Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
॥ શ્રી ઉમિયાજી માતાની આરતી ॥
જય ઉમિયા શક્તિ મા જય ઉમિયા શક્તિ |
ઈષ્ટ દેવી અન્નપૂર્ણા (૨) ની કરીએ ભક્તિ… જય ઉમિયા શક્તિ |
ચૌદ લોક બ્રહ્માંડ ઉત્પત્તિ કરનારા (મા) |
સચરાચરનાં પાલક, સંકટ હરનારાં… જય ઉમિયા શક્તિ |
વાંચ્છિત વર દેનાર દિવ્ય રૂપ દેવી (મા) |
આપ વિના દે અમને કોણ ગતિ એવી… જય ઉમિયા શક્તિ |
અન્ય નથી આધાર, આપ વિના અમને (મા) |
અમે આપના બાળક, ચિંતા છે તમને… જય ઉમિયા શક્તિ |
કડવા પાટીદાર આવ્યા તમ શરણે (મા) |
સૌને શુભ મતિ આપો, રાખોને ચરણે… જય ઉમિયા શક્તિ |
અચલ એક વિશ્વાસ, આપ વિશે ધરીએ (મા) |
ભગવતી આપ દયાળ, ભવસાગર તરીએ… જય ઉમિયા શક્તિ |
॥ શ્રી ઉમા વિજયતેતરામ્ ॥
શ્રી કડવા પાટીદાર કુળ વર્ધિની ઉમિયાજી માતાના નૂતન મંદિરનો ટુંક અહેવાલ
શ્રી ઉમા સ્તવન |
“શ્રી ઉમા શરણમસ્તુ જન્માંતરે ષ્વપિ” |
“કડવા કુલ વર્ધિની શ્રી ઉમા વિજયતેતરામ” |
“યામ્બા ખડગ ત્રિશુલ બાણ નિવહં દિવ્યૈર્ભુજે ષડભુજા” |
“દુષ્ટાનાં ભયસુચકં, સુરદ્વિષો મુંડં વહત્યનંદા” |
“ભક્તાનામ ભયંકરી સુખકરી ત્રેલોક્ય તાપાપહા” |
“સા દેવી વૃષ વાહના સુફલદા નિશ્રેય સાયા સ્તુવઃ” |
“કડવ ક્ષૈત્રિ ત્રાણાર્થ પ્રાદુર્ભુતાં ઉમાપુરે” |
“ઉમિયા મીશ્વરી ભકત્યા પ્રણયામી મુર્હુ મુહુઃ” |
ગુજરાત વાસી સનાતન ભાઈઓની માતાજી પ્રત્યેની પૂજ્ય ભાવના :—
સંવત ૨૦૦૦ના કારતક વદી ૧૪ {VSAK: 26-Nov-1943} ના દિવસે “શ્રી વિજય મંડળ”ના અનુયાયી ભાઈઓ એક જનરલ સભારૂપે માલપુર તાબાના રામપુરા કંપામાં શ્રીમાન હંસરાજભાઈ નારાયણભાઈ પોકારના અધ્યક્ષપણાં નીચે એકત્ર થયા, જેમાં સુધારક ભાઈઓએ હાજરી આપી સનાતન ધર્મના આદેશ પુરતા યથાઘટિત ઠરાવો નક્કી કર્યા. સમાજના ઘણા ભાઈઓએ તેમજ ઈશ્વરનગર ઉદ્ધવ આશ્રમ તરફથી સાધુ દયાળદાસજીએ અનેક ધાર્મિક પ્રવચનો આપી સનાતની તરીકેની ફરજોનું દિગ્દર્શન કરાવ્યું. ત્યાર પછી ટુંક સમયમાં જ એટલે કે આઠ દિવસ બાદ આંબલીઆરા તાબેના શ્રી બોરડી ટીંબા મુકામે વળી પાછું સનાતન ભાઈઓનું એક જાહેર સંમેલન ભરાયું, તેમાં અનેક ધાર્મિક તેમજ સામાજિક બાબતો ચર્ચવામાં આવી.
આવા જાગૃતિ કાળના સુઅવસરને જોઈ મોતીસરી કંપા નિવાસી શ્રીમાન હરીભાઈ કરમશીભાઈના ભક્તિ ભર્યા હૃદયને ઓળખી શ્રી ઉમિયાજી માતાજીએ તેમના ભાવભીના મનમંદિરમાં અલૌકિક પ્રેરણા કરી. જેના અખંડ ઉમળકા વડે તેઓ શ્રીમાને શ્રી ઉમિયાજી માતાના મંદિર સ્થાપના થવાની શુભ ઈચ્છા દર્શાવતાંની સાથે સાથે તે પૂજ્ય ભાવનાના પ્રકાશરૂપે રૂપિયા એક હજારને એક અર્પવાનું મંગલાચરણ કર્યું. શ્રી માતાજી પ્રત્યેના આ પૂજ્ય પ્રસ્તાવને સહર્ષ વધાવી લેતાં સમાજના શુભેચ્છક બંધુઓએ તે પ્રસંગને એક અનુપમ કર્તવ્ય રૂપે અપનાવ્યો અને બોરડી ટીંબા નિવાસી ભાઈઓ સમસ્ત તરફથી રૂા.૧૦૧ તેમજ માધવકંપા નિવાસી શ્રીમાન મુરબ્બી વાલજીભાઈ ભાણજીભાઈ વાડીયા તરફથી રૂા.૧૫૧ તથા અન્ય કંપાઓમાંથી આવેલા ભાઈઓએ મળી તેજ સ્થળે કુલ રૂા.૧૪૮૯/— એક્ત્ર કર્યાં
પરમાર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનો મૂળ આધાર આવા ભાવિક જનોના સહર્ષ અનુશીલન ઉપર રહેલો હોય છે. હંમેશાં દેવી સંપત્તિનો ઉપયોગ દેવાર્થે જ કરતા રહેવું એ મનુષ્યતાનું ચિન્હ છે તે સિવાય તો —
દાનં ભોમો નાશસ્તિસ્ત્રે ગતયો ભવતિ વિતસ્ય ।
યોન દદાતિ ન ભુકતાં તસ્ય તૃતિયા ગતિ ર્ભવતિ ॥૪૧॥
ભર્તુહરિ નિતિશતક
“ધનની ત્રણ ગતિ હોય છે. દાન, ભોગ અને નાશ જેણે ધન દાનમાં ખર્ચ્યું નહિ, ભોગમાં વ્યય કર્યો નહિ, તેવા ધનની ત્રીજી ગતિ તે નાશ નિશ્ચય થાય છે.”
શ્રી માતાજીની કૃપા દૃષ્ટિ વડે શ્રીમાન હરિભાઈએ પ્રફુલ્લિત થઈને સ્થળવિચાર કરતાં જણાવ્યું કે, આપણા કેન્દ્રસ્થાન અને જન્મસ્થાન કચ્છ દેશમાં આવેલ પવિત્ર ભૂમિ ઉદ્ધવ આશ્રમ — ઈશ્વરનગરમાં પ્રતિષ્ઠા સ્થાન રહેવું જોઈએ. તેમના આ વિચારોનું સમર્થન સભાના કેટલાક ભાઈઓએ પુરતી રીતે કર્યું. ઉપરાંત આ કાર્યની રચનાત્મક પદ્ધતિનો ઉલ્લેખ ચર્ચવામાં આવતાં સભામાં બિરાજેલા પૂજ્ય દયાળદાસજી ગુરૂ ઉદ્ધવ રામજીને તેની કાર્ય દક્ષતાનો ભાર વિનીત કરવામાં આવ્યો. મહારાજશ્રીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો.
આ સ્થળે શ્રીમાન હરીભાઈ કરમશીભાઈનો ટુંક પરિચય જણાવવાનું અસ્થાને નહિ જ ગણાય, કારણ કે સમાજમાં આવા ધર્મજ્ઞ પુરૂષોના જીવનનો કેટલોક અંશ આદર્શ નાગરિકતાનો સૂત્રો શીખવતો થાય છે.
શ્રીમાન હરીભાઈ કરમશીનો ટુંક પરિચય
શ્રીયુત હરીભાઈ કચ્છ તાબાના ગામશ્રી મથલના રહેવાસી છે. તેઓએ પોતાના જન્મકાળથી લઈને આજ દિવસ પર્યંત અનેક વહેપારી બાબતોની જીવન સમસ્યાઓને એકધારી વિશાળતા વડે સચોટ રીતે ઉકેલી પોતાના વ્યક્તિગત તેમજ સામાજિક જીવનને બહુ જ આદર્શ બનાવ્યું છે. તેમને સંતાન સંપત્તિમાં ચાર પુત્રો પૈકી ચિ.ડાયાભાઈ, મેઘજીભાઈ, ભાઈલાલભાઈ તથા ખુશાલભાઈ ચિરંજીવી છે. તેઓ પણ પિતાના આદર્શને ગ્રહણ કરી કુળવાન તેમજ આજ્ઞાકારી હોવાથી શ્રીમાન હરીભાઈને પોતાના જીવનમાં અનેરો સાથ મળે છે. તે કુટુંબની ધાર્મિક પ્રવૃત્તિ તેમજ સમાજ હિતસ્વી કારકિર્દી ખરેખર પ્રશંસનીય છે. શ્રી કુળદેવી ઉમિયા માતા પ્રત્યેનો અગાધ વિશ્વાસ એ એમના જીવન કાળમાંથી આપણને સહેજે સમજી શકાય તેમ છે. પરમકૃપાળુ ઉમિયાજી તેમના સત્ય પ્રિય સાહસ તેમજ ધર્મ પરાયણતાની ટેકને અખંડ રાખે. અસ્તુ.
ઉપરોક્ત બોરડી ટીંબા કંપાની સભામાં માતાજીના મંદિર બનાવવાની પ્રસ્તાવના સાથે સાથે ઈશ્વરનગર (વાંઢાય) ઉદ્ધવ આશ્રમમાં રહેલા કેટલાક પાટીદાર ભાઈઓના અપંગ બાલ વિદ્યાર્થીના પોષણાર્થે યથાશક્તિ દાન કરવા માટે પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજીએ આદેશ સભામાં સંભળાવ્યો હતો. જેના પરિણામમાં ઉદાર ગૃહસ્થોએ રૂા.૪૦૮/— સંસ્થાને અર્પણ કર્યા હતા. (જેનો ઉલ્લેખ દાનવીરોના પ્રકરણમાં કરવામાં આવ્યો છે) તે સુજ્ઞ મહાશયોનો અત્રે આભાર માનવામાં આવે છે.
ત્યારબાદ માતાજીના મંદિરનું કામકાજ સત્વરે ચાલુ થવાની બહુમતી ઠરાવ ઉપરથી મહારાજ શ્રી દયાળદાસ ચાર છ દિવસના ટુંક સમયમાં કેટલુંક પ્રચાર કાર્ય કરીને તરત જ આશ્રમ સ્થળે એટલે કે કચ્છ દેશમાં ગયા હતા.
પૂજ્ય ગુરૂ મહારાજ શ્રી ઉદ્ધવ રામજીની અનુમતિ :—
ગુજરાતના ઉત્સાહી વાતાવરણમાંથી કચ્છ ઉદ્ધવ આશ્રમમાં પધારી મહારાજ શ્રી દયાળદાસજી પાટીદાર ભાઈઓની પ્રશંસનીય વિચારોનો ઉલ્લેખ ગુરૂ મહારાજ પાસે રજુ કર્યો આ આનંદદાઈ પ્રકરણને સાંભળતાં મહારાજશ્રીને પાટીદાર ભાઈઓમાં પ્રચલિત ધાર્મિક લાગણીઓ પ્રત્યે ખરેખર એક અપૂર્વ આનંદ થયો. તેઓશ્રીએ પાટીદાર જ્ઞાતિની વિશાળતાનો અનુભવ આપતાં આ કાર્યને મહત્ત્વનું ગણી આશ્રમમાં સ્થળ વિષયક સૂચના આપીને રચના પ્રણાલીનો યથાર્થ અનુભવ કરાવ્યો.
કચ્છ નિવાસી સનાતન ધર્મપ્રેમી ભાઈઓની ભાવના :—
આશ્રમમાં ગુરૂ મહારાજના અનુમોદન બાદ પૂજ્ય શ્રી દયાળદાસજી મહારાજે કચ્છ નિવાસી પાટીદાર જ્ઞાતિના સનાતન ભાઈઓની મુલાકાત લેતા તેઓશ્રીએ નખત્રાણા, વિરાણી, કોટડા, મથલ, વેરસલપર, લુડવા વિગેરે ગામોની મુલાકાત લીધી ત્યાં વસતા સનાતન ભાઈઓને મહારાજશ્રીના આ ધાર્મિક આદેશને બનતો સાથ આપવાની ધગશ જણાવી. ત્યારબાદ મહારાજશ્રીએ ગઢશીશા નિવાસી ભાઈશ્રી રામજીભાઈ લાલજીભાઈ રામજીયાણીની આ વિષયમાં મુલાકાત લીધી. તે ભાઈએ મંદિરના બાંધકામ વિષય પુરતો સાથ છેવટ સુધી પોતાની હાર્દિક ભાવના વડે આપવાની સંમતિ આપી અને તેજ પ્રમાણે છેવટ સુધી પુરતો સાથ આપ્યો છે તે માટે તેમનો અત્રે આભાર માનવામાં આવે છે.
મંદિરનું ખાત મુહૂર્ત :—
કચ્છના ટુંક પ્રવાસમાંથી આવીને મહારાજ શ્રી દયાળદાસજીએ ખાસ મુહૂર્ત વિશે નક્કી કરેલ દિવસ સંવત ૨૦૦૦ના મહા સુદી ૫ વસંત પંચમી {VSAK: 30-Jan-1944} ના મંગળમય દિવસે શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈ વિરાણી, રાજાભાઈ શામજી માનકુવા, કરશનભાઈ ઉકેડા દેશલપર, કાનજીભાઈ ગોપાળ વેરસલપર, વીરજીભાઈ પરબત પટેલ મથલ, જીવરાજભાઈ વસ્તાભાઈ માનકુવા, જીવરાજ હીરજી ઉકાણી માનકુવા વગેરે ભાઈઓએ પધારી મહારાજ શ્રી ગુરૂ ઉદ્ધવ રામજીના સાનિધ્યમાં પોતાના વરદ્ હસ્તે ખાત મુહૂર્ત ક્રિયા પદ્ધતિસર કરેલી હતી.
ત્યારપછીના કાર્યક્રમને વિચારતાં શ્રી દયાળદાસજીએ બાંધકામમાં જોઈતી સામગ્રી જેવી કે પથ્થર, સિમેન્ટ, ચુનો, રેતી વગેરે સાધનોની ગોઠવણી કરી મેળવ્યા હતા. સાધનના ઉત્પાદનમાં જ એકત્ર થયેલી રકમ રૂા.૧૪૮૯/— લગભગ ખર્ચાઈ ગયેલા જણાયા. જેના ખર્ચ ખાતાનો હિસાબ ગુજરાત મોતીસરી કંપા શ્રીમાન હરીભાઈને મોકલવામાં આવ્યો. પરિસ્થિતિને સમજતાં તરત જ સંયોગવશ મોતીસરી મુકામે આવેલી નાટક કંપનીના મેનેજર શ્રીમાન હરગોવિંદદાસ નાગરદાસ વ્યાસની સાથે મંત્રણા કરી એક ધાર્મિક નાટ્ય પ્રયોગ તે જ સ્થળે ગોઠવવામાં આવ્યો. જેના પરિણામમાં લાગતા વળગતા કંપાઓમાંથી કેટલાક સજ્જન ભાઈઓએ પધારી ધાર્મિક આવકને સારો આશ્રય આપ્યો હતો. જેની કુલ ઉપજનો આંકડો રૂા.૮૨૪ થયો હતો. કંપનીના ચાલુ ખર્ચ ઉપરાંત રૂા.૩૦ની અલ્પભેટ સ્વીકારી લઈને બાકીની આવકને ધાર્મિક કાર્યમાં વ્યય થવાની ઈચ્છા રાખનાર તે કંપનીના મેનેજર તથા તેમના કુલ સ્ટાફનો આભાર માનવામાં આવે છે. સાથે સાથે શ્રીમાન હરીભાઈની ધાર્મિક ધગશ અને ખેલમાં પધારેલા પ્રેક્ષકભાઈઓની લાગણીને ધન્યવાદ ઘટે છે. (સહાયક ભાઈઓનો અહેવાલ પાછળના પ્રકરણમાં નામવાર આપવામાં આવેલ છે).
શ્રીમાન હરીભાઈ મારફતે ઉપરોક્ત બાબતનો સંકેત મળતાં બાંધકામની શરૂઆત થવી યોગ્ય જણાઈ ત્યાર પછીના સમયમાં શ્રીમાન રામજીભાઈ લાલજીના અનુભવ સિદ્ધ ગઢશીશા નિવાસી સલાટ ભાઈશ્રી વાલજીભાઈ રામજી અને તેમની સલાહ મુજબ સર્વ કારીગર વર્ગને એકત્ર કરી બાંધકામની શરૂઆત કરવામાં આવી. તે દરમિયાન પૂજ્ય મહારાજશ્રી ઉદ્ધવ રામજી ચાલતા કામનું અવલોકન કરવા દરરોજ પધારતા હતા.
સંયોગવશ લગભગ વિસેક દિવસ બાદ શ્રીમાન મનજીભાઈ જેરામ મિસ્ત્રી ગામ—માધાપર નિવાસી, પૂજ્ય મહારાજશ્રીના દર્શનાર્થે આવેલા હતા. તેમણે પણ મંદિરના બાંધકામને જોઈ સારો ઉત્સાહ જણાવ્યો, એટલું જ નહિ, પરંતુ આ સદ્કાર્યને યથા વિધિ પૂર્ણ કરવામાં પોતાના તરફથી પણ બનતી સહાયતા આપવા જણાવ્યું હતું.
મંદિરના બાંધકામ સંબંધમાં શ્રી રામજીભાઈ તથા સલાટ વાલજીભાઈ રામજી અને કાર્યકર્તા દરેક ભાઈઓના ઉત્સાહને લીધે છેવટે ફાગણ વદી ૦॥ અમાસ {VSAK: 24-Mar-1944} એટલે કે આશરે બે મહિનાની ટુંકી મુદ્દતમાં આ કાર્ય પૂર્ણ થયું, તે સર્વ કામકર્તા ભાઈઓને આભારી છે.
પરિણામે માતાજીની પ્રતિષ્ઠા માટે સંવત ૨૦૦૦ના ચૈત્ર સુદી નવમી {VSAK: 02-Apr-1944} રામ નવમીના મંગલમય પવિત્ર દિવસે સવારના દસ વાગ્યાનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું. ગઢશીશાવાસી પંડિત શ્રી ગોવિંદ મહારાજને તેમની બ્રહ્મમંડળી સહિત બોલાવવામાં આવ્યા તથા પંડિત શ્રી કાશીરામ મહારાજ આસંબીયાવાળાને પણ બોલાવવામાં આવ્યા. દરેક સ્થળે આમંત્રણ પત્રિકાઓ પાઠવવામાં આવી અને તે મુજબ ચૈત્ર સુદીથી ભાવિકજનો આવવા લાગ્યા આમ ચૈત્ર સુદી ૮ની પુનિત પ્રભાતે સનાતન માનવ મેદનીનું અનુપમ દૃશ્ય જોતાં શ્રી માતાજીની અસીમ કૃપા અને ભક્તિ ભાવના વડે ઉદ્ધવ આશ્રમની શોભા સોનામાં સુગંધ આવ્યાની પેઠે અનુપમ જણાતાં તીર્થધામ સમ આશ્રમ દિપવા લાગ્યું. કીર્તન ધ્વની તેમજ માનવ કિલ્લોલની પ્રચંડપાંખો દ્વારા અસંખ્ય માનવ મુમુક્ષો સંત દર્શનના અભિલાષી આવેશમાં ઉડી ઉડીને શ્રી માતાજીની નૂતન મંદિર ઉદ્યાનમાં વિરામવા લાગ્યા — આમ કરતાં સાંજે છ વાગ્યે તમામ જન સમુદાય “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ”ની સભારૂપે એકત્ર થયો.
સંવત ૨૦૦૦ના ચૈત્ર સુદી ૮ {VSAK: 01-Apr-1944} ની જનરલ સભા ૧લીનો ટુંક કાર્યક્રમ :—
પદ્ધતિસરનું કાર્ય કરતાં શ્રીમાન હરીભાઈ કરમશી કચ્છ મથલ ગામના હાલ રહેવાસી ગુજરાત મોતીસરી કંપાવાળાની પ્રમુખ સ્થાન માટે બહુમતિથી ચુંટણી કરવામાં આવી હતી. સેક્રેટરી તરીકે શ્રીમાન નથુભાઈ નાનજી ગામ—નખત્રાણાવાળાને યોજવામાં આવ્યા હતા.
મે.પ્રમુખ સાહેબ હરીભાઈ કરમશીનું ભાષણ :—
પૂજ્ય મહારાજ શ્રી, તેમજ પધારેલા સુજ્ઞબંધુઓ —
આજના અપૂર્વ આનંદને જોઈ હું આપણી પાટીદાર જ્ઞાતિનું અહોભાગ્ય માનું છું. કેટલાક સમયથી આપણી પાટીદાર જ્ઞાતિને આવા સનાતન ધર્મધ્વજ તળે એકત્ર થઈ ઉન્નતિદાયક માર્ગનું અનુકરણ કરતી રહે આ પ્રકારની મારી મનોભાવનાને પૂજ્ય ઉમિયા માતાજીએ આજે પૂર્ણ કરી છે.
આજે જ આપણે કૃપાળુ કુળદેવીના ખરા કૃપા પાત્ર સુપુત્ર તરીકેની ફરજનું કંઈક અંશે પાલન કર્યું ગણાય. ભાઈઓ ! આજના શુભ દિનને માતુશ્રીના પ્રતિષ્ઠા દિન તરીકે ઉજવી, આ પવિત્ર તીર્થધામ ઉદ્ધવ આશ્રમમાં પ્રતિ વર્ષે પધારવા સૌ પાટીદાર ભાઈઓને હું અરજ કરું છું. જ્ઞાતિના શુભેચ્છક ભાઈઓએ હંમેશાં આવા શુભાવસરો અને શુભ કાર્યોને તન, મન અને ધન વડે કરી યથાશક્તિ સહાયતા આપવી જોઈએ.
પૂજ્ય મહારાજશ્રી દયાળદાસજીએ જે પાટીદાર જ્ઞાતિના ઉન્નતિ પ્રદ માર્ગનું પ્રચાર કાર્ય અપનાવી પોતાનું કર્તવ્ય બજાવી રહ્યા છે. તે માટે હું તેમનો હાર્દિક આભાર માનું છું.
શ્રી ગુરૂ ઉદ્ધવરામ મહારાજનો અણમોલ ઉપદેશ આપણે જીવનમાં ઓતપ્રોત ઉતારવો જોઈએ અને ત્યારે જ આપણી ખરી ઉન્નતિ થશે. અત્રે પધારેલા સર્વ મહાનુભાવોનો હું આભાર માનું છું. (તાળીઓ) ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રી ઉદ્ધવરામજીએ સનાતન ધર્મના મહત્ત્વને સમજાવી ધર્મપરાયણ થવા આદેશ આપ્યો હતો. તેઓશ્રીએ ધર્મ સાથે આપણા વ્યક્તિગત, સામાજિક તેમજ પરમાર્થિક પ્રત્યેક બાબતોનો ગાઢ સંબંધ બતાવ્યો હતો.
ત્યારબાદ શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈ વિરાણીવાળાએ સનાતન સંસ્કાર તેમજ સદાચાર વિશે સારું એવું સ્પષ્ટીકરણ કર્યું હતું. તેમના કથન મુજબ સદાચાર વડે જ ધર્મ જાળવી શકાય અને સદ્સંસ્કાર વિનાનો મનુષ્ય એ ખરેખર માનવાકૃતિ પશુ સમાન છે એમ બતાવ્યું હતું.
ત્યારબાદ સેક્રેટરી નથ્થુભાઈ નાનજીએ બહારથી આવેલા નિવેદન પત્રો સભા સમક્ષ વાંચી સંભળાવ્યા હતા જે નીચે મુજબ હતા.
શ્રીમાન શીવદાસભાઈ કાનજી તથા રાજારામ શામજીનું નિવેદન :—
પરમ પૂજ્ય મહારાજ દયાળદાસજી ગુરૂ ઓધવરામજીની પવિત્ર સેવામાં
સ્વસ્થાન ઈશ્વરનગર (વાંઢાય)
તમારો પોસ્ટ કાર્ડ મળ્યો વાંચીને ઘણો આનંદ થયો છે. તમો અમારી જ્ઞાતિને ઊંચા સંસ્કાર આપી નિર્લજ પાખંડ પંથમાંથી છોડાવી અસલ પોતાના સનાતન ધર્મ ઉપર લાવવા આપ જે જહેમત ઉઠાવી રહ્યા છો તેના માટે તમોને જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો જ ગણાય.
ઉમિયા માતાનું મંદિર બાંધી તમોએ મહેનત અને ઉજાગરા કરી આ પાટીદાર જ્ઞાતિને વધારે ઋણી બનાવી છે.
વિશેષમાં અમોએ તમોને રૂા.૧૦૨નું મનીઓર્ડર મોકલ્યું છે, તેમાં રૂા.૫૧ પટેલ રાજારામ શામજી માનકુવાવાળાના છે તથા રૂા.૫૧ તે પટેલ કાનજી વીરજી વિરાણીવાળાના નામથી લખશો અને હસ્તે શીવદાસ કાનજી કરશો.
મહારાજ દયાળદાસજીએ આપણી પાટીદાર જ્ઞાતિ માટે કચ્છ અને ગુજરાતમાં રાત દિવસ નહિ જોતાં, ટાઢ તડકા નહિ ગણતાં જ્ઞાતિને ઉજ્જવળ બનાવવા માટે જે મહેનત કરી છે, તે માટે તેમને જેટલા ધન્યવાદ દઈએ તેટલા ઓછા છે અને હજુ પણ પ્રભુ તેમને બળ, બુદ્ધિ અને આયુષ્યવાન બનાવો. જેથી પાટીદાર જ્ઞાતિને વધારે સંસ્કારવાન બનાવે, તેવી અમારી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે. એજ.
લી.પટેલ શીવદાસ કાનજી તથા રાજારામ શામજીના પાયલાગણા વાંચશો.
દા.શીવદાસ કાનજી
શ્રીમાન કાનજીભાઈ નથ્થુભાઈ વેરસલપરવાળા (હાલ—મુંબઈ)નું નિવેદન :—
પરમ કૃપાળુ પૂજ્ય વડીલો, માતાઓ, બહેનો તથા સદ્ગૃહસ્થો મારા લખવામાં કાંઈ ભુલ જણાય તો આપ પરમ કૃપાળુઓ માફ કરશો.
વિશેષમાં હું આજે આપણી જ્ઞાતિને ધન્યવાદ આપું છું. જે ભાઈઓએ પોતાના ખરા અંતઃકરણથી તન, મન અને ધન અર્પણ કર્યા છે તેમને ધન્યવાદ છે અને પરમ કૃપાળુ ઈશ્વર આવી સદ્બુદ્ધિ, આવા શુભ કાર્યને કરવાને હંમેશાં આપે અને આપણી જ્ઞાતિ માટે પૂજ્ય મહારાજશ્રીએ જે તકલીફ લીધી છે અને જે સત્ય માર્ગ બતાવ્યો છે તેને માટે હું વર્ણન લખી શકતો નથી. આવા સજ્જન મહાપુરૂષો આ કાર્ય વિશે અને સનાતન ધર્મને માટે મહેનત કરી રહ્યા છે અને હજુ પણ કરવા પરમાત્મા તેમને લાંબુ આયુષ્ય બક્ષે.
આ શુભ પ્રસંગે શ્રી માતાજીના ચરણમાં અલ્પભેટ રૂા.૨૬૮ મોકલ્યા છે તે સ્વીકારવા કૃપા કરશો. પરમ કૃપાળુ પરમાત્મા, પૂજ્ય મહારાજશ્રી તથા જ્ઞાતિના સદ્ગૃહસ્થો તેમજ માતાઓ હું હાથ જોડી નમસ્કાર કરી મારું લખવું પુરું કરું છું. મારી જે કાંઈ ભુલ હોય તે આપ સૌ માફ કરશો.
ૐ શ્રી અંબિકા માતાની જય હો. પૂજ્ય કૃપાળુ પરમાત્માની જય હો. પૂજ્ય મહારાજશ્રી ઓધવરામની જય હો. પૂજ્ય મહારાજશ્રી દયાળદાસની જય હો. કડવા પાટીદારની ઉન્નતિ હો. સનાતન ધર્મની જય હો.
લી.કાનજીભાઈ નથ્થુભાઈ ગામે વેરસલપરવાળાના હરી ૐ
ગુજરાતમાં રામસી કંપા નિવાસી ભાઈઓ સમસ્તનો આવેલો પત્ર :—
પૂજ્ય મહારાજશ્રી, આપશ્રીએ કચ્છ દેશમાં ઈશ્વરનગરમાં માતાજીની સ્થાપના કરી, ખરેખર પાટીદાર જ્ઞાતિને ઉજ્જવળ કરી છે. આ માંગલિક પ્રસંગમાં અમારાથી આવી ન શકાયું તે માટે ક્ષમા આપશો. તેમજ પૂજ્ય માતાજીના ચરણે અમારી સર્વ ભાઈઓની અલ્પભેટ રૂા.૧૦૦ પોસ્ટ મારફતે મોકલ્યા છે તે સ્વીકારશોજી.
લી.ગામ સમસ્તના ભાઈઓ વતી જેઠાભાઈ હરીભાઈના હરી ૐ
ગુજરાતમાં નવાનગર (દેરોલ કંપા)ના ભાઈઓ સમસ્ત તરફથી આવેલ પત્ર :—
પરમ પૂજય મહારાજશ્રી ઓધવરામજી તથા પૂજ્ય મહારાજશ્રી દયાળદાસજીની પવિત્ર સેવામાં ઇશ્વરનગર (વાંઢાય)
વિ.વિ.સાથે લખવાનું જે, શ્રી ઉમિયાજી માતાના પ્રતિષ્ઠા મહોત્સવની આમંત્રણ પત્રિકા મળી વાંચી અનેરો આનંદ થયો. પરંતુ કામના રોકાણના લીધે અમારાથી શ્રી માતાજીના દર્શનનો અમૂલ્ય લાભ લેવાયો નથી, તો ક્ષમા કરશો. આજ રોજ રૂા.૫૦નું મનીઓર્ડર નીચે મુજબ નામવાર મોકલેલ છે તે શ્રી માતાજીના ચરણ કમળમાં ભેટ ધરી કૃપાપાત્ર બનાવશો.
આપશ્રીએ અમારી જ્ઞાતિને પડતીના પાતાળેથી ઉન્નતિના શિખરે બિરાજમાન કરવા ભગીરથ પ્રયાસ આદરી સનાતન ધર્મને વિજય ધ્વજ ફરકાવ્યો છે. તે બદલ અમો આપનો અનહદ આભાર માનીએ છીએ. ઉત્સવનું ટુંકમાં વર્ણન લખી કૃપા કરશો એજ ચૈત્ર સુદી ૩
દા.માસ્તર નાથાલાલ મોહનલાલના સ્નેહ વંદન સ્વીકારશો.
મુંબઈથી ગઢશીશા નિવાસી ભાઈઓ તરફથી આવેલો પત્ર :—
સર્વ ઉપમા જોગ પૂજ્ય દયાળદાસજી ગુરૂ ઓધવરામજીની પવિત્ર સેવામાં એતાનશ્રી મુંબઈથી ગઢશીશાના ભાઈઓ તરફથી પા.હીરજી લાલજી તથા શામજી રતના તથા વિશ્રામ હંસરાજ વગેરે યુવકભાઈઓના હરીહર વાંચશોજી.
વિશેષમાં આપ આવા કઠીન વખતમાં પણ કુળદેવી શ્રી ઉમિયા માતાજીનું મંદિર કરી પ્રતિષ્ઠા કરી રહ્યા છો તે માટે તમને ધન્યવાદ છે. અમારી જ્ઞાતિના જે જે ભાઈઓએ ગુજરાત તેમજ કચ્છમાંથી આ મંદિર માટે તન, મન અને ધનથી ટેકો આપ્યો છે. તેને અમે ધન્યવાદ આપીએ છીએ. આ પ્રતિષ્ઠાનો રિપોર્ટ બહાર પડે તે કૃપા કરી અમને જરૂર મોકલશોજી. અમો ભાઈઓ મળીને રૂા.૫૦ મનીઓર્ડરથી મોકલ્યા છે તે ફુલને ઠેકાણે પાંખડી સ્વીકારશોજી. એજ.
દા.વિશ્રામ હંસરાજના હરીહર વાંચશો.
ઘાટકોપર યુવક મંડળના ભાઈઓ તરફથી આવેલો પત્ર :—
પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજી ગુરૂ ઓધવરામજીની પવિત્ર સેવામાં
મુ.ઈશ્વરનગર (વાંઢાય)
ઘાટકોપરથી લી.પાટીદાર યુવક મંડળના સર્વ ભાઈઓના હરી ૐ સ્વીકારશોજી. વિ.વિ. સાથે લખવાનું જે પૂજ્ય માતાજી શ્રી ઉમિયા દેવીની પ્રતિષ્ઠા પ્રસંગમાં સર્વ ભાઈઓ તરફથી ભેટના રૂા.૧૪૦નું મનીઓર્ડર મોકલેલ છે તે સ્વીકારશોજી. કારણવશ ન અવાયું તે માટે ક્ષમા આપશોજી.
લી.પાટીદાર યુવક મંડળ — ઘાટકોપર દા.ભીમજી મેઘજીના પ્રણામ.
ઉપરોક્ત નિવેદનો વંચાયા બાદ વોલંટીયર ભાઈઓની ચુંટણીનું કાર્ય કરવામાં આવ્યું હતું અને સેવા કાર્ય માટે ગુજરાત નિવાસી યુવક ભાઈઓએ પધારી કચ્છવાસી પાટીદાર યુવક સાથે મળી આ પવિત્ર કાર્યમાં તન, મન અને ધનથી પુરતો સાથ આપવા વિનંતી કરી હતી જે ધન્યવાદ સાથે સ્વીકારવામાં આવી હતી.
શ્રીમાન શીવગણભાઈ લાલજી પટેલ વિરાણીવાળા કે જેઓએ વોલંટીયર વર્ગનું કુલ સંચાલન કરવાનું સ્વીકાર્યું હતું. સર્વ યુવક ભાઈઓના ઉત્સાહને ખરેખર ધન્યવાદ ઘટે છે.
સભામાં સુજ્ઞ ભાઈઓના કેટલાક પ્રવચનો બાદ સેક્રેટરી શ્રીમાન નથ્થુભાઈ નાનજીભાઈ નખત્રાણાવાળાએ રાષ્ટ્રીય કેળવણી વિષય ઉપર રસમય વાણીમાં ટુકું પણ અસરકારક ભાષણ કરેલું હતું આખરે તાળીઓના હર્ષનાદ વચ્ચે અને પૂજ્ય ગુરૂ મહારાજશ્રીના આનંદ—આશીર્વાદ સાથે સભા વિસર્જન થઈ હતી.
સભા ૨જીનો કાર્યક્રમ :—
આજની સભાના પ્રમુખ તરીકે શ્રીમાન પરબતભાઈ લખુભાઈ પટેલ ગામ મથલવાળાની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી. પ્રમુખ સાહેબે પોતાનું આસન લીધા બાદ કામકાજ ચાલુ કરવામાં આવ્યું.
શ્રીમાન પરબત લખુભાઈ પટેલનું પ્રવચન :—
મારા પ્રિયબંધુઓ અને માતાઓ
આજે આપણે આ ઈશ્વરનગરની પવિત્ર ભૂમિ ઉપર ભેગા થયા છીએ અને આપણી કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપના (પધરામણી) કરવા માટે અત્રે આવ્યા છીએ તેનો આભાર માનું છું.
આપણી જ્ઞાતિમાં અજ્ઞાનતાને લીધે ઉંચી કોટીના હિન્દુઓને ન છાજે તેવા રિવાજો ઘુસી ગયા છે, તેને કાઢી સનાતની બનવાને આપણા મુરબ્બી ધર્મવીરોએ આપણા માટે સેવા સાધી છે. એટલું જ નહિ પણ ધર્મ ધુરંધર પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજીએ પોતાના શિષ્ય દયાળદાસજીને આપણી જ્ઞાતિમાં પ્રચાર કરવા માટે આપણને અર્પણ કરેલ છે. જેમણે કચ્છ તેમજ ગુજરાતમાં ગામો ગામ ફરી ખૂબ પ્રચાર કરી, આપણે મૂળ જાતી કોણ? તેનું પૂરેપુરું આપણને ભાન કરાવ્યું છે. જેથી આપણામાં ખૂબ જાગૃતિ આવી છે. તેમનો હું આભાર માનું છું.
ગામ મથલવાળા હરીભાઈ કરમશી હાલ મોતીસરી કંપામાં વસે છે. તેમણે જ્ઞાતિની લાગણી ધરાવી કુળદેવીનું મંદિર બનાવવાને મોટો ફાળો આપી તન, મન અને ધનથી મહેનત કરી રહ્યા છે તેનો પણ હું આભાર માનું છું. સર્વ ભાઈઓ આ કાર્યમાં છેવટ સુધી પુરેપુરો સાથ સહકાર આપશે એવી હું આશા રાખું છું. તેમજ સર્વ ભાઈ—બહેનો સનાતન ધર્મ પાળતા રહેશે એવી વિનંતી કરું છું. સાથે સાથે શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈ બે બોલ સંભળાવશે એવી હું આશા રાખું છું.
શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈનું ભાષણ :—
મહેરબાન પ્રમુખ સાહેબ પૂજ્ય મહારાજશ્રી તથા સુજ્ઞ બંધુઓ !
આપણી જ્ઞાતિમાંથી સનાતન તરીકેના આપણા ચારિત્રોને ડાઘ લગાડતા એવા આસુરી રૂઢી રિવાજોનો સત્વરથી નાશ કરવો જોઈએ. જીવન વિરોધી બાળલગ્નની અનઈચ્છનીય પ્રથાથી આપણી જ્ઞાતિની જે અધોગતિ થઈ રહી છે, જેનો આભાસ લેતાં હૃદય કંપી ઉઠે છે. બાળલગ્નના રૂઢી રાક્ષસ વડે આપણા સમાજમાં ગૃહસ્થાશ્રમ ઉપર તેમજ બ્રહ્મચર્યાશ્રમ ઉપર એક પ્રચંડ વિધ્વંશ થઈ રહ્યો છે.
છુટાછેડાનો કારમો કલેશાધાર જનતાને પતિત બનાવી રહ્યો છે, માટે આ નાશકારક પ્રથાથી આપણે સચેત થવું જોઈએ.
વિશેષમાં આ સંસ્થાને આપણાથી બનતી દરેક પ્રકારની સહાયતા કરવી તે આપણી ફરજ છે. કચ્છ દેશમાં આ પવિત્ર સ્થાન આપણું કેન્દ્રસ્થાન છે. આ તપો ભૂમિના તપેશ્વરીના તેજ કિરણો આપણા અજ્ઞાનરૂપી તિમીરને દૂર કરી આપણને ઉજ્જવળ કરશે માટે આ ઉદ્ધવ આશ્રમમાં પ્રતિવર્ષ પધારી શ્રી માતાજીના દર્શન કરી તીર્થયાત્રા કરવી એ આપણી સૌની ફરજ છે.
અત્રે સભામાં પધારેલા મહેરબાન માસ્તર સાહેબ મગનલાલભાઈ તથા શ્રીયુત રસીકલાલભાઈ પોતાની વિદ્વતાથી અમૃતમય વાણીથી બે બોલ સંભળાવવા કૃપા કરશે એવી હું આશા રાખું છું. (તાળીઓ)
શ્રીયુત મગનલાલ માસ્તર સરસ્વતી સદનવાળાનું પ્રવચન :—
ભાઈઓ અને બહેનો
આપણે આજે જે ભૂમિ પર એકઠા થયા છીએ એ ભૂમિ મહાપ્રતાપી છે અને પ્રતાપી હોવાના કારણે જ પરમ પૂજ્ય મહારાજશ્રી ઈશ્વર રામજીએ આ ભૂમિને પોતાની તપોભૂમિ માની છે. જે સ્થાન વેરાન અને ઉજ્જ્ડ હતું ત્યાં આજે જે પરિવર્તન થઈ રહ્યું છે તે તમે સૌ જોઈ શકો છો. એ તપસ્વી પુરૂષના તપના પ્રતાપે આજે આ સ્થાન જાત્રાનું ધામ બન્યું છે અને તેથી જ આજે આપણે સૌ મનનો મેલ દૂર કરવા અને આત્માની ઉન્નતિ કાજે એકઠા થયા છીએ.
મહારાજશ્રીએ સરસ્વતી સદનની સ્થાપના પોતાના વરદ્ હસ્તે કરી ઉન્નતિ કાર્યમાં પોતાનો ફાળો નોંધાવ્યો છે. ગુરૂકુળની સ્થાપના કરી આર્ય ધર્મની ઉન્નતિ કાજે કમર કસી છે. આજે પરોક્ષ રીતે પોતાના શિષ્ય દયાળદાસજી પ્રયાસથી સનાતન ધર્મ પ્રચાર કરી રહ્યા છે. પરિણામમાં આજે આપણે સૌ ઉમિયા માતાના ધામનું નવસર્જન કરવા એકઠા થયા છીએ. ધર્મ, શિક્ષણ અને રાષ્ટ્ર ઉન્નતિરૂપી ગંગાનો ત્રિવેણી સંગમ આજે મહારાજ શ્રી ઈશ્વરરામજીની પવિત્ર ભૂમિમાં વહેવા લાગ્યો છે.
તમે જગતના તાત છો કારણ કે પૃથ્વી પરનો ઉત્તમ ધંધો તમારા હાથમાં છે. તમારી તોલે જગતમાં કોઈ શ્રેષ્ઠ નથી. તમારા વિના આ દેશની ઉન્નતિ શક્ય નથી જ.
બધી પ્રવૃત્તિઓમાંથી મુક્તિ મેળવી બેઠેલા મહારાજ શ્રી ઉદ્ધવરામજી પોતાના પરનો વહેવારી બોજો દૂર કરી બેઠા છે. પણ આવી પ્રવૃત્તિઓ તો તેમનો આત્મા છે. આવી પ્રવૃત્તિઓને આગળ વધારવી એ જ એમનો જીવનમંત્ર છે. એ જ એમનું પ્રભુ ભજન છે. તમારા માટે તેઓશ્રીએ કમર કસી છે, તે માટે સૌ ભાઈઓ તેમના ઋણી છે.
શિક્ષણ લીધા વિના ધારણ કરેલા ધર્મથી કશો ફાયદો નથી. કેળવણી પામ્યા વિનાનો મનુષ્ય પશુ સમાન છે. એટલે શિક્ષણ સૌથી પહેલાં લેવાની જરૂર છે. શિક્ષણ કોને કહેવાય? અને તે કેવા પ્રકારનું જોઈએ? એ પ્રશ્ન બહુ મોટો છે તેથી બીજી વખતે ચર્ચીશું. અત્યારે તો હું એક વિનંતી કરું છું કે, આપ શાળાઓ ઉભી કરો તેમાં છોકરાંને ગોંધી ન રાખતાં તેમના ચિત્તની શાંતિ થાય, મનની મોકળાશ થાય અને હૃદયને આનંદ આપે તેવા સ્થાનને પસંદ કરી ઉચ્ચ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. શિક્ષણનો વિચાર કરતાં તમે આટલું વિચારશો, આવું વાતાવરણ જોશો તો પણ બસ થશે. બોલો ઉમિયાજી માતકી જય. (તાળીઓ)
ત્યાર પછી શ્રીમાન રસિકલાલ જોશી માજી નિયામક ઈશ્વરરામ ગુરૂકુળ વાંઢાયવાળાએ વિદ્યા, સામાજિક ઐક્યતા વડે રાષ્ટ્રીય ઉન્નતિ તેમજ પૂજ્ય મહારાજશ્રીના તે માટેના પ્રશંસનીય પ્રયત્નો ઉપર બહુજ અણમોલ પ્રવચન આપ્યું હતું. તેઓશ્રીના કહેવા મુજબ જન સમાજની વાસ્તવિક ઉન્નતિનો મૂળ આધાર કેળવણી ઉપર છે. કેળવણીના ઉચ્ચ આદર્શોને સમાજના બાળકો તેમજ સ્ત્રી, પુરૂષ દ્વારા ગ્રાહ્ય કરવામાં આવે તો જ નાગરિકતાના શિર્ષક હેઠળ સામાજિક તેમજ રાષ્ટ્રીય ઉન્નતિ થઈ શકે છે. ઉન્નતિના સર્વ પ્રથમ પગથીયા રૂપે સમાજમાં ઉગતી પ્રજાની કુમળી જીવન ક્યારીઓમાં આદર્શ કેળવણીના અમૃતનું સિંચન થાય તો ભવિષ્યમાં તેમાંના પ્રફુલ્લિત રોપાઓમાંથી નૂતન નાગરીક વૃક્ષ થશે. જેના ફળ સ્વરૂપ પ્રેમ, પુરૂષાર્થ અને પાખંડ નાશની વૃદ્ધિ થઈ ઉન્નતિના આદર્શને મેળવી શકાશે. ઉપર મુજબના વિદ્વતાભર્યા અત્યંત રહસ્યથી ભરેલા વ્યાખ્યાન બાદ તેઓશ્રીએ પોતાનું સ્થાન લીધું હતું.
ત્યારબાદ પૂજ્ય મહારાજશ્રીનું ધાર્મિક વ્યાખ્યાન થયા બાદ શ્રીમાન નથ્થુભાઈ નાનજીભાઈ તથા અન્ય વક્તાઓએ કેળવણી વિષયક પ્રવચનો કર્યા હતા ને મોડી રાત્રે સભા વિસર્જન થઈ હતી.
શ્રી માતાજીની પ્રતિષ્ઠા :—
સંવત ૨૦૦૦ની રામનવમી {VSAK: 02-Apr-1944} નું નૂતન પ્રભાત એ હિન્દુ જનતાના એક અકથનીય આનંદવર્ધક પ્રસંગ માનવામાં આવે છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના સ્વરૂપ સૌરભના દિવ્ય કિરણો સનાતન જીવન ક્ષેત્રને આજના માંગલિક પ્રભાતથી જ પ્રકાશયુક્ત બનાવે છે. તેજ અનુપમ સંયોગોમાં જગજનની શ્રી ઉમિયા દેવી પ્રત્યેની પૂજ્ય ભાવના આશ્રમ ઉપસ્થિત સજ્જન સમાજમાં ઝળહળવા લાગી. માતાજીની કૃપા કટાક્ષ વડે આજની માનવમેદની ઉદયાચળ અવસ્થાને પામી, પ્રેમ ભક્તિના સનાતન શિખરો વચ્ચેથી લગન લાલિમાના સોનેરી રંગોથી રંગાયેલી જોવામાં આવી.
વિધિસરનું કાર્ય કરતા પંડિત શ્રી ગોવિંદજી મહારાજ તેમજ તેમની બ્રહ્મમંડળી દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના આહ્વાહન માટે હોમ વિધિ વખતે વેદધ્વજાથી યજ્ઞ મંડપ ગર્જી રહ્યો, અનેક વિધિની સાત્વિક સામગ્રીથી શ્રીમાન હરીભાઈ કરમશીના ચિ.ડાહ્યાભાઈ તથા મેઘજીભાઈના શુભ હસ્તે યજ્ઞ કુંડમાં આહુતિઓ આપવામાં આવી અને ષોડસોપચારે શ્રી માતાજીની પુજા અર્ચના કરી. છેવટે હવનની પૂર્ણાહુતિ થયા બાદ શ્રી માતાજીની પધરામણી માટેની પદ્ધતિસર ક્રિયાઓ કરવામાં આવી અને ત્યાં જ સભા ભરવામાં આવી. આજની સભાના પ્રમુખ તરીકે મુરબ્બી રવજીભાઈ લાલજીભાઈ પટેલ ગામ લુડવાવાળાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જે તેઓ શ્રીએ સાભાર સ્વીકારી સભા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સર્વ પ્રથમ કળશ (શિખર) સ્થાપનનું શુભ કાર્ય શ્રીમાન હરીભાઈ કરમશીના શુભ હસ્તે કરાવતાં તેઓશ્રીએ રૂા.૨૫ શ્રી માતાજીના ચરણે ભેટ આપી હતી.
ત્યારબાદ ધ્વજા આરોપણની માંગલિક ક્રિયા શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈના શુભ હસ્તે થતાં તેઓશ્રીએ કોરી ૪૦૧ માતાજીના શુભ ચરણે ભેટ ધરાવી તથા સાથે સાથે પૂજ્ય માતાજીની મૂર્તિ—પ્રતિષ્ઠિત કરવાની અજોડ ક્રિયા પ્રસંગ પણ તેમના જ વરદ્ હસ્તને પ્રાપ્ત થતાં તેમણે તે બાબત ફરીથી કોરી ૬૦૧ શ્રી માતાજીના ચરણે અર્પી, પાટીદાર જ્ઞાતિમાં માતૃભક્ત વ્યક્તિત્વને મેળવ્યું છે. તેમની સેવાભાવી સ્ફુરણાઓને માતાજી પ્રતિદિન વિકસિત રાખો !
ત્યારબાદ શ્રી માતાજીને પુષ્પમાળા આરોપણ ક્રિયા થતાં ક્રમવાર ત્રણ ફુલહાર ચડાવતાં
૧. રામજીભાઈ જેઠાભાઈ નખત્રાણાવાળાએ પુષ્પમાળા આરોપણ કરતાં કોરી ૩૫૧ ભેટ રાખી હતી.
૨. વેલજીભાઈ ભાણજીભાઈ ગુજરાત બોરડી ટીંબા કંપાવાળાએ પુષ્પમાળા આરોપણ કરતાં કોરી ૧૦૧ ભેટ રાખી હતી.
૩. સૌ.મેઘબાઈ તે શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈના ધર્મપત્ની તરફથી ચડાવતાં તેમણે કોરી ૨૦૧ ભેટ રાખી હતી.
શ્રી માતાજીની પૂજન વિધિમાં આરતી અનુક્રમે ત્રણ વખત ઉતારતા,
૧. શ્રીમાન મનજીભાઈ જેરામભાઈ મિસ્ત્રી મુ.માધાપર (કચ્છ)વાળા તરફથી ઉતારવામાં આવતાં તેમણે કોરી ૮૨૫ ભેટ ધરી.
૨. શ્રીમાન હરીભાઈ કરમશીના શુભ હસ્તે ઉતારવામાં આવતાં તેમણે કોરી ૩૦૧ ભેટ રાખી.
૩. શ્રીમાન વેલજીભાઈ ભાણજી તથા શ્રીમાન માવજીભાઈ પ્રેમજી બોરડી ટીંબાવાળા તરફથી ઉતારવામાં આવતાં કોરી ૧૧૦ ભેટ રાખી.
ચામ્મર ઢળાવવાની શુભ ક્રિયા શ્રીમાન જશાભાઈ કાનજી પાંચાણી મુ.નખત્રાણાવાળા તરફથી થતાં તેમણે કોરી ૧૨૫ ભેટ રાખી.
નૈવેદમાં ભોગ ધરાવવાની ક્રિયા તે શ્રીમાન મનજીભાઈ જેરામના ધર્મપત્ની તરફથી કરવામાં આવતા તેમણે કોરી ૨૦૧ ભેટ ધરાવી હતી.
આ માંગલિક પ્રસંગે પધારેલા કચ્છ તેમજ ગુજરાત નિવાસી સજ્જનો તરફથી જે સહર્ષ ભેટો માતાજીના ચરણે ધરાવવામાં આવી હતી તે ઉપરોક્ત પ્રસંગોની નોંધ લેવામાં આવી હતી. કારણ વશ ન પધારેલા ભાઈઓ તરફથી જે જે ભેટ રકમો આવી હતી તે કુલ ભેટની રકમોનો પુરતો અહેવાલ પાછળના દાન પ્રકરણમાં આપવામાં આવ્યો છે. માતાજીના પ્રતિષ્ઠા પ્રસંગને ઉજ્જવળ ક્રિયાકાંડની પૂર્ણાહુતિ આપતા સર્વ સજ્જનોએ અલ્પ ફલાહાર કર્યો હતો અને ત્યાર બાદ લગભગ બે વાગ્યે સભાના રૂપમાં સૌ ભાઈ—બહેનોએ હાજરી આપવાના પ્રસ્તાવ સાથે જયનાદો વચ્ચે સૌ વિસર્જીત થયા હતા.
જનરલ સભા ૪થીનો કાર્યક્રમ :
સંકેત મુજબ સર્વ સજ્જનોના સભારૂપે એકત્ર થયા પછી શરૂઆતમાં આશ્રમ નિવાસી સાધુ પ્રભુદાસજીએ કુળદેવી ઉમિયાજીનું સ્તવન સંગીત દ્વારા કર્યું હતું. શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈને સભાપતિ સ્થાને બિરાજવા સર્વાનુમતે આગ્રહ થતાં તેઓશ્રીએ પોતાનું સ્થાન શોભાવ્યું હતું અને લાગણી સ્પદ પ્રવચન કર્યું હતું.
પૂજ્ય મહારાજશ્રી તેમજ વહાલા સ્વજ્ઞાતિ બંધુઓ તથા અન્ય પધારેલા સદ્ગૃહસ્થો અને પૂજ્ય માતાઓ,
પૂજ્ય માતાજીની પરમ કૃપા વડે આજે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ, પૂર્વે પણ આજ માંગલિક દિવસે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાની અવતાર વિષયક લીલાઓની શરૂઆત કરેલી છે, તો તે શુભ અવસરને જોઈ પરમ કૃપાળુ કુળદેવી શ્રી ઉમિયા માતાજીએ આપણા હૃદયમાં વાસ કર્યો છે. પરિણામમાં આપણી જ્ઞાતિમાં પડી ભાંગેલી સુધારક પ્રવૃત્તિઓને આજ ખરેખર પુનર્જિવન આપ્યું છે. તેના પ્રત્યક્ષ પ્રમાણ તરીકે આપણે સૌ આજે કચ્છ દેશના આંગણે ઉદ્ધવ આશ્રમમાં માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ જોઈ રહ્યા છીએ, તે જોઈને મને ઘણો આનંદ થાય છે. આ ઉપરથી હું આશા રાખું છું કે હવે આપણી જ્ઞાતિમાં સનાતન પ્રકાશ વડે પાખંડી પંથોનો અંધકાર વધારે ટકી શકે તેમ નથી માટે બંધુઓ આપણી જ્ઞાતિની ઉન્નતિ ચાહતા હો તો સુધારાની પવિત્ર વેદિમાં ઝંપલાવશો અને વૈદિક સનાતન ધર્મનો પ્રચાર તન, મન, ધનથી કરવા કટીબદ્ધ થાઓ. આપણી સનાતન સંસ્કૃતિને પવિત્ર રાખવા અસંખ્ય વીરોએ બલીદાનો આપેલા છે. વીર ક્ષત્રાણીઓએ જોહર વ્રત કર્યા છે. ગુરૂ ગોવિંદસિંહના કુમળા બાળકો સદેહે દિવાલમાં ચણાયા છે પણ સ્વધર્મને છોડ્યો નથી. માટે બંધુઓ, આપણે પણ હવે કેશરીયાં કરી આસુરી અંધકારનો નાશ કરવો જરૂરી છે. એવી મારી જ્ઞાતિના નવયુવકોને હાકલ છે.
નીતિકારોએ કહ્યું છે કે,
પરિવર્તની આ સંસારે મૃતકો વાન જાયતે
સજાતો યેન જાતને જ્ઞાતિવંશ સમોન્તીમ ॥
ભાવાર્થ :— આ સંસારમાં ઘણાએ જીવો જન્મ ધારણ કરી મૃત્યુને પામે છે, પરંતુ તે બધાના વિશે ખરો જન્મ લેનાર તેને જ ગણી શકાય જે જન્મીને જ્ઞાતિ સેવા વડે કરી તેની ઉન્નતિ સાધે છે.
આજના સનાતન પર્વ રામ નવમીના રહસ્યને ખરેખર આપણે જો ઉજવતા હોઈએ તો મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામચંદ્રજીના પિતૃ ભક્તિ ભાતૃભાવ. ગૃહસ્થ ધર્મ, એક પત્નીવ્રત, ક્ષમા, શીલ વગેરે આદર્શોને આપણા જીવનમાં કંઈક ને કંઈક ઉતારવા જોઈએ. તેમજ મારી માતાઓએ પણ આ સમયે શ્રી સીતા માતાના પવિત્ર પતિવ્રતા ધર્મના રહસ્યને જરૂર ગ્રહણ કરવું જોઈએ. આજના અમૂલ્ય અવસરથી જ આપણે જ્ઞાતિ ઉન્નતિના સેવા કાર્યને જીવનનો મંત્ર બનાવવો જોઈએ.
મારા જીવન દરમિયાન જ્ઞાતિ બંધુઓની જે યદ્કિંચિત સેવા હું કરી શક્યો છું તેને મારું પરમ કર્તવ્ય સમજીને તેમાં મેં સદા આનંદ માન્યો છે. હજુ પણ જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં મારા તન, મન અને ધનનો જ્ઞાતિ હિતાર્થે સદ્ઉપયોગ કરવાનો સુયોગ પ્રાપ્ત થશે. તેમાં હું મારું અહોભાગ્ય સમજી લેશમાત્ર પણ પાછો નહિ ફરું. મારી આ પૂજ્ય ભાવનાને માતાજી અમર રાખો.
આ સ્થળે મારે યાદ આપવું જોઈએ કે પાટીદાર જ્ઞાતિના ઉન્નતિપ્રદ ભવિષ્ય માટે મહારાજ શ્રી ઓધવરામજીની જે સતત ભાવના છે, તે ખરેખર આપણને ઋણી બનાવે છે. તેમની આવા પ્રકારની જન સમાજ કલ્યાણકારી ધગશ તેમને શોભે તેવી જ છે. મારા પાટીદાર ભાઈઓએ તેમના અતુલનીય ઉપકારની યાદ ખાતર તેમના આનંદદાયક આદર્શને હંમેશા ઝીલવો જોઈએ. (તાળીઓ)
તેમણે પાટીદાર જ્ઞાતિની ઉન્નતિમાં, કેવળ મનથી નહિ પરંતુ પોતે જગે જગે પાળા ચાલીને, શારીરિક કષ્ટો વેઠીને સદ્ઉપદેશો દ્વારા એક જબ્બર ફાળો આપ્યો છે તેજ આપણા ઉજ્જવળ ભવિષ્યના પુરાવા રૂપ છે. તેમણે પોતાના શિષ્ય સાધુ દયાળદાસને પણ પાટીદાર જ્ઞાતિ ઉન્નતિ અર્થે ખાસ રોકેલા છે. આમ પોતાના અમૂલ્ય સમયનો ભોગ આપનાર તેઓશ્રીના પણ આપણે ઋણી છીએ.
ભાઈઓ ! આ જાગૃતિ સમય માત્રની જ ઉન્નતિ સાધવાનો નથી, પરંતુ સનાતન સંદેશને સાંભળી સામાજિક ઉન્નતિની સાથે જ વ્યક્તિગત શ્રેય સમાયેલું સમજીને સંગઠન શક્તિ વધારવાનો છે. સંઘબળ માટે પૂજ્ય મહારાજશ્રીજીએ આપણને વારંવાર ઉપદેશ કરેલો છે અને આજ પણ તેઓ પોતાની અમૃતમય વાણીનો લાભ આપણને આપશે એવી મારી વિનંતી છે. (તાળીઓ)
પૂજ્ય મહારાજશ્રી ઉદ્ધવરામજીનું પ્રવચન (તાળીઓ તથા જયનાદ સાથે)
વહાલા પાટીદાર ભાઈઓ,
પાટીદાર જ્ઞાતિમાં કુળદેવી ઉમિયા માતા પ્રત્યેની પૂજ્ય ભાવનાને જોઈને મને આનંદ થાય છે. આજનો શુભ દિવસ તે (રામનવમી) ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ દિવસ છે. આજનું નૂતન પ્રભાત તેમના આદર્શ જીવન કિરણોથી ખીલેલું હોય છે. તેમાંય વળી શ્રી માતાજીના નૂતન મંદિરની પ્રતિષ્ઠા એક અનેરો પ્રકાશ પાડે છે. ભાઈઓ આજના ઉજ્જવળ આવરણોથી પ્રકાશ યુક્ત થયેલું તમારું હૃદય ચોગન અજ્ઞાનરૂપી અંધારાથી અળગું રહી, સદા ઉન્નતિ સાધતું રહો. સનાતન ધર્મના દિવ્ય પ્રકાશના આધારે પાટીદાર જ્ઞાતિ દિનપ્રતિદિન પોતાના વૈદિક સંસ્કારોને અપનાવતી રહે એવી સર્વેશ્વરી તમને શક્તિ અર્પો.
સજ્જનો ! સાચી ઉન્નતિનો મૂળ આધાર સાત્વિક વિદ્યા ઉપર છે કારણ કે વિદ્યા વડે જ સત્યા સત્યનો નિર્ણય કરી શકાય અને ત્યાર પછી જ સર્વ ગ્રાહી સનાતન માર્ગે અનુસરીને સાચી ઐક્યતા એટલે કે સંગઠન શક્તિ કેળવી શકાય. જ્યાં સુધી ઉપરોક્ત સનાતન સિદ્ધાંત વગરની આપણે સ્વાર્થીય સંગઠન શક્તિ કરીશું ત્યાં સુધી તે ટકવાની નથી. હા પરંતુ એટલું ખરું કે નિખાલસતા અને ભાવનાના આધારે પણ સંઘબળ થઈ શકે છે. પાટીદાર જ્ઞાતિમાં પ્રાચીન સંઘ શક્તિનું મૂળ રહસ્ય આ બંને સદ્ગુણો ઉપર અવલંબેલું હતું પરંતુ કાળાંતરે જ્યારે આ દૈવી ભાવોની સમાજમાં ન્યૂનતા આવી ત્યારે જ વિદ્યા વિહીનતાના કારણે અધોગતિ થઈ. કેટલાક સમયથી પાટીદાર જ્ઞાતિમાં વિદ્યા પ્રચારનો આદેશ સારો જોવામાં આવે છે પરંતુ ભાઈઓ વર્તમાન સમયને જોતાં હજુ પાટીદાર જ્ઞાતિએ વિષયમાં પછાત કહી શકાય, તો જ્ઞાતિના બાળકોના વિદ્યાભ્યાસ માટે મારી સર્વ ભાઈઓને ચેલેન્જ છે. વિદ્યા વૃદ્ધિની સાથે સાથે જ્ઞાતિની આદિ ભાવના પ્રણાલીને બહુ જ ગાઢ કરવાની જરૂરિયાત છે. સંગઠન શક્તિનો મૂળ મંત્ર આ જ છે.
સંસારમાં અન્ય જાતિઓ જ્યારે વિદ્યા વૃદ્ધિ કરી પોતપોતાના સુખ સંચાલન માટે કટીબદ્ધ થઈ રહી છે. ત્યારે પાટીદાર જ્ઞાતિ પોતાના આંતરિક કલેશોમાં સંડોવાઈ, પક્ષાપક્ષના વિતંડાવાદમાં સમય ગુમાવી રહી છે. ભાઈઓ, આ જોઈ મને અત્યંત ખેદ થાય છે. પક્ષાપાતી સંમેલનો ભરી સુધારક, પ્રચારક વિગેરે મન કલ્પિત ઈલકાબો મેળવીને સુધારાના બણગાં ફુંકવા કરતાં દરેક વ્યક્તિ પોતાના નીજ જીવનમાં સનાતન આદર્શના શ્રીગણેશ આદરે તો જ્ઞાતિનું સત્વરથી હિત થશે. સંયોગવશ પ્રાપ્ત થયેલા જન સમાજના નેતૃત્વ કે વ્યક્તિત્વની કિંમત, જન સમુદાયની સેવા કરી ઉન્નતિ પરથી અંકાય છે. નહિ કે પોતાના માન મરતબા, અંગત સ્વાર્થાંધતા પર. ભાઈઓ, ખરો જ્ઞાતિ સેવક તો તેજ મનુષ્ય હોઈ શકે જેણે નિખાલસતાનો પોશાક પહેરેલો હોય, ક્ષમાનો સાફો બાંધેલો હોય, કરણીરૂપી કનિષ્ટકા લઈ સ્વાર્થ ત્યાગની સોનેરી સૂરવાલ પહેરેલી હોય તેમજ પ્રેમરૂપી પટ્ટો ધારણ કરેલો હોય આવા જ્ઞાતિ સેવકો જ્યારે વધારે પ્રમાણમાં પાટીદાર જ્ઞાતિમાં જળહળશે ત્યારે જ્ઞાતિ ઉન્નતિના શિખરે પહોંચવામાં કોઈ શંકા રહેશે જ નહિ.
સમાજોન્નતિનું એક મુખ્ય અંગ તે સ્ત્રી કેળવણી પણ ગણી શકાય. કારણ કે ઉગતા બાળ સમાજની માતાએ એક જન્મસિદ્ધ સંસ્કાર શાળા છે. આદર્શ માતૃશાળાની જગત વ્યાપક પુસ્તિકાના પાનાંઓ વાંચી વાંચીને સૃષ્ટિમાં અનેક રણશૂરો, ભક્ત શિરોમણીઓ અને પ્રગલ્ભ દાન દાતાઓ પાસ થયા છે. જેઓની અમર નામાવળી પણ સમાજને માર્ગદર્શક હોય છે.
હવે પછી જ્ઞાતિના યુવક ભાઈઓને ઉદ્દેશી મારે કહેવું જોઈએ કે, વૈભવ વિલાસની સ્વચ્છંદ મનોકામનાના વંટોળીએ ચઢી કર્તવ્ય પથિક તરીકેની પોતાની ફરજો ભુલાતી જવાય છે. કુળધર્મ, માનવ ધર્મ, ગૃહસ્થ ધર્મ વગેરે મહત્ત્વના મહોત્સવોને મૂકી હલકી હોળીમાં હોમાવા માટે આ મનુષ્યતા મળી નથી પરંતુ સાવધાન ! યુવાનો, તમારે તો પોતાના કુળ, ધર્મ, જાતી, ગામ, દેશ વગેરેના ઉન્નતિપ્રદ વિષયો ઉપર, આદર્શતાના આયુધો લઈ, આ વિસમી સદીના વિષાંગણમાં વિલાસ વાસના સામે પડકાર પાડવો જોઈએ.
સજ્જનો ! મારી આ ટુંકી ટુંકી વાતોને શુભાશિષ દોરમાં પરોવી પાટીદાર જ્ઞાતિના વિશાળ કંઠમાં અર્પણ કરું છું તેના સુવાસિત રહસ્યને જાળવી જીવન ઉજ્જવળ કરતા રહો અસ્તુ (તાળીઓ).
સેક્રેટરી શ્રીમાન નથ્થુભાઈ નાનજી નખત્રાણાવાળાનું ભાષણ.
પૂજ્ય મહારાજ શ્રી ઉદ્ધવરામજી, માન્યવર પ્રમુખ સાહેબ તેમજ સ્વજ્ઞાતિ બંધુઓ અને માતાઓ.
સનાતન ધર્મના અનુયાયીઓ તરીકે સર્વ પ્રથમ આપણે બાળકોના શિક્ષણનો વિષય લેવો જોઈએ. તે બાબતમાં વિદ્યા વૃદ્ધિ ખાતર સ્થળવાર સુશિક્ષિત શિક્ષકોને રોકી બાળકોના કુમળાં હૃદયમાં શુભ સંસ્કારવાળા ધાર્મિક શિક્ષણને ઉતારવું જોઈએ.
તેમજ યોગ્ય પ્રચાર કામ કરી જ્ઞાતિની સાચી ઉન્નતિ કરવી જોઈએ. આપણી પાટીદાર જ્ઞાતિને એક સુવ્યવસ્થિત કેન્દ્રને નક્કી કરી, સનાતન ધર્મ ધ્વજ હેઠળ એકત્ર કરી, પદ્ધતિસર કાર્ય કમિટિઓ નિમી ઉપરોક્ત કાર્ય સત્વરથી કરવાની ખાસ જરૂરિયાત છે. સનાતન આદર્શોને અનુસરી ઉન્નતિપ્રદ સુધારા વધારા કરી, તેનું પાલન કરી, સંગઠન શક્તિ વિકસાવવી જોઈએ. મારા વહાલા યુવક ભાઈઓએ ખરીખંતથી આ કાર્ય જરૂર હાથમાં લેવાનું છે. માત્ર ભાષણો કર્યાથી કે મંદિરો બાંધી બેસી રહેવાથી કશું વળવાનું નથી, પરંતુ પોતાની ઉપજમાં જેમ બને તેમ વધારે ફાળો ધાર્મિક પ્રણાલિકા હેઠળ એકત્ર કરી તેમાંથી વિદ્યા પ્રચાર, અનાથ આશ્રમ વગેરે સમાજની મહત્ત્વપૂર્ણ બાબતોમાં આશ્રય આપવાનો છે. વિધર્મીઓના પાખંડને સનાતન આદર્શના ધર્મધ્વજ હેઠળ સંગઠીત થઈ સદંતર નાબૂદ કરવા જોઈએ એવી મારી અભિલાષ છે. (તાળીઓ)
ત્યારબાદ અન્ય વક્તાઓએ ધાર્મિક, સામાજિક તથા કેળવણી વિષયક પ્રવચનો કર્યા હતા જેની શ્રોતાવર્ગ ઉપર સારી અસર થવા પામી હતી. વચ્ચે વચ્ચે તાળીઓના હર્ષનાદથી સભામંડપ ગર્જી રહ્યો હતો. શ્રી માતાજીના જયનાદોથી વાતાવરણ ગાજી રહ્યું હતું.
મહારાજ શ્રી દયાળદાસજીનું આભારદર્શન વિવેચન
પૂજ્ય ગુરુ મહારાજશ્રી તેમજ પધારેલા સજ્જનો.
પૂજ્ય માતાજીના પ્રતિષ્ઠા ઉત્સવમાં પધારી આશ્રમની શોભામાં વૃદ્ધિ કરનાર સર્વ સજ્જનોનો આભાર માનવામાં આવે છે.
પૂજ્ય મહારાજશ્રીની અસીમ કૃપા હેઠળ માતૃભક્ત શ્રીયુત હરીભાઈ કરમશીની ધાર્મિક પ્રવૃત્તિ શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈની તન, મન અને ધનથી જ્ઞાતિ ઉન્નતિ સાધવાની સાચી ધગશ, શ્રીમાન મનજીભાઈ જેરામની સનાતન સહાયક નીતિ, શ્રીમાન નથ્થુભાઈ નાનજીની કેળવણીકારક લાગણી ગઢશીશા નિવાસી શ્રીમાન રામજીભાઈ લાલજી તથા લાલજીભાઈ કરશન અને ભીમજીભાઈ વસ્તા દેશલપરવાળાની કાર્ય પ્રણાલી, પૂજ્ય માતાજીના મંદિરનું બાંધકામ કરનાર સર્વ કારીગર વર્ગનો પરિશ્રમી પુરૂષાર્થ શ્રીમાન રસીકલાલ જોશીની સુઘડ સલાહકારીતા પટેલ રવજીભાઈ લાલજી લુડવાવાળા અને પરબતભાઈ લખુ મથલવાળાની સુધારક તમન્ના, કચ્છ તેમજ ગુજરાતવાસી વોલંટીયર ભાઈઓના સહર્ષ સેવાકાર્ય તેમજ સંયોગવશ પધારેલા અને નહિ પધારેલા દેશ—વિદેશવાસી ધર્મજ્ઞ દાનવીરોના આંતરિક ઉલ્લાસ અને છેવટમાં સનાતન આદર્શને શોભાવનાર દરેક ભાઈ—બહેનોનો અત્રે પ્રેમપૂર્વક આભાર માનીએ છીએ અને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદથી સૌ સજ્જનો સનાતન ધર્મને શોભાવતા રહે એવી આશા રાખીએ છીએ.
પાટીદાર જ્ઞાતિની સનાતન સંસ્કૃતિને ફૂલતી ફાલતી જોઈ મને આજે બહુ આનંદ થાય છે. માતાજી આજના ધર્મ ધગશના અંકુરોને સૌમાં વિકસાવતાં રહે એવી મારી હૃદય વાંછના છે.
ભાઈઓ? પૂજ્ય મહારાજશ્રીએ પાટીદાર જ્ઞાતિની કેટલીક ધાર્મિક સમસ્યાઓને નિહાળી તેઓએ આ સનાતન પ્રશ્નને એક જન કલ્યાણકારી પ્રવૃત્તિમાં પ્રકાશ કર્યો છે. એટલું જ નહિ પરંતુ પોતાના વિરક્ત જીવનમાંથી કેટલીક અમૂલ્ય પળો આ સત્કાર્યમાં વ્યતિત કરતાં કરતાં મને પણ આ પરમ પુરૂષાર્થનું સૂચન કરી કર્તવ્ય પાલન માટે આજ્ઞા આપી. પૂજ્ય મહારાજશ્રીની એ આજ્ઞાને મેં મારો જીવનમંત્ર બનાવ્યો છે. હવે એ આજ્ઞામાં મારું વ્યક્તિગત શ્રેય છે કે કેમ? તે માટે મને લેશ માત્ર પણ શંકા નથી કારણ કે મારા નીજી અનુભવમાં મેં ગુરૂ વચન વિશ્વાસમાં જ સર્વ પ્રકારે હિત માની લીધું છે. આજ ધ્યેયથી હું પાટીદાર જ્ઞાતિના સ્વધર્મ પાલનાર્થે જે જે પ્રવૃત્તિઓ કરતો હોઈશ તે કેવળ મારા કર્તવ્યની આછી રૂપરેખા છે. કર્તવ્ય પરાયણતાના પંથે ચાલતાં જે જે અલ્પ અગવડો જનતાને જણાતી હશે તે માટે તો સાધુત્વના શ્રેયદાયક શરણમાં શ્રી ગુરૂ મહારાજના આજ્ઞા અસ્ત્ર આગળ સઘળો વિટંબના વેગ અટકી પડે છે.
કેટલાએ ભાઈઓ જ્ઞાતિ ઉન્નતિનો વિષય વિશાળ રીતે ચર્ચી ગયા છે. તેમ પૂજ્ય મહારાજશ્રી પણ પોતાનો અમૂલ્ય ઉપદેશ જનતા સમક્ષ આપી ચૂક્યા છે. તો મારે કહેવા જેવું રહ્યું નથી. તેમ છતાં મારે કહેવાના અનેક અવસરો આવશે જેથી આજના અણમોલ વાતાવરણને સર્વ સુજ્ઞજનો સ્મરણ શક્તિમાં રાખે એવી સર્વેશ્વરી સૌને શક્તિ આપો એજ પ્રાર્થના. અસ્તુ (તાળીઓ) ત્યારબાદ શ્રી ઉમિયા માતાની જયની ગગનભેદી ગર્જનાઓ સાથે સભા વિસર્જન પામી હતી.
ત્યારબાદ સંધ્યા સમયે સૌ સજ્જનોએ માતાજીની સંધ્યા આરતી સમયે દર્શનાર્થે હાજરી આપી હતી અને તે પછી અલ્પ ફલાહાર લઈને “શ્રી ઈશ્વર રામજી ગુરુકુળ વિદ્યાલય”માં વિદ્યાર્થીઓ તરફથી યોજવામાં આવેલા ગુરૂ ગોવિંદસિંહ સંવાદ સાંભળવા ગયા હતા. કેટલાક સજ્જનો તેમજ આશ્રમવાસી સાધુઓએ મળી અખંડ રાત્રિ કીર્તન કર્યું હતું.
ચૈત્ર સુદી ૧૦ {VSAK: 03-Apr-1944} ના સવારમાં સૌ કોઈ પોતાના ઘેર ગયા હતા.
બોલો શ્રી ઉમિયા માતકી જય
શ્રી ગુરૂ ઓધવરામ મહારાજ કી જય
॥ હરિ ૐ ॥
શાન્તિ શાન્તિ શાન્તિ
શ્રી ઉમા મંદિર ઉદ્ધવ આશ્રમ ઈશ્વરનગર વાંઢાયમાં પ્રતિષ્ઠા કાર્યમાં આવેલ ભેટની નોંધ
દાન દાતાઓના શુભ નામો
{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}
રૂપિયા |
| |
૧૨૨૭) | શ્રીમાન હરીભાઈ કરમશીભાઈ મોતીસરી કંપાવાળા | |
૧૦૦૧) | પ્રથમ શ્રી માતાજીના મંદિર અર્થે ફંડમાં આપ્યા. | |
૧૦૦) | શ્રી માતાજીની આરતી બીજીમાં કોરી ૩૦૧ના રૂપિયા કર્યા તે. | |
૧૦૧) | ધર્માદા નાટ્ય પ્રયોગમાં આપેલા તે. | |
૨૫) | શ્રી માતાજીના નૂતન મંદિરના શિખર ચડાવતી વખતે ભેટ | |
૧૨૨૭ |
૨૬૮) શ્રીમાન કાનજીભાઈ નથ્થુભાઈની કાં તરફથી આવેલ ભેટ | ||||
| ૫૪। | કાનજીભાઈ નથ્થુ | વેરસલપર | |
| ૨૫। | ભીમજીભાઈ નથ્થુ | વેરસલપર | |
| ૨૦। | રામજીભાઈ મુળજી | વેરસલપર | |
| ૧૧। | જેઠાલાલ નથ્થુભાઈ | વેરસલપર | |
| ૧૧। | લધાભાઈ નથ્થુભાઈ | વેરસલપર | |
| ૧૦। | ધનજીભાઈ મનજીભાઈ | વેરસલપર | |
| ૧૦। | ગોવિંદભાઈ મુળજીભાઈ | વેરસલપર | |
| ૧૦। | મેઘજીભાઈ મુળજીભાઈ | વેરસલપર | |
| ૧૦। | શીવદાસભાઈ વેલજી | રતનાપર | |
| ૫। | કેશરાભાઈ હંસરાજ | રતનાપર | |
| ૫। | અબજીભાઈ કરમશી | વેરસલપર | |
| ૫। | દેવજીભાઈ ગોપાળ | વેરસલપર | |
| ૫। | શીવદાસભાઈ ધનજી | વેરસલપર | |
| ૫। | રામજીભાઈ વાલજી | વેરસલપર | |
| ૫। | હીરજીભાઈ અરજણ | વેરસલપર | |
| ૫। | નારણભાઈ રતના | વેરસલપર | |
| ૫। | રામજીભાઈ મનજી | દેવીસર | |
| ૫। | લધાભાઈ માવજી | દુર્ગાપુર | |
| ૫। | જીવરાજ દેવજી | સાંયરા | |
| ૫। | ગોપાળ અબજી | સાંયરા | |
| ૫। | માવજીભાઈ કચરા | દેવપર | |
| ૫। | અબજીભાઈ દેવજી | દેવપર | |
| ૫। | રામજી કરશન | વિરાણીમોટી | |
| ૫। | કરશન ગોપાળ | અંગીયા | |
| ૫। | દેવજીભાઈ વાલજી | વિથોણ | |
| ૫। | શામજી હીરજી | ખીરસરા | |
| ૫। | દેવજી નારણ | નખત્રાણા | |
| ૨॥ | કરશનભાઈ જીવરાજ | વેરસલપર | |
| ૨। | ગોપાળ ધનજી | ખીરસરા | |
| ૨। | જેઠાભાઈ હરજી | દેવપર | |
| ૨॥ | કરશન હીરજી | નખત્રાણા | |
| ૧) | દેવીદાસ ગોવિંદ | મોરજર | |
——- ૨૬૮ |
|
|
|
૧૫૧ | શ્રીમાન વાલજીભાઈ ભાણજીભાઈ વાડીયા ગામ—માધવ કંપા | |
૧૦૧) | વાલજીભાઈ ભાણજી હા.પોતે | |
૨૫) | કરશનભાઈ વાલજી | |
૨૫) | શીવગણભાઈ વાલજી | |
| ૧૫૧) |
|
૧૪૦ । | શ્રી ઘાટકોપર યુવક મંડળ તરફથી આવેલ ભેટ | ||
૧૫) | દેવજીભાઈ મુળજી | દેશલપર | |
૧૫) | મેઘજીભાઈ રાજા | દેશલપર | |
૧૩। | ભાણજી તથા મુળજી તથા કરશન નથ્થુભાઈ | દેશલપર | |
૧૧। | ગામ દેશલપુરના ભાઈઓ જણ ૯ તરફથી | દેશલપર | |
૧૦ ) | શામજી તથા શીવગણ રાજા | દેશલપર | |
૭। | ભાઈઓ તરફથી પરચુરણ | ||
૫। | કરમશી કાનજી | દેશલપર | |
૫) | જીવરાજ રતના | દેશલપર | |
૫) | મેઘજી નથ્થુ | દેશલપર | |
૫) | નથ્થુ નારાયણ | નખત્રાણા | |
૫) | ગોપાળ દેવજી | નખત્રાણા | |
૫) | શીવદાસ લાલજી | દેશલપર | |
૫। | ભીમજી પેથા | નખત્રાણા | |
૫। | મનજી પચાણ | કોટડા જડોદર | |
૫) | ગંગદાસ જીવરાજ | લક્ષ્મીપર | |
૪॥ | કોટડા જડોદરવાળા ભાઈ ત્રણ | ||
૩॥। | વિભાપરના ભાઈઓ ત્રણ | ||
૩॥। | નખત્રાણાના ભાઈઓ ત્રણ | ||
૩। | કરશન કચરા | દેશલપર | |
૨॥ | શા.દેવજી પાંચા | મેરાઉ | |
૨॥ | કાનજી પેથા | દેશલપર | |
૨॥ | ખીમજી કેસરા | દેશલપર | |
| ૧૪૦/— |
|
|
૧૨૬) | ગામ શ્રી બોરડી ટીંબા કંપા (ગુજરાત) સમસ્ત તરફથી | ||||
૧૦૫) | ગામ શ્રી રામશી કંપા (ગુજરાત) સમસ્ત તરફથી | ||||
૫૧) | શ્રીમાન કાનજીભાઈ વીરજી વિરાણી હા.શીવદાસ કાનજી | ||||
૫૧) | શ્રીમાન રાજારામ શામજીભાઈ માનકુવા | ||||
૫૦) | ગઢશીશા યુવક મંડળ મુંબઈથી | ||||
૭૦। | શ્રીમાન ગોવિંદભાઈ કરશન હડમતીયા કંપા ગુજરાત | ||||
૫૦। | મણીભાઈ જેઠાભાઈ મોતીસરી કંપા ગુજરાત | ||||
૭૫) | ગામ શ્રી નવાનગર (દેરોલ કંપા) તરફથી નીચેની વિગતે | ||||
૫૦) | ગામ સમસ્ત તરફથી | ||||
૧૦) | અખઈભાઈ ગંગદાસ | ||||
૫) | દેવશીભાઈ ગંગદાસ | ||||
૫ ) | હંસરાજભાઈ ગોપાળ | ||||
૧) | રતનશી કાનજી | ||||
| ૧) | પ્રેમજીભાઇ કાનજીભાઇ | |||
| ૧) | લાલજીભાઈ કેશવજી | |||
| ૧) | વશરામભાઈ શીવજીભાઈ | |||
| ૧) | નથ્થુભાઈ હરિભાઈ | |||
૫૦॥ | શ્રીમાન વાલજીભાઈ લખુભાઈ ગામ—ઉખેડાવાળાની કું અમદાવાદથી | ||||
૨૫) | હંસરાજભાઈ નારણ ગામ—રામપુર કંપા તાબે માલપુર | (ગુજરાત) | |||
૨૫) | ગોવિંદપુરા કંપા સમસ્ત તરફથી | (ગુજરાત) | |||
૨૫) | વજેપુરા કંપા સનાતન સમાજ તરફથી | (ગુજરાત) | |||
૨૬॥ | ધોળકા કંપાવાળા સમસ્ત ભાઈઓ તરફથી હા.દેવજીભાઈ રામજીભાઈ | ||||
૨૫) | સેયડી કંપા તરફથી | (ગુજરાત) | |||
૩૫। | વિરમભાઈ પરબત | મોતીસરી કંપા | |||
૩૫। | હંસરાજભાઈ મેઘજી ત્રણ ભાઈ તરફથી | મોતીસરી કંપા | |||
૨૫। | કાનજી વાલજી | મોતીસરી કંપા | |||
૨૫) | ઠાકોર દીપસંગજી લાલસંગજી | મોતીસરી કંપા | |||
૨૦) | શ્રીમાન દેવજી કેશરા | રામશી કંપા (ગુજરાત) | |||
૨૫) | શ્રીમાન નાનજી લખમશી | બોરડી ટીંબા (ગુજરાત) | |||
૧૮। | શ્રીમાન ભીમજી જેઠા કું. તરફથી | નડીયાદ (ગુજરાત) | |||
૩૫) | શ્રીમાન ખીમજીભાઈ માવજીભાઈ | ટીંબા તળાવ કંપા (ગુજરાત) | |||
૨૦) | શ્રીમાન વિઠ્ઠલદાસ મોતીરામ | હરસોલ (ગુજરાત) | |||
૧૫) | શ્રીમાન વાલજીભાઈ ભીમજી | બોરડી ટીંબા (ગુજરાત) | |||
૧૫) | શ્રીમાન રવજીભાઈ નારણ | બોરડી ટીંબા (ગુજરાત) | |||
૧૫) | શ્રીમાન શીવગણ માંડણ | ધનપુરા કંપા (ગુજરાત) | |||
૧૫) | ગામ શ્રી અણીયોર કંપા સમસ્ત તરફથી | ગુજરાત | |||
૧૫। | પટેલ પચાણભાઈ નથ્થુ ટીંબા તળાવ | ગુજરાત | |||
૧૧) | બાલુભાઈ અમૃતલાલ હરસોલ | ગુજરાત | |||
૧૧) | ડૉક્ટર સાહેબ હરગોવિંદદાસ | હરસોલ (ગુજરાત) | |||
૧૦) | મનજીભાઈ માવજી ટીંબા | ટીંબા તળાવ (ગુજરાત) | |||
૧૦। | પટેલ રામજી તથા શામજી રાજા | મોતીસરી (ગુજરાત) | |||
૧૦। | પટેલ રતનશી નારણ | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | પા.જેઠાભાઈ પૂંજાભાઈ | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | હરજી પ્રેમજી | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | હડમત શામળભાઈ | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | અંબાલાલ છોટાલાલ | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | પરસોતમ ગંગદાસ | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | મુળસંગ મોતીસંગ (બેભાઈ) | મોતીસરી (ગુજરાત) | |||
૧૦) | નથ્થુભાઈ નાગજી | ટીંબા તળાવ (ગુજરાત) | |||
૧૦) | કાનજીભાઈ મનજી | ટીંબા તળાવ (ગુજરાત) | |||
૧૦। | રામજીભાઈ શીવદાસ | ટીંબા તળાવ (ગુજરાત) | |||
૧૦। | વિશ્રામ જીવરાજ | ટીંબા તળાવ (ગુજરાત) | |||
૧૫) | લાલજીભાઈ લધા | ટીંબા તળાવ (ગુજરાત) | |||
૧૦) | ઠા.અગરસંગ મોતીસંગ | દાદેડા (ગુજરાત) | |||
૧૦) | રબારી સાહેરભાઈ સેવા | દાદેડા (ગુજરાત) | |||
૧૦) | આયર વિરમભાઈ પચાણ | દાદેડા (ગુજરાત) | |||
૧૦) | ખેતા લાલજી | ઉમેદપુરા (ગુજરાત) | |||
૧૦) | રામજી નાનજી | હડમતીયા (ગુજરાત) | |||
૧૦) | શીવજી નાનજી | હડમતીયા (ગુજરાત) | |||
૧૪) | ગામશ્રી સોની કંપા તરફથી | ||||
૧૦) | કરશન અરજણ — અણીયોર કંપા | ||||
૨૦) | ખેતા મનજી — બોરડી ટીંબા | ||||
૧૦) | કાનજી માધવજી — ખરોડ કંપા | ||||
૧૦) | મુંબઈ અંધેરીવાળા ભાઈઓ તરફથી | ||||
૧૦) | વેલજી પૂંજા — અણીયોર કંપા | ||||
૧૦) | રામજી કેશરા નખત્રાણા (કચ્છ) | ||||
૧૦) | હરીપુરા તાબે માલપુરા કંપા તરફથી | ||||
૧૦) | માવજીભાઈ લાલજી બોરડી ટીંબા | ||||
૬ ) | કાનજીભાઈ દેવશીભાઈ — રાયણનોમાળ | ||||
૫) | સરદારપુરા કંપા તરફથી | ||||
૫) | શામજી હરજી — બોરડી ટીંબા | ||||
૫) | વેલજી ભાણજી — બોરડી ટીંબા | ||||
૫) | વિશ્રામ શીવદાસ — મોતીસરી | ||||
૫) | હંસરાજ ખીમજી — મોતીસરી | ||||
૫) | માવજી હરજી — મોતીસરી | ||||
૫) | પરબત લધા — ટીંબા તળાવ | ||||
૫) | ફુલાભાઈ — મેરાઉવાળા | ||||
૫) | ખેતાભાઈ કરશન — ટીંબા તળાવ | ||||
૫) | શીવગર દામોદર — દાદેડા | ||||
૫) | મમુભાઈ દાના — વિલાસપુર | ||||
૫) | પૂંજાભાઈ નાનજી — ઉમેદપુરા | ||||
૫) | હરજી ધનજી — ટીંબા તળાવ | ||||
૫) | સોની દામજી ખેતશી — કૃષ્ણપુરા | ||||
૫) | મુખી વેલજી પ્રેમજી — હડમતીયા | ||||
૫) | ભીમજી પુંજા — અદલપુરા | ||||
૩) | નાનજી જીવરાજ — હડમતીયા | ||||
૫) | પેથા ડોસા — નખત્રાણા | ||||
૫) | હીરજી પુંજા — મોતીસરી | ||||
૫) | રાજાભાઈ કચરા — નડીયાદ | ||||
૧૦) | પરચુરણ આવકના | ||||
૧૫) | હરજીભાઈ દેવરાજ — બોરડી ટીંબા | ||||
૫) | શાંતિપુરા કંપા તરફથી | ||||
૫) | લધાભાઈ માધવજી — બોરડી ટીંબા | ||||
૫) | ખેતાભાઈ વાલજી — ઉમેદપુરા | ||||
૫) | સવજીભાઈ માવજી — મોતીસરી | ||||
૫) | પ્રેમજીભાઈ વસરામ — મોતીસરી | ||||
૫) | માસ્તર ભવાનીશંકર દેવજી — મોતીસરી | ||||
૫) | સોમજી ખીમજી — મોતીસરી | ||||
૫) | પ્રેમજી ગોપાળ — મોતીસરી | ||||
૫) | અખઈ લધા — ટીંબા તળાવ | ||||
૫) | મણીલાલ મનસુખલાલ — અહમદપુરા | ||||
૫) | દેવજી કરશન | ||||
૫) | સવજીભાઈ પુંજા — હડમતીયા | ||||
૫) | માસ્તર રેવાશંકર ભગવાનદાસ — ટીંબા તળાવ | ||||
૫) | કાનજી રણમલ — મોતીસરી | ||||
૫) | ઠાકોર મગાજી — દોલપુર | ||||
૫) | શામજી અરજણ — હડમતીયા | ||||
૫) | હરજી લધા — અણીયોર કંપા | ||||
૫) | વસરામભાઈ માવજી (ત્રણ ભાઈ) વાવકંપા | ||||
૩૬) | ધર્માદા નાટ્ય પ્રયોગમાં પરચુરણ આવકના | ||||
૫) | હીરજી અખઈ — સાંયરા | ||||
૫) | નાગજી ધનજી — નખત્રાણા | ||||
૬। | બોરડી ટીંબા કંપાની બાઈઓ તરફથી | ||||
૩૩૧૬। |
| ||||
શ્રી માતાજીની પ્રતિષ્ઠા વખતે કોરીઓની ભેટ ધરનાર
દાનવીરોના શુભ નામોની નોંધ
{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}
૧૪૫૩॥ | શ્રીમાન મનજીભાઈ જેરામભાઈ મિસ્ત્રી માધાપરવાળા | |
૮૨૫ | કોરી શ્રી માતાજીની આરતી ૧લીમાં ભેટ ધરી | |
૪૨૭॥ | કોરી રૂા.૧૫૦ ભેટ ધરેલા તેની પ્રત કો.૨૮૫ | |
૨૦૧ | શ્રી માતાજીને થાળ ધરાવવાના હા.આપનાં ધર્મપત્ની | |
૧૪૫૩॥ |
૧૩૭૯ | શ્રીમાન રતનશીભાઈ ખીમજીભાઈ વિરાણીવાળા તરફથી ભેટ | |
૬૦૧ | કોરી શ્રી માતાજીની પ્રતિમાની પધરામણીમાં ભેટ | |
૪૦૧ | કોરી શ્રી માતાજીના મંદિરની ધ્વજા આરોપણ ક્રિયામાં ભેટ | |
૨૦૧ | કોરી શ્રી માતાજીને ફુલનો હાર અર્પણની ક્રિયા હા.આપના ધર્મપત્ની સૌ.મેઘબાઈ | |
૧૨૫ | કોરી આપના ધર્મપત્ની મેઘબાઈએ ખરડામાં મંડાવી તે | |
૫૧ | કોરી સાધવી મૈયાજીએ માતાજીને હાર અર્પણ કર્યો તેના ચડાવાની | |
૧૩૭૯ |
૫૦૬) | ગામ શ્રી લુડવા સમસ્ત મંડળ તરફથી હા.પા.રવજી લાલજી | ||
૫૫૧) | ગામ શ્રી ગઢશીશા સુધારક મંડળ તરફથી હા.માવજી શામજી | ||
૩૫૧) | શ્રીમાન રામજીભાઈ જેઠાભાઈ નખત્રાણાવાળા હાર ૧લાનો ચડાવો | ||
૨૧૧ । | વેલજીભાઈ ભાણજી તથા માવજીભાઈ પ્રેમજી બોરડી ટીંબા કંપાવાળા | ||
૨૦૧) | વેરસલપર ગામ સમસ્ત ભાઈઓ તરફથી હા.કાનજી ગોપાળ | ||
૧૨૫) | ગામ શ્રી વિરાણી લક્ષ્મીનારાયણ મંદિરવાળા ભાઈઓ તરફથી | ||
૧૨૬) | ગામ રામપરના ભાઈઓ તરફથી | ||
૧૨૫) | નખત્રાણા આથમણા વાસના ભાઈઓ તરફથી હા.નથ્થુ નાનજી | ||
૪૧૦) | કોટડા જડોદર સુધારક મંડળ તરફથી | ||
૧૨૫) | નખત્રાણા ઉગમણા વાસના મંદિર તરફથી | ||
૧૨૫) | જશાભાઈ કાનજી નખત્રાણાવાળા તરફથી | ||
૧૦૧) | ભણશાળી ઠાકરશી મેરાઈ — ગામ બીટા | ||
૧૦૧) | મિસ્ત્રી વાલજીભાઈ રતના ગામ — માધાપર | ||
૧૦૧) | મિસ્ત્રી પ્રેમજી પાંચા ગામ — કુકમા | ||
૧૦૧) | ગામ નખત્રાણા વચલાવાસ તરફથી હા.અરજણ ગોપાળ | ||
૧૦૧) | ભીમજીભાઈ વસ્તાભાઈ — દેશલપર | ||
૭૩) | શ્રી સાધવી મૈયાજી ગામ — મંજલ | ||
૫૧) | દેવજી રામજી — ધોળકા | ||
૫૧) | જીવરાજ હીરજી — માનકુવા | ||
૫૧) | રતનશી કાનજી — તલવાણા | ||
૫૧) | મેઘજી લખમશી — વિરાણી | ||
૫૦) | નાનજી ભીમજી — નખત્રાણા | ||
૨૫) | ગામ કોડાય સમસ્ત તરફથી | ||
૨૫) | ભારાપર સુધારક ભાઈઓ તરફથી હા.કાનજી ખીમા | ||
૨૫) | અખઈ ખીમજી — સાંયરા | ||
૨૦) | રામજી વાલજી — સાંયરા | ||
૨૫) | રતના ધનજી — કોટડા જડોદર | ||
૨૫) | કરશન પચાણ — નખત્રાણા | ||
૨૫) | કચરા શીવદાસ — મથલ | ||
૨૫) | ઠા.પુંજા નરશી — દેશલપર | ||
૨૫) | વાંઢાય ઉગમણા વાસના ઠકરાઈઓ તરફથી | ||
૨૫) | વાંઢાય વચલા વાસના ઠકરાઈઓ તરફથી | ||
૨૫) | મુળજી જીવરાજ — જયપુર | ||
૨૦) | શીવજી વસ્તા — દેશલપર | ||
૧૫) | નારણ કાનજી — મથલ હાલ સેયડી કંપા | ||
૧૭) | રામજી કેશરા — નખત્રાણા | ||
૧૫) | રવજી પેથા — દેશલપર | ||
૧૦) | ખેતા હરભમ — મથલ | ||
૧૦) | નારણ વીરજી — દેવપર | ||
૭૦) | લાલજી ભીમજી — દનાપુર | ||
૫૧) | લાલજી મેઘજી હા.રામજી લાલજી — ગઢશીશા | ||
૫૧) | કરશન ઉકેડા — દેશલપર | ||
૫૧) | પરબત લખુ — મથલ | ||
૪૭॥ | પ્રેમજી ખેતા કાું — વિરાણી ગઢવાળી | ||
૪૫) | રૂડાભાઈ પચાણ — નખત્રાણા | ||
૨૫) | પેથા રતના — લુડવા | ||
૪૦) | ગામ ખાનપર હા—શીવજી ભાણજી | ||
૨૫) | લાલજી શીવજી — વિરાણી | ||
૨૫) | કચરા કેશરા — નારણપર | ||
૨૫) | શીવજી માધા — તલવાણા | ||
૨૫। | હંસરાજ દાના — નખત્રાણા | ||
૨૫) | બાઈ ડાઈબાઈ જાદવજી — ભુજ | ||
૨૦) | ભીમજી કાનજી — લુડવા | ||
૨૦) | અરજણ જીવરાજ — દરશડી | ||
૧૫) | માધા સોમજી — વડવા નવાવાસ | ||
૧૧) | કરશન શામજી — દેશલપર | ||
૧૦) | લુવાર ઘાંગજી — મનજી મેરાઉ | ||
૧૦) | ભણશાળી શામજી ભારમલ — ભવાનીપર | ||
૧૦॥ | કાનજી હીરજી — રાયણ | ||
૧૦) | દેવજી રાજા — નખત્રાણા | ||
૧૦) | શીવજી મનજી — નખત્રાણા | ||
૧૦) | વિશ્રામ રાજા — વિરાણી | ||
૧૦) | વિશ્રામ શામજી — તલવાણા | ||
૧૦) | ભણશાળી જેરામ કેશવજી — મોથાળા | ||
૫) | જેઠા દેવશી — માનકુવા | ||
૫) | હરજી રામજી — નખત્રાણા | ||
૫) | અખઈ કાનજી — નખત્રાણા | ||
૫) | કરશન પચાણ — દેશલપર | ||
૫) | માવજી જીવરાજ — નખત્રાણા | ||
૫) | ભાણજી કચરા — મથલ | ||
૬) | મનજી નાંઈયા — નખત્રાણા | ||
૫) | વિશ્રામ ગોપાળ — વિરાણી | ||
૫) | ખીમજી હીરજી — વિરાણી | ||
૫) | મુળજી જેઠા — નખત્રાણા | ||
૫) | શીવદાસ અરજણ — નખત્રાણા | ||
૫) | વેલજી રૂડા — નખત્રાણા | ||
૫) | ઉકેડા નાંઈયા — નખત્રાણા | ||
૫) | ભાણજી લધા — નવાવાસ વડવા | ||
૫) | વીરજી મુળજી — લુડવા | ||
૫) | જીવરાજ વસ્તા — માનકુવા | ||
૫) | અરજણ રામજી — નવાવાસ વડવા | ||
૫ ) | ખીમજી માંડણ — દેશલપર | ||
૫) | દેવજી કાનજી — દેશલપર | ||
૧૦) | સીંધલ પૂંજાજી તથા ચાંદાજી લાધાજી વાંઢાય | ||
૩૧॥ | પરચુરણ ભેટની રકમ | ||
૧૦) | દેવશી મેઘજી — નખત્રાણા | ||
૧૦) | રતનશી શામજી — માનકુવા | ||
૧૦) | લાલજી ગોપાળ — મઉ | ||
૧૦) | નાનજી કાનજી — મથલ | ||
૧૦) | હરજી લાલજી — માનકુવા | ||
૯) | વિશ્રામ વીરજી — નખત્રાણા | ||
૫) | પચાણ દેવજી — માનકુવા | ||
૫) | નારણ રામજી પાંચાણી — નખત્રાણા | ||
૫) | કરશન કચરા — દેશલપર | ||
૫) | મેઘજી નથ્થુ — દેશલપર | ||
૫) | ધનજી માંડણ — મથલ | ||
૫) | માધા વીરજી — મથલ | ||
૫) | વિશ્રામ નાનજી — મથલ | ||
૫) | કરશન ભાણજી — વિરાણી | ||
૫) | વિશ્રામ અરજણ — નખત્રાણા | ||
૫) | નાનજી પુંજા — નખત્રાણા | ||
૫) | નાનજીભાઈ — નખત્રાણા | ||
૫) | મેઘજી રામજી — નખત્રાણા | ||
૫) | રામજી જેઠા — નખત્રાણા | ||
૫) | લાલજી રામજી — વિરાણી | ||
૫) | લાલજી ખીમજી — માનકુવા | ||
૫) | હીરજી ભાણજી — રામપર | ||
૫) | કાનજી રામજી — દેશલપર | ||
૫) | ભાણજી ધનજી — દેશલપર | ||
૫) | મુળજી નથ્થુ — દેશલપર | ||
૫) | કાનજી ભાણજી — વિરાણી | ||
——— |
|
| |
૭૮૨૨ |
|
| |
૯૪૭૯ | રૂા.૩૩૧૬ની પ્રત ૨૮૫ પ્રમાણે થઈ તે | ||
૧૭૩૦૧ | કુલ કોરી | ||
શ્રી ઉદ્ધવ આશ્રમ ઈશ્વરનગરના અપંગ
વિદ્યાર્થીઓને મદદ આપનાર દાતાઓના શુભ નામો
{રકમ આણ-પાણ પદ્ધતિથી લખવામાં આવેલ છે. જેના વિષે અહીં ક્લિક કરવાથી જાણી શકો છો}
૫૧) | પટેલ વાલજી ભાણજી — માધવ |
૨૫) | પટેલ કરશનભાઈ પચાણ — બોરડી ટીંબા કંપા સમસ્ત |
૨૫) | પટેલ વિરમભાઈ પરબત — મોતીસરી કંપા |
૨૫) | પટેલ હંસરાજ નારણ — રામપુરા કંપા |
૧૫) | પા.વાલજી ભીમજી — બોરડી ટીંબા |
૧૫) | રામપુરા કંપા સમસ્ત હા.નથ્થુ લધા |
૧૫) | હરજી દેવરાજ — બોરડી ટીંબા |
૧૦) | રામશી કંપા સમસ્ત હા.શીવજી પાંચા |
૧૦) | કરશન પુંજા — રામપુરા |
૧૦) | કાનજી માધવજી — રણજીતપુરા |
૧૦) | ખેતાભાઈ મનજી — બોરડી ટીંબા |
૫) | મેઘજી પેથા — રામપુરા |
૫) | દેવજી નથ્થુ — રણજીતપુરા |
૫) | હરીપુરા તાબે માલપુર ગામ સમસ્ત હા.મનજી પરબત |
૫) | શાંતિપુરા ગામ સમસ્ત હા.દેવજી નારણ |
૫) | સરદારપુરા ગામ સમસ્ત હા.વેલજી કેસરા |
૫) | સેયડી કંપા સમસ્ત હા.હરજી પ્રેમજી |
૫) | લધા માવજી — બોરડી ટીંબા |
૫) | ભાણજી કરશન — રામપુરા |
૫) | ઉમેદપુરા સમસ્ત હા.હીરજી કાનજી |
૫) | ખેતા કરશન — ટીંબા તળાવ |
૨૫) | પટેલ પચાણ લધા — બોરડી ટીંબા |
૧૫) | નાનજી લખમશી — બોરડી ટીંબા |
૧૦) | રણજીતપુરા કંપા સમસ્ત હા.દેવજી નથ્થુ |
૧૦) | અબજી તેજા — માધવપુરા કંપા |
૧૦) | નવાનગર ગામ સમસ્ત હા.કરશનભાઈ ખેતા |
૫) | રતનશી ભાણજી — રામપુરા |
૫) | વિશ્રામ લાલજી — રણજીતપુરા |
૫) | હીરજી લધા — રામપુરા |
૫) | રામજી ભાણજી — સેમળી કંપા |
૫) | વાલજી પ્રેમજી — રામપુરા |
૫) | ટીંબા તળાવ સમસ્ત હા.ખેતા કરશન |
૫) | પા.દેવશી ડાઈઆ — બોરડી ટીંબા |
૫) | પા.શામજીભાઈ હરજી — બોરડી ટીંબા |
૧૨। | પરચુરણ આવેલા તે |
૫) | પા.રવજીભાઈ નારણ — બોરડી ટીંબા |
૪૦૮। |
|
નોંધ : શ્રી ઉમિયા માતાનું મંદિર બાંધવાની જમીન ખેતર નંગ ૩ આશરે જમીન પરાજા બેની તે વાંઢાયના સીંધલ જેસંગજી પુંજાજી તરફથી કૃષ્ણાર્પણ આપેલી છે તેમનો અત્રે આભાર માનવામાં આવે છે.
નોંધ : ઉપરોક્ત ફંડ એકત્ર કરવામાં શ્રીમાન નાનજીભાઈ કરશનભાઈ માસ્તર બોરડી ટીંબાવાળાએ બહુ જ જહેમત ઉઠાવી હતી જેથી અત્રે તેમનો આભાર માનવામાં આવે તે.
જ……………………………………..……………. | ઉ…………………………………………………………….. | ||
૧૭૩૦૧ | શ્રી માતાજીની નૂતન મંદિર નિમિત્તે | ૧૫૭૯૦ | શ્રી ઉમિયાજી માતાનું નૂતન મંદિર બંધાવ્યું |
સદ્ગૃહસ્થો તરફથી મળેલી ભેટ | તેનો કુલ ખર્ચ થયું તે સં.૨૦૦૦ના ચૈત્ર સુ.૧૫ | ||
{VSAK: 08-Apr-1944} | |||
૧૫૧૧ | શ્રી પુરાંત બાકી રહી | ||
૧૭૩૦૧ | ૧૭૩૦૧ |
નોંધ : ઉપરોક્ત હિસાબ શ્રીમાન હરીભાઈ કરમશી તથા શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા શ્રીમાન નથ્થુભાઈ નાનજી તથા રવજીભાઈ લાલજી તથા પા.પરબત લખુએ તપાસી નક્કી કરેલ છે.
લેખકના બે બોલ
પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજીના દયામય દર્શન :—
પરમ પુનિત પાટીદાર જ્ઞાતિના ગુજરાતવાસી સજ્જનોનો પ્રેમાકર્ષણ પ્રભાવ ખરેખર પ્રશંસનીય છે. તેનો સ્વાનુભવ મને સં.૨૦૦૧ના પોષ સુદી—૧૫ {VSAK: 29-Dec-1944} ના દિવસે થયો.
બદ્રિકાશ્રમ ધામની ધારણા કરી પ્રવાસે નીકળેલા પૂજ્ય મહારાજ શ્રી ઓધવરામજીના દર્શન કરી ખરેખર હું કૃતાર્થ થયો. તેજ અરસામાં હું મારી પાટીદાર જ્ઞાતિના ભાવના ગ્રહી ભાગ્યની પ્રશંસા કર્યા વિના રહી શક્યો નહિ. અમૂલ્ય અવસરમાં શ્રી ગુરૂ ઓધવરામજીનો એ અમૂલ્ય ઉપદેશ આદર્શતાના આદેશરૂપ હતો, પરંતુ ચાર દિવસના એ ચિત્રના ચોઘડીયા વીતી જતાં, તેમના સ્મરણમાં માત્ર ચરણચિત્ર ચિત્તમાં રહી ગયું. તેઓ શ્રીના મુંબઈ જતાં પૂજ્ય શ્રી દયાળદાજીએ પાટીદાર જ્ઞાતિના પ્રેમને વશ થઈ, આગામી સાલમાં ફરી પધારવાનું વિનીત વચન ગુરૂ મહારાજ પાસે માગ્યું. પવિત્ર પ્રેમના પારંગત પૂજ્ય ગુરૂ મહારાજશ્રીએ તે માન્ય રાખી ‘જરૂર આવીશ’ એ ઉદ્ગાર ઉચ્ચાર્યો. ભાવભીના વાતાવરણ વચ્ચે મહારાજશ્રીની વસમી વિદાયને વહોરી લઈ, આશાના ઓથે અમૃતવાણીની અસર અમર રહી ગઈ.
પૂજ્ય શ્રી દયાળદાસજી મહારાજ સાથે મારો પ્રવાસ :—
પૂજ્ય ગુરૂ દેવજીના જવા પછી તેમની કલ્યાણકારી આજ્ઞાને અનુસરી હું મહારાજ શ્રી દયાળદાસજીની સાથે રહી ગુજરાતમાં સનાતન સેવાભાવી પાટીદાર ભાઈઓના કેટલાક કંપાઓમાં ફર્યો. આતિથ્ય સેવાના આછા અનુભવો મેળવ્યા. જગે જગે સત્સંગ સમાગમો થયા. વડીલોના વાણી રહસ્યને સમજી, યુવકોના ઉત્સાહ ઉભરાઓને કંઈક અંશે વિલાસીતાના વહેતમાં સમાતા જોઈ હૃદયને ક્ષોભ થયો. સમાજમાં ધર્મના આદર્શ શીર્ષક, વ્યવહારીક, વ્યક્તિગત બાબતોનો અમલ થતો હોય એવો આભાસ થયો. જ્ઞાતિ સેવાના ઉજ્જવળ અવશેષો જોતાં વાસ્તવિક સેવાભાવની ન્યૂનતા જોવામાં આવી. મત મતાંતરના માનસિક આવરણો વચ્ચે વિશુદ્ધ સનાતન સિદ્ધાંતોને શંકુચિત સમજવામાં આવતાં જોયા. સનાતન શિક્ષણ દ્વારા જ્ઞાતિના પ્રત્યેક ઘરને સંસ્કાર શાળા બનાવી, સ્વધર્મ પાલનના મુળાક્ષરો સઘળા ભાઈ—બહેનો સ્વાધ્યાય શિક્ષક પાસેથી શીખતાં રહે તો જ આદર્શતા અપનાવી શકાય.
માતાજીની પ્રતિષ્ઠા—વર્ણન માટેનું લેખન કાર્ય :—
પૂજ્ય મહારાજ શ્રી દયાળદાસજીની સાથે પ્રવાસ કરતાં આખરે મહા સુદી—૧૨ {VSAK: 25-Jan-1945} ના અમો સૌ ધનસુરાની બાજુમાં “સોની કંપા”માં આવ્યા. એકાંત સ્થળને જોઈ, તેમજ કંપા નિવાસી સ્વજ્ઞાતિ બંધુઓના ભાવના ભર્યા સેવા કાર્યને જોઈ, છ દિવસ તે જ સ્થળે રોકાઈ આ રિપોર્ટનું લેખન કાર્ય મહા સુદી—પૂનમે {VSAK: 28-Jan-1945} પુરું કરેલ છે. અમારા આતિથ્યને અપનાવી તે સર્વ ભાઈઓએ જે સેવા ઉપાડી છે તે બાબત અત્રે તેમનો આભાર માનવામાં આવે છે.
લેખન કાર્યમાં મહારાજશ્રીના સંકેત મુજબ સર્વ પદ્ધતિ રાખવામાં આવેલ છે. સભામાં ઉપસ્થિત સજ્જનોના પ્રવચનો તેમજ બહારથી આવેલા નિવેદન પત્રોના લેખનમાં મહારાજશ્રીની આજ્ઞાથી યથા ઘટિત ભાષા રચના કરી ભાવાર્થને સાવધાનીપૂર્વક જાળવવામાં આવેલ છે તે માટે સર્વ સજ્જનો ક્ષમા આપશો એવી આશા છે.
મંદિર કાર્યમાં દાન દાતાઓના ઉલ્લેખ નામવાર એક અલગ પ્રકરણમાં આપવામાં આવેલો છે છતાં ભુલથી રહી ગયેલા કોઈ પણ સજ્જનને તેવી ભુલ માટે ક્ષમા રાખવી એજ વિજ્ઞપ્તિ.
સુધારક પ્રવૃત્તિમાં મારો આત્મોદ્ગાર :—
સમાજના આદ્ય સુધારકો સ્થાપિત જાગૃતિ—નાદને ભૂતકાળની સમયાનુકુળ દુદુંભી માની, તેના હૃદય ઝણઝણિત સૂરોમાં મસ્ત બની વર્તમાન જાગૃત સમાજને સનાતન માર્ગની ઝાંખી ખાતર ઋષિ મુનિઓ કૃત સૂત્રોનું શરણ લેવાનું હું વધારે શ્રેયકર માનું છું.
મને સનાતન વડે સાચું સુખ થવાનો પૂર્ણ વિશ્વાસ છે. જેમ જેમ મનુષ્ય ઈશ્વરીય ઓજસરૂપ સનાતન સાત્વિક પુરૂષોના કથનનું તાત્પર્ય, પોતાના જીવનમાં વધારેને વધારે ઉતારશે તેમ તેમ તે વધારે ઉન્નતિપાત્ર થશે.
ઈશ્વરના સૃષ્ટિ ક્રમમાં સનાતન તત્ત્વ શું છે ? તેના સનાતન સંચાલન સૂત્રો શું છે ? આપણો તેની સાથે શું સંબંધ હોઈ શકે? ઉપરોક્ત પ્રશ્નોના ઉકેલ સાથે જ આપણું માનુષી જીવન સંકળાયેલું છે. આજના જાગૃત સમાજને મારું નમ્ર નિવેદન છે કે, જીવન સમસ્યાઓના અભ્યાસ ખાતર પ્રત્યેક કુટુંબમાં સનાતન ગ્રંથોનું પઠન પાઠન અને વર્તન પરમ આવશ્યક ગણી, વ્યક્તિગત અને સામાજિક ફરજોનું પાલન કરી ઉન્નતિ માર્ગ સાધતાં રહે ?
આપણું કર્તવ્ય :—
સમાજમાં ગૃહશાળાના સ્વાધ્યાય શિક્ષક મારફતે સનાતન શિક્ષણ દ્વારા નિદિધ્યાસન કાયમ કર્યા પછી પ્રતિ માસે ગ્રામ્ય સભા તેમજ વાર્ષિક રૂપથી જ્ઞાતિ સંમેલન રૂપમાં એકત્ર થવાની જરૂરિયાત છે. ઉન્નતિ અર્થે આ પ્રણાલિકા પ્રાચીન છે. સભાના રૂપમાં એકત્ર થઈ, આપણે આપણું યથાર્થ કર્તવ્ય સમજી વર્તન કરવાનું હોય છે, કારણ કે જનસમાજની ઉન્નતિનું મૂળ મંડાણ ન્યાયને પારખી અન્યાયને દબાવવામાં સમાયેલું છે. જ્યારે જ્યારે ન્યાયાધિકારી વર્ગ કોઈપણ કારણને વશ થઈ, ન્યાયાન્યાય ઓળખવામાં ભુલ કરે અને સમાજમાં સ્વેચ્છાચારીઓનું પ્રમાણ વધારે ત્યારે આખો સમાજ છિન્ન ભિન્ન થઈ અધોગતિને પ્રાપ્ત થાય છે.
આપણે પોતાના સંરક્ષણ ખાતર, પોતાના બાળકોના વિદ્યાધ્યન, ખાતર તેમજ દરેક પ્રકારે નીજ ઉન્નતિ ખાતર, આપણા દરેક પ્રકારના ધનોપાર્જન માર્ગોને લક્ષમાં લઈ અમુક રૂપમાં સામાજિક પ્રથા મુજબનો ધનસંચય કરવો જોઈએ. ત્યારબાદ દરેક સ્થળે પોતપોતાની ગ્રામ્ય સભાના મારફતે ઈષ્ટ સ્થાપના (મંદિર) અને તેની પૂજન અર્ચનની પુરતી વ્યવસ્થા કરવી જોઈએ. સાથે સાથે બાળકો માટે પાઠશાળા કાયમ કરી જેમાં વ્યવહારીક વિષયો ઉપરાંત સુક્ષ્મ ધાર્મિક શિક્ષણ પણ સરલ રીતે જરૂર કાયમ કરવું જોઈએ. ઈષ્ટ મંદિરમાં પંચ મહાશાસ્ત્ર અવશ્ય રાખી જેનું પઠન પાઠન નિયમિત રૂપથી કરતા રહી દરેક વખતની જટીલ સમસ્યાઓ માટે તે શાસ્ત્રોનો આશ્રય લઈ, દેશકાળનો વિચાર કરી સનાતન વર્તાવ રાખવો જોઈએ. આજીવિકાના ઉત્પાદનમાં રહી આપણે સનાતન આદર્શોમાં બહુ જ પછાત જિંદગી જીવી રહ્યા છીએ. આ તકનો લાભ લઈ, જગાએ જગાએ આપણને અવળે માર્ગે દોરી, સ્વાર્થ સાધક મત મતાંતર વાદીઓ પોતાનો પ્રચાર કરી રહ્યા છે. સાવધાન ! ભાઈઓ !! એ પંથ પ્રચારક અને કંઠી કારણે વાડા વાદીઓથી સાવધાન !! આપણો સનાતન ધર્મ એવા નૂતન નામધારી પંથોથી ઢંકાય તેવો નથી. કળીયુગના કુકર્મોને, ભોગી ભક્તોના સ્વાંગમાં છુપાવી, એ અધમાત્માઓ ધુમ્મસના આશ્રયથી સૂર્ય મંડળને નિસ્તેજ કરવા ધારે છે. બાધા માનતા અને દોરા ધાગાના મનવાંચ્છિત મૃગજળ બતાવી આપણા સનાતન સરોવરને સૂકાવવા ધારે છે. ઈશ્વરોપાસનાની અમર વેલને પાખંડ પ્રહારોથી પોષવાનું પ્રણ કરે છે. ભાઈઓ ! આવા નામધારી નર પિશાચોની નાસ્તિક લીલાથી સદા સચેત થાએ ! ભૂતપ્રેતના ભ્રમમાં પડી ધૂણ ધતીંગના ધર્મભ્રષ્ટ આચરણોથી દૂર રહો. આવા આસુરી આચરણો સનાતન પુરૂષો તરીકે આપણને બિલકુલ શોભા આપતાં નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતાના રહસ્યને સમજી ઉપરોક્ત અંધારાનો સત્વરથી નાશ કરવો જોઈએ. સમાજ સેવક તરીકેની સર્વ પ્રથમ ફરજ આપણી એજ છે.
અજ્ઞાન ટાળવાના બહાને એટલું ખાસ યાદ રાખવું જોઈએ કે સનાતન સંત પુરૂષોનો આદર ભુલાય નહિ. કારણ કે તેમનો અનાદર ઈશ્વર સાંખી શકતો નથી. ભક્ત વશ ભૂધરાની નીતિ એ તો પરમ કૃપાળુ પરમાત્માને પણ પોતાની અવતાર વિષયક લીલાઓ આચરવી પડે છે. માટે શ્રી ગીતાજીમાં સંબોધેલા સ્થિત પ્રજ્ઞ પુરૂષોને જ્ઞાનદૃષ્ટિ વડે ઓળખી તેમની તન, મન અને ધનથી સેવા કરવી જોઈએ. એવા સાત્વિક પુરૂષોના પ્રતાપથી તો આ આખુંય ભૂમંડળ ટકી રહ્યું છે.
જ્યોતિષના નામે જોખમમાં ઉતારનાર જોગી, જંગમ, જોશી અને કારમા કાનીપાઓથી હંમેશાં સાવધાન રહેવું જોઈએ. આપણી માનવંતી માતાઓ તેમજ ભોળા મનની ભામિનીઓને પણ આપણે આવા શબ્દશાળી શત્રુઓથી સચેત કરવી જોઈએ. તે નર પિશાચોની ક્રમવારની કારકિર્દીમાં કદીએ આપણાં મનને વહેમ વંટોળે ચડાવવું નહી. જ્યોતિષના યથાર્થ જ્ઞાન વિષયનું શાસ્ત્રાવલોકન કરી, કલ્યાણ દાતા સર્વેશ્વરના પ્રત્યેક નિધાનમાં તેઓની અસીમ કૃપાનો અનુભવ કરતાં શીખવું જોઈએ. અસ્તુ.
કર્તવ્યપંથી પ્રત્યેક ભાઈ—બહેન, સનાતન સિદ્ધાંતના દિવ્ય પ્રકાશમાં પોતાનું જીવન વધારેને વધારે સરળ અને કર્તવ્ય નિષ્ટ બનાવે એવી સર્વેશ્વરી સૌને શક્તિ અર્પો !
લેખક : સેવાભાવી દેવશીભાઈ રામજી ગોઘારી ગ્વાલીયર સ્ટેટ પોસ્ટ સેરાઈ જીલ્લા ગુના, મુ.ચકખીરીઆ.
“શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ”
હેડ ઓફીસ — નખત્રાણા (કચ્છ)
માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવ બાદ, તેજ સાલના એટલે કે સં.૨૦૦૦ના આસો સુદી ૧૪—૧૫ રવિ, સોમ {VSK: 01 & 02-Oct-1944} ના દિવસે, શ્રી ઉદ્ધવ આશ્રમ (વાંઢાય) મુકામે “શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ”ના ભાઈઓની જાહેર સભા ભરવામાં આવી હતી. તેમાં કચ્છમાં વસતા જુદા જુદા ગામના ભાઈઓમાંથી પ્રત્યેક ગામ વાર બેથી પાંચ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને હાજર રહેલા ભાઈઓની સંમતિથી નીચે પ્રમાણે ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ હતા. જેની નોંધ નીચે પ્રમાણે છે.
॥ હરી ૐ ॥
૧ પીંડરૂના સુતક સંબંધી :—
બાળકના જન્મ પ્રસંગે પીંડરૂ સૂતક નિવારણ માટે નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવેલ છે. બાળકનો જન્મ આપનાર તેની માતા તથા પિતા તથા તેમના સાથે એક રસોડે જમનારાઓએ, બાળકનો જન્મ થયા પછી ૩૫મે દિવસે મંદિરમાં બાળકને સાથે લઈ જઈ, શ્રી ભગવાનના દર્શન કરી ગંગાજળ પી પવિત્ર થવું. તે સિવાયના બાકીના કુટુંબીજનોએ બાળકના જન્મ પછી ૧૦ દિવસે મંદિરમાં જઈ ગંગાજળ પીને પવિત્ર થવું. દીકરાનો જન્મ થયો હોય તો શ્રી ભગવાનને ભેટ તરીકે કોરી ૧ ધરવી અને દીકરીનો જન્મ થયો હોય તો ભેટ તરીકે કોરી ૦॥ ધરવી અને મંદિરમાં રહેતા ચોપડામાં, દીકરો અગર દીકરી જેનો જન્મ થયો હોય તેનું નામ તથા જન્મની મીતી તથા તેના પિતાનું નામ અટક સહિત લખાવવું. જન્મ આપનાર બાળકની માતાએ દિવસ ૧૨ સુધી ગૃહકાર્યમાં રસોડાનું કાર્ય કરવું નહિ.
૨ ઠરાવ સગપણ સંબંધી :— | ||
| ૧ | સગપણ કરતી વખતે છોકરાની ઉંમર પાંચ વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ. તેમ છોકરીની ઉંમર ત્રણ વરસથી ઓછી હોવી જોઈએ નહિં. |
| ૨ | સગપણ કરતી વખતે વર પક્ષે કન્યા પક્ષને ટોપરાં નંગ ૨ તથા ગોળ શેર ૧। સવા તથા કોરી ૧ એક રોકડી આપવી. |
| ૩ | સગાઈ કરવા જતી વખતે વર પક્ષ તરફથી કન્યાને કોરી ૧। સવા ટીલું કાઢવાની તથા ચુંદડી નંગ ૧ વાર દોઢની તે પણ સુતરાઉ આપવાની અને સગાઈના જો જમણ જમાડે તો વર પક્ષ તરફથી કન્યા પક્ષને કોરી ૧૨ બાર રોકડી આપવાની અને જમણ ચાર જમાડવા. |
| ૪ | સગપણ થઈ ગયા બાદ, વર પક્ષ કન્યા પક્ષને લગ્ન અગાઉ આપવાના લાગાની વિગત દર દિવાળીએ કોરી ૦॥ અડધ તથા દરેક શ્રાવણ મહિનાની વદ સાતમે કોરી ૦॥ અડધ તથા સગપણ થવાની પહેલી હુતાશનીએ કોરી ર।(સવા બે) હાયડાની આપવી બાકીની દરેક હુતાશનીએ કોરી ૧॥ દોઢ પ્રમાણે હાયડાની આપવી. ઉપર જણાવેલા આપવાના લાગા સિવાય બીજી કોઈપણ જાતની લેતી દેતી આ બાબતમાં કરવી નહિ તેમજ વળતર પણ કરવી નહિ. |
| ૫ | સગપણ થયા પછી એટલે લગ્ન થયા પહેલાં છોકરા અગર છોકરીમાં કોઈ કુદરતી ખોડખાંપણ જેવું લાગે અને તેના છેડા છુટ કરવા જેવું જણાય તો પાંચ ગામના પંચોને બોલાવી તેમની સંમતિથી તેવી બાબતનો નિકાલ કરાવવો. માત્ર ગામનાએ જ મળી આવી બાબતનો તોડ કરવો નહિ. |
૩ ઠરાવ લગ્ન સંબંધી :— | ||
| ૧ | લગ્ન લખતી વખતે લગ્નના પડામાં કન્યા પક્ષે કોરી ૧ એક રોકડી નાખવી અને વર પક્ષે કોરી ૧ એક આપીને લગ્ન વધાવવું. |
| ૨ | આપણી જ્ઞાતિના બાળકોના લગ્ન છ વર્ષે કરવાં તેમાં છોકરીની ઉંમર ઓછામાં ઓછી પાંચ વર્ષની હોવી જોઈએ. તેથી નાની વયની છોકરીના લગ્ન કરવાં નહિ. જાનમાં જનાર માણસોની સંખ્યા દસથી વધુ હોવી જોઈએ નહિ. (વર તથા અણવર અનવરના માતા પિતા સિવાયના ઉપર જણાવેલા માણસો દસ નક્કી કરવામાં આવેલ છે.) |
| ૩ | લગ્ન વખતે વાયણાની કોરી ૨૫ પચીસ વર પક્ષે કન્યા પક્ષના પિતાને આપવી. |
| ૪ | બીજા લાગાઓની કોરી છ નીચેની વિગત મુજબ આપવી. કોગળાની—૧, પોંખવાની—૧, પડલું પહેરી પગે |
| ૫ | કન્યાને વર પક્ષ તરફથી દાગીના આપવા તે નીચે મુજબ(૧) પગની પીની કડલી અથવા છડા (૨) હાથના સાદાં કંકણ (૩) ગળામાં ચાંદીનો હાર (૪) નાકમાં હેમનીશળી, |
| ૬ | લગ્ન કરતી વખતે કન્યાને વર પક્ષ તરફથી નીચે મુજબ કપડાં આપવા. ઘાઘરો ૧, ચુંદડી ૧, કમખો અગર પોલકું ૧ આપવું, ઉપર લખેલા ત્રણે કપડાં સુતરાઉ હોવા જોઈએ. |
| ૭ | કન્યા પક્ષ તરફથી વરને કપડાં તથા વાસણ નીચે મુજબ આપવા —કપડા વરના માપના જોડ ૧, જેમાં પાટલુન ૧ ખમીસ અથવા પહેરણ ૧, પછેડી નંગ ૧ ટોપી નંગ ૧ તે પણ સુતરાઉ હોવા જોઈએ. વાસણોમાં કાંસાની થાળી નંગ ૧, કાંસાનો વાડકો નંગ ૧, સાકર શેર, ૨॥ અથવા ગોળ શેર ૨॥ |
| ૮ | કન્યા પરણીને જાની વાસે જાય ત્યારે વરના પિતાએ કોરી ૧ એક પગે લાગવાની આપવી. |
| ૯ | ચોરી બાંધવા માટેના વાસણો પ્રજાપતિ પાસેથી લેવામાં આવે અને તેને જે લાગો આપવો પડે તે બંને પક્ષે અડધો અડધ આપવો. લગ્ન સમાપ્ત થયા પછી તે વાસણો બંને પક્ષે અડધો અડધ વહેંચી લેવા. |
| ૧૦ | લગ્ન કરાવનાર બ્રાહ્મણને વરપક્ષ તરફથી કોરી ૧॥ તથા કન્યા પક્ષ તરફથી કોરી ૧ એક દક્ષિણાની આપવી. |
| ૧૧ | ધર્માદા લાગા તરીકે શ્રી ભગવાનને ભેટની વર પક્ષે કોરી ૨॥ તથા કન્યા પક્ષે કોરી ૧। સવા આપવી. |
| ૧૨ | કન્યા પરણીને સાસરે ગયા પછી તેને પાછી લાવવા માટે બે માણસોએ જવું જેમાં જમણ ટંક બે જમાડવા. (જેને આણું કહેવામાં આવે છે.) |
૪ ઠરાવ છુટાં લગ્ન કરવા સંબંધી :— | ||
| ૧ | જાનમાં વર તથા અણવર અને વરના માતાપિતા સિવાયના માણસોની સંખ્યા ૨૦ વીસની હોવી જોઈએ. |
| ૨ | જાનમાં બેથી વધારે ગાડાં લઈ જવા નહિ. |
| ૩ | જાનને જમણ ટંક ચારના રાખવા. |
| ૪ | ઉપર લખ્યા પ્રમાણે જાનમાં જનારની સંખ્યા સિવાય વધારે માણસ જો કોઈ લઈ જાય તો, દરેક માણસ દીઢ ટંક એકની કોરી એક લેખે કન્યાના પિતાને વર પક્ષે આપવી અને ગાડાં બે સિવાય જો વધારે લઈ જાય તો વરના પિતા પોતાના જોખમે લઈ જાય તથા તેની ખાવા પીવાની તથા ઢોર બાંધવાની સગવડ પોતાના હિસાબે કરવી. ઉપર બતાવ્યા પ્રમાણે વધુ માણસો લઈ જનાર પાસેથી કોરી એક ટંક એકની બતાવી છે, પરંતુ દેશકાળને અનુસરી વધઘટ બંને પક્ષવાળાએ અગાઉથી સમજુતી કરીને નક્કી કરવું. |
૫ છુટા લગ્ન કરાવનાર વરના પિતાએ આપવાના લાગા નીચે મુજબ— | ||
| ૧ | વાયણા તરીકેની કોરી ૪૦ ચાલીસ આપવી |
| ૨ | લાગાની કોરી ૬ છ કોગળાની, ૧ પોંખવાની, ૧ પડલું પહેરી પગે લાગવાની, ૧ છેડાછેડી બાંધવાની, ૧ કુળદેવી ઉમિયા માતાજીની, ૧ ફઈની ૧ |
| ૩ | ચોરી બાંધવા માટે પ્રજા પતિનો જે લાગો થાય તે બંનેએ અડધો અડધ આપવો. |
| ૪ | દાગીનામાં પગનાં કડલાં અથવા છડા ગળામાં ચાંદીનો હાર, નાકમાં હેમની શળી હાથમાં કાંકણ સાદું |
| ૫ | કન્યાને કપડામાં ઘાઘરો ૧ ચુંદડી નંગ ૧ કમખો અગર પોલકું નંગ ૧ આ ત્રણે કપડાં સુતરાઉ આપવાં |
| ૬ | કન્યા પક્ષ તરફથી વરને કપડાં પાટલુન નંગ ૧ ખમીસ અથવા પહેરણ નંગ ૧ પછેડી નંગ ૧ ટોપી અગર પાઘડી નંગ ૧ તે પણ સુતરાઉ આપવી. કન્યા પક્ષ તરફથી વરને વાસણો આપવાની વિગત નીચે મુજબ — કાંસાની થાળી ૧ કાંસાનો વાડકો ૧ સાકર શેર ૨॥ અથવા ગોળ ૨॥ |
| ૭ | કન્યા પરણીને જાની વાસે જાય ત્યારે સાસરાને પગે લાગે ત્યારે સાસરાએ કોરી ૧ એક રોકડી આપવી. |
| ૮ | લગ્ન કરાવનાર બ્રાહ્મણને વર પક્ષ તરફથી કોરી ૫। સવા પાંચ તથા કન્યા પક્ષ તરફથી કોરી ૨। સવા બે દક્ષિણાની આપવી. |
| ૯ | ધર્માદા લાગાની વર પક્ષ તરફથી કોરી ૧૫। સવા પંદર ભેટ તરીકેની શ્રી ઈષ્ટ મંદિરમાં ભગવાનને ચરણે ધરવી. |
| ૧૦ | વર તથા કન્યા પક્ષ તરફથી ભગવાનને જે ભેટ ધરવામાં આવે તે મંદિરમાં રહેતા ચોપડે નોંધ કરાવી વર તથા વહુનું નામ નોંધાવવું. |
| ૧૧ | કન્યા પરણીને સાસરે ગયા પછી, કન્યાના માવિત્રોએ દીકરીને પોતાને ઘેર લાવવા માટે જવું જોઈએ જેને આણું કહેવામાં આવે છે. તે આણામાં માણસ ૫ પાંચથી વધુ હોવા જોઈએ નહિ અને જમણ ટંક ચાર જમાડવા. |
૫ ઠરાવ આણા સંબંધી :— | ||
| ૧ | કન્યા ઉંમર ચૌદ વરસની થાય ત્યારે પડલું લેવાનું તેમાં સાડલો નંગ ૧ રંગીત સુતરાઉ તથા કાકણ નંગ ૧ |
| ૨ | પડલું આપવા આવનાર માણસ ૧ તથા સાથે છોકરું ૧ જવું તેને જમણ ટંક ચાર જમાડવા. |
| ૩ | કન્યાની ઉંમર પંદર વરસની થાય એટલે પડલું આપવાના બીજે વરસે આણું વાળવું અને ત્યાર પછી સોળમે વરસે બીજું આણું મોકલાવી અને તેજ વરસની શ્રાવણ વદી સાતમ પછી કાયમના માટે બાઈને સાસરે મોકલી આપવી. |
૬ ઠરાવ પૂનર્લગ્ન સંબંધી :— | ||
| આપણી જ્ઞાતિમાં પૂનર્લગ્ન કરવા સંબંધી નીચે મુજબ ઠરાવો કરવામાં આવેલ છે. | |
| ૧ | સગપણ કરતી વખતે પાંચીયો એક જે સગપણ નક્કી થવા બદલ દીકરીના કુટુંબીજનોના હાથે ફેરવવામાં આવે છે તે પાંચીયો વર પક્ષવાળાએ આપવો. |
| ૨ | પૂનર્લગ્ન નક્કી થતી વખતે પ્રસાદી વહેંચવામાં આવે છે તે માટે કોરી પાંચથી અંદર હોવી જોઈએ ને તે વર પક્ષવાળાએ આપવી. |
| ૩ | દાગીના ચડાવવા આવતી વખતે વર પક્ષ તરફથી જણ બેએ આવવું તે વખતના જમણ બદલ વરપક્ષ તરફથી કોરી ૨૫ પચીસ આપવી. |
| ૪ | લગ્ન કરવા આવતી વખતે ગાડાં બે તથા વર અને અણવર સિવાય માણસ ૨૦ વીસ લાવવા અને સાંજના જમી પૂનર્લગ્ન વિધિ બ્રાહ્મણના હાથે કરાવીને પરોઢીયે દીકરીને વિદાય કરવી. |
| ૫ | પરણવા આવનાર વર પક્ષના પિતાએ જમણ ખર્ચ માટે નીચે મુજબ આપવું. ખીચડી સૈ બે તથા ગ્રથ મણ ૧ એક આપવું. |
| ૬ | પૂનર્લગ્ન વિધિ કરનાર બ્રાહ્મણને દક્ષિણા બદલ કોરી ૨॥ અઢી આપવી તથા ખીચડીનું સીધું આપવું. |
| ૭ | પૂનર્લગ્નની વિધિ પૂરી થયા બાદ ભગવાનને ભેટ તરીકે વરપક્ષે કોરી ૧૦। સવા દસ આપવી. |
| ૮ | પૂનર્લગ્નના સંબંધમાં સગપણ કરવાની શરૂઆતથી તે પૂનર્લગ્ન સંપૂર્ણ થઈ જવા સુધીમાં ઉપર જણાવ્યા પ્રમાણેની લેતી દેતી કરવાની છે તે સિવાય બીજી કોઈ પણ જાતની રોકડ અથવા બીજી કોઈ જાતની વસ્તુની લેતી દેતી જાહેર અથવા ખાનગીમાં કરશે તો તે સમાજનો ગુનેગાર ગણાશે. |
૭ ઠરાવ વિયાતર સંબંધી :— | ||
| ૧ | આપણી જ્ઞાતિની બહેન અથવા દીકરીને ત્યાં પુત્ર તથા પુત્રીનો જન્મ થાય તો તેને વિયાતર આપવાનો રિવાજ છે તે વિયાતર આપવા માટે દીકરીના માવિત્રોએ બાઈ તથા જમાઈને પોતાને ઘેર બોલાવીને પોતાની યથાશક્તિ જે આપવા ઈચ્છતા હોય તે આપીને તેમના ઘેર વિદાય કરવા. તે નિમિત્તે સાડલા વિગેરે જે પહેરાવવાની પ્રથા હતી તે બંધ કરવામાં આવે છે. બાઈના મામાઓ તથા ફઈઓ અને માસીઓ વિગેરેને તે સમયે જે આપવા ઈચ્છા હોય તે દીકરીના માવિત્રોને ત્યાં મોકલાવી આપવું. |
૮ ઠરાવ અગ્નિ સંસ્કાર સંબંધી :— | ||
| ૧ | આપણી જ્ઞાતિના કોઈ પણ ભાઈ અથવા બહેનનું અવસાન થાય તો તેની ઉંમર પાંચ વરસથી ઉપરની હોય તો તેને ફરજિયાત અગ્નિ સંસ્કાર કરવો અને પાંચ વરસથી નાની વયનું નાનું બાળક હોય તો તેને ભૂમિદાગ કરવો. |
| ૨ | મરનારની પછવાડે એકાદશાને બારમાની શ્રાદ્ધ ક્રિયા બ્રાહ્મણના હાથે કરાવીએ છીએ તે ક્રિયા કરનાર બ્રાહ્મણને દક્ષિણાની કોરી પાંચ આપવી અને મરનારના આત્માની શાંતિ અર્થે મરનારની વય ત્રીસથી ઉપરની હોય તો મંદિરમાં ધર્માદા કોરી ૨૫ પચીસ આપવી અને મરનારની વય વીસથી ત્રીસ સુધીની હોય ઉપરની હોય તો મંદિરમાં ધર્માદા કોરી ૨૫ પચીસ આપવી અને મરનારની વય વીસથી ત્રીસ સુધીની હોય તો કોરી સવા પાંચ આપવી અને તેથી પણ નાની વયનાની કોરી ૧। સવા આપવી. |
| ૩ | બારસની ક્રિયા સંપૂર્ણ થાય તે દિવસે બની શકે તો બ્રાહ્મણ અગર અતિતોને યથાશક્તિ અનુસાર જમાડવા અને સાથે સાથે મરનારના કુટુંબની નિયાણી પાંચથી સાત જમાડવી. |
| ૪ | બ્રાહ્મણો અગર અતિતોને જમાડવા જેટલી શક્તિ ન હોય તો પણ નિયાણી જરૂર જમાડવીને ક્રિયા કરનાર બ્રાહ્મણને સીધું આપવું. |
૯ શ્રાદ્ધ | ||
| ૧ | મરનારની શ્રાદ્ધ ક્રિયા હિન્દુ શાસ્ત્રો નિયમ અનુસાર અવસાનની |
૧૦ | આપણી જ્ઞાતિની કોઈપણ બાઈનું પોતાના સાસરાને ત્યાં અવસાન |
૧૧ ઠરાવ ધર્માદા લાગા સંબંધી :— | ||
| ૧ | ધર્માદા તરીકે દશોંદ, વિશોંદના લાગાઓ જેવી રીતે આગળ દરેક ગામના બંધારણ મુજબ |
| ૨ | કોઈ પણ ગામની અંદર ધર્માદા આપવાનું બંધ કરેલ છે, તેવું આ સમાજ ન જાણવામાં આવતા |
૧૨ ઠરાવ ઉજાણી સંબંધી :— | |||
| દરેક વરસની શ્રાવણ વદી ૬ના દિવસે પોતપોતાના ગામમાં બધા |
૧૩ | દરેક ગામમાં જ્ઞાતિ પંચની ધર્માદા રકમ જુદી જુદી રીતે ધર્માદા લાગા તરીકે ભેગી કરવામાં આવે તેની કુલ જેટલી જે ગામની થાય તેમાંથી તે ગામવાળાઓએ દર સેંકડે કોરી ૧૦ દસના હિસાબે જ્ઞાતિ પંચની રકમ જે ખજાનચી પાસે રાખવામાં આવી હોય તેને શ્રાવણ વદી ૦॥ અમાસ અગાઉ મોકલી આપવી અને તે મોકલેલી રકમની પહોંચ સમાજના સેક્રેટરી પાસેથી મેળવવી. |
૧૪ | ઉપર જણાવ્યા ઠરાવોનું પાલન કરવા તથા કરાવવા માટે નીચે જણાવેલા નામોવાળા ભાઈઓની એક કમિટિ નિમવામાં આવી છે. |
સભ્યોના નામ :—
(૧) | વિરાણી — (૧) ભીમજી પ્રેમજી નાકરાણી (૨) રતનશીભાઈ ખીમજીભાઈ (૩) અરજણ પબા (૪) શીવગણ લાલજી (૫) મેઘજીભાઈ લખમશી. |
(૨) | નખત્રાણા — (૬) રામજી જેઠા સેંઘાણી (૭) નાનજી પૂંજા કેશરાણી (૮) વાલજી વિશ્રામ મુખી (૯) દેવજી કચરા પટેલ (૧૦) કાનજી અબજી નાથાણી (૧૧) નારણ રામજી પાંચાણી (૧૨) પેથા મુળજી કેશરાણી (૧૩) નથ્થુ નાગજી કેશરાણી (૧૪) ભાણજી પંચાણ કેશરાણી |
(૩) | કોટડા—જડોદર (૧૫) લધા પંચાણ નાકરાણી (૧૬) ભીમજી કેશરા લીંબાણી (૧૭) હીરજી લાલજી વેલાણી (૧૮) જીવરાજ દેવજી પોકાર (૧૯) નારણ ભાણજી ડોસાણી |
(૪) | મથલ (૨૦) પરબત લખુ પટેલ (૨૧) ધનજી માંડણ |
(૫) | ખોંભડી — (૨૨) નારણ શીવજી વાગડીયા |
(૬) | ગઢશીશા — (૨૩) રામજી વસ્તા (૨૪) રામજી લાલજી (૨૫) વિશ્રામ હંસરાજ (૨૬) શામજી રતના (૨૭) વિશ્રામ હીરજી |
(૭) | માનકુવા — (૨૮) જીવરાજ હીરજી |
(૮) | વેરસલપર — (૨૯) કાનજી ગોપાળ મુખી (૩૦) ધનજી મનજી |
(૯) | લુડવા — (૩૧) રવજી વીરજી પોકાર (૩૨) હરજી લધા રામાણી (૩૩) વીરજી મુળજી |
(૧૦) | કોડાય — (૩૪) વિશ્રામ મેઘજી મુખી (૩૫) નાનજી લધા |
(૧૧) | રાયણ — (૩૬) કાનજી હીરજી |
(૧૨) | થરાવડા — (૩૭) વેલજી પ્રેમજી (૩૮) વાલજી મનજી |
(૧૩) | નવોવાસ — (૩૯) અરજણ ગોપાળ (૪૦) પુંજા શામજી |
(૧૪) | દેસલપર — (૪૧) લાલજી કરશન (૪૨) ભીમજી વસ્તા |
(૧૫) | વિભાપર — (૪૩) દાંના ખેતા |
(૧૬) | રામપર — (૪૪) લધા ભાણજી (૪૫) કરશન દેવજી |
(૧૭) | ખેડોઈ — (૪૬) શીવજી મેગજી (૪૭) અરજણ કાનજી |
(૧૮) | કોટડા—ખેડોઈ — (૪૮) શીવજી શામજી |
(૧૯) | નવોવાસ — (૪૯) કરશન નથ્થુ |
(૨૦) | જુનો વાસ — (૫૦) કરશન શીવગણ (૫૧) લાલજી વિશ્રામ |
૧૫ ઉપર જણાવેલા સબ કમિટિના સભ્યો ૫૧માંથી નીચે જણાવેલ નામોવાળા ભાઈઓની કાર્યવાહક કમિટિની નિમણુંક કરવામાં આવી છે તેના નામ નીચે પ્રમાણે —
(૧) પ્રમુખ રતનશીભાઈ ખીમજી — વિરાણી |
(૨) ઉપપ્રમુખ નારણ રામજી પાંચાણી — નખત્રાણા |
(૩) ખજાનચી ભીમજી કેશરા લીંબાણી — કોટડા |
(૪) સેક્રેટરી નથ્થુભાઈ નાનજી કેશરાણી — નખત્રાણા |
(૫) સભ્યો નારણભાઈ ભાણજી — કોટડા |
(૬) સભ્યો પરબત લખુ પટેલ — મથલ |
(૭) શીવજી મેઘજી — ખેડોઈ |
(૮) શીવજી શામજી કોટડા — ખેડોઈ |
(૯) હીરજી લાલજી — માનકુવા |
(૧૦) હીરજી લધા રામાણી — લુડવા |
(૧૧) વિશ્રામ હીરજી — ગઢશીશા |
(૧૨) લાલજી કરશન — દેશલપર |
(૧૩) લધા પચાણ— કોટડા—જડોદર
|
૧૬ | ઉપરના કાર્યવાહક કમિટિના સભ્યોમાંથી જ્ઞાતિમાં સનાતન ધર્મનો પ્રચાર અને ઉપર જણાવેલા ઠરાવો દરેક ગામમાં સભાઓ ભરી સમજાવી પ્રચાર કરવા માટે નીચે જણાવેલ નામવાળા ભાઈઓને નિમવામાં આવે છે. |
વીરાણી — ભીમજીભાઈ પ્રેમજી, વિરાણી રતનશીભાઈ ખીમજી, | |
વિરાણી લધાભાઈ વિશ્રામ સવગણભાઈ લાલજી, લધા કાનજી | |
નખત્રાણા — નથ્થુભાઈ નાનજી જશાભાઈ કાનજી કાનજીભાઈ અબજી દેવજીભાઈ કચરા રામજીભાઈ જેઠા, ભાણજી પચાણ | |
કોટડા—જડોદર — લધાભાઈ પંચાણ, નારણ ભાણજી, જીવરાજ દેવજી, પચાણ શામજી | |
લુડવા — હીરજીભાઈ લધા રામાણી | |
ગઢશીશા — રામજીભાઈ લાલજી | |
મથલ — પરબતભાઈ લખુ પટેલ, ધનજીભાઈ માંડણ | |
દેશલપર — લાલજી કરસન ભીમજી વસ્તા |
૧૭ આ સમાજની હેડ ઓફીસ નખત્રાણા મુકામે રાખવી અને સમાજને લગતી કોઈ પણ જાતની પુછપરછ તથા નવા ખબર મેળવવા તથા ફંડ વિગેરેની બાબત જાણવા માટે સમાજના કાર્યવાહકમાંથી સેક્રેટરી નિમણુંક કરેલ નથ્થુ નાનજી કેશરાણીને સરનામે પત્ર વહેવાર કરવાથી, અગર રૂબરૂ પૂછવાથી ખબર મળી શકશે. સમાજના ચાલતા કામકાજ અંગેના થતા ખર્ચમાં કોરી ૧૦૦ એક સો સુધીના ખર્ચની સત્તા સેક્રેટરીને સોંપવામાં આવી છે અને સો કોરી ઉપરાંત ત્રણસો કોરી ઉપરનું કોઈ કાર્ય કરવાનું આવી પડે તો પ્રમુખ અને ઉપપ્રમુખ તથા ખજાનચી અને સેક્રેટરીની સંમતિથી કરી શકાશે, તેથી વધારે ખર્ચો કરવા જેવી કોઈ પણ બાબત આવે તો કાર્યવાહક કમિટિની મિટિંગ બોલાવી તેમની પરવાનગી મેળવી શકાશે. ઉપરોક્ત બંધારણના પ્રચારાર્થે કમિટિના પ્રચારકો શ્રીમાન રતનશીભાઈ ખીમજી તથા નથ્થુભાઈ નાનજી તથા ભીમજીભાઈ કેશરા તથા નારણભાઈ રામજી તથા પા.પરબતભાઈ લખુ તથા પા.રવજી લાલજી વિગેરે ગામ નખત્રાણા વાસત્રણ તથા વિરાણી, કોટડા જડોદર, મથલ, લુડવા, નવોવાસ (માંડવી), કોડાય, રાયણ વિગેરે ગામોમાં સભાઓ ભરીને બહુમતીથી પસાર કરાવેલ છે.
(૨) |
ઉંઝાથી ઉમિયાજી આવીયા રે લોલ, |
આવ્યા ઈશ્વર નગર વાંઢાય રે……… ઉંઝાથી……(૧) |
કચ્છ દેશને પાવન મા તમે કર્યો રે લોલ, |
થયો અમને અતિશય આનંદ રે……. ઉંઝાથી……(૨) |
માજી આજથી તમોને અમે ઓળખ્યાં રે લોલ, |
પડ્યા શરણોમાં લેજો સંભાળ રે……. ઉંઝાથી……(૩) |
“કડવા” જ્ઞાતિની દેવી માત છોરે લોલ, |
માજી પુરો અમારી આશ રે………… ઉંઝાથી……(૪) |
પ્રેમભાવથી તમારા ગુણ ગાઈશું રે લોલ, |
થાય ઉમંગ અમોને અપાર રે………. ઉંઝાથી……(૫) |
વાગે નોબત નગારાં ઘંટ ઝાલરી રે લોલ, |
દીધા ડંકા દશો દિશ માંય રે………… ઉંઝાથી……(૬) |
સંવત બે હજાર ચૈત્ર સુદી નોમના {VSAK: 02-Apr-1944} રે લોલ, |
કરી પ્રીતી બિરાજ્યાં મંદિર માંય રે…. ઉંઝાથી……(૭) |
દાસ “હરી” ઉપર કૃપા કરી રે લોલ, |
રાખો ચરણ કમળની માંય રે……….. ઉંઝાથી……(૮) |