Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
119. કટોકટી એટલે શું?: કટોકટી એટલે સંકટની એવી ભયંકર સ્થિતિ કે જેમાં બહુ મોટું નુકસાન (વિનાશ) થવાની પૂરેપૂરી ખાતરી હોય છે. સંપૂર્ણ વિનાશની શક્યતા ખૂબ ઓછી એટલે કે લગભગ નહિવત હોય.
120. ક. ક. પા. જ્ઞાતિમાં કટોકટીના લક્ષણો: ક. ક. પા. જ્ઞાતિ (કણબી જ્ઞાતિ)ના, તે સમયના, ધાર્મિક અને સામાજિક લક્ષણો પરથી ખ્યાલ આવશે કે જ્ઞાતિ ધાર્મિક રીતે કેવી ગજબની કટોકટીની પરિસ્થતિમાં પહોંચી ગઈ હતી. એમના રીતરિવાજો અને આચરણો મુસલમાનો જેવા થઈ ગયા હતા [121:Page 342]. જેના અમુક લક્ષણો નીચે પ્રમાણે હતા.
નોંધ: નીચે જણાવેળ લક્ષણો સાથે જે સંદર્ભો આપવામાં આવ્યા છે, એ માત્ર નમૂના રૂપ છે. ઇતિહાસમાં આવા તો ઘણા સંદર્ભો જોવા મળે છે.
1) સાચો હિન્દુ ધર્મ છૂટી ગયો: સેંકડો વર્ષોથી હિન્દુ ધર્મ છૂટી ગયો હતો. કૃષ્ણ જન્માષ્ટમી સિવાય લગભગ તમામ હિન્દુના તહેવારો છૂટી ગયા હતા. [88:Page 9].
2) હિન્દુ ધાર્મિક કથાઓ પર બંધી: હિન્દુ ધર્મની કથા વાર્તાઓ સાંભળવા પર દંડ68 લાગતો.
3) શિક્ષણથી વિમુખ: શિક્ષણનું સ્તર બહુજ ઓછું (લગભગ નહિવત) જેવું હતું [96:Page 6]. બાળકોને ભણવા ન આપતા [56:May-1972, Page 2 (195 of 522)] [71:Page 23]. વર્ષ 1904માં આખી જ્ઞાતિમાં પાંચ ધોરણ ભણેલા માત્ર 10 જ જણ હતા [86:Page 11] [6:Page 245].
4) અલી ઇષ્ટદેવ બની ગયા: મૂર્તઝા અલી તાલીબ સતપંથના ઇષ્ટદેવ બની ગયા. જેણે નિષ્કલંકી નારાયણ પણ કહેવામાં આવે છે. ઉપર જણાવેલ પોઈન્ટ (57) જુઓ. [141:Page 45, 53, 54, 58, 60] [52] [139:Page 463 onwards] [45:Page 81] [53:Page 40, 48].
5) ઇસ્લામી કલમાઓ: ધાર્મિક વિધિઓમાં ઇસ્લામી કલમાઓ પઢવામાં આવતા [126].
6) ધાર્મિક ગીતોમાં મુસલમાનના ગુણગાન: ભજનોની જગ્યાએ ઇસ્લામી ગીનાનો70 ગવાતા. જેમાં એક ગીનાન (ગોરવાણીનું ગીનાન 6ઠ્ઠું, કડી 4ની 2જી લાઇન) માં જણાવ્યું છે કે “અથર્વવેદમાં એમ ભાંખીઆ, સબ હિન્દુ હોંશે મુસલમાન” [58:Page 295] [88:Page 488] [126:Page 285] [146:Page 225]. એક ઓડિયો-વિડીયો71 પણ બહાર પડ્યો હતો, જેમાં કોઈ ખાનામાં મહિલાઓ આ ગીનાન ગાતી સંભળાય છે.
7) ઇસ્લામના નાયકોની બંદગી: સતપંથીઓના ધાર્મિક ગ્રંથોમાં ઇસ્લામના નાયકોના જેવા લે અલ્લાહ, મુહમ્મદ, અલી વગેરેના ગુણગાન છે [12] [13] [14] [15] [16] [20] [58] [81] [126] [102] [146]. આવા તો અનેકો શાસ્ત્રો છે, અને સતપંથના મૂળ હસ્ત લેખિત શાસ્ત્રોમાં (Manuscript) પણ ખૂબ જગ્યાએ છે.
8) નમાજ અને અલ્લાહનું નામ: સવારના ઉઠતી વખતે કે રાતના સૂતી વખતે, કેટલાક લોકો, અલ્લાહનું નામ લેતા થઈ ગયા હતા [35:Page 148] [72:Page 36] [6:Page 505]. ખાનાના મુખી કણબીઓને નમાજ પડતા શિખવાડતા [112:Page 8] [6:Page 76].
9) કુરાનને માનવા લાગ્યા: કલિયુગમાં સાચો વેદ તો કુરાન છે, જેને અથર્વ વેદ કહેવામાં આવે છે. એટલે કુરાનને માનવા લાગ્યા [35:Page 148] [56:Mar-1972 Page 28 (126 of 522)] [88:Page 127, 358, 364, 372]. (Subsequently added [157:Page 24] [37:Page 183] [27:Page 1164] [27:Page1172] )
10) પાવળ / નૂર / અમી: ઇરાનમાં આવેલ કરબલા72ની માટી, ઈમામશાહની કબર ઉપરનો લેપ અને વીર્યના મિશ્રણથી પાવળ/નૂર/અમીની ગોળી બનાવવામાં આવતી, એવી માહિતી આપતા ઇતિહાસના દસ્તાવેજો જોવા મળે છે [56:Tantri Lekh of Jan-1972 Edition] [89:Page 7] [81:Page 9] [88:Page 127,128] [81:Page 9] સૈયદોની થૂક પણ હોય છે [114:Page 70] [6:Page 218].
11) મોમના/મુમના મુસલમાન તરીકે ઓળખ: જ્ઞાતિની ઓળખ મોમના73 મુસલમાનની થઈ [35:Page 148] [121:Page 342 and 355] [41:Page 214] (Subsequently added [41:Page 188] ).
12) જીવન શૈલી: કોઈ વ્યક્તિને મળીએ ત્યારે, “રામરામ” જેવી હિન્દુ પ્રથાની જગ્યાએ.. “હે જિંદા.. કાયમ પાયા / પીરશાહ” એવા મુસલમાની શબ્દોથી એકબીજાને અભિવાદન74 કરવાની જીવન શૈલી અપનાવી લીધી હતી [88:Page 375, 429] [148:Page 23].
13) પીર શાહનો જાપ: હિન્દુ દેવોની માળાની જગ્યાએ “પીર શાહ”, “પીર શાહ”ની માળા કરવા લાગી ગયા હતા [88:Page 331, 375] [113:Page 5] [6:Page 62].
14) ઇસ્લામના ધર્મ સ્થાનકો: ગામેગામમાં મુસલમાન પીરોની મઝાર અને દરગાહો પર માથું ટેકવવા જવું એ સામાન્ય બની ગયું હતું.
15) ઇસ્લામી રીતરિવાજો અપનાવ્યા: હિન્દુ ધર્મના બધાજ રીતરિવાજો બંધ કરી ઇસ્લામી રીતરિવાજો અપનાવવામાં આવ્યા હતા. લગ્ન નિકાહ પદ્ધતિથી કલમા75 અને દુઆઓ પઢીને થતા અને મરણ પછી દફન76 વિધિ કરવામાં આવતી.
16) સૈયદોને હરિવંશી (વિષ્ણુનો વંશ) બ્રાહ્મણ / હુસૈની બ્રાહ્મણ ગણવામાં આવતા: હિન્દુ ભગવાન વિષ્ણુના હરિવંશ77માં મૂર્તઝા અલી તાલીબથી લઈને સૈયદ ઇસ્લામશાહ અને તેના બાદ એના વંશજો, કે જેઓ બધા જ મુસલમાન છે, એવી આ પેઢીઓ હરિવંશમાં ઘૂસાડી દીધી [113:Page 5] [6:Page 63] [88:Page 170] [55]. સૈયદોને કળિયુગના સાચા બ્રાહ્મણ તરીકે સ્વીકારેલ હતા [86:Page 34] [6:Page 268].
17) ધર્મગુરુઓ સૈયદો: અસલ બ્રાહ્મણોને હલકા બતાવી, તેમના પર બંદી મૂકી દેવામાં આવી. તેના બદલે ઈમામશાહના વંશજો સૈયદોને સાચા બ્રાહ્મણ માની, તેમને ધર્મગુરુ તરીકે માનવામાં આવતા [111:Page 4,15 and 25] [6:Page 24, 34, 43].
18) સૈયદોનું એંઠું એટલે પ્રસાદી: સૈયદોનું કણબીના ઘરે આવવું-જવું વધી ગયું. સૈયદોની એઠને અમૃત-પ્રસાદ તરીકે આપવામાં આવતો [56:Mar-1973, Page 5 (103 of 522)] [88:Page 499] [114:Page 65, 67] [6:Page 214 and 216] [40:Page 99].
19) સૈયદો એટલે શુદ્ધ: આભડછેટના એ જમાનામાં એવી માન્યતા હતી કે સૈયદને અડવાથી શુદ્ધ થઈ જવાય, એવું લોક મુખે સાંભળવા મળે છે.
20) જબરદસ્તીથી ધાર્મિક ‘કર’ના નામે લૂંટ: ધર્મના પ્રચાર પ્રસારના નામે, દસોંદ, લાગાઓ ધાર્મિક કરના પૈસા ભેગા કરવા પીરાણાના કાકાની સવારીઓ78 સમય સમય પર કચ્છ અને ગુજરાતના કંપાઓમાં આવતી. જુઓ પોઈન્ટ (105) [88:Page 9, 31] [148:Page 25, 117, 118 and 145]. પૈસા ન હોય તો ઉધાર લો, મિલકત વેચો, મહાજન પાસે મિલકત ગીરવી રાખો, ગમે તે કરો પણ પીરાણાના કાકાને અને મુખીઓને દસોંદ અને લાગાઓના પૈસાઓ આપવા જ પડે. મરણ પછી દાડાનું જમણ કરવું જ પડે, નહીં તો આત્માને સ્વર્ગ નહીં મળે, એવો ડર બેસાડવામાં આવેલ હતો. જેથી કરીને લોકો ગમે તેમ કરીને પૈસા આપે [113:Page 6] [6:Page 63].
21) પરદેશ કામ કરવા જવા ન આપતા: કોઈ વ્યક્તિ પરદેશ જશે તો ધર્મથી બગડી જશે. છતાં કોઈ ગયો હોય અને જ્યારે પાછો આવે, ત્યારે સીધું એને ખાનામાં જવું પડે. સીધા ઘરે ન જઈ શકે. ખાનામાં જઈને પહેલાં પાવળ પીવું પડે. ગુના છોડવાના કર અને દસોંદ–વીસોંદના પૈસા આપવા પડે. માફીનો દંડ ભરવો પડે. જ્યાં સુધી ખાનામાં જઈને છાંટ79 ન નખાવે, ત્યાં સુધી તેમના માટે પોતાના ઘરમાં પણ ખાવા પીવા સુદ્ધાંની મનાઈ હતી [148:Page 21].
22) સુન્નત: અનોપચારીક ચર્ચાઓમાં, આની વાતો સાંભળવામાં આવતી હોય છે [148:Page 114]. એવી જ રીતે “ખોંભડીનો કિસ્સો” નામથી પણ એક પ્રકરણ ખૂબ પ્રખ્યાત છે. જેમાં રામજી કાકાની સુન્નત વિષે જાંચ કરવા આગેવાનોની એક કમિટી બેસે છે. પણ છેલ્લી ઘડીએ મવાળોએ ભૂમિકા ભજવી અને જાંચનું કામ લટકી ગયું. એવી વાતો કરવામાં આવી કે જો કાકાની સુન્નતની જાંચ થશે, તો મુમના મુસલમાનની છાપ કાયમી થઈ હશે અને અન્ય હિન્દુઓ કણબીઓને ધૂત્કારશે. આ ડર બતાવીને છેલ્લી ઘડીએ આ કામ અટકાવવામાં આવ્યું. અહીં એકદમ ખાતરી પૂર્વક કઈં કહેવા નથી માંગતા [148:Page 119, 120 and 130]. વધારે વિગત માટે જુઓ રમેશભાઈ વાગડિયાનું દિનાંક 13‑Oct‑2005નું પેમફલેટ. ભૂતકાળમાં પણ આવી વાતો નીકળતી હતી [94:Page 11]. હાલ દિનાંક 18‑Jan‑2023ન વાંઢાય ખાતે સતપંથી અને સનાતની આગેવાનોની એક મિટિંગ હતી, ત્યાં પણ સુન્નતની વાત નીકળી હતી. ત્યાં એક ભાઈએ ખાતરી પૂર્વક એવો દાવો કર્યો હતો કે આજે પણ અમુક લોકોએ છૂપી રીતે સુન્નત કરાવેલ છે. જેની વાંઢાયની મિનટ્સ બુકમાં નોંધ પણ છે. (Subsequently added: [41:Page 214] [40: Page 98])
23) અનેક અત્યાચારો: આર્થિક શોષણ, દમન જેવા કહી ન શકાય અને સહી ન શકાય એવા અનેક પ્રકારના અત્યાચારો કરવામાં આવતા, જે તમે સમજી ગયા હશો. કારણકે બધાજ અત્યાચારો વિષે લખવામાં કે બોલવામાં આવતું ન હોય. તેના માટે વિવેક બુદ્ધિ અને કલ્પના શક્તિની જરૂરત પડે [111:Page 12 and 15] [6:Page 32 and 34] [114:Page 52] [6:Page 201].
24) અન્ય હિન્દુ સમાજો દૂરી જાળવવા લાગ્યા: સતપંથી મુસલમાન ધર્મ હોવાના કારણે.. અન્ય હિન્દુ જ્ઞાતિઓ કણબીઓને પોતાનાથી દુર રાખતા. એમને પીવાનું પાણી પણ ઉપરથી આપવાનો વ્યવહાર કરતા [56:Feb-1972, Page 10 (68 of 522)] [59:Page 24] [113:Page 3] [6:Page 61].
25) કાકા અને મુખીઓના હાથમાં સંપૂર્ણ સત્તા: ક. ક. પા જ્ઞાતિમાં કાકા અને મુખીઓની એક હથ્થું જબરદસ્ત સત્તા હતી, જેના વિરુદ્ધ જવાની કોઈની પણ હિંમત ન થતી [148:Page 24].
26) મરણ તુલ્ય દુર્દશા: પીરાણા સતપંથને લઈને જ્ઞાતિની એવી અધોગતિ થઈ ગઈ કે ગરીબ જ્ઞાતિજનો મરણતુલ્ય દુર્દશા ભોગવી રહ્યા હતા [88:Page 20]. ભોળા જ્ઞાતિ ભાઈઓને પાયમાલ કરીને એમના માટે ભૂખે મારવાનો વારો આવી ગયો હતો [148:Page 26]. “કણબી પશુ ન માનવી” એવું કહેવામાં આવતું [130:Page 5] [6:Page 105].
27) ઇસ્લામ સંપૂર્ણ રીતે છવાઈ ગયું: જ્ઞાતિના મન-મસ્તિષ્ક પર ઇસ્લામ છવાઈ ગયું હતું. અને મોટા ભાગના લોકો એને ગૌરવભેર સ્વીકારી પણ લીધું હતું [88:Page 16].
28) ફક્ત નામ બદલવાનું બાકી રહી ગયું હતું: આ બધા લક્ષણો જોશો, તો તમને ખ્યાલ આવશે કે મુસલમાન બનવામાં ફકત મુસલમાની નામ રાખવાનું જ બાકી રહી ગયું હતું. બીજું લગભગ બધું જ મુસલમાનોનું અપનાવી લીધું હતું.
ટૂંકમાં એમ કહી શકાય કે, ઉપર જણાવેલ જ્ઞાતિના લક્ષણો દર્શાવે છે કે, એક તરફ કાકા/મુખી અને બીજી તરફ સૈયદ રૂપી જડબાં વાળા મૃત્યુના મુખમાં જ્ઞાતિ ફસાઈ ગઈ હતી (હિન્દુઓની દૃષ્ટિથી). કોઈ કાળે મૃત્યુના મુખમાંથી છૂટી ન શકાય, એવી પરિસ્થિતિમાં જ્ઞાતિ પહોંચી ગઈ હતી.
121. આ દયનીય પરિસ્થિતિનું વર્ણન નારાયણ બાપાના શબ્દોમાં: ક. ક. પા. જ્ઞાતિના મહાન આધ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીએ પોતાની જ્ઞાતિની આ દયનીય પરિસ્થિતિનું વર્ણન કરવા જે શબ્દો વાપર્યા છે એ પણ ઘણું બધુ કહી જાય છે. જે નીચે મુજબ છે.
“સ્વાર્થી આગેવાનોએ જુલ્મી સત્તા ચલાવી કચ્છી કણબી કોમને તદ્દન નામર્દ કરી નાખી. કચ્છની કણબી જ્ઞાતિનું હીર અને વીરત્વને બાળીને નપુંસક જેવી દશામાં આખી જ્ઞાતિને ગુલામગીરીમાં રખડતી રઝળતી કરી મૂકવાનો દોષ કહેવાતા આગેવાનોનો છે” [85:Page 1].
“કણબી જ્ઞાતિમાં કહેવાતા કેટલાક જુલ્મી આગેવાનોની અનેક પ્રકારની કનડગતથી તેઓ છૂટી શકતા નથી” [85:Page 2].
122. ઉપર જણાવેલ લક્ષણો સાથે આધાર અને ખૂલસાઓ પણ આપેલ છે. જેના પરથી વાચક મિત્રોને એક આછેરો ખ્યાલ આવે કે ક. ક. પા. જ્ઞાતિ હિન્દુ ધર્મના નજરથી મૃત્યુના મુખમાં પહોંચી ગઈ હતી. બચવાની કોઈ શક્યતા (chance) દેખાતી ન હતી. પરિસ્થિતિ કેવી ગંભીર હશે, એના વિચાર માત્રથી રુવાંટી કાંપી જાય છે. |
70 ગીનાન = જ્ઞાન શબ્દનો અપભ્રંશ. કુરાનનો સંદેશ આપતા ધાર્મિક ગીતો. [43]atharv [120:Page 43] [140] [156:Page 29] [88:Page 483]
71 વિડીયો – https://abkkpsamaj.org/go/fn71 – skip to 1:52 minutes
72 કરબલા = અલીના દીકરા ઈમામ હુસેન જ્યાં લડાઈમાં મરી ગયા હતા. હાલ ઈરાક દેશમાં
73 મોમના = મુમના
74 અભિવાદીત = આવકાર આપવો = welcome = greet
75 કલમા – લગ્ન વખતે જે કલમા બોલતા એ અહીં વાંચો [114:Page 72] [6:Page 220].
76 દફન – વધુ જાણકારી માટે જુઓ [114:Page 73] [6:Page 221].
77 હરિવંશ – પીરાણામાં આવેલ ઈમામશાહના વંશજ બાકારશાહ બાવાની દરગાહમાં હરિવંશનો માર્બલમાં કોતરેલી યાદી જોવા મળે છે [27:Page 294]. ગુજરાતના લેવા પાટીદાર સમાજનો એક નાનો વર્ગ આ બાકારશાહને માને છે. બાકારશાહના ગાદીપતિ કાકાનું ઈમામશાહની દરગાહના મુખ્ય કાર્યક્રમોમાં મંચ ઉપર વિશેષ સ્થાન હોય છે.
78 સવારી = વેલ પણ કહેવામાં આવતું [148:Page 109].
79 છાંટ નાખવી = ખાનાનો મુખી શુદ્ધ/પાવન કરવાના દુઆ[148:Page 22 and 23] બોલી વ્યક્તિ પર પાણીનો હાથેથી છાંટે. તેના માટે મુખીને છાંટ નાખવાનો કર આપવો પડે.