Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
67. ઊંડા ષડયંત્રના શિકાર – સતપંથ પાળતા થયા: સતપંથ દશાવતાર ગ્રંથના માધ્યમથી સતપંથના પ્રચારકો સામે ધર્મ પરિવર્તન કાર્યમાં આવેલ પહેલી સમસ્યાનો (પોઈન્ટ 65.1) ઉપાય અમલમાં મૂક્યો. ત્યારે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના પૂર્વજો, જે ગુજરાતમાં રહેતા હતા, એ પોતાની ધર્માંધતાના કારણે આ બનાવટી દશાવતાર ગ્રંથ પર અંધશ્રદ્ધા રાખી એટલે સંપૂર્ણ રીતે બ્રેનવોશ થઈ ગયું. પરિણામે, બ્રેનવોશ થયેલ પૂર્વજો, પીરાણા સતપંથ ધર્મ એ કલિયુગનો સાચો હિન્દુ ધર્મ છે, એવું (ખોટી રીતે) માનવા લાગ્યા.
આ સતપંથ ધર્મને ગુપ્ત રીતે (પોઈન્ટ 66) પાળવાના કારણે, એ મુસલમાન ધર્મ હોવા છતાં, હિન્દુ સમાજમાં રહી શક્યા. જે સતપંથના પ્રચારકો સામે આવેલ બીજી સમસ્યાનો તોડ હતો.
આજે પણ સતપંથનો એક “મૂળબંધ” નામનો ગ્રંથ ગુપ્ત રાખવામાં આવેલ છે. પીરાણા સતપંથની માતૃ સંસ્થા એને પ્રકાશિત નથી કરતી. પણ એમના જૂના ગ્રંથોમાં જે ફેરફારો (સાચા-ખોટા) કરવામાં આવે છે, એનો આધાર મૂળબંધ ગ્રંથ ઉપર છે, એવી વાતો ફેલાવામાં આવે છે. તો પછી મૂળબંધ ગ્રંથ કેમ નથી પ્રકાશિત કરતા? જે સોશિયલ મીડિયામાં મૂળબંધ મળે છે, એના સંદર્ભ નંબર છે – [103] [159] [101].
ભલે ક. ક. પા. જ્ઞાતિના પૂર્વજો પીરાણા સતપંથ, જે ઇસ્લામ ધર્મ છે, એને પાળતા થયા, પણ હૃદયથી એ લોકો હમેશાં હિન્દુ જ રહ્યા. [88:Page 547] કારણ, એમનું બ્રેનવોશ કરવામાં આવ્યું હતું કે સતપંથ કલિયુગનો સાચો સનાતન હિન્દુ ધર્મ છે. સતપંથ દશાવતાર ગ્રંથ પ્રમાણે અન્ય હિન્દુ સમાજ અને બ્રાહ્મણો જે સનાતન હિન્દુ ધર્મ પાળી રહ્યા છે એ તો ભગવાન વિષ્ણુ/નારાયણએ કલિયુગમાં રદ / નાબૂદ થયેલ જાહેર કરેલ છે. માટે પોતે સાચો સનાતન ધર્મ પાળી રહ્યા છે, એવું (ખોટી રીતે) માનતા હતા. અમે તો પાકા સનાતની, બાકી તો નાબૂદ થયેલ સનાતની, એવી ખોટી વાતમાં ફસાયેલા હોવાના કારણે છળના શિકાર બની સતપંથ ધર્મ પાળતા હતા. |
68. નિરાશાનો દોર: આગાઉ વિચારધારાના વિનાશ (Ideological Subversion)ની પ્રક્રિયાનો પહેલો તબક્કો એટલે કે નિરાશાનો દોર શરૂ થયો. એના વિષે આગળ હવે જાણીએ.
69. ધર્મના વિનાશનું ચરણ: હવે, શરૂઆતમાં જે મુદ્દો છેડ્યો હતો, એ મુદ્દા પર પહોંચીએ.. વિચારધારાનો વિનાશના (Ideological Subversion) જુઓ પોઈન્ટ (17) પ્રમાણેના મુદ્દા પર. આ તબક્કે, સતપંથના પ્રચારકોને સફળતા મળી. વિચારધારાના વિનાશના ચાર તબક્કાઓમાંથી સહુથી મહત્વનું પહેલું ચરણ, જે ખૂબ જ લાંબું તેમજ અઘરું (મુશ્કેલ) છે, એવા ધર્મના વિનાશના ચરણને સમજીએ.
70. Religion / ધર્મનો વિનાશ: ઉપર જણાવ્યા પ્રમાણે, દશાવતારના માધ્યમથી, ક. ક. પા. જ્ઞાતિ પાસેથી સનાતન હિન્દુ ધર્મ છીનવી એને ઇસ્લામી સતપંથ ધર્મ પાળતા કરી દીધા. બીજા શબ્દોમાં કહીએ તો મૂળ સનાતન હિન્દુ ધર્મનો વિનાશ કરાવવાના પ્રયાસોમાં સતપંથના પ્રચારકોને સફળતા મળી. ધર્મના વિનાશની અસર અંગે વધુ માહિતી માટે જુઓ પોઈન્ટ (20.1)
Ideological Subversion / વિચારધારા વિનાશ |
વિનાશ વિગત |
વિનાશ સ્થિતિ |
|
1.1. Religion / ધર્મ |
20.1 |
ü(70) |
71. શું સૈયદ ઈમામશાહે કણબીઓને મુસલમાન થતા અટકાવવા માટે સતપંથી બનાવ્યા? |
|
1) ઇમામશાહ જો કણબીઓને મુસલમાન બનવાથી બચાવવા માંગતા હોત, તો એમના શાસ્ત્રો પીર સદરૂદ્દીનના ન હોત.. કે જેને વાંચીને હિન્દુ લોહાણા જ્ઞાતિ આજે મુસલમાન બની ગઈ. 2) બીજી વાત કણબીને કચ્છમાં હિન્દુ રાજા પાસે મોકલ્યા બાદ, ઈમામશાહ કહી શકતા હતા કે હવે તમને કચ્છમાં કોઈ ડર નથી, માટે સંપૂર્ણ રીતે હિન્દુ બની ને રહો… બધા ઇસ્લામી શાસ્ત્રો બંધ કરો અને હિન્દુ મંદિરો ઊભા કરો, વગેરે.. પણ એવું ન કરતાં જમાતખાના ઊભા કરવામાં આવ્યા. 3) જો કણબીઓ મુસલમાન બની જશે એ ડર સાચો હોત, તો ગુજરાત વિસ્તારમાં રહેતા એમના અન્ય ભાઈઓ કેમ મુસલમાન ન બન્યા? આજે પણ તેઓ હિન્દુ તરીકે રહે છે. 4) કોઈ એક વિસ્તારથી કણબીઓ કચ્છ નહોતા આવ્યા. અનેક વિસ્તારઓમાંથી આવ્યા હતા. એટલે એવું કહેવું કે મુસલમાન રાજાનું જોર જુલમ હતું, એ બરાબર નથી. કારણ કે જે વિસ્તારથી તેઓ બધા આવ્યા હતા, એ જ મૂળ વિસ્તારના લોકો આજે પણ હિન્દુ છે અને ખૂબ પ્રગતિ કરેલ છે. 5) માટે, ઈમામશાહે કણબીઓને મુસલમાન બનવાથી રોકવા માટે સતપંથ ધર્મ આપ્યો, એ વાત તદ્દન ખોટી અને ઉપજાવી કાઢેલી છે. |
શું કણબીઓ મુસલમાન બની જાય એનો ડર હતો? |
72. કચ્છના રાજા, મુહમ્મદ બેગડા, ઈમામશાહ અને ઔરંગજેબ વચ્ચે શું સંબંધ છે? |
|
1) કચ્છને એક તાંતણે બાંધીને એક રાજ્યની સ્થાપના કરનાર રાવ ખેંગારજી પ્રથમના પિતા રાવ હમીરજીએ પોતાની દિકરી કમાબાઈને રાજકીય સંબંધો સાચવવા મુહમ્મદ બેગડા25 સાથે પરણાવ્યા હતા [110] [129] [155] . 2) મુહમ્મદ બેગડા25એ પોતાની દીકરીને ઈમામશાહના દીકરા નૂર મુહમ્મદ શાહ સાથે પરણાવેલ હતી [122:Page 60]. 3) મુહમ્મદ બેગડાએ પીરાણાને સહુથી પહેલાં જમીન આપી હતી [158:Page 215]. 4) ઓરંગજેબે 45 એકર જમીન અને પૈસા પીરાણાને આપ્યા હતા [30]. |
|
ઉપર જણાવેલ મુદ્દાઓથી પણ સમજણ પડી જાય છે કે ઈમામશાહને માનવાવાળાઓને મુસલમાન રાજાઓથી કોઈ તકલીફ નહોતી પડતી. ઊલટું એમના તરફથી સહયોગ મળતો હતો. |
73. વિચારધારાના વિનાશની લક્ષ્ય પૂરતી (આ ચરણમાં): કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના તે સમયના પૂર્વજોનું ધર્મ પરિવર્તન થયું. સનાતન હિન્દુ ધર્મ છોડી, પીરાણા સતપંથ ધર્મ પાળતા કરી દેવામાં આવ્યા. આ પ્રક્રિયા વિષે નીચેના ટેબલ પરથી વાત સ્પષ્ટ સમજાશે.
ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ |
|||
Ideological Subversion / વિચારધારા વિનાશ |
વિનાશ વિગત |
વિનાશ સ્થિતિ |
|
1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો |
19 |
પ્રગતિમાં |
|
1.1. Religion / ધર્મ |
20.1 |
ü(70) |
|
1.2. Education / શિક્ષા – કેળવણી |
20.2 |
બાકી |
|
1.3. Social Life / સામાજિક જીવન |
20.3 |
બાકી |
|
1.4. Power Structure / સત્તાનું માળખું |
20.4 |
બાકી |
|
1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા |
20.5 |
બાકી |
|
1.6. Leadership / નેતૃત્વ |
20.6 |
બાકી |
|
2. Destabilisation / અસ્થિરતા લાવવી |
21 |
બાકી |
|
2.1. Finance / આર્થિક |
21.1 |
બાકી |
|
2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા |
21.2 |
બાકી |
|
2.3. Media / મીડિયા |
21.3 |
બાકી |
|
3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું |
23 |
બાકી |
|
3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો |
23.3 |
બાકી |
|
• અંદરનો વ્યક્તિ |
|
||
• બહારનો વ્યક્તિ |
|
||
4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી |
24 |
બાકી |
|
4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં |
|
બાકી |
|
|
આ પુસ્તકમાં આગળ જોઈશું કે, ધર્મ છૂટી જવાથી, સમયાંતરે જ્ઞાતિની કેવી દુર્દશા થઈ.
· ધર્મ અને સમાજ, એકજ સિક્કાની બે બાજુ છે. ધર્મ છૂટે તો સમાજ તૂટે. · જે સમાજમાં ધર્મ નહીં હોય, એ સમાજનું પતન નક્કી છે. · “સમાજમાં જેને જે ધર્મ પાળવો હોય એને છૂટ છે” એવી વાતો કરનાર લોકો, તમારી વિચારધારાનો વિનાશ કરવાના પ્રયત્નમાં છે, એવું સમજી શકાય. · તમારા ઉજળા ભવિષ્ય માટે, કોઈ પણ કિંમતે સનાતન ધર્મ છોડતા નહીં. · તેમજ સનાતન ધર્મને ભ્રષ્ટ થવા દેવો નહીં, અને અગર કોઈએ ભ્રષ્ટ કર્યો હોય તો એવા ધર્મને અપનાવવો પણ નહીં. |
74. પરિણામે – જ્ઞાતિને ગુજરાત વિસ્તારથી બહાર કરવામાં આવ્યા: ઈમામશાહની સતપંથ નામક માયા જાળમાં ફસાઈ ગયેલ ક. ક. પા. જ્ઞાતિના તે વખતના પૂર્વજો, તે સમયે (આજથી લગભગ 550 વર્ષ પૂર્વે), ગુજરાત વિસ્તાર એટલે કે ઊંઝા – મહેસાણા, અમદાવાદ, વિરમગામ, આણંદ – ચરોતર વગેરે વિસ્તારોમાં રહેતા હતા.
કલિયુગનો સાચો હિન્દુ ધર્મ તો સતપંથ છે. મૃત્ય પછી સતપંથીને અમરાપુરી (વિશેષ સ્વર્ગ, જેમાં 50 હૂર વગેરે, મળશે [88:Page 122, 363]) તેમજ કલિયુગના અંતે લાખો વર્ષો સુધી રાજ કરવા મળશે, એવી લોભામણી વાતોની લાલચમાં ફસાઈને બ્રેનવોશ થયેલ ક. ક. પા. જ્ઞાતિના પૂર્વજો સતપંથ પાળતા થઈ ગયા.
કારણ કે એમને અતૂટ વિશ્વાસ હતો કે પોતે સાચો સનાતન ધર્મ પાળી રહ્યા છે. કડવા પાટીદાર જ્ઞાતિ તેમના અન્ય ભાઈઓ (જેઓ સતપંથ ધર્મ નહોતા પાળતા) તેમજ અન્ય જ્ઞાતિના હિન્દુઓ, તો ખોટા (રદ / નાબૂદ થયેલા) સનાતન ધર્મને પાળી રહ્યા છે એવું માનવા લાગ્યા. પોતે તો ધર્મના સાચા જ રસ્તા પર છે, એવી ધર્માંધતામાં જીવતા હતા.
શરૂઆતમાં, નાની સંખ્યામાં સતપંથ ધર્મ પાળતા લોકોની સંખ્યા ધીમે-ધીમે મોટી થતી ગઈ. ગુપ્ત રીતે પાળવામાં આવતા સતપંથ ધર્મની વાત ખુલ્લી થઈ ગઈ. જ્ઞાતિમાં વાત ફેલાઈ ગઈ કે પીરાણાના એક મુસલમાન સૈયદ ઈમામશાહને ગુરુ બનાવી અમુક જ્ઞાતિ જન સતપંથ નામક ઇસ્લામ ધર્મના પંથને પાળે છે.
પોતાના, તે વખતના, કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓ દ્વારા સમજાવ્યા છતાં ન સમજ્યા. માટે, સતપંથ ધર્મના પ્રચારથી અન્ય ભોળા લોકો ભરમાય નહીં અને આગળ જતાં આ સમસ્યાથી જ્ઞાતિને સુરક્ષિત રાખવા માટે, ગુજરાત વિસ્તારના કડવા પાટીદાર જ્ઞાતિએ, પોતાના સતપંથ ધર્મ પાળતા ભાઈઓ માટે, જ્ઞાતિના દરવાજા બંધ કરી દીધા. બધાજ સંબંધો કાપી નાખ્યા. છેવટે ન છૂટકે હાલના ક. ક. પા.ના પૂર્વજોને ગુજરાત વિસ્તારમાંથી તગેડી, બહાર કરી દેવામાં આવ્યા [57:Page 128] [88:Page 526] [105:Page 200] [106:Page 206] [143:Page 127] [144:Page 118].
75. કચ્છમાં પલાયન – શિકરા ગામ વસાવ્યું: જ્ઞાતિ અને સમાજ બહાર થયા પછી ગુજરાત વિસ્તાર છોડીને જવું ક્યાં? આ વાત સૈયદ ઈમામશાહ બાવા સામે પહોંચી. ઈમામશાહના સંબંધો કચ્છના રાજા સાથે હોવાના કારણે, એમના અનુયાયીઓને કચ્છ મોકલી આપવામાં આવ્યા.
તે વખતે કચ્છમાં મહેનતુ ખેડૂતોની ઘણી જરૂર હતી. તેથી સારા ખેડૂતો માટે સર્વે પ્રકારની આર્થિક મદદ તથા ખેતી કરવા માટે જમીન (પોયરા હક્કથી), ઘર બાંધવા માટે મફત જમીન (ગોખરુબુટા હક્કથી), ખેતીના સાધનો, કૂવા ખોદાવી આપવા વગેરે રાજ્ય તરફથી જરૂરી સગાવડો ઊભી કરી આપવાની બાંહેધરી મહારાવે આપી. ઉપરાંત, પટેલો જ્યાં જ્યાં ગામો વસાવે એવા ગામોમાં દરબારી પોલીસ પટેલો તરીકે માનકારી હોદ્દો આપવાની બાંહેધરી પણ મહારાવે ઈમામશાહ બાવાને આપી [96:Page 2] [97:Page 2 and 3].
આ સગવડો મળવાથી ઈમામશાહે ધીરે ધીરે 16મી સદીમાં કડવા પાટીદારોને કચ્છ મોકલવાનું શરૂ કર્યું. કચ્છમાં ભચાઉ શહેરની બાજુમાં વિરમગામથી આવેલ શ્રી પરબત વેલાણીએ “શિકરા” ગામ વસાવ્યું [106:Page 207]. જે ગુજરાતથી આવેલ પાટીદાર જ્ઞાતિનું પહેલું મથક બન્યું. અહીંથી એમની ઓળખ કચ્છ કડવા પાટીદાર તરીકે ઊભી થઈ.
ત્યાર બાદ સમયાંતરે જેમ જેમ પરિવારો મોટા થતા ગયા, અથવા વધુ સારી જમીનની શોધમાં, કચ્છના અંતરાલ વિસ્તારોમાં ફેલાતા ગયા. શિકરા પછી, માનકુવા, વિથોણ અને હાલ નખત્રાણામાં જ્ઞાતિનું મુખ્ય મથક છે.
76. પોલીસ અને ન્યાય વ્યવસ્થાથી જ્ઞાતિને વિમુખ રાખી: ઈમામશાહ બાવાએ કચ્છના મહારાવ સામે એક વિશેષ માગણી મૂકી, જે આગળ જતાં ખૂબ ઘાતક નીવડી. માંગણી એ મૂકવામાં આવી કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના નાના-મોટા કોઈ પણ ઝઘડાનો નિકાલ દરબારશ્રીએ જાતે (એટલે કે કચ્છના મહારાવશ્રી / મહારાજાશ્રી વ્યક્તિગત રીતે પોતે) જ કરવો. એના માટે કોર્ટ કચેરીનો આશરો લેવો નહીં. આ માંગણી કચ્છના મહારાવશ્રીએ કબૂલ રાખેલ અને એ પ્રમાણે કણબીઓને (ક. ક. પા. જ્ઞાતિને) બાંહેધરી આપેલ. કોર્ટ કચેરી કે રાજ્યનું બીજું કોઈ ખાતું એમાં દખલ દેશે નહીં. આ શરતો વંશપરંપરા જળવાશે, એવું પણ નક્કી થયું હતું. તે પ્રમાણે કોર્ટનો આશરો લેવાતો નહીં [96:Page 70, 97 and 98] [97:Page 74, 75 and 103].
આ શરતના માધ્યમથી ઈમામશાહે સુનિશ્ચિત કર્યું કે;
1. જ્ઞાતિને પોલીસ અને ન્યાય વ્યવસ્થાથી વંચિત રાખીને લોકોને જ્ઞાતિના ગેઢેરાઓ (સ્વઘોષિત જ્ઞાતિના આગેવાનો/લિડરો) ઉપર આશ્રિત કરી દીધા. જેથી ગેઢેરાઓની વાતનું ઉલ્લંઘન કરવાની કોઈ હિંમત ન કરે. જેવી રીતે ભેડ-બકરીઓ ગોવાળના ઇશારા પ્રમાણે ચાલે, એવી રીતે જ્ઞાતિના લોકો આ ગેઢેરાઓના ઇશારા પર ચાલે. એવી વ્યવસ્થા ગોઠવી .
2. ક. ક. પા. જ્ઞાતિ ઉપર, સતપંથના ઠેકદાર ગણાતા ગેઢેરાઓ મજબૂત પકડ રાખી શકે. જેથી કરીને સતપંથ સામે ભવિષ્યનો સંભવિત બળવો કે વિરોધને સહેલાઈથી દબાવી શકાય.
આ શરત, આગળ જતાં, ક. ક. પા. જ્ઞાતિને દબાણમાં રાખવા તેમજ એમનું શોષણ અને અત્યાચાર કરવા કેવી રીતે કારગર નીવડી, એ આગળ જતાં આ પુસ્તકમાં જોઈશું. |
77. વિચારધારાનો વિનાશ – સત્તાનું માળખું, કાયદો – વ્યવસ્થા અને નેતૃત્વનો વિનાશનું ચરણ: કચ્છના મહારાવ એટલે કે રાજા સામે મુકેલ માંગણીઓ/શરતો અને તેનું રાજા દ્વારા કરવામાં આવેલ સ્વીકારથી, વિચારધારાના વિનાશના ત્રણ મુદ્દાઓનો વિનાશ કરવામાં સતપંથના પ્રચારકોને સફળતા મળી. એ હતા;
77.1. Power Structure / સત્તાનું માળખું: ગેઢેરાઓના હાથમાં જ્ઞાતિની સત્તા આપીને, રાજાનું પરંપરાગત સત્તાના માળખું લઈને પોતાના લોકોને આપી દીધું. જેથી કરીને (જ્ઞાતિ માટે) પરંપરાગત સત્તાના માળખાનો વિનાશ થયો. સત્તાના માળખાનો વિનાશની અસર અંગે વધુ માહિતી માટે જુઓ પોઈન્ટ (20.4).
Ideological Subversion / વિચારધારા વિનાશ |
વિગત |
વિનાશ |
|
1.4. Power Structure / સત્તાનું માળખું |
20.4 |
ü(77.1) |
77.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા: કોર્ટ અને કચેરીથી જ્ઞાતિને વિમુખ રાખીને મૂળભૂત કાયદો અને વ્યવસ્થાના લાભોનો પણ વિનાશ (જ્ઞાતિ માટે) થયો. જે ગેઢેરાઓ બોલે એ કાયદો અને એમને મજા આવે એ એમની વ્યવસ્થા. આની અસર વિચારધારાના વિનાશ ઉપર કેવી થાય, એ જોવા માટે જુઓ પોઈન્ટ (20.5) અને પોઈન્ટ (76).
Ideological Subversion / વિચારધારા વિનાશ |
વિગત |
વિનાશ |
|
1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા |
20.5 |
ü(77.2) |
77.3. Leadership / નેતૃત્વ: સત્તા અને કાયદો વ્યવસ્થા જ્ઞાતિના ગેઢેરાઓના હાથમાં આવી જાય એટલે સ્વાભાવિક છે કે આપોઆપ જ્ઞાતિનું નેતૃત્વ પણ એમના હાથમાં આવી જાય. જે ગેઢેરા કહે એજ અંતિમ વાત. એટલે ગેઢેરાઓ જ્ઞાતિના નેતાઓ બની ગયા. લોકશાહીથી નેતૃત્વનો વિનાશ થાય તો તેની અસર વિચારધારાના વિનાશ પર કેવી પડે, એના માટે જુઓ પોઈન્ટ (20.6).
Ideological Subversion / વિચારધારા વિનાશ |
વિગત |
વિનાશ |
|
1.6. Leadership / નેતૃત્વ |
20.6 |
ü(77.3) |
78. વિચારધારાના વિનાશની લક્ષ્ય પૂરતી (આ તબક્કે): ધર્મના વિનાશ બાદ સત્તાના માળખાનો વિનાશ, કાયદો અને વ્યવસ્થાનો વિનાશ અને નેતૃત્વનું વિનાશ થયું, જે નીચેના ટેબલમાં નોંધવામાં આવેલ છે.
ફેરફારો ઉપર નજર / Tracking ટેબલ |
||||
Ideological Subversion / વિચારધારા વિનાશ |
વિનાશ વિગત |
વિનાશ સ્થિતિ |
||
1. Demoralisation Areas / નિરાશાના ક્ષેત્રો |
19 |
પ્રગતિમાં |
||
1.1. Religion / ધર્મ |
20.1 |
ü(70) |
||
1.2. Education / શિક્ષા – કેળવણી |
20.2 |
બાકી |
||
1.3. Social Life / સામાજિક જીવન |
20.3 |
બાકી |
||
1.4. Power Structure / સત્તાનું માળખું |
20.4 |
ü(77.1) |
||
1.5. Law and Order / કાયદો અને વ્યવસ્થા |
20.5 |
ü(77.2) |
||
1.6. Leadership / નેતૃત્વ |
20.6 |
ü(77.3) |
||
2. Destabilisation / અસ્થિરતા લાવવી |
21 |
બાકી |
||
2.1. Finance / આર્થિક |
બાકી |
|||
2.2. Law and Order / કાયદો અને વ્યવસ્થા |
21.2 |
બાકી |
||
2.3. Media / મીડિયા |
બાકી |
|||
3. Crisis / કટોકટીની સ્થિતિમાં મૂકવું |
23 |
બાકી |
||
3.1. So called Saviour / કહેવાતા ઉદ્ધારકો |
23.3 |
બાકી |
||
• અંદરની વ્યક્તિ |
|
|||
• બહારની વ્યક્તિ |
|
|||
4. Normalisation / સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવી |
24 |
બાકી |
||
4.1. નવો સમાજ પ્રસ્થાપિત કરવો – 2 ચરણોમાં |
|
બાકી |
||
|