મૂળ વાસ્તવિકતા તો એક છે કે મૂળ સનાતન પ્રવાહમાં આપણે સમાજને લાવવા માટેના પ્રયાસનું આ શ્રદ્ધા કેન્દ્ર છે. આ બાબતથી સહુની સંમતિ હશે જ એમાં બીજું કોઈ વજુદ પણ નથી. તેમાં અગ્રિમ સામાજિક ભાવના અને તેમાં પણ પીરાણાને મુકવાની ભાવના વાળા ઓની જે સમાજ વ્યવસ્થા દ્વારા સંત શ્રી ઉદ્ધવ રામજી મહારાજ અને ત્યારબાદના સંતો દ્વારા આપણી સમાજને બચાવવાનું આ પ્રથમ કેન્દ્રસ્થાન શ્રદ્ધા સાથે નિર્માણ પામ્યું..
તે નિર્માણ કરવામાં કેવા કેવા સજ્જનો સામેલ થયા તે સમજવા માટે પ્રકાશક – શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નખત્રાણા કચ્છ દ્વારા લખાયેલ કડવા પાટીદાર કુલ વર્ધીની ઉમિયા દેવીની પ્રતિષ્ઠા મહોત્સવનો ટૂંકો અહેવાલ કથિત છે તે સમજવો જરૂરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો છે કે હરિહર સંપ્રદાયના સંતોનો અભિગમ અને સામાજીક કડવા પાટીદાર સંસ્થાના કર્મધારો સનાતન અભિગમ થકી માતા ઉમિયા મંદિરની સ્થાપના કરવાનો ઘટનાક્રમ બન્યો છે.
જેની પૂર્ણ સાક્ષી આ પુસ્તક પૂરે છે અને થયેલા કર્તવ્યનો અહેસાસ પણ એમાં છે. જેમાં ખાસ કરીને ગુજરાત કંપાવાસીઓનો અભિગમ ઉમિયા માતા મંદિર નિર્માણ કચ્છમાં થાય તે રહ્યો છે. જેની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
કંપાની આ વાત સ્પષ્ટ છે હંસરાજભાઈ નારણભાઈ પોકારના અધ્યક્ષ સ્થાને જેઓ વિજય મંડળના સભ્ય હતા તેવા સુધારકો ભેગા થયા, સનાતન ધર્મના આદેશ પૂરતા યથા ઘટીત ઠરાવો નક્કી કર્યા. ઓધવ આશ્રમ તરફથી સાધુ દયાળદાસજીએ ધાર્મિક પ્રવચનો આપી સનાતની તરીકેની ફરજોનું દિગ્દર્શન કરાવ્યું.
આમ સંસ્થાની રચના જ મૂળભૂત રીતે સંતો દ્વારા સ્પષ્ટ અભિગમ સાથે થઈ હોય એવી બાબત સાથે શરૂઆતમાં રતનશીભાઈ ખેતાણીથી લઈને આ જ પ્રયત્ન પ્રમુખો દ્વારા સનાતન ધર્મ વાપસી કરવાની ભૂમિકા કરવામાં આવી રહી છે. જેમાં થાણાના સામજી જીવરાજ લીંબાણી વડીલ જે મૂળ કોટડાના (જ) સક્ષમ વ્યક્તિત્વ દ્વારા મા ઉમિયાના મંદિર નિર્માણનો ધુણો ધખાવ્યો. ખૂબ વ્યવસાયમાં વ્યસ્ત વ્યક્તિત્વ મંદિર બને તે માટે મુંબઈ મૂકી લાંબો સમય રહેતા અને કાર્ય કરવામાં આવતી વિધર્મીઓની અડચણનો નિવેડો લાવતા. કેમકે મોહિમને નબળી કરવા અનેક લોકો સતર્ક હતા. જે આ વડીલની હાજરી અને જવાબદારીથી નિષ્ફળ થતાં. આમ મંદિરની મહિમા અનેક સંઘર્ષ સાથે પૂર્વ નિષ્ઠાથી વધતી થઈ.. તેઓ વાલદાસજી મહારાજ સાથે ૮૦ જણાને લઈએ લાઇફ મેમ્બર બનાવ્યા અને રૂ. ૧૦,૦૦૦ ની રકમ એકલા મનાજીબાપા સાંખલા પરીવાર રે રોડ મુંબઈ તરફથી આર્થિક સહાય મળવાથી વિકાસના કામને વેગ મળ્યો.
આમ વિકાસ સમાજનો અને પરિવારનો થતો રહ્યો અને કલ્યાણપરના પ્રેમજીભાઇ અમૃતિયા પણ અત્રે નિર્માણમાં સહયોગી બન્યા અને પ્રચાર પ્રસાર પણ સનાતનીઓ દ્વારા ખૂબ થયો. પરિણામ સ્વરૂપ એક પૂર્ણ મંદિર સાથે તમામ વ્યવસ્થાનો આરંભ થયો. આ સમયે સમગ્ર ભારતમાં સનાતની પ્રવાહ વધ્યો. આ ઇશ્વર આશ્રમ “દવારો”ના સંતના તપ કારણેમાં ઉમાનો ઓરો / તેજસ્વી બન્યો અને પીરાણાનો ત્યાગ વધ્યો.
જેમ જેમ પીરાણાનો ત્યાગ કર્યો તેમ તેમ સામાજિક આર્થિક સદ્ધરતા પણ વધી અને સાહસિકો સફળ થાય તો સમાજ વ્યવસ્થાનો પણ વિકાસ થાય તેવું થતું રહ્યું. આ વાંઢાય સ્થળથી નજીક ગામના યુવા જેની ઉંમર ૪૫ વર્ષની જેઓ મુંબઈ અને રાજપર કચ્છના એવા જેઠાલાલ ચોપડાના પ્રમૂખ પદે નિશ્ચિત વિકાસ કદમે સંસ્થા નવા આવિષ્કાર થકી સનાતન કલરવ કેન્દ્ર બન્યું. જેમાં ડો. વી. એચ. પટેલ સાહેબ પણ પ્રમુખ પદે રહ્યા. જેમના માનવતા અભિગમની લાગણી ધરાવતા તેવા બૌદ્ધિક ભક્તો સમૂહના મેળાવડા સત્સંગ કરી સકતા અને જુદા જુદા ટ્રસ્ટના વિલીનીકરણ જેવા સ્પષ્ટ કાર્ય કરેલ. અત્રે પાંડુરંગ શાસ્ત્રીજી, ડોંગરેજી મહારાજની કથાનું આયોજન કરી વિકાસ ફંડ પણ એકત્ર કર્યું અને એ થકી પણ પીરાણા મૂકીને અનેક કુટુંબ પાંડુરંગ શાસ્ત્રીના ઉત્તમ વિચાર ધારા થકી પણ આવ્યા અને વિસ્તાર આચરણ સાથે ધાર્મિક બન્યો જેની અસર આજે પણ અનુભવી શકાય, છે જે મંદીરને આભારી છે.
આ ઉમિયા ધામ મંદિરમાં સંકલન અને સામાજિક વૈચારિક આદાન પ્રદાન થકી તો લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામ વાંઢાય એટલે કે જેઓ ઇષ્ટ દેવમાં લાગણી ધરાવતા હોય તેવા પૂર્ણ કેન્દ્ર સ્થાન નિર્માણની ચળવળના મંગલાચરણ અત્રેથી કરવામાં આવેલ જે પણ ઉમા સંસ્થા અને કેન્દ્રીય સમાંજની સિદ્ધિ છે.
વડીલો સાથેના સ્મરણ આદાન પ્રદાન કરતા એટલું તો ખાસ પ્રભાવિત કરે એવી આ સંસ્થાની બાબત છે કે બને ત્યાં સુધી સંસ્થાનું પાયાનું માળખું જ સનાતની ચળવળનો આધ્યાત્મિક અભિગમ છે. અત્રે મા ઉમિયાના સંતાન તરીકે જો બાગબાન નિર્માણ કરવામાં સફળતા મળી છે તે કચ્છમાં પોતાની વગ ઊભી કરનાર મા ઉમિયાના ગૌરવ કાજે સંગઠનની સતત પ્રવૃતિઓ કરી કરીને આજ નહિ તો કાલ આવશે એમ સમજીને તેવા ભાવ સાથે તે સમયના સહુએ કેન્દ્રીય સમાજ સાથે લક્ષ્મીનારાયણ સંસ્કાર ધામ કેન્દ્ર સ્થાન નિર્માણ કરવાનું સાહસ પણ નીડરતા પૂર્વક કરી સ્પષ્ટ સિદ્ધિ મેળવેલ છે. જેને આભારી મા ઉમિયા સંસ્થાન છે.
રમેશ વાગડીયા બેંગલોરની નખત્રાણામાં થયેલી સતપંથના કીનાખોરો સાથેની ધરપકડની ઘટના કાંડ આપણે સનાતન મૂળ મુરાદનો અભિગમ સ્પષ્ટ કર્યો અને જાણી જોઈને કરી બેઠલ સતપંથ સમાજના મોવડીઓનો પર્દાફાશ અને એકતાના નારા ફૂકાનાર સમાજના અગ્રણીઓનો પસ્તાવાનો વારો…પણ કહેવાયને કે આ ઘટનાથી વાસ્તવિકતાની અનુભૂતિ કરનાર તમામ સનાતનીઓનો ભાવમાં ઉમિયા સંસ્થાન કેન્દ્ર અને લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન તરફનો અતિશય લાગણી સભર બનતો ગયો.
સંસ્થાના મા ઉમાના વિકાસમાં બાળપણ અને યુવા સાથે સાહસની અનેક સિદ્ધિઓ સાથે પરિપકવ વ્યક્તિત્વ હંસરાજભાઇ ધોળુની પ્રમુખપદે વરણી, એ સનાતની ચળવળનું સુપર કાર્ય બન્યું. તેઓ ખૂબ અભ્યાસુ વ્યક્તિત્વ હોવાથી ઇતિહાસના ઘટનાના જાણકાર તો ખરાજ કથિત અને અકથિત અનેક ઘટનાઓને તેઓ સમજી શકનાર પણ એક મુદ્દે તો સ્પષ્ટ અભિગમ મારી મા ઉમિયાએ ઇમામને પડકારવા માટે અને તેના સંતાનને સનાતની વૈદિક બનાવવા માટે છે. જ્યારે જ્યારે આપત્તિ આવી તેઓ સ્પષ્ટ અભિગમ સાથે ભાઇ સતપંથમાં હોયને ત્યાગ કરવો પડે તો કર્યો છે. માંડવી હોસ્ટેલમાં પણ વિવાદિત માળખાને સ્પષ્ટ અભિગમ સાથે લેખિત જજમેંટ આપનાર જરાપણ સાડીબારી ના રાખનાર વ્યક્તિ સનાતન સમાજના કેન્દ્ર સ્થાનમાં ઉમા અને ભગવાન લક્ષ્મીનારાયણના વિકાસ વ્યવસ્થા અને જતન આજે સુરક્ષિત છે.
તેમનો સ્પષ્ટ અભિગમનો હાલ અમુત મહોત્સવ પહેલાંનો જ દાખલો છે. સતપંથના મોવડીઓ સાથેની બેઠકમાં મોટી રકમ દાનની ઓફર આવી, પણ મક્કમતાથી પ્રતિકાર કર્યો એને જણાવી પણ દીધું મારી મા ને આવા ઇમામબાવાના કોઈ સહયોગની જરૂર નથી.. તેમની ધમકીઓને પણ વળતી ચીમકી આપી છે.
મા ઉમિયાના સનાતની સંતાન. અભિગમ એક સમાજ બેસ્ટ અને શ્રેષ્ઠ બને. ભાવ પ્રગટ કરવાનો કાર્યક્રમ હોવો જ જોઈએ. વિજય ધ્વજ કે ઉદઘાટન હોય મા ની જ્યોત ત્યાં અવશ્ય હોય તે જ તેજોમય દીપોત્સવનું નિર્માણ કેન્દ્ર છે. માં ઉમિયાનાં સનાતની સંતાન. અભિગમ એક સમાજ બેસ્ટ અને શ્રેષ્ઠ બને..