અમારા દાદાના પિતાજી એટલે કે વીરજીભાઈ અબજીભાઈ મુખી (રામાણી) નખત્રાણા. જેઓ નખત્રાણામાં સતપંથનું મુખીપણું કરતા હતા. જેમના ત્રણ દિકરાઓ (૧) કેશરાભાઈ વીરજીભાઈ રામાણી (૨) ધનજીભાઈ વીરજીભાઈ રામાણી (૩) કરમશીભાઈ વીરજીભાઈ રામાણી હતા.
સંપાદકીય ટિપ્પણી
આ ભલે ખૂબ નાની ઘટના આજે લાગતી હોય, પણ બહુજ મોટી વાત અને સંદેશ છુપાયેલો છે.
આજના જમાનામાં જે પૈસા માટે લોકો ધર્મ પરિવર્તન કરતા હોય છે અથવા એવી નબળી માનસિકતા રાખતા હોય કે પીરાણા ભલે મુસલમાન ધામ છે, પણ આપણને પૈસા મળે છે ને.. ત્યારે જ્ઞાતિમાં આવા પણ દાખલાઓ છે કે જ્યાં સનાતન ધર્મ માટે વ્યક્તિગત લાભો, સમાજમાં ઉચ્ચ મોભો અને આર્થિક કમાણીનું સાધનનો ત્યાગ કરવા વાળા પરિવારો પણ છે.
જય હો આ રામાણી પરિવારનો .
વીરજીબાપા (મુખી)ની ઉંમર થતા તેમના દિકરાઓને મુખીપણુ વારસામાં આપવાની વાતો થઈ. ત્યારે મુખીપણુ ગ્રહણ કરવાનો પ્રસંગ નક્કી થયો. આ વખતે પીરાણાથી ગેઢેરાઓ તથા સૈયદો આવ્યા હતા.
ત્યારે જે પણ પ્રરકરની વિધી થતી હતી તે કરવામાં આવી. ત્યાર બાદ સૈયદોએ પોતાના મોઢામાં પાણી ભરી કોગળા કરી પાણી થાળીમાં નાખ્યું અને આ એઠું (કોગળા કરેલ) પાણી મુખીપણુ ગ્રહણ કરનાર વ્યક્તિઓએ ચરણમૃતના સ્વરૂપે પીવું આવું કહેવામાં આવ્યું.
આ વખતે વીરજીબાપા (મુખી) એ આ વાતનો વિરોધ કર્યો અને અમારા ત્રણે દાદાઓએ પણ આનો વિરોધ કર્યો. સૈયદોને કહી દેવામાં આવ્યું કે અમો અમારી રીતે જે કાર્ય કરીએ છીએ તે રીતે જ કરશું. બાકી તમો કહો છો તેમ નહી કરીએ. અને તમારું એઠું પાણી અમે નહી પીએ. તમને મુખીપણું આપવું હોય તો આપો.