66.ધર્મ પરિવર્તનની બીજી સમસ્યાનું નિવારણ: ઉપર જણાવેલ પોઈન્ટ (15) “ઇસ્લામ સામેની સમસ્યાઓ”માં જણાવેલ બે સમસ્યાઓમાંની બીજી સમસ્યા, પોઈન્ટ (15.2) જણાવ્યા પ્રમાણે, “હિન્દુઓનું રક્ષણ કરતી સજ્જડ સમાજ વ્યવસ્થાનું કવચ:”, એ સમસ્યાનો ઉકેલ માટે જે યુક્તિ અપનાવવામાં આવી એ યુક્તિ છે કે સતપંથને ગુપ્ત રીતે પાળવાનું કહીને [88:Page 133].
તમે નોંધ્યું હશે કે દશાવતાર સહિત સતપંથના શાસ્ત્રોમાં ઘણી વખત સતપંથને ગુપ્ત રીતે પાળવાનું કહેવામાં આવ્યું છે. નિષ્કલંકી અવતારમાં સુરજારાણી અને કમલાકુંવરે પણ સતપંથને ગુપ્ત રીતે પાળ્યો. એટલા માટે સતપંથને “ગુપ્ત પંથ” પણ કહેવામાં આવે છે.[88:Page 5,6, 130 to 133, 359]
હિન્દુ માન્યતા પ્રમાણે કલિયુગ લગભગ 4,32,000 વર્ષ લાંબો ચાલશે. કલિયુગની શરૂ થવાની ગણતરી કૃષ્ણ ભગવાના મૃત્યુ વખતથી કરવામાં આવે છે. એટલે આજ સુધી, હિન્દુ ધર્મ પ્રમાણે કલીયુગના તો માત્ર 5 હજારથી થોડા વધારે વર્ષો (5124 વર્ષો, દિનાંક 11-May-2023 સુધી) થયા છે. આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે લોકો વિચારે કે કલિયુગને પૂરો થવામાં તો હજી લાખો વર્ષો બાકી છે, ક્યારે કલિયુગ પૂરો થાય ને ક્યારે કાલિંગા સાથે લડાઈ થાય ને ક્યારે નિષ્કલંકી ધરતી સાથે લગ્ન કરે. ત્યાં સુધી કોણ જાણે શું શું થાય. આવી નિરાશા ભરેલી વાતોને પહોંચી વળવા માટે, એવું દેખાય છે કે સતપંથના શાસ્ત્રોમાં એવું લખવામાં આવ્યું છે કે કલિયુગનો અંત ખૂબ નજીક છે. 10 દિવસનો એક વર્ષ હશે અને 1 રાતમાં 5 વર્ષ નીકળી જશે. જુઓ ઉપર જણાવેલ પોઈન્ટ (57.2) માં પેટા પોઈન્ટ (7). માટે હવે કલિયુગ પૂરો થવા માટે જૂજ સમય બાકી છે. ગમે તે ઘડી નિષ્કલંકી નારાયણ પ્રગટ થશે અને સાચા સતપંથીઓને અમરાપુરી24 જવા મળશે. તેમજ 1.25 લાખ વર્ષ સુધી ધરતી પર રાજ કરવા મળશે, એવો પ્રચાર કર્યો.
બીજી વાત એવી છે કે, સતપંથની માન્યતા પ્રમાણે કલિયુગમાં કેવળ 12 કરોડ, જુઓ પોઈન્ટ (57.1.26), જુઓ સતપંથ છોડો[27:Page 290][164], લોકો જ અમરાપુરી24 જશે. ઘણા લોકો ગુપ્ત રીતે સતપંથ પાળી અમરાપુરીમાં24 પહેલેથી પહોંચી ગયા છે. અમરાપુરીમાં સીટ (જગ્યા) તો મર્યાદિત છે. એટલે સામાન્ય માણસને સ્વાભાવિક વિચાર આવે કે જ્યારે હવે કલિયુગ થોડા જ સમયમાં પૂરો થવા આવ્યો છે અને ઘણાં લોકો ગુપ્ત રીતે સતપંથ પાળી અમરાપુરી24 પહોંચી ગયા છે, તો હું પણ ચૂપચાપ સતપંથ પાળીશ તો મને પણ લાભ મળશે. આવી બધી વાતોને લઈને સતપંથ ધર્મને ગુપ્ત રીતે પાળતો કરી દેવામાં આવ્યો.
ગુપ્ત રીતે સતપંથ પાળવાનું પરિણામ
હવે વિચાર કરો કે અગર તમારા પરિવારનો કોઈ સભ્ય ગુપ્ત રીતે પરધર્મ/વિધર્મ પાળતો થઈ જાય, અને તમને કાનોકાન ખબર પણ ન પડે, તો તમે એને કઈ રીતે રોકી શકશો? એને ન રોકી શકો. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના વડીલોએ પણ આવું જ કર્યું.
આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને હિન્દુ સમાજ વ્યવસ્થાની અંદર રહીને આરામથી ઇસ્લામ ધર્મ પાળી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. અને અન્ય હિન્દુઓને ખબર જ ન પડી એટલે એ કઈં જ કરી ન શક્યા. આવી રીતે હિન્દુ “સમાજનું સુરક્ષા કવચ” ભેદવામાં સતપંથના પ્રચારકો સફળ થયા.
24અમરાપુરી = ભિષ્ત = ઈમામશાહએ લખેલ “જન્નતપુરી” નામના ગીનાનમાં અમરાપુરીનું વર્ણન “જન્નત” જેવું કરેલ છે, જેમાં 50 હૂર વગેરે શામેલ છે. સતપંથની માન્યતા પ્રમાણે પૂરી ઈમાનદારીથી દશોંદ આપનાર સાચા સતપંથી જ અમરાપુરી જઈ શકશે અને કલિયુગના અંતે 1.25 લાખ વર્ષ સુધી ધરતી પર રાજ કરવા મળશે. એવી માન્યતા સતપંથમાં છે.