બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૨૭. નિષ્કર્ષ / Findings

251.         જ્ઞાતિની અધોગતિના કારણો: ક. ક. પા. જ્ઞાતિની અધોગતિ પાછળનું મુખ્ય કારણ હતું કે એ પોતાનો ધર્મ બચાવી ન શકી. એમના ઉપર થયેલ “વિચારધારાના વિનાશ / Ideological Subversion”નો પ્રહાર ન ઓળખી શકી. એનો પ્રતિકાર135 કરવાના બદલે એને સહયોગ કરી બેઠી. માટે જરૂરી છે કે “વિચારધારાના વિનાશ”થી જ્ઞાતિ/સમાજને કેવી રીતે બચાવી શકાય એ સમજવું. આના પર નિષ્ણાતોનું તારણ, જે જાણવા મળ્યું, એ અહીં નીચે મુકેલ છે.

252.         નિરાશાના ફેલાવને પલટી નાખવું: જ્યારે “વિચારધારાનો વિનાશ”નો પ્રહાર શરૂ થાય ત્યારે આત્મ-સંયમ સહુથી વધારે કામ આવે. આત્મ-સંયમ શિખડાવવાનું કામ ધર્મનું જ હોય છે. ધર્મ આપણને શિખવાડે છે કે ભૌતિક મૂલ્યો136 સારા છે, પણ એ મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય નથી. જીવનનું લક્ષ્ય માત્ર ભૌતિક સુખ માણવાનું નથી, એનાથી વધારે કઇંક ઊંચું છે.

અન્ય ધર્મના પ્રોપગંડા (ભ્રામક પ્રચાર પ્રસાર)માં ફસાવું ન જોઈએ. એમના પ્રોપગંડાની પોલ ખોલતો અથવા એમના પ્રોપગંડાથી સારો આપણો પ્રોપગંડા હોવો જોઈએ. જેથી કરીને સમાજ આપણને આદર અને સન્માનથી જુવે.

253.         સમાજ: સમાજ શક્તિશાળી, બહાદુર અને એટલો સજાગ હોવો જોઈએ કે બાહ્ય વિચારોને પોતાના સમાજમાં અનુસરવા ન આપે. જો આવું કરી શકે તો “વિચારધારાના વિનાશ”માં જણાવેલ બધાજ તબક્કાઓ તરતજ અટકી જશે.

254.         સમાજને ધર્મ જોડી રાખે: સમાજને ધર્મ સાથે જોડી રાખો. ધર્મ એટલે એવી ચીજ જેને તમે ખાઈ, સ્પર્શી કે પહેરી નથી શકતા. પણ ધર્મ એ ચીજ છે, જે સમાજને નિયમ બદ્ધ વ્યવસ્થિત રાખે છે, ચલાવે છે અને એનું રક્ષણ પણ કરે છે.

255.         અલિપ્ત થવું: ઇતિહાસ કહે છે કે જે સભ્યતાઓનો ધર્મ છૂટી ગયો, એ સભ્યતાઓ આ ધરતી પરથી અલિપ્ત થઈ ગઈ. મોહેંજો-દડો, ઇજિપ્ત137, બેબીલોન (MohenjoDaro, Egypt, Babylon) વગેરે આના દાખલા છે.

256.         સમાજનું વિઘટન (ટુકડા થવું): કોઈ આધુનિક ટેક્નોલોજી કે કોમ્પુટર સમાજને વિઘટન અને અંતે સર્વનાશથી બચાવી નહીં શકે. પણ ધર્મ બચાવી શકશે. ભલે ધર્મને તમે હમેશા સાબિત ન પણ કરી શકો.

શું તમે કોઈને જોયો છે કે જે પોતાનું જીવન 2 x 2 = 4 માટે આપી દેવા તૈયાર છે, કારણ કે એ સત્ય છે. શું એ સાબિત થઈ શકે માટે પોતાનું જીવન આપી દે એવો વ્યક્તિ જોયો છે. કોઈ નહીં મળે. પણ સ્વતંત્રતા, આરામ, પૈસા અને એવી દરેક ચીજો જે ધર્મ અને ભગવાન તુલ્ય હોય, એના માટે મરી ફિટનારા લાખો છે. એમના માટે એ સન્માનની વાત છે. ધર્મ જે ભૌતિક નથી, છતાં સમાજ ચલાવે છે અને જીવવા માટે મદદ રૂપ છે, એના માટે મારી ફિટવા ઘણા મળી જશે.

જે ક્ષણે આપણે 2 x 2 = 4 ને આપણા જીવનનો માર્ગદર્શક સિદ્ધાંત બનાવ્યો, તો સમજી લો કે આપણે ખતમ થઈ ગયા. ભલે એ સત્ય છે અને બીજી બાજુ ભગવાન છે, જેને સાબિત નથી કરી શકતા. આપણે માત્ર અનુભવ કરી શકીએ અને શ્રદ્ધા રાખી શકીએ. માટે જીવનનો ધ્યેય ધર્મ હોવો જોઈએ.

257.         ધર્મ છોડવો નહીં: જો સમાજને બચાવવો હોય તો ધર્મને કોઈ દિવસ છોડવો નહીં. તેમજ ધર્મને ભ્રષ્ટ પણ થવા દેવો નહીં. ભ્રષ્ટ ધર્મને અપનાવવો પણ નહીં. માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે;

धर्मो रक्षति रक्षितः

ધર્મો રક્ષતિ રક્ષિત:

      મહાભારત, વનપર્વ, અધ્યાય 313/128

      મનુસ્મૃતિ 8.15

ધર્મનું મહત્વ

અર્થ: ધર્મની રક્ષા કરવાથી, રક્ષા કરવા વાળાની રક્ષા થાય છે.  

 

 


135 પ્રતિકાર = resist

136 ભૌતિક મૂલ્યો = material values. Things made up of basic elements.

137 ઇજિપ્ત = મૂળ ઇજિપ્ત. આજના ઇજિપ્તમાં ઇસ્લામ ધર્મ છે. 

Leave a Reply

Share this:

Like this: