ્વી નેતૃત્વ હેટળ દેશને હિંદુરાષ્ટ્ર તરફ અગે કુચકરી રહયો છે, ત્યારે આ સતપંથીઓ આ વાત પાછળના મર્મને  સમજે અને જાગે, એવી મા ઉમિયાને પ્રાર્થના સાથે વિરમું છું. માત્ર સનાતની કહેડાવવાથી કોઈ સનાતની બનતું નથી. શું આપણે ઇસ્લામી માનસિકતાથી સંપૂર્ણ સ્વતંત્ર થયા છીએ? આ પ્રશ્નનો ઉત્તર દરેકે જાણવો પડશે. 

Leave a Reply

Share this:

Like this: