Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૧૨. આણંદપરમાં મિટિંગ રિપોર્ટ - દી. 11-Jul-1945

શ્રી આણંદપર ગામે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની

જાહેર બેઠક — દિનાંક 11-Jul-1945

 

          સાં.૨૦૦૧ના અષાઢ સુદ—૧ને બુધવાર {11-Jul-1945} ના રોજ ગામ શ્રી આણંદપર સ્થાને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજની એક જાહેર બેઠક મળેલ. જેમાં આણંદપરના સનાતની ભાઈઓે ઉપર ધર્મ પાળવા માટે જે પીરાણા ધર્મ પાળવા વાળાઓએ જે જે વીંટબણા આપેલ જેનું હાર્દિક વર્ણન કહેલ જે કંપારી ઉઠે તેવું હતું. જે હિન્દુ ધર્મ પાળનાર કોઈ રીતે પોતાની આજીવિકા માટે પણ અમોને છેવટ કચ્છ છોડી જવા ફરજ પડી છે. ને આ રીતે જો પીરાણા ધર્મ પાળનાર જો ન અટકે તો કોઈ રીતે અમો કચ્છમાં રહી શકીએ તેમ નથી તેવું જણાઈ આવેલ હતું. તે બાદ આ વાતનો નિર્ણય લાવવા માટે શું ઉપાયો કરવા જે ઘણી વાતાવરણથી નક્કી થયું. જે શ્રી વાંઢાય સ્થાને શ્રીમાન પૂજ્ય સાધુ ઓધવરામજીની સલાહ લઈ તેમની જે સલાહ નક્કી થાય તેમ નક્કી કરવું. તો ત્યાંના મુખ્ય આગેવાનો તથાશ્રી વિરાણીવાળા શ્રીમાન ભાઈ રતનશી ખીમજી તથા પા. નથુ નાનજી એમ ૬ થી ૭ જણ વાંઢાય પહોંચ્યા. ત્યાં શ્રીમાન સાધુ મહારાજ શ્રી પાસે તમામ હકીકત વિગતવાર કહી સંભળાવેલ. જે ઉપરથી નક્કી થયું. જે આ તમામ હકીકતનો કેમ નિર્ણય લાવવો તે નીચે મુજબ નક્કી થયું.

૧. આ તમામ હકીકત માટે હિન્દુ ધર્મ કેમ ટકાવી શકાય તે માટે કચ્છના મહારાવશ્રીને મળીને ધર્મ રક્ષા મેળવવી.

૨. વાંઢાય સ્થાને પૂજ્ય માતાજી ઉમિયાજીના મંદિર તથા આજુબાજુ કંપાઉન્ડ તથા વિગેરે જે જે મિલકત છે તે તમામ મિલકત કડવા પાટીદારને સોંપવા ને તેમાં ૧ ટ્રસ્ટી મંડળના નામથી લખીને કોર્ટમાં રજીસ્ટર કરાવી આપવું વિગેરે.

૩. તે માતાજીના કંપાઉન્ડમાં તથા તેમાં જે મકાનો આવેલા છે ત્યાં જરૂર પુરતાં બનાવવા જેમાં જ્ઞાતિના બાળકો માટે રહેવા તથા જમવા પુરતી વ્યવસ્થા કરવી ને ગુરુકુળમાં ફ્રી ભણાવવા એમ નક્કી નિર્ણય લાવવો.

 

          ઉપર મુજબ નિર્ણય લાવવા માટે એક જ્ઞાતિના મુખ્ય હોદ્દેદારોની એક સામાન્ય સભા બોલાવવી એમ નક્કી રાખ્યું.

<<

>>

Leave a Reply

Share this:

Like this: