બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૧૬. અસ્થિરતા ફેલાવવાનો તબક્કો

104.         અસ્થિરતાનો તબક્કો શરૂ: દરેક સમાજની મજબૂતી માટેના જરૂરી પાયાઓને જે-જે ક્ષેત્રોમાં નાખેલા હોય, અને જેના ઉપર સમાજનો વિકાસ નિર્ભર હોય, એ તમામ ક્ષેત્રોનો વિનાશ કેવી રીતે ક. ક. પા. જ્ઞાતિમાં થયો એ આપણે ઉપર જોયો. આપણે જોયું કે જીવનની પ્રેરણા આપતી આશાઓને કેવી રીતે નિરાશામાં ફેરવી નાખવામાં આવી. પરિણામે જ્ઞાતિમાં ચારે બાજુ નિરાશા ફેલાઈ ગઈ. ખોટા કામો અને ખોટા લોકો સામે સામાન્ય લોકો વિરોધ કરવાની હિંમત ન કેળવી શકે, એવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી.  સમાજના પતનનું આ પહેલું પગથિયું આપણે જોયું.

હવે સમાજના પતનનું બીજું પગથિયું જોઈશું અને એના વિષે સમજશું. એમાં સમાજમાં અસ્થિરતા કેમ આવી એ જોઈશું. વધુ વિગત માટે જુઓ પોઈન્ટ (21). હિન્દુ મૂળ કાપવામાં થયેલ વિલંબ છતાં, એ સમય ગાળામાં જ્ઞાતિમાં “અસ્થિરતા” ફેલાવવાનું કામ તો ચાલુ જ રહ્યું હતું.

105.         આર્થિક શોષણ: આપણે સમજીએ છીએ કે કોઈ પણ ધર્મ દાનથી ચાલે. પણ જ્યારે દાન સ્વેચ્છાના બદલે ફરજિયાત બને ત્યારે એ કરનો સ્વરૂપ લે. ત્યારે એ ધર્મના ઠેકેદારોના હાથમાં અનુયાયીઓ ઉપર શોષણ કરવાનું એક માધ્યમ બની જાય. સતપંથમાં પણ દાનના નામે આવુંજ કંઈક છે.

દાનની અપીલ બધાજ ધર્મોમાં જોવા મળે છે. પણ સતપંથના શાસ્ત્રોમાં દશાવતાર ગ્રંથની સાથે અનેક જગ્યાએ તો એવું જોવા મળે છે કે જે સતપંથી પૂરી નિષ્ઠા સાથે દસોંદ34 આપશે એ જ ખરો સતપંથી કહેવાશે. માત્ર એવા ખરા સતપંથીને મૃત્યુ પછી અમરાપુરી24 જવા મળશે અને કલિયુગના અંતે 1.25 લાખ વર્ષ સુધી ધરતી પર રાજ કરવા મળશે. અને જે દસોંદ નહીં આપે એને નરકની યાતના ભોગવવી પડશે.

અમરાપુરી તેમજ 1.25 લાખ વર્ષ સુધી રાજ કરવાની લાલચો સાથે નરકની યાતનાનો ડર [88:Page 371] એક સામાન્ય શ્રદ્ધાળુ પાસેથી ઘણું બધું કરાવી જાય. આ પ્રકારનો લોભ અને ડર એક વ્યક્તિને અસંખ્ય યાતનાઓ, દુઃખો અને જુલ્મો સહન કરાવે, પણ દસોંદ ન આપવાની ભૂલ કરવા ન આપે.

105.1.        દસોંદ / દશાંસ: દર વર્ષે આવક અથવા કમાણીના 10% આપવા. તેમજ મિલકતની કિમત વધે તો એના પર પણ 10% ગણવામાં આવે [85:Page 26, Point 6] [88:Page 127, 497].

105.2.        વીસોંદ / વિશાંસ: દસોંદ જેવું જ, પણ 10%ના બદલે 20% આપવા [148:Page 24].

105.3.        પ્રકારો: જ્ઞાતિના આધ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણી દ્વારા લિખિત મહાન ગ્રંથ પીરાણાની પોલના પેજ ક્રમ 545માં [88:Page 545] એક સતપંથી ઉપર લગાડવામાં આવતા કર અને લાગાઓની એક સૂચિ આપેલ છે, જે નીચે પ્રમાણે છે.

અમુક કર35 અને લાગાઓ36 ની સૂચિત યાદી નીચે આપેલ છે. આ યાદી ઉપરાંત વધારાના અન્ય કર અને લાગાઓ પણ હોઈ શકે છે, તેની નોંધ લેશો.

1)       છોકરાંના જન્મ પછી સતપંથી બનાવવાનો કર

2)       પરદેશ ગયેલા37 ભાઈઓ જ્યારે દેશમાં38 પાછા આવે ત્યારે પાવન કરવા નૂરની ગોળી39 પાવાનો40 કર

3)       ગુરુવાર41 તથા ચાંદરાતે42 થાળ કરવાનો અને રોકડા પૈસા મૂકવાનો કર

4)       મરનારનો દાડો43 ખાવા જાય તેને જણ દીઠ દોકડા44 લેખે ભરવાનો કર

5)       મરનારના ગુના છોડાવવા45 માટે એક માણસ દીઠ 50 થી 150 કોરી46 સુધી કર

6)       લગ્ન કે પુનર્લગ્ન કરે તો 7.5 કોરીનો કર

7)       ઢોરની47 પ્રજા વધે તો તેના પર દસોંદનો કર

8)       આગેવાનોનો48 અનાદર તથા જ્ઞાતિનો ગુનો કરે તો દંડ રૂપી આપવો પડતો કર

9)       સૈયદોને49 ગુરુ કરવા માટે ઓછામાં ઓછી એક માણસ દીઠ 12 કોરીનો કર

10)     પીરાણાવાળો મુજાવર50 કાકો51 52 દેશમાં38 આવે ત્યારે શીરબંધી53નો કર

11)     દર સાલ પીરાણે યાત્રા કરવા આવનાર અંદાજે 400 માણસના સંઘને ઓછામાં ઓછા એક માણસ દીઠ રૂ. 50/- થી માંડીને વધારેમાં વધારે રૂ.100/- સુધીનું આવતું ખર્ચ.

105.4.        રકમનો દુરુપયોગ:  વર્ષ 1920ની આસપાસની વાત હશે કે, આવા-આવા અનેકો પ્રકારથી કચ્છના એ પીરાણા સતપંથી કણબી ભાઈઓને એક વર્ષની અંદર ઓછામાં ઓછા રૂ. 1,50,000/- કર (ટેક્સ) આપવો પડતો. આવડું કર્યા બાદ પણ, ધર્મ માટે આપેલ ક્ષમતા બહારના કર અને લાગાઓમાંથી મોટી રકમ તો જ્ઞાતિના આગેવાન પટેલો (ગેઢેરાઓ) અને મુખીઓ54 હજમ કરી જતા હતા. આ માધ્યમથી કહેવાતા આગેવાન ગેઢેરાઓ પોતાનાથી બની શકે એટલો ત્રાસ કેટલાક જ્ઞાતિભાઈઓને આપવામાં બિલકુલ કચાસ રાખતા નહોતા [88:Page 546 and 547]. આ જ્ઞાતિના પૈસાનો ઉપયોગ જ્ઞાતિ ઉપર જુલ્મો ગુજારવા માટે કરતા હતા. આ અંગે વિસ્તૃત જાણકારી ક. ક. પા. જ્ઞાતિ સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણી દ્વારા લિખિત “કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંના જુલ્મી આગેવાનોનાં કાળાં કૃત્યો ઉપર સર્ચલાઇટ – એક પ્રાસ્તાવિક નિબંધ” [85] નામનું પુસ્તકમાં આપેલ છે.

105.5.        આર્થિક રીતે જ્યારે કોઈ સમાજને પાયમાલ કરવામાં આવે, ત્યારે એ સમાજના લોકોની લડવાની શક્તિ ક્ષીણ થઈ જાય. જેના કારણે અસ્થિરતા ફેલાય.

106.         કાયદો અને વ્યવસ્થાના માધ્યમથી શોષણ: આર્થિક શોષણ ત્યારે શક્ય છે કે જ્યારે લોકોના મનમાં કાયદા અને વ્યવસ્થા પર ભરોસો ન હોય. ઉપર જણાવેલ પોઈન્ટ (76)માં જણાવ્યા પ્રમાણે આપણે જોયું કે કાયદો અને વ્યવસ્થાના લાભોથી જ્ઞાતિ જનોને કેવી યુક્તિ પૂર્વક અળગા રાખવામાં આવ્યા.

106.1.        પોતાના હાથની સત્તાનો દુરુપયોગ કરવો: આગેવાનો / ગેઢેરાઓના વિરુદ્ધ બોલનારના લગ્નો અટકાવે. જ્ઞાતી બહાર કરી નાખે અને જબરદસ્તી છૂટાછેડા કરાવી નાખે [130:Page 39] [6:Page 136].

106.2.        કાયદો અને વ્યવસ્થામાં અસ્થિરતાના લક્ષણો: અસ્થિરતાને વધુ સારી રીતે સમજવા માટે આપણે સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં અસ્થિરતાના લક્ષણો કેવા હોય છે, એના પર ઊડતી નજર કરીએ.

સામાન્ય લોકો એવું વિચારતા થાય કે;

1)       કાયદા અને વ્યવસ્થાથી કોઈ ડરતું નથી.

2)       પોલીસ અને કોર્ટમાં પૈસા અને પાવરના જોરે ઘણું બધુ થઈ જાય છે.

3)       કાયદો અને વ્યવસ્થાનો સહારો લેવો, પણ એના પર ભરોસો કરવો નહીં. લાંબે ગાળે કાયદાઓ કોઈ ખાસ કામ આવતા નથી.

4)       કાયદો અને વ્યવસ્થા ગરીબ માણસો માટે નથી.

106.3.        અસ્થિર પરિસ્થિતિનું આકલન: ક. ક. પા. જ્ઞાતિ કચ્છમાં આવીને વસી ત્યારથી લઈને કેશરા પરમેશ્વરા (કેશરા બાપા)ના55 સમય કાળ સુધી આ વિષય ઉપરના દસ્તાવેજો કે લેખો અમને જોવા મળેલ નથી. પણ કેશરા પરમેશ્વરાના જીવન ઉપર લખેલ પુસ્તકમાં [96] આ વિષય પર સારી જાણકારી જોવા મળે છે. જેના ઉપરથી આપણે અંદાજ કરી શકીએ કે, ક. ક. પા. જ્ઞાતિના લોકો માટે કાયદો અને વ્યવસ્થા કેટલી અસ્થિર પરિસ્થિતિમાં હશે.

કેશરા પરમેશ્વરા (કેશરા બાપા)ના સંબંધો કચ્છના રાજા સાથે ખૂબ સારા હતા અને નિકટતાના પણ હતા. સંબંધ એટલા સારા હતા કે કેશરા બાપા સમય માગ્યા વગર ગમે ત્યારે રાજાને મળવા જઈ શકે, તેવો હુકુમ ખુદ દરબારશ્રીએ5656 કર્યો હતો [96:Page 74]. એટલું જ નહીં કચ્છના રાજા પ્રાગમલજીના પત્ની રાણી સાહેબા તો એમના ધર્મના બહેન હતાં [96:Page 93]. તેવી જ રીતે પોતાના ગામ નેત્રાની આજુ-બાજુમાં આવેલ જાગીરદારો સાથે પણ ખૂબ સારા સંબંધો હતા.

પણ કાયદો અને વ્યવસ્થા ક્ષેત્રે આગાઉ જણાવેલ પોઈન્ટ (76) પ્રમાણે, ઈમામશાહે કચ્છના રાજા સાથે કરેલ સમજૂતી મુજબ ક. ક. પા. જ્ઞાતિના લોકોને પોલીસ અને કોર્ટ જેવી ન્યાય તંત્રની સગવડોથી વંચિત રાખીને આ ક્ષેત્રે જે “નિરાશા” ફેલાવી હતી, તેના પરિણામે હવે આ ક્ષેત્રમાં  “અસ્થિરતા” દેખાવા લાગી.

પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે સતપંથી દ્વારા કરવામાં આવતી કનડગત એવી હતી કે, કેશરા બાપાને કચ્છના રાજાનું પીઠબળ હોવા છતાં, કેશરા મુખી57 ઘણી વખત મૂંઝવણમાં મુકાઈ જતા [96:Page 14, 62]. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંના આગેવાન ગેઢેરાઓ જે બોલે તે જ જ્ઞાતિ માટેનો કાયદો ગણાતો [96:Page 5].

કાયદા વ્યવસ્થામાં અસ્થિરતાના કારણે ગેઢેરાઓ દ્વારા કેશરા બાપાને હેરાન-પરેશાન કરવામાં આવેલ અમુક દાખલાઓ આ પ્રમાણે છે.

1)       કેશરા બાપા અને એમના અન્ય 4 મિત્રોએ સનાતન ધર્મ સ્વીકાર્યો એટલે વિથોણ ગામમાં ત્રણ પાંચાડાની જ્ઞાતિ ભેગી કરી તેમની સામે કડક પગલાં ભરવા માટે ગેઢેરાઓ ભેગા થયા [96:Page 46].

2)       તેમના એક સાથીદાર શ્રી અબજી કરસન ભગતને અમાનુષી માર માર્યો [96:Page 54].

3)       કેશરા બાપા અને સનાતની સાથીદારોના પરિવારમાં થયેલ સગપણ તોડવવાના પ્રસંગો બનવા લાગ્યા [96:Page 61].

4)       પરિણામે સ્વામિનારાયણ વાળા અને સતપંથ વાળા વચ્ચે ખુદ કચ્છના મહારાજાને સમાધાન કરાવવું પડ્યું [96:Page 64].

5)       કચ્છના મહારાજાએ કરાવી આપેલ સમાધાનનો કાગળ સતપંથી રૈયા નાકરાણીએ ફાડી નાખ્યો [96:Page 65].

6)       રૈયા નાકરાણીના વર્તનથી કંટાળી સ્વયં કચ્છના રાજાએ કહ્યું કે “જૂનો ધર્મ પાળવવાળા તમે સૌ બહુ શિરજોરી વાપરો છો અને ઝઘડો તમે લોકો જ કરો છો” [96:Page 71].

7)       સ્વામિનારાયણ મંદિરનો પાયો ખોદાય એટલે રાત્રે જૂના ધર્મ વાળા ખાડો પૂરી દે. આવા કાર્યોથી મંદિરનું કામ અટકાવવું [96:Page 73]. મંદિરના કામકાજ માટે કચ્છના રાજાએ પોલીસ સંરક્ષણ આપ્યું અને અન્ય તમામ રીતે મદદ આપવાનો ભરોસો આપ્યો [96:Page 74 and 75].

8)       સ્વામિનારાયણના સાધુઓ ઉપર હાડકાં, માંસ વગેરે અપવિત્ર વસ્તુઓ નાખીને અભડાવવાના પ્રયત્નો [96:Page 86].

9)       સમાજના સવેચ (Joint) વાસણો, ગાદલાં ગોદડાં58 વાપરવા ન આપવાં, અશ્લીલ શબ્દોથી ધક્કાઓ મારી અપમાન સાથે બહાર કાઢવા, વગેરે [96:Page 94 to 97].

આવા તો અસંખ્ય દાખલાઓ ઇતિહાસમાં જોવા મળે છે તેમજ ક. ક. પા. જ્ઞાતિના વડીલો પાસેથી મૌખિક રીતે આવું સાંભળવા મળતું હોય છે. કેશરા બાપા પછી નારાયણ રામજી લીંબાણી અને એમના પછી રતનશી ખીમજી ખેતાણીની આગેવાની હેઠળ ચાલેલ ચળવળમાં તેમને જે તકલીફો અને પરેશાનીઓ થઈ છે, એના પણ ઘણા દાખલાઓ જોવા મળે છે.

106.4.        ઇતિહાસમાં કેશરા બાપાનો સમય-કાળ ઉપર વાત કરવાનો સમય હજી આવ્યો ન હોવા છતાં, આ તબક્કે કેશરા બાપાની સાથે થયેલ ઘટનાઓના દાખલાઓ અહીં આપવા પાછળનો ઉદ્દેશ એટલો છે કે, વાચક વર્ગને ખ્યાલ આવે કે, તેમના સમયે ક. ક. પા. જ્ઞાતિ માટે, “કાયદો અને વ્યવસ્થા” ક્ષેત્રમાં કેવી અસ્થિરતા હતી. કારણ કે આ બધી ઐતિહાસિક ઘટનાઓ એક જ કડીથી જોડાયેલી છે.

જો કેશરા બાપા જેવા વ્યક્તિ કે બધી જ રીતે સક્ષમ અને શક્તિ શાળી હતા છતાં એમને કેટલું બધુ સહન કરવું પડ્યું હોય, તો તેનાથી પહેલાના સમયમાં (એટલે ઇતિહાસના આ પડાવમાં) કેવી પરિસ્થિતિ હશે, એની કલ્પના વાચક કરી શકે.

107.         મીડિયા59: કહેવાય છે ને કે મીડિયા લોકતંત્રનો ચોથો સ્તંભ60 હોય છે. જેમાં ઔપચારીક સમાચાર માધ્યમ મુખ્ય હોય છે. આ માધ્યમથી લોકો પર થતા અત્યાચારોને વાચા આપી, જરૂરી સુધારાના પગલાં ભરવા માટે સરકારી તંત્રનું ધ્યાન દોરવામાં આવતું હોય છે.

વિક્રમ સંવત 1832 (વર્ષ 1776) માં જાહેર મીડિયા નહોતું. આજના જેમ ઇલેક્ટ્રોનિક કે સોશિયલ મીડિયાની તો વાત જ નથી. સંદેશ વ્યવહાર માટે પાંટીઆ61 પદ્ધતિ હતી.

એટલે મીડિયાને અસ્થિર કરવાનો મુદો અહીં બહુ વિશેષ રહેતો નથી.

પણ, આજે આપણે જોઈએ છીએ કે મીડિયાનો કેવી રીતે દુરુપયોગ કરવામાં આવે છે. પેઇડ ન્યુસ, ફેક ન્યુસ, પૈસાના દમપર મોટી-મોટી પણ ખોટી જાહેરાતો આપવી, જાહેરાત આપવાના વાયદાઓથી પત્રકારોને ખરીદવા, સમાચારોને મરોડીને પોતાના તરફી રજૂ કરવા, સમાચારોમાં પોતાનો પ્રચાર છૂપી રીતે સામેલ કરવો વગેરે હથકંડાઓ વાપરવામાં આવે છે. મીડિયાનો ઉપયોગ કરીને પબ્લિક સેન્ટિમેન્ટ / મતને કેવી રીતે પોતાના પક્ષમાં કરવામાં આવે છે, તે લગભગ આજની પેઢીને ખબર છે.

મીડિયા આજના પરિપેક્ષમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે, માટે ભવિષ્યને ધ્યાને રાખીને આ મુદ્દો અહીં લેવામાં આવેલ છે.

આજના પરિપેક્ષનો એક દાખલો જોઈએ તો, સતપંથના એક ભાઈ હતા, શ્રી રતનશી લાલજી વેલાણી. એ ભાઈ પોતાને શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ છે અને પોતાના પ્રમુખ પણા હેઠળ એ સમાજની સામાન્ય સભા નખત્રાણા ખાતે બોલાવી હોવાની જાહેરાતો/સમાચારો અમુક વર્ષ કચ્છ મિત્ર અને અન્ય સમાચાર પત્રિકાઓમાં આવતા (દા.xત. જાહેરાત: કચ્છ મિત્ર, ભુજ આવૃત્તિ, દિનાંક 16‑Oct‑2014, પેજ 15 અને સમાચાર: કચ્છ મિત્ર, ભુજ આવૃત્તિ, દિનાંક 20‑Sep‑2014). કારણ કે તે સમયમાં મૂળ શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની સામાન્ય સભા યોજવાની હોય. એમાં એમની બનાવટી મિટિંગના ફોટાઓ પણ છાપેલ હોય. આવા સમાચારો આપીને જનતાને એવો સંદેશ આપે કે જાણે રતનશી લાલજી વેલાણી એ સમાજના પ્રમુખ છે. પણ વાસ્તવમાં સમાજના સાચા પ્રમુખ તો ઘણા વર્ષોથી શ્રી અબજીભાઈ વિશ્રામ કાનાણી છે. આ છે મીડિયાના દુરુપયોગનો એક દાખલો62.

108.         વિચારધારાના વિનાશની લક્ષ્ય પૂરતી (આ તબક્કે): અસ્થિરતા ફેલાવવાના આ તબક્કામાં કેટલું નુકસાન થયું એ નીચે આપેલ ટેબલમાં જોઈશું. નિરાશાના તબક્કા પછી અસ્થિરતાના તબક્કામાં થયેલ નુકસાનને ટ્રેક કરતો આ ટેબલ છે.

ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ

 

Ideological Subversion / વિચારધારા વિનાશ

વિનાશ

વિગત

વિનાશ

સ્થિતિ

1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો

19

પૂર્ણ

 

1.1. Religion / ધર્મ

20.1

ü(70)

 

1.2. Education / શિક્ષાકેળવણી

20.2

ü(89)

 

1.3. Social Life / સામાજિક જીવન

20.3

ü(88)

 

1.4. Power Structure / સત્તાનું માળખું

20.4

ü(77.1)

 

1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા

20.5

ü(77.2)

 

1.6. Leadership / નેતૃત્વ

20.6

ü(77.3)

2. Destabilisation / અસ્થિરતા લાવવી

21

પૂર્ણ

 

2.1. Finance / આર્થિક

21.1

ü(105)

 

2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા

21.2

ü(106)

 

2.3. Media / મીડિયા

21.3

ü(107)

3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું 

23

બાકી

 

3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો

23.3

બાકી

 

 • અંદરની વ્યક્તિ

 

 
 

 • બહારની વ્યક્તિ

 

 

4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી

24

બાકી

 

4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં

 

બાકી

 

 


34 દસોંદ = દશોંદ

35 કર = Tax

36 લાગા = Fees / Charges

37 પરદેશ ગયેલા = રોજગાર હેતુ પરદેશ કામ કરવા માટે ગયેલા

38 દેશ = કચ્છમાં. કારણ કે ક. ક. પા. જ્ઞાતિ માટે દેશ એટલે કચ્છ

39 નૂરની ગોળી = પાવળ વગેરે માહિતી માટે ટૂંકાક્ષર વિભાગ જોવા વિનંતી

40 પાવાનો = પીવડાવવાનો શબ્દનો અપભ્રંશ

41 ગુરુવાર એટલા માટે, કારણ કે સતપંથમાં ગુરુવાર-શુક્રવાર રાતની પૂજાનું બહુ મહત્વ હોય છે.

42 ચાંદરાત = રમઝાન મહિનો પૂર્ણ થયા બાદ પહેલી રાત, જેણે ઈદ-ઉલ-ફિતર કહેવામાં આવે છે. Source: https://abkkpsamaj.org/go/fn42

43 દાડો = કોઈ વ્યક્તિના મૃત્ય પછી, એના પરિવાર દ્વારા મૃતકના મોક્ષ હેતુ કરવામાં આવતો જમાણવારો [114:Page 24] [6:Page 176].

44 દોકડા = See Footnote 46

45 ગુના છોડાવવા = મૃતક વ્યક્તિ હાથે જીવન ભર થયેલ ગુના (અપરાધ)થી મુક્ત કરવા. અને આવું કરે તો જ એ મૃતક માણસ અમરાપુરી24 જઈ શકશે. એવી માન્યતા સતપંથમાં છે.

46 કોરી = વર્ષ ૧૯૪૮ સુધી કચ્છનું નાણાંકીય ચલણ હતું. કોરીને ૨૪ દોકડા (એકવચન: દોકડો) અને દોકડાને ૨ ત્રાંબિયોમાં વિભાજીત કરવામાં આવતું હતું. કોરીના માત્ર સિક્કાઓ જ બહાર પાડવામાં આવ્યા હતા. અન્ય તાંબાના સિક્કાઓ ઢબુ અને ઢિંગલો હતા. ૧ કોરી = ૨ અડલિઆનો = ૪ પાયલો = ૮ ઢબુ = ૧૬ ઢીંગલો = ૨૪ દોકડા = ૪૮ ત્રાંબિયો = ૯૬ બબુકિયા. ૧ ભારતીય રૂપિયો = ૩½ કોરી વડે તેને ભારતની સ્વતંત્રતા પછી તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. (Source: https://abkkpsamaj.org/go/fn46)

47 ઢોર = ગાય, બળદ, ઘોડા, બકરી, ઊંટ વગેરે પશુ જેને સામાન્ય રીતે માણસ પાળતો હોય છે.

48 ગેઢેરાઓ

49 સૈયદ = હરિવંશ = ઈમામશાહના વંશજો.. કે જેણે પીરાણા સતપંથને માનનારા લોકો ગુરુ માને છે. [88:Page 547]

50 મુજાવર = કબરની દેખરેખ રાખવાવાળો

51 કાકો = કાકા-ભત્રીજા વાળો કાકો નહીં, પણ અહીં કાકાએ ફારસી શબ્દ છે, જેનો અર્થ ગુલામ/નોકર થાય છે.[85:Page 27-Point 9]

52  પીરાણાનો મુજાવર કાકો = પીરાણાના ગાદી પતિ. હાલ.. જેમના નામ સાથે “મહારાજ” શબ્દ જોડવામાં આવે છે.

53 શીરબંધી = એક જાતની ભેટ. જુઓ [88:Page 31] [111:Page 5] [6:Page 25].

54 મુખી = જમાતખાના ઉર્ફે ખાનામાં કલમા વગેરે બોલીને બંદગી કરનાર એટલે કે ખાનાનો પૂજારી.

55 કેશરા બાપાના યોગદાન ઉપર વિસ્તૃત જાણકારી આપતું અલગથી એક પ્રકરણ આગળ શામેલ છે.

56 દરબારશ્રી = મહારાવ = કચ્છના રાજાને દરબારશ્રી પણ કહેવામાં આવતું.

57 કેશરા મુખી = કેશરા પરમેશ્વરા = કેશરા બાપા

58 વાસણો અને ગાદલાં ગોદડાં = જ્ઞાતિ ખૂબ ગરીબ હોવાના કારણે, લોકો પાસે ધાતુના વાસણો, ગાદલાં ગોદડાં વગેરે ખૂબ સીમિત સંખ્યામાં રહેતા. લગ્ન જેવા કોઈ મોટો પ્રસંગ માટે ગામના ખાનામાં સંયુક્ત રીતે વાસણો વગેરે રાખવામાં આવે અને જેના ઘરે પ્રસંગ હોય એ વાપરી શકે, એવી વ્યવસ્થા ચાલતી.

59 મીડિયા = પ્રચાર પ્રસારનું માધ્યમ

60 લોકતંત્રના ત્રણ સ્તંભો = વિધાન મંડળ, અમલદારી, ન્યાય તંત્ર

61 પાંટીઓ = ઘરો ઘર જઈને લોકોને સંદેશો પહોંચાડવાવાળો વ્યક્તિ

62 દાખલાઓ = રતનશી લાલજી વેલાણીના આવા વધુ દાખલાઓ માટે જુઓ https://abkkpsamaj.org/go/fn62 

Leave a Reply

Share this:

Like this: