94. ખીચડી: સતપંથના સ્થાપક મુસલમાન સૈયદ ઈમામશાહ, પણ તેના શાસ્ત્રોમાં રામ, કૃષ્ણ જેવા હિન્દુ દેવતાઓ. એના ધર્મગુરુ મુસલમાન સૈયદો અને ગાદીપતિ કાકા. હિન્દુ ધર્મ કહે, પણ પીરાણાના કબ્રસ્તાનમાં આવે કબરોની પૂજા કરે. એક બાજુ મુસલમાન કલમાઓ અને બીજી બાજુ હિન્દુ માન્યતાઓ. સામાન્ય માણસના સમજની પરે આ ખીચડી હતી.
95. પ્રેરણા: આ બધા વચ્ચે, સતપંથ પાળતી ક. ક. પા. જ્ઞાતિની ખોટી માન્યતા કે પોતે સાચા હિન્દુ છે, અને બાકી અન્ય હિન્દુઓ તો ગાફેલ છે. એવી પરિસ્થિતિમાં જ્ઞાતિના સદભાગ્યે જ્ઞાતિના આગેવાન વડીલને ભગવાને પોતાની જ્ઞાતિ હિન્દુ મટીને મુસલમાન ન થઈ જાય, એના માટે પ્રેરણા આપી.
96. ભૂલ સમજાણી: હિન્દુ – મુસલમાનની ખીચડીમાં જ્ઞાતિ ક્યાંક ફસાઈ જઈને ભવિષ્યમાં મુસલમાન ન બની જાય એની ચિંતા, શિકરા31 ગામમાં રહેતા, વિશ્રામબાપાને થવા લાગી. વિશ્રામબાપા નાકરાણી જ્ઞાતિના ખુબ માનીતા, લોક-પ્રિય ગેઢેરા/આગેવાન અને દીર્ઘ દૃષ્ટા વ્યક્તિ હતા. તેઓ જાણી ગયા હતા કે જ્ઞાતિ એક મુસલમાનને ધર્મગુરૂ માનીને ધર્મના અવળે રસ્તે ચાલતી થઈ ગઈ છે, એ મોટી ભૂલ છે [27:Page 266 and 267] [119:Page 144 and 145].
97. જ્ઞાતિ પાસેથી બે વચનો લીધા: સંવત 1685ના, એટલે કે વર્ષ 1628-29માં તેઓ માંદા પડ્યા અને એમની છેલ્લી ઘડી આવી ગઈ. એમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી ત્યારે બાપાએ કહ્યું કે, આપણે ભોળપણમાં એક મુસલમાન સૈયદ ઈમામશાહને ગુરુ માનતા તો માની ગયા છીએ, એ આપણી મોટી ભૂલ છે. પણ આખી જ્ઞાતિ રાતોરાત પાછી ન વળે. પણ સમય જતાં આ જ્ઞાતિ મુસલમાન બની ન જાય અને અને હિન્દુ બનીને રહે, એ માટે મને બે વચનો આપો;
1) તમે ક્યારેય “ગોકુળિયું” એટલે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવાનું બંધ નહિ કરો – આ વચનના કારણે ક.ક.પા. જ્ઞાતિ હંમેશા કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી32 મહોત્સવ ઉજવતો આવ્યો છે.
ખાનાના મુખીઓ33 “ખાના”ની અંદર જન્માષ્ટમી મનાવવા ન આપતા. તો પણ બાપાને આપેલ વચનને પાળવા ખાતર અગવડતાઓ ભોગવીને ખાનાની બહાર ચાલીમાં કે રસ્તામાં જન્માષ્ટમી મનાવવામાં આવતી. પણ વચન તોડ્યું નહીં. આ રિવાજ ટકાવી રાખવા બદ્દલ જ્ઞાતિની માતાઓ અને બહેનોનો અમૂલ્ય ફાળો અને યોગદાન છે, એ કોઈ દિવસ ભૂલવું ન જોઈએ.
|
|
2) તમે કોઈ દિવસ પરમાટી (નોન વેજ) નહીં ખાતા – કોઈ હિન્દુનું ધર્મ પરિવર્તન કરતી વખતે, પાકું કરવા માટે, એને ગાયનું માંસ ખવડાવવામાં આવતું. માંસાહાર પર બંદી લગાડીને ધર્મ પરિવર્તન કરવાનો આ ઉપાય અટકાવી દીધો. [120:Page 46]
સતપંથીઓના ધર્મ ગુરુ હોવાના નાતે મુસલમાન સૈયદોનું કણબીઓના ઘરે આવાજવાનું શરૂ રહેતું. ગામ માં આવે ત્યારે, સૈયદોનું એક રાજા સમાન સ્વાગત કરવામાં આવતું. એમને મનગમતું ભોજન જમાડવામાં આવતું. મુસલમાન હોવાના કારણે એ લોકો માંસાહાર (નોન-વેજ) પસંદ કરતા. ત્યારે એમની માટે માંસાહાર ગામના અન્ય માંસ ખાતી જ્ઞાતિના ઘરથી માંસ તૈયાર કરીને લાવવામાં આવતું. પણ કણબીઓના ઘરે માંસ રાંધવામાં આવતું નહીં. એના પાછળનું કારણ પણ વડીલ વિશ્રામબાપાને આપેલ વચન જ હતું.
પણ હિન્દુઓનું મન ગાયનું માંસ ખાવા માટે તૈયાર કરતા રહેવાનું કામ ચાલુ રહ્યું. બુધ અવતારમાં પાંડવોએ ગઉ હત્યા કરવાની વાતના અનુરૂપ આ વાત છે. સતપંથની પૂજામાં ગોળની ગાય કાપી તેના ટુકડાને પ્રસાદી તરીકે આપવામાં આવતી [56:May-1972, Page 8 and 9 (201 and 202 of 522)] [111:Page 9] [6:Page 29]. વિચાર કરો વિશ્રામબાપાએ જો આ વચન જ્ઞાતિ પાસે ન લેવડાવ્યા હોત, તો શું થાત. આજે શરમ કે અન્ય કારણ સર આ વાત જાહેરમાં કોઈ સ્વીકારતું નથી. પણ ક્યાંક ને ક્યાંક બંધ બારણે આજે કટ્ટરવાદીઓના ઘરે આ બધુ થતું જ હશે.
98. ખાનપાન ભ્રષ્ટ ન કરી શક્યા: ઉપર જણાવ્યા પ્રમાણે બાપાને આપેલ બે વચનોને ક.ક.પા. જ્ઞાતિ આજ સુધી પાળતી આવી છે. અને તેનાં કારણે પીરાણા સતપંથના કાકાઓ, સૈયદો, મુખીઓ વગેરે લાખ કોશિષ કરવા છતાં, આ જ્ઞાતિના ખાનપાનને ભ્રષ્ટ ન કરી શક્યા.
99. હિન્દુ મૂળ કાપી ન શક્યા: માંસાહાર ન કરવો અને જન્માષ્ટમી ઉજવવાની પ્રથાના કારણે આ જ્ઞાતિનું હિન્દુ ધર્મ સાથે જોડાણ તોડી શકવામાં સૈયદો ક્યારેય સફળ ન થયા. જ્ઞાતિના આધ્ય સુધારક શ્રી નારાયણ રામજી લીંબાણીના મનમાં જે લાગી આવ્યું કે આપણે તો હિન્દુ છીએ, છતાં મારી જ્ઞાતિનું આવડું અપમાન શા માટે? એ અહેસાસની પાછળ વિશ્રામબાપાના આ 2 વચનોની મોટી ભૂમિકા રહી હશે, એમાં કોઈ બે મત નથી.
100. ધર્મ પરિવર્તનની ગતિમાં બ્રેક લાગ્યો: વિશ્રામબાપાનું એક નાનકડું પગલું જ્ઞાતિ માટે કેવું મહત્વનું નિવડ્યું એનો ઇતિહાસ સાક્ષી છે. પીરાણા સતપંથના ઇસ્લામમાં ધર્મ પરિવર્તનની ગતિમાં, આ ઘટનાએ, એક સ્પીડ બ્રેકરનું કામ કર્યું.
101. વધારાનો સમય મળી ગયો: હિન્દુ લોહાણામાં થી મુસલમાન બનેલ ખોજાઓની જેમ, અમુક વર્ષોમાં ધીમે-ધીમે, જ્ઞાતિનું ધર્મ પરિવર્તન થઈ જવું જોઈતું હતું. પણ ક. ક. પા. જ્ઞાતિમાં એ સમય પર ન થયું એના પાછળ વિશ્રામ બાપાના એ 2 વચનો હતા જેના કારણે આ સમય ગાળો લંબાઈ ગયો.
102. વિચારધારાના વિનાશના લક્ષ્ય પર અસર: ધર્મ પરિવર્તનની ગતિ ધીમી પડવાના કારણે, અગાઉ જણાવ્યા પ્રમાણે “વિચારધારાના વિનાશ”નો લક્ષ મેળવવામાં પીરાણા સતપંથીઓને વધુ સમય લાગી ગયો. એનું કામ ઠેલાઈ ગયું.
103. “અસ્થિરતાનો દોર”, જેના વિષે આગળ જોઈશું, એ દોર સાથે-સાથે ચાલતો રહ્યો. પણ વિશ્રામ બાપાને આપેલ 2 વચનોના કારણે, અધોગતિનો આ દોર ખૂબ જ લંબાઈ ગયો.
તેના કારણે જ્ઞાતિનું હિન્દુ મૂળ ફરીથી કાપવા માટે યોગ્ય સમયની રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો.
આથી જ્ઞાતિમાં સનાતનના બીજને ફૂટી નીકળવા માટે જરૂરી સમય મળી ગયો.
|
|