91. કાકા27 નિમવા પાછળની મૂળ ભાવના: ઇતિહાસ કહે છે કે સૈયદ ઈમામશાહ પોતાના જીવનના અંતિમ દિવસોમાં પીરાણાની દરગાહની સેવા માટે શાણા કાકા (જે લેવા પાટીદાર હતા)ને નીમી ગયા. એમનું કામ ફક્ત ઈમામશાહની કબરની દેખરેખ રાખવાનું હતું અને હિન્દુમાંથી સતપંથી બનેલ વ્યક્તિઓને મદદ રૂપ થવું હતું [74:Page 137] [88:Page 148]. અહીં “કાકા” એ એક અરબી શબ્દ છે, જેનો અર્થ થાય “નોકર”. સૈયદો દ્વારા દરગાહની દેખરેખ રાખવા માટે એક મુજાવર અને અનુયાયીઓ સાથે સંપર્ક રાખવા માટે જે નોકર નીમવામાં આવતા, એ “કાકા” કહેવાતા [50:Page 217, 220, 223 and 224] [156:Page 38].
91.1. પીરાણાની કમાઈ28ને સૈયદોમાં બાંટવું: પીરાણાના કેન્દ્રમાં કાકાને લાવવાનું મુખ્ય કારણ નર મોહમ્મદ શાહ29ના દીકરાઓ વચ્ચે આપસમાં વેર અને ઝઘડાઓ હતું. પોતાના મરણ પછી, ઝઘડતા દીકરાઓમાં, નિષ્પક્ષ રીતે પીરાણાની કમાઈનો બટવારો થાય તે માટે, એક વ્યવસ્થાની જરૂર સમજી, નર અલીએ (મોહમ્મદ શાહનું બીજું નામ), કાકાની ભૂમિકા વધારી નાખી. પૈસા ભેગા કરવા માટે, પેટા કાકાઓમાંથી એક મુખ્ય કાકાને નીમ્યા. સંશોધનકારોના કહેવા પ્રમાણે, વાસ્તવમાં કાકાની ગાદી કાવતરાઓ, કપટ અને કાવાદાવાઓનો અખૂટ ભંડાર છે. સમય કાળે, પૈસાના જોરે, કાકાની તાકાત ધીરેધીરે વધતી ગઈ. પોતાને ધર્મ ગુરુ અને પંથના સર્વેસર્વા માનવા લાગ્યા [156:Page 38, 39, 46, 55, 57, 58] [38:Page 446] [122:Page printed as 60 (but actually 62)] [158:Page 216, 219] [74:Page 135 to 137].
91.2. કાકાના 2 નામો, એક હિન્દુ અને એક મુસલમાન: પરંપરાગત રીતે કાકાના બે નામ હોય છે, એક હિંદુ નામ અને બીજું સતપંથી નામ, એટલે કે મુસ્લિમ નામ. દાખલા તરીકે, “નાયા” કાકાને “પીર નસીરુદ્દીન” કહેવામાં આવતા [156:Page 51]. તેવી રીતે “કરસન” કાકાને “પીર કરીમ” કહેવામાં આવતા [50:Page 217].
91.3. પેટા કાકાની નિમણૂક: બંધારણ પ્રમાણે પીરાણાના મુખ્ય કાકાની નિમણુક પેટા કાકાઓમાંથી જ થાય છે. અને પેટા કાકાઓની નિમણુક, બંધારણની કલમ 18 પ્રમાણે, માત્ર સૈયદોના નિયંત્રણમાં છે. એટલે પેટા કાકાઓ સૈયદોની પસંદગીના હોય છે. આવા સૈયદો દ્વારા પસંદ કરેલ પેટા કાકામાંથી મુખ્ય કાકા નીમવામાં આવે છે [142:Page 37-Clause 18]. ત્યારે સ્વાભાવિક છે કે મુખ્ય કાકા પણ સૈયદોની પસંદનાજ હોય છે. તો સમજાય છે કે આ ધર્મમાં મુસ્લિમોનો પરોક્ષ કંટ્રોલ છે, તો તેને હિન્દુ ધર્મ કેમ કહેવો? ન જ કહેવાય.
91.4. કાકાની ધાર્મિક વિધિ સૈયદો કરે: જ્યારે ગાદીપતિ કાકાને નીમવામાં આવે છે, ત્યારે તેની ધાર્મિક વિધિ સૈયદોના હાથે કરવામાં આવે છે. એવું પીરાણાના બંધારણમાં જણાવેલ વહીવટીય સ્કીમના કલમ 6 માં જણાવેલ છે [142:Page 35-Clause 6]. અમદાવાદની સિવિલ કોર્ટ દ્વારા નક્કી કરેલ આ બંધારણ પ્રમાણે, જ્યાં સુધી સૈયદો કાકાની ધાર્મિક વિધિ ન કરે, ત્યાં સુધી એમની ગાદી પર નિમણૂક ન થઈ શકે.
91.5. હવે મુસલમાન ધર્મ પાળતા સૈયદો કઈ ધાર્મિક વિધિ કરતા હશે, એ તમારે સમજવાનું છે. તમારે એ પણ સમજવાનું છે કે મુસલમાન કોઈ પંથના વડાની વિધિ કરતા હોય, તો પણ હિન્દુ ધર્મ હોઈ શકે? | |
92. મુસલમાન ધર્મ હોવા છતાં કાકાનો હિન્દુ દેખાવ: ઇતિહાસકારો જણાવે છે કે એવા ઘણા દાખલાઓ મળે છે કે જ્યાં ઇસ્લામના પ્રચારકો એક બ્રાહ્મણ કે હિન્દુ પૂજારીનો વેશ અપનાવી ધીમે-ધીમે હિન્દુ ધર્મને હલકો અને ઊતરતો બતાવ્યો, જેથી કરીને લોકો મુસલમાન તરીકે પરિવર્તિત થાય. આ એક સૌમ્ય રસ્તો હતો. આના કારણે અનુયાયીઓને પોતાની હિન્દુ ઓળખ છતી કરવા પર ભાર ન આપવામાં આપ્યો. મૂર્તઝા અલી તાલીબને વિષ્ણુનો અવતાર બતાવ્યો. બ્રહ્માને મુહમ્મદ બતાવ્યા, શિવને બાબા આદમ બતાવ્યા અને હિન્દુ દેવીઓને મુસલમાન સાધ્વીઓ બતાવી [51:Page 41, 63, 64 and 73].
92.1. આગા ખાન કેસ: એટલે સતપંથ મુસલમાન ધર્મ હોવા છતાં, પ્રચારકોનું ભગવો ધારણ કરવું અને હિન્દુ રૂપ અપનાવવું, એના પાછળ કારણો ઉપર જણાવ્યા પ્રમાણે સમજી શકો છો. તેમાં ઇસ્લામી તાકીયા30નો બહુ મોટો રોલ હોય છે. આ વિષે ખુલાસાવાર વિસ્તૃત માહિતી વર્ષ 1866ના મુંબઈ હાઈ કોર્ટમાં ચાલેલ કેસ, આગા ખાન કેસના ચુકાદામાં આપેલ છે [25] [52]. આ વિષય ઉપર ટીના પુરોહિત દ્વારા લેખિત એક ખૂબ સરસ પુસ્તક છે, જેનું નામ પણ “ધી આગા ખાન કેસ” છે [141].
92.2. પ્રેમ-એકતા-સંપ-સંગઠન: હિન્દુ અને મુસલમાનની ખીચડી લોકો પાસેથી સ્વીકૃત કરાવી લેવા માટે પ્રેમ-એકતા-સંપ-સંગઠન જેવી પહેલી નજરે આદર્શવાદી અને સારી વાતો રાખવામાં આવી. ઉપર તો ભગવાન એક જ છે. આપણું લોહી એક છે, આપણે પ્રગતિ કરવી હશે તો હળી મળીને રહેવું પડશે, સમાજમાં જેને જે ધર્મ પાળવો હોય એને છૂટ છે, ધર્મ અને સમાજ જુદા છે, વગેરે-વગેરે ડાહી ડાહી વાતો મૂકવામાં આવી.
93. આવા માહોલમાં બ્રેનવોશ થયેલ અનુયાયીઓ તો પોતાને સાચા હિન્દુ જ સમજતા હતા. અને સતપંથને કલિયુગનો સાચો હિન્દુ ધર્મ સમજતા હતા. સહુના માટે અનુકૂળ હોય એવી ઉપરની વાતો હતી. આવી વાતોમાં કોઈને ક્યાં વાંધો હોય? કોઈને શંકા પણ ન થાય. પણ સદભાગ્યે ક. ક. પા. જ્ઞાતિનો ઇતિહાસમાં પહેલો વળાંક આવ્યો.
28 કમાઈનો બટવારો = પીરાણાની કમાઈના બટવારાની સમસ્યા ઈમામશાહના સમય કાળમાં નહોતી. આ સમસ્યા ઈમામશાહના દીકરા નુર મુહમ્મદ શાહ ગાદી પર આવ્યા, ત્યારથી થઈ. ઈમામશાહના સમયે પીરાણાની કમાઈ ઈરાન સ્થિત ઈમામ (એટલે નિષ્કલંકી નારાયણ)ને મોકલી આપવામાં આવતી. નુર મુહમ્મદશાહ પૈસા/કમાઈ પોતાને પાસે રાખવા માટે પોતાને નિષ્કલંકી નારાયણ જાહેર કર્યો. આના કારણે (નિઝારી) ખોજાઓને ઈમામશાહીઓને પોતાની જ્ઞાતિ બહાર કર્યા. ત્યારથી ઈમામશાહીઓ મૂળ ઇસ્લામી ખોજા કોમ/જ્ઞાતિથી છૂટું પડી ઈમામશાહ પંથ તરીકે ઓળખ ઊભી થઈ [9] [37:Page 180] [38:Page 446] [54:Page 359] [74:Page 135] [88:Page 146,150] [128:Page 5] [156:Page 44].
30 તાકીયા – તાકીયા વિષે વધુ જાણકારી માટે જુઓ સતપંથ છોડો, પેજ 321 થી 341 અને 354 થી 359