બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૨૬. સતપંથીઓ માટે દરવાજા બંધ – ચરણ 2: માનસિકતા શુદ્ધ કરવી

236.         સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી – ચરણ 2: હવે સનાતની લોકોની પ્રબળ થતી સનાતની માનસિકતા ઉપર સતપંથના કારણે પડતા વિક્ષેપોથી કાયમી રીતે મુક્ત થવાનો સમય આવી ગયો છે. પણ એમ કરવા માટેની એક મુખ્ય અડચણ છે, સતપંથ માટે સનાતન સમાજના ખુલ્લા દરવાજાઓ. જ્ઞાતિ સતપંથ વિષયને ભૂલીને પોતાના વિકાસ અને પ્રગતિ ઉપર વધારે કેન્દ્રિત થાય, એટલે કોઈને કોઈ કારણસર, ખાસ મવાળો દ્વારા, સતપંથનો વિવાદ ઊભો કરવામાં આવે અને આગેવાનો વિવાદના વંટોળમાં ફસાઈ જાય. સનાતનીઓના સુવિકાસ માટે હવે સતપંથના વિવાદો કાયમ માટે બંધ થવા અત્યંત જરૂરી છે. એટલે જ્ઞાતિના આગેવાનોએ ખૂબ ચિંતન મનન કરીને આગળ વધવાનું કામ હાથ ધર્યું છે. નીચે આપેલ ટેબલ પરથી સમજી શકો છો કે એ કામ શું છે.

4.Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી

વિનાશ

વિગત

સુધારો

4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં

 

 

ચરણ 2:

માનસિકતા શુદ્ધ કરવી: પીરાણા સતપંથ સાથે જોડાયેલી

લોકોની માનસિકતાનું જોડાણ તોડી, એ માનસિકતાને શુદ્ધ

સનાતની બનાવવી. જેથી કરીને સનાતની જ્ઞાતિ માટે એવા

સ્તરનું ગૌરવ, સ્વાભિમાન, ગરિમા વધે અને અસ્મિતા જાગે કે

ભવિષ્યમાં જ્ઞાતિ કોઈ દિવસ ફરીથી અન્ય ધર્મ તરફ આકર્ષિત

ન થાય. જેથી ક. ક. પા. સનાતન જ્ઞાતિ અને એની સનાતની

“વિચારધારાનો વિનાશ” ક્યારે પણ થઈ ન શકે.

 

 

24

 

શરૂઆત

237.         માનસિકતા મુક્ત કરવી: માનસિકતા મુક્ત કરવી છે પણ તેના માટે આ તબક્કે, શું કરવું પડે? જે રીતે અંગ્રેજોની ગુલામીની માનસિકતાથી ભારત સરકાર દેશને મુક્ત કરવાનું અભિયાન ચલાવી રહી છે, કઇંક એવું જ કરવું જરૂરી છે. એટલે કે અંગ્રેજોની ગુલામી અને મુઘલોના અત્યાચારોના પ્રતીકો હટાવવા પડે. વિદેશી/વિધર્મી/ખલનાયકોના નામ પર પડેલા શહેરોના નામો બદલીને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના નાયકો અને હીરોના નામો ઉપર નવા નામો રાખવામાં આવે છે. એવી રીતે વર્ષો જૂની સૈન્ય પરંપરાઓ, સૈન્યના ગીતો પણ બદલવામાં આવ્યા છે.

સનાતની જ્ઞાતિના વડીલોને અને બૌદ્ધિકોને હવે લાગે છે કે જો હવે સતપંથ સમસ્યાને જ્ઞાતિમાંથી કાયમ માટે દૂર કરવી હશે, તો સતપંથ માટે સનાતન જ્ઞાતિના દરવાજા કાયમ માટે બંધ થવા જોઈએ. સનાતનીઓ માટે હવે પછી સતપંથ જ્ઞાતિ એ એક અન્ય જ્ઞાતિ તરીકે રહેશે. પોતાની જ્ઞાતિ નહીં રહે.

238.         નિર્ણયનો અસ્થાયી વિરોધ: સરકાર દ્વારા લેવાતા આવા નિર્ણયો પાછળનું મહત્વ બધાને સમજાય છે. પણ દેશમાં અમુક લોકો સરકારના આવા નિર્ણયોનો એકતા સંપ સંગઠન, ભાઈ ચારો, અન્યાય વગેરે કોઈ ન કોઈ મુદ્દાની આડમાં વિરોધ કરે છે.

આ રીતે કદાચ થોડા સમય માટે સનાતની જ્ઞાતિમાં પણ આવા પ્રકારનો વિરોધ થાય તો એ અપેક્ષિત છે. પણ હાલ જે પ્રકારે સનાતની મોહિમની મક્કમતા દેખાઈ રહી છે, એ મક્કમતા સામે આ વિરોધ લાંબો નહીં ચાલે, એ વાત એકદમ સ્પષ્ટ છે. કારણ કે જ્ઞાતિના લોકો આ મોહિમ સાથે છે. હવે લોકો સતપંથની સમસ્યાથી કાયમ માટે મુક્ત થવા માંગે છે.

239.         લાંબા સમયની માંગ: સતપંથીઓ માટે દરવાજા બંધ કરવાની માંગ ઘણા સમયથી ઉઠતી રહી છે. સભાઓમાં કે અનોપચારીક ચર્ચાઓમાં આવી વાતો સાંભળવા મળતી હોય છે. જૂના રેકર્ડ ઉપર ઊડતી નજર નાખતી વખતે અમારા ધ્યાનમાં આવી માંગનો કિસ્સો વર્ષ 1972માં પણ જોવા મળ્યો છે. જાગૃતિ માસિક પત્રિકાનો May-1972ના અંકના પેજ 10માં પણ દરવાજા બંધ કરવાની વાત છપાઈ છે [56:May-1972, Page 10 (203 of 522)].

240.         સનાતનીઓની પરિપક્વતાનો પરિચય: સતપંતથીઓ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય ઊંડાણથી વિચાર માંગી લે છે. સતપંથ અંગે સામાજિક પરિસ્થિતિ, સમજાવટના પ્રયાસોની અસર, દરવાજા બંધ કરવાના સંભવિત પરિણામો વિષે વગેરે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવું પડતું હોય છે. તેની સાથે સતપંથી દ્વારા સનાતનીઓ ઉપર થતી કનડગતથી કેવી રીતે બચાવ કરવો, કેટલા દિવસ એમની ઘરવાપસી માટે રાહ જોવી, કેટલા દિવસ માટે પોતાનો વિકાસ અટકાવી રાખવો વગેરે ધ્યાને રાખવું પડતું હોય છે.

 

વિધર્મમાં ફસાયેલા લોકોની હિન્દુ ધર્મમાં ઘરવાપસી કરાવવી એ દરેક હિન્દુની ફરજ છે. પણ એ ફરજ બજાવતી વખતે શુદ્ધ હિન્દુ સમાજને મોટું કે લાંબા સમયે નુકસાન થતું હોય, તો એવી ઘરવાપસી નકામી છે.

નુકસાન ન  થવું જોઈએ

 

ઉપર જણાવ્યા પ્રમાણે તમામ બાબતો ઉપર ઊંડાણ પૂર્વક વિચાર કરીને, ખૂબ સંયમ અને ગંભીરતા રાખી, પોતાના વિચારોની પરિપક્વતાનો પરિચય, સનાતન જ્ઞાતિના આગેવાનોએ આપેલ છે. જેના ઉપર સમસ્ત જ્ઞાતિને ગૌરવ છે.

241.         દરવાજા બંધ કરવાનો સમય પાકી ગયો: ઉપર જણાવ્યા પ્રમાણે ઘરવાપસીના સારા ધ્યેયમાં અગર સનાતન સમાજને નુકસાન થતું હોય, તો એવી ઘરવાપસી કરાવવાની કોઈ જરૂરત નથી. “સફાઇ અભિયાન સનાતન ધર્મ જાગૃતિ સમિતિની ચળવળ” પ્રકરણમાં આપણે જોયું કે હવે ઘરવાપસી માટે રાહ જોવી એ સનાતન સમાજના હિતમાં નથી. તેમજ મોટા ભાગે સનાતની લોકો પણ દરવાજો બંધ કરવાની વર્ષો જૂની માંગ હવે વધુ જોર અને મક્કમતાથી ઉપાડી રહ્યા છે.

242.         સંત ઓધવરામ મહારાજનો આદેશ: આ બાબતે આગળ વધતી વખતે સનાતની જ્ઞાતિના પાયાના સંત ઓધવરામ મહારાજનો આદેશ અને એમના અભિગમનો પણ વિચાર કરવો જોઈએ. આ બાબતે અભ્યાસ કરતાં જણાઈ આવે છે કે સંત ઓધવરામ મહારાજ હમેશાંથી સતપંથ સાથે તમામ વ્યવહારો બંધ રાખવાની સલાહ આપતા રહેતા. આ બાબતે ખાસ 2 દસ્તાવેજો મહત્વના છે.

242.1.        પરમ પૂજ્ય સંત ઓધવરામજી મહારાજે સ્વયં લખેલ પુસ્તક… ઈશ્વર વિહારી વિલાસ ભાગ 2ના (આવૃત્તિ બીજી – પ્રકાશન વર્ષ 1943) પેજ 362માં કચ્છ કડવા પાટીદાર ભાઈઓ માટે પાળવા યોગ્ય 23 નિયમો આપેલ છે. જેમાંના 23માં નિયમમાં સતપંથીઓ સાથે બધાજ સંબંધો કાપવા જણાવેલ છે, જે આ પ્રમાણે છે;

“(23) કડવા પાટીદાર ભાઈઓએ ઉપર કહેલ નિયમો પ્રમાણે વર્તવું. જેઓ ઉપર કહેલા નિયમો પ્રમાણે વર્તે નહીં, અને દુરાગ્રહથી એ પંથને જે વળગી રહે, તેઓની સાથે સનાતન ધર્મ પ્રમાણે વર્તનાર સુધારક ભાઈઓએ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નહીં, અને તેઓનો ત્યાગ કરવો, કારણ કે એમ કરવાથીજ કડવા પાટીદાર જ્ઞાતિનો ખરો ઉદ્ધાર છે.“ [121:Page 362]

242.2.        પરમ પૂજ્ય સંત ઓધવરામ મહારાજના પટશિષ્ય સંત દયાલરામજી મહારાજની હાજરીમાં બોરડીટીંબા ખાતે દિનાંક 16-Dec-1943ના ક. ક. પા. જ્ઞાતિ સંમેલન યોજાયેલ હતું, એ આપને યાદ હશે. જુઓ પોઈન્ટ (150.23). આ સંમેલનમાં જ્ઞાતિના રીતરિવાજો ઘડવામાં આવ્યા હતા. એ રીતરિવાજો સાથે આદેશ આપેલ હતો કે;

“આ સંસ્થામાં આવનાર વ્યક્તિએ સતપંથી સાથેનો ખાવા પીવાનો વહેવાર સદંતર બંધ કરવો પડશે” [83:Page 13] [6:Page 423]

243.         નારાયણ રામજી લીંબાણીની મોહિમ: નારાયણ રામજીની મોહિમ પણ આ બાબતે સ્પષ્ટ હતી કે જ્યાં સુધી પીરાણા સતપંથ જ્ઞાતિમાંથી નાબૂદ નહીં થાય, ત્યાં સુધી હિન્દુ મટી જવાનો ભય તો ઊભોજ રહે છે [114:Nivedan] [6:Page 154].

244.         અન્ય જ્ઞાતિના અનુભવો: ભૂતકાળમાં સતપંથ પાળતી અન્ય જ્ઞાતિઓના અનુભવોને ધ્યાને લેવામાં આવ્યા છે.

244.1.        લોહાણા જ્ઞાતિ: લોહાણા જ્ઞાતિ સૌથી પહેલાં સતપંથમાં ફસાઈ હતી. ઈમામશાહના દાદા પીર સદરૂદ્દીન લોહાણા જ્ઞાતિને સાચા હિન્દુ ધર્મના નામે સતપંથમાં લઈ ગયા હતા. આજે એ લોકો, સતપંથ પાળતા-પાળતા પૂરા મુસલમાન એટલે કે ખોજા મુસલમાન બની ગયા છે. પણ હિન્દુ લોહાણા જ્ઞાતિએ એમના મુસલમાન જ્ઞાતિના ભાઈઓ સાથે કોઈ સંબંધ રાખેલ નથી. એટલે એમની જ્ઞાતિમાં સતપંથને લઈને કોઈ વિવાદ નથી.

244.2.        રબારી જ્ઞાતિ: રબારી જ્ઞાતિમાં પણ અમુક લોકો સતપંથ ધર્મ પાળે છે. એ જ્ઞાતિ પણ મોટે ભાગે સતપંથીઓ સાથે રોટી-બેટીનો વ્યવહાર રાખતી નથી.

244.3.        લેવા પાટીદાર: મરાઠી લેવા પાટીદાર સમાજે પણ સતપંથ પાળતા એમના ભાઈઓને જ્ઞાતિ બહાર કરવાના ઠરાવો 15‑May‑1919 અને 22‑Dec‑1922ના દિવસે કરેલ હતા [137:Page 94 and 96]. આ ઠરાવોના વિરુદ્ધ સતપંથીઓ કોર્ટે પણ ચડયા. શરૂઆતમાં સતપંથીઓને સફળતા મળી. પણ જ્યારે વિવાદ મુંબઈ હાઇ કોર્ટ સુધી પહોંચ્યો, ત્યારે ત્યાં સતપંથીઓ નિષ્ફળ રહ્યા. આ બાબતની સંપૂર્ણ જાણકારી મરાઠી ભાષાનું પુસ્તક “સતપંથ રહસ્ય”માં [137] આપેલ છે. “સતપંથ વિજય” [91] નામનું એક બીજું મરાઠી પુસ્તક છે, જેમાં અધૂરી માહિતી આપેલ છે, જેની ખાસ નોંધ લેશો.

244.4.        વાંકાનેરના મુસલમાન કડવા પાટીદારો: વાંકાનેરની આજબાજુના વિસ્તારમાં આજે કડવા પાટીદાર જ્ઞાતિમાંથી મુસલમાન બની ગયા છે. એની સાથે કોઈ પણ હિન્દુ કડવા પાટીદાર જ્ઞાતિ સંબંધ નથી રાખતી. માટે એના કારણે કડવા પાટીદાર જ્ઞાતિમાં કોઈ સમસ્યા થતી નથી.

244.5.        મિશ્ર જ્ઞાતિઓ: જે જ્ઞાતિ ધર્મ બાબતે મિશ્ર રીતે ચાલે છે, એ જ્ઞાતિમાં રોટી-બેટીના વ્યવહારોના કારણે શુદ્ધ સનાતનીઓના ઘરમાં પણ ઇસ્લામ ધર્મ ઘૂસી જાય છે. કારણ કે ઇસ્લામ પાળતા લોકો એ જ્ઞાતિમાં સ્વીકૃત હોય છે. પ્રેમ-એકતા-સંપ-સંગઠન વગેરે શબ્દોની માયાજાળમાં ફસાઈ ગયેલા છે, એ દેખાઈ આવે છે. હાલ દિનાંક 29-Dec-2022ના પ્રકાશિત ગુજરાતી સમાચાર પત્રિકા “દિવ્ય ભાસ્કર”ના મુંબઈ સંસ્કરણ132ના પેજ 2માં નીચેના ભાગમાં રાજસ્થાનના કાઠાત સમાજના આવા મિશ્ર સંસ્કૃતિ વિષે સમાચાર છાપેલ છે અને દફન વિધિને લઈને થયેલ વિવાદ વિષે પણ જણાવેલ છે.

245.      પોતાના અનુભવો: ક. ક. પા. જ્ઞાતિના પોતાના અનુભવો પણ ધ્યાને લેવા જેવા છે.

245.1.     ઊંઝાની કડવા પાટીદાર જ્ઞાતિ: ઊંઝાના વડીલોએ સતપંથ પાળતી ક. ક. પા. જ્ઞાતિ સાથે સંબંધો કાપી નાખ્યા એટલે આજે તેઓ આ સમસ્યાથી બચી ગયા. જો એમના સંબંધો ચાલુ રહ્યા હોત, તો આજે ઊંઝા પણ આ સમસ્યાથી પીડાતું હોત. વધુ જાણકારી માટે આ પુસ્તકમાં જણાવેલ પોઈન્ટ (74) જુઓ.

246.      દરવાજા બંધ કરવાના અમુક મુખ્ય કારણો: ઉપર જણાવેલ અનુભવો, પુસ્તકમાં અગાઉ જણાવેલ મુદ્દાઓનો સારાંશ આ પ્રમાણે છે.

246.1.        જે જ્ઞાતિઓએ સતપંથ સાથે સંબંધ કાપી નાખ્યા છે અથવા સંબંધ નથી રાખ્યા, ત્યાં આજે સતપંથની કોઈ સમસ્યા નથી.

246.2.        જે જ્ઞાતિઓમાં મિશ્ર સંસ્કૃતિ છે, એ જ્ઞાતિઓમાં, ક. ક. પા. જ્ઞાતિની જેમ, સમય-સમય પર સતપંથને લઈને વિવાદો જન્મતા જ રહે છે.

246.3.        ક. ક. પા. જ્ઞાતિમાં આ વિવાદ લગભગ 250 વર્ષોથી એટલે કે કેશરા પરમેશ્વરાના સમયથી ચાલે છે. હજી કેટલો સમય રાહ જોવાની?

246.4.        95% લોકો સનાતનમાં આવી ગયા છે, તો પછી બાકીના 5% લોકોનું ન આવવાનું કોઈ કારણ નથી. 5% લોકો 95%ને હેરાન કરે, એ યોગ્ય પણ નથી.

246.5.        સનાતનીઓએ વર્ષોથી સતપંથીઓ સાથે સદ્ભાવ રાખીને તેમને સાથે રાખ્યા. પણ વળતરમાં તેમને દગો મળ્યો. સનાતની ઓળખ લઈને પોતાનું ઇસ્લામ પકડી રાખ્યું.

246.6.        સતપંથીઓ દ્વારા સનાતનીઓને હેરાન કરી, એમનો અવાજ દબાવી દેવા માટે ખોટા કોર્ટ કેસો અને ખોટી પોલીસ ફરિયાદો, સનાતનીઓની મિલકતો પચાવી પાડવી વગેરે કનડગત ચાલુ જ રાખી.

246.7.        જ્યારે પણ સમાધાન કે સમજૂતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે, ત્યારે પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવે. ક્યાંક સનાતનીઓમાં ભાગલા પણ પાડવાની કોશિષ કરવામાં આવે છે.

246.8.        સનાતનીઓ હજી કેટલા દિવસો સુધી જાગૃતિની સભાઓ ભર્યા રાખશે અને સમજાવતા ફરશે કે સતપંથ હિન્દુ ધર્મ નથી.

246.9.        આજના આધુનિક સમયમાં સતપંથી બરાબર જાણે છે કે ઈમામશાહ મુસલમાન હતા અને હિન્દુઓને મુસલમાન બનાવવા માટે જ સતપંથ સ્થાપ્યો હતો. આટઆટલું જાણતા હોવા છતાં, જો એમને સનાતનમાં ન આવવું હોય, તો એમની મરજી. હવે આપણે સમજાવવાની જરૂર રહેતી નથી.

246.10.     સમાજ જો મિશ્રિત હશે, તો જ્ઞાતિની દીકરીઓ (નિયાણીઓ)ને સતપંથ વિષે ખબર ન હોવાના કારણે છેતરાશે. હવે નિયાણીઓને એવી કોઈ પરિસ્થિતિમાં ન મૂકવી કે કાલે એ દીકરીને એવું લાગે કે બધુ જાણતા હોવા છતાં મારા પરિવારે મુસલમાન ધર્મ પાળતા લોકો સાથે મારા સંબંધો કરાવ્યા.

246.11.     પીરાણામાં હાલ જે રીતે ફેરફારો થયા છે, એ ફેરફારોના કારણે અજાણ ભોળી દીકરીઓ ઇસ્લામી લવ જિહાદના સહેલાઈથી શિકાર બની શકે, એવું દેખાઈ આવે છે. કારણ કે ઈમામશાહની દરગાહમાં માત્ર મુસ્લિમ પુરુષો આવે છે. એ દરગાહ અને કહેવાતા નિષ્કલંકી મંદિર એક જ પરિસરમાં છે, અને બંનેની entry એટલે આવવા-જવાનો એકજ માર્ગ છે. કોઈ પ્રચાર કરતું હોય કે પીરાણામાં હવે મુસલમાનો નથી આવતા, તો એ તદ્દન ખોટો પ્રચાર છે, એ સમજી શકાય.

246.12.     પીરાણામાં જેટલા પણ કહેવાતા ફેરફારો કરવામાં આવે છે, એ ફેરફારોમાં કેવળ હિન્દુ જ ફસાય છે. કોઈ મુસલમાન ફસાય અને હિન્દુ બને એવા ફેરફારો કેમ નથી?

ફેરફારો

 

246.13.     પીરાણાના ફેરફારો ખરેખર જો સારા અને સાચા હોય, તો એ ફેરફારોથી કોઈ દિવસ સતપંથી હિન્દુ કેમ નથી બન્યા? ઉલ્ટા હિન્દુમાં થી સતપંથી બને છે. આવા ફેરફારોથી સનાતન જ્ઞાતિને બચાવવાની સખત જરૂરત છે.

આવી રીતે બધી બાબતો ઉપર ઊંડો વિચાર કર્યા બાદ, કેન્દ્રીય સમાજે નવા સૂચિત જ્ઞાતિ રીતરિવાજોમાં સતપંથીઓ માટે સનાતન સમાજના દરવાજા કાયમ માટે બંધ કરવાની વાત લખી છે.

247.      ફરીથી ક્રાંતિ જાગશે: આજે ભલે દરવાજા બંધ કરી રહ્યા છીએ પણ ખાતરી છે કે કાલે સતપંથી લોકોમાંથી જ ભગવાન લક્ષ્મીનારાયણ ફરી પ્રગટ થશે અને ફરીથી સનાતન ચળવળ એમનાંમાં જાગશે. જેથી સતપંથ ફરી તૂટશે. અને એમાંથી જ પીરાણા સતપંથનો વિરોધ એક દિવસ ઊગી આવશે, આવી વાતો લોકમુખે સંભળાઈ રહી છે.

248.      2.5 સતપંથી બચ્યા: વડીલો અને ઘણા લોકો પાસેથી સાંભળેલ છે કે ઈમામશાહ કહી ગયા છે કે સતપંથમાં એક દિવસ માત્ર 2.5 મુમના બચશે [94:Page 12]. આ એ મુહાવરા રૂપ 2.5 મુમના છે, જે કોઈ દિવસ સનાતનમાં નહીં આવે. હવે એમના માટે દરવાજા ખુલ્લા રાખવાની કોઈ જરૂરત નથી, એવું સમજી શકાય એવી વાત છે.

249.      પહેલું સનાતની અધિવેશનમાં દરવાજા બંધ કરવાનો નિર્ણય: ક. ક. પા. જ્ઞાતિના ઇતિહાસમાં પહેલવહેલું સનાતની અધિવેશન દિનાંક 14‑May‑2023ના યોજવા જઈ રહ્યું છે. તે દિવસે ક. ક. પા. સનાતની જ્ઞાતિના રીતરિવાજો પાસ કરવામાં આવશે. (દિનાંક 11 થી 13‑May‑2023 વચ્ચે સનાતની શતાબ્દી મહોત્સવ છે અને એના પછી દિનાંક 14-May-2023ના જ્ઞાતિ અધિવેશન છે.)

આ અધિવેશન માટે સૂચિત જ્ઞાતિના રીતરિવાજોની નકલ133 આગાઉથી બધી સ્થાનિક સમાજો અને ઝોનને મોકલાવી દીધી છે. અપેક્ષા છે કે અધિવેશનમાં આ અંગે ઠોસ નિર્ણય લેવામાં આવશે. અને કદાચ દરવાજા બંધ કરવાની તારીખ, કોઈ કારણ સર, આગળ ઠેલાય, તો પણ એક વાત સ્પષ્ટ છે કે આજે નહીં તો કાલે, આ નિર્ણય લેવાશે જ.

250.      ખરા અર્થમાં ઘરવાપસી: ક. ક. પા. જ્ઞાતિના ઘરવાપસીના ઇતિહાસમાં સતપંથીઓ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય એક મહત્વનું સીમાચિન્હ134 સાબિત થશે.

સંપૂર્ણ ઘરવાપસીનું આ છેલ્લું પગથિયું છે. આ પગથિયું પાર થવાથી જ ઘરવાપસીનું કામ ખરા અર્થમાં પરિપૂર્ણ થસે. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ આ છેલ્લા પગથિયાંને પણ સફળતાપૂર્વક પાર કરીને સમસ્ત હિન્દુ સમાજને સાચા અર્થમાં ગૌરવવંત કરશે અને ઘરવાપસી કરાવનાર લોકો માટે જરૂરી માર્ગદર્શક દાખલો પણ પૂરો પાડશે.

ભારતમાં આ રીતે, કોઈ પોતાની મેળે જ્ઞાતિઅંદરથી વિધર્મ સામે લડી હોય અને આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે પદ્ધતિ સર, તબક્કા વાર ખરા અર્થમાં ઘરવાપસી પરિપૂર્ણ કરી હોય અને એનો પદ્ધતિસર ઇતિહાસ પણ લખાયો હોય, એવા દાખલાઓ જૂજ હશે. અને એમાં કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિનો દાખલો હવે પછી મોખરે રહેશે, એ સ્પષ્ટ છે.

 


132 સંસ્કરણ = Edition એટલે અહીં, Mumbai Edition

133 જ્ઞાતિના રીતરિવાજોનો નમૂનો = https://abkkpsamaj.org/go/fn133

134 સીમાચિન્હ = milestone

Leave a Reply

Share this:

Like this: