કચ્છના સૌથી આંતરિયાળ વિસ્તારમાં આવેલ અને આપણી સમાજનું પાટનગર એટલે નખત્રાણા. જ્યાં શિક્ષણ માટે આપણા વડીલોએ 1960માં હોસ્ટેલનું નિર્માણ કરેલ. આ શહેરમાં સમાજ સંચાલિત કોઈ પણ વિદ્યા સંકૂલ નહોતું. પરંતુ લેવા પાટીદાર સમાજ દ્વારા GMDC પ્રેરિત નખત્રાણા ખાતે શ્રી કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન તરફથી આર્ટસ તથા કોમર્સ કોલેજ ચાલુ કરવામાં આવેલ, જેમાં સરકારની
કોઈ સહાય મળતી ન હતી. અને કોલેજ આર્થિક સંકડામણ અનુભવતી હતી.
ઉપરાંત કચ્છ વિદ્યા પ્રતિસ્થાનના તે સમયના માનનીય ટ્રસ્ટી શ્રી આર. આર. પટેલ તથા હિરાણી સાહેબની મુંબઈ મધ્યે આપણી સમાજના અગ્રણી મુરબ્બી શ્રી રતીભાઈ મણિલાલ રામાણી તથા હિંમતભાઈ રતનશી ખેતાણી સાથે અવારનવાર મુલાકારો થતી અને કોલેજના વહીવટ તથા ચલાવવાની મુશ્કેલી બાબતે પણ ચર્ચાઓ થઈ. આપણી સમાજના આ બંને વડીલો તરફથી શ્રી કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાનને, કોલેજ ચલાવવા માટે, તે સામે માતભર રકમ પણ દાનમાં આપેલ. જેથી કોલેજની આર્થિક સંકડામણ દૂર થઈ શકે, તેમજ લાઇબ્રેરિ થતા અન્ય પ્રવૃત્તિ માટે ભંડોળ આપેલ. આ રીતે કોલેજ હસ્તગત કરવાની કડી તૈયાર થઈ.
સતત આર્થિક સંકડામણમાં ચાલતી આ કોલેજને ચલાવવા માટે તે વખતના કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાનના ટ્રસ્ટીઓ તરફથી આ કોલેજ આપણી કેન્દ્રીય સમાજ ચલાવે એવી દરખાસ્ત આપવામાં આવી, જેથી કરીને આપણી સમાજના નખત્રાણાની આસપાસના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ કરવાનો લાભ મળી શકે. આ હેતુ અને ઉદ્દેશથી આ સંસ્થાએ આપણી સમાજે હસ્તગત કરવાનું નક્કી કરેલ.
આપણી સમાજના મોભી અને સેવાના ભેખધારી ભુજના રહીશ એવા ડો. વી. એચ. પટેલ જેઓ આ કોલેજના પણ ટ્રસ્ટી હતા તેઓ મારફતે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આપણને 2009માં હસ્તગત કરવા માટે વાત આવી હતી. આ વાત ઉપર કેન્દ્ર સમાજની દિનાંક 06-Aug-2009ની કારોબારી સભા અને દિનાંક 07-Aug-2009ની સામાન્ય સભામાં રતીભાઈ રામાણીએ પ્રસ્તાવ રજૂ કર્યો, જે બંને સભાઓમાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો.
આ પ્રમાણે કેન્દ્રીય સમાજની કારોબારીમાં ટ્રસ્ટીઓ તરફથી રજૂઆત થઈ, ટ્રસ્ટી હોદેદારોમાં ચર્ચા કરી કે આ કોલેજ ચલાવવા ફંડ કેમ કરવું. અને ચર્ચા વિચારણાના અંતે કોલેજને સરકારમાં રજૂઆત કરી ગ્રાંટેબલ કરવાના ધ્યેય સાથે હાલ તુરંત જે પ્રતિવર્ષ વર્ષ પાંચ લાખ રૂપિયા આપે તે ટ્રસ્ટી થઈ શકે. તે મુજબ સમાજના નીચેના મિત્રોના સહકારથી કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાનને હસ્તગત કરવામાં આવ્યું અને ટ્રસ્ટીઓ બન્યા..
1. રામજી કરમસી નાકરાણી: રાયપુર
2. દેવજી રામજી ભાવાણી: સુરત
3. મનસુખભાઈ વિશ્રામ રૂડાણી: અમદાવાદ
4. લખમસી લધા વાસાણી: મુંબઈ
5. શામજી નારણ નાકરાણી: મુંબઈ
6. ઘનસુખભાઈ હરજી લિંબાણી: માનકુવા
7. ભવાનભાઈ હરીભાઈ લિંબાણી: મુંબઈ
આ સાત ટ્ર્સટીઓ એ નક્કી કર્યા મુજબ ત્રણ ચાર વર્ષ સુધી જવાબદારી સંભાળી અને જરૂરી અનુદાન આપ્યું. પ્રયાસો છતાંય કોલેજ ગ્રાન્ટેબલ થઈ નહીં. આથી સમાજને કોલેજ ચલાવવાનું કહેવામાં આવ્યું. ત્યાર બાદ આજ દિવસ સુધી સમાજ કોલેજ ચલાવેલ છે. પાછાલથી, વારંવાર સરકારમાં રજૂઆતો કર્યાબાદ હાલે આ કોલેજને ગ્રાન્ટ મળવા લાગી છે.
આ કોલેજમાં લગભગ 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 66% વિદ્યાર્થિનીઓની સંખ્યા છે. એટલા માટે આ કોલેજ ખાસ વિદ્યાર્થિનીઓ માટે આશીર્વાદ રૂપ છે. 60 kmના પરિઘમાં આવી કોઈ કોલેજ ન હોતાં આ કોલેજ તમામ વિદ્યાર્થીઓ માટે વરદાન રૂપ છે. It’s like an oasis in the desert. શિક્ષણનું સ્તર પણ આ કોલેજનું સદાય ઊંચું રહેલું છે. અને કચ્છ યુનિવર્સિટિના પરિણામોમાં આપણી કોલેજના 2-3 વિદ્યાર્થીઓ ટોપ 10માં હોય જ છે. આ શિક્ષણનું ઉચ્ચ સ્તર જાળવવા માટે પ્રો. ડો. મોહનભાઇ પટેલ, આણંદ વાળાનો પણ સિંહ ફાળો રહેલો છે. એવી જ રીતે વિશાળ પટાંગણની સાથે રમતગમતના ક્ષેત્રે પણ યુનિવર્સિટિ સ્તરે અગ્રેસર છે.