બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૪૭. અનોખું સમર્પણ – કોટડા જાડોદરનો ગૌરવવંત કિસ્સો

– કાંતિભાઈ વાલજી રામાણી
કોટડા જાડોદર

કોટડા (જ) હંમેશા હર કોઈ બાબતમાં આગળ જ રહ્યું છે, વિકાસનું કાર્ય હોય કે પછી ધર્મ બાબત હોય. ધર્મ બાબતમાં તો હંમેશાં જ ચુસ્ત સનાતની રહ્યું છે તથા ચુસ્ત રહે સૌ કોઈ એવો જ આગ્રહ રાખ્યો છે. ધાર્મિક બાબતે બાંધછોડ કરવાનું સ્વીકાર્યું નથી. સતપંથ તથા સનાતનના વિવાદ માં કોટડા (જ) પાછળ નથી રહ્યું.

આવો જ એક દાખલો પારિવારિક પરંતુ, નિષ્ઠાની સાથે ક્ટ્ટરતાનો છે. જે અહીં રજૂ કરેલ છે.

વાત છે વર્ષ 1974થી એકાદ વર્ષ અગાઉની જ્યારે કોટડા(જ) લક્ષ્મીનારાયણ મંદિર સમાજ તથા કોટડા(જ) સતપંથ સમાજ એમ બે સમાજો સક્રિય હતી અને બંનેમાં પરિવારોની સંખ્યા પણ લગભગ બરાબરની હતી, પરંતુ સતપંથ સમાજ પીરાણાના બળે જોરમાં હતી. જોહુકમીથી અથવા આર્થિક રીતે મદદ કરીને સનાતન તરફ વળતા પરિવારોને રોકી લેવા જેવી પ્રવૃત્તિઓ અપનાવીને ટકી રહી હતી. 1970ના દાયકામાં એક માહોલ ઊભો થયો તથા ઘણા પરિવારો જે ભાઈઆતમાં નાના હતા તેઓ સનાતનમાં ભળ્યા અને સનાતનની બની ગયા. લીંબાણી, વેલાણી, પોકાર, સેંઘાણી, છાભૈયા અને મુખી વગેરે જેવા પરિવારમાં સતપંથ સનાતન બે ભાગો થતાં સતપંથ લઘુમતીમાં આવી ગયા હતા. તેઓ સનાતનમાં આવ્યા તથા ઘીના કામમાં ઘી પડ્યું તથા ભાઈઓ ભેગા થયા.

આ સમયમાં જુજ પરિવારો સતપંથમાં રહ્યા, બાકીના સનાતની બની ગયા. બાકીના નાના મોટા પરિવારોમાં આર્થિક રીતે કે સંબંધની રીતે દબાયેલા સિવાય મોટાભાગના સનાતન બની ગયા. આ સમયે કોટડાનો એક મોટો પરિવાર પદમાણી ભાઈઓના આપશી દબાણથી કે પીરાણાની આર્થિક મદદને લઈને સતપંથને વળગી રહ્યો.

1973ના અરસામાં લીંબાણી પરિવારના મનજીભાઈ લાલજીભાઈ તથા પદમાણી પરિવારના નથુભાઈ કરસનભાઈ પરિવારમાં સંતાનોના સગપણ સંબંધ થયા. પદમાણી પરિવારની દીકરી લીંબાણી પરિવારે લીધી. મનજીભાઈ લાલજીભાઈ લીંબાણી પરિવાર એકાદને છોડી મોટાભાગે સનાતનમાં આવી ગયો હતો. જ્યારે પદમાણીમાંથી કોઈ ન્હોતું આવ્યું. પરંતુ, આ સંબંધ થયા ત્યારે લીંબાણી પરિવારના સમજાવવાથી નથુભાઈ પદમાણીએ સનાતન સ્વીકારી સંબંધ ચાલુ રાખવાનું જણાવ્યું. પરંતુ એમના મોટા ભાઈ પ્રેમજી કરસન તથા નાનાભાઈ રામજી કરસન સનાતનમાં આવવા તૈયાર ન થયા તથા નથુભાઈને ધમકી આપી કે જો તું સનાતની થઈશ તો અમો તારા ઘરનો ત્યાગ કરશું, પ્રસંગમાં આવશું નહીં, જોઈ લેશું, લગ્ન કેવી રીતે કરે છે. તારા ઘરે જાન કેવી રીતે આવે છે. છતાં નથુભાઈ મનથી અડગ રહ્યા તથા લીંબાણી પરિવારે તથા લક્ષ્મીનારાયણ સમાજ વાળાએ આશ્વાસન આપ્યું કે તારા પ્રસંગે સમાજ ખડે પગે રહેશે ચિંતા કરવાની નથી.

એવું જ થયું 1974માં મનજીભાઈ લાલજીભાઈ લીંબાણી પરિવારના સુપુત્ર શામજીભાઈનાં લગ્ન નથુભાઈ કરશનભાઈ પદમાણીની સુપુત્રી જમનાબેન સાથે નિર્વિઘ્ન થયા. પદમાણી પરિવારનું એક ઘર નથુભાઈનું છતાં લીંબાણી પરિવાર તથા લક્ષ્મીનારાયણ સમાજના પરિવારોએ ભેગા મળી પ્રસંગને સરસ રીતે પાર પાડ્યો. સમયાંતરે બંને પરિવારોમાં સારા માઠા પ્રસંગો આવતા રહ્યા તથા જ્યાં જ્યાં નથુભાઈ પરિવારને ભાઈઓની જરૂર જણાઈ ત્યાં લીંબાણી પરિવાર તથા લક્ષ્મીનારાયણ મંદિર સમાજ ભેગી રહી.  

આ ઘટનાના નાયક લીંબાણી પરિવારના શ્રી શામજીભાઈ મનજીભાઈ લીંબાણી તથા પદમાણી પરિવારની સુપુત્રી “વિરાંગના” જમનાબેન જેમણે ઘણી બધી માવતર પક્ષ પદમાણી પરિવાર તરફથી મેણાં ટોણાં સાંભળ્યા તથા સહન કર્યા. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ બંને જણ શામજીભાઈ તથા જમનાબેન મનના કઠોર થતાં ગયા. ત્રણ સંતાનોમાં દીકરા, ત્રણેના બાળપણના પ્રસંગો, બોલામણા, પછેડા વગેરેમાં માત્ર નથુભાઈનો પરિવાર જ હાજર રહ્યો. મોટા બાપા, કાકા, કાકાઈ, પિતરાઈ ભાઈઓને આમંત્રણ સુધ્ધાં ન આપ્યાં અને સ્પષ્ટ કહ્યું મારે ઘરે માત્ર સનાતનીઓને જ આમંત્રણ છે.

 વર્ષ 1998 માં મોટા પુત્ર કિશોર ના, 2001 માં વચ્ચેટ તુલસીના તથા ત્યારબાદ વર્ષ 2003માં નાનાપુત્ર મૂકેશના લગ્ન પ્રસંગે પણ નથુભાઈના પરિવાર સિવાય માવતર પક્ષના સગામાં ફઈ, માસી, મામા વગેરે માં જેઓ સતપંથી હતા તેઓને પણ આમંત્રણ નહોતું આપ્યું. એમની ધાર્મિકતાની પરાકાષ્ઠા તો ત્યારે દેખાઈ જ્યારે નાનો દીકરો મુકેશ માત્ર એક વર્ષના દાંપત્યજીવન પછી 2004માં અકસ્માતનો ભોગ બની સ્વર્ગવાસી થયો. આવા સમયે પણ બંને જાણે કઠોર નિર્ણય લીધો તથા ગામમાં જ જમનાબેનના પિયર પક્ષે મોટો પરિવાર હોવા છતાં બેસણાંમાં આવવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી.

નથુભાઈ પદમાણી કચ્છમાંથી નાની ઉંમરે જ બંગાળના આરામબાગ ખાતે સોમીલ ના વ્યવસાય માટે સહ પરિવાર ચાલ્યા ગયા હતા. આમ જમનાબેનનું બાળપણ તથા શિક્ષણ બંગાળમાં સનાતનની વાતાવરણમાં થયું હોવાથી માનસિક રીતે સનાતનની મનોબળધારી હતાં. જે એમના જીવનનું જમા પાસું હતું. એમને પણ ખબર હતી કે માવતર પક્ષમાં મોટા ભાગના સતપંથી હોવાથી અંતર જાળવવું પડશે, એવું મનોમન નક્કી કરી લીધું હોવાથી પ્રસંગોપાત ક્યાંય મનમાં દુઃખ થયું નહી તથા પતિ પત્ની સનાતન મુખ્ય ધ્યેયને વળગી રહ્યા. કુટુંબના નાના-મોટા પ્રસંગોએ તેઓ માવતર પક્ષને સ્પષ્ટ કહેતા કે તમો સનાતનની બની પછી મારે ઘરે આવશો તો દરવાજા ખુલ્લા છે નહીંતર કોઈ પણ પ્રસંગે આવવાની તસ્દી લેતા નહીં. કોઈ પણ વરણના લોકો હરિજન, કોળી, મુસલમાન વગેરે મારે ઘરે આવકાર્ય રહેશે પરંતુ સતપંથી તો નહીં જ ચાલે.  

આજે પણ ધર્મ બાબતે કોટડા (જ)માં લીંબાણી પરિવાર એમાં પણ શામજીભાઈ લીંબાણીનો પરિવાર ચુસ્ત માનવા વાળો લેખાય છે. એમને સતપંથ બાબતમાં કોઈ બાંધ છોડ કરવાનું કહી પણ ન શકે. આવા ચુસ્ત સનાતનની શામજીભાઈ તથા જમનાબેનને એમના સનાતની વિચારો માટે નમન કરવાનું મન થાય.

બલિદાન માત્ર સંગ્રામમાં જ નથી દેવાતાં, સંસારિક જીવનમાં પણ આપી શકાય છે. રણસંગ્રામમાં એક જ વખતનું હોય છે જ્યારે પરિવાર વ્યવહારોમાં કોઈ દીકરીને માવતર પક્ષે અવારનવારના આવવાનું કહેવું એથી સંસારિક માટે મોટું બલિદાન કયું હોઈ શકે???  જે જમનાબેનેઆપી દાખલો પ્રસ્તુત કર્યો છે. 

જમનાબેન માવતર પરિવારમાં મોટાં હોવાને કારણે નથુભાઈના સ્વર્ગવાસ બાદ શામજીભાઈ તથા જમનાબેને તેમના ત્રણ ભાઈ તથા પાંચ બહેનોના માવતરની જવાબદારી નિભાવી છે. ભાઈ બહેનોના લગ્ન સહિતના પ્રસંગો સંભાળ્યા છે. આજે જ્યારે એમના માવતર પક્ષના પરિવારો મોટાભાગના સનાતનમાં આવી ગયા છે ત્યારે તેઓ જૂની વાત દોહરાવે છે કે ‘પહેલાં તમો મારા ઘરે આવો પછી અમો આપને ત્યાં આવશું’ તેનો અમલ પણ કરી રહ્યા છે.

ધન્યવાદ સામજીભાઈ તથા જમનાબેન ને.

Leave a Reply

Share this:

Like this: