બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૧૯. ઐતિહાસિક વળાંક – મૃત્યુના મુખમાંથી બહાર

123.            વળાંક, જ્ઞાતિએ UTurn કયારથી લીધો?: વિચારધારાનો વિનાશ મોટે ભાગે પૂર્ણ થઈ ગયો હતો, તો પછી ધાર્મિક રીતે વળાંક કયારથી અને કેવી રીતે આવ્યો, એ હવે આપણે જોઈએ. તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હશે કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ, આ “વિચારધારાનો વિનાશ” વાળા ષડયંત્રમાં ક્યાં હદ સુધી ફસાઈ હતી અને ક્યાંથી પાછી વળી?

આગાઉ જણાવેલ પોઈન્ટ (18)માં દર્શાવેલ ચિત્ર (Graphics) પ્રમાણે જોઈશું તો સહેલાઈથી બધો ખ્યાલ આવી જશે. જે નીચે પ્રમાણે છે.

ઉપરના ચિત્ર (Graphics)માં તમે જોઈ શકો છો કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં એમનું ધર્મ પરિવર્તન થઈને જાહેરમાં મુસલમાન ઓળખ સ્વીકારવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેણે એક રીતે મૃત્યુનું મુખ કહી શકાય [85:Page 10]. ક.ક.પા. સનાતન જ્ઞાતિના80 સંતો, જ્ઞાતિ સુધારકો, આગેવાનો, માતાઓ, યુવાનો અને વડીલોએ જ્ઞાતિ ઉદ્ધાર માટે અકલ્પનીય ભોગ આપ્યો. ધાર્મિક તેમજ વૈચારિક દૃષ્ટિથી, મૃત્યુ શૈયા પર પડેલી આ જ્ઞાતિને ઉઘારી લીધી.

124.         ક. ક. પા. સનાતન જ્ઞાતિના સંતો અને વડીલોની મહાનતા: વિચાર તો કરો કે આ મહાન વિરલ વ્યક્તિઓ કેવી હશે કે એમણે જ્ઞાતિ માટે વિધર્મના ઠેકેદારોના કેવા-કેવા જોર જુલમો સહ્યા હશે? એ ઈચ્છત તો પોતે પોતાનું ફોડી ખાઈ શકતા હતા. પણ એમને અંગત હિત કરતાં જ્ઞાતિના હિતના વિચારને વધારે કલ્યાણકારી ગણ્યો. એવા તો કેવા અડગ મનવાળા અને દૈવી શક્તિના માનવીઓ હશે કે, વિધર્મ રૂપી વાઘના જડબામાં ફસાયેલી પોતાની જ્ઞાતિને સુખરૂપ બચાવી લેવાનું અસંભવ અને અકલ્પનીય કામ તેમણે કર્યું.

વિધર્મઓની આવી રણનીતિનો શિકાર તો ઘણી જ્ઞાતિઓ થઈ ચૂકી છે. વિચાર તો કરો કે લોહાણા જેવી ચતુર જ્ઞાતિનો. જેના માટે કહેવાય છે કે એમને ગળથૂંથીમાંથી જ ચતુરાઇ મળે છે, એ લોહાણા જેવી ચતુર જ્ઞાતિનો એક વર્ગ, જે આ ષડયંત્રનો શિકાર બન્યો, એ પણ એનાથી બચી ન શક્યો. અને આજે એ સમાજ ખોજા મુસલમાન બની ગયો.

ત્યારે તમને જાણીને ગૌરવ થશે કે કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિના80 સનાતની સંતો અને વડીલો કેવા મહાન હશે કે એ લોકો આ જ્ઞાતિને બચાવવાના આ કાર્યમાં સફળ રહ્યા. વડીલ વિશ્રામબાપા નાકરાણી વિષે આપણે અગાઉ જોયું જ છે. હવે એમના સિવાય અન્ય મહાન ક્રાંતિકારી વડીલો અને સંતો વિષે આગળ જોઈશું.

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સાથે થયેલ ષડયંત્ર અને તેની સામે કરેલ સંઘર્ષના અંતે સફળ ઘરવાપસીની ગૌરવ ગાથા આ પુસ્તકમાં હવે આગળ જોઈશું અને એનું બરાબર વિશ્લેષણ પણ સાથે કરતાં રહીશું.


80 સનાતન જ્ઞાતિ = ક. ક. પા. જ્ઞાતિમાં બે વિભાગ છે. એક છે ક.ક.પા. સનાતન જ્ઞાતિ, જે ઇસ્લામના ધર્મ પરિવર્તનના ષડયંત્ર સામે લડી અને બીજી છે ક. ક. પા. સતપંથ જ્ઞાતિ, જે ઇસ્લામનો એક પંથ, સતપંથને પાળે છે.

Leave a Reply

Share this:

Like this: