Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
શ્રી કચ્છ કડવા પાટીદાર
સનાતની સમાજ
———————————————–
જ્ઞાતિના ધારાધોરણો
અને
રિપોર્ટ
————————————–
નિવેદન
કોઈપણ જ્ઞાતિનો આધાર સંગઠન પર છે. આજે દુનિયાના દેશો પરસ્પર સહકાર અને સંગઠન કેળવી પોતાની આર્થિક, સામાજીક, સાંસ્કારીક, અને ધાર્મિક પ્રગતિને ટકાવી રાખવા કોશિષ કરી રહ્યા છે. સંસ્કારી અને સબળ દેશોના આગેવાનો એમ માને છે કે આજના વિશ્વમાં જો કોઈ પણ દેશે ટકવું હોય, પોતાની સંસ્કૃતિને ટકાવી નિર્ભર બનાવવી હોય તો પરસ્પર સહકાર અને ઐક્ય વિના નહિ બની શકે.
કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ આજે કચ્છમાં તેમજ બહાર વસતા કચ્છી કડવા પાટીદાર સનાતની ભાઈઓમાં એક લાડકી અતિપ્રિય સંસ્થા બની ગઈ છે. આ સંસ્થા પ્રત્યે તેમને અતિ અનુરાગ અને અભિમાન છે તે તેમના તરફથી આ જ્ઞાતિ સંસ્થાને મળતી સુચનાઓ અને સહાય પરથી સ્પષ્ટ સમજાય છે. છતાં આજના આ પ્રગતિવાદના સુધારાના જમાનામાં જો કોઈપણ જ્ઞાતિએ, કોઈપણ સમાજ કે સંસ્થાએ પોતાના વર્ગના હિત ખાતર, પોતાની જ્ઞાતિના ઉધ્ધાર ખાતર, પોતાના સમાજની સેવા અને ઉન્નતિ ખાતર જીવવું હશે અને પોતાનો સર્વાંગી, આર્થિક, ધાર્મિક, અને સામાજીક વિકાસ સાધવો હશે તો તેમણે જમાના અનુસાર, યુગને અનુરૂપ સુધારા વધારા કરવા પડશે. જે સમાજ સમયને ઓળખશે નહિં, જે જ્ઞાતિ યુગને પિછાનશે નહિ એની પ્રગતિ અને જીવન વિકાસ રૂંધાઈ જશે અને આજનું જગત તો સાથે રહેનારને પુજે છે, પાછળ રહી જનારને કોઈ જોતું પણ નથી.
આપણો પાટીદાર સમાજ અન્ય સમાજની સરખામણીમાં અતિ પછાત છે. પાટીદાર સમાજે જોઈએ તેવી પ્રગતિ સાધી નથી. આજે એક નાનામાં નાની જ્ઞાતિ પોતાના હિત, પોતાની સંસ્કૃતિ, પોતાની ધાર્મિક આધ્યામિકતા અને પોતાની આર્થિક સુધારણા માટે પ્રયત્ન કરી રહી છે. આપણે મોડા મોડા પણ એ યુગને પીછાની શક્યા છીએ. જાગ્યા છીએ એ આપણા ઉજળા ભાવિની નિશાની છે. આજ એક એક જ્ઞાતિ બંધુના મનમાં એક જ પ્રશ્ન ઘોળાયા કરે છે કે આપણું, આપણા સમાજનું ભલું કયે માર્ગે થઈ શકે ! તેમની આ ચિંતા તેમની આ મનોકામનાને આપણા કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજે સારું આશ્વાસન આપ્યું છે અને તેમના મનોભાવને સમજી આપણા સમાજે પોતાથી બનતી સર્વ સેવા કરવા કોશિષ કરી રહ્યુ છે અને આપણી જ્ઞાતિના સમજુ અને વ્યવહારૂ વડીલો અને યુવાન ભાઈઓ, મા બહેનોએ સાથ સહકાર આપ્યો છે. કોઈપણ દેશમાં જેમ ખુટલોની ખોટ હોતી નથી, તેમ આપણા સમાજમાં પણ એવા ખુટલોની ખોટ નથી. આ ખુટલો હમેશાં પોતાનું અંગત હિત, સ્વાર્થ અને અહંભાવ શી રીતે પોષાય એજ જોવે છે અને આવા પ્રત્યાઘાતી, સ્વાર્થ સાધુઓ, પોતાની વાચાળતા, પોતાની ખંધાઈ, પોતાની લાગવગ, પોતાના ધર્મનો ઉપયોગ પણ કરતા અચકાતા નથી અને ભોળી અજ્ઞાન ધર્મમાં ઓતપ્રોત જનતા તેમના એ દંભી પ્રયત્નોમાં અટવાઈ પડે છે અને ખુદ જનતા જ પોતાના પ્રગતિ માર્ગને રૂંધી નાંખે છે.
આપણી જ્ઞાતિની આજ સુધી જે પ્રગતિ સધાઈ છે એ પ્રગતિને રૂંધવા આવા સ્વાર્થી, કપટી અને પ્રત્યાઘાતી બળોએ ભારે જહેમત ઉઠાવી, અવરોધી છે. આપણી જ્ઞાતિમાં ઘરાર થઈ બેઠેલા આગેવાનોને આપણી પ્રગતિ ગમતી નથી. એ ધરાર અને પાખંડી, રૂઢીચુસ્તો બરાબર સમજે છે કે જ્ઞાતિની અજ્ઞાનતા, ધર્માંધતા દુર થશે તો તેઓ એક યા બીજી રીતે જ્ઞાતિનું જે રીતે પોતાના હિત ખાતર, પોતાની કીન્નાખોરી અને રાગદ્વેષ ખાતર શોષણ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે તે પરથી પડદો ઉંચકાઈ જશે અને તેમનું નગ્ન સ્વરૂપ જાહેર થઈ જશે અને પછી તેઓ અત્યારે કોમને જે એક લાકડીએ હાંકી રહ્યા છે તે હાંકી શકશે નહિ. કોમમાં તેમનું સ્થાન રહેશે નહિ.
આવા ધરાર અને કપટી માનવીઓએ આપણને આપણા સનાતન ધર્મથી વિમુખ કર્યા છે અને અધકચરા, સનાતન ધર્મથી તદન વિરૂધ્ધ એવા ધર્મમાં ફેકવા કોશિષ કરી છે અને કરી રહ્યા છે. કમનસીબે આપણી અજ્ઞાનતા અને સારું નરસું સમજવાની બુધ્ધિ શક્તિના અભાવે આ માનવીઓ હજુ આપણી જ્ઞાતિમાં વિક્ષેપ અને વિખવાદ વધારવા કોશિષ કરી રહ્યા છે પરંતુ આપણી જ્ઞાતિના આગેવાનોએ તેમના આ કૃત્યથી ભોળી કોમને ચેતવી છે. અને હજારો ભાઈઓ પાખંડીઓના પ્રપંચ સમજી ગયા છે. તેમણે ઠેર ઠેક સનાતન ધર્મનો ફરી સ્વીકાર કર્યો છે અને પોતાના ભુલેલા ભાઈઓને પોતાની સાથે લેવા કોશિષ કરી રહ્યા છે. સમાજના પ્રયત્નથી ચુસ્ત સનાતની બન્યા છે અને ઠેર ઠેર સનાતની ધર્મનો ઝંડો ફરકાવી રહ્યા છે. (જુઓ પરિશિષ્ટ નં. ૧)
કોઈ પણ કોમની અજ્ઞાનતાને ટાળવાનો એક જ ઉપાય છે અને તે કોમને શિક્ષણ આપવાનો. આપણી કોમ મોટા ભાગે નિરક્ષર છે. નિરક્ષરતા અને અજ્ઞાનતાનો લાભ સૌ ઉઠાવી રહ્યા છે. કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ આ વસ્તુની ગંભીરતા સારી રીતે સમજે છે અને એટલે જ કોમના બાળકોને વ્યવસ્થિત શિક્ષણ મળે તે માટે જ્યાં જ્યાં આપણા ભાઈઓ વસ્તા હોય ત્યાં ત્યા જો નિશાળો ન હોય તો ખોલવાનો પ્રયત્ન કરવા અને આપણા જ્ઞાતિ બાળકો માટે એક છાત્રાલય (બોર્ડીંગ) સ્થાપવાનો નિર્ણય પણ કર્યો છે. સમાજને ખાત્રી છે કે એક એક સાચદિલ જ્ઞાતિ બાળકોનાં શિક્ષણના આ શરૂ થનાર મહાયજ્ઞમાં પોતાથી બનતી આર્થિક સહાય આપવાનું નહિ ચુકે. પાટીદાર સમાજે કરેલી પૈસાની અપીલને ધ્યાનમાં લઈ તેમની એ ઝોળીને છલકાવી દેશે.
પાટીદાર સનાતની સમાજે માત્ર એકજ દ્રષ્ટિ રાખી નથી. સમાજનો સર્વાંગી વિકાસ એ એનું ધ્યેય છે. સામાજીક કુરૂઢીઓ તરફ પણ પાટીદાર સમાજે લાલબત્તી ધરી છે અને બાળ લગ્નો જેવાં અનિષ્ટો ધીરે ધીરે પણ મક્કમપણે અટકાવવા કોશિષ કરી છે. બાળ લગ્નોને પરિણામે સમાજમાં અનેક અનિષ્ટો પેદા થાય છે. કજોડાં અને શારીરિક ખામીઓને પરિણામે થતા ઝઘડા આપણા સમાજને અન્ય સમાજ સમક્ષ હલકા પાડે છે એટલું જ નહિ પરંતુ ધરાર આગેવાનો આપણા એ કુરીવાજના પરિણામનો પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરી આપણા સમાજની એકતા, સહકાર અને શક્તિને ખુવાર કરે છે અને એટલેજ પાટીદાર સનાતની સમાજે બને એટલી મોટી ઉંમરે બાળકોના લગ્ન કરવાની હિમાયત કરી છે અને જ્ઞાતિ બંધુઓને એ સુચના ઠીક ઠીક રૂચિ છે.
ધર્મઢોંગી અને પાખંડીઓએ આપણને, આપણી સંસ્કૃતિને આપણા ધાર્મિક અને સામાજીક રીતે રીવાજોને નષ્ટ કરવામાં કશીજ મણા રાખી નથી. આપણે હિંદુ છીએ. આપણો ધર્મ સનાતન ધર્મ છે, છતાં આપણી અજ્ઞાનતાનો લાભ લઈ આપણને ધર્મ ભ્રષ્ટ કરવાની સર્વ કોશિષ થઈ છે. લગ્ન વખતે ચોરીનું જે માહાત્મ્ય છે ત્યાં નિકાહના રીવાજ ખોસવામાં આવ્યા હતા. અને જે ધર્મમાં અગ્નિ સંસ્કારનો રીવાજ ધર્મ છે તેને દફનને માર્ગે વાળી દેવામાં આવ્યા હતા. એટલું જ નહિં પ્રભુ ભક્તિમાં પણ સનાતન ધર્મથી તદ્ન વિરુધ્ધ એવા સંસ્કારો સિંચવાની કોશિષ કરાઈ હતી પરિણામે આપણી કોમ ન ઘરની ન ઘાટની રહી હતી. આ કુસંસ્કારો આ ધર્મપલટાની પાછળનું ભયંકર રહસ્ય આપણા સુધારકોએ ખુલ્લુ કરી દીધું છે અને પાપી પાખંડીઓનું પોત પ્રકાશી ઉઠ્યું છે અને આપણે ફરી આપણા સાચા માર્ગે પ્રયાણ કર્યાં છે. અને આપણે ફરી આપણા સનાતન માર્ગે પહોંચીએ એ માટે આપણા લગ્ન રીવાજો, વહેવારો શી રીતે કરવાં એ પણ આપણા સમાજે, જ્ઞાતિના સાચા આગેવાન વડીલોએ નક્કી કર્યાં છે. આ નવા રીત રીવાજોને અમલમાં લેવા એ આપણી ફરજ છે— ધર્મ છે અને એમાંજ આપણા સમાજનું હિત છે. (રીત રીવાજો માટે જુઓ પરિશિષ્ટ—૨) આ ઠરાવો અને તેની સમજણ આપણા પ્રચારક ભાઈઓએ ગામેગામ ફરી આપી છે જે પ્રવાસની વિગત પરિશિષ્ટ—૩ ઉપર આપવામાં આવી છે અને સમાજને મળેલ ભેટનો હિસાબ પણ પરિશિષ્ટ—૪ પર રજુ છે.
જ્ઞાતિના મોટા ભાગના ભાઈઓ હજુ અધકચરા ધાર્મિક સંપ્રદાયમાં ફસાયેલા છે. ધીમે ધીમે તેમને સાચો માર્ગ સમજાઈ રહ્યો છે. આપણે એ ભુલવું ન જોઈએ કે આપણાજ ભાઈઓ છે, આપણાજ તનુજો છે. એમના પ્રત્યે આપણને વેર ભાવ કે રાગદ્વેષ ન હોય સનાતન ધર્મ તો પ્રેમનો ધર્મ છે. આપણા એ માર્ગ ભુલેલા ભાઈઓ પ્રત્યે આપણે સહાનુભૂતિ અને પ્રેમ કેળવવા જોઈએ કે જેથી તેમને પોતાની ભુલ સમજતાં આપણી સાથે આવવામાં અચકાવું ન પડે. આપણે સંસ્કારમાં એમનાથી જુદા છીએ છતાં આપણા વહેવારોથી તેમને જુદા નહિં કરવા જોઈએ. એમને સત્ય સમજાઈ જશે. એમની અજ્ઞાનતાનો પાખંડીઓ અને સ્વાર્થ સાધુઓ લાભ ઉઠાવી રહ્યા છે એ ભાન થતાં હવે બહુ સમય નહિં લાગે. એમના પ્રત્યે પ્રેમ અને અનુરાગ એ જ આપણો ધર્મ છે.
પાટીદાર સમાજ જ્ઞાતિ બંધુઓ સમક્ષ પ્રાર્થના કરે છે કે આપણી અજ્ઞાનતા ટાળવા, રૂઢીની બદીઓ ટાળવા, આપણી ભાવિ પ્રજાને શિક્ષણ આપી જગતની સાથે કદમો ભરતી બનાવવાની જરૂર છે. એમાંજ આપણી જ્ઞાતિનું આપણાં સમાજનું હિત છે.
કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ આપ સૌ જ્ઞાતિ ભાઈઓને આપણી જ્ઞાતિના સામાજીક, ધાર્મિક, આર્થિક, સાંસ્કારિક વિગેરે સર્વાંગી વિકાસના શરૂ કરેલ મહાયજ્ઞમાં પોતાનો થયા શક્તિ સહાય અને સહકાર માંગે છે.
પ્રભુ લક્ષ્મીનારાયણ આપને અને અમને જ્ઞાતિગંગાની સેવા કરવા શક્તિ અને પ્રેરણા આપે.
મંત્રી અને પ્રમુખ
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની સમાજ
પરિશિષ્ટ ૧
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતની ભાઈઓ કયા—કયા ગામમાં વસે છે તથા કયા—કયા ગામમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરો બંધાઈ ગયા છે ને હજુ કેટલાક બાકી છે તેની નામાવલી
નંબર | ગામનું નામ | શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે | શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરો બંધાવવા બાકી છે |
૧ | શ્રી વિરાણી — તા. નખત્રાણા | છે | |
૨ | શ્રી વિભાપર — તા. નખત્રાણા | નથી | |
૩ | શ્રી રસલીયા — તા. નખત્રાણા | છે | |
૪ | શ્રી ઉખેડા — તા. નખત્રાણા | છે | |
૫ | શ્રી કોટડા જડોદર — તા. નખત્રાણા | નથી | બનાવવું છે |
૬ | શ્રી દયાપર — તા. લખપત | છે | |
૭ | શ્રી કોરાવાલી વિરાણી — તા. લખપત | છે | |
૮ | શ્રી કોટડા ગુરુજી વાળા જુનો વાસ — તા. અંજાર, | છે | |
૯ | શ્રી કોટડા ગુરુજીવાળા નવો વાસ — તા. અંજાર, | છે | |
૧૦ | શ્રી ખેડોઈ — તા. અંજાર | છે | |
૧૧ | શ્રી થરાવડા — તા. ભુજ | છે | |
૧૨ | શ્રી મથલ — તા. નખત્રાણા | નથી | બનાવવું છે |
૧૩ | શ્રી વેરશલપર — તા. નખત્રાણા | છે | |
૧૪ | શ્રી રામપર રોહાવાળી — તા. નખત્રાણા | છે | |
૧૫ | શ્રી નારણપર રોહાવાળી — તા. નખત્રાણા | નથી | |
૧૬ | શ્રી ખોંભડી — તા. નખત્રાણા | છે | પ્રતિષ્ઠા કરાવવી બાકી છે |
૧૭ | શ્રી વાલ્કા — તા. લખપત | છે | |
૧૮ | શ્રી બિદડા — તા. માંડવી | નથી | |
૧૯ | શ્રી કોડાય — તા. માંડવી | છે | |
૨૦ | શ્રી ગઢશીશા — તા. માંડવી | છે | |
૨૧ | શ્રી વિરાણી ગઢવાળી — તા. માંડવી | નથી | |
૨૨ | શ્રી મમાઈમોરા — તા. માંડવી | નથી | |
૨૩ | શ્રી માનકુવા — તા. ભુજ | નથી | |
૨૪ | શ્રી દેશલપર — તા. ભુજ | નથી | |
૨૫ | શ્રી આણંદપર — તા. નખત્રાણા | છે | |
૨૬ | શ્રી મેઘપર — તા. લખપત | છે | મંદિરો બનાવવા બાકી છે |
૨૭ | શ્રી પાનેલી — તા. લખપત | છે | |
૨૮ | શ્રી ઘડુલી — તા. લખપત | છે | |
૨૯ | શ્રી નખત્રાણા પૂર્વ નિવાસ | છે | |
૩૦ | શ્રી નખત્રાણા વચલો નિવાસ | કામ ચાલુ છે | |
૩૧ | શ્રી નખત્રાણા પશ્ચિમ નિવાસ | નથી | |
૩૨ | શ્રી લુડવા — તા. માંડવી | નથી | |
૩૩ | શ્રી દુર્ગાપુર (નવો વાસ) — તા. માંડવી | છે | |
૩૪ | શ્રી અકકરી — તા. લખપત | છે | |
૩૫ | શ્રી સાંયરા — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૩૬ | શ્રી તલવાણા — તા. માંડવી | નથી | બનાવવા બાકી છે |
૩૭ | શ્રી દેવીસર — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૩૮ | શ્રી વિથોણ — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૩૯ | શ્રી અંગીયા — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૪૦ | શ્રી નાગલપર — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૪૧ | શ્રી ઘાવડા — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૪૨ | શ્રી દેશલપર તેરાવાલી — તા. નખત્રાણા | છે | |
૪૩ | શ્રી આણંદસર વિથોણવાળી — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૪૪ | શ્રી જતાવીરા — તા. નખત્રાણા | નથી | |
૪૫ | શ્રી રવાપર — તા. નખત્રાણા | નથી | |
૪૬ | શ્રી ઘડાણી — તા. નખત્રાણા | નથી | |
૪૭ | શ્રી આંબાળા — તા. નખત્રાણા | છે | |
૪૮ | શ્રી રતડીયા — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૪૯ | શ્રી વિગોડી — તા. નખત્રાણા | નથી | |
૫૦ | શ્રી ઉગેડી — તા. નખત્રાણા | નથી | |
૫૧ | શ્રી નેત્રા — તા. નખત્રાણા | નથી | |
૫૨ | શ્રી ઘેળતપુર — તા. નખત્રાણા | છે | |
૫૩ | શ્રી દેવપર — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૫૪ | શ્રી પીરવાડી — તા. અંજાર | છે | |
૫૫ | શ્રી ખાનપુર — તા. નખત્રાણા | નથી | બનાવવા બાકી છે |
૫૬ | શ્રી કુરબઈ — તા. માંડવી | નથી | |
૫૭ | શ્રી પલીવાડ — તા. નખત્રાણા | નથી | |
૫૮ | શ્રી રાયણ — તા. માંડવી | નથી | |
૫૯ | શ્રી કાદીયા ઉગમણા — તા. નખત્રાણા | નથી | |
૬૦ | શ્રી મઉ — તા.માંડવી | નથી |
પરિશિષ્ટ ૨
જ્ઞાતિ રીત રિવાજો
સંવત ૨૦૦૧ ના આસો સુદ ૧૪—૧૫ રવિવાર તથા સોમવાર {VSA: 01, 02-Oct-1944} ના દિવસે શ્રી વાંઢાય મુકામે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક ભાઈઓની જાહેર સભા ભરવામાં આવી હતી. તેમાં કચ્છમાં વસતા જુદા જુદા ગામનાં ભાઈઓમાંથી દરેક ગામ દીઠ ૨ થી ૫ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને હાજર રહેલા સુધારક ભાઈઓની સંમતિથી નીચે પ્રમાણે ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા. જેની નોંધ નીચે પ્રમાણે છે.
૧ | પીડરૂના સુતક સંબંધી |
બાળકનો જન્મ થયો હોય તેના પીડરૂનું સુતક નિવારણ કરવા માટે નીચે પ્રમાણે ઠરાવવામાં આવે છે કે :—બાળકનો જન્મ આપનાર તેની માતા તથા પિતા તથા તેમના સાથે એક રસોડે જમનારાએ બાળકનો જન્મ થયા પછી ૩૫ મે દિવસે મંદિરમાં બાળકને સાથે લઈને જવું અને શ્રી ભગવાનનાં દર્શન કરી ગંગાજળથી પવિત્ર થવું. તે સિવાયનાં બાકીનાં કુટુંબીજનોએ બાળકનાં જન્મ પછી ૧૦ દિવસે મંદિરમાં જઈ ગંગાજળ પી ને પવિત્ર થવું. દિકરાનો જન્મ થયો હોય તો શ્રી ભગવાનને ભેટ તરીકે કોરી ૧) એક ધરવી. અને દીકરીનો જન્મ થયો હોય તો ભેટ તરીકે કોરી ૦॥ અડધી ધરવી. અને મંદિરમાં રહેતા ચોપડામાં દીકરો અગર દીકરી જેનો જન્મ થયો હોય તેનું નામ તથા જન્મની મિતિ તથા તેના પિતાની ઓળખ સહિત લખાવવું, જન્મ આપનાર બાળકની માતાએ દિવસ બાર સુધી જનરલ રસોડાનું કામ કરવું નહિ. |
૨ | ઠરાવ સગપણ સંબંધી | |
| ૧ | સગપણ કરતી વખતે છોકરાની ઉંમર વર્ષ પાંચ ૫ થી ઓછી હોવી જોઈએ નહિ. તેમ છોકરીની ઉંમર વર્ષ૩ ત્રણથી ઓછી હોવી જોઈએ નહિ. |
| ૨ | સગપણ કરતી વખતે વર પક્ષે કન્યા પક્ષને ટોપરા નંગ ૨ બે તથા ગોળ શેર ૧। સવા તથા કોરી એક રોકડી આપવાની. |
| ૩ | સગાઈ કરવા જતી વખતે વર પક્ષ તરફથી કન્યાને કોરી ૧। સવા ટીલુ કાઢવાની તથા ચુંદડી નંગ ૧ વાલ ૧॥ દોઢની તે પણ સુતરાઉ આપવાની અને સગાઈનાં જો જમણ જમાડે તો વરપક્ષ તરફથી કન્યા પક્ષને કોરી ૧૨(બાર) રોકડી આપવાની અને જમણ જ જમાડવું. |
| ૪ | સગપણ થઈ ગયા બાદ વર પક્ષે કન્યા પક્ષને લગ્ન અગાઉ આપવાનાં લાગાની વિગત :—દર દિવાળીએ કોરી ૦॥ અડધ તથા દરેક શ્રાવણ મહિનાની વદ ૭ મે કોરી ૦॥ અડધ તથા સગપણ થયાની પહેલી હુતાસનીએ કોરી ૨। સવા બે હાયડાની આપવાની. ઉપર જણાવેલા આપવાના લાગા સિવાય કાંઈ પણ લેતી દેતી કરવી નહિ. તેમજ વળતર પણ કરવી નહિં. ત્યાર પછી કોરી ૧॥ દોઢ આપવી. |
| ૫ | સગપણ થયા પછી એટલે લગ્ન થયા પહેલાં છોકરા અગર છોકરીમાં કોઈ કુદરતી કોઈ ખોટ ખાપણ જેવું લાગે અને તેના છેડા છુટ કરવા જેવું જણાય તો પાંચ ગામનાં પંચોને બોલાવી તેમની સંમતિથી તેવી બાબતનો નિકાલ કરાવવો. માત્ર ગામના એજ મળી આવી બાબતનો તોડ કરવો નહિં. |
૩ | ઠરાવ લગ્ન સંબંધી :— | |
| ૧ | લગ્ન લખતી વખતે લગ્નમાં પડામાં કન્યા પક્ષે કોરી ૧ એક રોકડી નાખવી અને વર પક્ષે કોરી ૧ એક આપીને લગ્ન વધાવવું. |
| ૨ | આપણી જ્ઞાતિનાં બાળકોના લગ્ન ૬ છ વરસે કરવા તેમાં છોકરીની ઉંમર ઓછામાં ઓછી ૫ પાંચ વરસની ૧૦ દસથી વધુ હોવી જોઈએ નહિ. વર તથા અણવર તથા વરનાં માતા પિતા સિવાયનાં ઉપર જણાવેલા માણસો ૧૦ દસ નક્કી કરવામાં આવે છે. |
| ૩ | લગ્ન વખતે વાયણાની કોરી ૨૫ પચીસ વરપક્ષે કન્યાપક્ષનાં પિતાને આપવી. |
| ૪ | કોરી ૬ છ લાગાઓની નીચે મુજબ આપવી તેની વિગત :—કોગળાની કોરી ૧), પોંખવાનીકોરી ૧), પડલુ પહેરીને પગે લાગવાનીકોરી ૧), છેડા છેડી બાંધવાનીકોરી ૧),કુળદેવી ઉમિયા માતાજીનીકોરી ૧), ફઈનેકોરી ૧). |
| ૫ | કન્યાને વર પક્ષ તરફથી દાગીના આપવા તેની વિગત નીચે પ્રમાણે :—(૧) પગના પીની કડલી અથવા છડા, (૨) ગળામાં ચાંદીનો હાર, (૩) નાકમાં હેમની સળી, (૪) હાથમાં કાંકણ સાદું. |
| ૬ | લગ્ન કરતી વખતે કન્યાને વર પક્ષ તરફથી નીચે મુજબ કપડા આપવા તેની વિગત :—ઘાઘરો ૧, ચુંદડી ૧, કમખો અગર પોલકુ ૧ આપવું અને ઉપર લખેલા ત્રણે કપડાં સુતરાઉ હોવા જોઈએ. |
| ૭ | કન્યા પક્ષ તરફથી વરને નીચે પ્રમાણે કપડા તથા વાસણો આપવા તેની વિગત :—વરને પુરા થાય તેવા જોડ ૧ જેમાં પાટલુન નંગ ૧ ખમીસ અથવા પેરણ નંગ ૧ તથા પછેડી નંગ ૧ તથા ટોપી નંગ ૧ તે પણ સુતરાઉ હોવા જોઈએ. |
| ૮ | કન્યા પક્ષ તરફથી વરને નીચે પ્રમાણે વાસણો આપવા. કાંસાની અથવા પીતળની થાળી ૧, વાટકો કાંસાનો ૧, સાકર શેર ૨॥ અથવા ગોળ શેર ૨॥ |
| ૯ | કન્યા પરણીને જાની વાસે જાય ત્યારે વરનાં પિતાએ કોરી ૧ એક પગે લાગવાની આપવી. |
| ૧૦ | ચોરી બાંધવા માટેનાં વાસણો પ્રજાપતિ પાસેથી લેવામાં આવે અને તે બદલ તેને તે વાસણોનો જે લાગો આપવો પડે તે વર તથા કન્યા પક્ષે બંને મળી અડધો અડધ આપવાનો છે. લગ્નનાં કાર્યની સમાપ્તિ થયા પછી ચોરીમાં રાખેલા વાસણો બન્ને પક્ષે અડધો અડધ વેચી લેવા. |
| ૧૧ | લગ્ન કરાવનાર બ્રાહ્મણને વર પક્ષ તરફથી કોરી ૧॥ દોઢ તથા કન્યા પક્ષ તરફથી કોરી ૧ એક બ્રાહ્મણને દક્ષિણા આપવી. |
| ૧૨ | ધર્માદા લાગા તરીકે શ્રી ભગવાનને ભેટની વર પક્ષે કોરી ૨॥ અઢી તથા કન્યા પક્ષે કોરી ૧। સવા આપવી. |
| ૧૩ | કન્યા પરણીને સાસરે ગયા પછી તેને માવિત્રે પાછી લઈ આવવા માટે બે માણસોએ જવું જેના ટંક જમણ ૨ બે જમાડવા જેને આણુ કહેવામાં આવે છે. |
૪ | ઠરાવ છુટા લગ્ન કરવા સંબંધી :— | |
| ૧ | જાનમાં વર, અણવર તથા ઘરનાં માતા પિતા સિવાય માણસો ૨૦ વીસની સંખ્યા હોવી જોઈએ. |
| ૨ | જાનમાં ગાડા બે થી વધારે લઈ જવા નહિ. |
| ૩ | જાનને જમણ ટંક ૨ નાં રાખવાં. |
| ૪ | ઉપર લખેલી જાનમાં જનારની સંખ્યા સિવાય વધારે માણસ જો કોઈ લઈ જાય તો દરેક માણસ દીઠ ટંક ૧ની કોરી ૧ એક લેખે કન્યાનાં પિતાને વર પક્ષનાં પિતાએ આપવી. અને ગાડા બે સિવાય જો વધારે ગાડા લઈ જાય તો વર પક્ષનાં પિતા પોતાના જોખમે લઈ જશે અને તેની ખાવા પીવાની તથા ઢોર બાંધવાની સગવડ પણ પોતાને હિસાબે કરવી. ઉપર બતાવ્યા પ્રમાણે જાનની સંખ્યા વીસની જણાવેલી છે. છતાં તે ઉપરાંત માણસો લઈ જનાર પાસેથી ટંક ૧ ની કોરી ૧, એક લેવાને ઉપર બતાવવામાં આવ્યું છે. તે બાબત નિર્ણય દેશ કાળને અનુસરી વધઘટ બન્ને પક્ષ વાળાએ અગાઉથી સમજુતી કરીને નક્કી કરવું. |
| ૫ | છુટાં લગ્ન કરાવનાર વરના પિતાએ આપવાના લાગાની વિગતે નીચે પ્રમાણે :—(૧) વાયણા તરીકેની કોરી ૨૫ આપવાની.(૨) લાગાની કોરી ૬ છ તે નીચે પ્રમાણે આપવી.કોગળાની કોરી ૧), પોંખવાની કોરી ૧), પડલુ પહેરીને પગે લાગવાની કોરી ૧), છેડા છેડી બાંધવાની કોરી ૧),કુળદેવી ઉમિયા માતાજીની કોરી ૧), ફઈને કોરી ૧).(૩) ચોરી બાંધવા માટે પ્રજાપતિ પાસેથી જે ચોરીના વાસણો લાવવામાં આવે તેનો જે લાગો થાય તે બંને પક્ષે અડધો અડધ આપવાનો.(૪)દાગીના નીચે મુજબ આપવા. ૧. પગના કડલાં અથવા છડા, ૨. ગળામાં ચાંદીનો હાર,૩. નાકમાં હેમની સળી, ૪. હાથમાં કાંકણ સાદુ.(૫) કન્યાને વર પક્ષ તરફથી કપડા નીચે મુજબ આપવા તેની વિગત.ઘાઘરો ૧, ચુંદડી ૧, કમખો અગર પોલકુ ૧ એ ત્રણે કપડાં સુતરાઉ હોવા જોઈએ. |
| ૬ | કન્યાપક્ષ તરફતી વરને કપડા નીચે મુજબ આપવાની તેની વિગત (૧) પાટલુન નંગ એક (૨) ખમીસ અથવા પેરણ નંગ ૧ એક (૩) પછેડી નંગ એક (૪) ટોપી અગર પાઘડી તે પણ સુતરાઉ હોવા જોઈએ. |
| ૭ | કન્યા પક્ષ તરફથી વરને આપવાની વાસણોની વિગત. (૧) કાંસાની થાળી નંગ ૧ એક (૨) કાંસાનો વાટકો નંગ એક (૩) સાકર અથવા ગોળ શેર ૨॥ અઢી |
| ૮ | કન્યા પરણીને જાનીવાસે જાય ત્યારે સસરાએ પગે લાગવાની કોરી ૧ એક રોકડી આપવી. |
| ૯ | લગ્ન કરાવનાર બ્રાહ્મણને વર પક્ષ તરફથી કોરી ૫ તથા કન્યા પક્ષ તરફથી કોરી ૨ આપવાની |
| ૧૦ | ધર્માદા લાગાની વર પક્ષ તરફથી કોરી ૨૫ ભેટ તરીકેની શ્રી ભગવાનને ચરણે ધરવી અને કન્યા પક્ષ તરફથી કોરી ૧। સવા શ્રી ભગવાનને ભેટ ધરવી. |
| ૧૧ | ઉપર જણાવેલી શ્રી ભગવાનની ભેટ તરીકેની રકમ વરવધૂ તરફથી જે જે કરવામાં આવી છે તે કોરી મંદિરમાં આપતી વખતે મંદિરમાં રહેતા ચોપડામાં વર અને વહુનું નામ લખાવવું. |
| ૧૨ | કન્યા પરણીને સાસરે ગયા પછી કન્યાનાં માવિત્રોએ દીકરીને પોતને ઘેર લાવવા માટે જવું જોઈએ એને આણું કહેવામાં આવે છે તે આણામાં માણસો પાંચથી વધુ હોવા જોઈએ નહિ. જમણ ટંક ૨ બે જમાડવા. |
૫ | આણા સંબંધી | |
| ૧ | કન્યાની ઉંમર ૧૪ વર્ષની થાય ત્યારે પડલુ લેવાનું તેમાં સાડલો નંગ ૧ રંગીન સુતરાઉ તથા કાંકણ નંગ ૧ એક હેમનું મઢેલુ તે સાસરા પક્ષે આપવું. |
| ૨ | પડલુ આપવા આવનાર જણ એક સાથે છોકરૂં ૧ સાથે જવું ને જમણના ટંક ૪ ચાર જમાડવો. |
| ૩ | કન્યાની ઉંમર ૧૫ વર્ષની થાય એટલે પડલા આપવાનો બીજે વર્ષે આણું વાળવું અને પછી ૧૬ સોળમે વર્ષે બીજું આણું મોકલવી અને તે જ વર્ષની શ્રાવણ વદ ૭ પછી કાયમના માટે બાઈને પોતાને સાસરે મોકલી આપવી. |
૬ | પુનઃ લગ્ન સંબંધી | |
| આપણી નાતમાં પુનઃ લગ્ન કરવાની લેતી દેતીનો નિર્ણય નીચે મુજબ કરવામાં આવેલ છે. | |
| ૧ | સગપણ કરતી વખતે રૂપીયો ૧ એક જે સગપણ નક્કી થવા બદલ દીકરીના કુટુંબીજનોના માથે હાથ ફેરવવામાં આવે છે તે રૂપીઓ વરપક્ષ વાળાએ આપવો. |
| ૨ | પુનઃ લગ્ન નક્કી થતી વખતે પ્રસાદી વેંચાવી દેવામાં આવે છે તે માટે કોરી પાંચ ૫ થી અંદર હોવી જોઈએ ને તે પણ વરપક્ષ વાળાએ આપવી. |
| ૩ | દાગીના ચડાવવા આવતી વખતે વરપક્ષ તરફથી જણ બે એ આવવું તે વખતના જમણ બદલ વર પક્ષ તરફથી કોરી૨૫ પચીસ આપવી. |
| ૪ | લગ્ન કરવા આવતી વખતે ગાડા બે,ગોટ તથા અણવર સિવાય માણસ ૧૦ લાવવા અને સાંજના જમી લગ્નવિધિ બ્રાહ્મણનાં હાથે કરાવીને રાત્રીના પરોઢીયે દીકરીને વિદાય કરાવવી. |
| ૫ | પરણવા આવનાર વર પક્ષનાં પિતાએ ખાધા ખર્ચ માટે નીચે મુજબ આપવું ખીચડી સઇ૧ તથા ગરત મણ એક આપવું. |
| ૬ | પુનઃલગ્નની વિધિ કરનાર બ્રાહ્મણને દક્ષિણા બદલ કોરી અઢી તથા જમણમાં ખીચડીનું સીધો આપવો. |
| ૭ | પુનઃ લગ્નની વિધિ પુરી થયા બાદ ભગવાનને ભેટ તરીકે વર પક્ષે કોરી પ। સવા પાંચ આપવી. |
| ૮ | પુનઃલગ્નના સંબંધમાં સગપણ કરવાની શરૂઆતથી તે લગ્ન સંપૂર્ણ થઈ જવા સુધીમાં ઉપર જણાવ્યા પ્રમાણેની લેતી દેતી કરવાની છે. તે સિવાય બીજી કોઈ પણ જાતની રોકડ આથવા કોઈપણ વસ્તુની લેતી દેતી જાહેર અથવા ખાનગીમાં કરશે તો સમાજનો ગુનેગાર ગણાશે. |
૭ | વીઆતર સંબંધી :— |
| |
| ૧ | આપણી જ્ઞાતિની બહેન અથવા દીકરીને ત્યાં પુત્ર અથવા પુત્રીનો જન્મ થાય તો તેને વીઆતર આપવાનો રિવાજ છે. તે વીઆતર આપવા માટે દીકરીનાં માવિત્રોએ બાઈને તથા જમાઈને પોતાને ધેર બોલાવીને શક્તિ અનુસાર જે ઈચ્છા હોય તે તેમને આપીને પોતાને ઘેર વિદાય કરવા અને તે નિમિત્તે સાડલા જે પહેરવાની પ્રથા હતી તે બંધ કરવામાં આવે છે, પરંતુ દીકરીના મામા, ફઈઓ તથા માસીઓ વિગેરેને તે ટાઈમે જે આપવાની ઈચ્છા હોય તે દિકરીનાં માવિત્રોને ત્યાં મોકલી આપવું. |
૮ | અગ્નિ સંસ્કાર સંબંધી :— | |
| ૧ | આપણી જ્ઞાતિનાં કોઈ પણ ભાઈ અથવા બહેનનું અવસાન થાય તો તેની ઉંમર ૫ પાંચ વરસથી ઉપર હોય તો તેને ફરજીયાત અગ્નિ સંસ્કાર કરવો અને ૫ પાંચ વરસની નાની વયનું બાળક હોય તો તેને ભૂમી દાગ કરવો. |
| ૨ | મરનારની પછવાડે એક દસા ને બારસની ક્રિયા બ્રાહ્મણને હાથે કરાવવી અને તે ક્રિયા કરાવનાર બ્રાહ્મણને દક્ષિણાની કોરી સવા પાંચ આપવી અને મરનારનાં આત્માના ઉધ્ધાર અર્થે મરનારની વય ૩૦ ત્રીસથી ઉપરની અને ૨૦—૩૦ વીસ થી ત્રીસની અંદરની હોય તો ભગવાનને ભેટ તરીકે કોરી પ। સવા પાંચ આપવી. તેથી નાની વયનાની કોરી ૧। સવા આપવી. |
| ૩ | તે સિવાય મરનારનાં સ્મરણાર્થે તેનું બીછાનુ ૧ એક થાળી ૧ એક તથા વાટકો ૧ એક તે પણ મંદિરમાં આપવું. |
| ૪ | બારસની ક્રિયા સંપૂર્ણ થાય તે દહાડે બની શકે તો બ્રાહ્મણ અગર અતીતોને યથા શક્તિ અનુસાર જમાડવા અને સાથે મરનારનાં કુટુંબની નીયાણી પાંચથી સાત જરૂર જમાડવી અને બારસની ક્રિયા કરનાર બ્રાહ્મણને સીધો આપવો. |
૯ | શ્રાધ્ધ ક્રિયા સંબંધી :— | |
| ૧ | મરનારની શ્રાધ્ધક્રિયા હિન્દુ શાસ્ત્રો નિયમ અનુસાર અવસાન તિથિએ ચડતા પહોરે સવારનાં કરવી અને તે દિવસે જે રસોઈ કરી હોય તેમાંથી કૂતરાઓને તથા કાગડાઓને તથા ગૌગ્રાસ તથા પીત્રુનો ભાગ આપી પોતાના કુટુંબની નીયાણીઓ જમાડવી તેથી વધારે કોઈની ઈચ્છા હોય તો તેણે બ્રાહ્મણો અગર અતીતોને જમાડવા અને નીયાણીઓને દક્ષિણા આપવી અને મંદિરમાં દીવેલનાં છુટા ત્રણ મુકવા. |
૧૦ | આપણી જ્ઞાતિની કોઈ પણ બાઈનું પોતાના સસરાને ત્યાં અવસાન થાય તો તે બાઈને માવિત્રો તરફથી દાનમાં જે કંઈ દર દાગીનો અથવા કપડા લતા તથા વાસણ અગર જાનવર વિગેરે જે કંઈ કૃષ્ણાર્પણ આપેલ હોય તેમાંથી કોઈ પણ ચીજ પાછી લેવી નહિ. |
૧૧ રજસ્વલા ધર્મ સંબંધી :— | |
આપણી જ્ઞાતિની બહેનોએ રજસ્વલા ધર્મ હિન્દુ શાસ્ત્રોનાં નિયમો પ્રમાણે ૪ ચાર દિવસ પાળવો જોઈએ પરંતુ આપણી જ્ઞાતિ ખેતીકારક તેમજ મહેનતુ હોવાથી ત્રણ દિવસ તો ફરજીયાત પાળવો અને તે ત્રણ દિવસમાં ખેતીનાં કામ સિવાય બીજુ રસોડાનુ કામ કંઈ પણ કરવુ નહિ અને ૭ સાત દિવસ સુધી ભગવાનનાં મંદિરમાં જવું નહિ. આ ઠરાવનો ભંગ કરનાર બાઈ પાસેથી ધર્માદાની કોરી ૧। સવા લેવામાં આવશે. |
૧૨ | ધર્માદા લાગા સંબંધી :— | |
| ૧ | ધર્માદા તરીકે દશોંદ વીશોંદનાં લાગાઓ જેવી રીતે આગળ દરેક ગામનાં મુજબ અપાય છે તેમાં બનતી કોશિશે વધારો કરી ખેડૂત અગર કારીગર યા મજુર ભાઈઓએ આપવા. |
| ૨ | કોઈપણ ગામની અંદર ધર્માદા આપવાનું બંધ કરેલ છે તેવું આ સમાજને જાણ થતાં તેવા ભાઇઓને આ સમાજ જરૂર પુછી શકશે અને ધર્માદાના લાગા તરીકેની રકમો લેવા ફરજીયાત ઓર્ડર કરશે. |
૧૩ ઉજમણી સંબંધી :— | |
દરેક વર્ષની શ્રાવણ વદ છઠના અરસામાં પોત પોતાના ગામમાં બધા ભાઈઓની સંમતિથી પ્રીતિ ભોજન કરવું અને તેવું કરેલું જમણ કાંટાથી તોળી કોઈને આપવું નહિ પણ સાથે બેસીને જમવું. |
૧૪ | દરેક ગામમાં જ્ઞાતિ પંચના ધર્માદા પૈસા જુદી જુદી રીતે ધર્માદા લાગા તરીકે ભેગા કરવામાં આવે તેના કુલ આવકનો હિસાબ દરેક સાલના શ્રાવણ વદ ૫ થી ૬ સુધીમાં નક્કી કરી કુલ ધર્માદાની વાર્ષિક આવક જેટલી જે ગામની થાય તેમાંથી દરેક ગામવાળાઓએ દર સેકડે કોરી ૧૦ દસનાં હિસાબે જ્ઞાતિ પંચની રકમ જે ખજાનચી પાસે રાખવામાં આવી હોય તેને શ્રાવણ વદ ૦)) અગાઉ મોકલી આપવી અને તે મોકલેલ રકમની પહોંચ સમાજનાં સેક્રેટરી પાસેથી મેળવવી. |
૧૫ | ઉપર જણાવેલા ઠરાવો ૧૪ ચૌદનું પાલન કરાવવા માટે નીચે જણાવેલા નામો વાળા ભાઈઓની એક કમિટી નીમવામાં આવી છે. |
૧)— વીરાણી (૧) ભીમજી પ્રેમજી નાકરાણી (૨) રતનશીભાઈ ખીમજી (૩) અરજણભાઈ પબા (૪) સગવણભાઈ લાલજી (૫) મેઘજીભાઈ લખમશી | |
૨) નખત્રાણા (૬) રામજી જેઠા સેંઘાણી (૭) નાનજી પુંજા કેસરાણી (૮) વાલજી વીસરામ મુખી (૯) દેવજી કચરા પટેલ (૧૦) કાનજી અબજી નાથાણી (૧૧) નાનજી રામજી પાંચાણી (૧૨) પેથા મુળજી કેસરાણી (૧૩) નથુ નાનજી કેસરાણી (૧૪) ભાણજી પચાણ કેસરાણી | |
૩) કોટડા જડોદર (૧૫) લધાભાઈ પચાણ નાકરાણી (૧૬) હીરજી લાલજી વેલાણી (૧૭) જીવરાજ દેવજી પોકાર (૧૮) ભીમજી કેસરા લીંબાણી (૧૯) નારાણ ભાણજી ડોસાણી | |
૪) મથલ (૨૦) પરબત લખુ પટેલ (૨૧) ધનજી માડણ | |
૫) ખોંભડી (૨૨) નારાણ શીવજી વાગડીઆ | |
૬) ગઢશીશા (૨૩) રામજી વસ્તા (૨૪) રામજી લાલજી (૨૫) વિશ્રામ દેવરાજ (૨૬) શામજી રતના (૨૭) વસરામ હીરજી | |
૭) માનકુવા (૨૮) જીવરાજ હીરજી | |
૮) વેરશલપર (૨૯) કાનજી ગોપાલ મુખી (૩૦) ધનજી મનજી | |
૯) લુડવા (૩૧) રવજી વીરજી પોકાર (૩૨) હીરજી લધા રામાણી (૩૩) વીરજી મુળજી | |
૧૦) કોડાય (૩૪) વીસરામ મેગજી મુખી (૩૫) નાનજી લઘા | |
૧૧) રાયણ (૩૬) કાનજી હીરજી | |
૧૨) થરાવડા (૩૭) વેલજી પ્રેમજી (૩૮) વાલજી મનજી | |
૧૩) નવાવાસ (૩૯) અરજણ ગોપાલ (૪૦) પુંજા શામજી | |
૧૪) દેશલપર (૪૧) લાલજી કરશન (૪૨) ભીમજી વસ્તા | |
૧૫) વીભાપર (૪૩) દાના ખેતા | |
૧૬) રામપર (૪૪) લઘા ભાણજી (૪૫) કરશન દેવજી | |
૧૭) ખેડોઈ (૪૬) શીવજી મેગજી (૪૭) અરજણ કાનજી | |
૧૮) કોટડા ખેડોઈ (૪૮) શીવજી શામજી | |
૧૯) નવોવાસ (૪૯) કરશન નથુ | |
૨૦) જુનોવાસ (૫૦) કરશન સવગણ (૫૧) લાલજી વશરામ |
૧૬. ઉપર જણાવેલ સબ કમિટીનાં સભ્યો ૫૧માંથી નીચે જણાવેલ નામવાળા ભાઈઓની કાર્યવાહક કમિટિની નીમણૂંક કરવામાં આવી છે તેના નામ નીચે પ્રમાણે :—
(૧) પ્રમુખ : રતનશીભાઈ ખીમજી — વીરાણી |
(૨) ઉપપ્રમુખ : પટેલ નારાણ રામજી પાંચાણી — નખત્રાણા |
(૩) ખજાનચી : ભીમજીભાઈ કેસરા લીંબાણી — કોટડા જડોદર |
(૪) સેક્રેટરી : પટેલ નથુભાઈ નાનજી કેસરાણી — નખત્રાણા |
(૫) સભ્યો : નારાણભાઈ ભાણજી ડોસાણી — કોટડા જડોદર |
(૬) પરબતભાઈ લખુભાઈ પટેલ — મથલ |
(૭) શીવજીભાઈ મેગજી પટેલ — ખેડોઈ |
(૮) શીવજીભાઈ શામજી પોકાર — ખેડોઈ કોટડા |
(૯) હીરજીભાઈ લાલજી — માનકુવા |
(૧૦) હરજીભાઈ લધા રામાણી — લુડવા |
(૧૧) વસરામભાઈ હીરજી — ગઢશીશા |
(૧૨) લાલજીભાઈ કરસન દેશલપર |
(૧૩) લધાભાઈ પચાણ — કોટડા જડોદર |
૧૭. ઉપરની કાર્યવાહક કમિટીના સભ્યોમાંથી જ્ઞાતિમાં સનાતન ધર્મનો પ્રચાર અને ઉપર જણાવેલા ઠરાવો દરેક ગામમાં સભા ભરી અને સમજાવી પ્રચાર કરવા માટે નીચે જણાવેલા ગામવાળા ભાઈઓને નિમવામાં આવે છે.
વીરાણી — રતનશીભાઈ ખીમજી, લધાભાઈ વીસરામ, ભીમજીભાઈ પ્રેમજી, સવગણભાઈ લાલજી, લધાભાઈ કાનજી પોકાર. |
નખત્રાણા — પટેલ નથુભાઈ નાનજી કેસરાણી, પટેલ જશાભાઈ કાનજી પાંચાણી, પટેલ કાનજીભાઈ અબજી નાથાણી, પટેલ દેવજીભાઈ કચરા રૈયાણી, પટેલ રામજીભાઈ જેઠા સેંઘાણી, પટેલ રામજીભાઈ કેસરા કમાણી, પટેલ ભાણજીભાઈ પચાણ કેસરાણી |
કોટડા જડોદર — પટેલ લાધાાઈ પચાણ નાકરાણી, પટેલ નારાણભાઈ ભાણજી ડોસાણી, પટેલ જીવરાજભાઈ દેવજી પોકાર, પટેલ પચાણ શામજી દીવાણી |
લુડવા — પટેલ હીરજીભાઈ લધા રામાણી |
ગઢશીશા — પટેલ રામજીભાઈ લાલજી |
મથલ — પટેલ પરબતભાઈ લખુ, પટેલ ધનજીભાઈ માંડણ |
૧૮. આ સમાજની હેડ ઓફીસ નખત્રાણા મુકામે રાખવી અને સમાજને લગતી કોઈપણ જાતની પુછપરછ તથા નવીન ખબર મળવા તથા દંડ વિગેરેની બાબત જાણવા માટે સમાજનાં કાર્ય વાહકમાંથી સેક્રેટરી તરીકે નિમણૂંક કરેલ નથુભાઈ નાનજી કેસરાણીને સરનામે પત્ર વહેવાર કરવાથી અગર રૂબરૂ પુછવાથી ખબર મળી શકશે. સમાજનાં ચાલતા કામકાજ અંગેના થતા ખર્ચામાં કોરી ૧૦૦) સુધીના ખર્ચની સતા સેક્રેટરીને સોંપવામાં આવી છે અને સો કોરી ઉપરાતં ત્રણસો કોરી સુધીનું કોઈ કાર્ય કરવાનું આવી પડે તો પ્રમુખ અને ઉપપ્રમુખ તથા ખજાનચી તથા સેક્રેટરીની સંમતિથી કરી શકાશે તેથી વધારે ખર્ચો કરવા જેવી કોઈબી બાબત આવે તો કાર્યવાહક કમિટીની મીટીંગ બોલાવી તેમની પરવાનગી મેળવી શકાશે.
પરિશિષ્ટ ૩
સંવત ૨૦૦૨ ના કારતક સુદ ૧૦ ને ગુરૂવાર {VSAK: 15-Nov-1945} ના રોજ શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈઓ જુદા જુદા ગામથી માત્ર ગામના પ્રતિનિધિઓ આશરે ગામ ૬૦ ના પ્રતિનિધિઓની જાહેર સભા શ્રી કોટડા જડોદર મુકામે ઉપર જણાવેલા મીતીનાં રોજે રાત્રીનાં સ્ટા. ટા. ૮ વાગે એકત્ર થયેલ હતી અને તે સભામાં થયેલ કામકાજની વિગત નીચે મુજબ.
સભાનાં પ્રમુખ તરીકે સનાતન સમાજનાં પ્રમુખ શ્રીયુત રતનશીભાઈ ખીમજી બીરાજેલ હતા અને નીચે જણાવેલ ભાઈઓએ પ્રવચનો કર્યા હતા.
(૧) આજની સભાનો ઉદ્દેશ જણાવવા શ્રીયુત ભાઈ નથુભાઈ નાનજી ઉભા થયા હતા અને સભા એકત્ર થવાનું કારણ સમજાવેલ હતું. સાં. ૨૦૦૧ નાં આસો સુદ ૧૪થી સાં. ૨૦૦૨ નાં કારતક સુદ ૧૦ {VSAK: 01-Oct-1944 to VSAK: 15-Nov-1945} સુધીમાં કાર્યવાહક કમિટીના ભાઈઓએ જે પ્રચાર કાર્ય અને જ્ઞાતિહિત સંબંધના કાર્યો કરેલ તે વિગેરેની વિગતવાર અનુક્રમે નોંધ વાંચી સંભળાવેલ હતી તે બાદ પૂજ્ય મહારાજ શ્રી ઓધવદાસજીએ આપણી સમાજમાં જોઈતા સુધારાઓ અને તેના માટે કેવા પ્રકારની ઝુંબેશ ઉઠાવવાની છે. તે સંબંધી સચોટ રીતે દિલને પીગળાવી નાખે એ રીતે પોતાના હૃદયદ્રાવક વિચારો રજુ કરેલ હતા અને સમાજને પડકાર કરેલ હતો કે કોઈપણ ભોગે તત્કાલીક આવી જાતની ચાલી રહેલી બાબતનો પ્રચાર કરી સમાજને જાગૃત કરવા અને કાર્યકર્તા સમાજનાં કાર્યકરોને પૂર્ણ રીતે તન, મન અને ધનથી સાથ આપવા સુચના આપી હતી.
(૨) અને તેના અનુસંધાનમાં સભાનાં પ્રમુખે પણ પોતાને જ્ઞાતિ તરફથી જે કાર્યને માટે તેઓ સખત ઝુંબેશ ઉઠાવી રહ્યા છે, તેમાં સમાજના ભાઈઓ તરફથી તેમને ખૂબજ સાથ અને સહકાર મળેલ છે જે બદલ તેઓએ તેમના પ્રત્યે આભાર દર્શાવેલ હતો. અને વધુમાં જણાવેલ કે આટલા વખત સુધી આપણે ફક્ત સમાજને જાગ્રત કરવામાં વખત ગાળેલ જે જાગૃતિનો પડકાર સમાજે સારી રીતે વધાવી લીધેલ છે. પરંતુ પ્રચાર કાર્યને માટે અને આજનાં સમાજની સામે જે પ્રશ્નો રહેલા છે તેની અંદર સારી રીતે ભોગ આપવાની જરૂરિયાત છે. ને તે ભોગ આપવાને માટે જે ભાઈઓ તૈયાર હોય તેમના જાહેર રીતે નામો જણાવવા અપીલ કરી હતી.
(૩) અને ત્યારબાદ શ્રીયુત નથુભાઈ નાનજીએ પણ એજ રીતે તેઓનો કાર્યમાં સારી રીતે સાથ અને સહકાર ઉપર જણાવેલી રીતે આપવા વિનંતી કરી હતી અને સભાની અંદર જે કાર્યકર્મ કરવાની વિચારણા કરવાની હતી તે કાર્યનો ખરડો રજુ કરેલ હતો અને તે ખરડાની અંદર નીચે મુજબની વિગતોનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
૧ | પીરાણા સતપંથી ભાઈઓએ નક્કી કરેલ લગ્ન હિન્દુ સનાતન ધર્મ તરીકે છે કેમ ? અગરજો તે ન હોય તો તે બદલમાં શું કરવું ? |
૨ | પ્રચારક ખર્ચ માટેની યોજના |
૩ | કાર્યવાહક કમિટીની નવી ચૂંટણી અને તેની સત્તાઓ |
૪ | બાળલગ્ન સંબંધીનાં જે લગ્નો છે તે સંબંધી સુધારો વધારો |
૫ | હેડ ઓફીસ માટે શું વ્યવસ્થા રાખવી તેની યોજનાઓ ઘડવી |
૬ | સમાજનો જનરલ ફંડ વધારવાની યોજના |
ઉપર મુજબની હકીકતો રજુ કરવામાં આવી હતી અને ફરી પણ પ્રચારક કાર્યમાં આવવાને માટે જે ભાઈઓ સ્વેચ્છાએ પોતાની ખુશીથી કાર્યમાં આવવાને માટે બતાવતા હોય તેઓનાં નામ નોંધાવવા ફરી વિનંતી થયેલ હતી. જે પરથી નીચે જણાવેલ ભાઈઓએ પોતાની સેવા અર્પણ કરવા ખુશી બતાવેલ હતી.
૧ | શ્રીયુત રતનશીભાઈ ખીમજી — વિરાણી |
૨ | પટેલ નથુભાઈ નાનજી — નખત્રાણા |
૩ | ડો. ગંગદાસભાઈ વિશ્રામ — |
૪ | પટેલ પરબતભાઈ લખુ |
૫ | પટેલ રામજીભાઈ લાલજી — ગઢશીશા |
૬ | પટેલ માધવજીભાઈ ખીમજી — ખોંભડી |
૭ | પટેલ અરજણભાઈ ગોપાલ — દુર્ગાપુર |
૮ | ભગત દેવશીદાસ કાનજી — દેવપર |
૯ | પટેલ કાનજીભાઈ અબજી — નખત્રાણા |
૧૦ | પટેલ ભાણજીભાઈ પચાણ |
૧૧ | પટેલ લધાભાઈ પચાણ — કોટડા |
૧૨ | પટેલ શીવજીભાઈ ભાણજી — ખાનપુર (કંડાય) |
૧૩ | પટેલ શીવગણભાઈ લાલજી — વીરાણી |
૧૪ | પટેલ મેગજીભાઈ ભાણજી — કોટડા જડોદર |
૧૫ | પટેલ લાલજીભાઈ વિશ્રામ |
૧૬ | પટેલ લાલજી અરજણ — વીરાણી મોટી |
૧૭ | પટેલ રતનાભાઈ કાનજી — તલવાણા |
૧૮ | પટેલ વીસરામ મેગજી — કોડાય |
૧૯ | પટેલ વીસરામભાઈ લધા — રસલીયા |
૨૦ | પટેલ માવજીભાઈ નાનજી — ઉખેડા |
૨૧ | પટેલ રામજીભાઈ વસ્તા — ગઢશીશા |
૨૨ | પટેલ હીરજીભાઈ લાલજી — કોટડા— જડોદર |
૨૩ | પટેલ ભીમજીભાઈ કેસરા — કોટડા—જડોદર |
૨૪ | પટેલ અરજણભાઈ પરબત — વીરાણી |
૨૫ | પટેલ લધાભાઈ વીસરામ — વીરાણી |
૨૬ | પટેલ શીવજીભાઈ મેગજી — ખેડોઇ |
૨૭ | પટેલ ભાણજીભાઈ કચરા — આણંદપર |
૨૮ | પટેલ લાલજીભાઈ શીવગણ — કોટડા ખેડોઇ |
૨૯ | પટેલ પચાણ શામજી કોટડા — જડોદર |
૩૦ | પટેલ શામજી પુજા કોટડા — જડોદર |
૩૧ | પટેલ મનજીભાઈ દેવજી — કોટડા જડોદર |
૩૨ | પટેલ શીવજીભાઈ ભીમજી — થરાવડા |
૩૩ | પટેલ કેશવજી પચાણ — થરાવડા ખેડોઈ |
ઉપર મુજબ પ્રચારક ભાઈઓએ પોતાના નામો સ્વેચ્છાએ આપ્યા હતા ને તે બાદ લગ્ન સંબંધી વિચારણાઓ ચાલી હતી જે પીરાણા સતપંથી ભાઈઓએ જે લગ્નની તારીખ નક્કી કરી છે જેના માટે આપણી સમાજને તે વાત બંધ બેસતી છે કે કેમ ? જેનો જવાબ માત્ર ગામના ભાઈઓને જુદી જુદી રીતે પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં માત્ર ગામના ભાઈઓએ પીરાણા સતપંથી ભાઈઓએ જે વિવાહની તારીખ નક્કી કરી છે તેના માટે વિરોધ દર્શાવ્યો હતો જે ઉપરથી લગ્ન કઈ મીતીએ નક્કી કરવા અને કઈ રીતે કરવા તથા તેની અંદર કેવા પ્રકારની લેતી દેતી કરવી તે સંબંધમાં વિચારણા માટે નીચે જણાવેલા ભાઈઓની એક સમિતિ નીમવામાં આવી હતી.
ઉપર જણાવેલ ભાઈઓની વિષય વિચારણી સમિતી તેજ રાત્રીએ મળેલ હતી. જેની અંદર નીચે પ્રમાણેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. અને તે અંગે થયેલ ઠરાવો નીચે મુજબ છે.
(૧) આપણી જ્ઞાતિનાં બાળકો (છોકરા છોકરીઓ) નાં લગ્ન | ||
| (૧) | ચાલુ સાલનાં ચૈત્ર સુદ ૧૩ રવિવારનાં લગ્ન લખવા. |
| (૨) | ચૈત્ર વદ ૩ ને શુક્રવારના માંડવા નાખવા. |
| (૩) | ઉપર જણાવેલા દિવસે તથા ઉપર જણાવેલા ટાઈમે (સવારના ૭॥ થી ૧૦ સુધીમાં માણેક સ્તંભ ઈશાન ખુણામાં રોપવો. |
| (૪) | ચૈત્ર વદ ૫ ને રવિવાર મીઠા મોનું જમણ. |
| (૫) | ચૈત્ર વદ ૬ ને સોમવાર ગોતીડા. |
| (૬) | ચૈત્ર વદ ૭ ને ભોમવાર (મંગળવાર)ના દિવસના ૧॥ થી તે આખી રાત સુધી ફેરા. |
| (૭) | લગ્નમાં આવનાર જાનવાળાઓને ટંક ત્રણ જમાડવા અને લગ્નમાં આવનાર માણસોની સંખ્યા ૧૦ થી વધુ આવવી ન જોઈએ. |
તે સિવાય લગ્નની અંદર લેતીદેતી કઈ રીતે કરવી તેનો ઠરાવ વાંઢાય મુકામે સા. ૨૦૦૧ નાં આસો વદ ૧૪ {VSA: 01-Oct-1944} ને દિવસે કરેલ છે. જેનો રીપોર્ટ છપાવીને ગામો ગામ તે રીપોર્ટની નકલો આપેલી છે. તે પ્રમાણે લેતીદેતીનો વહેવાર કરવાનો છે.
ઉપર જણાવેલી મીતીએ આપણા સનાતન સમાજનાં જે છોકરા અને છોકરીઓ છે અને જેનાં સગપણો સનાતન સમાજના ભાઈઓએ આપસઆપસમાં કરેલા છે. તેમને તો છોકરાઓ અને છોકરીઓનાં લગ્ન ઉપરની મીતીએજ કરવાના છે. પરંતુ જે છોકરાઓનાં સગપણ પીરાણા સત્પંથી વાળા ભાઈઓની છોકરીઓ સાથે થયેલા હોય અને પીરાણા સતપંથી ભાઈઓ ઉપર જણાવેલી મિતિએ પોતાની છોકરીનાં લગ્ન જે ટાઈમે કરી આપવા પોતાની ખુશી બતાવે તે ટાઈમે આપણા છોકરાઓનાં લગ્ન કરી લેવાનાં છે. ઉપર જણાવેલા લગ્નમાં આપણી જ્ઞાતિનાં ભાઈએ પોતાની છોકરીની ઉમર પાંચ વરસથી ઓછી ન હોવી જોઈએ અને પાંચ વરસથી ઓછી ઉંમરની છોકરીનાં લગ્ન કરનાર ભાઈ આ સમાજનો ગુનેગાર ગણાશે અને તેવો ગુનો કરનાર ભાઈને માટે સમાજ વધુ મતે જે સજા ફરમાવશે તે તેને કબુલ કરવી પડશે.
આપણી સમાજના ભાઈઓએ પોતાની છોકરાઓ અગર છોકરીઓનાં લગ્ન ચોરીથી કરવા કોઈપણ ભાઈ છોકરાનું સગપણ સતપંથીને ત્યાં થયેલ હોય તો છોકરી તેમની હોવાથી તે લોકો જે રીતે લગ્ન કરી આપે તે રીતે લગ્ન કરવાની છુટ આપવામાં આવે છે.
ઉપર પ્રમાણે લગ્ન સંબંધીની વિગત નક્કી થયા બાદ નવા વરસની કારોબારી માટે નીચે પ્રમાણે ભાઈઓની હોદ્દેદારો તરીકેની ચુંટણી કરવામાં આવી હતી.
૧. પ્રમુખ — શ્રીયુત રતનશીભાઈ ખીમજી — વિરાણી |
૨. ઉપપ્રમુખ — ડૉ. ગંગદાસભાઈ વિશ્રામ — ઉગેડી |
૩. સેક્રેટરી — શ્રીયુત નથુભાઈ નાનજી — નખત્રાણા |
૪. ખજાનચી — ભીમજીભાઈ કેસરા — કોટડા જડોદર |
ઉપર પ્રમાણે હોદ્દેદારો તથા વિષય વિચારણી સમિતિના સભ્ય ભાઈઓની સભાએ નીચે મુજબ ઠરાવ કરેલ હતો.
૧. સનાતન સમાજની ઓફીસ નખત્રાણા મધ્યે રાખવી અને તેના માટે મકાન ભાડે લઈ ઓફીસ સંબંધીનું કાર્ય કરવા માટે એક એવા માણસની નિમણૂંક કરવી કે જે સનાતન ધર્મના કાર્યનાં માટે આવતા ભાઈઓની રસોઈ વિગેરેની વ્ચવસ્થા કરી શકે અને મંડળની ઓફીસ સંબંધીનું પણ કામ કરી શકે અને તે અંગે જે કંઈ ખર્ચ થાય ઉપરાંત સમાજનાં ઈતર કામકાજ અંગે જે ખર્ચ કરવા પડે તે તે સર્વ ખર્ચ સમાજનાં જનરલ ફંડમાંથી કરવાની પૂર્ણ સત્તા સમાજના પ્રમુખ અને મંત્રી ભાઈ રતનશી ખીમજી અને શ્રી નથુભાઈ નાનજીને આ સભા આપે છે.
૨. પ્રચાર કરવા માટે નિયુક્ત થયેલા ભાઈઓ પ્રચારને માટે જ્યાં જ્યાં પ્રચાર કરવા જાય એ તે અંગે જે ખર્ચ થાય તે સમાજનાં જનરલ ફંડમાંથી કરવાનુ નક્કી કરવામાં આવે છે.
૩. સાં. ૨૦૦૧ ના આસો સુદ ૧૪ {VSA:01-Oct-1944} ને રોડ વાંઢાય મુકામે ભેગી થયેલ સભામાં ઠરાવવામાં આવેલ છે કે જુદા જુદા ગામમાં રહેતા સનાતની ભાઈઓની ધર્માદા તરીકેની રકમ એકઠી થાય તેનો હિસાબ દરેક વરસે શ્રાવણ વીદ ૬ ના દિવસે નક્કી કરી અને પોત પોતાના ગામમાં થયેલ ધર્માદાની કુલ વાર્ષિક આવકમાંથી દર સેકડે ટકા ૧૦ દસ પ્રમાણે જ્ઞાતિ પંચે નીમેલા સેક્રેટરીને મોકલી આપવી અને તેની પહોંચ સમાજની ઓફીસેથી લેવી.
ઉપર પ્રમાણે જે ઠરાવ નક્કી થયેલ છે તે મુજબ રકમ પોત પોતાના ગામની નક્કી કરીને આપવા માટેની અપીલ કરવામાં આવી હતી.
પરિશિષ્ટ ૩—અ
પ્રવાસ વર્ણન
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજે જે પ્રચાર સમિતિ નીમી તે સમિતિએ સંવત ૨૦૦૧ ના આસુ સુદ ૧૪ {VSA: 01-Oct-1944} ના રોજે જે ઠરાવો પસાર કરવામા આવેલ તે ઠરાવોનો પ્રચાર કરવા તથા અને તેની ઉપયોગીતા સમજાવવા હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રથમ શરૂઆત ગામ શ્રી નખત્રાણાના પૂર્વ નીવાસમાં પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી. જેમાં ચારસો જણની હાજરી હતી. નાગલપર અંગીયા, વિથોણ, ધાવડા, દેવપર, સાયરા, વીરાણી, કોટડા, મથલ, દેવિશર, અરલ, એમ બધા ગામવાળા ભાઈઓને આમંત્રણ આપવામાં આવેલ હતા. જે સર્વે આગેવાનો આવેલ હતા.
સભામાં આપણા સમાજનું હિત શામાં છે ? અને આપણે આજે ક્યાં જઈ રહ્યા છીએ તે સમજાવી આપણા સમાજના બંધારણની અધુરાસના કારણે અતિ ઉપયોગી એવા વાંઢાયમાં કરવામાં આવેલા ઠરાવોનું હાર્દ ઉપયોગીતા અને વહેવારીકતા સમજાવામાં આવી હતી.
આ નવા ઠરાવો આગેવાનને ગમ્યા હતા. ઠરાવોનો અમલ કરાવવા અને તેનો સમાજમાં પુરેપુરો પ્રચાર કરવો જોઈએ એ અભિપ્રાય થતાં પોતાની ફરજ અદા કરવા પ્રચાર સમિતિના ભાઈઓએ બીજી સભા નખત્રાણાના વચલા વાસમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના હોલમાં કરવામાં આવી હતી ને તે સભામાં પણ ઉપર મુજબ વિવેચનો થયાં હતાં. તેને સભામાં આવેલા સનાતન પ્રેમી ભાઈઓને બહુ જ રૂચીકર ભાસ્યા હતા અને તે ભાઈઓએ મંદિરના હોલમાં બોલાવવામાં ઠરાવ મુજબ ચાલવા વચન પણ આવેલ હતું. તે બાદ ત્રીજી સભા માગસર શુદ ૭ {VSAK: 22-Nov-1944} ના નખત્રાણાનાં આથમણા વાસના ચોકમાં બોલાવવામાં આવેલ હતી ને તે સભામાં પ્રચારની તે પાડાના સનાતની ભાઈઓ પર ઉંડી અસર થઈ હતી. આ ભાઈઓ શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર બાંધવાની તૈયારી પણ કરી ચુક્યા હતા પરંતુ આ મહાપુણ્ય કાર્ય કેટલાક વિઘ્ન સંતોષી ભાઈઓને ગમ્યુ ન હતું. એ ધર્મકાર્યને તોડી પાડવા તેમણે યુક્તિ પ્રયુક્તિઓ આદરી હતી તેઓ આ કાર્યને છિન્ન વિછીન્ન કરવા ઈચ્છતા હતા. એટલે અમુક સનાતની ભાઈઓએ કાર્ય અમુક દિવસ મુલતવી રાખવા ધાર્યું અને ઠરાવ કર્યો તે બાદ માગસર શુદ ૧૦ {VSAK: 25-Nov-1944} ના શ્રી વિરાણી મોટી મધ્યે હીરજી દેવશી ભાઈના ફળીયાના ચોગાનમાં એક સભા યોજવામાં આવેલ હતી તે સભામાં લગભગ પાંચશોથી ઉપર ભાઈ બહેનોની હાજરી હતી. તે સભામાં આપણા ઠરાવો ઉપર તથા સનાતન ધર્મ ઉપર અસરકારક વિવેચન કરવામાં આવેલ હતા. તે સભામાં પણ ઉંડી અસર થઈ હતી. તે બાદ માગશર શુદ ૧૩ {VSAK: 28-Nov-1944} ની કોટડા જડોદર મુકામે સભા યોજવામાં આવી હતી ને તે સભામાં પહેલે દિવસે ખાનાના ચોગાનમાં શ્રી કોટડા જડોદરના ભાઈઓએ સભા બોલાવેલ હતી અને સભાનું કાર્યક્રમ ચાલુ થતાં સભાની શરૂઆતમાં પ્રમુખની દરખાસ્ત મુકાએલ હતી. ગામના એક આપખુદ અને ધગર ભાઈએ આ સભામાં નીર્લજ શબ્દો બોલતા તે સભા તેજ વખતે આપણી સમાજના પ્રમુખ સાહેબે મુલતવી રાખવા હુકમ કરેલ હતો જેથી તે દિવસની સભા મુલતવી રાખવામાં આવી હતી. ઉપર જણાવેલી તારીખે પાછી સભા કોટડા સ્થાને બોલાવામાં આવી હતી જે સભામાં પણ અસરકારક વિવેચન કરેલ હતા. સભામાં આપણું ધ્યેય સમજાવાયુ હતું. આપણી ફરજો સમજાવી હતી. આપણે કયા માર્ગે જવું જોઈએ અને કયા પતિત માર્ગે જઈ રહ્યા છીએ વિગેરે અસરકારક રીતે સમજાવવા પ્રચારક ભાઈઓએ કોશિષ કરી હતી.
ત્યારબાદ એ પ્રચાર સમિતિએ કંઠી વિભાગ તરફ જવા નક્કી કર્યું હતું. કારણ કંઠી વિભાગમાંથી તાકીદ ભરેલા પત્રો વારંવાર આવ્યા હતા એટલે જવા ફરજ પડી હતી. પ્રચાર સમિતિના મુખ્ય ભાઈઓ અહીંથી રવાના થયા હતા તે તેમણે પહેલી સભા માંડવીની બાજુમાં દુર્ગાપુર નવો વાસ મધ્યે પટેલ અરજણ ગોપાલની વાડીમાં તેમનું રહેઠાણ હોતાં તે કમ્પાઉન્ડમાં સભા બોલાવવામાં આવેલ હતી ને તે સભામાં ભારાપર, રાયણ, કોડાય, લુડવા, મંગવાણા, દેશલપર એમ ભાઈઓએ હાજરી આપી હતી. સભામાં બહુજ અસરકારક વિવેચનો થયા હતા, ને આખી સમાજના ઠરાવો વાંચી સંભળાવવામાં આવેલ હતા તે ઠરાવો ઉપર બહુજ વિગતવાર ખુલાસા રૂપે વિવેચન થયા હતા. પ્રચાર સમિતિ ત્યાંથી રાયણ ગામે રવાના થઈ હતી. રાયણના એક ઉત્સાહી ભાઈ પટેલ પ્રેમજી દેવશી દીવાણીની વાડીએ તેમનું રહેઠાણ હોતાં તેના કમ્પાઉન્ડમાં સભા બોલાવવામાં આવેલ હતી જેમાં વિશેષ ભાઈ બહેનોએ હાજરી આપી હતી. સભામાં પણ ઉપર મુજબ બહુજ અસરકારક વિવેચન થયાં હતાં જેની અસર થવાથી તે ગામનાં મુખી દેવશી પ્રેમજી ગોળી નહી વાપરવા પોતાના સ્નેહી ભાઈઓ વિગેરેને ભલામણ કરી હતી ને આપણે ભુલેલ માર્ગથી વળી આપણો ધર્મ, હિન્દુ સનાતન ધર્મ પાળવા તૈયાર થઈ જવું જોઈએ એવી ભલામણ કરી હતી. તે બાદ બીજે દિવસે તે પ્રચાર સમિતિ કોડાય જવા ઉપડી હતી. કોડાયમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના હોલમાં આપણી સમાજની એક પાઠશાળામાં એ સભા બોલાવવામાં આવી હતી ને તે સભામાં ઉપર જણાવ્યા મુજબ વિવેચન થયા હતા. ને જેની બહુજ સારી અસર થઈ હતી. આ સભામાં હાજર રહેલા ઉપરોક્ત ત્રણે ગામોમાં સભાના પ્રચારની અસર દુર્ગાપુરવાળા ભાઈઓને બહુ જ થતાં પાછી બીજી સભા કરવા ગામ દુર્ગાપુરના અરજણ ગોપાલે નિવેદન રજુ કરતાં તે પ્રચારક ભાઈઓ બીજે દિવસે પાછા દુર્ગાપુર જવા ઉપડ્યા હતા. બીજી સભા ગામ શ્રી દુર્ગાપુરમાં માગશર વદ ૧૨ {VSAK: 12-Dec-1944} ના રોજે બોલાવવામાં આવી હતી. સભામાં પ્રચારક ભાઈઓના વિવેચનોથી તથા સત્ય વસ્તુથી તે ભાઈઓએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનુ મંદિર બાંધવા પ્રતિજ્ઞા કરી હતી. બાદ આ પ્રચારક ભાઈઓ લુડવાવાળા ભાઈઓનું આમંત્રણ હોતાં તે તરફ પ્રચાર માટે ઉપડ્યા હતા. માગશર વદ ૦)) શુક્રવાર {VSAK: 15-Dec-1944} ના રાત્રે શ્રી લુડવા મહાજન વાડીમાં સભા બોલાવાવમાં આવી હતી ને તે સભામાં લુડવા સિવાય ગઢશીશા, દુજાપર, જામથડા, દેશલપર વિગેરે ગામના ભાઈઓએ હાજરી આપી હતી અને તે સભામાં બહુજ અસરકારક વિવેચનો થયા હતા. તે બાદ તે પ્રચારક ભાઈઓ બીજે દિવસે પાછા પોતાના મુળ સ્થાને રવાના થયા હતા. પ્રચારક ભાઈઓએ ટપાલ દ્વારા દેશ દેશાવરના આપણી સમાજના ભાઈઓને જાગૃત કરવા કાર્ય હાથમાં લીધું હતું. વૈશાખ માસમાં ગામ શ્રી રતડીયામાં એક સભા બોલાવવામાં આવી હતી. સભામાં ઠરાવો વિગેરેનો પ્રચાર કરવામાં આવેલ હતો. તેની અસર સારામાં સારી થઈ હતી. તે બાદ વૈશાખ વીદ ૯ સોમવાર {VSA: 04-Jun-1945} ના રોજે શ્રી દુર્ગાપુર મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિરનું બાંધકામ તૈયાર થતા સનાતન ધર્મ પ્રેમીઓને સાથે લઈ તે મંદિરની પ્રતિષ્ઠા કરાવવા પ્રસંગે સર્વે ગયા હતા. ને તે સભામાં નીચે જણાવેલા ભાઈઓએ વિવેચન કર્યા હતા તેની હકીકત નીચે મુજબ છે.
૧. શ્રીમાન રતનશી ખીમજી તથા પટેલ નથુ નાનજી તથા ખીમજીભાઈ વેલજી વેલાણી તથા કચ્છી વીસા ઓસવાળ જૈન બોર્ડીંગ દુર્ગાપરના સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી રણછોડદાસભાઈ રાજગોર તથા પરમ પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજી તથા માંડવીના મઠધારી દયાળગરજી લક્ષ્મીગરજી તથા એક ભાટીયા ગૃહસ્થ.
શ્રી દુર્ગાપુરના જૈનના મુખ્ય આગેવાન ભાઈઓએ સભામાં હાજરી આપી હતી ને તે સભામાં નીચે મુજબ વિવેચનો થયા હતા. હાજર રહેલા એક ભાટીઆ. ભાઈએ જણાવ્યું હતું કે મને હતું કણબી ભાઈઓ પોતાના ધર્મ પ્રત્યે બેદરકારી સેવે છે. પરંતુ મને આજે એ જાણી ભારે સંતોષ અને ભારે આનંદ થયો છે કે કણબી ભાઈઓ પોતાના હિન્દુ ધર્મ માટે અભિમાન ધરાવે છે અને ધર્મ કાજે લક્ષ્મીનો ભોગ પણ આપી રહ્યા છે. જેમ જૈનો પોતાના ઈષ્ટદેવ માટે અમુલ્ય ભાવના સેવે છે તેમજ તમે ખેડૂત ભાઈઓ સેવી રહ્યા છો મારા તમને ધન્યવાદ છે.
અન્ય કેટલાક ભાઈઓએ આપણી જ્ઞાતિની કેળવણી વિષયક સ્થિતિ પ્રત્યે ધ્યાન ખેંચી આપણા સમાજના એક એક ગામે એક નિશાળ શરૂ કરી અને એક સમાજના સમગ્ર હિતમાં બોર્ડીંગ સ્થાપી, સારા સારા શિક્ષણકારોને રોકી બાળ શિક્ષણના પાયા ઉંડા ઉતારવા અને તે અંગે તૈયારી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ ઉપરાંત જ્ઞાતિમાં હાલના સંજોગો અનુસાર નવા સુધારા કરવા માટે પણ ધ્યાન ખેંચાયું હતું તે બાદ મંદિરની પ્રતિષ્ઠાનું સંપૂર્ણ કામકાજ પુર્ણ કર્યા પછી પ્રચારક ભાઇઓ પોતાન વતન તરફ રવાના થવાની તૈયારી કરી હતી પણ ત્યાં રાયણ નિવાસી ભાઈઓએ પોતાનું નિવેદન રજુ કરતાં રાયણમાં અત્રે મોટા પ્રમાણમાં આપણા ભાઈઓ છે તો આપ જરૂર રાયણ પધારવા વચન આપો જે ઉપરથી રતનશીભાઈ ખીમજી તથા પટેલ નથુભાઈ નાનજી તથા બીજા કેટલાક ભાઈઓ રાયણ જવા રવાના થયા હતા, ને એજ રાત્રે રાયણમાં આપણી સમાજની એક જાહેર સભા કરવામાં આવી હતી. તે સભામાં શ્રી રતનશીભાઈ તથા પુજ્ય મહારાજશ્રી દયાળદાસજી તથા પટેલ નથુભાઈ નાનજી તથા ભાઈ ખીમજીભાઈ વેલજી વેલાણી તથા કોટડાના હરદાન ભીમજી તથા તે જ ગામ રાયણના કેટલાક ભાઈઓએ વિવેચન કર્યા હતા. તે સભામાં વિવેચનોની સારી અસર થઈ હતી ને તે જ વખતે રાયણના તમામ ભાઈઓએ ગોળી ન પીવાની પ્રતિજ્ઞા કરી હતી ને તરતમાં શ્રી ભગવાનનું મંદિર બાંધવા પણ તૈયારી બતાવી હતી. તે સિવાય જ્ઞાતિમાં હાલના જમાનાને અનુરૂપ કયા નવા સુધારા વધારા થવાની ખાસ જરૂર છે તેની ટકોર કરવામાં આવી હતી. સભા સવારના ૬ વાગ્યા સુધી સરખી રીતે ચાલી હતી. તે સવારમાં ચા પાણી લઈ સૌ પોતાના વતને રવાના થયા હતા. તે બાદ અષાઢ માસમાં આણંદપરવાળા ભાઈઓએ એક અરજ શ્રી રતનશીભાઈ ઉપર કરી કે અમોને પીરાણા પંથી ભાઇઓ છે તે બહુજ હેરાન કરે છે અને અમને તમામ રીતે સંતાપે છે.
અમોને અમારો સનાતન હિન્દુ ધર્મ પાળવો છે, પણ આ આણંદપરના ભાઈઓ અમોને કોઈ રીતે પાળવા આપે એમ લાગતું નથી જેથી અમોને આપણી સમાજ મદદ કરે તો અમો હિન્દુ ધર્મ પાળવા તૈયાર છીએ. તે ઉપરથી શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા પટેલ નથુભાઈ નાનજી એમ જણ બે આણંદપર તરફ રવાના થયા ને ત્યાંની પરિસ્થિતિ જોવાથી આણંદપરની વાત સત્ય લાગી બીજે દિવસે આ માટે શુ ંકરવું તેના માટે સનાતન ધર્મનું રક્ષણ કરનાર પરમ પૂજ્ય શ્રીમાન મહારાજ શ્રી ઓધવદાસજીની સલાહની ખાસ જરૂર હતી જેથી અમો તથા આણંદપરના સનાતતન ભાઈઓ વાંઢાય તરફ રવાના થયા હતા. વાંઢાય જઈ મહારાજશ્રીની મુલાકાત લીધી હતી, ને તેમની સલાહથી ભુજ જવા નિર્ણય થયો હતો. તે બાદ અમો સર્વે શ્રી નખત્રાણા તરફ રવાના થયા હતા ને બીજે દિવસે પાછા ભુજ તરફ શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા પટેલ નથુભાઈ નાનજી તથા આણંદપરવાલા ભાઈઓ તથા પરમ પૂજ્ય મહારાજ શ્રી ઓધવદાસજી તથા સાધુ દયાળદાસજી એમ સર્વે ભુજ પહોંચ્યા હતા. ને ત્યાં ભુજમાં સારા સારા વકીલોને તથા માધાપરના મનજીભાઈ જેરામને તથા બીજા સનાતન ધર્મ રક્ષણ કરનાર વીર ભાઈઓથી સલાહ લેવામાં આવી હતી ને કચ્છના માહારાઓશ્રીને મળવું એમ ઠરાવવામાં આવ્યું હતું. વિશેષ વકીલ ભાઈઓની એમ સલાહ થઈ તમો તમારૂં કાર્ય કર્યા જાઓ. અમો આ વાત માહારાઓશ્રીને પહોંચાડી તેમનો સહકાર મેળવીશું. આવું વચન આપતાં અમોને તે વાત ઉપર સંતોષ થતાં અમો સૌ પોત પોતાના વતન તરફ રવાના થયા હતા. ને તે બાદ નખત્રાણામાં પટેલ નથુભાઈ નાનજીને ત્યાં કાર્યવાહક સમિતિના સભ્યોને આમંત્રણથી બોલાવવામાં આવેલ હતા. તે કાર્યવાહક કમિટીમાં નીચે મુજબ ચર્ચાઓ થઈ હતી જે આપણી જ્ઞાતિના બાળકોને કેળવવા માટે એક યોજના કરવાની ખાસ જરૂર છે તથા જ્ઞાતિના ભાઈઓ હિન્દુ સનાતન ધર્મ પાળવા જતાં તેના ઉપર અવનવી આફતો આવતી જાય છે તો તે માટે સમાજનું રક્ષણ કરવાની ખાસ જરૂર છે તેમ આપણી માતાજી કુળદેવીનું મંદિર જે વાંઢાયમાં આવેલું છે તેના માટે પણ કાંઈ નિર્ણય લાવવો જોઈએ જેના ઉપરથી કાર્યવાહક સમિતિના સભ્યો શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા નારણભાઈ રામજીભાઈ પાંચાણી તથા ભીમજીભાઈ કેસરા કોટડાવાળા તથા લધાભાઈ પચાણ કોટડાવાળા વિગેરે ભાઈઓએ એમ ઠરાવ્યું જે આ કાર્ય કચ્છ આખાના સનાતન પ્રેમી ભાઈઓનું છે ને તેમને બોલાવી તમામ ભાઈઓનો સહકાર મેળવી આ કાર્ય હાથ ધરવું જોઈએ જે ઉપરથી પટેલ નથુભાઈ નાનજીને હુકમ કરવામાં આવેલ જે તમો આખા કચ્છના સનાતન ધર્મના પ્રેમી ભાઈઓને આમંત્રણથી બોલાવો તે માટે નખત્રાણાના પુર્વ નિવાસમાં તે લોકોને આવવાનું કહો તે ઉપરથી અષાઢ વદ ૫ મંગળવાર {VSA: 04-Jun-1945} ના રોજે આખા કચ્છના સનાતન ધર્મપ્રેમી ભાઈઓને તથા મહારાજ શ્રી ઓધવદાસજી તથા સાધુ દયાળદાસજીને પુર્વ નિવાસમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં નીચે મુજબ વાટાઘાટો થઈ હતી. આપણી જ્ઞાતિ માટે એક બોર્ડીંગની જરૂર છે. તથા હિંદુ સનાતન ધર્મભાઈઓ ઉપર અવનવા અવારનવાર હુમલાઓ થાય છે તે માટે એક કમિટીની જરૂર છે. જેથી હિંદુ સનાતન ભાઈઓ ઉપર જે વિટંબણાઓ પડે તે માટે રાજ્ય તરફથી તેમજ પબ્લીકની સહાનુભૂતિ મેળવી તેમને સહાયતા કરવા માટે સનાતન હિંદુ ધર્મભાઈઓમાંથી નીચે જણાવેલ ભાઈઓની એક કમિટી કરવામાં આવીલ હતી.
૧. રતનશીભાઈ ખીમજી — વિરાણી |
૨. ભીમજીભાઈ કેસરા — કોટડા જડોદર |
૩. લધાભાઈ પચાણ — કોટડા જડોદર |
૪. રામજીભાઈ લાલજી — ગઢશીશા |
૫. શીવજીભાઈ શામજી — કોટડા ખેડોઈ |
૬. હીરજીભાઈ લધા — લુડવા |
૭. રામજીભાઈ કેસરા — નખત્રાણા |
૮. લાલજીભાઈ કરશન — દેશલપર |
૯. જીવરાજભાઈ વસ્તા — માનકુવા |
ઉપર પ્રમાણે કમિટી નીમવામાં આવી હતી. તે અંગે જે કાંઈ ખર્ચ થશે તે આપવા સમાજ તૈયાર રહેશે તેમ જણાવવામાં આવેલ. ત્યાર બાદ કેળવણીનો વિષય હાથ ધરવામાં આવ્યો હતો. કેળવણી સંબંધે :—
આપણી જ્ઞાતિના બાળકોને યોગ્ય રીતે કેળવણી આપવી અને તે કેળવણી આપવા માટે જ્ઞાતિની એક બોર્ડીગની સ્થાપના કરવી. તે બોર્ડીંગ ચલાવવા માટે જ્ઞાતિમાંથી વાર્ષિક સભ્યો મેળવવા, તે અંગેની વ્યવસ્થા કરવા માટે એક કાર્યવાહક કમિટી નીમવી. આ ઉપરથી આપણી સમાજના કેટલાક મુખ્ય આગેવાનોએ બોર્ડીંગ સ્થાપવાના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો તેને સર્વ ભાઈઓએ ટેકો આપતાં, બોર્ડીંગ ક્યાં સ્થાપવી તેની વિચારણા ચાલી હતી. આ ઉપરાંત બોર્ડીંગ ચલાવવામાં આપણને હાલ કેટલા ભંડોળની જરૂર પડશે. તેની પણ વિચારણા ચલાવવામાં આવેલ. આ કાર્ય બહુ જ મહાન અને વિશાળ હોઈ આ બારામાં શું માર્ગ કાઢવો તેની ચર્ચા થતી હતી ત્યારે પરમ પૂજ્ય મહારાજ શ્રી ઓધવદાસજીએ ઉભા થઈ સભા સમક્ષ પોતાના વિચારો જણાવતા સુચના કરેલ કે કચ્છ કડવા પાટીદારના માતાજી કુળદેવીનું મંદિર વાંઢાયમાં બાંધવામાં આવેલું છે ને તે કમ્પાઉન્ડમાં કેટલાક મકાનો પણ બાંધવામાં આવેલા છે જેથી તે બારામા હાલ કાંઈ નવીન ખર્ચ કરવાનું રહેતું નથી. આ ઉપરાંત ત્યાં ઈશ્વર રામજી ગુરુકુળ વિદ્યાલય પણ નજીક છે તો હું તમોને ખાત્રી આપું છું કે તમારા બ્રહ્મચારીઓને વગર પૈસે ભણાવવાને બંદોબસ્ત ત્યાં થઈ જશે ફક્ત બોર્ડીંગમાં બ્રહ્મચારીઓને ખાવા પીવા તેમજ પહેરવાના લુગડાં અને નોકર ચાકર એમના પુરતી ખર્ચને પહોંચી વળવા માટે ભંડોળની જરૂર છે.
પૂજ્ય મહારાજશ્રીની આ સુચના ત્યાં બેઠેલા સર્વેને ખૂબ ગમી ગઈ અને પૂજ્ય મહારાજના આદેશ અનુસાર દસ વરસની ગેરંટીથી બંધાય તેવા સભ્યો નોંધવા તેમ થયું. આ ઉપરથી પટેલ નથુભાઈ નાનજી એ કામને હાથમાં લીધું ને તે સભામાં પધારેલા સદ્ગૃહસ્થો પોતાનો યથાશક્તિ ફાળો નોંધાવવા તૈયાર થયા.
વિશેષમાં એમ પણ ઠરાવવામાં આવ્યું કે આપણી સમાજના બાળકોને કેળળવા જે વિદ્યાપ્રેમી ભાઈઓ હોય તેમની પાસે આ ખરડો રજુ કરવો અને આવતા ચૈત્ર માસમાં ઉપર જણાવ્યા પ્રમાણે આપણી સમાજની બોર્ડીંગ શરૂ કરવી.
આ બાદ સૌ સૌના સ્થાને પધાર્યા હતા.
ત્યાર બાદ સંવત ૨૦૦૨ ના શ્રાવણ સુદ ૨ {VSA: 10-Aug-1945} ને શુક્રવારના રોજ શ્રી આણંદપરમાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠાનાં કાર્યક્રમ પ્રસંગે આપણો સમાજ એકત્ર થયો હતો. જે પ્રસંગે દયાપર તાલુકાના પણ કેટલા ભાઈઓ આ પ્રતિષ્ઠાના શુભ કાર્યમાં ભાગ લેવા પધાર્યા હતા, મુંબઈથી નાયાભાઈ શીવજી તેમ સારાય કચ્છમાંથી આપણી સમાજના પ્રતિનિધિઓ પણ આવેલ હતા.
આ મંદિર પ્રતિષ્ઠાનું શુભ કાર્ય ઈતિહાસમાં અમર રહી જાય તેવું અને સારામાં સારૂં કરવામાં આવ્યું હતું. સભાની અંદર બોર્ડીંગ વિશે પણ ચર્ચા થઈ હતી.
ત્યાર બાદ શ્રાવણ વદ ૧૨ {VSA: 03-Sep-1945} ના રોજ આંમારાના ભાઈઓનો ઘણાવખતનો અતિ આગ્રહ હોઈને તે આમંત્રણને માન આપી શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા શ્રીમાન પટેલ નથુભાઈ નાનજી અહીંથી રવાના થયા હતા. તે જ રાત્રે જાહેર ચોગાનમાં સભા ભરવામાં આવી હતી. આ સભાની અંદર તે ગામમાં રહેતા હરિભગતો આપણી સમાજમાંથી જુદા પડેલા હરિભગતોના મુખ્ય આગેવાન ભાઈઓએ ભાગ લીધો હતો. તેઓએ જણાવ્યું હતું કે તમો હવે જે રીતે આ કાર્ય કરી રહ્યા છો તે કાર્ય જોઈ અમો બધાને એમ લાગે છે જે હવે અમારા ને તમારા વચ્ચે જે કાંઈ મતભેદો રહી ગયેલ છે તે મતભેદને છોડી અમો અમારો મત તમારા કાર્યની સાથે જોડાવી દેવા ઈચ્છીએ છીએ. આપ અમોને ખાત્રી આપો તો અમો અમારા જે ભાઈઓ છે તેમની સલાહ લઇને આપણે બધાં એકત્ર થઈએ. આ ઉપરથી કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ સાહેબે જણાવ્યું જે આપ એક વખત એકત્ર થાઓ. પછી અમારી સમાજના ભાઈઓને મળો ને જે થવાનું હશે તે થઈ રહેશે.
આ સભામાં આપણી સમાજમાં આટલી બધી અજ્ઞાનતા શાનાથી આવી તે ઉપર જુદા જુદા વક્તાઓએ પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા. આ પ્રવચનો દરમ્યાન એક વસ્તુ એ તરી આવતી હતી કે આપણામાં કેળવણીનો અભાવ છે માટે કેળવણીનું વ્યવસ્થિત સ્થાન થવું જોઈએ.
તે બાદ સભા મોડી રાત્રે પુરી થઈ હતી.
સવારમાં વહેલા ઉઠી ચા પાણી લઈને સૌ સૌના ઘર તરફ રવાના થવાની તૈયારી કરતા હતા. તેવામાં વિગોડીના ભાઈ હરીદાસભાઈ તથા લધાભાઈ તથા મનજીભાઈ ખીમજીએ વિગોડી આવવા આગ્રહ કર્યો હતો, તે ભાઈઓનો ખૂબ આગ્રહ અને પ્રેમ જોઈ ભાઈ રતનશીભાઈ ખીમજી તથા પટેલ નથુભાઈ નાનજી વિગેરે વીગોડી ગયા હતા.
વિગોડી પહોંચતાં એક સ્થાને ભેગા થયા હતા ત્યાં તે ગામના કેટલાક ભાઈઓનું કહેવું થયું કે અમોને સનાતન ધર્મ માટે માન છે. અમો રાત દિવસ તેની ઝંખના અને જપ કરીએ છીએ. ગઈ રાતનું પ્રચાર કાર્ય જોઈ અમોને ઘણું જાણવા મળ્યું છે. અમારા વિચારોને ખૂબ ટેકો મળ્યો છે. અમો આપને ખાત્રી આપીએ છીએ કે થોડા સમયમાં જ સનાતન ધર્મનું કામ દીપી નીકળશે અને સારૂ પરિણામ આવશે.
આપણી જ્ઞાતિના એક યુવક ભાઈ શ્રીમાન મનજીભાઇ ખીમજી કે જેઓ ગામ શ્રી વિગોડના રહીશ અને હાલમાં કરાંચી રહે છે તેઓ આ પ્રસંગે સાથે હતા. તેઓ આ પ્રચાર કાર્ય જોઈ ખૂબ ખુશ થયા હતા અને ઉદાર ભાવથી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના ફંડમાં ૫૫૧) કોરીની થેલી અર્પણ કરી હતી. ભાઈશ્રી રતનશીભાઈ ખીમજી અને પટેલ નથુભાઈ નાનજીએ આ થેલીને સમાજ વતી સ્વીકાર કરી આવા ઉદાર ધર્મ પ્રેમી વીર પુરૂષને ધન્યવાદ આપ્યો હતો.
તે બાદ ભાઈ મનજી ખીમજીએ વળતો પ્રત્યુતર આપતાં જણાવ્યું હતું કે આતો હું સમાજને ફુલ નહિ પણ ફુલની પાંખડી આપું છું. બાકી તો સમાજના આગેવાનો આવા શુભકાર્ય માટે જેટલો બોજો મારા ઉપર ચડાવશે તે હું આપનો સેવક વિના સંકોચે કે પાછી પાની કર્યા વિના ઉઠાવીશ એવું હું વચન આપું છું.
ત્યારબાદ પટેલ રતનશી ખીમજી તથા પટેલ નથુભાઇ નાનજી મથલ તરફ રવાના થયા હતા.
મથલના શ્રીમાન પટેલ પરબતભાઈ લખુ તથા બીજી કેટલાક સનાતની ભાઈઓ રાત્રે સભા સ્વરૂપે ભેગા થયા હતા. જ્યાં ઠરાવવામાં આવેલ કે આવતી કાલે મથલમાં એક જાહેર સભા ભરવી.
જે ઉપરથી શ્રાવણ વદી ૦)) ગુરૂવાર {VSA: 06-Sep-1945} ના રોજ મથલમાં એક જાહેર સભા ભરવામાં આવી હતી જેમાં કોટડા, નખત્રાણા, વીરાણી, દેશલપર, ખોંભડી, ઉખેડા, રસલીઆ, ટોડીઆ, વિગેરે ગામના ભાઈઓએ હાજરી આપી હતી. તે સભામાં શ્રીમાન રતનશીભાઈ તથા તેજ ગામના પટેલ ધનજી માંડણ તથા સાધુ દયાળદાસજી ગુરૂ ઓધવ રામજી તથા ભાઈ મુળશંકર ભીમજી તથા પટેલ નથુભાઈ નાનજી તથા પટેલ પરબત લખુ તથા પટેલ કરશનભાઈ ભીમજી કોટડાવાળા તથા પચાણભાઈ શામજી કોટડાવાળા તથા ખીમજીભાઈ નાગજી મથલવાળા તથા કરમશીભાઈ વિશ્રામ તથા બીજા કેટલાક ભાઈઓએ આ પીરાણા ધર્મ શું છે જે ચોખવટથી સમજાવવામાં આવ્યું હતું ને વેળાસર આ પ્રપંચી જાળમાંથી સમાજને મુક્ત કરવા ચેતવણી આપી હતી અને કહ્યું હતું આપણે આ ધર્મમાં આવ્યા પછી આપણી પોતાની જાત તથા હિન્દુ ધર્મના રીત રિવાજ માત્ર ભુલી ગયા છીએ, તે ઉપર બહુ ભારપૂર્વક વિવેચન થયા હતા ને જલદી જેમ બને તેમ જલદી વહેલી તકે સુધારો કરી હિન્દુ ધર્મના મંદિરો બાંધી, હિન્દુ સનાતન ધર્મ પાળતા થઈ જાઓ એવી વારંવાર ભલામણ કરવામાં આવી હતી. મોડી રાત્રે સભાનું કામકાજ પૂર્ણ થઈ સૌ વતન તરફ રવાના થયા હતા.
તે બાદ સા. ૨૦૦૨ ના ભાદરવા સુદ—૩ રવિવાર {VSA: 09-Sep-1945} ના શ્રી ઉખેડા સ્થાને શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની એક જાહેર સભા ભરવામાં આવી હતી. જેમાં કોટડા, નખત્રાણા, વીરાણી, મથલ, કાદીઆ આથમણા, રસલીઆ, ઉગમણા કાદીઆ, તથા બીજા કેટલાક ગામના ભાઈઓએ સભામાં હાજરી આપી હતી. તે ગામના કેટલાક યુવક ભાઈઓને હિન્દુ સનાતન ધર્મનું અભિમાન હોવા છતાં પણ તેમને સહાયતા મળવાના અભાવે એ લોકો બહાર પડતા અચકાતા હતા. આ ગામમાં ઉપરોક્ત સભા થતાં તેમનામાં ખૂબજ વેગ આવ્યો હતો ને તે સભામાં શ્રીમાન રતનશીભાઈ તથા ભાઈ જીવરાજભાઈ વાલજી તથા માવજીભાઈ નાનજી તથા ખેતશીભાઈ નાનજી, વેલજીભાઈ લધા તથા પટેલ નથુભાઈ નાનજી તથા પટેલ પરબતભાઈ લખુ મથલવાળા તથા પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજી તથા માસ્તર વિજેશંકર તથા કાનજીભાઈ ગોપાલ કાદીયાવાળા તથા પટેલ કરશન ભીમજી કોટડાવાળા તથા ખીમજીભાઈ નાગજી મથલવાળા તથા કરમશીભાઈ વિશ્રામ મથલવાળા વગેરે ભાઈઓએ પ્રવચન કર્યા હતા ને હિન્દુ ધર્મ શું છે અને આપણે ક્યાં જઈ રહ્યા છીએ તેનું પૂર્ણ ભાન કરાવ્યું હતું. આપણે હિન્દુ તરીકે માત્ર કહેવાનાં છીએ પણ આપણી ગણત્રી મુસલમાની કોમમાં થાય છે એ માત્ર પીરાણા ધર્મ પાળવાનું કાળું કલંક છે માટે હવે હિન્દુ ધર્મને પાળવા માટે તથા બાળ લગ્નની જે પ્રથા છે તેમાં કાંઈ સુધારો કરવા ધ્યાન ખેંચાયું હતું. તે બાદ ઘણા જ્ઞાતિ હીતની ચર્ચાઓ થઈ હતી ને મોડી રાત્રે સભાનું કામકાજ પૂર્ણ થયું હતું. પ્રભાતમાં તે જ ગામના માસ્તર વિજેશંકરે તેજ ગામની સ્કુલમાં એક મેળાવડો યોજ્યો હતો ને તે મેળાવડામાં કેળવણી શું વસ્તુ છે તેના વ્યાખ્યાનો તથા એક સંવાદ ગોઠવવામાં આવેલ હતો.
સ્કૂલની પરિસ્થિતિ લક્ષ્માં લેતાં સ્કૂલ આટલો વખત આપખુદીથી ચાલતી હતી પણ હવે આ સ્કૂલ ચલાવવા પગભર માનવીઓની ઓછપ હોતાં સ્કૂલ બંધ કરવી પડશે. ત્યારે શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા પટેલ નથુભાઇ નાનજીએ આજના યુવક વર્ગને સમજાવ્યું કે જો આપણે સુધરવા ઈચ્છતા હોઈએ તો આ સુધારાના મકાનને કાયમ રાખવી જરૂર છે. આ કામ યુવાનોનું છે. આ પરથી યુવાનો તૈયાર થયા અને તે જ વખતે બે હજારથી ઉપર કોરીનું ફંડ એકઠું કરવામાં આવ્યું ને એ ફંડમાં આપણી સમાજના ફંડમાંથી પણ કોરી ૫૧) આપવામાં આવી ને તે ગામના ભાઈઓમાંથી એક કાર્યવાહક કમિટી નીમવામાં આવી હતી. તે સિવાય પ્રસંગોપાત વિવેચનો થયા હતા જે આપણે એકદમ વહેલી તકે હિન્દુ સનાતન ધર્મ પાળવાનું આજથી જ નક્કી કરી લેવું એમ એ ગામના આગેવાનોએ ઠરાવ્યું હતું ને અમોને હિન્દુ સનાતન ધર્મ પાળવા જતાં આપ મદદ રૂપ રહેવા માંગણી કરી હતી. જે સમાજના કાર્યવાહક ભાઈઓએ સ્વીકારી હતી.
તે બાદ બીજે દિવસે ગામ શ્રી રસલીયામાં શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર તૈયાર થઈ જતાં પટેલ રતનશીભાઈ ખીમજી તથા પટેલ નથુભાઈ નાનજી તથા સાધુ દયાળદાસજી વિગેરે પ્રતિષ્ઠામાં ભાગ લેવા રવાના થયા હતા તે તે જ રાત્રે ભાદરવા સુદ ૫ {VSA: 11-Sep-1945} ની રાત્રે જાહેર સભા ભરવામાં આવી હતી ને તે ગામમાં વિશેષ ગામના ભાઈઓએ હાજરી આપી હતી ને તે સભામાં શ્રીમાન રતનશીભાઈ તથા ભાઈ શીવગણભાઈ કાનજી તથા કરસનભાઈ અરજણ તથા પટેલ પરબતભાઈ લખુ તથા સાધુ દયાળદાસજી તથા પટેલ કરશન ભીમજી તથા તે ગામના ઠક્કર કેશવજીભાઈ વિરજી તથા ખીમજીભાઈ નાગજી તથા તેજા લધા ગામ મથલવાળા તથા પ્રાગજી વીરજી ભગત તથા ખીમજીભાઈ ગામ શ્રી રવાપરવાળા વિગરે ભાઈઓએ વિવેચનો કર્યાં હતા. આપણે કોણ છીએ, મુળ ક્યાંના વતની છીએ અને કચ્છમાં શા માટે આવવા ફરજ પડી ને આપણે કોના વંશના છીએ જે ઉપર પ્રવચનો કરવામાં આવ્યા હતા. ને જલ્દીથી પીરાણા ધર્મમાંથી મુક્ત થઈ જવા સૌ ભાઈએ પ્રવચનો કર્યા હતા, ને આ હિન્દુ સનાતન ધર્મના ઝંડા હેઠળ એકત્ર થઈ જવા ધ્યાન ખેચાવ્યું હતું. તે બાદ વિશેષ ઘણા પ્રવચનો થયા હતા ને આખી રાત ઈશ્વર ભજન તથા રાસ લીલાઓની મંડળીઓથી ગામ ગજાવી દીધું હતું. સવારમાં પ્રતિષ્ઠાનું કામકાજની શરૂઆત થયેલ હતી. સવારમાં હિન્દુ સનાતન ધર્મના ઝંડા હેઠળ સૌ ભાઈ બહેનો એકત્ર થયા હતા ને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિમાને શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરમાંથી લેવા એક સરઘસ રવાનુ થયું હતું. તે વખતના સરઘસનું રૂપ ઈન્દ્રાસન ગજાવી નાખે એવું હતું. તે બાદ શ્રી ભગવાનની છબીને લઈ અને મંદિરે સર્વે આવ્યા હતા ને બ્રાહ્મણો તેની પ્રાણપ્રતિષ્ઠાના મંત્ર ઉચ્ચારો કર્યા હતા. બહાર જાહેર મેદાનમાં સભા ભરવામાં આવેલી હતી. આ બધુ લખવાનું પ્રયોજન પણ આ સ્થાને યોગ્ય ન ગણાય પરંતુ આપને જાણવા ખાતર હું રજા લઉં છું. જે રીતે આ હિન્દુ સનાતન ભાઈઓ પોતાના ઈષ્ટદેવના કાર્યક્રમમાં તન, મનથી ભાગ લેતા જોઈ સામી પાર્ટી પીરાણા સતપંથના મુખ્ય ભાઈઓને આ વાત ગળે ઉતરવી બહુ કઠણ થઈ પડી કારણ જે આવડું બધુંએ કરે ને એના સામું આપે કાંઈ પણ સામનો ન કરીએ તો આપણી કુખ લાજે જે ઉપરથી એ ભાઇઓએ પણ જેમ સનાતની ભાઇઓએ પાંખી પાળી હતી તેમજ એ ભાઈઓએ પાખી પાળવાનું જાહેર કર્યું ને જેમ સનાતની ભાઈઓએ ભગવત પ્રસાદ બનાવેલ તેમજ તે ભાઈએ પણ બત્રીસી થાળ નામનું તુત ઉભું કર્યું ને જેમ સનાતની ભાઈઓએ સરઘસ કાઢેલું તેમ તે ભાઈઓએ પણ પોતાના પીરાણાના પુસ્તકો લઈને આજુબાજુના મુખીઓ માત્રને આમંત્રણ દઈ એ સરઘસની મોખરે રાખ્યા હતા ને ઈમામશા બાવાની જય નાદો તથા પીરાણાની જય નાદો તથા સૈયદોની જય નાદોથી એ સરઘસ આખા ગામમાં ફરીને જે ઠેકાણે આ સભા યોજવામાં આવેલી હતી તે ઉપર તે સરઘસ ચલાવવા તેમણે નક્કી રાખ્યુ ંહતું જે કોઈ બી રીતે આ હિન્દુ સનાતન ધર્મના પ્રતિષ્ઠાના કાર્યમાં વિઘ્ન નાખવું આમ એ ભાઈઓની મન ભાવના હતી પરંતુ સમાજના કાર્યવાહક ભાઈઓએ આ વાત ઉપર ધ્યાન ન આપી કોઈ બી જાતના ઉશ્કરાટ કે ભેદભાવ ઉપલક્ષ ન દઈ આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ કરી બહુ શાંતિથી ને સનાતન ધર્મની મર્યાદાઓને અનુસરીને આ કાર્ય પુર્ણ કરાવ્યું હતું. તે બાદ ઘણા ભાઈઓએ જ્ઞાતિને અસર થાય એ જાતના પ્રવચનો ર્ક્યા હતા તે બાદ વડોદરાથી નીકળતા સંદેશમાં આપણી જ્ઞાતિસંબંધી કેટલાક લેખો વાંચવામાં આવ્યા જે હિન્દુ પેપરના હેડીંગો, હિન્દુઓ એ તો પીરાણા સતપંથીઓ હિન્દુઓ નથી, હતા, આ પત્રો ઠેર ઠેર વંચાય, આપણી જ્ઞાતિની ટીકા થાય આપણાથી હલકી કોટીના લોકો આપણા હિન્દુત્વ માટે શંકા કરે અને આપણને માનહાનિ થાય, પણ એનો એકજ ઉપાય છે અને તે કે જરા પણ વિલંબ કર્યા વિના આપણા તમામ ભાઈઓને આપણા ઝંડા હેઠળ એકઠા કરી એ કલંક ટાળવું જોઈએ.
એટલે એક મિનીટ પણ વિચાર કર્યા વગર બહાર પડી. આપણા બાકી રહેલ ભાઈઓને સમજાવી અને આ હિન્દુ સનાતન ધર્મના ઝંડા હેઠળ આવી જાય એવા કાર્યો તરત હાથ ધરવા જોઈએ. આ પછી આજની મીટીંગ બોલાવવાનો હેતુ સમજાવાવમાં આવ્યો હતો. આપણી સમાજે એક કાર્યવાહક કમિટી સંવત ૨૦૦૧ ના આસો સુદી ૧૪ {VSA: 01-Oct-1944} ના સાંજે વાંઢાય સ્થાને ત્યાં વિરાણીની મીટીંગમાં યોજી હતી તેમાં કેટલાક કાર્યવાહક ભાઈઓના નામો આપવામાં આવેલ છે.
આ ભાઈઓમાંથી કેટલાએ પોતાની સેવા સમાજને અર્પી ! ચોક્કસ વ્યક્તિઓએ પ્રભુ પ્રેરીત સન્મતિથી જે કાંઈ સેવા કરી છે તેજ. આ ભાઈઓએ પોતાની ફરજ અને બુધ્ધિ શક્તિ પ્રમાણે સમાજનું ધ્યેય, સમાજની ફરજો, આપણું કર્તવ્ય, આપણી ઉજાણી વિગેરે પર કડવી મીઠી વાણી ઉચ્ચારી હશે પરંતુ એ બધુંએ આપણા સમાજ માટે જ તેમણે કર્યું છે છતાં કોઈને મન દુઃખ થયું હોય તો ક્ષમા કરે. અહીં એ જરૂર છે કે સમાજને અનિષ્ટોમાંથી બચાવવા અને સમાજનાં કાર્યને વેગવંત બનાવવા કાર્યકરોની જરૂરી છે. સમાજ આપણો છે. આપણે સમાજની એક એક વ્યક્તિ સમાજની છે એમ સમજી સમાજના કાર્ય માટે કટીબધ્ધ થવું જોઈએ. સંસારમાં સૌ પર સંસારનાં કાર્યની જવાબદારી છે. પરંતુ સમાજ એ સંસારથી પર નથી. સમાજને સંગઠીત, સુખી અને સ્વાસ્થ્ય ભરેલ જોવાની—કરવાની આપણી જવાબદારી છે. આપણા કાર્યને આગળ ધપાવવા નીચેની વસ્તુઓ તરફ સૌનું લક્ષ્ય દોરીએ તો સ્થાને ગણાશે.
(૧) | પીરાણા સતપંથી ભાઈઓએ વિવાહ ઠરાવેલા છે તે હિન્દુ સનાતન ધર્મ પાળનારને માટે બરાબર કે અનુકૂળ છે કે કેમ તેનો સમાજ વિચાર કરે. |
(૨) | અગર એ વિવાહ હિન્દુ સમાજના રીવાજ મુજબ ન હોય તો તેનાં માટે આપણી સમાજને કેવી રીતે વર્તવું તેની રૂપરેખા તૈયાર કરવા એ કમિટી યોજવી. |
(૩) | આપણી સમાજના પ્રચારક ભાઈઓએ આજ દિવસ સુધી સેવા બજાવી તે પ્રશંસાપાત્ર છે. હવે નવા પ્રચારકોને નીમવા અને તેમના નામ મેળવવા. તથા તે પ્રચારક ભાઈઓ માટે ખર્ચની યોજનાઓ ઘડી કાઢવી. |
(૪) | આપણી સમાજના આવતા વર્ષના નવા હોદ્દેદારોની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ ને તેવા—શુભ નામો સમાજની—બહુમતીથી નક્કી કરવા જોઈએ ને તે હોદ્દેદારોને સમાજના કાર્ય કરવાની સત્તાઓ લેખિત આપવી જોઈએ. |
(૫) | આપણા સમાજમાં બાળ લગ્નની પ્રથા છે એ વિશે સમાજે ઠરાવેલું છે કે પાંચ વર્ષથી નાની બાઈ અગર છોકરાના વિવાહ ન કરવા. આ ઠરાવ તરફ સમસ્ત સમાજનું ફરીથી ધ્યાન દોરવું અને સમાજના ભાઈઓએ બાળ લગ્નનો આ ઠરાવ અમલી બનાવવા સર્વ કોશિષ કરવી પણ આપણા સમાજની ઉન્નતિ માટે એ અતિ જરૂરી અને અનિવાર્ય કાર્ય છે. સમાજે બાળ લગ્નો અટકાવવા ખાસ અને સખત વ્યવસ્થા કરવી. (૬) આપણી સમાજની અહર્નિશ વ્યવસ્થિત રીતે કામ કરનારી એક ઓફિસ રાખવાની ખાસ જરૂર છે. ને તે માટે તે ઓફીસના ખર્ચા વિગેરેની યોજનાઓ થવી જોઈએ. વિગેરે વિગેરે… |
(૬) | આપણી સમાજની અહર્નિશ વ્યવસ્થિત રીતે કામ કરનારી એક ઓફિસ રાખવાની ખાસ જરૂર છે. ને તે માટે તે ઓફીસના ખર્ચા વિગેરેની યોજનાઓ થવી જોઈએ. વિગેરે વિગેરે… |
પરિશિષ્ટ ૪
સાં. ૨૦૦૧ {Year: 1944-45} ની સાલમાં સમાજે કરેલ ફંડની
ઊપજ તથા ખર્ચનું સરવૈયું
{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}
જ…………………………………………… |
| ઉ……………………………………………….. | ||
૫૦૧) | કો. પટેલ રતનશીભાઈ ખીમજી — વિરાણી | ૧૦૭૪। | શ્રી સમાજના જનરલ ફંડ ખર્ચ ખાતે ઉ. | |
૨૫૧) | કો. પટેલ કેશરા હંશરાજ — કોટડા જડોદર હા. ભીમજીભાઈ કેશરા | ૭૨૭) કોરી રોકડી શ્રી વાંઢાય સ્થાને મીતી આસો સુદ ૧૪ ના સમાજ ભેગો થતા ખાધા ખોરાકી તથા પરચુરણ ખર્ચાની | ||
૨૨૫) | કો. પટેલ માવજીભાઈ પુંજાની કાં. — નખત્રાણા | ૨૯૨॥। | કોરી રોકડી શ્રી નખત્રાણા સ્થાને કેળવણીના પ્રસંગે બોર્ડીંગની વિચારણા કરવા પ્રસંગે સમાજ ભેગો થતાં ખાધા ખોરાકી તથા પરચુરણ ખર્ચાની મીતી વૈશાખ વદ ૫ | |
૫૧) | કો. ગઢશીશા સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ રામજી વસ્તા | ૫૪॥ | કો. રોકડી શ્રી, નખત્રાણા પૂર્વ નિવાસમાં શ્રી લગ્ન સંબંધી ભેગા થતાં ચા પાણી તથા ખાધા ખોરાકી વિગેરે ખર્ચાની મીતી આસો વદ ૧૩ | |
૫૧) | કો. શ્રી લુડવા સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ રવજી લાલજી | ૧૦૭૪।= | ||
૫) | કો. પટેલ વાલજીભાઈ શીવજી — ગઢવાળી વીરાણી | ૩૦૪॥। | શ્રી સનાતન ધર્મના પ્રચાર ખાતે ઉ. | |
૧૧) | કો. પટેલ લાલજી ભીમજી — દુજાપર | |||
૪૧) | કો. વેરશલપરના સનાતની ભાઈઓ તરફથી હા. પા. ધનજી મનજી | |||
૧૧) | કો. વિભાપરના સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ દાના ખેતા | |||
૨૫) | કો. રામપર રોહાવાલીના સનાતની ભાઈઓ તરફથી હા. શીવદાસ મેગજી | |||
૨૫) | કો. ખાનપુર સનાતની ભાઈઓ તરફથી હા. દેવજી વીશરામ | |||
૧૦૧) | કો. શ્રી કોટડા જડોદરના સનાતની ભાઈઓ તરફથી હા. ભીમજીભાઈ કેશરા | |||
૫૧) | કો. શ્રી મથલના સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ દેવજી ગોવિન્દ | |||
૧૧) | કો. શ્રી ખોંભડીના સનાતની ભાઈઓ તરફથી હા. મેગજી શીવજી — જેઠા વીરજી | |||
૧૦૧) | કો. શ્રી વીરાણીના સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ ભીમજી પ્રેમજી | |||
૧૦૧) | કો. શ્રી નખત્રાણાના ત્રણેય વાસના સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ જશા કાનજી રામજી જેઠા, રામજી દેવજી |
જ……………………………………….. |
| ઉ……………………………………………. | ||||
૧૧) | કો. પટેલ હરજી પ્રેમજી — વિથોણ | ૩૭૪॥ | કોરી રોકડી મીતી આસો સુદ ૧૪ સાં. ૨૦૦૧ ના તારીખથી સાં ૨૦૦૨ ના આસો સુદ ૧૨ સુધી ગામો ગામ પ્રચાર માટે જતાં ગાડી ભાડા તથા ઉંટ ભાડા વિગેરે ખર્ચની | |||
૨॥ | કો. પા. નારાણ વિરજી — દેવપર | ૧૦૭॥ | શ્રી કેળવણી ખર્ચ ખાતે ઉધાર | |||
૨૦) | કો. પા. મનજી વાલજી — આદીપુર | ૫૧) | કોરી રોકડી શ્રી દુર્ગાપુરની પાઠશાળામાં પોષ સુદ ૭ સાં. ૨૦૦૧ | |||
૫) | કો. પટેલ જીવરાજભાઈ કરશન — પલીવાડ | ૫॥ | કોરી રોકડી બોર્ડીંગ માટે બુકો તથા ફાઈલોની | |||
૫૧) | કો. શ્રી દેશલપર સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ કરશનભાઈ ઉકેડા | ૫૧) | કોરી રોકડી ઉખેડાની પાઠશાળાના જનરલ ફંડ બનાવવા પ્રસંગે શ્રી ભાદરવા સુદ ૮ સાં. 2001 | |||
૨૫। | કો શ્રી માનકુવાના સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ લાલજીભાઈ ખીમજી તથા જીવરાજભાઈ વસ્તા | ૧૦૭॥ | ||||
૨૫) | કો. શ્રી કોટડા ગુરજીવાળાનો જુનાવાસના સનાતની ભાઈઓ તરફથી હા. લાલજીભાઈ શીવગણ | |||||
૫૧) | કો. શ્રી કોટડા ગુરજીવાળા નવા વાસના સનાતની ભાઈઓ તરફથી હા. ધનજીભાઈ વાલજી | |||||
૧૫। | કો. શ્રી થરાવડાના સનાતની ભાઈઓ તરફથી હા. પા. વેલજીભાઈ પ્રેમજી | |||||
૨૫) | કો. શ્રી ખેડોઈ સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ અરજણભાઈ કાનજી | |||||
૨૦) | કો. શ્રી તલવાણા સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ રતનશી કાનજી | |||||
૩૦) | કો. શ્રી કોડાયના સનાતની ભાઈઓ તરફથી હા પટેલ નાનજીભાઈ લધા | |||||
૨૦) | કો. શ્રી દુર્ગાપુરના સનાતની ભાઈઓ તરફથી હા. પટેલ અરજણભાઈ ગોપાલ તથા પુંજાભાઈ | |||||
૮) | કો. શ્રી શામજી નારાયણના સનાતની ભાઈઓ તરફથી પટેલ કાનજીભાઈ વીરજી | |||||
૧૦૧) | શ્રી વાંઢાય ઉમિયા માતાજીના કાર્યવાહક સાધુ શ્રી દયાળદાસજી શ્રી ઓધવરામજી તરફથી | |||||
૫) | કો. પટેલ જીવરાજભાઈ વસ્તા—માનકુવા | |||||
૧૫) | કો. પટેલ રતનશીભાઈ કાનજી —તલવાણા |
જ………………………………………. |
| ઉ…………………………………………… | |||||
૧૫) | કો. પા. વાલજીભાઈ મનજી —વેરશલપર | ૧૦૧।) | રૂા. ૬૧॥।શ્રી. તાર ટપાલ તથા સમાજનો દફતર વિગેરે ખર્ચ ખાતે ઉધાર | ||||
૨૫) | કો. પટેલ ભીમજીભાઈ પ્રેમજી —વીરાણી | ૭૪॥ | કોરી રોકડી સમાજના ચોપડા તથા પાકા પુઠાની બુકો વિગેરે | ||||
૨૫) | કો. પટેલ રવજીભાઈ લાલજી —લુડવા | ૯। | કોરી રોકડી કવર તથા કાર્ડ | ||||
૫) | કો. પટેલ માનાભાઈ લાલજી — વીરાણી | ૧૭॥ | કોરી રોકડી કવર તથા કાર્ડ | ||||
૧૦) | કો. પટેલ ખેતશીભાઈ પ્રેમજી — લુડવા | ૬૧॥। | રૂા. રોકડા સમાજના કવર તથા માહિતી પત્રકો તથા પહોંચ બુકો તથા આમંત્રણ પત્રિકાઓ તથા પેડ બુકો છપાવવા | ||||
૫) | કો. પટેલ ભીમજીભાઈ શીવજી — લુડવા | ૧૨૫) | કોરી રોકડી શ્રી વાંઢાય ઉમિયા માતાજીના ફંડમાં સાં. ૨૦૦૧ના ચૈત્ર સુદ ૯ રામનવમીના ઉત્સવ પ્રસંગમાં | ||||
૫) | કો. પટેલ શીવજીભાઈ માધા — તલવાણા | ૨૫૦૨) | શ્રી પુરાંત બાકી રહી તે નવા વર્ષમાં જમા કરીને આખો ઉધાર | ||||
૫) | કો. પટેલ જશાભાઈ કાનજી — નખત્રાણા |
|
| ||||
૫) | કો. પટેલ વિરજીભાઈ મુલજી — લુડવા | ૩૨૮૫) | રૂા. ૬૧॥ | ||||
૧૦) | કો. પટેલ લધાભાઈ ભાણજી — લુડવા | ||||||
૫) | કો. પટેલ માવજીભાઈ મેગજી — લુડવા | ||||||
૫) | કો. પટેલ વીરજીભાઈ રામજી — લુડવા | ||||||
૫) | કો. પટેલ નારાણભાઈ વીસરામ — ગઢશીસા | ||||||
૨૦) | કો. પટેલ વીરજીભાઈ રામજી — લુડવા | ||||||
૨૫। | કો. પટેલ હરજી લધા રામાણી — લુડવા | ||||||
૫) | કો. પા. મુળજી વીરજી — મોતીસરી કંપા ગુજરાત | ||||||
૨૦) | કો. પા. વીસરામ હશરાજ — ગઢશીશા | ||||||
૧૦) | કો. પટેલ અરજણભાઈ ગોપાલ — નવોવાસ | ||||||
૨૫। | કો. પા. નથુભાઈ નાનજી — નખત્રાણા | ||||||
૫) | કો. પા. શામજીભાઈ ગોપાલ — નવોવાસ | ||||||
૫) | કો. પા. દાનાભાઈ ખેતા — વિભાપર | ||||||
૧૦) | કો. પા. મેગજીભાઈ રાજા અરજણભાઈ કાનજી વિભાપરવાળા | ||||||
૫) | કો. પા. વેલજીભાઈ પ્રેમજી — થરાવડા | ||||||
૫) | કો. પા. ધનજીભાઈ વાલજી — કોટડા | ||||||
૫) | કો. પા. દેવશીભાઈ રામજી — કોટડા | ||||||
૫) | કો. પા. મેગજીભાઈ હીરજી — હડમતીયા કંપા ગુજરાત | ||||||
૫) | કો. પા. લધાભાઈ કાનજી — વીરાણી | ||||||
૫) | કો. પા. દેવશીભાઈ ધનજી — કોટડા પૂર્વ નિવાસ | ||||||
૨) | કો. પા. કરમશીભાઈ ખેતા — વીરાણી |
જ………………………………………… |
| ઉ………………………………………. | |||
૫) | કો. પા દેવશીભાઈ ગોવિન્દ — મથલ | ૧૦। | કોરી પા. નારાણભાઈ કરશન નખત્રાણા | ||
૫) | કો. પા લાલજીભાઈ શીવગણ | ૧૨૫) | કોરી પા. કાનજીભાઈ વીરજી હસ્તે શીવદાસભાઈ કાનજી—વિરાણી | ||
૫) | કો. પા ભાણજીભાઈ લાલજી | ૫૫૧) | કોરી પા. મનજીભાઈ ખીમજી —વીગોડી | ||
૨॥ | કો. પા દેવજીભાઈ વીશ્રામ — ખાનપુર | ૭૦૧) | કોરી શ્રી રસલીયા સનાતની ભાઈઓ તરફથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર બંધાવવા શ્રી ભગવાનને ભેટ આવેલ તેમાંથી જ્ઞાતિ હિત માટે હા. પટેલ શીવગણભાઇ કાનજી તથા વાલજીભાઈ જીવરાજ | ||
૨॥ | કો. પા પરબતભાઈ કરશન — ખાનપુર | ૬૧॥। | રૂા. શ્રી. સમાજના જનરલ ફંડ ખાતે જ. | ||
૧૦૧) | કો. શ્રી મોતીશરી ગુજરાતવાલા ભાઈઓ તરફથી હા. હરીભાઈ કરમશી | ૫૦। | રૂા. રોકડા ખોંભડીના પા. માવજી શીવજીએ મુંબઈમાં ભાઈ શ્રી રતનશી ખીમજીને આપ્યા | ||
૧। | કો. એક ભાઈ | ૧૦। | રૂા. રોકડા વાંઢાયમાં ૧ ભાઈ વેરશલપરવાળાએ આપ્યા | ||
૧૦। | કો. પા. નારાણભાઈ રામજી — નખત્રાણા | ૧। | રૂા. નાનજી ભીમજીનો જ. | ||
૫। | કો. પા. કાનજીભાઈ અબજી | ૬૧॥। |
| ||
૫૧) | કો. પા. લધાભાઈ પચાણ — કોટડા જડોદર | ૪૨૮૫) | રૂા. ૬૧॥। | ||
૫૧) | કો. પા. જીવરાજભાઈ દેવજી પોકાર — કો. જડોદર | ||||
૧૦। | કો. પા. પચાણભાઈ શામજી — કોટડા જડોદર | ||||
૨૫। | કો. પા. લાલજીભાઈ શીવજી — વીરાણી | ||||
૫। | કો. પા. ભીમજીભાઈ રામજી — કોટડા જડોદર | ||||
૬૨) | કો. પા. રામજીભાઈ જેઠા — નખત્રાણા | ||||
૧૦। | કો. પા. રામજીભાઈ કેશરા — નખત્રાણા | ||||
૨૫। | કો. પા. વીશરામભાઈ રાજા — વીરાણી | ||||
૧૦। | કો. પા. શીવજીભાઈ રામજી — વીરાણી | ||||
૧૦૧) | કો. પા. મેઘજીભાઈ લખમશી — વીરાણી | ||||
૨૫। | કો. પા. દેવજીભાઈ કચરા — નખત્રાણા | ||||
૫। | કો. પા કરશનભાઈ શીવજી — કોટડા જડોદર | ||||
૨૫। | કો. પા. હીરજીભાઈ લાલજી — કોટડા જડોદર | ||||
૫। | કો. પા. ખીમજીભાઈ જેઠા — કોટડા જડોદર | ||||
૧૦। | કો. પા. વાલજીભાઈ હરભમ — વીરાણી | ||||
૧૦। | કો. પા. રૂડા પચાણ હ પેથા મુળજી— નખત્રાણા | ||||
૧। | કો. પા. ખેતા રામજી— નખત્રાણા | ||||
૫। | કો. પા. હસરાજભાઈ વીરજી — વીરાણી | ||||
૫। | કો. પા. લધાભાઈ જશા — કોટડા જડોદર | ||||
૨૫। | કો. પા. ખીમજીભાઈ નાથા હા. પ્રેમજી ખીમજી — વીરાણી | ||||
૧૦। | કો. પા. હીરજીભાઈ દેવશી — વીરાણી | ||||
૫। | કો. પા. કાનજીભાઈ માણ — નખત્રાણા |
પરિશિષ્ટ ૫
પુ. મહારાજશ્રી ઓધવદાસજીનું ભાષણ
સજ્જનો, માતાઓ, વહાલી બહેનો ! મારી આપ પ્રત્યે સેવા કરવાની ભાવના છે તે શરીરથી તો નહિ પરંતુ વાણીથી સેવા કરીશ.
આજ મોટામાં મોટા આશીર્વાદ વીર સુધારકોને હોઈ શકે કારણ કે યુવક મંડળોના યુવાનો જ્ઞાતિ સેવા કરવાને તૈયાર ન હોત તો મંદિર તો એક બાજુએ રહે પણ ખાનામાં જાવસા કૂટાત સ્વાર્થી લોકોએ તમોને અર્ધ ખાડામાં નાખી દીધા હતા, પરંતુ જુવાનો સેવા કરવાને તૈયાર છે તેમજ વીસ વીસ વરસથી મહેનત કરે છે તેનું આ ફળ છે જે તમો સર્વે જોઈ શકો છો.
ગઈ કાલની સભામાં પંદર નિયમો બાંધેલા છે તે રતનશીભાઈ આવતી કાલે સભામાં વાંચી સંભળાવશે. એટલું જ નહિં પરંતુ એ ઠરાવ ઉપર વિવેચન કરી ખુલાસાવાર સમજાવશે. આજ સનાતન ધર્મનું સંગઠન થયું છે. સનાતન ધર્મનો ધ્યેય સંગઠન માટે છે. હિન્દુ ધર્મનો ધ્યેય જાણવા માટે ભેગા થયા છો તે જોઈ આનંદ થાય છે.
માતાઓએ સભામાં સારી જેવી હાજરી આપી છે તે માટે તેઓને ધન્યવાદ છે. પ્રજાને ઉત્પન્ન કરનાર જગત જનની માતાઓ ઉપદેશ સાંભળી તૈયાર થાશે ત્યારે હિન્દુઓનો ઉધ્ધાર થાશે જગતમાં મહાન પુરૂષો માતાઓના સંસ્કારોથી જ થયા હતા તેઓમાં સનાતન ધર્મના સંસ્કારો રેડી વિદ્યાવાન બનાવ્યા હતા. ભગવાનના મંદિરની સામે તમો બેઠેલા છો અને સાથે પ્રતિજ્ઞા કરો કે અમારા સંતાનમાં હિન્દુ સનાતન ધર્મના બીજ રોપીશું અને તે મહાન પુરૂષ થાય એવી ભાવનાથી પ્રભુને પ્રાર્થના કરજો. જ્યાં જોઈએ ત્યાં માતાઓનું નામ પ્રથમ આવે છે. રાધેશ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણ એ ભગવાનના નામો સાથે માતાઓના નામ પહેલાં આવે છે. જેથી તમોને જગત જનની કહી વર્ણન કરે છે. તમારા જેવા અંકુરો હશે તેવા પુત્રમાં થાશે. તમારાં બચ્ચાંને શિવાજી, રાણાપ્રતાપ આદી જેવા શુરવીર નિતીમય બનાવવા માટે માસિક (રજસ્વલા), ધર્મ ઓછામાં ઓછા ત્રણ દિવસ તો જરૂર પાળજો તે પ્રમાણે નહિ પાળનારના સંતાન કૃતઘ્ની (કર્તવ્યહીન) થાય છે. રજસ્વલા સમયે તમો વાડીમાં કામ કરી શકશો ઘરની અંદરનું કામકાજ નહિ કરી શકાય.
બીજી એક વાતની માતાઓને ચેતવણી આપું છું કે તમે તમારી પુત્રીને જાડી વાણીમાં કેટલીક બાબતમા “બેસ રાંડ” એવું કહો છો. અરરર ! માતા દીકરીને રાંડ થવાનો આશીર્વાદ આપે એ બહુજ નિંદવા યુક્ત વાણી છે. હું ધારૂં છું કે તમારામાં દીકરીને એવી ગાળ આપવામાં માતાઓ ટેવાઈ ગયેલી હશે. ભલે ગમે તેમ હોય પણ એવી ટેવ મુકી દેજો. દીકરી કે દીકરાએ ગુન્હો કર્યો હોય તો તેમને મીઠો ઠપકો આપવો, પરંતુ શ્રાપ આપવા જેવા સ્વરૂપમાં કહેશો નહિં.
મને અનુભવ છે કે તમારામાંના પીરાણા પંથને માનનારા કેટલાક ભાઈઓ સવારમાં ઉઠીને કે રાત્રે સુતી વખતે અલ્લા કહે છે. તે નામ પણ ઈશ્વરનું છે પરંતુ આપણને તે શોભે નહિ, બાપનું નામ હોય તે જ બોલવું જોઈએ. તમો રામ, કૃષ્ણ, લક્ષ્મીનારાયણ, પરમેશ્વર, ઈશ્વર, વિગેરે અનેક નામો ભગવાનનાં છે તે માંહેનાં નામ લેજો. મુસલમાન હિન્દુના દેવસ્થાને નાળીયેર લઈને આવતા નથી તેમ તમો પણ મુસલમાની પંથને મુકી દેજો.
પ્રસન્નતાની વાત કહું છું કે રતનશીભાઈ, રાજારામભાઈ તેમજ કરાંચીથી આવેલ શીવજીભાઈએ જે શ્રમ લધો છે તેથી મને પણ થાય છે કે જરૂરથી એ કામ પાર પડશે તેમજ એને કામ બહુજ સારૂ કર્યું છે. દાખલા તરીકે બ્રાહ્મણોમાં પાલીવાળ, ઝંખરાંવાડ (હસાહસ) વિગેરે નાતોમાં ચોકો વાળી આપસમાં ખાવું પીવું નહિ તેવું છે તે પ્રમાણે રતનશીભાઈએ પણ દશ વરસ સુધી અને શીવજીભાઈએ પણ કેટલાંક વરસો સુધી ચોકો વાળ્યો હતો. જેથી જ્ઞાતિ ભાઈઓનું કહેવાનું થયું કે તમો કહેશો તે પ્રમાણે કરશું પણ અમારી સાથે ખાશોપીશો નહિ તો તમે તમારે રસ્તે અને અમે અમારે રસ્તે. ભાઈઓનું કહેવું સાચું છે એમ માની ચોકો માંડી વાળ્યો.
ભાઈઓ ! જ્ઞાતિની સાથે સંગઠન કરો ત્યારે જ તમારૂં પ્રાયશ્ચિત થયું કહેવાય. તમારી જ્ઞાતિનો આહાર સાત્વિક છે અને ખરી કમાણીનો છે જેથી તમારી જ્ઞાતિનો રોટલો ખાતાં મને ઠીક લાગે છે. મુંબઇ દોઢ મહિનો હતો ત્યાં પેટ દુખતું અને અહીંઆ આવ્યો તો બધું મટી ગયું. જ્ઞાતિ સાથે ખાવાની ના પાડનાર માણસ નથી એવી મારી માન્યતા છે. મહાત્માજી તેમજ પંડીત નહેરૂના ઉપદેશથી હિન્દુઓમાં ખાવાપીવાનો અંતરાય હતો તે મીટાવ્યો બલ્કે મટી રહ્યો છે.
બ્રાહ્મણ કે સાધુઓએ ગુરૂ બોધ આપી કંઠી બાંધી વાડા કરી દ્વેષભાવ ઉત્પન્ન થાય એવા પ્રકારનું વાતાવરણ ફેલાવવું ન જોઈએ. એવાં ઝેરીલા વાતાવરણમાં તમારી જ્ઞાતિ ન સંડોવાય એમ હું ઈચ્છું છું. અને હિન્દુ સનાતન ધર્મ જ્ઞાતિથી નહિ અભડાય ત્યારે જ વધશે.
જે ગામમાં મંદિર નથી તે ગામમાં મંદિર સ્થાપવાના છે. ખાના છે તેને ઘડીભર મંદિર માની લઈએ તો પણ તમે સિંહ છો અને બકરીનાં બચ્ચા જેવા બની ગયા છો તે મટી ખરા સિંહના સ્વરૂપમાં આવી જાઓ. એટલે ખાના છે ત્યાં મંદિર બની જશે. બ્રહ્માના પાટ તેમજ જોત (જ્યોત) ને માનવાનો દાવો કરો છો, તે બધાંએ માને છે. પરંતુ તમારી બોલી ચાલીથી તો ખાનાને બદલે તમો જગ્યા કહો છોઃ એટલે ખાનું મટી જગ્યા બની તેમ જગ્યા મટાડી મંદિર કહો અને તે પ્રમાણે આચરણ કરો. ખાનામાં મુસલમાની પ્રયોગ સમાયેલો છે, મુસલમાનીને બદલે હિન્દીઓના ચિન્હો ધારણ કરો. જગ્યામાં બ્રહ્માની ગાદી છે ત્યાં શિખર કે દેરી થાય તેમાં નુકશાન શું છે ? નુકશાન કે હાનિ નથી તો મંદિર કરવું જ જોઈએ, મંદિર હોય ત્યાં દરેક કોમ આવી શકે છે ત્યાં રાંધેલા પ્રસાદને બદલે કોરી પ્રસાદી લઈ જવાય તેમ તેના અંગે આચરણ હિન્દુઓના જેવાં શુધ્ધ હોવાં જોઈએ. કરોડો હિન્દુઓ જે તિથીઓ માને છે તે માનવી અને શુક્રવાર કે શુક્રવારી બીજને પાળવી નહિ.
સબરીએ ભગવાનની સેવા કરી હતી. તમો પણ ભગવાનની સેવા પુજા કરી શકો છો. તમો સંસ્કારી થઈ સેવા પુજાના કર્મકાંડ જાણ્યા પછી મંદિરમાં ભગવાનની પુજા કરી શકશો. ભગવાન કોઈની પાસે વેચાતા નથી તેમ ભગવાનને કોઈ વેચી શકે નહી. ભગવાનને શ્રદ્ધાથી ભજે તેના ભગવાન છે. માટે તો પણ ભગવાનની પુજા કરી શકો છો. તે પ્રમાણે કરવા પુરતા જીજ્ઞાસુ તેમજ અધિકારી બનજો. તમારૂં ભલું કરે તેવા સાધુસંતને માનજો અને તેને તમારા પ્રાણ આપજો. બહેનો તમારા હાથથી જીણું જીણું દાન હંમેશા થયા કરે છે તે તમો પાત્ર ઓળખીને આપજો. કુપાત્રે દાન આપવાથી નુકશાન થાય છે. પુણ્યને બદલે પાપ થાય છે. તમારી પાસેથી ખાવાનું લઈને કુપાત્ર હોય તે જંગલમાં જઈ શિકાર કરે તેવાઓને આપતા નહિ. દીકરો કે દીકરી ખાવાનો પદાર્થ માગે તો આપતાં અચકાઓ છો અને હરામખાઉ કે જેનું મોઢું જોવાનું ધરમ નથી તેવાઓને આપવા વિચાર કરતા નથી અથવા વગર સમજણે આપી દ્યો છો.
ભાઈઓ ! બળદ તેમજ ગાય માતાને પાળજો કારણ કે ગાય માતાના દુધથી મનુષ્ય માત્રનું પોષણ થાય છે અને તેનાથી જ ધોરી કહેતાં બળદ પેદા થાય છે જે આપણને ખેતી ઉપયોગી છે. ખેતીનો મુખ્ય આધાર બળદ ઉપર છે. બળદ ન હોય તો આપણાથી ખેતી થઈ શકે નહિ. ગાય, બળદ મનુષ્યોનું જીવન દુનિયાની જરૂરીયાતોમાં એક બીજા પ્રત્યે ઓતપ્રોત સંકળાયેલું છે એટલે કે ખેતી માટે અને દુધ માટે ગાય બળદની મનુષ્યમાત્રને જરૂરત છે પરંતુ મારો કહેવાનો આશય એ છે કે ખેડૂતો એ બળદને યુવાનીમાં ખેડીને વૃધ્ધ કહેતાં ઘરડો થાય અને કામ આપી શકે નહિ ત્યારે તેના ઉપરથી માયા ન ઉતારતાં વાડીમાં જ તમારી પાસે રાખી નિયમીત ખોરાક આપી પાણી પીવુ કે જેથી તેમનો આત્મા આપણને આશીર્વાદ આપે. બિચારો મુંગો પ્રાણી ગમે તેટલો થાકી ગયો હોય તો પણ કહી શકતો નથી અને થાક ચડેલો હોય તેવી હાલતમાં પણ તેને ખેડીએ છીએ. એવી સખત મજુરી આપનાર બળદ ઘરડો થાય ચાલી શકે નહિ ત્યારે તેને બાપ સમાન ગણી ચાકરી કરવી. યાદ રાખજો કે ખેડૂત નિર્દય થઈ મુંગા પ્રાણી કે જેની સાથે ગમે તેવા ટાઈમમાં કામ લઈએ છીએ અથવા તેવા બળદને દુઃખ આપશે તેનો નાશ વહેલો થાશે અને તેવા દુઃખી પ્રાણીની આંતરડી કકળે છે ત્યાં આપણને પાપ લાગે છે અને એ પાપનું ફળ વિનાશના રૂપમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ભોગવવું પડે છે, નીચ, સ્વાર્થી, દગાખોર તેમજ હરામખાઉને આપી પાપ વહોરી લેવા કરતાં બળદ તેમજ ગાયનું યથાર્થ પાલન કરજો.
તમે એ ધર્માદાની જે રકમ આજ સુધી પીરાણે મોકલી છે તે તમારી જ્ઞાતિમાં સુમાર્ગે વાપરી હોત તો પ્રમુખ સાહેબે સુચના કરી તે પ્રમાણે સ્કૂલો, દવાખાનાઓ, ધર્મશાળા વિગેરે જરૂરીયાતો સારી હાલતમાં બનાવી નિભાવ થઈ શકત તેમજ આજ થોડી ઘણી દરિદ્રતા જોવામાં આવે છે તે પણ ન રહેત. બાપદાદા કરી ગયા તેમ આપણને કરવું એવી નબળાઈ નહિ બતાવતાં હવેથી તમારા ધર્માદાના નાણા કચ્છમાં જ જ્ઞાતિ ઉપયોગી કામમાં વાપરજો.
તમારી જ્ઞાતિમાં ચાલુ જમાનાને અનુસરીને સુધારાને નામે કેટલીક બાબતોમાં કુધારો ઘુસી ગયો છે તેથી પણ મારે તમોને ચેતાવવાની ફરજ સમજી એ બદી દૂર કરવાનું કહીશ. તમારા બાપદાદા જાડા કપડા પહેરતા હતા. બીડી કે ચા જેવી વસ્તુથી અળગા રહેતા હતા. બલ્કે તેની કાંઈ જરૂરત પણ જણાતી નહોતી. અને તેવી વર્તણૂંક કરનારને વખોડી કાઢતા અને નાતના ઠરાવ પ્રમાણે સજા પણ કરતા. અને તે સમયે જીંદગીની જરૂરિયાતો બહુ જ ઓછી હતી.
આજ તો ઘરેઘર ચા દેવી દેખાય છે, હોમ હવનને ઠેકાણે જ્યાં જુઓ ત્યાં બીડીઓના ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડે છે. બીચારા ખેડૂતોને પણ આ રોગ લાગુ પડી ગયો છે તે જોઈ મને દુઃખ થાય છે. સજ્જનો ! ચા અને બીડી પીવાથી શરીરને નુકશાન પહોંચે છે અને સાથે સાથે પૈસાની પણ બરબાદી થાય છે. એવું બાપદાદા કરતા નહોતા. તમોએ સુધારાને નામે કુધારો ઘાલી બાપદાદામાં એવા ઉત્તમ ગુણો હતા તે છોડીને પાયમાલીને રસ્તે જઈ રહ્યા છો તેનો દરેક ભાઈ ખ્યાલ કરીને એ નાશવંત ચા અને બીડી નહિ પીવાનો નિશ્ચય કરી પ્રતિજ્ઞાઓ કરો.
તે સિવાય તમારા બાપદાદા ખાદીના જાડા લુગડાં પહેરતા હતા અને હજી પણ તમારી નાતમાં જાડા લુગડાં પહેરવાનો રીવાજ છે તે જોઈ હું ખુશી થાઉ છું. જીણા લુગડાં પહેરવાની પ્રથા પણ તમારામાં દાખલ થઈ ગયેલી જોવામાં આવે છે. તેવાં જીણાં લુગડાં પરદેશ ફરે છે તેઓમાં વધારે પહેરાય છે તેને દેખીને દેશમાં જેઓ ખેતી કરે છે તેઓને જેમ ચા અને બીડીનો ચેપી રોગ લાગુ પડ્યો તેવી જ રીતે કૃત્રિમ ચમક અને ભભકાદાર જીણાં લુગડાંનો મોહ રૂપી રોગ લાગુ પડ્યો છે. ખોટો ચળકાટ કેટલીવાર ટકે ? એક વખત ધોયું એટલે લુગડાનો તેમજ સાથે સાથે પહેરનાર એમ બન્નેનું ચમક ને તેજ ઉડી જાય છે. તમો વાડીમાં સખત મજુરી કરવાવાળાને તેવાં જીણાં અને બનાવટી ચમકદાર લુગડાં પહેરવાં પોષાય નહિ તેમજ પરદેશ વીચરતા ભાઈઓને પણ મર્યાદાની દ્રષ્ટિએ જીણાને બદલે જાડા લુગડાં પહેરવા જોઈએ. જીણાં લુગડાંથી મર્યાદા સચવાતી નથી. જો કે એટલી હદ સુધીના જીણાં લુગડાં તમારામાં નહીં પહેરાતા હોય પણ આસ્તે આસ્તે તેનું પણ અનુકરણ ન થઈ જાય તે માટે કાળજી રાખજો અને બનતાં સુધી ખાદીનાં જ જાડા કપડા પહેરજો. તેમાંજ આપણું સૌનું ભલુ તેમજ હિત સમાયેલુ છે.
બાપે ખારા કુવાનું પાણી પીધું હોય તો દીકરાએ પણ ખારૂં પાણી પીવું એવું કોઈએ સમજવાનું નથી. અનુકૂળ સુધારો કરવામાં હરકત નથી પરંતુ સુધારાને નામે કુધારો પેસી ન જાય એ માટે વર્તમાન સમયમાં બહુ જ સાવચેતી રાખવાની જરૂરત છે.
તમે પરદેશ ફર્યા પૈસા કમાણા બાપદાદાની અભણતા તેમજ અજ્ઞાનતાથી થયેલ કરજ (દેવું)થી મુક્ત થયા અને કેટલેક ઠેકાણે વેપારી વર્ગ તમારી અજ્ઞાનતાથી તેમજ ભોળપણનો લાભ લઈ તાગડ ધીન્ના કરતા હતા તેવાઓને પરદેશના ઝાડ જોવા પડ્યાં છે. પરદેશમાં કેળવાયેલી બીજી જ્ઞાતિઓના સંસર્ગથી તમોને પોતાના ખરા સ્વરૂપનું ભાન થયું. વિદ્યા ભણ્યા કાંઈક અનુભવ્યું જેથી તમારામાં જાગૃતિ આવી. કષ્ટ સહન તો કરવાં પડ્યાં હશે પણ તેથી બહુ લાભ થયો છે.
પોતાના બાળકોને ભણાવવાં કેળવણી આપવી જોઈએ. મહિનાની કોરી કે સવા કોરી ફી વધારે કહેવાય નહી બે કોરી તો કોઈ લુચ્ચાઓ તમારી પાસેથી દોરા ધાગા કરી ઠગી જાય છે તેવાઓથી ભોળવાઈ ન જતાં. તમે બાળકોને વિદ્યાભ્યાસ કરાવવામાં દ્રવ્યનો સદુપયોગ કરજો. પાંત્રીસ કરોડ ઉપર થોડાક લાખ માનવીઓ રાજ્ય કરે છે તે કેળવાયેલા છે ત્યારે જ. માટે કેળવણીથી વંચિત કોઈ પણ ભાઈ પોતાના બાળકોને રાખે નહિ એવી મારી તમારા પ્રત્યે ખાસ ભલામણ છે.
લગ્નમાં સનાતન ધર્મ પ્રમાણે ચોરી ફેરાની પ્રથા દાખલ થઈ છે તે બહુ જ ઉત્તમ છે અને બ્રાહ્મણોને તેવા પ્રસંગે અમુક જ આપવું, વધારે પડતી રકમ આપવી નહિ તેવો નિયમ જાળવી રાખવો એ પણ ઠીક છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે દેખાદેખી લગ્નમાં વધારે ખર્ચ કરવું નહિ. ખર્ચાળુ વિવાહ કરવો ઠીક નથી. તેમ તમારાથી હદ પણ બાંધી શકાય તેમ છે કારણ કે તમારી નાતમાં ખાવાપીવાનો ચેરો નથી તેથી જેમ ધારો તેમ કરી શકો છો. દેખાદેખી વધારે ખરચ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે નહિ માટે જીંદગીની જરૂરિયાતો ઓછી કરજો તેમ નહિ વર્તો તો યાદ રાખજો કે જમાનો એવો બારીક છે કે બેહાલ થઈ જાશો.
મરણ સમયે દાટવાને બદલે અગ્નિસંસ્કાર કરવાનો રીવાજ ચાલુ કર્યો છે તે પ્રસંશનીય છે. પરંતુ તેવા વખતે લાકડાં ન મળવાની તમારા માંહેના કેટલાક ભાઈઓ શંકા ધરાવે છે. તે બાબતમાં તમોને સુચના કરૂં છું કે લાકડા મળી શકશે. તે વિષે તમારે જરાએ ચિંતા કરવી નહિ. તમારે ગામેગામ લાકડાંનો જથ્થો રાખવો અને એ સંગ્રહ કરેલા લાકડાં તમોને સમયસર કામ આવે અને રખડપટી કરવી મટી જાય. તમારી નાતમાં સંપ અને સંગઠન છે તેથી તમે ધારો તે કરી શકો તેમ છે.
રતનશીભાઈએ કહ્યું કે કાકા એજન્ટ છે તે થકી પીરાણા પંથનો નિભાવ થઈ શકે છે તે વાત ખરી છે. પરંતુ કાકાએ પણ તમારી નાતમાં ધાર્મિક દ્રષ્ટિએ મુખીઓને હેડ ક્લાર્ક નિમ્યા છે. જે મોઢુ બાંધીને ખાનામાં અર્ધી રાત્રિએ પુજા કરે છે તે તથા ગામના કેટલાક મોઢે ચડેલા આગેવાનોને કાકા સાહેબ આવે ત્યારે ખીસામાં રૂપીયા કે કોરીઓ નાખે અને તેઓના ભેગુ ઠેકઠેકાણે સારૂં સારૂં ખાવાનું મળે એટલે કાકાના થઈ જાય અને ગામમાંથી ધરમના નામે હજારો કોરીઓ વ્યવસ્થિત રીતે ઉઘરાવવામાં આવે પછી ભલે ગરીબ હોય કે તવંગર હોય પણ બધાંઓને એક લાકડીએ ઉઠ બેસ કરાવે, બીચારાના ઘરમાં ન હોય તો કોઈને ત્યાંથી લઈને પણ આપવી પડે. તેવા મુખી અને પટેલોને કહું છું કે જ્ઞાતિ ભાઈઓ પાસેથી ધરમના નામે ધતીંગ ચલાવી હજારો બલ્કે લાખો કોરીઓ ઉઘરાવીને નીચોવી નાખવાની નીચ પ્રથા પોતાના પાપી પેટ ભરવા ખાતર પોષી રહ્યા છો એ જ તમોને વિનાશના માર્ગે દોરી જવાનું કૃત્ય છે એવું જ્ઞાતિ દ્રોહી કૃત્ય ન કરતાં પેટ ભરાતાં ન હોય તો એવા પેટને ફોડી નાખવાં કે જેથી એવા જુલ્મી કરવેરામાંથી જ્ઞાતિ જલદી મુક્ત થાય.
રતનશીભાઈના કહેવા પ્રમાણે લગભગ ત્રીજો ભાગ તો પીરાણા પંથમાંથી મુક્ત થયો છે અને સુધારકોની વ્યવસ્થિત કાર્યવાહીથી બાકી રહેલાઓ પણ મુક્ત થઈ જશે. એવું અત્યારના વાતાવરણ ઉપરથી જણાઈ આવે છે. હું કહીશ કે સુધારકો એટલા વહેલા સમજ્યા છે અને નાતની આપખુદી સત્તાને તોડવામાં કટીબધ્ધ થયા તે એકલા જ નહીં પણ હાલમાં પીરાણા પંથને જેઓ નથી માનતા તેમજ પીરાણાના લાગાલગમ આપતા નથી તેમજ સુધારા તરફ માનની નજરથી જુએ છે અને મંદિરોના ઉત્સવમાં ભાગ લે છે તે બધાએ સુધારકો છે. અને એવા સુધારક ભાઈઓ તો ત્રીજા ભાગ કરતા ંપણ વિશેષ છે. તે બધાએ ખંતથી સુધારાનું કામ ઉપાડી લેતો હું ધારૂ છું કે પીરણાપંથ તમારી જ્ઞાતિમાંથી નજીકના જ ભવિષ્યમાં દૂર થઈ જાય.
રતનશીભાઈ કે રાજારામભાઈ વિગેરે કે જેઓ સુધારકોમાં પ્રખર નેતા છે તેમનું માન જાળવવાની તમો પોતાની ફરજ સમજતા હશો. પરંતુ સુધારકો તો પોતાની ફરજ સમજી જ્ઞાતિ સેવાનું કામ કરતા જાય છે. તેઓ તો જ્ઞાતિના સેવક છે. આનંદના ઉદ્ગારો તો આપણે ભોગવીએ છીએ. તેઓએ તો નાત આગળ નમવું જોઈએ નમે છે અને આપ સર્વે વડીલો તેમજ યુવાનોએ તેઓને જ્ઞાતિ સુધારાના કામમાં પુરતો સાથઆપવો જોઈએ. તમારા પ્રાણ એ કામને માટે હોવા જોઈએ એથી વિશેષ સેવા બીજી કોઈ પણ હોઈ શકે નહિં.
મેં મીસ્ત્રી જ્ઞાતિના ભાઇઓને સાથે આવવા કહ્યું હતું જેથી તેઓ તમારી નાતનું કેટલીક બાબતોનું નિરીક્ષણ કરવા આવ્યા છે અને હાલના વાતાવરણ ઉપરથી તેઓ પણ સમજી શક્યા હશે કે મુમનાનુ આવરણ આ જ્ઞાતિ ઉપરે કહેવાય છે એવી આ જ્ઞાતિ નથી એમ માનશે અને બીજી જગ્યાએ બોલશે.
મારે કરાંચી જાવું છે ત્યાં શીવજીભાઈના ઉદ્ગારો સાંભળવા છે તેમજ કચ્છની અંદર પણ ગામે ગામ ફરી બોધ કરવો છે. કોઈક ગામમાં કદાચ ઉતારો નહી આપે તો ઓટા (ચોક)માં ઉતારો કરીને પણ ઉપદેશ આપીશ. તમારી જ્ઞાતિના વેલાણી સાંખના મારા ગુરૂ હતા. વાંઢાયદ્વારાને દિપાવ્યા હોય તો તમારી જ્ઞાતિમાં જન્મેલા એ મહાપુરુષે જ.
ભાષણો થાય ઠીક લાગે ત્યારે તાળીઓ વગાડીએ અને પાળતા હશું તો પાળશું. રતનશીભાઈ વિગેરે ભાઈઓ વિદાય થાય અને પાળવાનું મુકી દયો એવું કરતા નહી. પરંતુ જે જે ધારાધોરણ કે ઠરાવો ઘડાય તે તમારે પાળવાની ફરજ છે અને તે પ્રમાણે વરતશો ત્યારેજ સેંકડો રૂપિયા ખરચી પરદેશથી આવેલા ભાઈઓ અને હજારો કોરીઓ ખરચી બંધાવેલ મંદિર તેમજ અત્યારે ભેગા થયા છો તે નિમિત્તે થયેલુ ખર્ચ વસુલ ત્યારે જ થયું ગણાશે. માટે હું તમોને વિનંતી પૂર્વક કહું છું કે હાલની પ્રવૃત્તિ અંગે જે કાંઈ સુધારા વધારા સાથે ઠરાવો પાસ થાય તે પ્રમાણે વર્તજો કે જેથી તમારી નાતની પાછળ પીરાણા પંથરૂપી પુછડું લટકેલું છે તે નીકળી જાય.
બ્રહ્મચારીને વિદ્યા ભણાવવી એ વૈદિક સનાતન ધર્મનો સિધ્ધાંત છે પણ ગામડાની નિશાળોમાં ગોંધી રાખી અપાય છે તે પ્રમાણેની વિદ્યા ન હોઈ શકે. પણ તમારા માટે વાંઢાય ગુરુકુળ તૈયાર છે ધાર્મિક—સંસ્કૃત ભણાવાય છે તેમજ વર્તમાન સમય અનુસાર મેટ્રીક સુધી પણ ભણાવવામાં આવશે. તમારી જ્ઞાતિના બે છોકરા ગુરુકુળમાં ભણે છે બે મહિના થવા આવ્યા છે. વેદના મંત્રો શુધ્ધ ઉચ્ચારથી બોલે છે, મારી ભુલ થઈ કે તેમને અહીં લાવ્યો નહી. પવિત્ર વેદી પર બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરી રહેલા છે તે પ્રમાણે એ વિદ્યાર્થીઓ પણ શુધ્ધ ઉચ્ચારથી વેદ મંત્રે બોલી શકે છે જે સાંભળી તમોને પણ માનની લાગણી પેદા થાય.
ખેડૂત ભાઈઓને કહું છું કે એક વિખેડો ગુરૂકુળના નામનો વાવજો તમારૂં ઉગી નીકળશે. ધારો તો તમો એક કલાકમાં એવી સંસ્થા ઉભી કરી શકો તેમ છે. તમારામાં સંગઠન થાશે અને તેમ બની શકશે. છેલ્લા દશ વરસથી તમારી જ્ઞાતિમાં ખૂબ જાગૃતિ આવી છે. કાળી ટીલી કાઢી નાખજો અને સનાતન ધર્મી બનજો. મુસલમાનોમાં સંગઠન છે તેમ સાવધાન પણ છે. તેવી જ રીતે આપણે પણ આપણા હિન્દુ સનાતન ધર્મમાં સાવધાન રહેવું, પોતામાં સંગઠન કરી હિન્દુ સનાતન ધર્મનું અભિમાન જરૂરથી રાખજો મારૂ ભાષણ પુરૂં કરીશ અને હવેથી બીજા ભાઈઓ આપને કહી સમજાવશે.
પ્રજ્ઞાચક્ષુ મહારાજશ્રી અચલદાસજીનું પ્રવચન
જન્મથી મનુષ્ય શ્રેષ્ઠ માની શકતો નથી, માનવ જન્મના વિકાસ માટે એક વસ્તુની જરૂર છે, દરેક મનુષ્ય વહેવાર કરે છે તેને પ્રકાશની જરૂરત છે અને તે પ્રકાશ સુર્યથી થાય છે.
આપણને પ્રકાશની જરૂર છે સનાતન ધર્મ મહાન પ્રકાશ છે તેનો વિકાસ કરવાથી ઈશ્વરને પહોંચી શકાય છે, પરંતુ સનાતન ધર્મનું રહસ્ય વિદ્યાથી સમજી શકાય છે, મહાત્મા મહાનુભવી પણ વિદ્યાથી થઈ શક્યા છે.
કડવા પાટીદારો કે છે કે ભુલ થઈ છે. તે પણ વિદ્યાના અભાવે જ. લુચ્ચા સ્વાર્થીઓએ તમોને ફસાવ્યા છે. તમારા ભાવિનો ઉદય થયો અને મનુષ્ય જાગૃત થયા. તેમજ સનાતન ધર્મના પાયારૂપ શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર થયું તેથી તમારી જ્ઞાતિમાં સનાતન ધર્મનો ઉદય થયો.
મતભેદના પરિણામે સફળતા મળી શકે નહિ, કલાકોના કલાકો સુધી મહાપુરૂષો ઉપદેશ આપી રહ્યા છે તે પ્રમાણે ધર્મના આચરણ કરવા જીજ્ઞાસુ બનો. ધર્મનું આચરણ કરે છે તે મનુષ્ય શ્રેષ્ઠ થઈ શકે છે, કુંભકરણની નિદ્રામાં ક્યાં સુધી ઉંઘશો ! હવે આપણને જાગૃત થવાની જરૂરત છે. જગત વિકાસના માર્ગે જઈ રહ્યું છે માટે મહાપુરૂષોના વિચારોમાં વિશ્વાસ રાખો, મતભેદ દૂર કરો, જ્ઞાતિમાં પ્રેમ રાખો કે જેથી ઈંદ્રના જેવું સ્વર્ગ બનાવી શકાશે. સર્વ પ્રાણી માત્રમાં એક જ પરમાત્મા છે પરંતુ પ્રકૃતિ અનુસાર ગુણદોષો જુદા જુદા હોય છે. આપણે તો એજ માર્ગ લેવાનો છે કે મહાપુરૂષોએ સનાતન ધર્મના દાખલા કહ્યા છે તે પ્રમાણે ગ્રહણ કરવાનો.
ગુરૂકુળમાં અંધશાળા પણ ખોલાવી છે. અંધ ભાઈઓને માટે મફત ભણાવાય છે. મહારાજશ્રીનો પ્રેમ વિદ્યાર્થીઓ ઉપર અનહદ છે. મહારાજશ્રીનું આગમન થાય કે વિદ્યાર્થીઓ મહારાજશ્રીનો ઉચ્ચાર કરે છે ત્યાં મહારાજશ્રી વાત્સલ્યભાવ યુક્ત વિદ્યાર્થીઓને સંબોધન કરી ગોદમાં લે છે. માટે સનાતન ધર્માવલંબીઓ ! આળસ તજો, કટીબધ્ધ થાઓ. સત્ય તેમ જ સાચી વસ્તુ ગ્રહણ કરવામાં લેશમાત્ર પણ વિલંબ ન કરો.
શાન્તીઃ
નખત્રાણામાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના પ્રતિષ્ઠા સનાતન પ્રસંગે
આપણી જ્ઞાતિના સેવકોએ આપેલા મનનીય અને પ્રેરક પ્રવચનો
શ્રી રતનશી ખીમજીભાઈનું પ્રવચન
મહેરબાન પ્રમુખ સાહેબ તથા વહાલા ભાઈઓ અને પૂજ્ય માતાઓ તેમજ બહેનો,
અમે જે અત્રે આપના આમંત્રણથી આવેલા છીએ તેમાં કાંઈ વધુ કયું હોય એવું કોઈએ સમજવાનું નથી. અમે તો પરમકૃપાળુ પરમાત્માનો તથા આપ પૂજ્ય જ્ઞાતિબંધુઓ તેમજ બહેનોનો ખાસ ઉપકાર માનીએ છીએ કે આપની આવી અમુલ્ય યોજનાનો લાભ લેવાનો સદ્ભાગ્ય અમોને મળી શક્યો છે. આપ ભાઈઓએ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પાનમૂર્તિ પધરાવવાના આવા સુંદર કામનો આરંભ કર્યો છે, જેનો અમર ઈતિહાસ સુવર્ણાક્ષરે કોતરાશે એવી મારી મજબુત માન્યતા છે.
ભાઈઓ ! તમારા અત્યારના પુરૂષાર્થનો બદલો પરમકૃપાળુ પરમાત્મા વ્યાજ સહિત વાળી આપે એમ હું ઈચ્છું છું. અને આપણા મહાન ધાર્મિક કાર્યને માટે આપના નખત્રાણાવાળા સર્વે વડીલો, બંધુઓ, માતાઓ અને બહેનોને ખાસ ધન્યવાદ આપું છું. (તાળીઓ)
જગતમાં આપણી જ્ઞાતિ બીજી કોમો કરતાં નીચી નથી, એ બાબતમાં આપણી સમસ્ત જ્ઞાતિના આદ્ય સુધારક વીરરત્ન પુરૂષોત્તમદાસ લલ્લુભાઈએ લખેલા કણબી ક્ષત્રિય ઉત્પતિ નામનો ઈતિહાસ સાક્ષી પુરી રહ્યો છે, જે વાંચવાની આપને ખાસ ભલામણ કરૂં છું.
સેંકડો વર્ષથી આપણા પૂર્વજોએ અજ્ઞાનતાથી કરેલી ભુલનું પરિણામ આપણને ભોગવવું પડ્યું છે અને તે ભુલ સુધારવા માટેનો જ આપણો કાલનો આ કાર્યક્રમ યોજાઈ રહેલો છે તે કાર્ય આપણી ઐક્યતા અને સંપથી નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
મારા યુવક બંધુઓ કેટલેક અંશે આપણા પૂર્વજોએ કરેલી ભૂલ વિદ્યમાન વડીલોની મીઠી નજર અને સહાનુભૂતિથી સુધારી શકવાને ફળીભૂત થયા છીએ તે તમે જોઈ શકો છો, મારૂં માનવું છે કે ધાર્મિક અને સામાજીક પ્રગતિ જો આપણને કરવી હોય તો વિનય, વિવેક, સંપ અને સ્નેહથી જે કાર્ય કરી શકીશું તે કાર્ય વિતંડાવાદ કે વિખવાદ અથવા અપમાનિત શબ્દો કે અભાવથી નહી થઈ શકે એ આપણે દરેકે સમજવું જોઈએ. તમે જાણી શકો છો કે બીજી જ્ઞાતિનો કોઈ ભાઈ આપણામાંના પીરાણી સતપંથી ભાઈને પૂછે છે કે તમે કોને માનો છો અને તમારો શું ધર્મ છે ત્યારે ખરી હકીકત જાહેર નહીં કરતાં પુછનાર ભાઈને આડું અવળુ સમજાવી જલદી ત્યાંથી ગચ્છંતી ભણી જાય છે અને સત્ય હકીકત કહેતાં શરમાય છે. જેથી આપણને ચોક્કસ માની લેવાનું કે અર્ધદગ્ધ પીરાણા સતપંથ આપણી જ્ઞાતિને જરા પણ શોભતો નથી. એટલું જ નહી પણ એ પંથ આપણને શરમ તેમજ કલંકરૂપ છે એમ કહેવું જરા પણ ખોટું નથી જેથી એ પંથ આપણી જ્ઞાતિમાંથી નાબુદ કરવા અત્રે આપણે એકત્ર થયા છીએ અને તેનો પ્રત્યક્ષ પુરાવો આપણી સમક્ષ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું શિખરબંધ મંદિર મોજુદ છે અને આવા મંદિરો આપણી જ્ઞાતિમાં ગામડે ગામડે બની જાય એવી સ્તુત્ય ભાવના દરેકમાં હોવી જોઈએ તેમજ તેવો પ્રચાર સંપ અને સલાહથી કરવાની આપણને આવશ્યકતા છે. જેમ શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ને ભ્રાતૃભાવનાને ઐતિહાસિક પ્રમાણ આપ્યું છે તેવી રીતે આપણે પણ કુસંપને તજી નીતિ યુક્ત જીવન અને વિવેક વિધીથી વર્તન કરશું ત્યારે આપણી જ્ઞાતિ ઉપરે ચોંટેલું પીરાણા પંથ રૂપી કાળું કલંક ભુંસી શકીશું અને તે કલંકમાંથી મુક્ત થવાનો યશ પરમેશ્વરે આપ નખત્રાણાવાળા ભાઈઓને આપ્યો છે અને તેનો વિગતવાર ખુલાસો આપણા હવે પછીના કાર્યક્રમથી જણાઈ આવશે.
જેમ પ્રથમ ખાનામાં પીરાણાના શાસ્ત્રો વંચાતાં તેમ રાત્રીના સમયમાં આપણા આ મંદિરોમાં શ્રી રામાયણ અને મહાભારત વિગેરે ગ્રંથોનું ધાર્મિક વાંચન રાખવું જોઈએ, રાત્રીએ વાંચન રાખવાનું કારણ દિવસની આપને ફુરસદ ન મળે જેથી રાત્રીના સમયે કથાઓ વાંચવાથી પૂજ્ય માતાઓ અને બહેનો તથા વડીલો સત્સમાગમનો લાભ લઈ શાસ્ત્રોની દિવ્ય વાણીથી અંતરાત્માને પવિત્ર કરી સાર ગ્રહણ કરી શકે. કારણ કે રામાયણની કથા સાંભળવાથી પિતા પુત્રનો ધર્મ, ભાઈ ભાઈ તરફની ફરજ, પતિ પત્નીનું કર્તવ્ય તેમજ વચનની મહતા, સત્ય, ધર્મ અને નિતી વિગેરેનું વર્ણન બહુ સારી રીતે થયેલું છે અને તે સમજવાથી આપણે આપણી ઉન્નતિ અને ફરજને સારી રીતે જાણી શકીશું એમ મારૂં માનવું છે. હું એ સંબંધમાં એક ઉદાહરણ આપી મારૂં વિવેચન પુરૂં કરીશ.
જ્યારે શ્રી રામચંદ્રજી પિતાના વચનને માન્ય કરી વનવાસ જવાને તૈયાર થયા તે સમયે શ્રી સીતાજીએ આવી વિનયથી શ્રી રામચંદ્રજીના ચરણકમળમાં મસ્તક નમાવી પ્રાર્થના કરીને કહ્યું છે કે : હે મારા આરાધ્ય ઈષ્ટદેવ ! આપ વનમાં પધારો છો તો મને પણ આપની ધર્મ પ્રમાણે સેવા કરી મારી ફરજ ન બજાવી શકું. તે ઉપરથી શ્રી રામચંદ્રજીએ કહ્યું કે દેવી ! વનમાં જવું એ બહુ વિકટ છે. તમો રાજમહેલમાં રહેનાર કોમળ કાયા અને નાજુક શરીરથી કાંટા કાંકરાવાળા ભયંકર માર્ગોમાં ઉઘાડા પગે ચાલવું એ બહુ જ મુશ્કેલ છે. એટલું જ નહિ પણ જંગલના હિંસક પ્રાણીઓ તથા ચોર નીશાચરોના ભયથી તમારાથી વનમાં બીલકુલ ચાલી શકાશે નહિ. માટે તમો અહીં રહી મારા માતાપિતાની સેવા કરજો અને હુ પિતાશ્રીની આજ્ઞા પ્રમાણે ચૌદ વરસ વનવાસ ભોગવી પાછો આવું એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરજો. તે વખતે સતી સીતાજીના નેત્રોમાં જળા આવવા લાગ્યા અને ગદ્ગદ્ કંઠે પ્રભુને પ્રાર્થના કરી કહેવા લાગ્યા કે પ્રભુ સતી સ્ત્રીને સુખ અને દુઃખ સ્વામીને સાથે છે. તે આપ કેમ ભૂલો છો કે ગઈ કાલે લગ્ન સમયે દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષીએ માતાપિતાની સામે સપ્તપદીથી અરસપરસ સાત પ્રતિજ્ઞાઓ લઈ વચન આપ્યું છે કે ગમે તેવા સુખદુઃખમાં પણ ઉભય દંપતીઓ સાથે રહી આ સંસાર વહેવાર નિતીમય ચલાવીશું. જેમ દેહની છાયા દેહથી જુદી ન હોય તેમ સતી સ્ત્રી પતિથી જુદી રહી ન શકે. સ્ત્રી એ પતિની અર્ધાંગના છે તો પછી પતિના સુખ અને દુઃખ ભોગવવાનું પ્રતિ પ્રાણ પત્નીની જરૂર ફરજ છે. એટલુ નહી પણ જેમ આપ આપના માતપિતાના વચન પૂર્ણ કરવા બંધાયેલા છો તેવી જ રીતે મારા માતાપિતાએ પણ લગ્ન સમયે ફરજ નાખી છે કે પુત્રી ! ગમે તેવા સુખદુઃખમાં સ્વામીના સાથે રહી આપણા કુળની ઉજ્જવળ કીર્તી દીપાવજે માટે હે પ્રભુ ! હું પણ વનમાં સાથે ચાલી આપની સેવા કરી જીવન સફલ્ય બનાવીશ.
પૂજ્ય માતાઓ અને બહેનો ! આ કેવો વિશુધ્ધ સ્નેહ ! પત્નીની શું ફરજ છે તે આ જગત જનની સીતા માતાજીના આ શબ્દોથી જાણી શક્યા હશો. જેમણે પતિવૃતા ધર્મ સારૂ રાજમહેલોના વૈભવોનો પરિત્યાગ કરી પતિના દુઃખના સાથીદાર થયાં તેમ દરેક સાધ્વી બહેનોએ પતિના કાર્યને ઉમંગથી વધાવી સાથ આપવો જોઈએ. કહેતાં મને ખેદ થાય છે કે જે ભાઈ હિન્દુ સનાતન ધર્મનો અંગીકાર કરે છે તેવા પવિત્ર કાર્યમાં સહમત ન થતાં બીજાઓના ભરમાવ્યાથી કેટલીક બહેનો ઘરમાં ક્લેશ કરી માવિત્રોનાં ઘરને ચીલારે જાય છે એ આપણને જરાપણ શોભતું નથી. કદાચ એકબીજાના વિચારો પોતપોતાને અનુકૂળ ન આવે તો પણ ક્લેશ ન કરતાં શાંતિ અને ધીરજથી સમજાવી કામ લેવું જોઈએ. સુખરૂપ થતાં આપણે ધર્મ પ્રત્યે વધુ ઉપયોગી થઈ શકીશું.
જેમ આજે ભાઈઓ અને બહેનો પધારી ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે તેવી જ રીતે આવતી કાલે પણ વધારે સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનોને સાથે લઈ પધારવા કૃપા કરશો એવી મારી આપ પધારેલા સર્વે પ્રત્યે પ્રાર્થના છે.
ત્યારબાદ પ્રમુખ સાહેબની સુચનાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના જયનાદ વચ્ચે સભા વિસર્જન કરવામાં આવી હતી.
સભા વિસર્જન થયા પછી કાર્યવાહકોના ઉમંગી હૃદયો રાત્રી જાગરણની દરકાર કર્યા વિના જરૂરી યોગ્ય યોજનાઓ યોજવામાં ઘણો સમય પસાર કર્યો હતો. બાદ મોડી રાત્રે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જય બોલાવી કાર્યવાહકો વિખરાયા હતા.
ભાઈશ્રી કાનજી અબજી નાથાણીનું પ્રવચન
વ્હાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિ ભાઈઓ, વડીલો, પૂજ્ય માતાઓ અને બહેનો !
આપણા પૂર્વજોએ પાંચસો વરસોથી પીરાણા પંથ સ્વીકાર્યા છતાં પણ આપણા રીવાજો હિન્દુ સનાતન ધર્મને લગતા કાયમ રહ્યા હતા. પરંતુ સંવત ૧૮૩૨ {Year: 1975-76} ની સાલમાં કાકા પ્રાગજી તથા સૈયદ વલીમીયાંએ આપણા ગોર અને ભાટને રજા અપાવી અને તે દિવસથી લગ્નમાં ચોરી અને મરણ સમયે અગ્નિ સંસ્કાર વિગેરે બંધ કરાવ્યા. તે સંબંધી તે સમયે જે ઠરાવ થયેલો તે આપણા જુના ચોપડાના આધારથી આપણે જાણી શકીએ છીએ. એ હિન્દુ ધર્મ વિરૂધ્ધી ઠરાવ બીલકુલ અયોગ્ય છે એ જાહેર કરવા માનકુવાના પટેલ જીવરાજ વસ્તાએ લગભગ પાંત્રીસ આગેવાન ગઢેરાઓની સહીઓથી ઈ.સ. ૧૯૨૬ માં છપાવી એ નીદ્ય ઠરાવ રદ થયેલો જાહેર કરેલો છે જે આપ સર્વે ભાઈઓ જાણતા હશો.
આજે એજ નખત્રાણા ગામમાં એ કલંક ટાળવાનું ભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે જે આપણે સર્વે ભાઈઓ એકત્ર થઈ સલાહ અને સંપથી ભગવાનની પ્રતિષ્ઠા કરવા નિમિત્તે ભેગા થયા છીએ એ વધારે ખુશી થવા જેવું છે. કારણ કે અત્રેના આપણા જ્ઞાતિ બંધુઓ જે જુના વિચારના છે તેમણે જરાપણ વિરોધ કર્યા વિના સ્થાવર જંગમ તેમજ જે કાંઈ ધર્માદા મિલકત છે તેની અંદર સમાન ભાગ આપી ભાઈઓ તરીકે ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું છે એટલું જ નહીં પણ આ પવિત્ર મંદિરના દરેક કાર્યમાં સાથ અને સહાયતા આપી ધર્મ પ્રત્યે સારો સદભાવ બતાવી આપણી જ્ઞાતિને ઉત્તમ બોધપાઠ આપ્યો છે કે ધર્માદા મિલકત અમુક વ્યક્તિની માલિકીની નથી. પણ તેની અંદર ધર્માદા તરીકે અથવા કોઈપણ પ્રકારે એક યા બીજી રીતે કંઈપણ નાની અથવા મોટી રકમ આપેલી હોય અથવા આપતા હોય તે સર્વે ભાઈઓનો સમાન હક્ક છે. એવું આપણા ભાઈઓએ બતાવી આપ્યું છે.
વધુમાં પોતાના કિંમતી સમયનો ભોગ આપી મુંબઈથી પધારેલા ભાઈ રાજારામ શામજી માનકુવાવાળા તથા ભાઈશ્રી રતનશી ખીમજીનો આપણા ગામની વતીથી આભાર માનું છું કે તે ભાઈઓ જ્ઞાતિ અને ધર્મ પ્રત્યે અપાર ઉત્સાહ ધરાવી આ પવિત્ર પ્રતિષ્ઠાના કાર્યમાં જાતિભોગ અને બુધ્ધિબળથી સાથ આપી જ્ઞાતિ ઉન્નતિના વિચારોનો અલભ્ય લાભ આપી રહ્યા છે.
ભાઈશ્રી રાજારામભાઈનું પ્રવચન
મહેરબાન પ્રમુખ સાહેબ, વ્હાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિ ભાઈઓ,
પૂજ્ય માતાઓ અને બ્હેનો !
આપ સર્વે ગઈ કાલની સભા કરતાં આજે સારી જેવી સંખ્યામાં પધાર્યા છો. તે જોઈ મને ઘણો જ આનંદ થાય છે. આવી શુભ ભાવના આપણામાં દિનપ્રતિદિન વિશેષ થાઓ એમ હું ઇચ્છું છું. પ્રમુખ સાહેબના આદેશને માન આપી આ પ્રસંગ નિમિત્તે મારી હૃદયની ભાવના વ્યક્ત કરવી એ મારી ફરજ સમજી બે શબ્દો બોલુ છુ તેમાં અવિનય ક્ષમા કરશો.
કહેતાં હર્ષ થાય છે કે અહીંના ભાઈઓએ આ ધર્મકાર્યોમાં સાથ આપી ધર્માદા મિલકતમાં જે સમાન હક્ક આપવાની સૌજન્ય નિતિ અખત્યાર કરી છે તેવું માનવંતા પ્રમુખ સાહેબના ભાષણમાંથી સાંભળી હું અત્યાનંદથી એ ભાઈઓને ધન્યવાદ આપું છું અને સાથે બીજા ગામના ભાઈઓ નખત્રાણાની પરિસ્થિતિનું અનુકરણ કરી સુધારક ભાઈઓને સાથ આપી ભાઈ ભાઈ તરીકેની ફરજ બજાવતા રહેશે એવી પ્રાર્થના કરૂં છું. કારણ કે ધર્માદા મિલકત એક ભાગની નહી પણ સમાન ભાગની છે. એમ માનવું એ આપણી પ્રમાણિકતા અથવા મનુષ્ય તરીકેની મહત્તા છે. કોઈને ગેર ઈન્સાફ આપવો અથવા બીજાના હક્કનો અધિકાર ભોગવવો એ ઈચ્છવા યોગ્ય નથી. સુધારક ભાઈઓ પણ આપણી જ જ્ઞાતિના છે અને જે કંઈ પણ કરી રહેલા છે તે માત્ર આપણા પરમ પવિત્ર હિન્દુ સનાતન ધર્મમય ભાવથી આપણી જ્ઞાતિને પીરાણા પંથના પ્રપંચમાંથી બચાવી જ્ઞાતિના ગૌરવને વધારવા સારૂ પરિશ્રમ કરી રહેલા છે તે પછી તેનો વિરોધ કરવો એ આપણી કેટલી ભુલ કહેવાય ?
નખત્રાણાના મંદિર સંબંધી સામગ્રી અને સાધનોની ખરીદી કરવા આપના પ્રતિનિધિ તરીકે ભાઈશ્રી રામજી જેઠા સેંગાણી અને ભાઈ હરજી પુંજા નાથાણી મુંબઈ ઘાટકોપર પધાર્યા હતા, ત્યાં તે ભાઈઓએ ઘાટકોપરમાં આપણા જ્ઞાતિભાઈઓ સર્વેને એકત્ર કરી નખત્રાણાની વિગતવાર પરિસ્થિતિથી વાકેફ કર્યા અને વધારામાં અત્રેના ઘાટકોપરના આગેવાનોમાંથી ચાર પાંચ ભાઈઓ પ્રતિષ્ઠા પ્રસંગથી પહેલા સાત આઠ દિવસ અગાઉ આવે એવી ઈચ્છા પ્રદર્શિત કરી કારણ કે તમારા આવવાથી કેટલાક કામો કરવાની અમને સુગમતા થશે. તેમજ વ્યવસ્થિત પધ્ધતિનો અનુભવ આપના આવવાથી અમને મળી શકશે અને કેટલીક શંકાઓ તેમજ મતફેરનું નિવારણ પણ થઈ શકશે વિગેરે સુચનાઓ કરવાથી અમો એ પ્રસંગ ઉપર આઠ દિવસ વહેલા આવશું એવી ખાત્રી આપી હતી અને તે અનુસાર અમે હાજર થઈ જ્ઞાતિની જે કંઈ બની શકે તે સેવા કરવાને તૈયાર થયા છીએ જેથી અમો અમારું અહોભાગ્ય માનીએ છીએ. મંડપ તૈયાર કરવાનું કામ મને સુપરદ કરવામાં આવ્યું છે તે લગભગ આવતી કાલે પૂર્ણ થઈ રહેશે અને મારા ધારવા મુજબે આવતી કાલની સભા આપણે મંડપમાં ભરી શકીશું તે સિવાય રસ્તાઓ શણગારવાનું તથા પ્રવેશદ્વારો તૈયાર કરવાનું આવતી કાલથી આરંભ થઈ જાશે. તેના માટે આપણી જ્ઞાતિના યુવકોને આ કામમાં સામેલ થવા સારૂં સ્વયંસેવક એટલે વોલન્ટીયર બની જ્ઞાતિ સેવામાં ભાગ લેવાની ભલામણ કરૂં છું. સ્વયંસેવક એટલે મરજીથી સેવા કરવાને તૈયાર થયેલો ઉત્સાહી યુવક. ફરજના ચિન્હ ધારણ કરી વ્યવસ્થિત કાર્યોમાં ભાગ લેવાથી સુગમતા અને સરળતાથી સાથ આપવા પોતાના નામો નોંધાવશે એવી આશા રાખું છું અને વોલીન્ટીઅરની ફરજ સંબંધી રતનશીભાઈ પોતાના વિચારોથી સમજાવશે એવી પ્રાર્થના કરૂં છું. મારૂં બોલવું પુરૂં કરી સર્વ સભાનો ઉપકાર માની મારા સ્થાનકે બેસી જવાની રજા લઉં છું.
શ્રી રતનશીભાઈનું યુવાનોને પ્રેરક સંદેશ
માન્યવર સભાપતિ સાહેબ તથા વહાલા ગંગાસ્વરૂપ જ્ઞાતિ બંધુઓ પૂજ્ય માતાઓ તથા બહેનો
મને મુરબ્બી શ્રી રાજારામભાઈએ સ્વયં સેવકની ફરજ બાબતનું કહ્યું છે તેમાં કહેવાનું એ છે કે સ્વયં સેવકે જરા પણ બદલાની આશા રાખ્યા વિના જ્ઞાતિ ઉપયોગી કાર્યોમાં ભાગ લઈ શાન્તિ, ધીરજ તેમજ સહનશીલતાથી વ્યવસ્થિત પધ્ધતિથી સેવા કરી કામગીરીમાં તન—મનથી કામ કરવું જોઈએ. કારણ કે આવો અલભ્ય અવસર ઈશ્વરે આપણને આપ્યો છે તેનો સદ્ઉપયોગ કરવો એ આપણી ફરજ છે.
સ્વયંસેવક તરીકે આપણે કામ કરવા માગતા હોઈએ તેઓ જ્યાં સુધી આ સમારંભ ચાલે ત્યાં સુધી તમારા અંગત ગમે તેવા કામો હોય તોપણ તેની દરકાર નહી કરવાની તમારી ફરજ છે, વોલીન્ટીઅરના ચિન્હ તરીકે ચાંદ અને પટા ધારણ કરી સભાની વ્યવસ્થામાં પુરતો કાબુ શાંતિથી જાળવવો જોઈએ તેમ સમારંભની કોઈપણ સામગ્રી ગેરવલે ન થાય એ જોવાની પણ તમારી ફરજ છે. તેમજ આવનાર આપણા જ્ઞાતિ ભાઈઓને અંગત તકલીફ ન થાય એ તરફ પણ ખાસ ધ્યાન આપવું. એ બધા કાર્યોની દોરવણી કરનાર તરીકે તમારામાંથી કેપ્ટનની ચુંટણી કરવામાં આવશે અને નિયુક્ત કરેલા કેપ્ટનની આજ્ઞાનુકૂળ દરેક વોલન્ટીઅરે વર્તવાનું છે એટલું જાણ્યા પછી જે ભાઈઓની ઈચ્છા થતી હોય તેમણે પોતાના વોલન્ટીઅર તરીકે નામો નોંધાવવા આ સુચનાથી હાજર રહેલા ભાઈઓ પોતાના નામો સ્વયંસેવક તરીકે ઉત્સાહથી લખાવ્યા હતા. બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.
શ્રી રતનશીભાઈનું પ્રવચન
માન્યવર સભાપતિ, પૂજ્ય ગંગા સ્વરૂપ જ્ઞાતિબંધુઓ પૂજ્ય માતાઓ અને બહેનો તેમજ પધારેલા સદગ્રહસ્થો :
પ્રમુખ સાહેબે પોતાના પ્રવચનમાં કહ્યું છે કે રતનશીભાઈએ જ્ઞાતિસેવા તન, મન અને ધનથી કરવા માટે વચન આપ્યું છે. એ વાત કાંઈ નવીનતા ભરેલી નથી. જ્ઞાતિસેવાનો સિધ્ધાંત અમારો પ્રથમથી જ છે અને તે પરમકૃપાળુ પરમાત્મા નિભાવી આપે, આ જન્મ તો શું પણ જન્મો જન્મ મારી પૂજ્ય જ્ઞાતિની સેવા કરવાની સદ્બુધ્ધિ આપે એવી પ્રભુને પ્રાર્થના છે. પ્રિય જ્ઞાતિ બંધુઓ ! જ્ઞાતિની સેવા કરવી એ દરેક સમજુ મનુષ્યોનો મુખ્ય કર્તવ્ય છે. તેની અંદર એ સેવા કરનાર ભાઈની આપણે તો પ્રશંસા એટલે વખાણ કરીએ તેથી સેવા કરનાર ભાઈની સેવામાં હરકત અથવા અડચણ આવે. કારણ કે વખાણના મોહથી અભીમાન ઉત્પન્ન થતાં પોતાની પવિત્ર ફરજ બજાવવા નિષ્ફળ થાય. માટે મારા ભાઇઓને પ્રાર્થના છે કે સેવા કરનાર જ્ઞાતિ ભાઈ પોતાની ફરજ બજાવે તેમાં અતિશયોક્તિ ભર્યા વખાણોની આવશ્યકતા ન હોય તો વધારે સારૂં.
પૂજ્ય બંધુઓ ! સભાની અંદર પધારેલા કેટલાક ભાઈઓની ઈચ્છા મારા તરફથી ધાર્મિક ઉપદેશો સાંભળવાની છે એ જાણી હું ઘણોજ ખુશી થાઉ છું. પણ હું વિદ્યાવાન કે શાસ્ત્રોનો પુરતો અભ્યાસી યા જાણકાર નથી. મારો અભ્યાસ ગુજરાતી માત્ર ત્રણ ચોપડીનો છે. આપણી જ્ઞાતિમાં વિદ્યાનો અભાવ એ જ આપણી પડતીનું કારણ છે. પોતાનું નામ પણ માંડ વાંચી શકીએ એ પુરતી જ આપણામાં વિદ્વતા છે. તો પણ મારા અનુભવ તેમજ અલ્પ બુધ્ધિ અનુસારજે કંઈ હું સમજી શકું છું તે સાદી ભાષામાં હું આપને ઠીક સમજાવી શકીશ.
પૂજ્ય ભાઈઓ ! આપણી ઉન્નતિનો આધાર આપણી માતાઓના શિક્ષણમાં સમાયેલો છે. માતાઓ જેવું ધારશે તેવું પોતાના બાળકને બનાવી શકશે. માતાના સહવાસમાં રહેલો બાળક માતાને આધીન છે. માતા બીકણના સંસ્કારો નાખશે તો બાળક બીકણ થશે. માતાઓ મુર્ખતાના કાર્યો કરશે તો તે જોઈ બાળક પણ મુર્ખ થશે. માતા સમજુ અને બુધ્ધિવાન હશે અને બાળકમાં પણ તેવા સંસ્કારો નાખશે તો બાળક પણ તેવો બુધ્ધિવાન થશે. કૌશલ્યાના પ્રતાપે શ્રીરામ વિશ્વવંદનીય ભગવાન થયા. યશોદાના કારણે શ્રી કૃષ્ણ ત્રિલોકીના નાથ થયા. અહો ? જુઓ તો ખરા શું પ્રતાપ છે માતાઓની શક્તિનો. જેમ માતાઓ સાચુ શિક્ષણ અને સારા વિચારોથી બાળકોનું પોષણ કરે તો આજે પણ આપણામાં ભીમ અને અર્જુન જેવા ભડવીર યોધ્ધાઓ પણ જોઈ શકીએ ખરા.
પૂજ્ય માતાઓ અને બહેનો તમો અમારા ભાગ્યની વિધાતાઓ છો. સાચે સાચી શક્તિઓ અને દિવ્ય તેજોમય જ્યોતિઓ છો. તમો જો ધારશો તો નાત જાત અંગે સુધારકોને ઉચ્ચ શ્રેણીમાં લઈ શકશો પણ એ બધું ક્યારે થાશે કે જ્યારે તમારામાં શિક્ષણ અને સતીત્વના સદ્ગુણો અને પતિ એ પરમેશ્વર છે એવી શુભ ભાવનાઓ તમારામાં આવશે ત્યારે. કારણ કે સતી સ્ત્રી પતિની અર્ધાંગના છે પતિની સુખદુઃખની સહચારીણી અર્ધા અંગની માલિક છે છતા પણ કહેતા ંદુઃખ થાય છે કે પતિઓ પોતાના અર્ધા અંગને દાસ, ચાકર કે નોકર માની સ્વાર્થ પુરતો જ સ્નેહ ધરાવે છે. જ્યારે સ્ત્રીઓ પોતાના સ્વામીને પ્રભુ તુલ્ય નહિ સમજતાં પેટ ભરવા પુરતી જ જવાબદારી સમજે છે, અરસ પરસ અજ્ઞાનતાના કારણથી જે ગ્રહ અને ગૃહસંસાર અમૃત તેમજ સ્વર્ગમય હોવો જોઈએ તેના બદલે ઝેરથી પણ વિશેષ અપ્રિય કરતા લાગે છે. હું ઈચ્છું છું કે આપણામાં પતિ પત્ની વિગેરેની ફરજ પુરેપુરી સમજી સંસાર ચલાવવાની આવશ્યકતા કોઈએ ભુલી જવી ન જોઈએ.
આપણી જ્ઞાતિની આવી પરિસ્થિતિ તેમજ આટલી અધોગતિ કેમ થઈ તે બાબતનો વિચાર કરવા બેસું છું ત્યારે મારા સમજવા પ્રમાણે આપણા હાથથી થતા અનાચારો તેમજ નિર્દોષ આત્માઓના નિસાશાઓ આપણી અવનતીનું કારણ છે એમ મારૂ માનવું છે. વિચારો કે આપણામાં પુનર્લગ્નનો રિવાજ છે. જે બહેન પતિના સ્વર્ગવાસ પછી પોતાની રાજીખુશીથી પુનર્લગ્ન કરે તેમાં કાંઈ હરકત નથી પણ પતિ પત્ની આનંદમય જીવન વ્યતિત કરતાં હોય. માલમિલકત અને પુત્ર પુત્રાદીકો ઉપર સમાન ભાવ અને હક ધરાવતા હોય તેમ બન્નેની ઘરમાં સરખે સરખી પ્રીતિ અને લાગણી હોય પરંતુ દેવ યોગે પતિ જા સ્વર્ગસ્થ થાય તો ગઈ કાલની જે ઘરની માલિક અને હકદાર અથવા તો ભવિષ્યની વારસદાર બહેન એક ઘડીમાં નિરાધાર અને લાચાર તેમજ એ ઘરથી રહિત થઈ દુઃખ દશામાં આવી પડે છે, અરે એટલું નહી પરંતુ એની મરજી પુનર્લગ્ન કરવાની નહી હોવા છતાં તેનો ન્યાય પરાણે થઈ બેઠેલા ન્યાયાધીશો કરે છે અને વડીલો ઉઠી પોતે જ પોતાના હાથે બળાત્કારે ઘરથી બહાર કાઢી નિરાધાર બનાવે છે. ભલે એને પોતાના વહાલા સંતાનો પ્રિય હોય, ગમે એટલી ઘર પ્રત્યે મોહ અને મમતા હોય, ચાય તેટલી શિતળ અને સંયમ જાળવવાની શક્તિ હોય તેમજ એક ઘડીભર પણ એ ઘરમાંથી બીજે જવાની ઈચ્છા ન હોય. સખત મજુરી કરી પોતાના વહાલા બાળકોના પેટ ભરવા તેમજ ઘરની સેવા કરવા તૈયાર હોય તો પણ તેને પોતાના ઘરમાં રહેવાનો હક્ક મળતો નથી. જે ઘરમાં જેની માલિકી, કબજો અને ભોગવટો છે તેમાંથી ત્રણ લુગડાં શરીર પર પહેરેલાં હોય એવી દયાજનક સ્થિતિમાં રડતા હૃદયે અને કચવાતા અંતરે વરસોથી માની લીધેલ પોતાના ઘરમાંથી બહાર નીકળવુ ંપડે છે. બીચારી બાઈ પોતાના વ્હાલા સંતાનો સામું જોવાનો પ્રયત્ન કરે અથવા વહાલથી પોતાના બાળકોને મીઠડાં આપવાની કોશિશ કરે તો એ નિર્દયો પોતાના છોકરાંઓને દુર કરી દિવાલની માફક આડા ઉભા રહે છે અને એ દુર્ભાગી બહેન પર એટલી પણ દયા ન લાવે એ કેટલી ક્રુરતા ! લગભગ એવા પ્રકારનો દાખલો અમારા ગામ વિરાણીમાં બનેલો છે તે આપું છું.
એક દંપતીના જોડલાને બે દિકરા અને એક દિકરી એમ ત્રણ સંતાન હતાં. તેમાં એક બાળક ચાર મહીનાનું હતું. પતિ ગુજરી ગયા બાદ મરનારના વડીલોએ વહુને ઘરથી બહાર કહાડી કહ્યું કે અમારો દીકરો હયાત હતો ત્યાં સુધી તમારો ઘરમાં રહેવાનો હક્ક હતો. બીચારી બાઈ તો નિરાધાર સ્થિતિમાં આવી પડેલી તે શું બોલે ? બાઈએ પોતાના બાળકોના મોઢાં જોવા તેમજ મીઠડાં દેવાની માગણી કરી કહ્યુ કે ભલે બધુંએ તમે તમારૂં ગણો પણ મારાં છોકરાઓનું મોઢું જોવા અને મીઠડાં દેવા જેટલી દયા કરો. પરંતુ તેટલી ઉદારતા દર્શાવવાની દયા પણ તેઓએ ન બતાવી. ત્યારે મારા નાના બાળકને છેલ્લી વખતે ધવડાવવાનું આપો કે જેથી મારા ઉપર કુદરતે ઉભા કરેલ દુઃખના ડુંગર અને તમોએ દાખવેલી નીર્દતાને ઘડીભર ભુલી શકું.
અહાહા ! કેટલું કરૂણ દ્રશ્ય ! અને એ પાષાણ હૃદયના માનવીનું કેટલી હદ સુધીનું દયાવિહોણું હૃદય ! એક કઠોર હૃદયને પણ કંપાવી દે એવા આ કલ્પાંતની પણ અસર તેઓને તે સમયે તો નજ થઈ અને નિરાશ હૃદયે પોતાના માવિત્રેને ઘરે ગઈ. ત્યાં કેટલોક સમય રહ્યા પછી પુત્ર વિરહથી વ્યાકુળ થયેલી માતા ફરીથી એકવાર સાસરાના ઘરે આવી બાળકના ઘોડીઆ (પારણા) પાસે ચોધાર અશ્રુઓ વરસાવતી બેસી રહી. દરમ્યાન ગામના સમજુ વર્ગમાંના ભાઈઓએ બાઈના સાસરા પક્ષના કુટુંબીઓને સમજાવવાથી એ બાઈને પોતાના ઘરમાં સ્થાન મળ્યું. ભાઈઓ ! આવી કરૂણ કહાણી આપણામાં બધે ઠેકાણે થતી હશે. એમ હું માનતો નથી પરંતુ એવા બનાવો બનવા ન પામે એવી દરેકે દરેક ભાઈઓએ કાળજી રાખવી જોઈએ કારણ કે “તુલસી હાય ગરીબકી કબહું ખાલી ન જાય, મુવા ઢોરકે ચામસે લોહા ભસ્મ હો જાય” તે પ્રમાણે મુવેલા ઢોરના ચામડાથી લોઢુ ગળી જાય છે તેવી રીતે આવી નિરાધાર બાઈઓના અંતરાત્માની ઉંડી હાયથી આપણા સર્વસ્વનો નાશ થઈ જાય છે.
ભાઈઓ ! વર્તમાન સમયમાં આપણી જ્ઞાતિમાં અનેક પ્રકારના સુધારા કરવાની જરૂર છે. જેના દાખલારૂપે એક દરિદ્ર બ્રાહ્મણ પોતાનું દરિદ્ર દૂર કરવા સારૂ જંગલમાં એક દેવીના મંદિરમાં ધ્યાનસ્થ થઈ આરાધના કરવા લાગ્યો. તેમ કરતાં કેટલાક દિવસે દેવીએ દર્શન આપી તેની શું ઈચ્છા છે તે માગવા કહ્યું. બ્રાહ્મણે પોતાની દરિદ્રતાનું વર્ણન કરી અખુટ અન્ન મળતું રહે એવી પ્રાર્થના કરી. દેવીએ તેને અનાજની એક પોટલી આપી. તેને ખભા ઉપર રાખી બ્રાહ્મણ પોતાના ઘર તરફ વિદાય થયો. જ્યારે પોતાના ઘરે આવ્યો ત્યારે ગોરાણી પતિ સન્માન કરવા સામા આવ્યા અને પતિના ખભેથી ગોરાણીએ પોટલી ઉંચકી ઘરમાં રાખી. પાછા આવીને જુએ છે. તો પતિના ખભા ઉપર અનાજની બીજી પોટલી દીઠી તે પણ ઉચકી ઘરમાં રાખી એમ એક પછી એક અનાજની પોટલી પતિદેવના ખભા ઉપરથી ઉપાડતાં જાય ત્યાં દેવીના વરદાનથી બીજી પોટલી બ્રાહ્મણના ખભા ઉપર થતી જાય. ભાઈઓ ! કહેવાનો તાત્પર્ય એ છે કે આપણી જ્ઞાતિમાં એક પછી એક બાબતના સુધારા કરતા જઈશું તેમ તેમ બીજા પણ કેટલાક સુધારાઓ કરવાની જરૂરત પડતી રહેશે. એથી આપણને કંટાળી જવાનુ નથી. દરેક સુધારા ક્રમે ક્રમે અમલમાં મુકતા જઈશું અને જ્યાં સુધી હયાત છીએ ત્યાં સુધી પરમ કૃપાળુ પરમાત્મા આપણને બુધ્ધિ અને શક્તિનો ઉપયોગ જ્ઞાતિ સેવા અર્થે કરાવે એવી દરેક બંધુઓની ભાવના હોવી જોઈએ. આપણી પૂજ્ય જ્ઞાતિમાં યોગ્ય સુધારા કરી શકીએ અને તેવા યોગ્ય સુધારા કરવામાં હું મારી પૂજ્ય માતાઓ અને બહેનોને પ્રાર્થના કરૂં છું કે માતાઓ ! તમો જગત જનની છો, તમારી જ સહાયતાથી આ દુનિયાનો, દેશનો અને જ્ઞાતિનો ઉધાર થઈ શકશે. આપણને ધાર્મિક તેમજ સામાજીક પરિવર્તનો એટલે ફેરફારો કરવાના છે તે તમારી સંમતિથી જ થઈ શકશે. એ ચોક્કસ ખાત્રીપૂર્વક માનજો અહીંયા આપણે એકત્ર થઈ સર્વની સંમતિથી ઠરાવો ઘડી પાસ કરીએ તેવા ઠરાવોમાં તમો બહેનો રાજીખુશીથી સાથ આપશો ત્યારે જ એ ઠરાવો સંપૂર્ણ રીતે પાળી શકાશે. માટે મારી પૂજ્ય માતાઓ અને બહેનોને ખાસ નમ્રતાપૂર્વક અરજ કરૂં છું કે જે જે ઠરાવો સભામાં વંચાય તેમાં ફેરફાર કરવા જેવું જણાય તો ખુશીથી તે જ વખતે જણાવી દેશો તો તમારા કહેવા અનુસાર યોગ્ય ફેરફારો કરી શકીશું અને ઠરાવો પાસ થઈ ગયા બાદ અમલ કરવાની ફરજ આપણ સર્વની ઉપર રહેશે અને તે તમો બહેનો વર્તવાની કીંવા પાળવાની હિમત દર્શાવશો તો પુરૂષ વર્ગ પણ ઘણી ખુશીથી તેમજ સરળતાપૂર્વક પાળી શકશે એવી મારી દ્રઢ માન્યતા છે.
ભાઈઓ ! પીરાણા પંથ હિન્દુ ધર્મ હોવાનો દાવો કેટલાક ભાઈઓ ધરાવે છે પરંતુ તેવા ભાઈઓને એ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ નથી એમ સૈયદોએ પણ જાહેર કરેલું છે. અને વધુમાં પડકાર કરે છે પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવુ સાબિત કરી આપનારને રૂપીયા પાંચ હજાર એક આપવાની ચેલેંજ કરી છે. તો પછી પીરાણા “સતપંથ” હિન્દુ ધર્મ હોવાનો હઠ પકડી માનીએ તો આપણી કેટલી ભુલ કહેવાય ? આપણી કડવા પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિને એ પંથ જરા પણ શોભતો નથી. માત્ર સૈયદોની આજીવિકા પુરતો જ દશોંદવિશોંદ જેવા જબર લાગા વસુલ કરવામાં જ એ પંથનો પ્રચાર છે. આપણે જો એવા દરેક પ્રકારના લાગા બંધ કરી પીરાણે હુંડી ન મોકલાવીએ તો તેમની ખબર પડે કે એ અર્ધદગ્ધ ખીચડીઆ પંથનું કેટલું ગૌરવ રહી શકે છે. હાલમાં આપણા કચ્છમાંથી કેટલાંક ગામોમાંથી પીરાણે હુંડી નથી જતી તેમાં પણ કેટલો બધો ફેર પડી ગયો છે તે તમો બધા ભાઈઓ પણ જાણી શકતા હશો. કહેતાં ઘણું દુઃખ થાય છે કે આપણે લાખો કોરીઓ પીરાણે મોકલાવી અને ત્યાં તેનો દુર ઉપયોગ થઈ ગયો તે આપ ભાઈઓથી અજાણ્યું નહી જ હોય.
વિચારો કે આપણા ધર્માદાના નાણામાંથી આપણી જ્ઞાતિના ઉધ્ધાર માટે કંઈ પણ વાપરી શક્યા નહિ. કોઈપણ ગરીબ બંધુઓને મદદગાર થઈ શક્યા નહી તેમજ આપણા સંતાનો સારૂ નિશાળો, દવાખાનાઓ તેમજ ધર્મશાળાઓ પણ કરી શક્યા નહિ. એટલુ નહી પણ નાનામાં નાની બાબત કે સખત ગરમીમાં પાણીના પરબો બેસાડવા જેટલું પુણ્ય પણ કરી શકયા નહિ. એ વિચારતાં રોમાંચ ખડા થાય છે, અંતર અફસોસથી અકળાય છે પણ થાય શું. ગઈ ગુજરી ભુલી જઈને ભુલ્યા ત્યાંથી ફરી ગણીને ભગવાનની મંદિરમાં પ્રતિષ્ઠા નિમિત્તે ભેગા થયા છીએ અને તેમાં ધાર્મિક તેમજ સામાજીક ફેરફારો કરી ધર્માદા નાણાનો સદ્ઉપયોગ કરવો કે જેથી આપણી જ્ઞાતિની દરેક પ્રકારે સગવડ સચવાય.
પીરાણા પંથથી આપણી જ્ઞાતિ ઉપર અસર થઈ છે તેનો એક જ દાખલો એવો છે કે આપણે હિન્દુ હોવા છતાં આપણા હિન્દુ દેવોની આરાધના તેમજ ઉપાસના કેવી રીતે કરવી તે સદંતર ભુલી ગયા છીએ. જેથી મુરબ્બી શ્રી રાજારામભાઈએ ભગવાનની પ્રાર્થના પૂજન વિગેરે કેવી રીતે કરવા જોઈએ તે સંબંધે આપ ભાઈઓને સમજાવવા વિષે મને સુચના કરી છે. પરંતુ એ વિષય તો વિદ્વાન બ્રાહ્મણો તેમજ પંડિતોનો છે તો પણ મને જે અનુભવ છે તે પ્રમાણે આપને કહીશ.
પીરાણા પંથના પ્રતાપે આપણે આપણા હિન્દુ દેવદેવીઓની પ્રાર્થના ઉપાસના કરતા ભુલી ગયા છીએ. પણ સદ્ભાગ્યે કેટલાક સમયથી આપણા સુધારક ભાઈઓ પ્રાર્થના, વંદન, નમસ્કારની વિધિ વગેરે કરી રહેલા છે અને જ્યોતિધામમાં પણ પલાંઠી (બેસીને પાલખી) વાળીને દર્શન કરી નમસ્કાર કરવાની પ્રથા પ્રચલિત છે તે સિવાય સંધ્યા, રામરક્ષાનો પાઠ તેમજ ગીતાજીની ચોપડીઓ મુંબઈથી લઈ આવ્યા છીએ અને તે સર્વે પુસ્તકો કિંમત લીધા વગર મફત વહેચી આપવામાં આવશે અને તેનો દરેક જીજ્ઞાસુ બંધુઓ સદ્ઉપયોગ કરશે અને તેમાંથી ભગવાનની સ્તુતિ, પ્રાર્થના વિગેરે શીખીને કરી શકાશે. આપણેદૌચ (ઉત્તમ વર્ણ) છીએ જેથી ઉપવીત (જનોઈ) ધારણ કરવાનો અધિકાર છે પણ આપણી જ્ઞાતિ ખેતી પ્રાધાન્ય વર્ગ હોવાથી ખેતીનો ધંધો અનિયમિત હોવાના કારણે જે ભાઈઓ સ્નાનાદિ નિત્યનિયમ સંધ્યા આદિ કર્મ કરી શકે તેવા ભાઈઓએ વિધિપૂર્વક જનોઈ ધારણ કરવી. પરંતુ જે ભાઈઓ ખાસ નિત્ય કર્મ ન કરી શકે તેવા ભાઈઓથી ઉપવીત (જનોઈ) ધારણ ન થઈ શકે તો હરકત નહિ. પરંતુ બની શકે તો દરરોજ મંદિરમાં સાયંકાળે જઈ “નમો ભગવતે વાસુદેવાય નમઃ” એ મંત્રના જાપની જેટલી માળાઓ બની શકે તેટલી કરવી જોઈએ. અને હંમેશા પ્રાતઃકાળમાં સ્નાન કર્યા પછી સૂર્યની સામે ઉભા રહી સ્તુતિ કરવી જોઈએ કે હે દેવાધિદેવ તારા કિરણથી સૃષ્ટિને જેમ પ્રકાશ આપે છે તેમ અમારા હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ આપ. તે સિવાય હંમેશા મંદિરમાં આવી મર્યાદા પુરૂષોતમ શ્રી રામચંદ્રજીના ચારિત્રનું શ્રવણ કરી સારાંશ ગ્રહણ કરવો જોઈએ. શ્રી રામચંદ્રજીએ પિતાના વચનની ખાતર રાજ્યતિલકનો ત્યાગ કરી વનમાં ગયા એ ભાવ આપણને વડીલોના માન તેમજ મર્યાદા રાખવાનું સૂચવે છે. લક્ષ્મણજીએ રાજ વૈભવ વિલાસ છોડી જ્યેષ્ઠ ભ્રાતા સાથે વનમાં સીધાવી નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી સેવક તરીકે સાથે રહ્યા એ આપણને ભ્રાતૃભાવ બતાવે છે. ભરતજીએ પોતાને મળતી રાજગાદીનો લોભ એ રાજ્યના હકદાર શ્રી રામચંદ્રજીની પાદુકા કહેતાં પગે પહેરવાની ચાખડીને રાજ્ય સિંહાસન ઉપર સ્થાપી પોતે જ્યાં સુધી શ્રીરામચંદ્રજી વનમાંથી પાછા ન આવે ત્યાં સુધી નંદિગ્રામમાં ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા એ ભાવ આપણને બીજાના હક્કનો અધિકાર ન ભોગવવાનો પ્રમાણીક પણે ચાલવાનો બોધ આપે છે. કૈકયી શ્રીરામની અપર (મૈત્રી) માતા હતા તેના કહેવાથી શ્રીરામ વનમાં જાય છે તેમ જાણ્યાં છતાં પણ માતુશ્રી કૌશલ્યાજીએ તેમાં અંતરાય ન નાખતાં શ્રીરામચંદ્રજીને રજા આપી, એ ભાવ ઘરમાં સંપ રાખવાનું અને પતિની ઈચ્છા ગમે તેવી પોતાને પસંદ ન હોય તો પણ તેને આધીન રહેવાનું સ્ત્રીને શીખવે છે. શ્રીરામ પ્રત્યેના પ્રેમથી દશરથ રાજાએ અનુચીત આજ્ઞા આપવાથી પસ્તાઈ પોતાના દેહનો ત્યાગ કરે છે એ આપણા વડીલોએ પ્રિય સંતાનો ઉપર આપખુદી તથા જુલ્મી વિચારો ન નાખવાનું સૂચવે છે. પતિ સેવાથી સીતાજી મન, વચન અને કર્મની સ્વામી સાથે વનમાં જાય છે એ ભાવ પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેવાનું બહેનોને શીખવે છે.
ભાઈ આપણા ધર્મશાસ્ત્રોમાં આવો અમૂલ્ય ઉપદેશ રહેલો છે તેનું યથાર્થ પાલન આપણાથી બની શકે તેટલું જરૂરથી કરવું જ જોઈએ. હું તો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરૂં છું કે અમારી જ્ઞાતિમાં વડીલો દશરથ જેવા ભાઈઓ લક્ષ્મણ જેવા માતાઓ કૌશલ્યા જેવી, પત્ની સીતા જેવી અને ભરત જેવા ભાઇ થાય એમ ઈચ્છું છું. આજે આપ ભાઈઓ તેમજ બહેનો પધાર્ય છો તેવી જ રીતે આવતી કાલની સભામાં ઉત્સાહ પૂર્વક પધારી આ પવિત્ર કાર્યમાં સહાનુભૂતિ આપશો એવી હું આશા રાખું છું કે આજની સભામાં કેટલા જરૂરી સવાલોનો નિર્ણય થઈ ગયો છે. આજની સભાનો સમય વધારે વ્યતીત થવાથી મારૂં બોલવું પુરૂં કરું તે પહેલાં આજે મારાથી અનુચીત એટલે વધારે પડતું બોલાયું હોય તો મને ક્ષમા કરશો એવી પ્રાર્થના કરી બેસી જવાની રજા લઉં છું.
ગણાત્રા પ્રિન્ટીંગ પ્રેસ—રાજકોટ