Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૧૩. આણંદપર લક્ષ્મીનારાયણ મંદિર - પ્રાણપ્રતિષ્ઠા - દી. 10-Aug-1945

ૐ ॥

શ્રી આણંદપર ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બંધાતાં તેમાં

શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા માટે થયેલ કાર્યની નોંધ.

સાં. ૨૦૦૨ના શ્રાવણ સુદ ૨ શુક્રવાર {VSA: 10-Aug-1945} ના રોજ કાર્યની વહેંચણી

 

કાર્યવાહકોના નામ

મનજીભાઈ વાલજી

૧૧

જીવરાજ કરમશી

૨૧

લખુ વાલજી

કરમશી વાલજી

૧૨

નથુ નાનજી

૨૨

વસ્તા કરશન

હીરજી વાલજી

૧૩

રવજી વેલજી

૨૩

રતનશી ધનજી

ખીમજી વાલજી

૧૪

રાજા દેવશી

૨૪

કાનજી ધનજી

ડાહ્યા વાલજી

૧૫

વિશ્રામ દેવશી

૨૫

ડાહ્યાભાઈ જેઠા

પ્રેમજી વાલજી

૧૬

વીરજી દેવશી

૨૬

નારાણભાઈ ભાણજી મુખી

ગંગદાશ મનજી

૧૭

વાલજી ભાણજી

૨૭

રામજી માવજી

શીવજી મનજી

૧૮

ભાણજી કચરા

૨૮

રામજી મેઘજી

ખેતા મનજી

૧૯

નારાણ ભાણજી

૨૯

વેલજી વાલજી

૧૦

મુળજી કરમશી

૨૦

ભાણજી મુળજી

  

 

 

આ કાર્ય વાહકોમાંથી નીચે પ્રમાણે વહેંચણી થયેલ હતી.

કોઠાર ખાતે  જણ ૨

કરમશીભાઇ વાલજી તથા રાજાભાઇ દેવશી

જાનવરોની સરભરા ખાતું

રવજી— દેવજી

રસોડા ખાતું

મુખ્ય : રતનશીભાઈ ધનજી — ડાહ્યાભાઈ ધનજી પેટામાં :  ૧)  લખુ વાલજી  ૨) ગંગદાશ મનજી  ૩) શીવજી મનજી  ૪) લખુ વાલજી  પ) વાલજી ભાણજી ૬) વિશ્રામ દેવશી

સ્વાગત કમીટી

૧) મનજીભાઈ વાલજી  ૨) નથુ નાનજી  ૩) વસ્તા કરશન  ૪) ડાહ્યા જેઠા  ૫) મુખી નારણ ભાણજી ૬) કાનજી માધવજી  ૭)  પ્રેમજી વાલજી

 

          એ રીતે કાર્યની વહેંચણી થઈ હતી તે બાદ સભા બરખાસ્ત કરવામાં આવી હતી. આ સભાનું પ્રમુખ સ્થાન વિરાણીવાળા ભાઈ રતનશી ખીમજીએ લીધેલ હતું. અને વગેરે વગેરે હકીકતની સુચના આપેલ છે. વોલીન્ટીયરની ફરજ સમજાવેલ તથા વિશેષ ખાસ સુચના આપી હતી.

પ્રમુખશ્રીની સહી,
પટેલ રતનશી ખીમજી સનાતન સમાજના પ્રેસીડેન્ટ દા. પોતાના
સેવક— પા. નથુ નાનજી દા. પોતાના

 

          સાં. ૨૦૦૨ના શ્રાવણ સુદ ૩ શનિવાર {VSA: 11-Aug-1945} ના રાત્રે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની જાહેર સભા બોલાવવામાં આવી હતી. જેમાં નીચે મુજબ કાર્યક્રમ થયેલ હતો. આ સભામાં લગભગ ભાઈઓ તથા બહેનો મળી ૧,૦૦૦થી ૧,૨૦૦ હતા. જેમાં જ્ઞાતિ હિત તથા સનાતન ધર્મ પાળનાર ભાઈઓને હિન્દુ ધર્મના રિવાજો તથા ધર્મ સંબંધી દાખલા તથા બીજા ઘણા જ્ઞાતિના ઉન્નતિને માર્ગે લાવવાના વ્યાખ્યાન થયા હતા. આ સભાનું પ્રમુખ સ્થાન ગામશ્રી આણંદપરના મનજી વાલજીએ લીધું હતું. તે વક્તા તરીકે ભાઈ રતનશી ખીમજી, નથુ નાનજી, સાધુ દયાળદાસજી તથા બીજા ૩થી ૪ ભાઈઓ એ વિવેચન કર્યા હતા ત્યારબાદ રાત્રે ૧૧થી ૧૧॥ વાગે સભાનું કાર્ય પૂર્ણ થયું હતું.

શનિવારના સવારના ભાગમાં નીચે મુજબ કાર્યક્રમ જાહેર કર્યો હતો.

૧.       સવારના ૮થી બ્રાહ્મણો વેદના ઉચ્ચારથી મંદિરમાં પૂજન ચાલુ રાખ્યું હતું.

૨.       બપોરના ૧૨થી ૧ વાગ્યા સુધી ભગવત પ્રસાદ.

૩.       બપોર પછી ૨થી ૩॥ વાગ્યા સુધી આરામ.

૪.       બપોર પછી ૩॥થી (જળ જાત્રા)નો વરઘોડા રૂપે તળાવ ઉપર ગયા હતા. ત્યાંથી બહેનોએ જળ ભરી ગાજતા—વાજતાં જળ લઈ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓને પંચામૃર્ત વગેરેથી નવડાવીને પૂજન કરીને મૂર્તિઓને દર્ભમાં શયન કરાવ્યું હતું. તે બાદ જપ વિધી ચાલુ હતી.

૫.       સાંજના ૬ થી ભગવત પ્રસાદ લેવામાં આવેલ હતો ને રાતે સભા ભરવામાં આવેલ જેની વીગત ઉપર પ્રમાણે હતી.

સાં. ૨૦૦૨ના શ્રાવણ સુદ ૪ને રવિવાર {VSA: 12-Aug-1945} નો કાર્યક્રમ

૧.       પ્રથમ સવારમાં ઈશ્વરના ગુણગાન તથા પ્રભાતીયા ગવાયા બાદમાં પાણી લેવામાં આવ્યું હતું.

૨.       સવારમાં શુભ ચોઘડીયે શ્રી ભગવાનને દર્ભમાંથી ઉઠાડીને વૈદિક મંત્રોના ઉચ્ચાર વડે પ્રભુની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી તે બાદ હવનની શરૂઆત કરી હતી. જે કાર્ય ૧૧ વાગે પૂર્ણ થયું હતું.

૩.       ૧૧ વાગ્યા બાદ ભગવત પ્રસાદ.

૪.       ભગવત પ્રસાદ લીધા બાદ ૧થી ૩ વાગ્યા સુધી આરામ.

૫.     પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજી તથા બીજા  બહારના મહેમાનોના સામૈયા બહુ જ ધામધૂમથી કરવામાં આવેલ જેમાં વોલીન્ટીયર  ભાઈઓ તથા કેપ્ટનોએ બહુ જ સારી રીતે પોતાની ફરજ બજાવી હતી. જે તે બધા બહારના મહેમાનોને ખુબ પ્રેમથી ખભે ખભા મીલાવી સ્નેહ ભાવ બહુ જ આનંદથી જોવામાં આવેલ જે વખતના પ્રેમનું મિલન પૂજ્ય રામચંદ્રને ભરતના મીલાપ જેવું હતું જે ગુલાલ વગેરે છાંટવામાં આવેલ હતું તે બાદ સરઘસ મંડપ તરફ વળેલ. જ્યાં બધા સભા મંડપમાં બીરાજ્યા હતા ને પૂજ્ય મહારાજશ્રીએ બે બોલ બોલ્યા હતા. તે બાદ ૪ વાગ્યાથી શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુની મૂર્તિઓને આભુષણો તથા દાગીનાથી શણગારવામાં આવેલ હતી ને એક ગાડા ઉપર માફો નાખી તે ઉપર સારી રીતે રથનો આકાર કરી             શ્રી ભગવાનને તે રથ ઉપર બિરાજમાન કરીને રથ ગામની દક્ષિણ તરફથી રવાના થયેલ. જે ગામના પશ્ચિમ તરફ વળીને ગામને પ્રદક્ષિણા કરાવી મુખ્ય દરવાજા વાટે લઈને શ્ર્રી ભગવાનની મૂર્તિઓને હવન કુંડની બાજુમાં બિરાજમાન કરવામાં આવી હતી.  બ્રાહ્મણો એ હવન વિધી તથા યજ્ઞ વિધીની ક્રિયા મોટા સાદે વેદ ઉચ્ચારથી ગાઈ રહ્યા હતા. જે વખતનું સ્વરૂપ ઈંદ્રાસન ગાજી ઉઠે તેવું હતું. ને મારા ભાઈઓ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલાવી રહ્યા હતા. સનાતન ધર્મ ની જય બોલાવી રહ્યા હતા. કડવા પાટીદારની જય બોલાવી રહ્યા હતા. ને ભાઈઓ તથા બહેનો પ્રભુના દર્શન માટે એકબીજામાં અથમણથી જલદી પ્રભુના દર્શનના માટે તાલાવેલી થઈ રહી હતી. તે બાદ થોડો સમય સૌ ભાઈ તથા બહેનોએ પોતાના ઉતારાની સગવડમાં રોકાયા હતા. તે બાદ ભગવત પ્રસાદની તૈયારી થઈ હતી. ભગવત પ્રસાદ લેવા બાદ રાત્રે એક જાહેર સભા ભરવામાં આવેલ હતી. પ્રથમ સાધુ દયાળદાસજીએ પ્રભુ પ્રાર્થના ગાઈ હતી. જે સભાનું પ્રમુખ સ્થાન તરીકે પા. રતનશીભાઈની દરખાસ્ત નખત્રાણાના પટેલ નથુ નાનજીએ મૂકી હતી. ને તેને ટેકો આપવા એક ભાઈ મનજી વાલજી લખપત તાલુકા વાળા ઉભા થયા હતા. તે બાદ પ્રમુખ સાહેબે પોતાની ફરજ તથા પોતાના પ્રમુખ તરીકે બે બોલ બોલ્યા હતા ને તે સાથે મહારાજશ્રી ઓધવરામજી તે ઉપ.પ્રમુખ અથવા પૂજ્ય તરીકે ખુરશી ઉપર બીરાજ્યા હતા તે બાદ સભાનું કાર્ય ચાલુ થયેલ હતું.

૧.       પ્રથમ પ્રમુખ ભાઈ રતનશીએ આ સભાનો ઉદ્દેશ કહી સંભળાવેલ તે પૂજ્ય ઓધવરામજીને આપણી જ્ઞાતિ માટે શુભ ભાવના વિશે બોલ્યા હતા — ને હું આજથી ત્રણ દિવસ થયા. હું આ ગામનો વતની બની ચૂક્યો છું. મહારાજશ્રીને બોલાવવા મેં પ્રાર્થના કરી — બહારના ભાઈઓએ આટલો પરિશ્રમ વેઠીને આ સભામાં ભાગ લીધો તે વિશે તથા બીજો ક્ષત્રીઓ પોતાની ફરજ ચુકી જવાથી તેનો દાખલો વગેરે આપ્યા હતા. તે સિવાય ઘણું વિવેચન કર્યું હતું.

૨.       તે બાદ પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજી પોતાનું પ્રવચન ચાલુ કરેલ હતું. આપણા હિન્દુસ્તાનમાં આપે હિન્દુ તથા મુસલમાન ભાઈઓ આપણે એક જ છીએ. જેના ઉપર બોલ્યા હતા — ઈશ્વર કહો કે અલ્લા કહો એક જ છે — વિશેષમાં જે—જે જ્ઞાતિમાં જન્મ લીધા પછી પોતપોતાનો ધર્મ ભુલી ન જવો જોઈએ. જે ભગવાનના ગુણ—ગાન તથા બીજા ઐતિહાસિક દાખલા વગેરે બહુ જ ભક્તિરસથી સભાજનોને સમજાવ્યા હતા. આ ગામમાં એક જ્ઞાતિમાં બે પાર્ટી છે પણ તે પાટીદાર છે. પણ ધર્મ ગમે તે પાળે પણ તકરાર ન કરવી, જેવી ભલામણ રજૂ કરી હતી. જેના ઉપરથી આંધળાઓને મળેલ હાથી ઉપરનો દાખલો આપ્યો હતો. ને તેના ઉપરથી પ્રભુને ગમે તે માર્ગે ઓળખવા વિશે આપણે એક જ પ્રભુના બાળકો સમજીને કાર્ય કરવાનું છે. એ રીતે બીજી ઘણી જ્ઞાતિનાં હીત માટે તથા સનાતન ધર્મ હિન્દુ ધર્મ ખાસ પાળવું જેની વારંવાર ભલામણ કરી હતી. ને તેના ઘણા  રદીયા— દાખલા આપ્યા હતા વગેરે વગેરે.

૩.      તે બાદ નખત્રાણાના પટેલ નથુ નાનજીએ શ્રીમાનભાઈ બેચરલાલની ઓળખાણ તથા ડૉ. હરીભાઈની ઓળખાણ તથા બીજા વક્તાઓની ઓળખાણ આપી હતી. તથા હું જ્યારથી પૂજ્ય મહારાજશ્રીને ઓળખી શક્યો છું. જે દિવસથી મેં આ જ્ઞાતિની સેવા સ્વીકારી છે તે તેની આજ્ઞાની પછવાડે જરૂર ફળીભૂત થયો છું ને તેમની જે જે આજ્ઞાઓ મને આપે છે તે ખાસ ઈશ્વરીય પ્રેરણા છે. તેમ મેં જાતે અનુભવ્યું છે. તે સિવાય શ્રીમાનભાઈ બેચરલાલને બોલવા વિનંતી કરી હતી. તાળીઓ.

૪.       ભાઈ બેચરલાલે પોતાનું વિવેચન ચાલુ કર્યું હતું. જેમાં ટૂંકમાં જણાવ્યું હતું જે ઘણા નામથી વિવેક કરવા કરતા બીજા શબ્દ ઉપર ભાર મૂક્યો હતો. જે હું જ્યારથી જાણતો થયો છું ત્યાંરથી આપની જ્ઞાતિની સાથે રહી ને પૂર્ણ રીતે મેં હિન્દુ તરીકેની ફરજ સમજાવતો આવ્યો છું. ને હજુ પણ મારાથી બનતી સેવા આ જ્ઞાતિને આપીશ. તથા મારું હાલ રહેઠાણ વિથોણ છે ને વિથોણના યુવકો તથા વડીલોને જ્યારથી હું  વિથોણ ગયો છું ત્યારથી મેં મારી ફરજો અદા કરી છે ને જે વખત અમે નખત્રાણા હતા ત્યારે મેં આ જ્ઞાતિને ઉન્નતિને માર્ગે એટલે પડેલ ભુલને સુધારવા મોટે એક યુવક મંડળ રચેલું. જેમાં ખાસ મોટા ભાગે કડવા પાટીદારના સભ્યો રાખવા એમ નક્કી કરેલું. પણ અમારા યુવકોમાં કોઈ કારણોવશાત મેં રાજીનામું આપ્યું. તે બાદ મંડળ પડી ભાગ્યું. એમ હું જ્ઞાતિ વિશે મારી ફરજ અદા કરતો આવ્યો  છું. તે બાદ ખાસ બહુ જ સારા દાખલાઓ આપ્યા હતા જેની અસર સભામાં તમામ સારી થઈ હતી. જે મીમ શબ્દ  ઉપર ભાર મુકેલ જેનો ખુલાસો કરવા પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજીને ફરજ પાડી હતી. તાળીઓ.

૫.       મહારાજ શ્રી ઓધવરામજીએ ભાઈ બેચરલાલે જે મીમ શબ્દ વાપર્યો જેના ઉપર ઘણું અસર લાયક મીમોના ગુણ મીમોએ કેમ વર્તવુંમીમની ફરજ મીમ આ સંસારના માત્ર માનવી મીમ રૂપે નાવ વગેરે વગેરે દાખલાઓ આપ્યા હતા.

૬.       દેવપરના ભગત દેવશી કાનજી ઉભા થયા હતા ને તેમને મારી જ્ઞાતિમાં પડેલી ભુલ જે ઉપર તથા બીજા કેટલા રદીયા આપ્યા હતાં પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજીનો હું શિષ્ય છું જેના આશીર્વાદથી જે કાંઈ બોલું છે તે તેમના જ સમાગમનું ફળ છે. તથા બીજુ સનાતન ધર્મ પાળનાર ભાઈઓને બહુ જ લંબાણથી વિવેચન કર્યું હતું વગેરે વગેરે (તાળીઓ).

૭.       સાધુ દયાળદાસજી ઉભા થયા હતા. જે આવેલા સજ્જનોનો આભાર માન્યો હતો. હું આપની જ્ઞાતિના સેવક તરીકેની મારી ફરજ અદા કરતો આવ્યો છું તે પૂજ્ય મહારાજશ્રીનો ખાસ આપ જ્ઞાતિમાં પ્રચાર કરવા મને ખાસ ફરજ પાડી છે. જે મારી ફરજ આપની જ્ઞાતિને સનાતન ધર્મ પાળતી થાય એમ હું રાત દિવસ પ્રયાસ કરી રહ્યો છું. તે બાદ પતિ—પત્નીના ધર્મનો દાખલો — જન્મી કરીને શું કરવું જેનો દાખલો સાધુ થઈ ને શું કર્યું. જેનો દાખલો — તીર્થ સ્વરૂપ માવિત્રોને તે જીવતા હોય તે વખત તેમની સેવાનો દાખલો — માવિત્રો મરવા પછી ગંગા જળથી શું ફળ મળવાનું જેનો દાખલો — વીશેષમાં માવિત્રોના આશીર્વાદ મેળવવા જેવી ભલામણ વગેરે આપ્યા હતા. જે પોતાનો ખાસ વિષય આ જ્ઞાતિને સુમાર્ગે લાવવા ઉપર વિવેચન કર્યું હતું. વગેરે વગેરે — તાળીઓ.

૮.       તે બાદ ડૉ. હરીભાઈ નારણે પોતાનું વિવેચન ચાલુ કર્યું હતું.

<<

>>

Leave a Reply

Share this:

Like this: