Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
79. પતનની શરૂઆત: આગાઉ જણાવ્યા પ્રમાણે, કચ્છના કડવા પાટીદારો ધર્મ ખોઈ બેઠા એટલે રાજ સત્તાની સુરક્ષા ગુમાવી, કાયદો અને વ્યવસ્થાનો સહારો ગુમાવ્યો અને નેતૃત્વ જોહુકમીવાળું બની ગયું. જ્ઞાતિ પતનની રાહ પર ચાલતી થઈ ગઈ હતી. અને જલદી જ પતનના લક્ષણો પણ દેખાવ લાગ્યા.
ધ્યાનમાં રાખવા જેવી વાત અહીં એ છે કે અહીં નીચે જણાવેલ બદલાવો અને તેની અસરો તરતજ ન થઈ અથવા દેખાઈ. એ બધી અસરો ધીમે ધીમે સમયાંતરે થવા લાગી.
80. ધાર્મિક રીતે આંધળો / માનસિક રીતે કઠપૂતળી: ગુજરાત વિસ્તારમાં રહેતા પોતાના ભાઈઓ અને પરિવારોનો સાથ છૂટી ગયો. એટલે કે એવા લોકોનો સાથ છૂટયો કે જેઓ એમના સાચા હિતેચ્છુ હતા. કમનસીબે ગુજરાતના આ ભાઈઓ, ક. ક. પા. જ્ઞાતિના એમના જ ભાઈઓ કે જેઓ ધર્મના ખોટા રસ્તા પર ચાલતા થઈ ગયેલાઓને પાછા સનાતન હિન્દુ ધર્મમાં લાવવામાં સફળ ન થયા. ક. ક. પા. જ્ઞાતિના ભાઈઓ એ પોતાના માટે પેટ બાળવાવાળા એમનાજ ભાઈઓનું વહાલ ખોયું.
ક.ક.પા. જ્ઞાતિના વડીલોને સાચી સલાહ આપવાવાળું કે તેમની વારે ચડવાવાળું (ધર્મ કે સમજુ હિતેચ્છુ) કોઈ બચ્યું નહીં. તેઓ માનસિક રીતે આંધળા અને એકદમ દુબળા (vulnerable/વેધનિય) બની ગયા. બીજા શબ્દોમાં કહીએ તો કઠપૂતળીની જેમ કોઈકના હાથના રમકડાં બની ગયા. જ્યારે ચાહે, જેમ ચાહે એમ દુરુપયોગ થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી ગયા હતા.
81. જમાતખાના – ઇસ્લામની મૂળભૂત ધાર્મિક સગવડો (Infrastructure): ગુજરાત વિસ્તારની સાથે હિન્દુ ધર્મના આસ્થાના કેન્દ્રો એટલે કે ઉમિયા મા સહિત તમામ હિન્દુ દેવી-દેવોના મંદિરો વગેરે પણ છૂટી ગયાં. કારણ કે સતપંથના શાસ્ત્રોમાં જણાવેલ નિયમો પ્રમાણે હિન્દુ મંદિરો, મૂર્તિ પૂજા વગેરે કરવા પર રોક હતી.
આ ધાર્મિક અને આધ્યાત્મિક ખાલીપાને ઇસ્લામની ધાર્મિક સગવડોથી ભરવામાં આવ્યો. સતપંથના “જમાતખાના”ઓ શરૂ કરવામાં આવ્યા. લોહાણામાંથી મુસલમાન બનેલ ખોજા સમાજમાં આજે પણ એજ જમાતખાનાઓ ચલાવે છે. એમના ધાર્મિક સ્થળને “જમાત” [121:Page 360, Para 2, Line 2] પણ કહેવામાં આવે છે. તેવી જ રીતે એના સમાજ/સમૂહને પણ “જમાત” કહેવામાં આવે છે. આ જમાતખાનામાં એક પાટ હોય અને એના પર ઇમામશાહ એટલે સૈયદ ઈમામુદ્દીન અને પીર સદરૂદ્દીનના ધાર્મિક ગ્રંથો સિવાય કઈં ન હોય. આવી રીતે કચ્છમાં ગામેગામ સતપંથના જમાતખાનાઓ ઊભા કરવામાં આવ્યા. કોઈ મંદિર ઊભું કરવામાં ન આવ્યું. સમયાંતરે આ જમાતખાનાને ટૂંકમાં “ખાના” અથવા “ખાનું” [121:Page 355 to 362] તરીકે પણ ઓળખવામાં આવ્યું. તેમજ “જગ્યાં” કે “જગયું” પણ કહેવામાં આવતું, જેનો અર્થ “સ્થાન” થાય.
82. ઇસ્લામી કલમાઓનું પઠન: હિન્દુઓમાં કોઈપણ ધાર્મિક કાર્ય કરવાથી પહેલાં જેમ ગણેશની સ્તુતિ મંત્ર ગાવામાં આવે છે, આવી રીતે સતપંથની કહેવાતી પૂજાની..
શરૂઆતમાં એક કલમો/દુઆ બોલવામાં આવે છે, એ છે;
“ॐ ફરમાનજી બીસ્મીલ્લા હર રહેમાન નરરહીમ
સતગોર પાત્ર બ્રહ્મા ઇંદ્ર ઈમામ શાહા આદ
વિષ્ણુ નિરંજન નરઅલી મહંમદશાહા તમારી દુઆ”
અને દરેક દુઆ આનાથી પૂરી થાય, ત્યારે આ કહેવામાં આવે;
“સતગોર ઈમામ શાહા નરઅલી મહંમદશાહા તમારી દુઆ…
હક લાએલાહા ઇલ્લલ્લાહો મહંમદુર રસુલીલ્લાહે”
કોઈ પણ સામાન્ય માણસ સમજી જાય કે આ કલમાઓ હિન્દુ ધર્મની પૂજા વિધિમાં ન હોઈ શકે.
83. મધ્ય રાતની પૂજા અને ગોળની ગાય: સતપંથની મુખ્ય પૂજાઓ મધ્ય રાત્રિમાં કરવામાં આવતી [88:Page 5]. જેમાં આગાઉ જણાવ્યા પ્રમાણે હિન્દુ ધર્મના નામો વાળી ઇસ્લામી પૂજા વિધિ થતી. સાંભળવામાં આવ્યું છે કે આવી પૂજાઓમાં પ્રતિક રૂપે ગોળની ગાય બનાવવામાં આવે પૂજા પછી એ ગોળની ગાયના ટુકડા કરીને પ્રસાદીમાં વહેંચવામાં આવે છે. [56:May-1972, Page 8 and 9 (201 and 202 of 522)] [111:Page 9] [6:Page 29]. જે સતપંથના બુધ26 (બુદ્ધ) અવતાર સાથે સંલગ્ન પણ છે. જુઓ પોઈન્ટ (56.2.6.1 -કલમા ક્ર. 649, 804) તેમજ (56.2.6.2) અને (56.2.7).
84. ધર્મ ગુરુ તરીકે મુસલમાન સૈયદ: સૈયદ ઈમામુદ્દીન એટલે કે ઈમામશાહ બાવાના વંશજો સતપંથના ધર્મ ગુરુ હોય છે. એટલે ક. ક. પા. જ્ઞાતિના લોકોના ઘરોમાં મુસલમાન સૈયદોની આવજાવ થવા લાગી. વડીલો પાસેથી સાંભળ્યું છે કે આવા કહેવાતા ધર્મ ગુરુ સૈયદોનું એઠું પ્રસાદ તરીકે આપવામાં આવતી. તેવીજ રીતે સૈયદોના મોઢાનો કોગળો એક લોટામાં નાખવામાં આવે અને એમાં બીજું પાણી નાખીને બધાને પ્રસાદ રૂપે આપવામાં આવતું [88:Page 26] [114:Page 65, 67] [6:Page 214 and 216].
85. દફન વિધિ: ઇસ્લામની પદ્ધતિ પ્રમાણે મૃત્યુ પછી દફન કરવાની વિધિની જેમ સતપંથમાં પણ દફન વિધિ શરૂ થઈ. હિન્દુ ‘ચે’ (અગ્નિદાહ માટે ‘ચિતા’) વિધિનો ત્યાગ કરવામાં આવ્યો. જુઓ આ પુસ્તકમાં આગળ જણાવેલ “સંવત 1832નો ઠરાવ – હિન્દુ મૂળ કાપવાનો “કાળો” ઠરાવ” પ્રકરણ.
86. લગ્ન વિધિ નિકાહ / મુખીના કલમાથી થવા લાગી: બ્રાહ્મણોના હાથે પવિત્ર હિન્દુ ચોરી લગ્ન વિધિથી લગ્ન થાય એને બંધ કરાવીને એના બદલે ઇસ્લામી દુઆ-કલમાઓથી સતપંથ ખાનાના મુખીના હાથે કલમાઓ પઢીને લગ્ન થવા લાગ્યા [85:Page 67]. જુઓ આ પુસ્તકમાં આગળ જણાવેલ “સંવત 1832નો ઠરાવ – હિન્દુ મૂળ કાપવાનો “કાળો” ઠરાવ” પ્રકરણ.
87. મુમના મુસલમાનની ઓળખ: આ પ્રકરણમાં, ઉપર જણાવેલ કારણોને લઈને, સતપંથ ધર્મની અસર રૂપે, ક. ક. પા. જ્ઞાતિની ઓળખ ધીરે-ધીરે “મુમના” મુસલમાન [85:Page 1] તરીકે ઊભી થવા લાગી. જેમ સતપંથના કારણે લોહાણાની ઓળખ “ખોજા મુસલમાન” તરીકે ઊભી થઈ, એમ ક. ક. પા. જ્ઞાતિની ઓળખ “મુમના” તરીકે ઊભી થઈ.
“મુમના” એટલે ધર્મ પર “ઈમાન” રાખનારા. ભુજના સરકારી મ્યુઝિયમ / museum / સંગ્રહાલયમાં દરેક જ્ઞાતિના લોકોની પ્રતિમા (statue) મૂકવામાં આવેલ હતી, તેમાં ક. ક. પા. જ્ઞાતિના કણબીની પ્રતિમા (statue) નીચે “મુમના” લખવામાં આવેલ હતું. [16:Page 3]
88. સામાજિક જીવન પર અસર: જ્ઞાતિની મુમના મુસલમાન તરીકે ઓળખ ઊભી થવાથી જ્ઞાતિ પર ખૂબ જ ખરાબ અસર પડી. જેના કારણે;
88.1. તે સમયે (આજે નહીં) અન્ય હિન્દુ જ્ઞાતિ કણબી (ક. ક. પા. જ્ઞાતિ)ના હાથનું પાણી પણ ન પીતા. એમના સાથે ખાવા પીવાના સંબંધો ન રાખતા. એમને હિન્દુ ન ગણતા [56:Feb-1972, Page 10 (68 of 522)]. નીચ શબ્દોથી સંબોધતા [130:Page 27] [6:Page 125].
88.2. કચ્છના માનકુવા ગામમાં આજે પણ મુમના વાસ છે, અને ત્યાંના લેવા પાટીદારોના બહુ મોટી ઉંમરના વ્યક્તિઓ આજે પણ ઉપર જણાવ્યા પ્રમાણેના વ્યવહારો કડવા પાટીદારો સાથે કરે છે.
88.3. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક. ક. પા. જ્ઞાતિના હરિભક્તોને સાધુ દીક્ષા આપવામાં ના આવતી. આ બાબતને લઈને ઘણા વર્ષો સુધી ઝઘડાઓ ચાલ્યા [24] [95]. અંતે દિનાંક 17-ઓકટોબર-1945ના પુરુષ સાધુઓ બાબતે સમાધાન થયું [39] [6:Page 596]. આવો વ્યવહાર માત્ર સ્વામિનારાયણ સમાજ કરતો હતો એવું નથી, પણ તમામ હિન્દુ સમાજો કરતા હતા. આ ક. ક. પા. જ્ઞાતિના વડીલોના અનુભવોની વાત છે.
88.4. ક. ક. પા. જ્ઞાતિનું પાણી પીવાની વાતો તો દૂરની છે. અન્ય હિન્દુ જ્ઞાતિના લોકો ક. ક. પા. જ્ઞાતિના લોકોને પાણી પણ ઉપરથી પીવડાવતા, કે જાણે અછૂત હોય. દલિત અને હરિજન સમાજના લોકો પણ ક. ક. પા. જ્ઞાતિના લોકોનું પાણી ન પીતા, એ લોકો પણ ક. ક. પા. જ્ઞાતિને અછૂત ગણતા, એવી વાતો સાંભળવામાં આવતી. એનું કારણ હતું ક. ક. પા. જ્ઞાતિની મુમના મુસલમાનની ઓળખ [59:Page 24].
88.5. છૂત-અછૂતના એ જમાનામાં (આજે નહીં) એવી પ્રથા હતી કે અગર ભૂલથી કોઈ અછૂતનું સ્પર્શ થઈ જતું, તો પ્રચલિત પ્રથા પ્રમાણે માણસને શુદ્ધ થવા માટે નાહવું પડતું અથવા કમસે કમ પાણીની છાંટ નાખવી પડતી. પણ ક. ક. પા. જ્ઞાતિમાં અંધશ્રદ્ધા અને ધર્માંધતા એટલી હદ સુધી હતી કે અછૂતના સ્પર્શ પછી અગર કોઈ મુસલમાનનો સ્પર્શ કરી લો, તો નાહવાની જરૂર નથી. એવી કૂમાન્યતા ફેલાઈ ગઈ હતી. કારણ કે કુમાન્યતા હતી કે મુસલમાન તો પવિત્ર ગણાય એટલે મુસલમાનનો સ્પર્શ કરવાથી આપણે પવિત્ર થઈ જઈએ. આ વાત લોક મુખે સાંભળવા મળતી હોય છે. આ દર્શાવે છે કે બ્રેનવોશિંગ કેટલા હદ સુધી કરવામાં આવ્યું હતું.
Ideological Subversion / વિચારધારા વિનાશ | વિનાશ વિગત | વિનાશ સ્થિતિ | ||
1.3. Social Life / સામાજિક જીવન | 20.3 | ü(88) |
89. કેળવણી / Education ખોયું: જ્ઞાતિએ પહેલું શિકરા ગામ વસાવ્યું, અને ત્યાર બાદ કચ્છના આંતરિક ગામોના જાગીરદારો જેમ જેમ આમંત્રણ અને સગવડો આપતા ગયા, તેમ-તેમ આંતરિક ગામો વસતા-વસતા આગળ વધ્યા. મોટા ભાગે ત્યાં અભ્યાસની કોઈ સગવડો નહોતી, કારણ કે પહેલાં ગામ વસે પછી બાકી બધુ થાય, અને શિક્ષણ જેવી સગવડો તો લગભગ છેલ્લી ઊભી થતી હોય, જેમાં વર્ષો નીકળી જાય. એટલે તમે સમજી ગયા હશો કે સામાન્ય રીતે શિક્ષણ મેળવવું બહુજ અઘરું હતું.
89.1. આ બાબતે મહત્વનું એ કારણ હતું જે ક. ક. પા. જ્ઞાતિનો ઇતિહાસ કહે છે કે સતપંથના પ્રચારક સૈયદો એવી વાતો કરતા કે છોકરાંને ભણાવજો નહીં, ભણાવશો તો પાછલી ઉંમરે તમને રોટલા નહીં આપે [56:May-1972, Page 2 (195 of 522)] [71:Page 23] [130:Page 28] [6:Page 126]. આપણે સમજી શકીએ કે જો છોકરાં ભણશે તો સતપંથના શાસ્ત્રોમાં અને સતપંથમાં છુપાયેલ ઇસ્લામ ધર્મ ઓળખી જશે અને ધર્મ પરિવર્તનનું તેમનું કાર્ય નિષ્ફળ જશે. આ બાબતે જ્ઞાતિની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે નારાયણ રામજી દ્વારા લિખિત પીરાણાની પોલ પુસ્તકમાં જણાવેલ છે કે તે સમયે જ્ઞાતિમાં 5 ધોરણ સુધી ભણવું એ અહોભાગ્ય મનાતું હતું [148:Page 4].
89.2. બૌદ્ધિક વિકાસ અટક્યો: પેઢીઓને પેઢી જો શિક્ષણથી સતત વંચિત રહેતી જાય, તો તમે કલ્પના કરી શકો કે જ્ઞાતિનો બૌદ્ધિક સ્તર દિવસે દિવસ નીચે થતો જાય. અમુક પેઢી પછીના વ્યક્તિના મનમાં એ વાત ધીરે-ધીરે ઘર કરી જાય કે શાસ્ત્ર અને ધર્મની થોડી પણ વાત કરનાર માણસ એના કરતાં ઘણા હોશિયાર છે. એટલે આપણે એની વાત માનવી જોઈએ. આવી રીતે શિક્ષા અને કેળવણીના ક્ષેત્રનો વિનાશ થયો.
Ideological Subversion / વિચારધારા વિનાશ | વિનાશ વિગત | વિનાશ સ્થિતિ | |
1.2. Education / શિક્ષા – કેળવણી | 20.2 | ü(89) |
90. વિચારધારાના વિનાશની લક્ષ્ય પૂરતી (આ તબક્કે): પરંપરાગત સામાજિક જીવન અને શિક્ષાથી વંચિત થવાથી વિચારધારાના વિનાશનો પહેલો તબક્કામાં જણાવેલ નિરાશાના બધાજ ક્ષેત્રો આવરી લેવામાં આવ્યા. એટલે અહીં “1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો” તબક્કો પૂરો થાય છે.
ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ |
| |||
Ideological Subversion / વિચારધારા વિનાશ | વિનાશ વિગત | વિનાશ સ્થિતિ | ||
1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો | 19 | પૂર્ણ | ||
1.1. Religion / ધર્મ | 20.1 | ü(70) | ||
1.2. Education / શિક્ષા – કેળવણી | 20.2 | ü(89) | ||
1.3. Social Life / સામાજિક જીવન | 20.3 | ü(88) | ||
1.4. Power Structure / સત્તાનું માળખું | 20.4 | ü(77.1) | ||
1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા | 20.5 | ü(77.2) | ||
1.6. Leadership / નેતૃત્વ | 20.6 | ü(77.3) | ||
2. Destabilisation / અસ્થિરતા લાવવી | 21 | બાકી | ||
2.1. Finance / આર્થિક | 21.1 | બાકી | ||
2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા | 21.2 | બાકી | ||
2.3. Media / મીડિયા | 21.3 | બાકી | ||
3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું | 23 | બાકી | ||
3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો | 23.3 | બાકી | ||
• અંદરની વ્યક્તિ |
| |||
• બહારની વ્યક્તિ |
| |||
4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી | 24 | બાકી | ||
4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં |
| બાકી | ||
|
26 બુદ = બુદ્ધને સતપંથના શાસ્ત્રોમાં બુધ તરીકે લખવામાં આવેલ છે.