Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

40. શ્વેત પત્ર - દિનાંક 25-Mar-2010

શ્વેતપત્ર

          કેન્દ્રીય સમાજના હોદ્દેદારો અને સમાધાન સમિતિ દ્વારા ધાર્મિક વિવાદો અંગેના સમાધાનની લાંબા સમયની પ્રક્રીયા દરમ્યાન ખુબજ ઉંડાણ પુર્વકનો અભ્યાસ સમગ્ર રીતે કરવામાં આવેલ છે. અમારી સમક્ષ આવેલા કેટલાક તથ્યો, હકીકતો સાહીત્યોમાંથી ઉભરેલા સત્યો, પૂવર્જોની ચીંધેલી દિશા, વડવાઓના કાર્યો, જ્ઞાતિજનો સાથેના સંવાદો, મતો, અભિપ્રાયો વગેરેને અમો હોદ્દેદારોએ નોંધમાં લીધેલ છે. તેમજ છેલ્લા કેટલા સમયથી ધર્મ વિષયક વિવાદો, બનાવો, ઘટનાઓ અને વર્તમાન બંધારણનો તાર્કિક તલસ્પર્શી અભ્યાસના તારણો કરતા આવી તમામ બાબતોને નજર સમક્ષ રાખીને અવારનવાર મળેલ હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની મીટીંગમાં ચર્ચા—વિચારણાના અંતે સર્વાનુમતે લેવાયેલ નિર્ણયોના અનુસંધાનમાં અને તા. ૨૭—૨—૨૦૧૦ના રોજ સમાધાન સમિતિની સભા દરમ્યાન બનેલ કલંકિત ઘટનાના અનુસંધાનમાં નીચે મુજબનો શ્વેત પત્ર જારી કરવામાં આવે છે.

(૧) આપણી કેન્દ્રીય સમાજની સ્થાપના એવા વડીલો દ્વારા કરવામાં આવી હતી કે જેમણે પીરાણા સતપંથ ધર્મનો સદંતર ત્યાગ કરી મુળ સનાતન હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો હતો.તેથી નિઃશંકપણે પુરવાર થાય છે કે આપણી કેન્દ્રીય સમાજ સનાતની સમાજ છે અને તેનો ધર્મ સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે.

(૨) પુજનીય સંતશ્રી ઓધવરામજી મહારાજ જેવા સંતોની સલાહ અને સ્થાપક વડવાઓના અભિગમને અનુસરી આ સમાજની રચના કરવામાં આવેલ હતી જેથી આ સમાજ, મુળભુત હિન્દુ સનાતન વિચારધારાથી ભટકી ગયેલ જ્ઞાતિજનોને હિન્દુ સનાતન વિચારધારામાં ભેળવવાના પ્રયાસો કરશે.

(૩) આપણો સમાજ હિન્દુ સનાતન વિચારધારા પર આવી શકે તેવી લાગણીથી આ સમાજની રચના કરવામાં આવી છે અને તેના સારા પરિણામો આવી શક્યા છે પરંતુ અપવાદરૂપ હજી પણ કેટલાક જ્ઞાતિજનો આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિને અપનાવી શક્યા નથી તે ખરેખર દુઃખદ બાબત ગણી શકાય.

(૪) સમાજ રચનાના લખાણો, તે વખતની પ્રતો, મીનીટસ બુકો વિગેરે પરથી પ્રમાણિત થાય છે કે આ સમાજનો હિન્દુ પરંપરાને જાળવીને હંમેશને માટે કાર્ય કરવાનો આદેશ હતો તેથી આ સમાજ તેજ વિચારધારા પર કાર્ય કરશે અને સમાજમાં સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર—પ્રસાર કરશે.

(૫) અત્યાર સુધી અવારનવાર કેન્દ્રીય સમાજ દ્વારા જ જ્ઞાતિના અધિવેશનો બોલાવવામાં આવેલા છે. તેમાં પસાર કરવામાં આવેલ ઠરાવ મુજબ જ્ઞાતિના રિતરિવાજોના નિયમ ૧૮ મુજબ બાહ્ય આચરણો અંગે અને નિયમ ૧૯ મુજબ સામાજિક તેમજ ધાર્મિક પ્રશ્નો અંગેનું પાલન કરાવવા જણાવવામાં આવેલ છે. તેમ છતા કેટલીક વ્યક્તિઓ આ નિયમોને ગંભીરતાથી લેતી નથી.તેમજ અવારનવાર એક યા બીજા બહાના હેઠળ આપણો સમગ્ર સમાજ હેરાન થાય તેમજ સમાજના પ્રતિનિધિઓની લાગણી દુભાય તેવા કેસો કરે છે અને સમાજને પણ તકલીફમાં મુકે છે જેથી સમાજનું બંધારણ, ધારાધોરણ તેમજ જ્ઞાતિના રિતરિવાજોના નિયમ ૧૮ અને ૧૯નું ચુસ્તપણે પાલન કરાવવું આ તબક્કે ખુબજ જરૂરી બને છે. સમાજમાં એક જ આચાર અને વિચાર કાયમ રહે, એક જ રિતરિવાજોનું અને સનાતન હિન્દુ ધર્મનું ચુસ્ત પણે પાલન થાય તે અત્યંત જરૂરી છે. જેમણે ઉપરોક્ત નિયમોનો ભંગ કરેલ છે તે વ્યક્તિ તેમજ વ્યક્તિ સમુહનું સભ્યપદ રદ કરવાનું રહે છે અને “સ્વર્ણિમ મહોત્સવ” તેમજ સમાજના તમામ કાર્યક્રમોમાં તેમનો પ્રવેશ નિષેધ કરવામાં આવે છે. આ અંગેની જવાબદારી ભારત ભરના તમામ ઝોન અને ઝોનમાં આવતા સમાજને સોંપવામાં આવે છે.

(૬) સમાજના સભ્યપદ મેળવવા માટે આ શ્વેત પત્રમાં જણાવેલ વિવિધ મુદ્દાઓ અનુસાર આપણી જ્ઞાતિના જે કોઈ સભ્ય જન્મથી મરણોતર સુધી સનાતન વૈદિક હિન્દુ ધર્મની પરંપરાઓ અને સમાજના બંધારણ અને ધારાધોરણો તથા જ્ઞાતિના રિતરિવાજોનું પાલન કરનારને નિયત અરજી પત્રક મેળવીને જરૂરી સભ્ય ફ્રી ભરી કારોબારી સભામાં મંજુર થયે સભ્યપદ આપવામાં આવશે. સમાજના વર્તમાન આજીવન સભ્યોએ પણ સભ્યપદ માટેનું નિયત અરજી પત્રક ભરીને સમાજને સોપવાનું રહેશે.

 

નખત્રાણા, કચ્છ

તા. ૨૫—૦૩—૨૦૧૦

પ્રમુખશ્રી,

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ,

નખત્રાણા (કચ્છ)

Share this:

Like this: