બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૨. મૂળ - ઊંઝા અને ગુજરાત વિસ્તારમાં વસવાટ

7.      કુર્મી ક્ષત્રિય: કડવા પાટીદારો (જેણે કુર્મી કણબી પણ કહેવામાં આવે છે) મૂળમાં કુર્મી ક્ષત્રિયો છે. આ બાબતે શંકાનું સમાધાન કરવા દિનાંક 25 અને 26‑May‑1906ના ચુનાર જિલ્લા ભરેહતા1 ગામમાં વિદ્વાનોની એક બેઠક કરવામાં આવી હતી. શંકા કરનારાઓના પ્રશ્નો હતા કે;

7.1.     જો કણબીઓ  ક્ષત્રિય હોય તો એ લોકોની રીતભાત અને ધંધો રોજગાર બીજા ક્ષત્રિયોના જેવાં કેમ નથી?

7.2.     તેઓ સઘળા જનોઈ કેમ પહેરતા નથી?

7.3.     તેઓ જાતે ખેતી કરવાનું હલકું કામ કરે છે અને હાલના જમાનાના બીજા ક્ષત્રિયો સાથે રોટી-બેટી વ્યવહાર કેમ નથી રાખતા?

સ્મૃતિઓ, પુરાણો વગેરે શાસ્ત્રોનો તેમજ મનુ2 અને યાજ્ઞવલ્કય3 આદિ સ્મૃતિઓના આધાર ઉપરથી પ્રમાણિત કરવામાં આવ્યું કે કણબીઓ ક્ષત્રિય તરીકે સિદ્ધ થઈ ચૂક્યા છે અને ઉપનયન સંસ્કારમાં કશો વાંધો નથી. વિસ્તૃત જાણકારી માટે વાંચો કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ[105:Page 39 to 44].

આ પુસ્તકમાં “કડવા” શબ્દનો, “લેઉવા” શબ્દનો અર્થ, વહીવંચાઓએ કહેલી ઉત્પત્તિની વાતો, વગેરેની પણ જાણકારી આપેલ છે. કણબીના મૂળ પુરુષ કૂર્મ ઋષિ છે એવું જણાવવામાં આવેલ છે [105:Page 1 to 27].    

8.      પંજાબમાં વસવાટ: કડવા પાટીદારો અનાદિ કાળથી અવિભાજિત4પંજાબના વિસ્તારમાં રહેતા હતા. સનાતન ધર્મની માન્યતા પ્રમાણે ધરતીનો પહેલો મનુષ્ય એટલે ભગવાન મનુ અને એમના પહેલા પુત્ર ઈક્ષ્વાકુ, જેણે અયોધ્યામાં રાજ્ય સ્થાપન કર્યું હતું, તે સમય ગાળાથી લઈને પંજાબમાં વસવાટ સુધીના ઇતિહાસ માટે જુઓ કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ [105:Page 49 to 53].

આ પુસ્તકમાં પેજ 51 પર કણબીઓના 52 ગોત્ર ઋષિઓ આધારિત શાખો પરથી એમના, પંજાબ અને ઉત્તર હિન્દુસ્તાનમાં આવેલ અસલ સ્થાનની યાદી પણ આપેલ છે [105:Page 51 to 53].

9.    ગુજરાતમાં સ્થળાંતર: કાળક્રમે પંજાબથી ગુજરાત વિસ્તારોમાં વસવાટ ફેલાતો ગયો. ગુજરાતનો પૌરાણિક કાળનો ઇતિહાસ, વહીવંચાઓની નોંધ વગેરે પરથી કડવા પાટીદારો પંજાબથી ગુજરાત સ્થળાંતર થયા. એનો ઇતિહાસ માટે વાંચો કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ [105:Page 54 to 57].

10.   સદગુણોથી અલંકૃત નિર્મળ અંતઃકરણ: ગુજરાતમાં કડવા પાટીદારોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તેઓ સનાતન ધર્મ પ્રિય હતા અને સદગુણોથી અલંકૃત હતા. એમના અંતઃકરણથી ઉદાર અને નિર્મળ હતા. તેમનું મન શુદ્ધ અને સરળ હતું. સેંકડો વર્ષોથી ઉચ્ચ સંસ્કારો વાળું અને કૂડકપટ વિનાનું જીવન જીવતા આવ્યા હતા. પોતે સારા તો કોઈ માણસ એમની સાથે કપટ નહીં કરે, એવા ભાવ સાથે જીવતા હતા.

11.      ઉદારતા અને દયાભાવ: હિન્દુ સંસ્કૃતિની ખાસિયત છે કે એ ઉદાર અને દયાભાવની સંસ્કૃતિ છે. હજારો વર્ષો જૂની આ સંસ્કૃતિમાં તપ અને સાધના કરવાવાળા ઋષિ-મુનિઓ અને સાધુ-સંતોનું જીવન ભિક્ષા અને દાન ઉપર નિર્ભર રહેતું. એટલે સમાજમાં એવી પ્રથા હતી કે આંગણે આવેલ ઋષિ-મુનિ, સાધુ-સંતોને કોઈ દિવસ ખાલી હાથ પાછા મોકલવા નહીં. બીજી તરફ ઋષિ-મુનિઓ, સાધુ-સંતો પણ સમાજની સમસ્યાઓ દૂર કરવા અને સમાજને વધારે સારો કરવા, એમના તપ અને સાધનાથી મેળવેલ જ્ઞાન આપતા અને ભોગ પણ આપતા.

એક તરફ ભિક્ષાનું દાન હતું અને બીજી બાજુ જ્ઞાનનું દાન હતું. માટે સમાજ વ્યવસ્થામાં ઉદારતા અને દાનનું બહુજ મહત્વ હતું. આવી વ્યવસ્થા માટે “ઉદારતા અને દયાભાવ” સંસ્કૃતિ હોવી જરૂરી હોય, જે હજારો વર્ષોથી હિન્દુ સમાજમાં હતી.

આવી ઉચ્ચ સંસ્કૃતિના વાહક એવા હિન્દુઓ માટે સાધુ-સંતોની વાણી (એટલે કે જ્ઞાન) ઉપર શંકા કુશંકા કરવાની કોઈ દિવસ જરૂરત પડતી નહીં. બધું જ સુખરૂપ ચાલતું હતું. એમના મન પણ શુદ્ધ અને નિર્મળ બની ગયાં હતાં. એટલે કોઈ ઊંડા કપટ, ષડયંત્ર, દગો વગેરેને ઓળખવાની ક્ષમતાને સામાન્ય હિન્દુઓ ખોઈ બેઠો. જેના કારણે એ “ભોળા અને ભલા” બની ગયા. ક. ક. પા. જ્ઞાતિ આનાથી અછૂત નહોતી. એની પણ આજ સ્થિતિ હતી.

“ભોળા અને ભલા” કેમ બન્યા?

પણ સમય બદલાયો. વિદેશી અને વિધર્મી આક્રમણકારી અને ષડયંત્રકારીઓનું ભારત પર આક્રમણ થવા લાગ્યું. યુક્તિ પ્રયુક્તિથી હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવા વાળાઓએ હિન્દુઓના આ ભોળપણનો ખૂબ લાભ લીધો. કારણ કે સાધુના વેશમાં આવેલ વ્યક્તિ ઉપર કોઈ શંકા કુશંકા કરવાની કોઈને ટેવ નહોતી.  

એના થી થયું શું?


1 ભરેહતા – કાશી (વારાણસી)થી લગભગ 30 કી.મી.ના અંતરે

Subsequently Added w.e.f. 22-Jun-2024:
GPS: 25.136965777059505, 82.9236138391419
Google Maps: https://maps.app.goo.gl/P1MDnP12F2rYZYtTA

2 મનુ – https://abkkpsamaj.org/go/fn2

3 યાજ્ઞવલ્કયhttps://abkkpsamaj.org/go/fn3

4 અવિભાજિત = ભારત પાકિસ્તાનના વિભાજન પહેલાં

Leave a Reply

Share this:

Like this: