Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
125. પૃષ્ઠભૂમિ: કેશરા બાપાનો જન્મ વિક્રમ સંવત (VSAK) 1824 ચૈત્ર સુદ 15 (પૂનમ), દિનાંક 02‑Apr‑1768ના નેત્રા ગામમાં થયો હતો. “નરવીર” કેશરા પરમેશ્વરા81ના મહાન કાર્યો અને એમના જીવન પ્રસંગોનું વર્ણન કરતું એક સુંદર પુસ્તક “શ્રી કેશરા (પરમેશ્વરા) મુખી સાંખલાનું સંક્ષિપ્ત જીવન અને કાર્ય”[96] દિનાંક 21-Apr-1983ના પ્રકાશિત થયું છે. આ લેખનો મુખ્ય આધાર આ પુસ્તક ઉપર રાખવામાં આવ્યો છે.
એમના જીવન ઉપર વખતોવખત સંક્ષિપ્ત લેખો પણ પ્રકાશિત થતા હોય છે. એવો જ સરસ લેખ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા પ્રકાશિત “કચ્છના કડવા પાટીદારોનો ઇતિહાસ”[4] નામના ગ્રંથના પેજ 82માં પણ છાપયો છે.
આ પુસ્તકોમાં82 તમે જાણી શકો છો કે;
1) કાશી જતા કડવા પાટીદારો કેવી રીતે ઈમામશાહ ફકીરમાં ફસાયા.
2) કડવા પાટીદારોનું કચ્છમાં જઈને વસવું અને રાજા સાથે થયેલ સમજૂતી. ખાસ પોલીસ અને ન્યાય વ્યવસ્થાથી કડવા પાટીદાર જ્ઞાતિને વિમુખ રાખવાની શરત.
3) કેશરા બાપાનો જન્મ અને એમના માતા-પિતા, એમનું શિક્ષણ વગેરે.
4) શારીરિક બાંધો, પહેરવેશ, રાજ્યમાં એમની છાપ. બાપદાદાના વ્યવહાર અને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ. કચ્છના નબળાં83 વર્ષોંમાં એમણે લોકોને કરેલ મદદ. તેમણે “નરવીર” અને “પરમેશ્વરા”ની મળેલ ઉપમા પાછળની હકીકત.
5) સતપંથ84 ધર્મનો ત્યાગ કરી સ્વામિનારાયણ ધર્મ85માં એમનું ધર્મ પરિવર્તન અને જ્ઞાતિમાં ધર્મના ઝઘડાઓનું શરૂ થવું.
6) ધર્મ પરિવર્તનની સામે ગામ વિથોણમાં ત્રણે પાંચડાની મળેલ જ્ઞાતિ સાથે થયેલ દલીલો.
7) એમના સાથીદાર અબજી ભગતને સતપંથીઓએ મારેલ અમાનુષી માર.
8) સતપંથીઓ દ્વારા સ્વામિનારાયણના છોકરા-છોકરીના સગપણો તોડી નાખવાં.
9) સતપંથવાળા તરફથી કરવામાં આવતી હેરાનગતિ સામે કચ્છના મહારાવશ્રી પાસે કરેલ ફરિયાદ.
10) મહારાવશ્રીએ બંને પક્ષ વચ્ચે કરાવેલ સમાધાન. સતપંથી રૈયા નાકરાણીએ એ સમાધાન કરારનું ફાડી નાખવું.
11) મહારાવશ્રી દ્વારા પુનઃ હસ્તક્ષેપ અને કેશરા બાપાને સંપૂર્ણ ટેકો.
12) સ્વામિનારાયણ મંદિર બાંધવું અને એને રોકવા કરેલ પ્રપંચોનો સફળ સામનો.
13) રાણી સાહેબાને પોતાના ધર્મના બહેન બનાવવું અને એમને રાજાના મામા ગણવા.
14) પોતાનો ભાગ હોવા છતાં, સહિયારાં86 વાસણો, ગાદલાં-ગોદડાં, વાપરવા સતપંથીઓએ આપ્યા નહીં અને ઊલટું તેમનું અશ્લીલ ભાષામાં કરેલ અપમાન.
15) કચ્છના રાજા સામે કરેલ ફરિયાદ અને તેના ઉકેલ પાછળ આપેલ અનોખો તર્ક.
16) 110 વર્ષીથી પણ વધારે લાંબુ અને સંતોષી જીવનના, સ્વમાનભર્યા, ગરિમામય છેલ્લા દિવસો અને એમને જ્ઞાતિ જનોને આપેલ સલાહ.
ઉપર જણાવેલ તેમજ એમના જીવનમાં ઘડાયેલી અનેક પ્રેરણદાઈ ઘટનાઓ વિષે વિસ્તૃત જાણકારી એ પુસ્તકોમાં આપેલ છે. અહીં એ તમામ જાણકારીનું પુનરાવર્તન નથી કરવામાં આવ્યું.
અહીં, કેશરા બાપાએ ક. ક. પા. જ્ઞાતિના હિત માટે કરેલ સંઘર્ષ, આપેલ બલિદાન તેમજ જીવન અને કાર્યોનું અવલોકન કરીશું. આપણે જોઈશું કે કેવી રીતે કેશરા બાપાએ સંવત 1832નો (દિનાંક 18‑Jan‑1776)ના જ્ઞાતિએ પસાર કરેલ એ “કાળો” ઠરાવ87 સામે જબરદસ્ત સંઘર્ષ કર્યો અને સફળતા મેળવી.
126. સતપંથના પ્રચારકો નિર્વિરોધ આગળ વધી રહ્યા હતા: સંવત 1832માં કેશરા બાપાની ઉમર માત્ર 8 વર્ષની હતી. એટલે સંવત 1832નો ઠરાવ (જુઓ પોઈન્ટ 111) ઘડાતા સમયે ચર્ચામાં એમણે ભાગ નહીં લીધો હોય, એ સ્વાભાવિક છે. જેથી એ ઠરાવ પસાર થઈને એનું અમલીકરણ ગામેગામ ચાલુ થઈ ગયું હતું. સતપંથના પ્રચારકો, હિન્દુ વિચારધારાનો વિનાશ કરવાના મકસદમાં નિર્વિરોધ / બે-રોકટોક આગળ વધી રહ્યા હતા. આ વાત ધ્યાને રાખવી જરૂરી છે, જેથી આગળની વાતની ગંભીરતા બરાબર સમજાય.
127. સ્વામિનારાયણ સંપ્રદાયનો અંગીકાર: પરમેશ્વરાના એક પડોસી શિવજીભાઈ સુથારના ઘરે આવેલ સ્વામિનારાયણ સાધુઓના સંપર્કમાં, કેશરા બાપા અને એમના અન્ય 4 સાથીદારો આવ્યા. સાધુઓ મારફતે સાચો સનાતન ધર્મ જાણવાથી એમના પર સારો પ્રભાવ પડ્યો. વિક્રમ સંવત (VSAK) 1861 ફાગણ વદ 11 દિનાંક 26‑Mar‑1805ના દિવસે, આ મિત્રોએ સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી નવો ધર્મ એટલે કે શુદ્ધ સનાતન ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનો અંગીકાર કર્યો [96:Page 24 and 25]. અને ત્યારથી જ્ઞાતિમાં ધર્મના ઝઘડાઓ શરૂ થયા [96:Page 98].
ત્યાર બાદ, અમુક વર્ષો બાદ વિક્રમ સંવત (VSAK) 1865 ફાગણ સુદ 13 એટલે દિનાંક 28‑Feb‑1809ના અમદાવાદ ખાતે શ્રીજી મહારાજના દર્શન કરી એમના હાથે ફરીથી કંઠી બંધાવી [96:Page 35].
128. ધમકીઓ છતાં લોકો જોડાતા ગયા: કેશરા બાપા અને એમના મિત્રોના ઘરોમાં ખૂબ કલેશ થવા લાગ્યો. શરૂઆતમાં, કેટલાક મહિનાઓ સુધી, કેશરા બાપા અને એમના મિત્રોના ઘર-પરિવારજનો પણ સ્વામિનારાયણને સ્વીકારતા નહોતા. પણ ધીરે-ધીરે એમના પર સારો પ્રભાવ પડ્યો. નેત્રા, ઘડાણી અને અંગિયા ગામમાંથી સારો સહકાર મળવા લાગ્યો [96:Page 26].
કેશરા બાપાને અને એમના મિત્રોને લોકો તરફથી મળતા સહકારથી સતપંથના રૂઢિચુસ્ત અનુયાયીઓને સ્વાભાવિક રીતે ગમ્યું નહીં. એટલે એમણે શિવજી સુથારને બોલાવીને ધમકી આપી કે સ્વામિનારાયણના સાધુ તમારે ઘરે ન આવવા જોઈએ. અને જો આવ્યા તો તમારું ગામમાં રહેવું ભારે પડી જશે. રોટલા અને ધંધો બંધ થઈ જશે. ગામમાં રહેવું હોય તો અમે કહીએ એમ કરવું પડશે. આ ધમકીની સારી અસર પડી અને સ્વામિનારાયણ સાધુઓનું નેત્રા ગામમાં આવવું બંધ થઈ ગયું. કલેશને ટાળવા માટે સ્વામિનારાયણના સાધુઓ નેત્રા ગામની બાજુમાં આવેલ નાગવીરી ગામમાં જઈ સત્સંગ કરવા લાગ્યા. તો, કેશરા બાપા અને અન્ય મિત્રો નાગવીરી ગામમાં સત્સંગ માટે પહોંચી જતા. પણ તેમણે સનાતન ધર્મ છોડ્યો નહીં [96:Page 27].
સતપંથના રૂઢિચુસ્ત અનુયાયીનો ખોફ કેટલો હશે, કે અન્ય સમાજ એટલે સુથાર સમાજના ભાઈને એવી ધમકી આપે કે એ માણસ ધમકી પ્રમાણે વર્તન કરતો થઈ જાય. |
કેશરા મુખી અને તેમના સાથીદારો દ્વારા જૂનો કલ્પિત88 ધર્મ સદંતર છોડીને શુદ્ધ સનાતન ધર્મ સ્વીકાર્યો છે, એ વાતનો વા’વંટોળો89 ઊડતો-ઊડતો જૂના90 ધર્મના ધર્મગુરુઓ સુધી પહોંચ્યો. વાત સાંભળીને એમને ઘણો આંચકો લાગ્યો. પણ ત્યારે એમનાથી કશું થઈ શકે એમ નહોતું. એટલે એમણે સતપંથના ભાઈઓને કહેડાવ્યું કે “તમે કોઈ કેશરા મુખીએ સ્વીકારેલ નવો91 ધર્મમાં ફસાસો નહીં.” અને એના માટે જોરદાર તકેદારી રાખવાની ભલામણ કરી [96:Page 28].
તેમ છતાં, કેશરા બાપાના સાથીદારોનું સંખ્યાબળ ધીરે ધીરે વધવા માંડ્યું અને સંગઠન પણ મજબૂત થવા લાગ્યું [96:Page 28].
129. ખુલ્લો પડકાર: વિક્રમ સંવત (VSA) 1872 ભાદરવા વદ 7 એટલે દિનાંક 25 ‑Sep‑1815ના દિવસે નેત્રા ગામમાં તે વખતના જૂના કલ્પિત88 ધર્મના સ્થાન92 સામે ઊભા રહી પડકાર ફેંક્યો કે “આપણો જૂનો ધર્મ એક કલ્પિત અને પાખંડ ધર્મ છે. એવા ધર્મને આપણે ક્યારેય માનવો ન જોઈએ” આમ કહીને જૂના ધર્મના દૂષણોનો છડે ચોક ભંગ કરવા લાગ્યા.
જૂના ધર્મના પાખંડો અને દૂષણોને ખુલ્લા કરતા તેમના શબ્દોના ગોળાઓએ જૂના ધર્મના સજ્જડ ઇમારતના પાયાને જડમૂળથી હચમચાવી નાખ્યા. કચ્છમાં તે વખતના કડવા પાટીદાર જ્ઞાતિના જૂના ધર્મના ભાઈઓના કાળજાં કંપી ઊઠ્યાં. કેશરા બાપા અને જૂના ધર્મ વાળા વચ્ચે શબ્દોના વાક યુદ્ધ થતા રહેતા. પણ કેશરા મુખીની સત્ય વાતો સામે એ લોકોનું જોર ચાલતું નહીં [96:Page 46].
130. કડક સજા કરવા આખી જ્ઞાતિ ભેગી કરવામાં આવી: હવે જૂના ધર્મ વાળાઓએ તેમની બાજી બદલી. તેમણે ત્રણે પાંચાડાના93 જ્ઞાતિના આગેવાનોને ભેગા કર્યા. કેશરા બાપા અને એમના સાથીદારોને જ્ઞાતિ તરફથી સજ્જડ સજા કરાવવાના પ્રયાસો શરૂ કર્યા.
સંવત 1832ના ઠરાવ પછી બરાબર 40 વર્ષ બાદનો આ પ્રસંગ છે. વિક્રમ સંવત (VSAK) 1872 ચૈત્ર સુદ 7 એટલે દિનાંક 19‑Apr‑1816ના જ્ઞાતિના ગેઢેરાઓ વિથોણ ગામના ધર્મ સ્થાને આખી જ્ઞાતિને ભેગી કરી. તેમાં કેશરા બાપા અને તેમના સાથીદારોને ખાસ બોલાવવામાં આવેલ હતા. એક બાજુ આખી જ્ઞાતિ અને બીજી બાજુ માત્ર પાંચ મિત્રો. આવામાં ભલભલેરા માણસની જિગર જવાબ આપી દે. વિચાર તો કરો કે પરિસ્થિતિ કેવી હશે અને આ લોકોના મનમાં શું ચાલતું હશે.
આ સભામાં થયેલ ચર્ચાઓનું પુનરાવર્તન અહીં નથી કરવામાં આવ્યું. જેમને વિસ્તૃતમાં જાણવું હોય તો આગાઉ જણાવ્યા પ્રમાણે કેશરા બાપા ઉપર લખાયેલ એમની જીવની પુસ્તક જરૂર વાંચી લેવા વિનંતી છે [96:Page 46 to 54].
પણ, આ સભામાં જે મુખ્ય મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ અને સામસામે સવાલો અને જવાબો થયા, એનો સાર અહીં નીચે આપેલ છે.
સભામાં બધાજ આગેવાનો કહેવા લાગ્યા કે;
1) કેશરા બાપાએ જ્ઞાતિના (ખાસ સંવત 1832ના) ઠરાવનો ભંગ કર્યો છે.
2) બધા લોકો સજાની માંગણી કરવા લાગ્યા અને બોલ્યા કે.. જો સજા ન ભોગવવી હોય તો જ્ઞાતિના પગે પડી માફી માંગે, ભૂલ કર્યાનો એકરાર કરી “મુચરકો”94 લખી આપે.
3) તેવી જ રીતે સ્વામિનારાયણ ધર્મ છોડીને પાછો જૂનો (સતપંથ) ધર્મ સ્વીકારી લે.
4) અને આવું ન કરે તો, તેની સજા તરીકે જ્ઞાતિથી બહાર કરવાની સજા આપવી અને તેમના છોકરાંનાં થયેલ સગપણ-સાંતરાં લેવાણ-દેવણના સઘળા સંબંધો તોડી નાખવાં.
કઠણ કાળમીંઢ પથ્થર જેવા કાળજાને કચડી નાખે એવા વાતાવરણમાં કેશરા બાપા અને એમના સાથીદારોએ ધીરજ રૂપી ઢાલ ધરી. અને વિનમ્રતા સાથે મક્કમતાથી જ્ઞાતિના આગેવાનોના બધાજ સવાલોના યોગ્ય જવાબો આપ્યા.
જવાબોમાં એમની દલીલ હતી કે;
5) કોઈના પણ પૂર્વજોએ કરેલા સામાજિક કે રાજકીય ગુના બાબતે, તેમની પાછળની પેઢીએ સજા ભોગવવી જોઈએ એવું કોઈ ધર્મ શાસ્ત્રમાં કે કાયદામાં લખ્યું નથી.
6) જૂના કલ્પિત ધર્મને અમે અને અમારા વડીલોએ જ્યાં સુધી માન્યો હતો, ત્યાં સુધી અમે એ ઠરાવને પૂરી રીતે માન આપ્યું હતું.
7) પણ હવે જ્યારથી એ ધર્મનો ત્યાગ કર્યો છે, ત્યારથી ધર્મ બાબતના એ ઠરાવ અમને કબૂલ નથી.
આના પછીની દલીલ ખૂબ સારી હતી. જ્ઞાતિના એક આગેવાને એમને પૂછ્યું કે;
8) આ સમગ્ર જ્ઞાતિ તમને પૂછે છે કે, જ્યારે આપણા બાપદાદાએ સ્વીકારેલ ધર્મ તમે છોડ્યો, ત્યારે આપણા સમાજના આગેવાનોને તમે પૂછ્યું હતું?
નોંધ: કેશરા બાપા માટે આ પ્રશ્ન બહુ ગંભીર હતો, કારણ કે પોતે પણ જ્ઞાતિના એક આગેવાન હતા. અને આગેવાન તરીકેની એમની જવાબદારી વિશેષ હતી.
ત્યારે, કેશરા બાપાએ એકદમ સચોટ જવાબ આપ્યો કે;
9) આપણાં વડીલોએ તે વખતના અસલ વૈદિક સનાતન ધર્મ છોડીને બીજો એટલે કે હાલનો કલ્પિત ધર્મ સ્વીકાર્યો, ત્યારે તેમણે સનાતન ધર્મ પાળવાવાળા સમાજના વડીલોને પૂછ્યું હતું?
10) નંદનવન જેવા ગુજરાત છોડીને આ ઉજ્જડ, ડુંગરાળ, કાંકરાવાળી, સુકી કચ્છની ભૂમિમાં સતપંથ ધર્મ સ્વીકારવાના કારણે આવવું પડ્યું છે.
11) આપણાં વડીલોએ એમના વડીલોના વૈદિક ધર્મને તથા જ્ઞાતિને માન આપ્યું નથી. તેમણે સમાજ અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે. માટે જૂના ધર્મને અમે નથી માનતા.
કેશરા બાપાની આ દલીલ એટલી તાર્કિક અને સચોટ હતી કે એનો સતપંથના આગેવાનો પાસે એનો કોઈ તોડ નહોતો. આવા જબરદસ્ત દબાણની પરિસ્થિતિમાં આવી સચોટ દલીલ માત્ર દૈવી કૃપાથી જ સૂજી શકે, નહીં તો આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસનું કામ નથી. આ વાતથી કેશરા બાપાના વ્યક્તિત્વની એક ઝલક આપણને જોવા મળે છે. |
131. જ્ઞાતિ પંચની નિષ્ફળતા : સભામાં અન્ય પણ ઘણી દલીલો થઈ. પણ, જ્ઞાતિના આગેવાનો, સાચી વાત સમજ્યા વગર, પોતાની સત્તાનો દુરુપયોગ કરી, જોર જુલમ વાપરી, સનાતનીઓને કડકમાં કડક સજા ફરમાવવાનું મન પહેલેથી જ બનાવી આવ્યા હોય એવું લાગ્યું.
ત્યારે કેશરા બાપાએ કહ્યું કે તમે સર્વસત્તાધીશ બની તમે હિન્દુ સમાજ ઉપર ઔરંગઝેબી જોહુકમી અમને મોગલશાહી અમલ ચલાવો છો. તમારો એ નર્યો સિતમ છે.
ધર્મના નામે આપણી જ્ઞાતિના ગરીબ ભાઈ-બહેનો ઉપર જો સિતમગારીનો જુલ્મી અમલ ચલાવશો તો મારે ન છૂટકે આપણા મહારાવ સમક્ષ તમારા સૌની ફરિયાદ કરવી પડશે. તેના માઠાં પરિણામ ભોગવવા તમારે બધાએ તૈયાર રહેવું પડશે.
કેશરાબાપાની આ સિંહ ગર્જના જેવા જવાબો સાંભળીને જ્ઞાતિના ગેઢેરાઓના સાંધા ઢીલા થઈ ગયા. એમને મૌખિક ઠરાવ કર્યો કે “આ બાબતનો ખુલાસો કરવાનો ઠરાવ માટે, આપણે આપણા હાલના ધર્મગુરુને જણાવવું, અને તે જેમ કહે તેમ આપણે બધાએ વર્તવું .”
સનાતન ધર્મના પક્ષમાં, કેશરા બાપા પાછળ કચ્છના મહારાવશ્રીનું પીઠબળએ બહુ મોટી ભૂમિકા ભજવી છે. માટે, ક. ક. પા. સનાતન જ્ઞાતિ કચ્છના મહારાવશ્રીના સદાય ઋણી રહેશે. |
અહીં સમજવાનો મુદ્દો; વિચારધારાના વિનાશમાં “કાયદો અને વ્યવસ્થા”ની ભૂમિકાનો છે. જેવો કાયદો અને વ્યવસ્થાનો લાભ જ્ઞાતિને મળવા લાગ્યો, તેવો વિચારધારાના વિનાશના કામમાં રોક લાગવા લાગી. |
132. ધર્મગુરુઓનો ફેંસલો: જ્ઞાતિના આગેવાનોએ કરેલ મૌખિક ઠરાવ ઉપર ફેંસલો આપતા ધર્મગુરુઓએ મળીને વિચાર કર્યો કે;
“આપણો હાલનો જે ધર્મ છે તેમાં સાર અસાર શું છે તે આપણે બધા સારી રીતે સમજીએ છીએ. એટલે હવેથી જો આપણે કોઈ ધર્મ સામે વાંધો લઈશું તો તેમાં આપણે ફાવવાના નથી. એટલે આપણે કોઈ ધર્મ સામે વાંધો ઉઠાવવો નહીં. સૌએ પોત પોતાના ધર્મ સંભાળવા.” “જૂનો ધર્મ પાળવાવાળા ભાઈઓ અને બહેનોએ કેશરા મુખીના95 ધર્મમાં ન ફસાઈ જાય તેની ખાસ તકેદારી રાખવી, ઝઘડો કરવાથી ધર્મમાં જ ફાટફૂટ પડશે અને આપણું સંખ્યાબળ તૂટશે. આગળ જતાં શું થાય છે તે જોયું જશે. કેશરા મુખી શિરજોર માણસ છે એટલે તેમની સાથે ઉપરથી મેલ રાખવો. એવા માણસને બળથી નહીં પણ કળથી જીતાય, એવો આપણા ધર્મનો મત છે.” [96:Page 53 and 54] | સતપંથના ધર્મ ગુરુઓનો ફેંસલો |
133. સનાતન ધર્મનો જોરશોરથી પ્રચાર: જ્ઞાતિ પંચ અને ધર્મગુરુઓની નિષ્ફળતાના કારણે, કેશરા બાપા અને એમના સાથીદારોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો જોરશોરથી પ્રચાર કરવામાં બળ મળ્યું. પણ સતપંથના રૂઢિચુસ્ત આગેવાનોને આ ક્યાં પસંદ પડાવાનું હતું.
134. અબજી ભગતને અમાનુષી માર: કેશરા બાપાના એક સાથીદાર, ગામ અંગિયાના શ્રી અબજી કરસન ભગતને અમુક સતપંથીઓએ અમાનુષી માર માર્યો [96:Page 54]. જ્યારે કેશરા બાપાને ખબર પડી ત્યારે એકદમ ક્રોધિત થયા અને અંગિયા ગામના જૂના ધર્મના આગેવાનોને બોલાવી કહ્યું કે..
“વાત વાતમાં તમે આવો જુલ્મ કરો છો તે હવે મારાથી સહન નહીં થાય. હું આવતી કાલે સવારે જ અહીંથી સીધો ભુજ જઈશ અને તમારા જુલ્મો સામે ફરિયાદ કરીશ.” [96:Page 57]
એટલે અંગિયાના આગેવાનો તરતજ હાથ જોડીને માફી માંગવા લાગ્યા અને લખી આપ્યું કે;
“આજથી સ્વામિનારાયણ ધર્મ પાળતા કોઈ પણ ભાઈ યા બહેનને સીધી યા આડકતરી રીતે જૂનો ધર્મ પાળવાવાળા કોઈ ભાઈઓ સહેજ પણ હેરાન પરેશાન કરશે નહીં તથા કોઈના જાનમાલનું નુકસાન ન થાય તેની અમે સૌ લેખિત કબૂલાત આપીએ છીએ.” [96:Page 58]
ત્યાર બાદ, એ ઘડાણી ગામ ગયા. ત્યાંના આગેવાનોએ પહેલેથી ખોટી રીતે ઝઘડા કરવા નહીં એવું નક્કી કર્યું હતું એટલે મૌખિક કબૂલાત આપી કે;
“અમે અમારા ગામમાં ધર્મ બાબતે ખોટા કે સાચા કોઈ જાતના ઝઘડા કરાવીશું નહીં. અમે અને સ્વામિનારાયણ ધર્મવાળા સૌ સંપીને રહીશું અને હળીમળીને કામ કરીશું.” [96:Page 59]
135. સગપણ તોડવાના પ્રસંગો: કેશરા બાપાના સાથીદારો પોતાના મકસદમાં સફળ ન થાય, એના માટે એમની સામે ઘણી અડચણો નાખવામાં આવતી. સતપંથ ધર્મવાળા ભાઈઓ ધીરે-ધીરે કેશરા બાપા સામે પોતાનો વિરોધ ઉગ્ર રીતે કરવા લાગ્યા. સગપણ-સાંતરાં96માં મોટી દખલગીરી કરવા લાગ્યા. સગપણો તોડવાના અને તોડાવવાના પ્રસંગો બનવા લાગ્યા [96:Page 61]. કેશરા બાપા ઘણા પ્રયત્નો કરતા. કચ્છના રાજાનું પીઠબળ હોવા છતાં, ઘણી વખત મૂંઝવણમાં મૂકાઈ જતા.
વાત કચ્છના રાજા પાસે ફરીથી પહોંચી. ત્યારે કચ્છમાં મહારાવશ્રીએ વિક્રમ સંવત (VSA) 1884 આસો સુદ 9, દિનાંક 28‑Sep‑1827ના બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું કે ધર્મ બાબતે બંને અટકાયત કરશે નહીં અને ખોટી રીતે યા આડકતરી રીતે હેરાન પરેશાન કરશે નહીં. એવા મતલબનો લેખિત કરાર બનાવી આપ્યો. આ કરારમાં સનાતન પક્ષ તરફથી કેશરા બાપાએ સહી કરી અને સતપંથના પક્ષ તરફથી રૈયા નાકરાણીએ સહી કરી [96:Page 64].
આ કરાર પછી કેટલાક સમય સુધી ઠીક-ઠીક ચાલ્યું. પણ પછી થોડે-થોડે સમયે બંને પક્ષો વચ્ચે ફરીથી મૌખિક રીતે ધર્મના ઝઘડા શરૂ થયા.
ત્યારે, વિક્રમ સંવત (VSA) 1887 ભાદરવા વદ 5, દિનાંક 07‑Sep‑1830ના વિથોણ ગામે જ્ઞાતિ ભેગી થઈ હતી. ત્યાં જ્ઞાતિ સામે કેશરા બાપાએ ફરિયાદ કરી કે સગપણ બાબતે રાજા સામે થયેલ કરાર થયેલ હોવા છતાં, નેત્રા ગામના ગેઢેરાઓ હેરાનગતિ કરે છે. કરારમાં સહી કરનાર રૈયા નાકરાણી ત્યાં હાજર હતા અને કેશરા બાપાને ધાકધમકી આપવા લાગ્યા. ક્રોધમાં આવીને રૈયા નાકરાણીએ કરારનો કાગળ ફાડી નાખ્યો [96:Page 67].
આ વાત જ્યારે કચ્છના રાજાને ખબર પડી, ત્યારે જ્ઞાતિના આગેવાનોને નવરાત્રી વખતે માતાના મડમાં બોલાવ્યા. ત્યાં રૈયા નાકરાણીએ પોતાની ભૂલ કબૂલ કરી એટલે કચ્છના મહારાવશ્રી બોલ્યા કે;
“બધા ઝઘડાના મૂળમાં તમે છો એ હવે સિધ્ધ થઈ ગયું છે. તમે લોકો કેશરા મુખી અને તેમના સાથીદારો સામે જે કાંઈ ફરિયાદ કરશો તે અમે સાંભળશું નહીં અને એ જ તમને શિક્ષા છે. જૂનો ધર્મ પાળવાવાળા તમે સૌ બહુ શિરજોરી વાપરો છો અને ઝઘડો તમે લોકો જ કરો છો. હવેથી અમે કેશરા મુખીની વાત જ સાંભળીશું. જાઓ, હવેથી ઝઘડો કરશો નહીં.” [96:Page 71] | રાજાનો ફેંસલો |
ફેંસલા પાછળનું મહત્વ કચ્છના રાજા દ્વારા અપાયેલ આ ફેંસલાથી સતપંથના ગેઢેરાઓને સંદેશ ગયો કે હવે “કાયદો અને વ્યવસ્થા”નો ઉપયોગ અમારા વિરુદ્ધ થશે, એટલે ચૂપ રહેવામાં જ ભલાઈ છે. |
136. પહેલું સનાતની મંદિર બાંધવામાં આવેલ અડચણો: કેશરા બાપાએ નેત્રા ગામમાં ક. ક. પા. જ્ઞાતિનું પહેલું મંદિર એટલે કે સ્વામિનારાયણ મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. એના માટે એમને જૂના ધર્મના સ્થાનક (એટલે કે સતપંથનું ખાનું ઉર્ફે જગ્યું)ની સામેની જગ્યા પસંદ કરી.
મંદિર ઊભું કરવાના ખર્ચને પહોંચી વળવા બંને પક્ષની સહિયારી / સવેચ મિલકતમાંથી અડધો ભાગ માંગ્યો. વાદ વિવાદો થયા. જૂના ધર્મવાળા ધાકધમકી કરવા લાગ્યા. છૂટા હાથે મારામારી પણ થવા લાગી. કેશરા મુખીની વાત સાંભળ્યા વગર તરત જ મારામારી ઉપર આવી જતા. જઘડો પતાવવા કેશરા મુખીએ ધીરજ રાખવા પોતાના સાથીદારોને સમજાવ્યા.
પણ મંદિર બાંધવાના પોતાના નિર્ધારનો અમલ કરવાની શરૂઆત કરી. થોડું-થોડું કરી માલ સામાન ભેગું કરવા લાગ્યા. પાયો ખોદવાની શરૂઆત કરી. પણ જેટલો પાયો ખોદાય એને જૂના ધર્મવાળા રાત્રે આવીને પૂરી દે. આવું ઘણા દિવસ સુધી ચાલ્યું. સમજાવવા જાય તો ઊલટું કેશરા બાપાને મારવા ઊભા થાય. છેવટે ભુજના દરબાર (એટલે મહારાજા) સામે પોતાની મૂંઝવણ રજૂ કરી.
રાજાએ તરતજ પોલીસને આદેશ આપ્યો કે તેઓ કેશરા બાપાને મદદ કરે અને મંદિરના બાંધકામ માટે જરૂરી સુરક્ષા પૂરી પાડે. વધારેમાં મંદિર માટે બારી-દરવાજા અને અન્ય સામાન માટે સહયોગ પણ આપ્યો. કેશરા બાપાએ એવી સરસ યુક્તિ કરી કે એમના વિઘ્ન સંતોષી રૈયા નાકરાણીને ખૂબ માન સન્માન આપી એના હાથે જ મંદિરનું ખાતમુહૂર્ત કરાવ્યું. આ કેશરા બાપાની એક બહુ સરસ અટકળ હતી [96:Page 73 to 77].
ત્યાર બાદ વિક્રમ સંવત (VSAK) 1909 વૈશાખ સુદ 5, દિનાંક 13‑May‑1853ના મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરવામાં આવી. આ પ્રસંગે ભુજના રાજા સહિત, આજુબાજુના જાગીરદારો, પ્રસાશનના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આચાર્યો, સાધુ સંતો, વગેરેને આમંત્રણ આપવામાં આવ્યું હતું [96:Page 78 to 83]. આ સમય સુધી જ્ઞાતિમાં કોઈ પણ હિન્દુ મંદિર બન્યું નહોતું.
સનાતન ધર્મનો પાયો સ્વામિનારાયણ ભગવાનના મંદિરના માધ્યમથી કેશરા બાપાએ ક. ક. પા. જ્ઞાતિમાં શુધ્ધ સનાતન ધર્મનો મજબૂત પાયો નાખ્યો. |
137. હેરાન કરવાના પ્રપંચો ચાલુ જ રહ્યા: મંદિર બની ગયા પછી પણ સનાતન ધર્મીઓને સીધી કે આડકતરી રીતે હેરાન કરવાના પ્રપંચો ચાલુજ રહ્યા. દાખલા તરીકે વર્ષ 1859માં સ્વામિનારાયણ સાધુઓ ઉપર હાડકાં, માંસ વગેરે અપવિત્ર વસ્તુઓ નાખવી [96:Page 86].
તેજ વર્ષમાં (વર્ષ 1859) આચાર્ય અયોધ્યા પ્રસાદે કેશરા બાપા અને તેમના સાથીદારોની પરીક્ષા લીધી. એમની સનાતન ધર્મ પ્રત્યેની મક્કમતા ચકાસવા, એવો લોભમણો પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે, જૂના ધર્મવાળા તમને વારંવાર હેરાન પરેશાન કરે છે, તો તમારો, ભુજ પરગણાના લેઉઆ પાટીદારો સાથે રોટીબેટીનો સંબંધ, અમે સુમેળતાથી કરાવી આપીએ. ત્યારે કેશરા બાપા અને સાથીદારોએ પ્રસ્તાવને અસ્વીકાર કરતાં કહ્યું કે અમારી જ્ઞાતિ જ અમારી માતા સ્વરૂપ છે. અમે અત્યારે કે ભવિષ્યમાં જ્ઞાતિ છોડવા માંગતા નથી [96:Page 90 to 92].
જૂના ધર્મવાળા જ્ઞાતિના સવેચ વાસણો, ગાદલાં-ગોદડાંમાં સનાતનીઓને ભાગ આપવાની ના પાડી દીધી. માંગણી કરવા ગયા તો ખાનાના મુખીએ અશ્લીલ શબ્દો વાપરીને ભયંકર અપમાન કર્યું. વાત ફરીથી મહારાજા પાસે પહોંચી. મહારાજાએ નખત્રાણાના ન્યાયધીશ97ને આદેશ આપીને મિલકત સીલ કરાવી દીધી. શરૂઆતમાં સમજૂતી ન બની પણ છેવટે ફેંસલો આવ્યો કે સવેચ મિલકતમાં અડધો હક્ક સ્વામિનારાયણ પાળવાવાળાને આપવામાં આવે. જેના વિષે રોહા જાગીરના દરબારશ્રીએ સરસ ખુલાસો પણ કર્યો [96:Page 94 to 97].
138. અક્ષર નિવાસ: કેશરા બાપા ખુબજ લાંબુ અને સફળ જીવન જીવી ગયા. વિક્રમ સંવત (VSAK) 1934 આસો વદ 14 (કાળી ચૌદસ), દિનાંક 25‑Oct‑1878ના દિવસે, વિક્રમ સંવત કેલેન્ડર98 પ્રમાણે પૂરા 110 વર્ષ, 6 મહિના અને 14 દિવસનું એમનું જીવન જીવીને સ્વર્ગવાસી થયા.
139. કમીઓ અને ખામીઓ: દરેક માણસ અને મોહિમમાં કોઈ ન કોઈ કમીઓ અને ખામીઓ હોય જ. સ્વાભાવિક છે કેશરા બાપાની આગેવાનીમાં શરૂ થયેલ સનાતની મોહિમમાં પણ કમીઓ અને ખામીઓ હોય. અહીં, એ કમીઓ અને ખામીઓ પર નજર કરી, કેશરા બાપા અને એમના સાથીદારોના યોગદાનને જરા પણ ઓછું ગણવાનો પ્રયત્ન નથી. પણ એ કમીઓ અને ખામીઓથી શિખ લઈને આગળ વધવાની વાત છે.
139.1. કેશરા બાપાની મોહિમ નેત્રા સહિત આસપાસના 7 ગામો પૂરતી સીમિત રહી [27:Page 267] અન્ય ગામોમાં આ મોહિમ ન પહોંચી.
139.2. માત્ર, લગભગ 1500 જેટલા લોકોએ સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી સ્વામીનારાયણ સંપ્રદાયને સ્વીકાર્યો [96:Page Prasthavna and 99].
139.3. કેશરા પરમેશ્વરા પછી સ્વામિનારાયણનો પ્રચાર જ્ઞાતિમાં લગભગ બંધ થઈ ગયો [95:Page 15 and 16]. એની પાછળ મુખ્ય કારણ હતું તે સમયના (આજના નહીં) ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુઓનું જડ વલણ અને જ્ઞાતિની મોમના મુસલમાન ઓળખના કારણે જ્ઞાતિ સાથે અન્યાય અને અત્યાચાર ભર્યો વ્યવહાર [95].
139.4. સ્વામિનારાયણની સાંખ્યયોગીઓ (સાધ્વીઓ) સાથે પણ ઘણા વર્ષો સુધી ભેદભાવનો વ્યવહાર ચાલતો રહ્યો [95:Page 5 and 11]. આજની પરિસ્થિતિ વિષે હજી ક્યારેક-ક્યારેક પડદા પાછળથી અસમંજસ ભરેલી વાતો સંભળાય છે.
139.5. ક. ક. પા. જ્ઞાતિ સાથે રોટી વ્યવહારમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા અન્ય સમાજના લોકો દ્વારા કરવામાં આવતો ભેદભાવ અને અત્યાચાર પણ એક કારણ હતું. દા.xત. લેઉવા અને કડવા કણબીના રસોડા જુદા કરવા બાબતે [95:Page 2].
આજની પરિસ્થિતિ ક. ક. પા. જ્ઞાતિના સત્સંગીઓને સાધુ-દીક્ષા આપવા બાબતે અમદાવાદની ધર્મપીઠની આગેવાનીમાં અગ્રણી 50 વિદ્વાનો અને પંડિતોએ દિનાંક 07‑Oct‑1945ના દિવસે નિર્ણય કર્યો કે ક. ક. પા. જ્ઞાતિમાંથી આવતા સત્સંગીઓ સાધુ-દીક્ષા લેવા માટે લાયક છે. સંપૂર્ણ કાર્યવાહી અને નિર્ણયનો અહેવાલ માટે જુઓ સંદર્ભ સૂચિના ફ્રમ [39] અને [6:Page 596]માં જણાવેલ દસ્તાવેજ. ત્યાર બાદ અન્ય બે સમસ્યાઓનું પણ સુખદ નિવારણ આવી ગયું છે.
ખાસ નોંધ: આજે મોટે પાયે ભેદભાવ ભર્યું વાતાવરણ નથી. આજે ક. ક. પા. જ્ઞાતિ સાથે પૂરા આદર સન્માન ભર્યો વ્યવહાર કરવામાં આવે છે. ઉપર જણાવેલ વાતોના અર્થનો કોઈ અનર્થ કાઢશો નહીં, એની ખાસ વિનંતી છે. | આજની પરિસ્થિતિ |
140. ઉપસંહાર99: કેશરા બાપા (કેશરા મુખી) દ્વારા ઉપાડેલ મોહિમની વાત કોઈ નાની સૂની વાત નહોતી. જેવી રીતે ભારત દેશની આઝાદીની લડાઈમાં મંગળ પાંડેયનો વર્ષ 1857ના વિદ્રોહનું જેટલું મોટું મહત્વ છે, એવુંજ મહત્વ કેશરા બાપાના સતપંથ સામેની મોહિમનો છે.
એમના મોહિમની સફળતાના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે;
140.1. સનાતન દીપ પ્રજ્વલ્લિત: વિચારધારાના વિનાશ પદ્ધતિનો છેલ્લો તબક્કો એટલે કે “કટોકટીના તબક્કા”માં (જુઓ પોઈન્ટ 120) કેશરા બાપા અશક્ય પરિસ્થિતિમાં સનાતન ધર્મનો દીપ પ્રજ્વલ્લિત કરવામાં સફળ થયા. ભલે એ દીપ આજે નાનો લાગતો હોય, પણ કહેવાય છે ને અધર્મ રૂપ અંધારાને દૂર કરવા માટે એક દીપ પણ કાફી છે, એ પ્રમાણે કેશરા બાપાએ સનાતન ધર્મનો એ દીપ પ્રગટાવ્યો હતો.
140.2. સફળતા: વિધર્મના સતપંથ નામક મજબૂત કિલ્લાની દીવાલોમાં ગાબડું પાડવામાં કેશરા બાપા સફળ રહ્યા. અને કચ્છના 7 ગામના લોકોને એ કિલ્લામાંથી મુક્ત કરી શુદ્ધ સનાતન ધર્મમાં લાવવાનું ભગીરથ કામ કર્યું.
140.3. વળતો પ્રહાર જીલવામાં સફળતા: એમના જીવનનો સૌથી કઠિન દોરની આ વાત છે. એમના જીવન અને કાર્યોની વિશેષતા એ રહી કે, સતપંથના કિલ્લામાં કહેવાતું ગાબડું પાડયા પછી, સતપંથનો જે વળતો પ્રહાર આવ્યો કે, જેમાં એમના અને એમના સાથીદારો ઉપર અત્યાચાર, જુલમ, ત્રાસ, હેરાનગતિનો તુફાન ચાલુ થયાં, એ તુફાનમાંથી સનાતન ધર્મની મોહિમની હોડીને સુરક્ષિત બહાર નિકાળી શક્યા. જે એક માત્ર વીર જ કરી શકે. એમના આ ગુણના કારણે એમને “નરવીર” કહેવામાં આવ્યા.
140.4. પહેલું સનાતની મંદિર: આ કઠિન દોરના વચ્ચે, સનાતન ધર્મનો કાયમી પાયો નાખવા તેમજ તેમની મોહિમને મજબૂત કરવા માટે ક. ક. પા. જ્ઞાતિનું પહેલું હિન્દુ મંદિર એટલે કે સ્વામિનારાયણ મંદિર ઊભું કરી શક્યા.
140.5. કાયદો અને વ્યવસ્થાનો સાથ: કેશરા બાપાની સફળતા પાછળનું એક મુખ્ય પરિબળ હતું કચ્છના રાજાનું સજ્જડ પીઠબળ. કેશરા બાપાને જ્યારે જરૂર પડી, ત્યારે સત્યના પક્ષમાં કચ્છના મહારાવશ્રી હમેશા પહાડની જેમ મજબૂતી આપવા કેશરા બાપા સાથે ઊભા રહ્યા. જેના કારણે જ્ઞાતિના જુલ્મી ગેઢેરાઓનો અસહય ત્રાસ અને જુલ્મો સામે ટકી રહેવાની હિંમત અને ક્ષમતા તેમને મળતી રહી.
141. સુધારાઓના ક્ષેત્રો: કેશરા બાપાની મોહિમનો સતપંથના પ્રચારકોની “વિચારધારાના વિનાશ”ની મેલી મુરાદ ઉપર કેવી વિપરીત અસર પડી, એ નીચે જણાવેલ ટેબલમાં જોઈશું.
ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ | |||||
Ideological Subversion / વિચારધારા વિનાશ | વિનાશ વિગત | વિનાશ સ્થિતિ | સુધારો* કેશરા | ||
1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો | 19 | પૂર્ણ | પ્રગતિમાં | ||
1.1. Religion / ધર્મ | 20.1 | ü(70) | વિદ્રોહ | ||
1.2. Education / શિક્ષા – કેળવણી | 20.2 | ü(89) | — | ||
1.3. Social Life / સામાજિક જીવન | 20.3 | ü(88) | થોડું | ||
1.4. Power Structure / સત્તાનું માળખું | 20.4 | ü(77.1) | થોડું | ||
1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા | 20.5 | ü(77.2) | થોડું | ||
1.6. Leadership / નેતૃત્વ | 20.6 | ü(77.3) | — | ||
2. Destabilisation / અસ્થિરતા લાવવી | 21 | પૂર્ણ | — | ||
2.1. Finance / આર્થિક | 21.1 | ü(105) | — | ||
2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા | 21.2 | ü(106) | થોડું | ||
2.3. Media / મીડિયા | 21.3 | ü(107) | — | ||
3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું | 23 | પૂર્ણ | — | ||
3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો | 23.3 | ü(115) | સુધારો | ||
• અંદરની વ્યક્તિ |
|
| |||
• બહારની વ્યક્તિ |
|
| |||
4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી | 24 | નિષ્ફળ | બાકી | ||
4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં |
| નિષ્ફળ | બાકી | ||
|
| ||||
* થયેલ સુધારાઓનું સ્તર કેશરા = કેશરા પરમેશ્વરાનો દોર | |||||
|| જય સ્વામિનારાયણ ||
81 કેશરા પરમેશ્વરા = જન્મનું નામ કેશરા તેજા સાંખલા.
83નબળાં વર્ષો = દુષ્કાળના વર્ષો = Years of Drought.
84સતપંથ ધર્મને જૂનો ધર્મ પણ કહેવામાં આવે છે. વધુ માહિતી માટે જુઓ ટૂંકાક્ષર
85સ્વામિનારાયણ કોઈ ધર્મ નથી પણ હિન્દુ ધર્મનો એક સંપ્રદાય છે. સંપ્રદાય હોવા છતાં મૂળ પુસ્તકમાં ધર્મ શબ્દ વપરાયેલ છે, એટલે અહીં એજ શબ્દનો ઉપયોગ કરેલ છે.
86સહિયારાં = સવેચ = Joint
88કલ્પિત ધર્મ = સતપંથ ધર્મ
89વા’વંટોળો = હવાનો વંટોળો = Whirlwind
90જૂના ધર્મ = સતપંથ ધર્મ
91નવો = સાચો સનાતન હિન્દુ ધર્મ
92ધર્મનું સ્થાન = સતપંથનું જમાતખાનું = ખાનું
93પાંચાડા – જુઓ ટૂંકાક્ષર
94મુચરકો = ‘ગુનો ફરી કરું તો દંડ કે સજા ખમવાની બાહેંધરી આપું છું’ એ જાતનું લખી આપેલું જામિનખત.
95કેશરા મુખી – કેશરા બાપા પોતે જ્ઞાતિના એક આગેવાન હોવાના કારણે એમને કેશરા મુખી તરીકે સંબોધવામાં આવતા.
96સગપણ-સાંતરાં = સગપણ શબ્દનો અપભ્રંશ અથવા બોલવાનો એક લહેજો.
97ન્યાયાધીશ – વાચકો યાદ હશે કે ક. ક. પા. જ્ઞાતિના ઝઘડાઓ જ્ઞાતિ ભેગી થઈને પતાવે. અને ના પતે તો કચ્છના મહારાવ સમક્ષ લઈ જતા અને તેઓ જાતે ચુકાદો આપતા. કોર્ટનો આશરો લેવાતો નહીં. જુઓ પોઈન્ટ (76).
98આંતરરાષ્ટ્રીય કેલેન્ડર પ્રમાણે: પૂરા 110 વર્ષ, 6 મહિના અને 23 દિવસ
99 ઉપસંહાર = Conclusion