બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૫૩. મોડાસાનું નવ નિર્મિત ઉમિયા મંદિર બન્યું સનાતનની ચેતનાનું કેન્દ્ર ........

– વસંતભાઈ લીંબાણી
મોડાસા

મોડાસા વિભાગમાં આવતા ૭૨ કંપાઓ અને મોડાસા શહેરમાં વસતા જ્ઞાતિના ભાઈઓ દ્વારા “શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ”ની સ્થાપના વર્ષ ૧૯૬૨માં કરવામાં આવી. જેના નેજા હેઠળ તેઓ સંગઠિત થઈ વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરી રહ્યા હતા. આ વિભાગીય સમાજ દ્વારા મોડાસા ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ વાડીનું નિર્માણ કરેલ જેનો વિવિધ સામાજિક કે ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે ઉપયોગ થતો હતો.

            “શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ મોડાસા વિભાગીય સમાજ” દ્વારા કે. પી. વિધાર્થી ભવન, કન્યા છાત્રાલય અને શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી.

            વર્ષ ૧૯૭૫-૭૮ના અરસામાં મોડાસા શહેરમાં રહેતા ૪૦ જેટલા પરિવારોને સામાજિક કે ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે આ સમાજવાડીનો ઉપયોગ કરવાની ના પાડવામાં આવી. જેથી શહેરમાં વસતા પ્રગતિ મંડળના ભાઈઓએ વર્ષ ૧૯૮૨માં “પૈસાની સગાઈ” નામના નાટકના બે શો યોજી સમાજવાડી માટે ભંડોળ એકત્ર કરી મેઘરજ રોડ પર રૂ. ૨,૦૧,૧૧૧/- માં જમીન ખરીદ કરેલ. જેના દસ્તાવેજ પ્રગતિ મંડળના નામે કરાવવા સ્ટેમ્પ પેપર તૈયાર થયા. ત્યારે કેટલાક મિત્રોએ વિરોધ ઉભો કર્યો જેથી તે જમીનનો દસ્તાવેજ વિભાગીય સમાજ અને પ્રગતિ મંડળના કેટલાક વડીલોના નામે કરવામાં આવ્યો અને પ્રગતિ મંડળનું નામ કાઢી નાખતાં વિવાદના બીજ રોપાયા. આ જમીન બિન ઉપયોગી થઈ પડી રહી.

            ત્યારબાદ પ્રગતિ મંડળ દ્વારા તે જ રોડ પર “શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ – ઉમિયા ચોક” નામથી નવી જમીન ખરીદ કરવામાં આવી. એક તરફ જૂની જમીનની વાટાઘાટો ચાલુ હતી જેનું તા. ૦૩‑જૂન‑૧૯૯૭ના સમાધાન થયું. જેમાં તે જમીન પર સૌના સહયોગથી કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર, શિવ મંદિર અને ભોજન વાડીનું નિર્માણ કરવાનું અને તેના વહીવટ માટે, બંધારણ બનાવી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ બનાવવું, જેમાં પ્રગતી મંડળના ૮ સભ્યો અને વિભાગીય સમાજના ૩ સભ્યો અને ૧ સભ્ય શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ – આંનદપુરા કંપાવાળાને સામેલ કરવાનું નક્કી કરવામાં આવ્યું. તા. ૦૭‑મે‑૧૯૯૯માં તેનું ધામધૂમથી ભૂમિ પૂજન થયું. તા. ૮/૨ અને ૧૦/૨ – ૨૦૦૬ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થઈ. પરંતુ સતપંથીઓની સતા લોલુપતાએ વિવાદને જન્મ આપ્યો. તેઓએ એક સાથે મોટી સંખ્યામાં સતપંથી સભ્યોને સભ્ય બનાવવા માટેના ફોર્મ ટ્રસ્ટમાં આપવામાં આવ્યા. વહીવટ ભૂખ્યા સતપંથીઓ બંધારણમાંથી ૮+૩ સભ્યોવાળો મુદ્દો કાઢી નાખવા મરણીયા બન્યા અને કોર્ટમાં કેસો કર્યા. જેથી  પ્રતિષ્ઠા મહોત્સવ બંધ રહ્યો. આવેલ મૂર્તિઓ વસંતભાઈ રાજાભાઈ લીંબાણીના ઘરે મુકવામાં આવી.

            તેથી ૭૨ કંપા સનાતનના ભાઈઓ દ્વારા શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મોડાસા વિભાગની સ્થાપના ૨૦૦૬ માં કરવામાં આવી. જેના પ્રમુખ શ્રી ખીમજીભાઈ અરજણભાઈ ધોળુની નિમણુક કરી. સાથે ઝોન પ્રમુખ પુનમભાઈ ખીમજીભાઈ ધોળુ મડાસણા કંપા – ટ્રસ્ટ મંત્રી ડાહ્યાભાઈ જીવરાજભાઈ ગોરાણી અને વસંતભાઈ રાજાભાઈ લીંબાણીને કાર્યવાહી કરવા સત્તા આપી અને સહકાર આપવાનું નક્કી કરવામાં આવ્યું .

            તા. ૧૪/૦૪/૨૦૦૬ ના રોજ ગીતાબા ગઢવીના હાથે મંદિરમાં શ્રી ઉમિયા માતાજીની પાન મૂર્તિ મૂકી અને સૌ સનાતની વડીલો અને યુવાઓને દરરોજ સેવા પૂજા કરવાનું શરુ કર્યું. સન ૨૦૧૨માં પ્રગતિ મંડળના પ્રમુખ વસંતભાઈ રાજાભાઈ લીંબાણીએ જનરલ સભા બોલાવી. જેમાં ઉમિયા માતાજીની પ્રતિષ્ઠા અટકાવવામાં સહકાર આપનાર અને પ્રગતિ મંડળના હિત વિરુધની કોર્ટમાં અને સમાજમાં ખોટી અરજીઓ કરનાર ૫૪ જેટલા સતપંથી સભ્યોને એક સાથે દુર કરવામાં આવ્યા અને પ્રગતિ મંડળ સંપૂર્ણ સનાતની બન્યું.

શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મોડાસા વિભાગનું પ્રથમ સ્નેહ મિલન તા. ૨૦-૦૫-૨૦૦૭ ના રોજ શ્રી ઉમિયા માતાજી મંદિર પરિસરમાં વિશાળ સંખ્યામાં યોજવામાં આવ્યું.

            તા. ૨૪ અને ૨૫/૦૧/૨૦૦૯ના શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મોડાસા વિભાગ અને પ્રગતિ મંડળ દ્વારા કચ્છ સંસ્કાર ધામથી આવેલ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના રથનો કાર્યક્રમ આયોજિત કરેલ હતો. આ રથ ઉમિયા માતાજી મંદિરના કમ્પાઉન્ડમાં ના આવે અને ત્યાંથી શોભાયાત્રા ના નીકળે તે માટે સતપંથીઓએ પોલીસ ખાતામાં અરજીઓ કરી રથને અટકાવવાનું હીન કૃત્ય કર્યું હતું. પરંતુ તેમાં મોડાસા શહેર અને આજુબાજુના કંપાના સનાતનીઓ અને સાથે કેન્દ્રીય સમાજ – યુવા સંઘ, ધનસુરા, દહેગામ, હિમતનગર, વડાલી, અમીરગઢ સનાતન સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેઓએ તન-મન-ધનથી સહકાર આપ્યો. મોડાસા શહેરમાં ભગવાન શ્રીલક્ષ્મીનારાયણની ૪ કી.મી. લાંબી શોભાયાત્રા કાઢી સમગ્ર શહેરમાં કેશરીયો લહેરાવ્યો. ત્યારબાદ વિશાળ સભા કરવામાં આવી અને દરેકે સનાતની શપથ સાથે મહાપ્રસાદ લીધો .       

            પીરાણા પંથીના આ હીન કૃત્યથી સનાતની સભ્યો જાગૃત થયા અને ધનસુરા ખાતેથી શરું થયેલ સનાતન ધર્મ જાગૃતિની સભાઓ દેશભરમાં યોજાઈ. આમ મોડાસા ઉમિયા માતાજી મંદિર વિવાદે જ્ઞાતિજનોમાં સનાતન ચેતના ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય કર્યું. મોડાસા શહેરના પ્રગતિ મંડળમાંથી સતપંથના સભ્યોને દુર કરી શુધ્ધ સનાતન સમાજ બનવાની ઘટનામાંથી પ્રેરણા લઈ આ વિસ્તારમાં આવેલ તલોદ, વડાગામ, ધનસુરા, બાયડ, હિમતનગર, ઈડર વગેરે ઘટક સમાજોએ પણ શ્વેતપત્ર મુજબનું પાલન કરી સનાતન સમાજનું રૂપ ધારણ કરી અને સમાજના નામમાં સનાતન શબ્દનો ઉમેરો કરી કેન્દ્રીય સમાજના અભિગમને વધાવ્યો.

Leave a Reply

Share this:

Like this: