બુક: ઘરવાપસી - પીરણા સતપંથ થી સનાતન

Index / અનુક્રમણિકા

૧. પુષ્ઠભૂમિ – ઇતિહાસ એક આકલાન

1.      ખંડ 1ની પૃષ્ઠભૂમિ: ઇતિહાસના મુખ્ય બે (2) પાંસાઓ (aspects) હોય છે. જ્યાં સુધી બંને પાંસાઓનો બરાબર અભ્યાસ ન  કરવામાં આવે, ત્યાં સુધી ઇતિહાસની ખરા અર્થમાં સમજણ અધૂરી છે. આ બે પાંસાઓ છે;

1.1.     ઐતિહાસિક ઘટનાઓ

1.2.     ઇતિહાસનું આકલન

 

2.      ઐતિહાસિક ઘટનાઓ: ઐતિહાસિક ઘટનાઓ કોને કહેવાય એ તમે સમજતા જ હશો. અમુક તારીખે કોઈ  સંસ્થા ઊભી થઈ, કોઈ મંદિર બંધાયું, કોઈ વ્યક્તિનો જન્મ થયો, કોઈ સભા/મિટિંગ ભરાઈ વગેરે દાખલાઓ છે ઐતિહાસિક ઘટનાઓના

3.      ઇતિહાસનું આકલન: સાદી ભાષામાં કહીએ તો ઐતિહાસિક ઘટનાઓના અલગ-અલગ બિંદુઓને સમજ રૂપી રેખાઓથી જોડીને જે રીતે ઇતિહાસનું ચિત્ર તૈયાર થાય એને આકલન કહી શકાય. ઇતિહાસના ચિત્રની પૂર્ણતા (ઘટનાઓ કેટલી આવરી છે) અને ચિત્રની બારીકાઈથી (ઘટના સાથે સંલગ્ન વિવિધ બાબતો) ખ્યાલ આવે કે સમાજ ક્યાં હતો અને કઈ તરફ જઈ રહ્યો છે. જેમાં સારા બૌદ્ધિકોની સહભાગિતા (participation) બહુ મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. ઇતિહાસમાંથી મળનારી સમજ કે શિખ, આ પાંસા ઉપર સહુથી વધારે નિર્ભર હોય છે. ઇતિહાસનું  આકલન ભલે ઐતિહાસિક ઘટનાઓ ઉપર આધારિત હોય છે, પણ ઇતિહાસના આકલનનું મહત્વ સહુથી વધારે હોય છે. 

4.      પુસ્તક વિષે: આ પુસ્તકના ખંડ 1નો મુખ્ય વિષય છે, ક. ક. પા. જ્ઞાતિના ઇતિહાસનું આકલન. ઐતિહાસિક ઘટનાઓ નોંધતા ઘણા બધા પુસ્તકો અને દસ્તાવેજો જોવા મળે છે. પણ એ ઘટનાઓનો અભ્યાસ કરી, એનું આકલન તૈયાર કરી, એમાંથી સંદેશ અને શિખને તૈયાર કરી, સનાતન ધર્મમાં ઘરવાપસીના પ્રયાસોને પદ્ધતિસર રજૂ કરતું આ પહેલું પુસ્તક છે.

5.      ઇતિહાસની રજૂઆત: ઘરવાપસીના 550 વર્ષોના સંઘર્ષની બીનાઓ આવરી લેતી ઘટનાઓને જે-તે સમયે નોંધાયેલ દસ્તાવેજો તો ઘણા છે, જે આગાઉ વાત કરી. એ ઘટનાઓને ફરીથી, એમને એમ, આ પુસ્તકમાં લખવાનું કોઈ કારણ નથી. માટે તમે સમજી ગયા હશો કે આ પુસ્તકમાં આપણે એ ઘટનાઓનું ઝીણવટથી, પણ સામાન્ય માણસ સમજી શકે એવી રીતે આકલન કરીશું.  

6.      આકલનના વિભાગો (પ્રહરો): 550 વર્ષોના ઘરવાપસીના સંઘર્ષના ઇતિહાસને, સહેલાઈથી સમજવા માટે, નીચે પ્રમાણે વિભાજિત કરેલ છે.

પ્રહર

સમય ગાળો*

ઐતિહાસિક વળાંક

પ્રહર 1

1475 પહેલાં

સમસ્ત સનાતની સમાજ – શાંતિ અને નિરાંતનો સમય 

શાંતિપ્રિય સામાજિક જીવન જીવતા લોકો વચ્ચે છદ્મ, જૂઠ, છળકપટ, છેતરામણી યુક્ત 

વિધર્મીઓ દ્વારા વિશ્વાસઘાતી ષડયંત્ર

પ્રહર 2

1475 થી 1513

38 વર્ષ

ઈમામશાહ  પીરાણામાં આવ્યો

ભોળપણ અને અજ્ઞાન – સંકટને આમંત્રણ

સનાતની વિચારધારાના વિનાશની રણનીતિ

શું ? શા માટે ? કેવી રીતે ? તમામ પ્રશ્નોની પદ્ધતિસરની માહિતી 

પ્રહર 3

1500 થી 1805

305 વર્ષ

ધર્મ ખોયો એટલે અધોગતિ થઈ

સતપંથના આધિપત્ય થી થયો વિચારધારોના વિનાશ..

ગુપ્ત રીતે ઇસ્લામ પાળતી જ્ઞાતિ, હવે જાહેરમાં

મુસલમાન બનવાની અણી સુધી પહોંચી ગઈ.

પ્રહર 4

1805 થી 1960

155 વર્ષ

સતપંથ સામે વિદ્રોહ – જાગૃતિ – ઘરવાપસી

1805 થી 1902 વિદ્રોહનો સમયગાળો  –  કેશરા બાપા

1902 થી 1925 જાગૃતિનો સમયગાળો – નારાયણ બાપા

1925 થી 1960 ઘરવાપસીનો સમયગાળો – રતનશી બાપા

પ્રહર 5

1960 થી 1985

25 વર્ષ

ધર્મ મળ્યો એટલે પ્રગતિ થઈ

પરિશ્રમમાં ભળ્યો ધર્મ, સમજાયો સૌને મર્મ..

પ્રગતિ અને સમૃદ્ધિથી પ્રભાવિત થઈને

સૌને સનાતની બનવાની તાલાવેલી જાગી..  

પ્રહર 6 

1985 થી 2023

38 વર્ષ

સફાઇ અભિયાન

સનાતન સમાજને વેરવિખેર કરી,

પુનઃ સતપંથ ધર્મમાં લઈ જવાના ષડયંત્રને

નિષ્ફળ બનાવી સમાજને સ્વચ્છ કરવાનું અભિયાન..

પ્રહર 7 

2023 થી અવિરત

ખરા અર્થમાં ઘરવાપસી પરિપૂર્ણ

ઘરવાપસી ચળવળનું છેલ્લું ચરણ..

સતપંથની માનસિકતામાંથી મુક્તિની શરૂઆત..

સંત ઓધવરામ બાપાની ઈચ્છા પૂરતી.. સતપંથીઓ માટે કરો બારણાં બંધ..

*સમય ગાળો અંદાજીત છે.

 

 

Leave a Reply

Share this:

Like this: