બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૧૭. સંવત 1832નો ઠરાવ – હિન્દુ મૂળ કાપવાનો “કાળો” ઠરાવ

109.         પરિપેક્ષ: વિચારધારાના વિનાશના શરૂઆતના 2 તબક્કાઓ એટલે કે “અધોગતિનો તબક્કો” અને “અસ્થિરતાનો તબક્કો”, લગભગ પૂર્ણતાની આરે આવી ગયા હતા. આ સમય ગાળા સુધી ક. ક. પા. જ્ઞાતિના લોકો હિન્દુ ધર્મ પ્રમાણે બ્રાહ્મણોના હાથે ધાર્મિક વિધિ કરાવતા અને પછી ફરીથી સૈયદોના હાથે પણ એજ બાબતની વિધિઓ કરાવતા. હજી સુધી હિન્દુ મૂળ છોડ્યું નહોતું. હવે ધર્મ પરિવર્તનનું કામ આગળ વધારવા માટે હવે પછીનું પગલું ભરવામાં આવ્યું. અને એ હતું કે..

1)       અનુયાયીઓના મૂળ ધર્મ એટલે કે હિન્દુ ધર્મ સાથે ચાલતા સંબંધો કાપવા. અને,

2)       હિન્દુ ધર્મમાં પાછા વળવાના દરવાજાઓ બંધ કરવા.

110.         પીરાણાના કાકા અને ધર્મગુરુ સૈયદનું કચ્છમાં આવવું: એક વિવાહ પ્રસંગે, પીરાણાના ગાદીપતિ પ્રાગજી કાકા અને ધર્મ ગુરુ સૈયદ વલિમિયાં (ઈમામશાહના વંશજ) નખત્રાણા આવ્યા. ત્યાં એ લોકોએ કણબીઓને હિન્દુ ધર્મથી અલગ કરવા અને પીરના શુદ્ધ અનુયાયી બનાવવા માટે ખટપટ ચલાવી.

111.         સંવત 1832નો “કાળો” ઠરાવો: વિક્રમ સંવત (VSAK)1832ના પોષ વદ 13, એટલે દિનાંક 18‑Jan‑1776ના દિને, પ્રાગજી કાકા અને સૈયદ વલિમિયાંએ, નખત્રાણાના ખાનામાં આખી જ્ઞાતિ ભેગી કરી અને ઈમામશાહ બાવાની પાટ સામે ધૂપ દીવો કરી, તેમની પાસેથી નીચે મુજબના ઠરાવો કર્યા અને ભોળી જ્ઞાતિને ભરમાવવાની વાતો કરી [88:Page 526] [105:Page 201] [98:Page 7] [56:Jan-1972, Tantri Lekh, Page 9 and 10 of 522];

1)       બારોટ ગૌરીદાસ શામદાસને રજા આપી: આજ દિવસ પછી બારોટ પાસે વહીવંચા63 લખાવવા નહીં. તેમજ તેમણે કઈં આપવું નહીં, એવો પહેલો ઠરાવ કર્યો.

2)       ગોર જાની દયાશંકર ભાગવનજીને રજા આપી: ગોર દયાશંકર અને તેમના વંશજ, તેમજ કોઈ પણ અન્ય બ્રાહ્મણ પાસે, લગ્ન કે કોઈ પણ પ્રસંગે કોઈ કર્મ64 કરાવાવવું નહીં. આ હતો એમનો બીજો ઠરાવ.

બિચારા અંધશ્રદ્ધાળુ અને ધર્માંધ કણબીઓ આ ચાલને ઓળખી ન શક્યા અને એમની વાતમાં ફસાઈ ગયા.

112.         ઠરાવો પાછળની મેલી મુરાદ: ઉપર જણાવેલ ઠરાવો પાછળની મેલી મુરાદને નીચે જણાવેલ મુદ્દાથી સમજી શકાય.

1)       હિન્દુ મૂળ કાપવું: વહીવંચાની કામ કરવાની શૈલી હોય છે કે જ્યારે એ કોઈના ઘરે જાય, ત્યારે એના ઘર, કુળ અને ગામનો સચોટ ઇતિહાસ કહે. એમના પૂર્વજોની યશગાથા કહે. જેથી લોકોને પોતાના પૂર્વજો ઉપર ગૌરવ થાય. અને ત્યાર બાદ વંશાવલી લખવામાં આવે એટલે કે ઘરમાં થયેલ જન્મ-મરણ-લગ્ન વગેરેની ઘટનાઓ નોંધવામાં આવે.

તમે સમજી શકો છો કે વહીવંચા પાસે પોતાની વંશાવલી65 લખાવવા પર રોક લગાડવાનું કારણ હતું કે કણબીઓ ધીરે ધીરે પૂર્વજોનું ગૌરવ ભૂલે, સાથે ભૂલી જાય કે એમના પૂર્વજો હિન્દુ હતા. તેમજ એમની મૂળ હિન્દુ જ્ઞાતિ સાથે સંબંધો પણ ઘસાઈ જાય. આવી રીતે કણબીઓ એક વખત પોતાના મૂળથી છૂટા પડી જાય, એટલે એ લોકોની શ્રદ્ધાને સંપૂર્ણ રીતે ઇસ્લામમાં વાળવી સહેલી બની જાય.

અને, બીજી બાજુ હિન્દુ સમાજ, જે જ્ઞાતિ આધારીત છે, એ જ્ઞાતિની જાણકારી વગર પાછા હિન્દુ સમાજની કઈ જ્ઞાતિ એને સ્વીકારે એ મોટો પ્રશ્ન ઊભો થાય. તેમજ જ્ઞાતિની જાણકારીના અભાવે એની મૂળ જ્ઞાતિ પણ એમને પોતાનામાં સમાવવામાં સંકોચ અનુભવે. જે સ્વાભાવિક હતું. આથી કરીને હિન્દુ સમાજમાં પાછા ફરવાના તમામ દરવાજા કાયમ માટે બંધ થઈ જાય, એ રમત હતી, એ બધા સમજી શકે એવી આ વાત છે.

2)       હિન્દુ ધર્મથી દૂર કરવા: બ્રાહ્મણોને દૂર કરવા પાછળનો હેતુ હતો કે કણબીઓને હિન્દુ ધર્મની વિધિઓ, રીત-રિવાજો અને પરંપરારાઓથી દૂર કરવા. હિન્દુઓમાં વૈદિક ચોરી66 પદ્ધતિથી થતા લગ્નો બંધ કરી ખાનામાં મુખીના હાથે નિકાહ પદ્ધતિથી લગ્નો શરૂ કરવામાં આવ્યા.

બીજો એક મહત્વનો મકસદ હતો કે મૃત્ય પછી મૃતક શરીરને (ચિતા ઉપર) અગ્નિ સંસ્કાર આપવાની હિન્દુ વિધિ બંધ કરાવીને, તેના બદલે ઇસ્લામી દફન વિધિ શરૂ કરવી.

આવી રીતે બ્રાહ્મણોના હાથે થતા હિન્દુઓના તમામ કર્મકાંડો બંધ કરાવ્યા, અને ખાનાના મુખીઓના હાથે વિધિઓ શરૂ કરવામાં આવી. બ્રાહ્મણોને દૂર રાખવાથી લોકોને હિન્દુ ધર્મથી વિમુખ કરવા બાદ ધીરે-ધીરે ઇસ્લામમાં એમની શ્રદ્ધા વધતી જાય, એવી એમની યોજના સ્પષ્ટ દેખાવા લાગી.

113.         મુમના મુસલમાનની ઓળખ ઊભી થઈ: સૈયદ વલિમિયાં અને પ્રાગજી કાકાને પોતાના ઉદ્દેશમાં સફળતા મળવા લાગી. ધીરે-ધીરે કણબી જ્ઞાતિમાં એટલે કે ક. ક. પા. જ્ઞાતિમાં;

1)       લગ્નો નિકાહ પદ્ધતિથી શરૂ થયા અને મડદાને દફન કરવાની વિધિ શરૂ થઈ.

2)       બ્રાહ્મણો સંપૂર્ણ પણે નીકળી ગયા.

3)       એક કૃષ્ણ જન્માષ્ટમી67 સિવાય લગભગ બધાજ હિન્દુ તહેવારો મનાવવાનું બંધ થઈ ગયું.

4)       હિન્દુ ધાર્મિક શાસ્ત્રો પૂરેપૂરા બંધ થઈ ગયા. હવે સૈયદ ઈમામશાહ દ્વારા તૈયાર કરેલ ઇસ્લામી શાસ્ત્રોનો જ્ઞાતિના ધર્મ ઉપર એકાધિકાર થઈ ગયો.

5)       હિન્દુ મંદિરો અને હિન્દુ ધર્મના કાર્યક્રમોમાં કોઈ જઈ ન શકે અને જાય તો ગેઢેરાઓ દંડ ફટકારવા લાગ્યા. જેથી લોકો જાહેરમાં હિન્દુ ધર્મથી વંચિત રહેવા લાગ્યા.68

 

આવા કારણોને લઈને ક. ક. પા. જ્ઞાતિના લોકોની ઓળખ “મુમના”69 મુસલમાન તરીકે કચ્છમાં ઊભી થઈ [35:Page 148] [121:Page 355].

114.         સનાતની ક. ક. પા. જ્ઞાતિ માટે આ એક ઇતિહાસનો “કાળો” દિવસ છે. “સંવત 1832ના ઠરાવો”ના નામથી ઓળખાતા આ ઠરાવોએ જ્ઞાતિને, વિચારધારાના વિનાશના સહુથી ઘાતક તબક્કા તરફ ધકેલી દીધી. જેણે “કટોકટી કે સંકટની સ્થિતિ” કહેવામાં આવે છે. જેના વિષે આગળ આપણે જોઈશું.

115.         પરિસ્થિતિને બરાબર સમજીએ: તમને યાદ અપાવું કે વિચારધારાના વિનાશના તબક્કાઓ વિષે આગાઉ જે ચિત્રના માધ્યમ સમજાવેલ છે, જુઓ પોઈન્ટ (23), એ ચિત્રના માધ્યમથી આપણે પહેલાં બરાબર સમજીશું કે ક. ક. પા. જ્ઞાતિ કેવા ઘાતક કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી ગઈ. પરિસ્થિતિ બરાબર સમજી શકાય એટલા માટે યાદ અપાવું છું કે હવે આના પછી વિચારધારાના વિનાશનો માત્ર એક જ તબક્કો બાકી રહી ગયો છે, અને એ છે હિન્દુ ઓળખને ત્યાગીને ઇસ્લામની ઓળખ જાહેરમાં સ્વીકારી લેવી, જે ધર્મ પરિવર્તનનું છેલ્લું પગથિયું છે.

ખાસ નોંધ લેશો કે સંવત 1832ના ઠરાવ વખતે પીરાણાનો ગાદીપતિ કાકો અને ગામેગામના મુખીઓ એ જ્ઞાતિના અંદરના વ્યક્તિઓ હતા. જ્યારે ધર્મગુરુ સૈયદ વલિમિયાં એ જ્ઞાતિથી બહારનો વ્યક્તિ હતો.


ઉપર
બતાવેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે જ્ઞાતિ કટોકટીની પરિસ્થિતિમાં પહોંચી જાય ત્યારે ધર્મપરિવર્તનનું કામ પૂર્ણ કરવા માટે 2 પ્રકારના વ્યક્તિઓની જરૂર હોય છે. જે છે;

1)       અંદરની વ્યક્તિ: સંવત 1832ના ઠરાવ વિષે મનન કરશો તો ખ્યાલ આવશે કે ધર્મ બાબતે બ્રાહ્મણોને દૂર કરી તેની જગ્યાએ ખાનાના મુખીને ધાર્મિક ક્રિયાની જવાબદારી આપી. ગામેગામના ખાનાઓના મુખીઓ અને કારભારીઓ એકદમથી સંપૂર્ણ અને નિર્વિરોધ સત્તા પર આવી ગયા. એમના મોઢેથી જે નીકળે એ બધાય ફરજિયાત પાળવું જ, એવો કાયદો હતો. અને આ મુખીઓનો દોરી સંચાર પીરાણાના કાકા દ્વારા થતો [88:Page 10] .

2)       બહારની વ્યક્તિ: સતપંથના ધાર્મિક ગુરુઓ તો મુસલમાન સૈયદ ઈમામશાહના વંશજો એટલે કે મુસલમાન સૈયદો છે. સૈયદો અનુયાયીઓને ઉપદેશ આપવા અને ધર્મને ટકાવી રાખવા સમયાંતરે કચ્છમાં આવતા. એમનું સ્વાગત કોઈ રાજાના જેવુ વાજતે ગાજતે થતું. ગામમાં એ લોકો ખાનામાં ઉતરતા, જેનો કરતોહરતો મુખી એની સેવામાં રહેતો. સૈયદો આ મુખીને જરૂરી સૂચનાઓ આપતા અને ધાર્મિક દસોંદ, કરો અને લાગાઓની આવકમાંથી (જુઓ પોઈન્ટ 105), પોતાના ભાગના પૈસા વસુલતા. આજકાલ ક. ક. પા. જ્ઞાતિમાં કોઈ મુસલમાન ધર્મ ગુરુ ન હોવો જોઈએ, એવા વાતાવરણમાં, જાહેરમાં આવા કરતાં, ચોરીછૂપી રીતે, પાછલા બારણે પોતાનું કામ સૈયદો કરી રહ્યા છે, એવું ઘણી જગ્યાથી સાંભળવા મળે છે. સંશોધનકારોએ આવા છુપા સૈયદો માટે Hidden Pir (Invisible Pir / Concealed Pir / છુપા પીર) શબ્દ વાપરે છે. [151:Page 154] [141] [31] [138] [33:Page 112 and 119 onwards] [158:Page 224 and 233] [138:Page 147].

પોતાનું કામ પાર પાડવા માટે જ્ઞાતિના અમુક ગેઢેરાઓને પોતાના એજંટ બનાવી પોતાની જુલ્મી અને અત્યાચારી સત્તા ચલાવતા, એવું ઇતિહાસમાં જોવા મળે છે. આવી રીતે આ બન્ને પ્રકારના (અંદરના અને બહારના) વ્યક્તિઓની હાથમાં ક. ક. પા. જ્ઞાતિ પિસાઈ રહી હતી [148:Page 34].

116.         બહારનો વ્યક્તિનું શું કામ, એનો દાખલો: આ તબક્કાને અનુરૂપ, બહારનો વ્યક્તિ આ તબક્કામાં શું કરે એનો એક દાખલો જાણવા જેવો છે. એ છે લોહાણા જ્ઞાતિનો. ઈમામશાહના દાદા પીર સદરૂદ્દીનને માનનારા લોહાણા જ્ઞાતિના સતપંથીઓના સમાજ જેણે આજે ખોજા મુસલમાન તરીકે ઓળખીએ છીએ, એ સમાજ પણ ઇતિહાસમાં આવી જ પરિસ્થિતિમાં આવીને ઊભો હતો. વાત છે વર્ષ 1848 સુધીની. આ સમય સુધી સતપંથ પાળનાર લોહાણા સમાજનો મોટો વર્ગ સતપંથને કલિયુગનો હિન્દુ ધર્મ અને પોતાને હિન્દુ માનતો હતો.

વર્ષ 1848માં “બહાર”ની એક વ્યક્તિ આવી અને આ સમાજ પર પોતાની સત્તા જમાવવા માટે ખટપટ કરી. એ વ્યક્તિ હતી આગા ખાન. લોહાણા જ્ઞાતિના અમુક “અંદર”ના માણસોનો સહારો લઈ, પોતે સતપંથનો ઇષ્ટદેવ નિષ્કલંકી નારાયણ છે, એવું પ્રસ્થાપિત કરવામાં એ સફળ થયો.

વાત મુંબઈ હાઈ કોર્ટમાં પહોંચી. વર્ષ 1866નો પ્રખ્યાત આગા ખાન કેસ, જેના વિષે આગાઉ પોઈન્ટ (60), (61) અને (92)માં જણાવેલ છે, એ કેસ મૂળમાં સતપંથ હિન્દુ ધર્મ છે કે મુસલમાન ધર્મ છે, એ નક્કી કરવા માટેનો હતો. ત્યારે આ લોહાણા સમાજના ધાર્મિક સ્થળો જમાતખાના હતા. તેઓ વિચારધારાના વિનાશના આગળના બધાજ તબક્કાઓ પાર કરી, કટોકટીના તબક્કા સુધી પહોંચી ગયા હતા. કટોકટીના સમયમાં એ સમાજનો દોર અમુક અંદર અને બહારના વ્યક્તિઓના હાથમાં ચાલ્યો ગયો. અને એવા સમયે મુંબઈ હાઈ કોર્ટને સતપંથ ધર્મ એક મુસલમાન ધર્મ છે અને પોતે એ ધર્મનો ઇષ્ટદેવ ભગવાન નિષ્કલંકી નારાયણ છે, એવું સાબિત કરવામાં આગા ખાન સફળ રહ્યો.

આના પરિણામે, ધીરે-ધીરે લોહાણા જ્ઞાતિ સંપૂર્ણ મુસલમાન થતી ગઈ. અને એની ઓળખ ખોજા મુસલમાન તરીકે વધુ જાહેર થવા લાગી. એમની આજની મોટા ભાગની પેઢીને પોતાનો સાચો ધાર્મિક ઇતિહાસની પણ ખબર નથી. એમને ખબર નથી કે એમના વડવાઓને સતપંથને કલિયુગનો સાચો હિન્દુ ધર્મ છે, એવો વિશ્વાસ અપાવીને ઇસ્લામ તરફ ખેંચવામાં આવ્યા હતા. ત્યાર બાદ ધીરે ધીરે ઉપર જણાવેલ રણનીતિના માધ્યમથી બ્રેનવોશ કરી એમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આજે પોતાને મુસલમાન કહેડાવવામાં નવી પેઢી ગૌરવ અનુભવે છે. જે લોકોએ એમના વડવાઓને છેતર્યા એજ લોકોને આજે એમના હીરો / નાયક તરીકે માને છે, જે દુઃખ અને એમની કમનસીબીની વાત છે.

117.         ખતરનાક ભૂમિકા: આ દાખલા પરથી તમે સમજી શકશો કે “અંદર”ની અને “બહાર”ની વ્યક્તિ કેટલી ખતરનાક ભૂમિકા ભજવી શકે છે. એ ભૂમિકાને પીરાણાની પોલ [88] પુસ્તકના પેજ 12ના 1લા પેરામાં ખૂબ સારા શબ્દોમાં વર્ણવેલ છે, જેના શબ્દે-શબ્દો અહીં ઉતારેલ છે;

“પીરાણા-સતપંથના આદ્ય ઉત્પાદકો તથા પ્રવર્તકોના પાખંડ અને છળભેદ, કાકા અને સૈયદોની સ્વાર્થબાજી, પાજી પટેલો અને ગુણહીન ગેઢેરાઓનાં કાળાં કર્મો, પાપી તેમજ ઉપદ્રવ્યાપી કુકર્મી હરામખોરોની મોગલાઈ દમનનીતિ,તેમજ એ બધાની રચેલી વજ્રભેદી પાખંડ-જાળમાં ફસાયેલા પાટીદારોનાં હરણ-ટોળાંની હૃદયભેદક હાલત… … … “

118.      વિચારધારાના વિનાશની લક્ષ્ય પૂરતી: નીચેના ટેબલ પરથી આપણે ફરી એક વાર નજર કરીએ કે આ તબક્કા સિવાય, વિચારધારાના વિનાશના કેટલા તબક્કાઓ હમણાં સુધી પાર કરવામાં પીરાણા સતપંથના પ્રચારકોને સફળતા મળી. તેમજ કેટલું કામ હજી બાકી હતું.

ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ

Ideological Subversion / વિચારધારા વિનાશ

વિનાશ

વિગત

વિનાશ

સ્થિતિ

1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો

19

પૂર્ણ

 

1.1. Religion / ધર્મ

20.1

ü(70)

 

1.2. Education / શિક્ષાકેળવણી

20.2

ü(89)

 

1.3. Social Life / સામાજિક જીવન

20.3

ü(88)

 

1.4. Power Structure / સત્તાનું માળખું

20.4

ü(77.1)

 

1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા

20.5

ü(77.2)

 

1.6. Leadership / નેતૃત્વ

20.6

ü(77.3)

2. Destabilisation / અસ્થિરતા લાવવી

21

પૂર્ણ

 

2.1. Finance / આર્થિક

21.1

ü(105)

 

2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા

21.2

ü(106)

 

2.3. Media / મીડિયા

21.3

ü(107)

3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું 

23

પૂર્ણ

 

3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો

23.3

ü(115)

 

 • અંદરની વ્યક્તિ

 

 
 

 • બહારની વ્યક્તિ

 

 

4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી

24

બાકી

 

4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં

 

બાકી

 

 


63 વહીવંચા = વંશ પરંપરાગત રીતે હિન્દુ જ્ઞાતિની વંશાવલી લખનાર = Genealogist

64 કર્મ = પૂજા તેમજ અન્ય કોઈ પણ ધાર્મિક વિધિ

65 વંશાવલી = Family Tree

66 ચોરી = 4 થાંભલા ઉપર ઊભો કરેલ લગ્ન મંડપ જ્યાં અગ્નિની સાક્ષીએ નવદંપત્તિ લગ્નના ફેરા લે.

67 કૃષ્ણ જન્માષ્ટમી – વિશ્રામબાપા નાકરાણીને આપેલ વચનના કારણે. જુઓ પોઈન્ટ (97).

68 દંડ – વાંઢાય ઈશ્વર આશ્રમના એક વરિષ્ઠ હતા સંત સેવાદાસ બાપુ. એમને દી. 24-Mar-2012ના આપેલ એક વિડીયો ઇન્ટરવ્યૂમાં જણાવેલ કે લોકો ભીત (દીવાલ) પકડીને (એટલે દીવાલ પાછળ છુપાઈને) હિન્દુ ધર્મની જાહેર કથાઓ/સપ્તાહો સાંભળતા. કારણ કે જો પકડાઈ જાય તો જ્ઞાતિના ગેઢેરાઓ દંડ ફટકારતા. વિડિયો લિન્ક: https://abkkpsamaj.org/go/fn68

69 મુમના = મોમના = ઇસ્લામમાં શ્રદ્ધા રાખનારા = Believer [35:Page 148]

Leave a Reply

Share this:

Like this: