65.ધર્મ પરિવર્તનની પહેલી સમસ્યાનું નિવારણ: ઉપર જણાવેલ પોઈન્ટ (15) “ઇસ્લામ સામે સમસ્યાઓ”માં જણાવેલ 2 સમસ્યાઓમાંની પહેલી સમસ્યા જે પોઈન્ટ (15.1) “હિન્દુ ધર્મના મૂલ્યો અને આદર્શો બહુજ ઊંચા હતા” જે સમસ્યા જણાવેલ છે, એ સમસ્યાનો ઉકેલ “સતપંથ દશાવતાર” ગ્રંથના માધ્યમથી કાઢવામાં આવ્યો [27:Page 285 to 287, 293 to 302]. જેના વિષે આપણે આગાઉ પોઈન્ટ (48) માં જોયું.
પહેલી સમસ્યા શું હતી એ યાદ અપાવું કે.. હિન્દુ ધર્મના મૂલ્યો અને આદર્શો એટલા બધા ઊંચા છે કે ઈસ્લામ એની બરાબરી કરી શકતો નથી.
65.1.ક. ક. પા. જ્ઞાતિ પર અસર: ઉપર બતાવેલ સતપંથના દશાવતાર ગ્રંથ જાણકારીથી તમે સમજી ગયા હશો કે હિન્દુ દેવોનો દુરુપયોગ તૈયાર કરવામાં આવેલ દશાવતાર ગ્રંથને, જ્યારે ક.ક.પા. જ્ઞાતિના તે વખતના ભોળા વડીલો સામે મૂકવામાં આવ્યો, ત્યારે અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, ચમત્કારની વાતો, ધર્માંધતામાં ડૂબેલા અને શંકા-કુશંકાથી પરે એવા બિચારા વડીલો આ ષડયંત્રના શિકાર બની ગયા.
વડીલોને એવું કહેવામાં આવ્યું કે આ ગ્રંથ જ અસલી દશાવતાર ગ્રંથ છે. જુઓ અમે નથી કહેતા, સ્વયં ભગવાને કહ્યું છે. અને બ્રાહ્મણો જે ગ્રંથો, વેદો વગેરે વાંચે છે, એ તો કલિયુગમાં ભગવાને રદ થયેલ જાહેર કરેલ છે. જુઓ કલિયુગમાં બ્રાહ્મણોમાં બુદ્ધિ નથી રહી, એમનું બ્રહ્મત્વ ખોઈ બેઠા છે, એટલે પેટના કાજે ખાલી વેદોના પાનાં ફરાવે છે. અસલ બ્રાહ્મણો તો હરિવંશી બ્રાહ્મણો એટલે સૈયદો (અલીના વંશજો) છે. એવું ભગવાને દશાવતારમાં જણાવલ છે, એવું કહેવામાં આવ્યું.
કલિયુગનો સાચો સનાતન ધર્મ તો એ સતપંથ છે. બાકી બધા ધર્મો રદ થયેલ છે. કલિયુગના અંતે માત્ર સતપંથીઓ જ ધરતી પર રાજ કરશે, એમને જ અમરાપુરી24 એટલે જન્નત મળશે વગેરે વગેરે લાલચોથી આંજી દેવામાં આવ્યા. આવા કારણોને લઈને ક. ક. પા. જ્ઞાતિના એ વખતના વડીલો સતપંથ ધર્મને હિન્દુ ધર્મ સમજી તેમાં ફસાયા.