બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૪. વિચારધારાનો વિનાશ (Ideological Subversion)

17.      વિચારધારાનો વિનાશ” (Ideological Subversion) એટલે શું: જ્યારે આક્રમણકારી સામે એવી પરિસ્થિતિ આવી જાય કે પોતે બહુ નાની સંખ્યા કે નિર્બળ પરિસ્થતિમાં હોય અને એના સામેવાળો બહુ બળવાન હોય, ત્યારે આવી પરિસ્થિતિમાં આક્રમણકારી માટે સીધી લડાઈ કરવી, એ બુદ્ધિમાનીનું કામ નથી. આવી પરિસ્થિતિમાં આક્રમણકારીઓ હજારો વર્ષોથી જાણતે-અજાણતે જે રણનીતિ અપનાવતા આવ્યા છે, એ રણનીતિનું નામ છેવિચારધારાનો વિનાશ.

VERY IMPORTANT / બહુજ મહત્વનું

આ પ્રકરણ (chapter) બહુજ મહત્વનું છે. વિચારધારાનો વિનાશના માધ્યમથી  કેવી રીતે ક. ક. પા. જ્ઞાતિનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું અને મોતના મોઢામાં પહોંચી ગયેલી આ જ્ઞાતિએ પાછી સનાતન ધર્મમાં ઘરવાપસી કેવી રીતે કરી, એ વાતની ગંભીરતાને બરાબર સમજવા માટે આ પ્રકરણને બરાબર બારીકાઈથી મગજમાં ઉતારી લેવું જરૂરી છે.   

વિચારધારાનો વિનાશ / Ideological Subversion

સભ્યતા, ધર્મ, સંસ્કૃતિ અને દેશનું પતન (Collapse of Civilisation, Religion, Culture and Nation) થવાના કારણો પર સંશોધન (Research) કરનાર વિશેષજ્ઞ (Experts) જણાવે છે કે..

યુદ્ધની સર્વોચ્ચ કળા છે.. કે યુદ્ધ લડવું જ નહીં (The highest art of warfare is not to fight at all). પણ દુશ્મનની શક્તિ, ગૌરવ, મહત્વ અને મૂલ્યવાન વસ્તુઓના સ્ત્રોત (Sources of Strength, Pride, Importance and Value)ને, ભ્રષ્ટતા (ભેળસેળ) કે અન્ય માધ્યમથી નાશ કરતા રહેવું. આ વિનાશ એવા સમય સુધી કરતા રહેવું કે જ્યાં સુધી દુશ્મનની વાસ્તવિકતાને સમજવાની વિવેક બુદ્ધિ (Perception of Reality) ભ્રષ્ટ અથવા નાશ થઈ જાય. આ વિનાશને એ સીમા પર લઈ જવું કે દુશ્મન તમને શત્રુ તરીકે જોતો જ બંધ થઈ જાય. 

પરિણામે તમારો દુશ્મન આક્રમણકારીની સભ્યતા, ધર્મ અને મહત્વકાંક્ષાઓ (Civilisation, Religion and Ambitions)ને એક પ્રકારનો વિકલ્પ (Alternative) તરીકે જોવા લાગે. કદાચ એને ઇચ્છનીય (Desirable) ન લાગે, તો કમ-સે-કમ અપનાવી શકાય (Feasible) એવી રીતે તો જોતો થઈ જાય. 

વૈચારિક વિનાશની સર્વોચ્ચ એટલે કે પરમ ઉદ્દેશ (Ultimate Purpose)ની આ સ્થિતિ છે. જે વિચારધારાના વિનાશનું છેલ્લું ચરણ છે. આના પછી બંદૂકની એક પણ ગોળી ચલાવ્યા વગર, તમે ખૂબ સહેલાઈથી શત્રુને તુરંત હટાવી શકો છો. 

18.      વિચારધારાનો વિનાશ કેવી રીતે કામ કરે?: આ વિષયમાં જેમને નિષ્ણાત એટલે કે એક્સપર્ટ (Expert) ગણાય એવા પ્રોફેશનલ પ્રોપગાંડિસ્ટ (Professional Propagandist) એટલે કે વ્યાવસાયિક પ્રચારકો કહે છે કે વિચારધારાનો વિનાશ જેને અંગ્રેજી ભાષામાં આઇડીયોલોજીકલ સબવર્શન (Ideological Subversion) કહેવાય છે એનું કાર્ય ચાર તબક્કાઓના સમયગાળાનામાં કરવામાં આવે છે.

19.      Demoralisation / નિરાશા ફેલાવવી: સરળ શબ્દોમાં કહીએ તો નિરાશા ફેલાવવી એટલે એવા પ્રકારના દબાણો લાવવા અથવા કાર્યો કરવા કે જેનાથી સામેવાળાને ભટકાવી શકાય એના તેને અસ્થિર પરિસ્થિતિમાં મૂકી દેવાય. જે ત્રણ પ્રકારે કરી શકાય.

1)    પ્રત્યક્ષ / Overt: પ્રત્યક્ષ રીતે એટલે કે ખુલ્લે-આમ જાહેરમાં કરવામાં આવતા પ્રયાસો.

2)    માન્ય / Legitimate: આ પ્રયાસો સર્વ સામાન્ય રીતે માન્ય અથવા ઉચિત ગણાતા હોય. કાયદાનો  ભંગ ન થતો હોય, એટલે એ વ્યાજબી હોય.

3)    પારખી શકાય / Easily Observable: આ પ્રકારમાં થતા કાર્યોનું સહેલાઈથી નિરક્ષણ કરીને પારખી શકાય. જો આપણે સમય કાઢીએ એના પાછળ થોડી મહેનત કરીએ તો. સરકારી નિયમો અને દેશની કાયદા વ્યવસ્થા પ્રમાણે આ કાર્યોની વ્યાખ્યા ગુનામાં ન આવતી હોય. ગેરસમજો ફેલાવવી અને બહુજ ચાલાકીથી શબ્દોની પરિભાષા બદલવી વગેરે બાબતો આમાં કરવામાં આવે.

નિરાશા ફેલાવવી એ ખૂબ જ ધીમી પ્રક્રિયા હોય છે. આનો સમય ગાળો કમ સે કમ 3 (ત્રણ) પેઢીનો હોય છે. નવી બાહ્ય (આક્રમણકારી/વિધર્મી) વિચારધારાને સમજાવવી, એ વિચારધારાને લોકોના મનમાં ઠસાવવી અને એ પ્રમાણે એમના વ્યક્તિત્વો ઘડવા અને ત્યાર બાદ જ સંપૂર્ણ સમાજને ભરમાવવા માટે ઓછામાં ઓછા 3 પેઢીઓ સાથે કામ કરવું પડતું હોય છે. કારણ કે ત્યાં સુધી આ 3 પેઢીથી આગળની (જૂની) પેઢી, જે બધું જાણતી હોય એ બચી ન હોય. જરૂર પડે તો (મૂળ જાગૃતતા હજી ચાલતી હોય તો) આ સમય ગાળો 3 પેઢીથી પણ વધારે લાંબો થઈ શકે છે. એટલે કે એવા સમયે જ્યારે સાચી વાત સમજાવવા માટે કોઈ બચ્યું ન હોય, ત્યારે લોકોને ભ્રમિત કરવા માટે અનેકો પ્રકારના પ્રભાવોનો ઉપયોગ કરવામાં આવે. લાગવગ લગાડવી, પ્રચાર કરવો, સીધો સંપર્ક કરવો કે પછી કોઈ અન્ય રીત હોય, બધીજ રીતો અપનાવવામાં આવે. અને લોકોના અભિપ્રાયો બદલાવવામાં આવે.   બદલેલા અભિપ્રાયોને કેવી રીતે પોતાના (આક્રમણકારીના) ફાયદા માટે ફેરવવામાં આવે, એના વિષે વધુ ખુલાસાઓ આગળ આપેલ છે.

20.      Main Areas of Demoralisation / નિરાશા ફેલાવવાના મુખ્ય ક્ષેત્રો: આ સહુથી મહત્વનો અને મોટો તબક્કો છે. વિચારધારાના વિનાશનો પાયો આ તબક્કામાં નાખવામાં આવે છે. મૂળ વિચારધારા અને લોકોના અભિપ્રાયો કે મંતવ્યોને નવો રૂપ આપવા અથવા એને નવા આકારમાં ઢાળવા માટે  ઉપયોગમાં લાવવાના મુખ્ય ક્ષેત્રો નીચે પ્રમાણેના હોય છે.

ઉપર જણાવેલ દરેક ક્ષેત્રમાં શું કરવામાં આવે છે, એ હવે આપણે જોઈશું.

20.1.      Religion / ધર્મ: આ વિષયમાં, ધર્મનો નાશ (Destroy), ધર્મને હાસ્ય કે મજાક (Ridicule)માં ખપાવવો, મૂળ ધર્મને કાઢી કે બદલી (Replace)ને એની જગ્યાએ પંથ (Sect) કે સંપ્રદાય (Cult)ને સ્થાપિત કરવાનું હોય છે. આ નવો પંથ કે સંપ્રદાયમાં અગર ખામીઓ હોય અથવા એ અવિકસિત હોય અથવા શ્રદ્ધાના બદલે અંધશ્રદ્ધા હોય, તો તેનાથી કોઈ ફરક ન પડે.

મૂળ વાત છે કે લોકોને પોતાના અસલ કે મૂળ ધર્મ ઉપરની શ્રદ્ધા, મૂલ્યો, આદર્શો અને સુદ્ધાંતો (Religious Dogma)નું ધીરે-ધીરે ધોવાણ (ઘસારો/Erosion) કરવામાં આવે. જેના મદદથી લોકોને પોતાના અસલ કે મૂળ ધર્મથી છોડાવવામાં આવે, એ મહત્વનું છે. અહીં, ધર્મનો જે સર્વોચ્ચ હેતુ હોય છે કે લોકોને સીધા પરમાત્મા સાથે જોડી રાખવા, એ હેતુને નુકસાન થાય એના તરફ ધ્યાન આપવામાં આવે છે.

આવું કરવા માટે સ્વીકૃત, સર્વ માન્ય, આદરણીય ધાર્મિક સંગઠનો (Accepted and Respected Religious Organisations)ને બદલી (Replace) એની જગ્યાએ નકલી સંગઠનોને મૂકી દેવામાં આવે. આમાં, સાચા કે મૂળ ધર્મથી લોકોને દૂર રાખવા, તેમજ તેમને ધ્યેયથી ભટકાવવામાં (Distract) આવે. ત્યાર બાદ એમને અન્ય પંથ કે સંપ્રદાય તરફ જવા પ્રેરિત કરવામાં આવે.

ક. ક. પા. જ્ઞાતિ ઉપર આ મુદ્દાની અસર કેવી રીતે થઈ, એ જોવા માટે જુઓ પોઈન્ટ (68).

20.2.      Education / શિક્ષા કેળવણી: આ ચરણમાં, રચનાત્મક, વ્યવહારીક, કાર્ય-કુશળ, વિવેકી શિક્ષાથી દૂર રાખવા માટે, જરૂરી ભ્રમણાઓ ફેલાવવામાં આવે. ગણિત, વિજ્ઞાન, ભાષા, પોતાનો ગૌરવવંત ઇતિહાસ અને મૂળ ધર્મના શાસ્ત્રોની જગ્યાએ, લોકોને ભટકાવતી સામાન્ય વાતો કહેવામાં આવે. જેવી કે સવારના ઉઠીને નાહવું, નૈસર્ગિક કે કુદરતી ખાવું-પીવું, વ્યાપાર ધંધામાં ઈમાનદારી રાખવી, જેવી કોઈ પણ સામાન્ય વસ્તુ શિખડાવવી.

લોકોને ઉપર જણાવ્યા પ્રમાણેના મૂળ (સાચા) શિક્ષણથી દૂર રાખવા માટે, વ્યર્થ અને જે સામાન્ય લોકો જાણતા-પાળતા હોય એવી વાતો કરીને, સાચી શિક્ષા આપવાનો ડોળ કરવામાં આવે.

20.3.      Social Life / સામાજિક જીવન: આ ચરણમાં, પરંપરાગત સંસ્થાઓ / સંગઠનો / સમાજોને બદલીને નકલી સંગઠનો મૂકી દેવામાં આવે. લોકો દ્વારા કરવામાં આવતી પહેલને (Initiative)ને દૂર કરવામાં આવે. સ્વાભાવિક રીતે લોકો, સમૂહ અને સમાજને જોડી રાખતી સંપર્કની કડીઓ અને, સમાજને ચલાવતા તેમજ સાચવતા જવાબદાર લોકોને દૂર કરો. અને એની જગ્યાએ ખાસ તૈયાર કરવામાં આવેલ અમલદારના નામે ખાસ લોકોના નિયંત્રણ અને સત્તા હેઠળ આ સમાજ કે સંગઠનને મૂકી દેવામાં આવે.

પરસ્પર લોકો વચ્ચે, સામાજિક જીવન અને મિત્રતાના બદલે, એવી સંસ્થાઓ મૂકી દેવામાં આવે કે જેમાં પોતાના લોકો નિયુક્ત હોય.

દાખલા તરીકે, પરંપરાગત રીતે પરિવારના અંદરના ઝઘડાઓ પરિવારના લોકો ઉકેલે. પણ અહીં આ સત્તા જમાત-ખાના (ઉર્ફે ખાના)ના મુખીને દેવામાં આવે. એટલે ખાનાના મુખી સાથે બધાજ સારા સંબંધો રાખે. જેથી કરીને એનું મહત્વ વધે અને લોકો પર નિયંત્રણ રાખી શકે.

20.4.      Power Structure / સત્તાનું માળખું: પરંપરાગત રીતે ઊભી થયેલ વહીવટીય વ્યવસ્થા, જેમાં પરંપરા પ્રમાણે સંચાલન થતું હોય અને જેમાં લોકોની પસંદ પ્રમાણે વ્યક્તિઓ જવાબદારીઓ સંભાળતા હોય અથવા સમાજ દ્વારા આવા માણસોને પસંદ કરવામાં આવ્યા હોય, આવી વ્યવસ્થાના સ્થાન પર ખાસ ઊભી કરવામાં આવેલ એવી વ્યવસ્થા હોય કે જેમાં કોઈ આવા માણસોને પસંદ કે નિયુક્ત કરેલ ન હોય. ઉપરથી જે માણસ મોકલી દેવામાં આવે.

જરૂરી કાબેલિયતનો અભાવ ધરાવતા અને લોકોની માન્યતા પણ ન ધરાવતા, અયોગ્ય/ અપાત્ર લોકો દ્વારા સામાજિક સત્તાની માળખાનું ધીરે-ધીરે ધોવાણ (ઘસારો/Erosion) કરવામાં આવે. આવા લોકોને પ્રજાએ સત્તા ન આપી હોય તો પણ આવા લોકો પાસે સત્તા હોય છે.

દાખલા તરીકે, આવો એક સમૂહ છે, મિડીયા. એમને કોણે નિયુક્ત કર્યા? કોઈએ નહીં. પણ મીડિયા છે. મીડિયા પાસે આવડી શક્તિ કેમ છે? તમારા મગજ ઉપર અસર કરતી અને મોટા ભાગે એકાધિકાર ધરાવતી આ શક્તિ, એમના પાસે હોય છે. તમારા મગજ અને વિચારો સાથે ગમે તેમ રમતો રમી શકે. પણ એમને કોણે નિયુક્ત કર્યા? તમારા માટે શું સારું છે કે શું ખરાબ છે એ નક્કી કરવાની મનોવૃત્તિ એમની હોય છે.

નોંધ: ઉપર જણાવેલ મુદ્દા વિષે સમાજની વ્યવસ્થા સમજાવવા, આ માત્ર એક દાખલો છે. કોઈ ખાસ મીડિયા વિષે ટિપ્પણી નથી. કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરી લેવી એવી ખાસ વિનંતી.

આવા ઘણા દાખલાઓ છે. જેવા કે હિન્દુ સંગઠનોમાં RSS, BJP, VHP, બજરંગ દળ, સાધુ સંગઠનો વગેરે. મુસલમાન સંગઠનોમાં મુલ્લાઓ, PFI, SDPI, Wakf Board અને એમના ફાર્માનો. ઈસાઈ સંગઠનોમાં ચર્ચ, ધાર્મિક શિક્ષણ સંસ્થાઓ અને હોસ્પિટલો વગેરે. મને લાગે છે કે શું કહેવા માંગુ છું, એનો અંદાજો આવી ગયો છે. એટલે વધારે ખુલાસો અહીં નથી કરતો. આગળ આપણે આના વિષે નક્કર દાખલાઓ જોઈશું.

ક. ક. પા. જ્ઞાતિ ઉપર આ મુદ્દાની કેવી રીતે અસર થઈ, એના માટે જુઓ પોઈન્ટ (76 અને 77).

20.5.      Law and Order / કાયદો અને વ્યવસ્થા: આ ચરણમાં, કાયદાની અમલવારી (Law Enforcement) તેમજ કાયદો અને વ્યવસ્થા (Law and Order)ના સંચાલનના માળખાનું ધોવાણ (ઘસારો/Erosion) કરવામાં આવે.

છેલ્લા 50 વર્ષની ફિલ્મો જુઓ. વધુ પડતી ફિલ્મોમાં પોલીસની છબી કેવી ખરાબ રીતે ચિતરવામાં આવી છે. પોલીસ ઓફિસરને લાંચ લેતો (Corrupt), ક્રોધી, સામાન્ય લોકોને રાહત ન આપતો, પોતાની સત્તાનો દુરુપયોગ કરતો, વગેરે બતાવવામાં આવે છે. જ્યારે ગુનેગારનો દેખાવ એક શક્તિ શાળી, પ્રભાવી માણસ જેવો હોય. આવા પ્રકારની એક સામાન્ય છબી નિર્માણ કરવામાં આવે. પોલીસ વેચાયેલી છે અથવા કોઈકની દબાણમાં આવીને પોતાનું કામ બરાબર નથી કરતી. તેવીજ રીતે રાજકારણીઓ પોતાના સ્વાર્થ ખાતર વેચાઈ જવાના કે નબળા પાડવાના ઘણા કિસ્સાઓ આપણાં સામે રોજ-રોજ આવતા હોય જ છે.

પરિણામે જ્યાં દીવા જેવી ચોખ્ખી વાત હોય તો પણ લોકોને ન્યાય મળતો નથી. પોલીસ અને કોર્ટના ચક્કર ખાતા કરી દઈ, હેરાન-પરેશાન કરી થકાવી અંતે ચૂપ કરી દેવામાં આવે છે. આવી રીતે સામાન્ય અને નિર્દોષ જનતાને પોલીસ અને રાજકારણીઓના મદદથી તેમજ પ્રશાસનના માધ્યમથી લોકોને દબાવી રાખવામાં આવે. આવું કરીને પોતાની અઘોષિત-સત્તા ટકાવી રાખવામાં આવે છે.

જે લોકો તમારી રક્ષા માટે હોય, જે લોકો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હોય, એવા લોકો પ્રત્યે એટલી હદ સુધી નફરત ફેલાવવામાં આવે કે, લોકો એમના પર વિશ્વાસના બદલે અવિશ્વાસ કરતા થઈ જાય.

નૈતિકતાનું ધોરણ અપનાવવામાં અસમાનતા વાપરવામાં આવે. દાખલા તરીકે આતંકવાદી સારા છે, માત્ર એમના પર ખૂબ અત્યાચાર કરવામાં આવ્યા એટલે એને બંદૂક ઉપાડવી પડી. આવું કહીને એની ક્રૂરતાનો બચાવ કરે. જ્યારે કોઈ સામાન્ય માણસથી આવું થઈ જાય, તો એજ લોકો એના માટે ફાંસીની સજાની માંગણી કરવા માટે જરાય પાછીપાની ન કરે.

મૂળભૂત નૈતિક મૂલ્યોને સૌમ્ય રીતે પોતાના ફાયદા માટે ફેરવી નાખવા અથવા વાળી નાખવામાં આવે. વર્તન એવું હોય કે કોઈ ગૂનો સાબિત થઈ જાય તો પણ એ વ્યક્તિ ગુનેગાર નથી. વાસ્તવમાં એ તો પોતાનો માત્ર બચાવ કરનાર વ્યક્તિ છે, એવી ખોટી વાતો કરવામાં આવે. સાચા માણસો પ્રત્યે હમેશા શંકાઓ વ્યક્ત કરી, નિર્ણય કર્તાઓને મૂંઝવણની પરિસ્થિતિમાં રાખવામાં આવે.

આવો બીજો દાખલો છે કે પોતે કોઈ તદ્દન જૂઠું પ્રમાણ પત્ર લાવે તોય એ સાચું છે. અને એમની સચ્ચાઈની પોલ દુનિયા સામે ખુલ્લી પાડતું કોઈ બીજા પ્રમાણ પત્ર લાવે તો એ પૈસા આપીને વેચાતું લીધું છે, એવી જુઠ્ઠી વાતો ફેલાવી.

ક. ક. પા. જ્ઞાતિ ઉપર આ મુદ્દાની કેવી રીતે અસર થઈ, એના માટે જુઓ પોઈન્ટ (76 અને 77).

20.6.      Leadership / નેતૃત્વ: આ ચરણમાં ઉપર જણાવેલ પોઈન્ટ (19)માં જણાવેલ જે સમય ગાળો છે (ઓછામાં ઓછો ત્રણ પેઢીઓનો), એ સમય ગાળામાં ધીરે-ધીરે પરંપરાગત મૂળ ધર્મના ગુરુઓ, આગેવાનો અને બૌદ્ધિકો (જેવા કે બ્રાહ્મણો) અને એમના અનુયાયીઓના વચ્ચેના સંબંધોને નષ્ટ / ખતમ કરી નાખવામાં આવે.

આના કારણે મૂળ ધર્મ અને સમાજ વિષે બોધ / જાણકારી / સમજ મળવાનો સ્ત્રોત સાથે સંબંધ (Connection with source of true knowledge) તૂટી જાય.

એની જગ્યાએ નવું નેતૃત્વને (મૂળ ધર્મ સાચા નેતા તરીકે) પ્રસ્થાપિત કરવામાં આવે. જ્યારે આ નેતૃત્વનો સાચો હેતુ હોય કે મૂળ – અસલ વિચારધારાના પ્રશ્નોના જવાબો અને સમસ્યાઓના ઉકેલ તરીકે, નવી વિધર્મી વિચારધારા સાથે સુસંગત હોય એવા સૂચનો આપવામાં આવે. સાથે સાથે મૂળ વિચારધારાને લોકોને શંકા-કુશંકાની નજરે જોતા કરી દેવા. એના માટે મૂળ વિચારધારામાંથી, એવા-એવા દાખલાઓ, ભલે અપ્રાસંગિક હોય,  એવા સાચા-ખોટા દાખલાઓ લોકો સામે રજૂ કરવા. અને બાહ્ય વિચારધારાને (મૂળ કે અસલ વિચારધારાના નામે) છૂપી રીતે અનુયાયીઓની સમાજમાં હાલતી કરી દેવી. જેથી કરીને લોકોના મનમાં પોતાની મૂળ-અસલ વિચારધારા માટે નિરાશા ફેલાય અને ધીરે ધીરે એ અસ્થિરતા કાયમ માટે સ્થાપિત થતી જાય.

ક. ક. પા. જ્ઞાતિ ઉપર આ મુદ્દાની કેવી રીતે અસર થઈ, એના માટે જુઓ પોઈન્ટ (76 અને 77).

20.7.      Total Demoralisation / સંપૂર્ણ નિરાશાની સ્થિતિ: ઉપર જણાવ્યા પડાવો/ચરણો પાર થાય ત્યારે દેશ, સમાજ અને સભ્યતા એવી સ્થિતિ સુધી પહોંચી જાય કે જ્યાં ફક્ત સંપૂર્ણ નિરાશા જ ફેલાયલી હોય. એવી પરિસ્થિતિમાં કે જ્યાં કોઈ વસ્તુ કામ ન કરતી હોય. જ્યારે લોકો ચોક્કસ પણે કહી ન શકે કે શું સાચું કે સારું છે તેમજ શું ખોટું કે ખરાબ છે. સારા અને ખોટા વચ્ચેનો ભેદ મટી ગયો હોય. મૂળ વિચારધારાના નેતાઓ / આગેવાનો / સાધુઓ પણ એવા ભરમાઈ જાય કે માનવા લાગે કે ક્યારેક-ક્યારેક વિધર્મ તરફી વાત કરવામાં કોઈ વાંધો નથી.

દાખલા તરીકે રામાયણના વિખ્યાત કથાકાર મુરારી બાપુ એ હિન્દુ ધર્મની રામાયણની કથા વચ્ચે ઇસ્લામ ધર્મના એક નાયક અલીની ધૂન.. “યા અલી.. યા અલી..” બોલાવી હતી. સામાન્ય હિન્દુ લોકો ભરમાઈ જાય કે પોતે મૂળ હિન્દુ વિચારધારાને પાળે કે વિધર્મી એવી ઇસ્લામી વિચારધારાને. શું સારું શું ખરાબ વિચારવાની શક્તિ ખોઈ બેઠા.

જ્યારે આવું થાય ત્યારે, “Demoralisation / નિરાશા ફેલાવવી”નું ચરણ પૂરું થયું ગણાય.

21.      Destabilisation / અસ્થિરતા લાવવી: “અસ્થિરતા” શબ્દથી સ્પષ્ટ છે કે નિશાન પર રહેલા લોકો દ્વારા પરંપરાગત રીતે સ્વીકૃત બધાજ સંબંધો, સંપર્કો, સૂત્રો, સંગઠનો, સંસ્થાઓ વગેરેને અસ્થિર કરી નાખવામાં આવે. આના માટે કોઈ બહારથી લોકો ન આવે. પણ અંદરના લોકો હાથા બનીને પોતે આ કામ કરે.

આ તબક્કામાં હવે કાર્યક્ષેત્ર નાનું બની જાય. આગાઉના તબક્કામાં એટલે કે, પોઈન્ટ (19)ના દર્શાવેલ “Demoralisation / નિરાશા ફેલાવવી” તબક્કામાં જણાવેલ પ્રત્યક્ષ, માન્ય અને પારખી શકાય એવી કાર્યવાહીઓ તરફ કોઈનું ધ્યાન પણ ન જાય. લોકો એને જીવનનો ભાગ તરીકે સ્વીકારી લીધો હોય.

દાખલા તરીકે વિધર્મનો પ્રચાર કરવો એ કોઈ ગુનો નથી. એવી જ રીતે સરકારી કાયદાની દૃષ્ટિએ  સનાતન સમાજમાં સતપંથ ધર્મનો પ્રચાર કે તરફેણવાળી વાત કરવી, એ કોઈ સરકારી ગુનો નથી, પણ નૈતિક ગુનો છે. પણ જ્યારે સમાજમાં અસ્થિરતાને બરાબર ફેલાવી, સમાજમાં એવો માહોલ ઊભો કરવામાં આવે કે સમાજમાં જેણે જે ધર્મ પાળવો હોય એને છૂટ છે, અને ત્યાર બાદ હિન્દુ સમાજમાં વિધર્મ કે સતપંથનો પ્રચાર કરવો, તો તેને એ લોકો સહજ સ્વીકારી લે. ત્યારે આવા કાર્યને નૈતિક ગુનામાં ન ગણવામાં આવે.

માટે આ તબક્કામાં જે કામ આગાઉ નૈતિક ગુનામાં ગણાતું હોય, એ કામને હવે સ્વીકૃતિ મળી જાય.

21.1.      Finance / આર્થિક: આ ચરણમાં સમાજ, જ્ઞાતિ કે દેશને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવે. બીજા શબ્દોમાં કહીએ તો આર્થિક કટોકટીની પરિસ્થિતિમાં ધકેલવામાં આવે. આર્થિક રીતે કમર તોડવા માટે આર્થિક બોજ નાખવા માટે, જેવા કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાના માધ્યમથી ધાર્મિક કર અને લાગાઓ આપવાનું ફરજિયાત કરવું. પૈસા ન આપનારને સ્વર્ગમાં જગ્યા નહીં મળે, નરકમાં જવું પડશે વગેરેનો ડર બતાવવામાં આવે.

ધર્મનું કામ થશે, ગરીબનું કામ થશે એવા આદર્શવાદી વાતોના માધ્યમથી લોકોને આંજીને સતત દાનની માંગણીઓ ચાલુ જ રાખવી. એક પછી બીજો નાના-મોટા કાર્યક્રમો ચાલુ જ રાખવામાં આવે. સ્વયંસેવકોને પ્રેરિત કરી મફતમાં એમના પાસેથી કામ કરાવી લેવામાં આવે. દાનના પૈસાઓથી ષડયંત્રકારી પ્રચારકો જલસા કરે અને પોતે લોકો વચ્ચે મોટા થાય એ જુદું.

21.2.      Law and Order / કાયદો અને વ્યવસ્થા: આ ચરણમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ નિયંત્રણ મેળવી લેવામાં આવે. આર્થિક બળે કે લોક સંખ્યાના બળે પોલીસ, કોર્ટ અને રાજકીય ક્ષેત્રે આગાઉ પોઈન્ટ (20.5)માં જણાવ્યા પ્રમાણે નાખેલ શંકાના બીજોના (પોલીસ ભ્રષ્ટાચારી છે, ન્યાય નહીં મળે વગેરે) વટવૃક્ષ બનાવવાનો સમય આવી ગયો હોય છે.

લોકોના મનમાં પરોક્ષ રીતે એવી દહેશત કે આતંક બેસાડવામાં આવે કે કાયદો અને વ્યવસ્થાનું તંત્ર અમારા હાથમાં છે. અમારા વિરુદ્ધ પોલીસ કે કોર્ટના દરવાજે જશો, તોય તમારું કોઈ ભલું નહીં થાય, અથવા અમારું કઈં નહીં બગાડી શકો, એવો માહોલ ઊભો કરવામાં આવે. માટે અમે જે કહીએ અને બતાવીએ એજ સાચું છે એવું તમે સતત માનતા રહો, એવો ગર્ભિત સંદેશ આપવામાં આવે.

21.3.      Media / મીડિયા: આ ચરણમાં મીડિયાને પણ મેનેજ કરવામાં આવે છે. જાહેર મીડિયાને પૈસાના જોરે ખરીદવામાં આવે. મીડિયાના રિપોર્ટરને પોતાના તરફી મુદ્દાઓથી ભરેલ લિટરેચર અને પ્રચાર સામગ્રીઓનું સતત મારણ કરવામાં આવે. મીડિયા હાઉસને મોટી મોટી જાહેરાતો આપીને પોતાના તરફી લેખો અને સમાચારો પ્રકાશિત કરાવડાવે. પેઇડ ન્યુઝનું (Paid News) કન્સેપ્ટ પણ વાપરવામાં આવે. જાહેરમાં પોતાની વિચારધારા સાચી અને સારી છે અને એનો વિરોધ કરવાવાળા ખોટા અને સ્વાર્થી છે, એવી વાતોનો મારો ચાલુ રાખીને સામાન્ય લોકોને મેસેજ આપે કે અમારો વિરોધ કરનારનું કઈં ચાલતું નથી.

22.      અસ્થિરતા ફેલાય:

22.1.      સંબંધોમાં કટ્ટરતા: સંબંધોમાં કડવાશ / કટ્ટરતા એટલી હદ સુધી આવી જાય કે પરિવારના વ્યક્તિઓ પણ એક બીજા સાથે સમાધાન ન કરી શકે. બાપ અને દીકરા નક્કી ન કરી શકે કે કયો ધર્મ કે કઈ વિચારધારા સાચી છે. દીકરાને સનાતનમાં જવું હોય તો બાપ એને સતપંથ છોડવા ન આપે. પતિ સનાતનમાં જવા માંગતો હોય, તો પત્ની સાથે છૂટાછેડા કરવાની વાત મૂકવામાં આવે, જેનાથી ઝઘડો શરૂ થાય.

નાની-મોટી બાબતોમાં પણ વિરોધનું વાતાવરણ સમાજમાં ફેલાઈ જાય. એક બીજાની આંખો લડે. નજર ન મળાવી શકે. વિવાદ કોર્ટે ચડે. સામાન્ય સંબંધોમાં હાલતેચાલતે ઝઘડાઓનું પ્રમાણ ખૂબ વધી જાય. ઝઘડાઓ કરનાર લોકોને નાયકનો દરજો આપવામાં આવે. ભાઈ તારી વિચારધારા મૂળમાં જ ખોટી છે, એવું સત્ય કહેનારનું આવી બને.

22.2.      મવાળો: આ સમયે મવાળો (Sleeper Cells) સક્રિય થાય. જુઓ પોઈન્ટ (192). મવાળો ધીરે ધીરે સનાતન સ્વાંગમાં વર્ષોથી સનાતન સમાજના સભ્યો તરીકે પોતાને પ્રસ્થાપિત કરીને બેઠા હોય. જાહેરમાં સનાતન સમાજના સભ્યો હોય, પણ અંદરખાને સતપંથમાં આસ્થા ધરાવતા હોય. પીરાણાને છુપા દાન આપતા હોય. ગામમાં સતપંથને નુકસાન કરતો કોઈ નિર્ણય કરવાની વાત આવે, ત્યારે આદર્શવાદી, શ્રદ્ધા-અંધશ્રદ્ધા વગેરે વાતોની આડમાં લોકોને ભરમાવીને, સતપંથને ટકાવી રાખે. જેથી કરીને સમાજમાં સતપંથની સમસ્યા ચાલુજ રહે.

તેવીજ રીતે સતપંથીઓ એક-એક સનાતની આગેવાનને શોધી-શોધીને એમની સાથે વ્યક્તિગત રીતે બહુજ મીઠી-મીઠી વાતો કરે. દાખલા તરીકે હું, ઇતિહાસનો વિદ્યાર્થી છું, ઇતિહાસ સમજવો છે, હું પણ તમારા વિચારવાળો છું, આપણે ભેગા થઈને સમસ્યાનો ઉકેલ લાવવો છે, વગેરે કારણો આપે. ત્યાર બાદ કહે કે એ કામ માટે આપણે મળીએ, અમારા થોડા પ્રશ્નો છે, એને સમજીએ વગેરે વાતો કરીને એ સનાતની ભાઈની નબળાઈઓ શોધવાનો તેમજ એને ભ્રમિત કરવાનો, અને એને પ્રભાવમાં લેવાનો પ્રયત્ન કરે. કોઈ નબળો મુદ્દો મળી જાય તો એને પકડી સનાતની આગેવાનોનો અવાજ દબાવી દેવાના રસ્તાઓ શોધવામાં આવે.

મવાળો જે વર્ષો સુધી ચૂપચાપ બેઠા હતા, એ આવા સમયે મૂળ વિચારધારાની સમાજમાં આગેવાન અને લીડર તરીકે ઝંડો ઉપાડીને આગળ આવે. મૂળ વિચારધારાને નબળી અને પાંગળી કરવા માટે અવાજ ઉપાડે અને પોતાના સમર્થનમાં લોકોને ભેગા કરે, જેથી સમાજ તૂટવાની પરિસ્થિતિમાં આવી જાય.

આ ચરણમાં સમાજ તોડવાનું કામ કરનાર માણસ સમાજની અંદર જ હાજર હોય છે. બહારથી લાવવાની જરૂરત નથી. આવા અંદરના વ્યક્તિની છાપ સમાજના એક પ્રતિષ્ઠિ વ્યક્તિ તરીકે હોય છે. આવા વ્યક્તિને આર્થિક મદદ પણ આપવામાં આવતી હોય છે. વિચાર કરશો તો તમને પણ દેખાશે કે સમાજમાં કે ધર્મની સંસ્થામાં કોઈ માણસ હોદ્દા પર આવ્યા પછી અચાનક એની આર્થિક સમૃદ્ધિ ખૂબ વધી ગઈ હોય. આવો માણસ તમને કોઈ દિવસ સાચી વાત કહેશે?

22.3.      પરિણામ: આ ચરણના અંતે અસ્થિરતા એટલી હદ સુધી વધી ગઈ હોય કે એ સમાજને કટોકટી (Crisis)ની પરિસ્થિતિમાં મૂકી દેતી હોય છે.

23.    Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું: કટોકટીની સ્થિતિ એ હોય કે જ્યારે કોઈ સમાજ કે સંસ્થા એના અપેક્ષિત કામો ન કરી શકે, ત્યારે એનું પતન થતું હોય છે. આ ચરણમાં સામાન્ય લોકો કંટાળીને થાકી ગયેલા હોય છે. લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગયેલી હોય છે. અન્ય સમાજોની સરખામણીમાં ખૂબ પછાત રહી ગયો હોય.

લોકોને કટોકટીમાંથી કોઈ ઉગારનાર / બચાવનાર / ઉદ્ધારક જોઈતો હોય છે. જેના માટે મોટા નેતાની રાહ જોવા લાગે કે જે સમાજને આવી કટોકટીની પરિસ્થિતિથી કોઈ બહાર કાઢે. ધાર્મિક સંગઠનો હોય તો તે કોઈ એ આશ રાખીને રાહ જુએ કે હવે કોઈ અવતાર તુલ્ય સાધુ/સંત આવશે અને એમને મુક્ત કરશે.

23.1.      સામાન્ય રીતે આ ચરણ ત્યારે ચાલુ થાય કે જ્યારે લોકો દ્વારા ઊભી કરેલ સંસ્થાઓનું કામ કરવું બંધ થઈ ગયું હોય. લોકો દ્વારા ચૂંટાયેલા નેતા કામ ન કરી શકતા હોય. ત્યારે બહારની સંસ્થાઓનો હસ્તક્ષેપ ચાલુ થાય. બહારનો વ્યક્તિ તેમનો નેતા બનીને સામાન્ય લોકો માટે નિર્ણય લેવાનું શરૂ કરે.

જેવી રીતે બની બેઠેલા ગેઢેરાઓ, રાજકારણીઓ વગેરે ખોટી દખલગીરી કરતા હોય.  સાધુઓના અવનવા સંગઠનો, જે સાંભળ્યાં પણ ન હોય, એવા સંગઠનો આગળ આવે અને દાવો કરે કે તમારા બધાજ સંકટોનો ઉકેલ અમારી પાસે છે. જ્યારે વાસ્તવમાં એ લોકો માત્ર પોતાની ઉપજાવી કાઢેલી વિચારધારાનો જ પ્રચાર કરવા આવતા હોય છે. આ ચરણમાં ધર્મ અને વિચારધારાનું ગડબડાયેલું મિશ્રણ યેનકેન પ્રકારે ગોઠવવાનો પ્રયત્ન કરવામાં આવે.

23.2.      અહીં, બનાવટી સંસ્થાઓ, સંગઠનો અને વ્યક્તિઓ સક્રિય થાય અને દાવો કરે કે એમની પાસે ઉકેલ લાવવા માટે જરૂરી બધી જ શક્તિઓ છે. અગર એમને ના પાડવામાં આવે, તોય પણ એમના ચમચાઓના માધ્યમથી સતત ભલામણો મોકલ્યા રાખે.

ઘણી વખત આવા લોકો તો અધકચરા બૌદ્ધિકો માત્ર હોય છે. કોઈ દેશ-વિદેશથી અભ્યાસની સામાન્ય ડિગ્રી પણ લીધેલ ન હોય. આવી વ્યક્તિ જ્યારે સમાજમાં પટસ્થળ પર આવે ત્યારે પોતાને એમ સમજતો હોય કે મારી પાસે સમાજની બધીજ સમસ્યાના ઉકેલો છે.

23.3.      સંકટ મોચક / ઉદ્ધારક: અહીં એન્ટ્રી થાય કહેવાતા સંકટમોચકની. જે સંકટમાંથી લોકોને ઉગારશે. આ વ્યક્તિ સમાજની અંદરનો હોઈ શકે, અગાઉ પોઈન્ટ (22.2)માં જણાવેલ મવાળ, ગાદીપતિ મુજાવર કાકા [85:Page 23] અથવા બહારથી કૂદી પડેલ કોઈ અન્ય વ્યક્તિ પણ હોઈ શકે.

Ideological Subversion / વિચારધારાનો વિનાશ”ની સતત માર ઝીલી-ઝીલીને હવે સમાજ કે જ્ઞાતિ ખૂબ નબળી પડી ગઈ હોય. “Demoralisation / નિરાશા ફેલાવવી”ના આ  ચરણના કારણે વર્ષોથી ભ્રમમાં પડેલ જ્ઞાતિ મૂળ વિચારધારાથી ભટકાઈ ગઈ હોય. એના માટે શું સાચું કે ખોટું એ નક્કી કરવાની શક્તિ એમાં ન બચી હોય.

બીજી બાજુ “Destabilisation / અસ્થિરતા લાવવી” એ ચરણના કારણે સમાજ અને લોકોને દબાણમાં મૂકી દેવામાં આવ્યા હોય. લોકોને આશાનું કોઈ કિરણ ન દેખાનું હોય, ત્યારે જો કોઈ પણ વ્યક્તિ આવીને કહે કે હું તમારી સમસ્યાનો ઉકેલ લાવીશ, તો લોકો એવા માણસને તરતજ સ્વીકારી લે. એટલે કહેવાતા સંકટ મોચકને જોઈતી બધી જ સત્તા મળી જાય.

સંકટ મોચકને સત્તા

 

આવું થાય, એટલે જ્ઞાતિ, સમાજ કે દેશ, સંપૂર્ણ રીતે “વિચારધારાનો વિનાશ”ના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય. બહાર નીકળવાની કોઈ જ આશા ન બચી હોય.

ચક્રવ્યૂહ

 

દાખલા માટે, હિન્દુ લોહાણા જ્ઞાતિનો એક વર્ગ સેંકડો વર્ષોથી સતપંથ ધર્મ પાળી રહ્યો હતો. તે સમયે એમના સતપંથના શાસ્ત્રોમાં હિન્દુ દેવતાઓના ઠેર-ઠેર ઉલ્લેખો હતા અને એની સાથે ઇસ્લામના અલ્લાહ, અલી, નિષ્કલંકી નારાયણ વગેરેનો પણ ખૂબ ઉલ્લેખ હતો. એમના પૂર્વજોને સતપંથ કલિયુગનો સાચો હિન્દુ ધર્મ છે, એવું કહીને સતપંથ પાળતા કરી દેવામાં આવ્યા હતા. એટલે મોટા ભાગના લોકો સતપંથને હિન્દુ ધર્મનો ભાગ ગણતા હતા. પણ બીજી બાજુ સતપંથના શાસ્ત્રો કઈં બીજું કહેતા હતા. એમના સમાજમાં પોતાની સાચી ઓળખને લઈને બહુ મોટું સંકટ નિર્માણ થયું અથવા કરવામાં આવ્યું. આવા સંકટના સમયે “આગા ખાન” બહારથી આવ્યો અને પોતાને “નિષ્કલંકી નારાયણ” તરીકે સ્થાપિત કરવામાં સફળ થયો. લોહાણા જ્ઞાતિના લોકોના હાથમાંથી પોતાના સમાજનું નિયંત્રણ જતું રહ્યું. આજે એ સમાજ ખોજા મુસલમાન સમાજ તરીકે ઓળખાય છે.

 

24.      Normalisation / સામાન્ય પરિસ્થિતિને બહાલ કરવી: આ તબક્કામાં વિદેશી / બાહ્ય / વિધર્મી વિચારધારા પ્રસ્થાપિત થઈ જાય. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાતિ, સમાજ કે દેશનું મન, વચન, કર્મથી સંપૂર્ણ પણે ધર્મ પરિવર્તન થઈ જાય. મૂળ-અસલ વિચારધારાથી લોકો કાયમ માટે વિમુખ થઈ જાય.

24.1.      તથાકથિત ઉદ્ધારકના હાથમાં સમાજ / જ્ઞાતિ / દેશ ની બાગડોર ચાલી ગયા પછી, સમાજને અસ્થિર કરવાવાળા, સંકટમાં નાખનાર પરિબળોને હટાવવામાં આવે. લોકોનું સામાન્ય જીવન ધીરે ધીરે રાબેતા મુજબ (હમેશની જેમ) ચાલતું કરી દેવામાં આવે. કોઈ ઝઘડાઓ, વિવાદો ન રહે. પણ એક મુખ્ય ફરક હોય. અને એ ફરક હોય કે સમાજ / જ્ઞાતિ / દેશ પોતાની મૂળ-અસલ વિચારધારાથી સંપૂર્ણ વિમુખ થઈ ગઈ હોય અને આક્રમણકારીઓ / વિધર્મીઓની વિચારધારાને અપનાવી લીધી હોય.

24.2.      હવે, મવાળોનું અસ્તિત્વ નાબૂદ કરી દેવામાં આવે છે. એ લોકોએ પોતાનું કામ પૂરું કર્યું હોય એટલે હવે એમની જરૂરત નથી. નવા સત્તાધીશોને સ્થિરતાની જરૂરત હોય છે. જેથી કરીને એ પોતાની સત્તા ટકાવી શકે. જૂની વિચારધારાને ઝડમૂળમાંથી ઉખાડી દેવા માટેના કામો હાથ ધરવામાં આવે. ભેળસેળ વાળું ભ્રષ્ટ શિક્ષણને હવે વિધર્મી વિચારધારાનું શિક્ષણમાં ફેરવી નાખવામાં આવે. જેથી નવી પેઢીને આ નવી વિધર્મી વિચારધારાને પોતાની વિચારધારા હોવાનું ગૌરવ આપીને એમને કટ્ટર બનાવી દેવામાં આવે છે. જેથી કરીને નવી પેઢી એ નવી વિધર્મી  વિચારધારાના રક્ષણ માટે જરૂરી બધુંજ કરી છૂટવા તૈયાર થઈ જાય. એમની સામે અસંખ્ય પુરાવાઓનો ભંડાર મૂકવામાં આવે તોય એને સ્વીકારવા તેઓ તૈયાર ન થાય.

24.3.      સતપંથ પાળતો ખોજા સમાજનો જ દાખલો લઈએ. એક વાર આગા ખાનની પકડ ખોજા સમાજ ઉપર આવી ગઈ એટલે એને પહેલું કામ ખોજા સમાજના મવાળોને હટાવવાનું શરૂ કર્યું. મુંબઈમાં એમના 4 કટ્ટર અને મજબૂત વિરોધીઓની હત્યા બાદ જ આગા ખાનની સત્તા મજબૂત થઈ [141:Page 32]. સતપંથ એટલે કલિયુગનો સાચો હિન્દુ ધર્મનો પ્રચાર કરવામાં આવેલ આ ધર્મના શાસ્ત્રોમાંથી ધીરે ધીરે હિન્દુ દેવતાઓનો ઉલ્લેખ કાઢી નાખવામાં આવ્યો. હિન્દુ ધર્મ સાથેના તમામ સંબંધો ભૂસી નાખવામાં આવ્યા. આ શ્રુંખલામાં વર્ષ 1975માં આગા ખાને પેરિસ (Paris)માં એક સંમેલન (Conference)[140] બોલાવીને ઈમામશાહ અને પીર સદરૂદ્દીન દ્વારા લેખિત વિષ્ણુના દશાવતાર ગ્રંથને ધાર્મિક ગ્રંથ તરીકે રદ્દ કરી દીધો. અને એની જગ્યાએ ઇસ્લામી કુરાનને મુખ્ય ધાર્મિક ગ્રંથ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યો [140:Page 105 and 106].

25.      નોંધપાત્ર: એક વાત આપણને અહીં ધ્યાનમાં રાખવી જોઈશે કે વિચારધારાનો વિનાશ (Ideological Subversion)ની યુક્તિ કે રણનીતિનું, ઉપર જણાવ્યા પ્રમાણે પદ્ધતિસર (systematic) જ્ઞાન અને સમજ કદાચ લોકો પાસે હોય કે ન પણ હોય. પણ માણસની પ્રતિક્રિયા કરવાની સામાન્ય વૃત્તિની સમજનો લાભ લઈ એના પર કામ કરતા હોય છે.

આ કેવી રીતે થાય એ પણ સમજીએ. પ્રચારને સતત ચાલુ રાખવો, મીડિયાનો મોટે પાયે ઉપયોગ કરવો, વિચારધારાનો પ્રવાહ ચાલુ જ રાખવો વગેરે પદ્ધતિથી લોકોના મગજ ઉપર સતત મારો ચાલુ રાખવામાં આવે. પ્રચાર સાચો હોય કે ખોટો હોય, પણ પ્રચાર સાંભળ્યા બાદ લોકો જે પણ રીતે પ્રતિક્રિયા આપે અથવા વર્તે એનો લાભ લેવામાં આવે. (જેવી રીતે આજકાલ રાહુલ ગાંધી દેશવિદેશમાં જઈને, ભારતનું સંવિધાન ખતરામાં છે, ભારતમાં બોલવાની આઝાદી નથી વગેરે, સતત જૂઠ કે બનાવટી વાતો બોલ્યા કરે છે.) 

કહેવામાં આવે લોકો પાસે ધાર્મિક આઝાદી છે, જેણે જે ધર્મ પાળવો હોય એ પાળે.. લોકો પોતાનો ગમતો ધર્મ પસંદ કરી શકે છે.. પણ શું વાસ્તવમાં આવું છે? હકીકતમાં ધર્મ પસંદ કરવાની ઈચ્છા કે શક્તિ, લોકો પાસેથી છીનવી લેવામાં આવી છે. કોના દ્વારા? કોના કારણે? આ યુક્તિ કે રણનીતિના કારણે. અને તેના બદલે લોકોને વિશ્વાસ આપવામાં આવે… મીડિયા દ્વારા, પ્રચાર કાર્યો તેમજ કાયદા અને વ્યવસ્થાની અકુશળતાને હાથો બનાવીને.. કે આ વિધર્મી વિચારધારાવાળો જ સાચો ધર્મ છે અને એ એના માટે એકદમ સચોટ છે.

26.   નિયમોમાં અસમાનતા: બીજી નોંધપાત્ર વાત આપણને સમજવા જેવી એ છે કે આ “વિચારધારાનો વિનાશ”ની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં વિવિધ ચરણોમાં જ્ઞાતિના બધાજ લોકો એક સાથે ચાલતા હોય, એ જરૂરી નથી. અમુક લોકો આગળના ચરણમાં હોય તો અમુક લોકો પાછળના ચરણમાં. પણ વિવિધ ચરણોમાં ફસાયેલ લોકો હોવા છતાં જ્ઞાતિ સ્તરે મોટા ભાગના લોકો જરૂર એક ખાસ સ્તરે/ચરણમાં હોય છે. એટલે, એકજ સમયમાં, ક્યાંક એવું જોવા મળે કે અમુક લોકો કોઈ વિષયમાં કટ્ટર છે, ત્યારે બીજા સૌમ્ય છે, જે અલગ અલગ ચરણની નિશાની છે. ત્યારે મોટો સમુદાય શું કરે છે, એને ધ્યાને લેવું જોઈએ.

માટે ક્યારેક સમાજને અમુક બાબતે અથવા અમુક વિસ્તારમાં કડક નિયમો અપનાવવા પડે, ત્યારે અન્ય વિસ્તારમાં નરમાઈ દાખવવી પણ પડે. આવી પરિસ્થિતિમાં બધાને એક જ લાકડીએ હાંકી ન શકાય. પણ જેમ-જેમ વિધર્મી વિચારધારાનો પ્રભાવ ઓછો થતો જાય, તેમ તેમ નિયમોમાં સમાનતા આવતી જાય. સમાજ કે જ્ઞાતિ વિકાસની પ્રક્રિયાનો આ મૂળ સિદ્ધાંત છે. જેને સૌ લોકોએ ધ્યાનમાં રાખવો જોઈએ અને પોતાને લાગુ પડતા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરતા રહેવું જોઈએ.

27.   ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ: ઉપર જણાવે બધાજ તબક્કાઓ પરથી નીચેનું ટેબલ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી એક-એક તબક્કામાં તથા ફેરફારો અને એની અસર ઉપર નજર રાખી શકીએ, એટલે કે ટ્રેક કરી શકીએ.

ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ

Ideological Subversion / વિચારધારા વિનાશ

વિનાશ વિગત

1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો

19

 

1.1. Religion / ધર્મ

20.1

 

1.2. Education / શિક્ષાકેળવણી

20.2

 

1.3. Social Life / સામાજિક જીવન

20.3

 

1.4. Power Structure / સત્તાનું માળખું

20.4

 

1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા

20.5

 

1.6. Leadership / નેતૃત્વ

20.6

2. Destabilisation / અસ્થિરતા લાવવી

21

 

2.1. Finance / આર્થિક

21.1

 

2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા

21.2

 

2.3. Media / મીડિયા

21.3

3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું 

23

 

3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો

23.3

 

 • અંદરની વ્યક્તિ

 

 

 • બહારની વ્યક્તિ

 

4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી

24

 

4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં

 

 

વિશેષ નોંધ: ઉપરના ટેબલને ખાસ ધ્યાને રાખવા વિનંતી. આગળ જતાં, ઇતિહાસને બરાબર સમજવા માટે આ ટેબલનો ઘણી વખત સંદર્ભ લેવામાં આવશે.

Leave a Reply

Share this:

Like this: